અટારી (પંજાબ, ભારત): પાકિસ્તાનમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવા લાગુ કરાયેલા લોકડાઉનને કારણે આઠ મહિનાથી અટવાઈ ગયેલા 221 જણ વાઘા-અટારી સરહદેથી ભારત પાછા ફર્યા છે. આમાંના 135 જણ NORI (નો-ઓબ્લિગેશન ટુ રીટર્ન ટુ ઈન્ડિયા) વિઝા ધારકો છે, 11 પાકિસ્તાની નાગરિકો છે અને 75 ભારતીય નાગરિકો છે.
આ તમામ લોકો અટારી સરહદે આવી પહોંચ્યા બાદ સ્થાનિક હોસ્પિટલના ડોક્ટરોની ટીમે એમની કોરોના જાંચ કરી હતી. હીના નામની એક મહિલા તેની માતાની અંતિમવિધિ કરવા માટે પાકિસ્તાન ગઈ હતી, પણ લોકડાઉનને કારણે ત્યાંથી ભારત પાછી ફરી શકી નહોતી. એક અન્ય પ્રવાસી, જે પુરુષ છે, તેણે કહ્યું કે એ તેની પત્ની અને બાળકને મળવા પાકિસ્તાન ગયો હતો, પણ આઠ મહિને ભારત પાછા આવવા મળ્યું છે. મને બહુ સારું લાગે છે.
આ તમામને ભારત પાછા મોકલવાની વ્યવસ્થા કરવાની ઈસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને લેખિતમાં વિનંતી કરી હતી.
હિન્દી ફિલ્મોમાં લેખકોનું માન વધારનાર સલીમ ખાનનો જન્મ 24 નવેમ્બર, 1935 ના રોજ ઇન્દોરમાં થયો હતો. સલીમ-જાવેદની એમની લેખક બેલડી હિન્દી ફિલ્મોની સૌથી સફળ લેખક બેલડી ગણાય છે.
પિતા રશીદ ખાન ઇન્દોરના ડી. આઇ. જી. હતા એટલે એમનું સ્કૂલીંગ ઇન્દોરમાં થયું અને એ પછી મુંબઇની હોલકર કોલેજમાં એડમિશન લીધું. કોલેજમાં સારું ક્રિકેટ રમી જાણતા સલીમ ખાન એ જમાનામાં કાર લઇને કોલેજ જતા.
એમના દેખાવ અને સ્માર્ટનેસના કારણે મિત્રો એમને હંમેશા ફિલ્મોમાં જવાની સલાહ આપતા. સોહામણા દેખાતા હોય એવા સહાયક યુવાનની નાની નાની ભૂમિકા પણ એમને મળતી, પણ એ ફિલ્મો બહુ ઉપડી નહીં. સરહદી લૂંટેરા એમના અભિનયવાળી એમની છેલ્લી ફિલ્મ. આ જ સમયગાળામાં ફિલ્મોના લીધે એમની ઓળખાણ જાવેદ અખ્તર સાથે થઇ.
સલીમ ખાનને અબરાર અલવીના અને જાવેદજીને કૈફી આઝમી પાસેથી લેખનની તાલીમ મળી. અલવીના અને કૈફી પડોશી હતા એમાંથી સલીમ અને જાવેદની મુલાકાતો વધતી રહી અને જોડી જામતી ગઇ.
સલીમ ખાન વાર્તા અને પ્લોટ ઘડતા અને જાવેદ અખ્તર એમાં સંવાદ ઉમેરતા. જી.પી. સિપ્પીએ એમને સ્ક્રીન રાઇટર તરીકે કામ આપ્યું. પછી તો આ બેલડીએ ધૂમ મચાવી. પહેલી ફિલ્મ અંદાઝ પછી તો સીતા ઔર ગીતા, ડોન, શોલે, હાથી મેરે સાથી, યાદોં કી બારાત, ઝંજીર, ત્રિશુલ, દોસ્તાના, ક્રાંતિ, દીવાર, મિસ્ટર ઇન્ડયા…. એમ તો આ જોડીએ તેલુગુ અને તમીલ ફિલ્મો પણ લખી છે.
આ જોડીએ હિન્દી ફિલ્મોમાં લેખકોને સ્ટાર સ્ટેટસ અપાવ્યું છે એમ કહીએ તો ખોટું નથી. એ અભિનેતા સલમાન ખાનના પિતા અને અભિનેત્રી-ડાન્સર હેલેનના પતિ છે, ફિલ્મ જગતમાં એમની પહેલી ઓળખ તો લેખક તરીકેની છે એ જ એમની સફળતા છે.
આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.
આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.
આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું,
આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.
આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.
આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.
આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.
આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.
આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.
આમ તો નખ આંગળીનો ભાગ હોય તે રીતે જ એની સાથે જોડાયેલા છે. જો નખ જીવતો ખેંચાય તો ભયંકર પીડા થાય. આમ છતાંય નખ વધે ત્યારે આપણને ખબર પણ ન પડે તે રીતે એ આંગળીથી દૂર થઈ જાય છે.
એક દિવસ આપણે એને કાપી નાખીએ છીએ તોયે પીડા થતી નથી. આવું જ સંબંધોનું છે. જે પારકાં તે પારકાં જ રહે છે. ઘણી વખત એમને પોતાના બનાવવાનો આપણે પ્રયત્ન કરીએ અથવા એમને પોતાના ગણવાની ભૂલ કરીએ તો સરવાળે દુઃખી થવાનો જ વારો આવે છે. આ બાબત માનવ સંબંધોમાં બધાને લાગુ પડે છે.
એટલે જ કહેવાય છે કે, હા,ભાઈ! આંગળીથી નખ વેગળા તે વેગળા.
(ડો.જયનારાયણ વ્યાસ)
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી કાજોલે સોમવારે પોતાની આગામી ફિલ્મનું પોસ્ટર તેના ફેન્સને શેર કર્યું છે. તેણે કહ્યું હતું કે તેની આગામી ફિલ્મ ‘ત્રિભંગ’ જાન્યુઆરીમાં રિલીઝ થવાની આશા છે અને તે તેની બીજી જાહેરાત ફેબ્રુઆરી, 2021માં કરશે. કાજોલ ‘ફિલ્મ’ ત્રિભંગથી નેટફ્લિક્સ પર ડિજિટલ ડેબ્યુ કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં તેણે કહ્યું હતું કે મારી આગામી ફિલ્મ ‘ત્રિભંગ’ જાન્યુઆરીમાં રિલીઝ થવાની વકી છે અને એમાં ત્રણ મહિલાઓ વિશે રસપ્રદ વાર્તા છે. મને આ ફિલ્મમાં કામ કરવામાં ખૂબ જ આનંદ આવ્યો છે.
આ ફિલ્મનું દિગ્દર્શન અભિનેત્રી રેણુકા શહાણેએ કર્યું છે, જ્યારે એમાં અન્ય કલાકારો તન્વી આઝમી અને મિથિલા પાલકર છે. રેણુકા એક શાનદાર ડિરેક્ટર છે. એટલે હું તમને બધાને આ ફિલ્મ જોવા માટે આગ્રહ કરું છું, એમ કાજોલે કહ્યું હતું. કાજોલે તેના 1.1 કરોડ ફોલોઅર્સને આ ફિલ્મ જોયા પછી તેમની પ્રતિક્રિયા જણાવવા કહ્યું હતું.
તેણે એક પણ નવી ફિલ્મ સાઇન નથી કરી, પણ ફેબ્રુઆરી સુધી તમે રાહ જુઓ, એમ તેણે તેના ફેન્સને કહ્યું હતું. કાજોલે ‘તાનાજીઃ અનસંગ વોરિયર’માં તેના કો-સ્ટાર પતિ અજય દેવગણ સાથે કામ કર્યું હતું.
કાજોલે કહ્યું હતું કે ક્રિસમસને લઈને ખાસ્સી ઉત્સાહિત છે. મુંબઈમાં ક્રિસમસની તૈયારીઓ થઈ રહી હશે અને તમે બધા તમારા ઘરે હશો. મને ક્રિસમસ ગમે છે. મને કિસમસમાં ગિફ્ટની આપ-લે ગમે છે, એમ કાજોલે કહ્યું હતું.
મુંબઈઃ કોરોના વાઈરસના કેસો વધી જવાનો ભય હોવાથી મહારાષ્ટ્ર સરકારે દેશના ચાર કોરોના-ગ્રસ્ત રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં આવતા પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. રાજ્ય સરકારે જાહેર કરેલી નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર્સ (SOPs) ટ્રેન, વિમાન કે રોડ માર્ગે આવનાર તમામ પ્રવાસીઓને લાગુ પડશે. આ ચાર રાજ્યો છે – ગુજરાત, ગોવા, દિલ્હી અને રાજસ્થાન. મહારાષ્ટ્રમાં આવવા માગતા ડોમેસ્ટિક વિમાન પ્રવાસીઓએ તેઓ રાજ્યના કોઈ પણ એરપોર્ટ પર લેન્ડ થવાના નિર્ધારિત સમય પૂર્વેના 72 કલાકની અંદર કોરોના માટેની RT-PCR ટેસ્ટ કરાવી લેવાની રહેશે અને તેનો રિપોર્ટ સાથે રાખવો પડશે. જે પ્રવાસીઓ પાસે કોવિડ-નેગેટિવ (RT-PCR) ટેસ્ટ રિપોર્ટ નહીં હોય તેમણે મહારાષ્ટ્રના સંબંધિત એરપોર્ટ ખાતે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાવવાની રહેશે અને તે માટેનો ખર્ચ એમણે પોતે જ ભોગવવાનો રહેશે. મહારાષ્ટ્રમાં આવવા માગતા વિમાન પ્રવાસીઓને ફ્લાઈટમાં ચડવા દેવાય તે પહેલાં એમનો RT-PCR રિપોર્ટ ચેક કરી લેવો એવી એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને મહારાષ્ટ્ર સરકારે વિનંતી કરી છે.
ટ્રેન માર્ગે મહારાષ્ટ્રમાં આવનાર પ્રવાસીઓએ તેઓ રાજ્યમાં નિર્ધારિત સમયે આવી પહોંચે એના 96 કલાક પહેલાં મેળવેલો RT-PCR ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ સાથે રાખવાનો રહેશે. જેમની પાસે નેગેટિવ રિપોર્ટ નહીં હોય એમનું સંબંધિત રેલવે સ્ટેશન પર બોડી ટેમ્પરેચર સહિત કોરોના લક્ષણો માટે સ્ક્રીનિંગ કરવામાં આવશે. જેમનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હશે એમને ઘેર જવા દેવામાં આવશે.
એવી જ રીતે, રોડ માર્ગે મહારાષ્ટ્રમાં આવતા લોકોનો કોરોના ટેસ્ટ કરવાની જવાબદારી સંબંધિત જિલ્લા કલેક્ટરોને સોંપવામાં આવી છે. જેમનામાં કોરોનાના લક્ષણ હોવાનું માલૂમ પડશે એમને પાછા મોકલી દેવામાં આવશે. જેમનો રિપોર્ટ નેગેટિવ હશે એમને મહારાષ્ટ્રમાં પ્રવેશવા દેવામાં આવશે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહાબીમારીની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. અમદાવાદ શહેરમાં અને રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતાં રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રી કરફ્યુ લાદ્યો છે. રાજ્યમાં કોરોના સંબંધિત કેસોમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદ શહેરમાં થયાં છે, જે ચિંતાજનક છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 1968 દર્દીઓનાં કોરોનાથી મોત થયા છે.
માત્ર ગુજરાત જ નહીં, પણ દેશના મોટા શહેરોમાં કોરોનાનો મૃત્યુદર જોઇએ તો સૌથી વધુ 4.1 ટકા મૃત્યુદર અમદાવાદ શહેરનો છે. ત્યારબાદ બીજા ક્રમે મુંબઈ આવે છે – 3.9 ટકા. ત્રીજા ક્રમે કોલકાતા છે – 2.5 ટકા, 1.6 ટકા સાથે દિલ્હી ચોથા ક્રમે છે.
અમદાવાદમાંમાત્ર 9 જ વેન્ટિલેટર ઉપલબ્ધ
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. શહેરની ખાનગી હોસ્પિટલો પણ કોરોનાના દર્દીઓથી ભરાઈ ગઈ છે. AMC દ્રારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 72 ખાનગી હોસ્પિટલમાં 155 જેટલાં બેડ ખાલી છે. આઇસોલેશન વોર્ડમાં 79, HDUનાં 65, ICU વેન્ટિલેટર વગર આઠ અને ICU વેન્ટિલેટરનાં નવ જ બેડ ખાલી છે.
12 દિવસમાં 102 લોકોનાં મોત
અમદાવાદમાં કોરોનાની બીજી વેવ આવ્યા પછી 11 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી અમદાવાદમાં માત્ર કોરોનાથી કુલ 102 દર્દીનાં મૃત્યુ થયા છે. જોકે સરકારી ચોપડે આ 12 દિવસમાં કોરોનાથી માત્ર 42 મોત દર્શાવવામાં આવ્યા છે.
સિવિલના ડોક્ટરો-કર્મચારી સહિત 60ને કોરોના
સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ કર્મચારી સહિત અંદાજે 60ને કોરોનાનો ચેપ લાગ્યો છે. સત્તાવાર આંકડા મુજબ દિવાળીથી આજ સુધી સિવિલ હોસ્પિટલમાં દરરોજ 70થી 100 દર્દીને દાખલ થયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાઈરસ રોગચાળાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે, જેથી રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાયો છે. રાજ્ય સરકારે અમદાવાદમાં રાત્રી કરફ્યુ લાદ્યો હોવા છતાં પણ હજી અમદાવાદીઓ બેદરકારી દાખવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં માસ્ક વગર ફરતા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. કોર્પોરેશને 256 લોકોના ટેસ્ટ કર્યા હતા, જેમાંથી નવ લોકો પોઝિટિવ નીકળ્યા હતા. આ નવ જણને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય 3ને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. અન્ય લોકો પાસેથી એક-એક હજાર રૂપિયા દંડ તરીકે વસૂલવામાં આવ્યા હતા.
શહેરમાં કોરોનાનો કેર વધી રહ્યો હોવાને કારણે લોકો ભયભીત થયા છે. મહાનગરપાલિકા પણ મોટા પ્રમાણમાં લોકોના ટેસ્ટ કરી રહી છે. શહેરના પૂર્વ-પશ્ચિમમાં મોટા ભાગના વિસ્તારોમાં વહેલી સવારથી લોકો કોરોના ટેસ્ટ કરાવવા માટે લાઈનમાં ઊભેલા જોવા મળ્યા હતા. શહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માસ્ક વગર ફરતા લોકોનો કોરોના ટેસ્ટ કરાઈ રહ્યો છે અને જો ટેસ્ટ પોઝિટિવ આવે તો સીધા હોસ્પિટલમાં મોકલી દેવાય છે અને નેગેટિવ આવે તો રૂ. 1 હજારનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
અમદાવાદમાં કરફ્યુ નિયમોના ભંગ બદલ પોલીસે 683 લોકોની ધરપકડ કરી છે, જેમા 637 લોકો સામે અમદાવાદ પોલીસે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત પોલીસે જપ્ત કરેલાં વાહનોના ચાલકો પાસેથી રૂ. 64 હજારનો દંડ વસૂલ્યો છે. અમદાવાદ પોલીસે નવ મહિનામાં માસ્ક ન પહેરનારાઓ પાસેથી રૂ. 13.40 કરોડનો દંડ વસૂલ્યો છે. અમદાવાદમાં 2,68,238 બેદરકાર લોકોને દંડ ફટકારાયો છે. અમદાવાદમાં દરરોજ આશરે 1500થી વધુ લોકો માસ્ક વગર દંડાય છે.
અમદાવાદમાં 127 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન
હાલમાં શહેરમાં 127 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. જેમાં નવા ઉમેરાયેલા સાઉથ ઝોનના 10, સેન્ટ્રલ ઝોનના 1, સાઉથ વેસ્ટ ઝોનના 3, ઇસ્ટ ઝોનના 3, વેસ્ટ ઝોનના 1, નોર્થ વેસ્ટ ઝોનના 4 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે.
ચાર મહાનગરોમાંથી 33 કરોડનો દંડ વસૂલાયો
કોરોના કાળમાં પોતાની અને તેમના પરિવારની ચિંતા કર્યા વગર રાજ્યમાં હજારો પોલીસકર્મીઓ રસ્તાઓ પર લોકોને કોરોનાના નિયમો પાળવાનું સમજાવે છે. આજથી ચારેય મહાનગરોમાં કડક રીતે મિશન માસ્ક શરૂ થયું છે. ચોંકાવનારી બાબત એ છે કે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં જ 33 કરોડ રૂપિયા દંડ ચૂકવ્યા પછી પણ લોકો કોરોના નિયમ પાલન કરવામાં બેદરકારી દાખવી રહ્યા છે.