મુંબઈઃ નશીલી દવાઓના દાણચોરને ત્યાં દરોડો પાડવા ગયેલા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના અધિકારીઓ પર અહીં હુમલો કરાતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના ગઈ કાલે સાંજે બની હતી. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અને એમના સાથીઓ કેરી મેન્ડિસ નામના દાણચોરને પકડવા માટે ગોરેગાંવ ઉપનગરના એક સ્થળે ગયા હતા ત્યારે દાણચોરના 60 જેટલા સાગરિતોના હિંસક ટોળાએ એમની પર હુમલો કર્યો હતો.
એનસીબી ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે
હુમલામાં બે અધિકારીને ગંભીર ઈજા પહોંચી હોવાનો અહેવાલ છે. દાણચોર મેન્ડિસ અને તેના બે હુમલાખોરને પકડી લેવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે. એમને એનસીબીની ઓફિસમાં લઈ જવામાં આવ્યા છે.
બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં બોલીવૂડ ડ્રગ્સ પ્રકરણ જેવું બહાર આવ્યું છે ત્યારથી અનેક સિતારાઓ સામે કાર્યવાહી સમીર વાનખેડેએ જ હાથ ધરી છે. તેમણે અને એમની ટીમે છેલ્લા એક મહિનામાં ચાર-પાંચ મોટા ડ્રગ પેડલર્સને સકંજામાં લીધા છે. આ પેડલર્સને અંધેરી અને બાન્દ્રા ઉપનગરોમાં પકડવામાં આવ્યા છે. એમની પૂછપરછને પગલે જ એનસીબી અધિકારીઓએ કોમેડિયન ભારતી સિંહ અને એનાં પતિ હર્ષ લિમ્બાચિયાની ધરપકડ કરી છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તી અને એનાં ભાઈ શોવિક ચક્રવર્તીની પણ ધરપકડ કરી હતી. રીયા હાલ જામીન પર છૂટી છે. આ ઉપરાંત એનસીબી અધિકારીઓ બોલીવૂડ અભિનેતા અર્જૂન રામપાલ તથા એની ગર્લફ્રેન્ડ, દીપિકા પદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ, દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશ, શ્રુતિ મોદી, સિમોન ખંબાટા વગેરે બોલીવૂડ હસ્તીઓની પણ આકરી પૂછપરછ કરી ચૂક્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 91 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 44,059 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 511 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 91,39,865 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,33,738 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 85,62,641 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 41,024 દર્દીઓ આ ખતરનાક બીમારીથી સ્વસ્થ થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,43,486એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.60 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.46 ટકા થયો છે.
આજથી ચાર મહાનગરોમાં કાયદા કડક બનશે
દિવાળી પહેલાં ખરીદી કરવાના બહાને લોકોએ બજારોમાં ભારે ભીડ કરી અને રજાઓમાં મોટી સંખ્યામાં લોકો પ્રવાસે ગયા, એટલું જ નહીં પરંતુ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું. જેના કારણે કોરોના કેસોમાં ઉછાળો આવતાં રાજ્યનાં ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાતે 9 કલાકથી સવારનાં 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. આજથી આ ચારેય મહાનગરોમાં પોલીસ મિશન માસ્ક શરૂ કરવાની છે. જેમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી રૂ. 1000નો દંડ વસૂલવાની પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
દહેરાદૂનઃ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતે રવિવારે કહ્યું હતું કે 2021માં યોજનારો હરિદ્વાર કુંભ મેળો દિવ્ય અને ભવ્ય હશે. આ કુંભ મેળામાં પરંપરા અને સંસ્કૃતિનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે. અખિલ ભારતીય અખાડા પરિષદના પદાધિકારીઓની સાથે આગામી વર્ષે 14 જાન્યુઆરીથી શરૂ થનારા કુંભ મેળાને લઈને થયેલી બેઠક પછી તેમણે ટ્વીટ પણ કર્યું હતું.
કુંભ મેળા-2021ના સ્વરૂપ વિશે અખાડા પરિષદના પૂજ્ય સંત-મહાત્માના માર્ગદર્શનમાં કોવિડ-19ની એ સમયની પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં અધિકારીઓને કુંભ મેળાની તૈયારીઓને સમયમર્યાદામાં પૂરી કરવાના મુખ્ય પ્રધાને નિર્દેશ આપ્યા હતા.
भारतीय संस्कृति और सभ्यता के आदिकाल से ही गंगा न केवल भारत की सर्वाधिक महान एवं पवित्र नदी के रूप में लक्षित है अपितु 'माँ' के रूप में भी पूजित है। हमारी सरकार के लिए भी करोड़ों लोगों की आस्था की प्रतीक 'माँ गंगा' सर्वोपरि है और उसकी निर्मलता बनाए रखने के लिए हम सदैव तत्पर हैं। pic.twitter.com/u1oHxCRh7L
કુંભ મેળાનું મોટા ભાગનું કામ 15 ડિસેમ્બર સુધી પૂરું કરી લેવામાં આવશે. કુંભ મેળા માટે નવ ઘાટો બનાવવામાં આવી રહ્યા છે, આઠ પૂલો અને રસ્તાનું કામ પૂરું થવાનું છે. હાલ કોરોના રોગચાળા દરમ્યાન સ્વચ્છતા પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ સિવાય પીવાનું પાણી, પાર્કિંગ અને અતિક્રમણ દૂર કરવાનું કામ થઈ રહ્યું છે, એમ અધિકારી દીપક રાવતે કહ્યું હતું.
આ મેળા દરમ્યાન શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની સમસ્યા ના થાય, એટલે બધા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કુંભ મેળામાં દૈનિક ધોરણે 35થી 50 લાખ લોકો સ્નાન કરશે, એવી શક્યતા છે, એમ રાજ્યના શહેરી વિકાસપ્રધાન મદન કૌશિકે કહ્યું હતું. બીજી બાજુ, અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરિએ રાજ્ય સરકારને આશ્વાસન આપ્યું છે કે તેઓ સરકારને સંપૂર્ણ સાથ-સહકાર આપશે.
જોહાનિસબર્ગઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાના મૂળના અને ત્યાં જ સ્થાયી થયેલા પ્રપૌત્ર સતીષ ધુપેલિયાનું કોરોના વાઈરસ મહાબીમારી સંબંધિત ગૂંચવણો ઊભી થવાને ગઈ કાલે, રવિવારે અહીં નિધન થયું છે. હજી ત્રણ દિવસ પહેલાં જ એમણે પોતાનો 66મો જન્મદિવસ ઉજવ્યો હતો. સતીષ ધુપેલિયાના નિધનની જાણકારી એમનાં બહેન ઉમા ધુપેલિયા-મેસ્થરીએ એક ફેસબુક પોસ્ટ મારફત આપી છે. સતીષ ધુપેલિયા ન્યૂમોનિયાને કારણે છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. એમાં એમને કોરોનાને કારણે કોમ્પ્લિકેશન્સ ઊભા થયા હતા. રવિવારે સાંજે એમનું હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને એમનું નિધન થયું હતું.
સતીષ ધુપેલિયાના એક વધુ બહેન પણ જોહાનિસબર્ગમાં રહે છે – કીર્તિ મેનન. તેઓ ગાંધીજીની સ્મૃતિમાં અનેક યોજનાઓમાં સક્રિય છે. આ ત્રણેય ભાઈ-બહેન ગાંધીજીના પુત્ર મણીલાલ ગાંધીના વંશજ છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં પોતે આદરેલા કાર્યો પૂરા કરી શકાય એ માટે પુત્ર મણીલાલને ત્યાં જ મૂકીને ભારત પાછા ફર્યા હતા.
સતીષ ધુપેલિયા મિડિયા ક્ષેત્રમાં હતા અને વિડિયોગ્રાફર તથા ફોટોગ્રાફર તરીકે કામ કર્યું હતું. મહાત્મા ગાંધીજીએ ડરબન નજીક ફિનિક્સ સેટલમેન્ટ ખાતે પોતે શરૂ કરેલા કામકાજને આગળ ચલાવનાર ગાંધી ડેવેલપમેન્ટ ટ્રસ્ટને સહાયતા કરવામાં સતીષ ધુપેલિયા ખૂબ જ સક્રિય રહ્યા હતા. તમામ સમુદાયોનાં લોકોને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે સતિષ જાણીતા હતા.
સૂરીલા, પ્રતિભાશાળી અને પ્રભાવશાળી ગાયિકા ગીતા દત્ત જીવતા હોત તો આજે ૯૦ વર્ષના હોત. ગીતા ઘોષ રોયચૌધરીનો જન્મ બાંગ્લાદેશના ફરીદપુરમાં ૨૩ નવેમ્બર, ૧૯૩૦ના રોજ થયો. ગંભીરથી લઇને ચુલબુલા એમ અલગ અલગ ફ્લેવરના હિન્દી-બંગાળી ફિલ્મી-ગૈરફિલ્મી ગીતો ગાનાર ગીતા દત્તે જબરી લોકપ્રિયતા હાંસલ કરી હતી.
જમીનદાર પિતાના દસ સંતાનોમાંના એક એટલે ગીતા. હનુમાન પ્રસાદે એમને ગાયકી શીખવી અને ફિલ્મી સંગીત સુધી પહોંચાડી. ‘દો ભાઈ’ (૧૯૪૭)ના ‘મેરા સુંદર સપના બીત ગયા’ થી એમનો સૂરીલો અવાજ દેશભરમાં છવાઇ ગયો. એ ગીતના ઉચ્ચારણોમાં બંગાળી છાંટ હતી એટલે ગીતા ‘બંગાળ કા જાદુ’ થી ઓળખાયા. ‘આજા રી નિંદીયા’ના હાલરડાથી એમણે સાબિત કર્યું કે એ કોઈપણ પ્રકારના ગીતો ગાઈ શકતા હતા.
ભજનથી લઇને ક્લબ સોંગ અને હન્ટિંગ મેલોડીથી લઇને રોમાન્ટિક એમ દરેક પ્રકારના ગીતો એમણે ગાયાં. સંગીતકાર સચિન દેવ બર્મને એમના અવાજનો ભરપૂર ઉપયોગ કર્યો. ‘આન મિલો સાંવ સાંવરે-દેવદાસ’નો આધ્યાત્મિક ટચ, ‘નન્હીં કલી સોને ચલી-સુજાતા’નું માતૃત્વ, ‘અય દિલ મુઝે બતા દે-ભાઈ ભાઈ’નું અલ્લડપણું અને ‘વક્ત ને કિયા-કાગઝ કે ફૂલ’ની ગંભીરતા અને નિરાશા એના કેટલાંક શ્રેષ્ઠ ઉદાહરણો છે.
‘બાઝી’ના ગીતોના રેકોર્ડીંગ વખતે ગીતાનો પરિચય નિર્દેશક ગુરુ દત્ત સાથે થયો. ૨૬ મે, ૧૯૫૩ના રોજ એમનો પ્રેમ પરિણયમાં પરિણમ્યો. એમના ત્રણ સંતાન એટલે તરુણ, અરુણ અને નીના.
‘કાગઝ કે ફૂલ’ નિષ્ફળ ગઈ એ પછી ગીતા અને ગુરુ દત્ત આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યાં. ૧૯૬૪માં ગુરુ દત્તનું નિધન થયું. ગીતા દત્તને નર્વસ બ્રેકડાઉન થયું. આર્થિક પ્રશ્નો વધ્યા એટલે એમણે સ્ટેજ શો કરીને ગાયકીની કરિયર ફરી શરૂ કરવાના પ્રયાસ કર્યા. બાસુ ભટ્ટાચાર્યની ‘અનુભવ’ (૧૯૭૧)માં કાનુ રોયના સંગીતમાં ત્રણ ગીતો પણ અદભૂત રીતે ગાયા.
જો કે સીરોસીસ ઓફ લીવરની બીમારીથી ૨૦ જુલાઈ, ૧૯૭૨ના રોજ ફક્ત ૪૧ વર્ષની વયે એમનું નિધન થયું.
મુસાફરી થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિકપ્રવચનો સાંભળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.
નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહ સુચન બાદ આગળ વધવુ. આર્થિકલાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે.
ઘર માંકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે પરંતુ કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમા થોડોક ઉતારચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય.
આર્થિક સ્થિતિની થોડી ચિંતા થઈ શકે છે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે, તમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થનીચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ તકલીફ ઉભી ના થવાથી રાહતની લાગણી અનુભવી શકો છો.
સામાજિકપ્રસંગમા જવાના યોગ છે તેમા થોડો માનસિકઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીકે દામ્પત્યજીવનમા તમારી લાગણી દુભાતી હોય તેવુ તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો છે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળુ બની રહશે, પારિવારિક સહયોગ ઓછો જોવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન ક્યાંકને ક્યાંક અશાંતિ અને દ્વિધા રહેવાના કારણે સામાજિકકે ધાર્મિકકાર્યમા કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચારો અને દ્વિધામા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.
યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવામા રુકાવટ થઈ શકે, અતિઉત્સાહના કારણે તમારા કામને ક્યાંક ગતિ પણ મળી શકે છે, જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે. મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછોઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગ ક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે, લગ્નબાબતની વાતચીત ક્યાય ચાલતી હોય તેમા થોડી ધીરજ અને અનુભવનો ઉપયોગ તમારા માટે ઇચ્છનીય છે.
અચાનક યાત્રા થાય તેવુ બનવા જોગ છે, કામકાજમા વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો, ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી થાય, કોઇપણ પ્રકારનુ આયોજન કરોતો તેમા પણ સફળતા જોવા મળે, આર્થિકસ્થિતિમા પણ સુધારો થઈ શકે છે.
આર્થિકલાભ થાય તેવા યોગ છે, તમારા ધાર્યાકામ પાર પાડવા માટે તમારે વાણી અને વર્તનનો ઉપયોગ સાથ આપી શકે છે, જેમા તમને આનંદ-ઉત્સાહ સારો રહી શકો છે, ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, તમારી પ્રતિભાની કોઈ સારી રીતે કદર અને ભરોસો કરે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય, જમીન,મકાન,વાહન બાબતના કોઇપણ પ્રકારના પ્રશ્ન હોયતો તેમા પણ ઉકેલ મળે, કોઇપણ પ્રકારની ચિંતાનો ઉકેલ મળી શકે છે.
કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, નાણાકીયઆયોજન અંગે નવુઆયોજન થઈ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે,દામ્પત્યજીવનમા સુખદવાત બની શકે છે.
નવાકામની સારી શરૂઆત થાય પણ તેમા કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચારમતભેદ થાય પણ તેમા પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદ વ્યક્તિ તરફથી સારુ વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, લગ્ન બાબતની વાર્તાલાપ ક્યાય ચાલતી હોય તેમા પ્રગતિ થતી જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે તેમા ખોટીચર્ચા ના થાય તેની કાળજી રાખવી ઇચ્છનીય છે, મિત્રો, સગાસ્નેહી સાથે મિલન મુલાકાતમાં તમને સારીવાત રજુ કરવાની તક મળી શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવુ જેથી ગેરસમજ ટાળી શકાય, પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુના સંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમા અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને.
આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુના સ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.
આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.
આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.
આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિક સ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.
આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.
આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.
આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.
આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.
આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.
પ્રશ્નઃ સદગુરૂ, તમે એમ કહેતા હોવ છો કે યોગ્ય પ્રાથમિકતા વિશે વાત કરીને જીવનના સત્ય માટે પોતાને ઉપલબ્ધ કરી શકાય છે. આઇબીએમ અને ગૂગલ જેવી કંપનીઓમાં વિશ્વભરના લોકો કૃત્રિમ બુદ્ધિ મેળવવા માટે, આઇઆઇટી સ્ટેનફોર્ડ જેવી ઈજનેરી કોલેજની પ્રયોગશાળામાં મથી રહ્યાં છે. નવી શોધ અને ઉત્પાદકતા મનુષ્યને નવીન શક્તિ આપી શકશે? શું તેમની પાસે જીવન લંબાવવા અને સત્યને મુખ્ય પ્રવાહમાં લાવવાની ક્ષમતા હશે?
જવાબઃ કોઈપણ પ્રકારની બુદ્ધિ સારી જ છે. જો તમારી પાસે કુદરતી બુદ્ધિ ન હોય તો કૃત્રિમ બુદ્ધિ અને જો તમારી પાસે કાર્બનિક બુદ્ધિ નથી, તો અકાર્બનિક બુદ્ધિ, પણ બુદ્ધિ હોવી જરૂરી છે. ધારો કે તમારા ઘરની દિવાલો બુદ્ધિમાન બની જાય તો, આ વિચિત્ર વાત નથી? ફરક માત્ર એટલો હશે કે તે દિવાલો તમારા કરતા વધુ સ્માર્ટ બની જશે, તો એ સમયે તમે થોડા અસુરક્ષિત લાગણીનો અનુભવ કરશો! અન્યથા જો તમારી આસપાસ ઘણી બધી વસ્તુઓ બુદ્ધિશાળી છે, તો તે આશીર્વાદ સમાન છે.
ફક્ત એવા લોકો જે સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ બનવા માંગે છે, તે લોકો અસલામતની લાગણી અનુભવશે, જ્યારે તેની આસપાસની તમામ વસ્તુઓ તેમના કરતા વધુ હોશિયાર બનશે. અન્યથા આ એક આશીર્વાદ સમાન હશે. તમારી પાસે એક એવી પેન છે જેનો સ્પર્શ કર્યા વગર તમે લખી શકો છો, તમારી પાસે એવો ફોન છે જે તમારા કહ્યાં વગર તમે શું કહેવા માંગો છો તે કહે તો, આ સારું નહીં રહે? કોઈપણ પ્રકારની બુદ્ધિ સારી હોય છે!
બુદ્ધિ વગર, સત્ય નથી. કપટ કરવા માટે કાયમ જૂઠું બોલવું પડતું નથી, અજ્ઞાનતાના કારણે પણ જૂઠાણું પેદા થાય છે. બુદ્ધિ, બુદ્ધિ અને માત્ર બુદ્ધિ એ સત્યને મુખ્ય પ્રવાહમાં લાવવાનો એકમાત્ર ઉપાય છે.
રોબોટ્સ આવે છે!
હાલ, મોટાભાગે બાહ્ય ટેક્નોલોજીનો વ્યાપ વધતો જાય છે, માટે જ આજના સમયમાં રોબોટ્સ એ કામ કરતા થયા છે, જે પહેલાં મનુષ્યો કરતા હતા. મનુષ્ય હવે શું કરશે? તેઓ એવું પણ કહે છે કે, વર્ષ 2050 સુધીમાં રોબોટ્સ ફૂટબોલ વર્લ્ડ કપ જીતશે.
તમારા વિચારો અને લાગણીઓ પણ કૃત્રિમ રીતે બનાવવામાં આવે તો? થોડાક સમય પહેલાં અમુક સંશોધકોએ લોકો કમ્પ્યૂટર સાથે સંબંધો કેવી રીતે રાખી શકે તે માટે એક કમ્પ્યુટર સેટ એપ કર્યું હતું. ઇ-મેઇલના માધ્યમથી ઘણા લોકોના આ કમ્પ્યુટર સાથે અદ્ભુત સંબંધ હતા, કારણ કે તે લોકો જાણતા ન હતાં કે તે કમ્પ્યુટર છે. અને માત્ર વીસ લાઇનના શબ્દભંડોળથી આ બધું મેનેજ થતું હતું. આપણે તકનીકી ક્ષેત્રે આગળ વધી રહ્યાં છીએ. જ્યાં કૃત્રિમ રીતે, કમ્પ્યુટર માણસ કરતા દસ ગણું વધુ સારી રીતે વિચારી શકશે, કારણ કે વિચાર પણ મૂળભૂત રીતે ગણતરીનું જ પરીણામ છે. ઘટના રૂપી ડેટા સમાપ્ત થાય છે અને પછી તેમાંથી નિર્ણય રૂપી સમજ લાવી શકે તેવું ફલિત પરિણામ બહાર આવે છે. જેમ જેમ કમ્પ્યુટર્સ વિકસિત થતા જશે તેમ તેમ કમ્પ્યુટર માણસ કરતા વધુ સારું અને વધુ સમર્થ બનતા જશે. આ ઉત્ક્રાંતિ લાંબો સમય નહીં લે, ટૂંકાગાળામાં જ આ સંભવ થશે. ત્યાર પછી માનવીય વિચારોનું કોઈ મૂલ્ય રહેશે નહી. બધા વિચારકો નવરાં થઈ જશે!
પરંતુ તેમાં માત્ર બુદ્ધિ છે. તેમાં ચેતના નથી. આપણાં વિચાર અને આપણી ભાવનાઓને ચેતના સાથે કંઈ લેવા દેવા નથી. એકવાર બધું સારું થઈ જાય, ત્યારે મનુષ્ય શું કરશે? માણસ આનંદ અને એની સાથે કંઈક એવું કરવું જોઈએ જે યંત્રગત ન હોય અને જે મશીન કરી શકે નહીં. રોબોટ બધું કરી શકે છે. જે એક મનુષ્ય કરી શકે છે – સિવાય કે ધ્યાન! તે ધ્યાન નથી કરી શકતા, કારણ કે તેનામાં કોઈ ચેતના નથી. આથી અંતમાં જે લોકો ફક્ત ધ્યાન કરતા હશે એ લોકો જ રોજગારી મેળવી શકશે.
(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને ‘પદ્મવિભૂષણ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)