Home Blog Page 457

વૈભવ સૂર્યવંશીની આંધી, 42 બોલમાં 144 રન ફટકાર્યા

ભારત A એ ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025માં સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે પોતાની પહેલી મેચ રમી. શુક્રવાર, 14 નવેમ્બરના રોજ દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ ગ્રુપ B મેચમાં ભારત A એ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો.

ભારતીય ટીમે તેમના કેપ્ટન જિતેશ શર્માના નિર્ણયને સંપૂર્ણપણે યોગ્ય ઠેરવ્યો. ઓપનર વૈભવ સૂર્યવંશીએ શરૂઆતથી જ બોલરોને કઠિન સમય આપ્યો. 14 વર્ષીય વૈભવે 32 બોલમાં 10 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી. વૈભવે પોતાની સદી પૂરી કર્યા પછી પણ પોતાની આક્રમક બેટિંગ ચાલુ રાખી. કુલ મળીને, તેણે 42 બોલનો સામનો કર્યો અને 15 છગ્ગા અને 11 ચોગ્ગા સહિત 144 રન બનાવ્યા.

વૈભવ સૂર્યવંશીએ નમન ધીર સાથે મળીને બીજી વિકેટ માટે 56 બોલમાં 163 રન ઉમેર્યા. નમનએ 22 બોલમાં 34 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. પોતાની ધમાકેદાર ઇનિંગ દરમિયાન, વૈભવે માત્ર 17 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. મોહમ્મદ ફરાઝુદ્દીનના બોલ પર અહેમદ તારિકના હાથે કેચ આઉટ થયો.

આખરે કેવી રીતે નિષ્ફળ થઈ તેજસ્વીની વ્યૂહરચના?

પટના: બિહારની વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં પૂર્ણ થઈ ગઈ છે. એ સાથે જ આજે સવારથી મતગણતરીમાં જ NDA સતત આગેવાની જાળવી રાખી છે. બીજી તરફ મહાગઠબંધનને આ વખતની ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પહેલાથી જ વિરોધ પક્ષના સૌથી મોટા નેતા અને મુખ્ય મંત્રી પદના દાવેદાર તેજસ્વી યાદવે મોટાં–મોટાં વચનકર્યા હતા. નોકરીથી લઈને મહિલાઓના ખાતામાં પૈસા જમા કરાવવાના તેમના અનેક દાવા પાણીમાં ફરી વળ્યા. તેથી હવે પ્રશ્ન ઊભો થયો છે કે તેજસ્વી યાદવની વ્યૂહરચના ક્યાં ફેલ થઈ?

તેજસ્વીની વ્યૂહરચના ક્યાં નિષ્ફળ થઈ?તેજસ્વી યાદવની સ્ટ્રેટેજી નિષ્ફળ થવા અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. અહીં અમે તે પાંચ મુખ્ય મુદ્દાઓનો ઉલ્લેખ કરીશું, જે તેજસ્વીની સૌથી મોટી નિષ્ફળતા તરીકે ગણાય છે:

  1. કોંગ્રેસ સાથે ગઠબંધન કરી લીધું
  2. સીટ વહેંચણી મુદ્દે રાહુલ ગાંધી પાછળ દોડતા રહ્યા
  3. મુકેશ સહની સમક્ષ ઝૂક્યા, ડેપ્યુટી CM પદ માટે પણ તૈયાર થઈ ગયા
  4. વાસ્તવિક મુદ્દાઓ છોડીને ‘વોટ ચોરી’ જેવા મુદ્દા પર ભટકી ગયા
  5. મહિલાઓના બમ્પર મતદાને RJDનો ખેલ બગાડી નાખ્યો

બિહાર વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે થયું હતું. બંને તબક્કામાં મળીને મતદાન ટકાવારી 67.13 ટકા રહી, જે 1951 પછીનું અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. કુલ મળીને જોઈએ તો બિહારની જનતાએ રેકોર્ડ તોડ મતદાન કર્યું છે. આજે પરિણામનો દિવસ છે અને સૌની નજર એ વાત પર છે કે બિહારમાં આગામી સરકાર કોની બનશે. થોડા સમય બાદ આ સ્પષ્ટ થઈ જશે.

ધર્મેન્દ્રની પહેલી હિરોઈન અને દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું નિધન

બૉલિવૂડની પીઢ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન થયું છે. કામિની કૌશલ લાંબા સમયથી બીમાર હતા.

બૉલિવૂડની સૌથી વૃદ્ધ અભિનેત્રી કામિની કૌશલનું નિધન થયું છે. અભિનેત્રીનું 98 વર્ષની વયે અવસાન થયું છે. અહેવાલો અનુસાર તે ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. કામિની કૌશલના પરિવારના નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે, “કામિની કૌશલનો પરિવાર ખૂબ જ લો-પ્રોફાઇલ છે અને તેને ગોપનીયતાની જરૂર છે.” અભિનેત્રીએ 1946 માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

24 ફેબ્રુઆરી, 1927ના રોજ જન્મેલા કામિની કૌશલ તેની સમગ્ર ફિલ્મી કરિયરમાં અનેક ફિલ્મોમાં જોવા મળ્યા છે. તેણે દિલીપ કુમાર અને રાજ કપૂર સહિત ઘણા જાણીતા સ્ટાર્સ સાથે કામ કર્યું.

આ ફિલ્મોમાં કામ કર્યું

કામિની કૌશલ શહીદ, નદિયા કે પાર, શબનમ, આરઝૂ ઔર બિરાજ બહુ, દો ભાઈ, જીદ્દી, શબનમ, પારસ, નમુના, ઝાંઝર, આબરૂ, બડે સરકાર, જેલર અને નાઈટ ક્લબ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. કામિનીની ફિલ્મ નીચા નગર હિટ રહી હતી, જેને પહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. ફિલ્મોની સાથે કામિની કૌશલ દૂરદર્શન પર પ્રસારિત થતી ચાંદ સિતારે સહિતની ટેલિવિઝન સિરિયલોમાં પણ જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Dharmendra Deol (@aapkadharam)

ધર્મેન્દ્રના પહેલા સહ-કલાકાર

ધર્મેન્દ્રના પહેલા સહ-કલાકાર કામિની કૌશલ હતા. ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી શેર કરી. ફોટો શેર કરતા તેમણે લખ્યું, “મારા જીવનનો પહેલો ફોટો, મારી પહેલી ફિલ્મ શહીદની નાયિકા કામિની કૌશલ સાથેની પહેલી મુલાકાત… અમારા બંનેના ચહેરા પર સ્મિત… એક પ્રેમાળ પરિચય.”

કામિની કૌશલના પરિવારમાં તેમના પુત્રો, શ્રવણ, વિદુર અને રાહુલ સૂદ છે. તેમના પરિવાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

બિહારમાં NDAની ઐતિહાસિક જીતનાં પાંચ મોટાં કારણઃ વિરોધ પક્ષ ધ્વસ્ત

પટનાઃ બિહાર ચૂંટણીમાં NDAએ એવું પ્રદર્શન કર્યું છે કે તમામ જૂના રેકોર્ડ તૂટી ગયા છે. સીટો પર મોદી લહેર હોય કે મતોનું પૂર— NDA ગઠબંધનને દરેક સ્તરે જબરદસ્ત સમર્થન મળ્યું. પરંતુ સવાલ એ છે કે આટલી મોટી જીત કેમ મળી? તેની પાછળ પાંચ ખૂબ જ મજબૂત કારણો છે—જેમાં સામાજિક સમીકરણોની નક્કર એન્જિનિયરિંગ, મહિલાઓનો ઐતિહાસિક ટેકો, મોદી ફેક્ટર, વિખેરાયેલો વિરોધ પક્ષ અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારેભારે મતદાન સામેલ છે. આ બધાં કારણો મળીને આ ચૂંટણી NDA માટે લેન્ડમાર્ક બની ગઈ.

આ વર્ષે થયેલી ચૂંટણીમાં NDAની જીત માત્ર એક ચૂંટણી પરિણામ નહોતું, પરંતુ એક રાજકીય લહેર હતી, જેણે બધા રેકોર્ડ તોડી નાખ્યા. વિરોધ પક્ષ જ્યાં ગઠબંધન બનાવી મેદાનમાં ઊતર્યો હતો, ત્યાં NDAએ જમીન પર એવી વ્યૂહરચના લાગુ કરી જેનાથી ચૂંટણીનું ગણિત બદલાઈ ગયું. ચાલો, સમજીએ એ પાંચ મોટાં કારણો- જેણે NDA ને ઐતિહાસિક સફળતા અપાવી.

(1) સામાજિક અને જાતીય સમીકરણનો ઉત્તમ ઉપયોગ—સૌથી મોટું ફેક્ટર

NDA ની પાર્ટીઓ (BJP, JDU વગેરે)એ બિહારમા ખૂબ ઊંડી છાપ બનાવી છે. ગ્રામ્ય અને શહેરી સ્તરે મજબૂત જનસમર્થન અને અસરકારક લોક પ્રતિનિધિત્વને કારણે તેમની મતબેંક સ્થિર રહી. NDAએ આ સમૂહો પર ખાસ ફોકસ કર્યું જેમને ઘણી વાર ચૂંટણીના ગણિતમાં અવગણવામાં આવે છે:

– અતિ પછાત વર્ગ (EBC)

-બિન–યાદવ OBC

– દલિત

– મહિલાઓ

વિરોધ પક્ષ “MY સમીકરણ” (મુસ્લિમ–યાદવ) પર આધારિત રહ્યો, પણ NDA એ તેનાથી ઘણું મોટું સામાજિક ગઠબંધન બનાવી સમગ્ર રાજ્યમાં મતનો નવો ધ્રુવીકરણ કરી દીધું.

 (2) મહિલા મતદારોની ઐતિહાસિક ભાગીદારી

આ ચૂંટણીમાં મહિલાઓએ રેકોર્ડ સંખ્યામાં મતદાન કર્યું. NDAની ઘણી લાભાર્થી યોજનાઓનો તેમને સીધો લાભ મળ્યો.

રૂ. 10,000 વાળી મહિલા રોજગાર યોજના—સૌથી મોટી ગેમચેન્જર

મહિલા મતદાનના મોટા વધારા પાછળનું સૌથી શક્તિશાળી કારણ હતું—મુખ્‍ય મંત્રી મહિલા રોજગાર યોજના, જેમાં પાત્ર મહિલાઓને રૂ. 10,000ની સીધી આર્થિક મદદ આપવાનું વચન આપવામાં આવ્યું છે.

 (3) મોદી ફેક્ટર—નેતૃત્વ પર વિશ્વાસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ જીતનાં સૌથી મોટાં પરિબળોમાં રહ્યાં. લોકોએ મત આપ્યો.

-વિકાસ

– સુશાસન

– રાષ્ટ્રીય સુરક્ષા

– મોદીનું વ્યક્તિગત વિશ્વસનીય નેતૃત્વ

 (4) વિરોધ પક્ષનું વિખંડન

વિરોધ પક્ષ ગઠબંધન કાગળ પર મજબૂત લાગતું હતું, પરંતુ બેઠકોની વહેંચણી અને વ્યૂહરચનામાં વિખંડન રહ્યું.

(5) ભારે મતદાન—ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં

ગામોમાં રેકોર્ડ મતદાન થયું. NDAએ આ વખતે સ્થાનિક મુદ્દાઓને પ્રાથમિકતા આપી હતી, જેમાં

– રસ્તા

– વીજળી

– રોજગાર

– શિક્ષણ

– આરોગ્ય

આ મુદ્દાઓ પર મજબૂત પ્રચાર ગ્રામ્ય મતને NDA તરફ ખેંચી લાવ્યો. મહિલાઓ અને યુવાનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો.

બિહાર ચૂંટણીના મેદાનમાં છે આ સેલેબ્સ, શું મળશે એમને ચાહકોનો સાથ?

બિહારની ચૂંટણીમાં ઘણી હસ્તીઓએ વિવિધ રાજકીય પક્ષો માટે ચૂંટણી લડી હતી. આજે ચૂંટણી પરિણામો જાહેર થવાની પ્રક્રિયા શરૂ છે. જાણો કોણ છે આ હસ્તીઓ જેમણે બિહારની ચૂંટણીમાં જોરદાર પ્રભાવ પાડ્યો.

આ વખતે બિહાર ચૂંટણીમાં લોક ગાયિકા મૈથિલી ઠાકુર, ભોજપુરી અભિનેતા ખેસારી લાલ યાદવ અને પવન સિંહની પત્ની જ્યોતિ સિંહે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે. આ સેલિબ્રિટીઓએ પડદા પર અને સ્ટેજ પર પોતાની કલા કૌશલ્યથી લોકોના દિલ જીત્યા છે પરંતુ શું તેઓ લોકોના કિંમતી મતો જીતવામાં સફળ થશે કે નહીં તે આજે ખબર પડશે.

ખેસારી લાલ યાદવ

ખેસારી લાલ યાદવ ભોજપુરી સિનેમાના જાણીતા અભિનેતા છે. તેઓ માત્ર ભોજપુરી ફિલ્મોમાં અભિનય જ નથી કરતા, પરંતુ ગાયક તરીકે પણ ખૂબ જ લોકપ્રિય છે. તેમના ઘણા મ્યુઝિક વીડિયો ખૂબ જ પ્રખ્યાત થયા છે. તેમણે 70 થી વધુ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે અને 5,000 થી વધુ ગીતોનો ભાગ રહ્યા છે. તાજેતરમાં, તેમનું એક ગીત બોલિવૂડ ફિલ્મ “સની સંસ્કારી કી તુલસી કુમારી” માં સાંભળવા મળ્યું. અભિનેતા અને ગાયક બન્યા પછી, તેમણે રાજકારણમાં પણ પ્રવેશ કર્યો છે. આ વખતે, તેમણે આરજેડી પાર્ટી તરફથી ચૂંટણી લડી છે. તેમણે છપરા બેઠક પરથી ચૂંટણી લડી હતી.

મૈથિલી ઠાકુર

મૈથિલી ઠાકુરનો જન્મ 25 જુલાઈ, 2000 ના રોજ બિહારના મધુબની જિલ્લામાં થયો હતો. તેના પિતા રમેશ ઠાકુર અને માતા ભારતી ઠાકુર દિલ્હીમાં રહે છે અને શિક્ષણ ક્ષેત્રમાં છે. બાળપણથી જ સંગીત પ્રત્યેનો શોખ ધરાવતી આ ગાયિકાએ ચાર વર્ષની ઉંમરે તેના દાદા પાસેથી શીખવાનું શરૂ કર્યું હતું અને દસ વર્ષની ઉંમરે તે જાગરણ અને સ્થાનિક સંગીત ઉત્સવોમાં પર્ફોર્મ કરતી હતી. મૈથિલીની સંગીત યાત્રા 2011 માં શરૂ થઈ હતી જ્યારે તે ઝી ટીવીના રિયાલિટી શો, લિટલ ચેમ્પ્સમાં દેખાઈ હતી. 2017 માં, તેણીએ “રાઇઝિંગ સ્ટાર” ની સીઝન 1 માં “ઓમ નમઃ શિવાય” ગાયું હતું, જેનાથી તેણીને ઓળખ મળી. ત્યારબાદ તેણીએ “હોલી રે રસિયા,” “હરિ નામ નહીં તો જીના ક્યા,” અને “મહિષાસુરમર્દિની સ્તોત્રમ” જેવા ગીતોથી ભારે લોકપ્રિયતા મેળવી. હવે, તેણી રાજકારણની દુનિયામાં પ્રવેશી છે. મૈથિલીએ ભાજપ વતી બિહારની અલીનગર બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં છે.

પવન સિંહની પત્ની, જ્યોતિ સિંહ

ભોજપુરી સ્ટાર પવન સિંહે બિહાર ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો. તેમની પત્ની જ્યોતિ સિંહે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી છે. જ્યોતિ સિંહે કરકટ મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પવન સિંહ અને જ્યોતિ હાલમાં છૂટાછેડાના કેસમાં ફસાયેલા છે. તેમનો વૈવાહિક વિવાદ પણ તાજેતરમાં સમાચારમાં રહ્યો છે.

રિતેશ પાંડે

રિતેશ પાંડે ભોજપુરી સિનેમામાં ગાયક રહ્યા છે. સંગીત ઉદ્યોગમાં ખ્યાતિ મેળવ્યા પછી, તેમણે રાજકારણમાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું. તેઓ પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી સાથે જોડાયેલા છે. રિતેશ પાંડે બિહારના કરકટ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

ભારત, કેનેડાએ દ્વિપક્ષી વેપાર, મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા કર્યો વિચારવિમર્શ  

નવી દિલ્હીઃ વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલના આમંત્રણ પર કેનેડાના નિકાસ પ્રોત્સાહન, આંતરરાષ્ટ્રીય વેપાર અને આર્થિક વિકાસના પ્રધાન મનીન્દર સિદ્ધુએ 11થી 14 નવેમ્બર દરમિયાન દેશના સત્તાવાર મુલાકાતે છે. બંને દેશોએ દ્વિપક્ષી વેપાર અને મૂડીરોકાણને પ્રોત્સાહન આપવાનાં પગલાં પર વિચારવિમર્શ કર્યો હતો. આ મુદ્દો ભારત-કેનેડા વેપાર અને મૂડીરોકાણ પર મંત્રી સ્તરના સંવાદ (MDTI) બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીઓએ એક એવા વેપારી માહોલ બનાવવાની અને સાનુકૂળ અને સતત વિકાસને પ્રોત્સાહનની પ્રતિબદ્ધતા દોહરાવી હતી, એમ વેપાર મંત્રાલયે જણાવ્યું હતું.

કેનેડામાં કાનાનાસ્કિસમાં યોજાયેલી G7 બેઠકમાં બંને દેશોના વડા પ્રધાનોની દ્વિપક્ષી બેઠકમાં આપવામાં આવેલ દિશા-નિર્દેશ અને 13 ઓક્ટોબરના વિદેશપ્રધાનોના સંયુક્ત નિવેદન — જેમાં વેપારને દ્વિપક્ષી આર્થિક વૃદ્ધિ અને સ્થિરતાને આધારશિલા તરીકે ઓળખાવવામાં આવી હતી.પ્રધાનોએ ભારત–કેનેડા આર્થિક ભાગીદારીની મજબૂતી અને સાત્યતા પુનઃવ્યક્ત કરતાં સતત સંવાદ, પરસ્પર સન્માન અને દ્વિપક્ષીય સહકારને વધુ ઊંડો કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપાર US $ 23.66 અબજ સુધી પહોંચ્યો હતો. તેમાં લગભગ મર્ચન્ડાઇઝ વેપારનું મૂલ્ય US $ 8.98 અબજ સામેલ છે, જે ગયા વર્ષની સરખામણીમાં 10 ટકાનો નોંધપાત્ર વધારો છે. તેમણે ભારત–કેનેડા આર્થિક ભાગીદારીની મજબૂતી અને સ્થિરતા પર ભાર મૂક્યો અને વેપાર અને રોકાણની નવી તકો ઉજાગર કરવા માટે ખાનગી ક્ષેત્ર સાથે સતત જોડાણની મહત્વતા વ્યક્ત કરી.

બંને દેશોના મંત્રીઓએ નીચે મુજબની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જેમાં

* ઊર્જા પરિવર્તન અને નવી પેઢીના ઔદ્યોગિક વિસ્તરણ માટે આવશ્યક મહત્વપૂર્ણ ખનિજ અને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રોમાં લાંબા ગાળાની સપ્લાય ચેઇન ભાગીદારીને પ્રોત્સાહન આપવા સહમતી

* એરોસ્પેસ અને ડ્યુઅલ-યૂઝ ક્ષમતાઓમાં રોકાણ અને વેપાર તકોને ઓળખવા અને વિસ્તૃત કરવા માટે, જેમાં ભારતમાં કેનેડાની સ્થિર હાજરી અને ભારતના વિકસતા એવિયેશન ક્ષેત્રનો લાભ મેળવવા સહમતી વ્યક્ત કરી હતી. આપી.

તેમણે કૃષિ સહિતના મહત્ત્વનાં ક્ષેત્રોમાં સ્થિરતા મજબૂત કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.બંને દેશોના પ્રધાનોએ દ્વિપક્ષી આર્થિક જોડાણ મજબૂત કરવા દિશામાં થયેલી પ્રગતિથી સંતોષ વ્યક્ત કરતાં વૈશ્વિક પરિસ્થિતિઓ તેમ જ સપ્લાય ચેઇન અને વેપાર ક્ષેત્રે આર્થિક ભાગીદારીને વધુ ઉન્નત કરવાની પ્રતિબદ્ધતા પુનઃવ્યક્ત કરી હતી. આ સાથે પ્રધાનોએ આવતા વર્ષની શરૂઆતમાં કેનેડા અને ભારતના વેપાર અને રોકાણ સમુદાય સાથે સતત મંત્રીસ્તરીય જોડાણો રાખવા માટે સહમતી આપી હતી.

ભારતમાં 14 નવેમ્બરે જ કેમ ઉજવાય છે વિશ્વ બાળ દિવસ? જાણો ખાસ કારણ

વિશ્વભરમાં 20 નવેમ્બરને વિશ્વ બાળ દિવસ (World Children’s Day) તરીકે ઉજવવામાં આવે છે, જેમ કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જોકે, ભારતમાં તારીખ બદલાય છે અને આપણે 14 નવેમ્બરના રોજ ઉત્સાહપૂર્વક બાળ દિવસ ઉજવીએ છીએ. શું તમે જાણો છો કે આ પરિવર્તનમાં એક મહાન વ્યક્તિત્વ સંકળાયેલું છે?

જ્યારે આખી દુનિયા બાળકો માટે 20 નવેમ્બર પસંદ કરે છે, ત્યારે એક અબજથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત બાળ દિવસ ઉજવવા માટે 14 નવેમ્બર કેમ પસંદ કરે છે? ચાલો જાણીએ.

હકીકતમાં, આ તારીખ દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને આપણા પ્રિય બાળકો વચ્ચે ખીલેલી એક અજોડ પ્રેમકથાની સાક્ષી આપે છે. તો આપણે આ પરિવર્તન પાછળનું ભાવનાત્મક કારણ શોધી કાઢીએ, જેણે આપણા માટે બાળ દિવસની વૈશ્વિક તારીખ કાયમ માટે બદલી નાખી.

બાળ દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
દર વર્ષે બાળ દિવસ 14 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે કારણ કે તે ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ છે. પંડિત નહેરુને બાળકો પ્રત્યે ઊંડો પ્રેમ અને સ્નેહ હતો. તેઓ તેમનામાં દેશનું ભવિષ્ય જોતા હતા. તેઓ માનતા હતા કે કોઈપણ રાષ્ટ્રનો પાયો મજબૂત અને શિક્ષિત બાળપણ પર રહેલો છે.

બાળકો તેમને એટલા પ્રિય હતા કે તેઓ તેમના વ્યસ્ત રાજકીય પ્રવાસો દરમિયાન પણ તેમના માટે સમય કાઢતા. બાળકો પણ તેમને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમને પ્રેમથી “કાકા નહેરુ” કહેતા. તેમના ખિસ્સા હંમેશા બાળકો માટે મીઠાઈઓ અથવા ભેટોથી ભરેલા રહેતા હતા. આ ગાઢ સંબંધને કારણે જ પંડિત નહેરુના મૃત્યુ પછી તેમને શ્રદ્ધાંજલિ આપવા અને બાળકો પ્રત્યેના તેમના પ્રેમને યાદ કરવા માટે, તેમનો જન્મદિવસ દેશના બાળકોને સમર્પિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

14 નવેમ્બર કેમ,20 નવેમ્બર કેમ નહીં?
એ નોંધવું રસપ્રદ છે કે આંતરરાષ્ટ્રીય બાળ દિવસ 20 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રએ 1954માં આ દિવસને સાર્વત્રિક બાળ દિવસ તરીકે જાહેર કર્યો હતો. 20 નવેમ્બરની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી કારણ કે 1959માં આ દિવસે સંયુક્ત રાષ્ટ્ર સભાએ બાળ અધિકારોની ઘોષણા અપનાવી હતી. ભારત પણ આ દિવસ ઉજવે છે, અને આ દિવસે બાળ કલ્યાણ સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે છે. જો કે, ભારતમાં મુખ્ય ઉજવણીઓ અને કાર્યક્રમો 14નવેમ્બરના રોજ થાય છે. આ નિર્ણયથી રાષ્ટ્રીય નેતા પ્રત્યેનો આદર અને બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ અમર થઈ ગયો.

બાળ દિવસનો હેતુ શું છે?
બાળ દિવસ ફક્ત મનોરંજન અને રજાનો દિવસ નથી, પરંતુ તેનો હેતુ ઘણો વ્યાપક છે

બાળ અધિકારોની જાગૃતિ – આ દિવસ સમાજને શિક્ષણ, આરોગ્ય, સલામતી અને રક્ષણના બાળકોના અધિકારોની યાદ અપાવે છે.

બાળ શિક્ષણ પર ભાર – ચાચા નેહરુનું સ્વપ્ન હતું કે દેશના દરેક બાળકને શિક્ષિત કરવામાં આવે. આ દિવસ આપણને આ સ્વપ્નને સાકાર કરવા પ્રેરણા આપે છે.

બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવું – શાળા સ્પર્ધાઓ (જેમ કે ભાષણ, નિબંધ, ચિત્રકામ અને રમતગમત) બાળકોની છુપાયેલી પ્રતિભાઓને નિખારવા અને આત્મવિશ્વાસ વધારવાની તક પૂરી પાડે છે.

બાળ કલ્યાણ પર ચર્ચા – આ દિવસ બાળ મજૂરી, કુપોષણ, ગરીબી અને બાળ દુર્વ્યવહાર જેવી ગંભીર સમસ્યાઓની ચર્ચા કરવાની અને તેમને ઉકેલવા માટે વિચાર કરવાની તક પૂરી પાડે છે.

બિહારમાં મહાગઠબંધનને મહા ‘આંચકો’, NDA બે તૃતીયાંશ બહુમતી તરફ

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પરિણામોમાં NDA બે તૃતીયાંશ બહુમતી તરફ વધી રહ્યું છે. પ્રારંભિક વલણોમાં NDA પ્રચંડ બહુમતી મળતી દેખાઈ રહી છે. NDA 170થી વધુ સીટો પર આગળ ચાલી રહ્યો છે. બીજી તરફ મહાગઠબંધનને મહા ટેન્શન થઈ રહ્યું છે, કેમ કે હજી 70નો આંકડો પણ પાર નથી કરી રહ્યું। જોકે એમ લાગી રહ્યું છે કે આ આંકડા અંતિમ પરિણામોમાં તબદિલ થઈ રહ્યા છે. હાલ તેજસ્વી યાદવ પણ રાઘોપુરથી પાછળ ચાલી રહ્યા છે.

શું ‘પંજાની’ નબળી પકડથી ‘લાલટેન’ની જ્યોત ધીમી પડી

બિહારમાં ફરી એક વાર NDA ની સરકાર બનતી દેખાઈ રહી છે. આ વખતે મહાગઠબંધન 90 સીટોથી નીચે દેખાઈ રહ્યું છે. જો મહાગઠબંધનની સીટોને ધ્યાનથી જોવામાં આવે તો એક સ્પષ્ટ રુઝાન દેખાય છે—બિહારમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ નબળું રહ્યું છે. કોંગ્રેસની આ નબળાઈને કારણે મહાગઠબંધનમાં તેની સાથી RJDને પણ નુકસાન થઈ રહ્યું છે.

આ રુઝાનો અનુસાર મહાગઠબંધન લગભગ 70 સીટો પર આગળ છે. પરંતુ મહાગઠબંધનમાં કોંગ્રેસે 60 સીટો પર ચૂંટણી લડી હતી અને રુઝાનો મુજબ કોંગ્રેસ ડબલ ડિજિટ સુધી પણ પહોંચતી નથી દેખાતી. જ્યારે RJD 60 સીટોમાં આગળ છે. બીજી તરફ VIP એક પણ સીટ પર લીડ બનાવવામાં સફળ નથી થઈ. જ્યારે ડાબેરી પક્ષોએ ત્રણ સીટ પર આગેવાની મેળવી છે.

મહાગઠબંધનથી વિપરીત જો NDA તરફ નજર કરીએ તો આ ગઠબંધનની બે મોટી પાર્ટીઓ BJP અને JDU લગભગ સમાન સ્થિતિમાં દેખાય છે. જ્યાં BJP 70 સીટોમાં આગળ છે, ત્યાં જ JDU બિહારમાં સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી રહી છે અને તેને 75 સીટોમાં લીડ છે. બંને પાર્ટીઓએ 101-101 સીટો પર ચૂંટણી લડી છે.તે તરફ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) પણ 12 સીટોમાં આગળ દેખાઈ રહી છે. NDA ની બીજી સાથી પાર્ટી HAM ને પણ ત્રણ સીટો મળતી દેખાઈ રહી છે.

ઓછું કરીએ: બોજ હળવો કરીએ, જીવન હલકું કરીએ!

જૂનમાં ઍર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટના સર્જાઈ. તે પછી એક કાર્યક્રમમાં મારી બહેનપણીએ મને પૂછ્યું, “વીણા, તને શું લાગે છે, વિમાન શા માટે તૂટી પડ્યું હશે?’ `હજુ મક્કમ રીતે કોઈ કશું કહી શકતું નથી.’ મેં તેને ઉત્તર આપ્યો. જો કે કાર્યક્રમ પછી ઘરે આવવા છતાં તેનો તે પ્રશ્ન મનમાંથી નીકળતો નહોતો. ઓફિસમાં દરેક બાબતમાં `વ્હૉટ્સ ફૉર મી’ શોધવાની એક આદત પડી છે. દુનિયામાં, ભારતમાં, એકદમ આપણા શહેરમાં ક્યાંય પણ કશું પણ બને તેની આપણી વ્યક્તિગત જીવન પર, વ્યવસાય પર કઈ રીતે સારી-ખરાબ અસર થશે, તે ધ્યાનમાં લેતાં આપણે શું કરવું જોઈએ તે અજમાવવું આજની ટોટલી અનપ્રેડિક્ટેબલ દુનિયામાં અનિવાર્ય બની ગયું છે. `વિમાન ઉપર ઊડી શક્યું નહીં એટલે તેનું વજન વધુ થઈ ગયું હશે કે?’ આ મારા જેવા અનેકભોળા મનમાં ઉદભવેલા, કોઈ પણ મજાક ઉડાવી શકે તેવો પ્રશ્ન છે. જો કે હવે તો મનમાં આવી જ ગયો છે ને. સાયન્સ બહુ આગળ વધી ગયું છે, હવે તેના કરતાં ડબલ ક્ષમતાનાં વિમાન આવી રહ્યાં છે તે પણ મારા વાસ્તવલક્ષી મનને ખબર છે. જો કે તેમ છતાં કોઈ પણ દિશામાં ફરી જતું મન સ્વસ્થ બેસવા દેતું નહોતું. વિમાન કંપની `સામાન કેટલો લઈ જવો જોઈએ તે દરેક પ્રવાસે તેની પર મર્યાદા લાવે છે અને તે સાથે એક્સેસ બેગેજને આધારે વધુ પૈસા લઈને વધુ સામાન લઈ જવા પ્રેરિત કરે છે. તેમને રેવેન્યુ મળે છે અને આપણે ખીચોખીચ સામાનથી ભરેલી બેગોની સંખ્યા વધારતા રહીએ છીએ. દુનિયામાં સર્વત્ર બધું મળે છે તે જાણ હોવા છતાં આપણું મન આપણને સ્વસ્થ બેસવા દેતું નથી.

યુ.એસ.એ. કે યુરોપમાં જતી વખતે બેગો પર ઊભા રહીને બેગો બંધ કરવી પડે તેવો વારો આપણા દરેક પર આવ્યો હશે અથવા આપણે તે અનુભવ્યો હશે. મેં પણ અગાઉ અનેક વાર આવું કર્યું છે. નીલ અને રાજ ભણવા માટે વિદેશ ગયા ત્યારે તેમને `અમે અમારાં કપડાં અને જરૂરતની વસ્તુઓ સિવાય કશું લઈ નહીં જઈશું’ એવી ધમકી આપ્યા પછી અમારા ભારતીય મનને કેટલી યાતનાઓ થઈ હતી. આ પછી તો તેમનું આવવાનું-જવાનું એક સ્ટ્રોલર કેબિન બેગ પર આવી ગયું અને `આ આપું કે તે આપું’ કરીને બળવત્તર બનેલી અમારી ભાવના તે સ્ટ્રોલર બેગ આસપાસ ઘૂમરાતી રહી. ધીમે-ધીમે અમેપણ શીખ્યાં અને મારો પછીનો પ્રવાસ એકદમ આઠ-પંદર દિવસ હોવા છતાં એક સ્ટ્રોલર બેગ પર આવી ગયો. વારુ, જાપાની ફિલોસોફી અથવા આપણી સંસ્કૃતિ આપણને સતત કહેતી આવી છે કે ભોજન કરતી વખતે ધરાઈ જવાય તેટલું ખાવું નહીં જોઈએ. ત્રીસ ટકા પેટ ખાલી રાખો, જેથી ખાધેલું અન્ન પચવા માટે જગ્યા મળશે. તે અન્નને મોકળો શ્વાસ લેવા મળશે. કાર્ગો એટલે મને વિમાનનું પેટ લાગે છે. વિમાન કંપનીઓ તે કદાચ 20-30 ટકા ઓછું ભરતી હોઈ શકે, પરંતુ એક પ્રવાસી તરીકે ક્યાંય પણ બહાર પ્રવાસે નીકળતી વખતે મને મારી એક નૈતિક જવાબદારી લાગવા માંડી છે તે એ કે `આપણે આપણો બોજ ઓછો કરીએ. વિમાન કંપનીએ 23 કિલોની મર્યાદા આપી હોય તો મારે 20 કિલો જ લઈ જવું જોઈએ. વિમાન કંપનીએ 30 કિલો કહ્યું હોય તો 25 પર જ આપણે સંતોષ માનવો જોઈએ.’ દરેક પ્રવાસે આવું કરવું એટલે અવાસ્તવ અપેક્ષા ઠરશે, પરંતુ 20-30 ટકા પ્રવાસીઓ જો આ રીતે વર્તેતો વિમાનનું વજન તુલનામાં ઓછું થશે, વિમાન હલકું થશે, તેનાથી કદાચ ઈંધણ ઓછું વપરાશે અને આપણને એક પ્રકારનો માનસિક સંતોષ મળશે. પર્યાવરણનો નાશ રોકવા માટે ફૂલ નહીંતો ફૂલની પાંખડીનું યોગદાન આપ્યું. અર્થાત એક્સેસ બેગેજને લીધે મળતી રેવેન્યુ વિમાન કંપનીઓ ગુમાવશે, પરંતુ બધાની સુરક્ષિતતા અને પર્યાવરણનો વિચાર કરીએ તો રેવેન્યુ, તે પણ એડિશનલ એ બાબત નગણ્ય બની જાય છે.

`ઍની, હાઉ ઈઝ યોર શોલ્ડર? શું કહ્યું ડોક્ટર?’ અમારી એચ.આર. મેનેજર ઍનીનો ખભો દુઃખતો હતો તેથી ડોક્ટર પાસે જઈ આવી તે સમયે તેને પૂછ્યું. તેણે કહ્યું, `ડોક્ટર બેરામજીએ કહ્યું, `કોઈ દવા વગેરે લેવાની જરૂર નથી, આઠ દિવસ ટ્રીટમેન્ટ લઈને તારો ખભો ઠીક કરી દઈશ, પરંતુ તે પછી કાળજી લેવી પડશે. પહેલી વાત એ છે કે તારું રોજનું પર્સ, તેનું વજન ઓછું કર. બિનજરૂરી વસ્તુ કાઢી નાખ. પર્સ એકદમ હલકું કર.’ અને ઍનીનો ખભો સારો થયો. મારી પણ સ્થિતિ ઍની જેવી જ થઈ ગઈ હતી. થોડાં વર્ષ પૂર્વે ડોક્ટરને બતાવવા ગઈ ત્યારે તેમણે કહ્યું, `તારી પાસે કેટલાં પર્સ છે? તે બધાં આપી દે અને હેવરસેક વાપરવાનું શરૂ કર. તમારા અનેકોનો પ્રોબ્લેમ તમારું પર્સ છે. ગૅટ રિડ ઓફ ઈટ.’ મારો પ્રોબ્લેમ શું? ડોક્ટર શું કહી રહ્યા છે? કોઈ પણ સંદર્ભ મેળ ખાતો નહોતો. મેં કહ્યું, `ડોક્ટર, હવે આ ઉંમરે હું હેવરસેક વાપરીશ તો કેટલું ફની દેખાશે? અને મનગમતાં પર્સીસ આપી દેવાં એટલે થોડું અતિ થાય છે.’ ડોક્ટરે કહ્યું, `તબિયત મહત્વની કે લોકો શું કહેશે તે, યુ ડિસાઈડ!’ અને મેં ફક્ત જરૂરતોની વસ્તુઓ ભરેલી, વજનમાં હલકી હેવરસેક વાપરવાનું શરૂ કર્યું. અગાઉ થોડું ઑડ લાગ્યું, પરંતુ હવે ઉંમરના સાઈઠ વર્ષે જીન્સ ટી-શર્ટ પર હેવરસેક ચઢાવ્યા પછી એકાદ કોલેજમાં જતી યુવતીનો ઉત્સાહ શરીરમાં સંચાર થાય છે. ડોક્ટરોની સલાહ સાથે `એક પર એક ફ્રી’ની જેમ તબિયત સાથે ઉત્સાહ ફ્રી મળ્યો. એકંદરે શરીર પરનો પર્સનો ભાર ઓછો થયો અને તબિયત પણ સારી થઈ.

`અરે વીણા મૅમ કો બોલો ઈતને બડે-બડે પ્લાન્ટ્સ મત લાઓ, બિલ્ડિંગ કા બોઝ બઢતા હૈ. સ્લેબ નીચે ગયા તો? નીચે ભી તુમ્હારા હી ઓફિસ હૈ।’ એકાદ સૂતેલી વ્યક્તિ પર પાણીની ડોલ રેડ્યા પછી તે હચમચીને જાગી જાય છે તેવું મારું બન્યું. કોવિડમાં એક્ચ્યુઅલી સમય વિતાવવા માટે હું `પ્લાન્ટ મૉમ’ બની. પણ આ એક ભયાનક ગાંડપણ છે તે મને પછી સમજાયું. અમારી ઓફિસની એટેચ્ડ ઓપન સ્કાય એમ મસ્ત ટેરેસ છે. બલકે, તે ટેરેસ જોઈને જ અમે જગ્યા પસંદ કરી હતી. આજે તેનો ફાયદો થઈ રહ્યો છે. સાંજે અનેક ટીમ્સ તે ખુલ્લી હવામાં મોકળો શ્વાસ લેતી વખતે જોઈને સારું લાગે છે. જો કે જગ્યા થોડી ડ્રાય લાગતી હતી. અહીં થોડી લીલોતરી લાવીએ એવું વિચારીને એક વખત પુણેથી આવતી વખતે મોટી નર્સરીમાં ગઈ અને કેરી, ચીકુ, પેરૂ, ચેરી, ડ્રેગન ફ્રૂટ, પાલ્મ જામ એમ ટ્રક ભરીને અનેક ઝાડ લઈ આવી. હવે ઝાડથી ભરેલી ટેરેસ સારી દેખાવા લાગી હતી. અમે ફળોની મીઠાશ પણ ચાખતાં હતાં, પરંતુ અમારી બિલ્ડર્સ ટીમમાંથી જયેશ જૈનની સલાહથી હું જાગી ગઈ. સાદી બાબતો હોય છે, પરંતુ મારા ઝાડપ્રેમી મનને આ બાબત ધ્યાનમાં જ આવી નહીં. થોડા મહિના પૂર્વે દાદર શિવાજી પાર્કની ઓફિસ બની અને અમે ઘણાં બધાં ઝાડ ત્યાં ખસેડ્યાં. ટેરેસ પરનો લોડ ઓછો થયો અને મારા મન પરનો પણ.

ફ્રેન્ચ ફિલોસોફર ડેનિસ ડિડરો(ટો)ની બાબતમાં એક કિસ્સો મને ગમે છે. તે એ કે આપણા અસ્થિર મનને, અમેરિકા પાસેથી આપણને બહાર થતા `પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી’નો શિકાર બનતા મનને `ઠંડ રાખ’નું ભાન કરાવી આપે છે. ડેનિસ ડિડરોને એકવાર મળી ત્યારે અત્યંત સુંદર લાલ રંગનો ગાઉન મળ્યો. તે એટલો અપ્રતિમ હતો કે તે ગાઉનની આગળ તેને પોતાનું ઘર બહુ નીરસ જૂનું ફિક્કું લાગવા માંડ્યું. તે પછી તેણે ઘરના પડદા બદલ્યા, પડદા બદલ્યા પછી તેને ડાઈનિંગ ટેબલ અને ખુરશીઓ ફિક્કી લાગવા માંડી. તે પછી તેણે તે આખો સૅટ બદલી નાખ્યો. ગાઉન, પડદા અને ડાઈનિંગ ટેબલ સૅટ અત્યંત સુંદર થયા પછી ઘરમાં અન્ય ફર્નિચર સોફા સૅટ્સ કબાટ બધું જ જૂનું લાગવા માંડ્યુ. પછી તેણે તે પણ બધું બદલી નાખ્યું. એક લાલ ગાઉનને લીધે તેણે આખું ઘર નવું કર્યું અને તે કરતી વખતે તેની બેન્ક બેલેન્સ પચાસ ટકા પર આવી એ તેના ધ્યાનમાં આવ્યું જ નહીં. આપણે ત્યાં `નાળ માટે ઘોડો’ ઉક્તિ છે તે તેવો જ આ ઘાટ થયો. આ અનુભવ ડેનિસ ડિડરો એક નિબંધ દ્વારા દુનિયા સામે લાવ્યો અને દુનિયાના વ્યવસ્થાપનમાં તે `ડિડરો ઈફેક્ટ’ તરીકે પ્રસિદ્ધ બન્યો. એક નવી વસ્તુ આવી એટલે તેની સાથે સુમેળ સાધવા માટે આપણે વધુ વસ્તુઓ વેચાતી લઈએ છીએ. તે પછી ક્યારેક તે કપડાં હોય, ક્યારેક ડેકોર હોય કે ક્યારેક ગેજેટ્સ. વસ્તુ વધતી જ જાય છે અને ઘરનું વજન પણ. હું તો જીવનભર તેનો શિકાર બની છું. ભાન થયું ત્યારે આ પાપ પરનો ઉતારો તરીકે ઘરના બે મોટા વોર્ડરોબ કાઢી નાખ્યા. `ના રહેગા બાઝ, ના બજેગી બાસુરી’ની જેમ. વસ્તુ રાખવા જગ્યા જ નહીં હોય તો ઘરમાં અમસ્તા જ આવતી વસ્તુઓ પર નિયંત્રણ આવશે એ વિચારથી. વોર્ડરોબ કાઢવાનો વિચાર અતિશયોક્તિ હોવા છતાં ઘરમાં બહુ મોકળાશ લાગ્યું. ઘર શ્વાસ લઈ રહ્યું છે એવું લાગવા માંડ્યું. મને પણ સારું લાગી રહ્યું છે.

આસપાસ ધ્યાન આપ્યું તો આપણને આવી અનેક બાબતો અથવા માણસો દેખાશે. તેમણે આવા અનેક બિનજરૂરી બોજ ઓછા કરીને પોતાનું જ નહીં, અનેકોનું, એકદમ દેશનું, દુનિયાનું ભલું કર્યું છે. સ્ટીવ જોબ્ઝ વિશે કહેવાય છે ને કે તેણે તેની જે પ્રોડક્ટ્સ હતી. તેમાં કપાત કરીને ફક્ત અમુક ઉત્કૃષ્ટ પ્રોડક્ટ્સ જ રાખી અને તેમની પર ધ્યાન કેન્દ્રિત કરીને તે અદ્વિતીય બનાવી. રોજર ફેડરરને એકવાર પુછાયું હતું કે તું રમતી વખતે આટલો સહજ, એફર્ટલેસ કઈ રીતે હોય છે? તો તેણે કહ્યું કે અભ્યાસ કરીને રમતી વખતે શરીરની બિનજરૂરી હિલચાલ મેં ઓછી કરી નાખી અને મહત્વના સ્ટ્રોક્સ પર ધ્યાન આપ્યું. તેમાં વધુ નિપુણતા અને પ્રાવીણ્ય મેળવ્યું. મહાત્મા ગાંધીની બાબતમાં પણ તેવું જ કહી શકાય. કપડાં જરૂરી વસ્તુ ઓછી કરીને તેમણે ચળવળ- સત્યાગ્રહ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને દુનિયા માટે આદર્શ બન્યા. બરાક ઓબામાની બાબતમાં પણ એવું જ કહેવાય છે. અશાંતિ, અવિચાર, મથામણ આ બિનજરૂરી બાબતોને તેમણે પોતાના જીવનમાંથી હદપાર કરી દીધી અને સંકટના સમયમાં પણ શાંત વિચારી નેતા તરીકે તેમની ઓળખ ઊભી થઈ. પક્ષી સ્થળાંતર કરવા પૂર્વે તેમની ચરબી અને પીંછાં કાઢી નાખે છે અને હલકાં થાય છે. તૈયાર થાય છે ફેધરલાઈટ બનીને સ્થળાંતર કરવા માટે, નિસર્ગનો આ ચમત્કાર જ છે ને. શિવાજી મહારાજના જગપ્રસિદ્ધ ગનિમી કાવામાં `ઓછો સામાન જોડે રાખવાથી સૈનિકોને હલકું લાગે અને વૈકલ્પિક રીતે ગતિ વધે છે’ આ બાબત મહત્વની હતી. એકંદરે હલકું થવું, હલકું રહેવું, બોજો ઓછું કરવાને આપણે જીવનમાં બહુ મહત્વનું સ્થાન આપવું જોઈએ. આજે આપણે જે યુગમાં છીએ તેમાં `વધુ મેળવવું’ તે સફળતાનું લક્ષણ છે. જો કે બોજ જેટલો ઓછો તેટલી ખુશી વધુ તેની પર મારો વિશ્વાસ વધી રહ્યો છે. આપણા મનમાં પણ ગુસ્સો, યાદો, અપરાધીપણું, અપેક્ષા અથવા તુલના સાથે સંબંધિત કેટલો બોજ ભરી રાખીએ છીએ. ચાલો, જાગરૂકતાથી આ બધાનો બોજ ઓછો કરીએ. ઘરમાં, પ્રવાસમાં, વ્યવસાયમાં, શરીરમાં, મનમાં, સર્વત્ર બિનજરૂરી બોજો ઓછો કરવાની આદત લગાવીએ તો આપણા જીવન માટે, આનંદ માટે અને અન્યોને આપવા માટે બહુ સમય ઊર્જાઅને ઉત્સાહ મળશે.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

વાસ્તુ: દરવાજા પાસે ઊંચું બાંધકામ નકારાત્મક વિચારો આપે

માનવીય મુલ્યો સમજાશે ત્યારે જ દેશની સંસ્કૃતિ વિશે સજાગતા ઉદભવશે. કામ કઢાવતી વખતે માણસને જવાબદાર હોવાનું નાટક કરવાનું સુજે અને પતિ ગયા પછી પૈસા આપવામાં દુનિયાના બધાજ નિયમો દેખાય ત્યારે સમાજનું પતન થઇ રહ્યું છે એની સમજ ઉભી થાય. રસ્તા પર કોઈ ટ્રકનો અકસ્માત થાય ત્યારે આસપાસના લોકો એ ટ્રકની વસ્તુઓની લુંટ ચલાવે ત્યારે દેખાય કે આ સમાજ કેટલો નિમ્ન સ્તરનો છે. આને આપત્તિમાં અવસર ન જ ગણાય. અન્યના વ્યક્તિત્વની ઈર્ષા થાય એટલે એનું અપમાન કરીને સસ્તો આનંદ લેવાની વુત્તી જાગે ત્યારે દેખાય કે આ સમાજ સંસ્કૃતિ વિષે કોઈ સમજ ધરાવતો નથી.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: આ જેન ઝી ના નામે જે ચાલી રહ્યું છે તે કેટલું વ્યાજબી છે? જો અમારી પેઢી ખરેખર ખરાબ હોત તો આખા વિશ્વને માથે લીધું હોત. આમ જોવા જઈએ તો અમે જે વાતાવરણ જોયું છે એ જ અમારી દુનિયા છે. પૈસાને પરમેશ્વર માનતો સમાજ અને સંસ્કૃતીની સુફિયાણી વાતો વચ્ચે કર્મના સિદ્ધાંતની પણ ફીરકી ઉડતી જોઈ છે. ગરીબોને જમાડતી રીલ બનાવીને કુકર્મો કરનાર વાહવાહી મેળવે. માબાપ વિષે અભદ્ર વાત કરનાર જેલમાંથી છુટીને ફરી એ જ ધંધા કરે. જેલમાંથી એક માણસે પોતાના શોની તારીખ નક્કી કરી અને એ જામીન પર છુટીને શો કરી પણ લે. શું આ બધો તમાશો પૈસાનો જ છે? તો પછી સંસ્કૃતિ અને કર્મની વાતોનો પ્રચાર બંધ કરીને જે છે એનો પ્રચાર કરવો જોઈએ.

મારા દાદીમાં નાનપણથી જે સંસ્કાર વિષે વાતો કરતા હતા એ મને તો ક્યાંય દેખાયા નથી. મારા દાદાનું ડેથ સર્ટીફીકેટ લેવા માટે પપ્પા સાથે ગઈ ત્યારે એણે લાંચ માગી. મારા પપ્પા ગુસ્સે થઇ ગયા. અંતે પૈસા આપીને જ કામ થયું. ઉપરથી પૈસા આપવા છતાં ધક્કા ખાવા પડ્યા. કોઈ મરી જાય એમાય ઉત્સવ શોધવાનો? આવા ભ્રષ્ટ લોકોની સામે કોઈ કાર્યવાહી ન થાય તો ક્યારેક તો કાયદો હાથમાં લેવાની ઈચ્છા થાય ને? જૂની પેઢી સુધારી જશે તો અમે તો સારા જ છીએ. અમે કોઈના હકનું છીનવી નથી લેતા. પણ વ્યવસ્થા પર વિશ્વાસ નથી રહ્યો. અમારા શિક્ષકો ટ્રસ્ટીની ચમચાગીરી કરતા હોય ત્યાં એ અમે સંસ્કાર ક્યાંથી આપવાના? વળી આંઠ દસ હજારમાં પ્રોફેસર મળી જતા હોય ત્યાં માનસિકતા મજુરો વાળી જ આવે ને? એના કરતા તો મજુરો વધારે કમાય છે.

મારા દાદી સતત પ્રયાસ કરે છે કે એ મને સમજાવે. પણ હવે એ પણ મારી વાત સમજે છે. વિચારો, વડીલોનો અનુભવ અને અમારો જુસ્સો ભેગો થશે તો અમે કેટલું મોટું પરિવર્તન લાવી શકીશું? આમાં તમારો મત શું છે?

જવાબ: તમારી વાત સાચી છે. સમાજ દિશા બદલી રહ્યો છે. દિશાહીન સમાજ ક્યાય પણ વૈચારિક અથડામણ ઉભી કરી શકે. વળી વિશ્વમાં જ્યાં જ્યાં તમારી પેઢીના લોકો ધસી ગયા ત્યાં એમને ગમતું થઇ શક્યું છે? સર્વ પ્રથમ તો તમે શું ઈચ્છો છો એ નક્કી કરો. માત્ર વિરોધ કરવાથી પરિણામો નથી મળતા. ડેથ સર્ટીફીકેટ માટે પૈસા માંગનારની નિમ્નતા હદ બહારની કહેવાય. પણ આવી માનસિકતા બધે જ પ્રવર્તે છે. લોકો સ્વીકારી ચુક્યા છે કે ભ્રષ્ટાચાર એ સમાજનો અવિભાજ્ય હિસ્સો છે. તમારી પેઢીમાં જુસો છે, જુવાળ છે એ સારી વાત છે. પણ એની સાથે સાચી દિશા જરૂરી છે. પરિવર્તન લાવવા માટે પ્લાનિંગ પણ જોઈએ. ઉતાવળિયા નિર્ણય કોઈ પરિણામો ન પણ આપે. કોઈના પ્રભાવમાં આવ્યા વિના શાંત મનથી વિચારો. ચોક્કસ દિશા મળશે.

સુચન: દરવાજા પાસે ઊંચું બાંધકામ નકારાત્મક વિચારો આપે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )