Home Blog Page 4570

૨૧ નવેમ્બર ૨૦૨૦


૨૧ નવેમ્બર ૨૦૨૦

મેરા નામ ચીનચીનચુઃ હેલેન

નામ પડતાં જ મનમાં નૃત્યનો ઝણકાર થાય એ અભિનેત્રી હેલેન એટલે કે હેલેન એને રીચર્ડસનનો જન્મ બર્માના રંગૂનમાં ૨૧ નવેમ્બર, ૧૯૩૮ના રોજ થયો. સાતસોથી વધુ ફિલ્મોમાં અભિનેત્રી-નર્તકી રૂપે રજૂ થયેલા હેલેનના નૃત્યને મળી છે એટલી લોકપ્રિયતા ભાગ્યે જ બીજા કોઈને મળી હશે.

રંગૂનના એંગ્લો ઇન્ડિયન પરિવારમાં ભારતીય પિતા અને બર્મીઝ માતાનું એ સંતાન. પિતાજીનું બીજા વિશ્વયુદ્ધમાં મૃત્યુ થયું અને જાપાનીઓએ કબજે કરેલા બર્મામાંથી એમનો પરિવાર ભાગીને 1943 માં દિબ્રુગઢ થઇ કોલકાતા અને પછી મુંબઈ આવ્યો ત્યારે હેલેનની ઉંમર ફક્ત પાંચ વર્ષ હતી. નર્સ તરીકે ફરજ બજાવતી માતાનો પગાર ટૂંકો એટલે હેલેને ફરજીયાત કામ કરવું પડ્યું. ૧૯ વર્ષની ઉંમરે એમને ‘હાવરાબ્રીજ’માં બ્રેક મળ્યો.

પરદા પર ‘મેરા નામ ચીનચીનચું’ નૃત્યથી પ્રેક્ષકોને ડોલાવનાર હેલને ફિલ્મોમાં નકારાત્મક અને સકારાત્મક એમ અનેક પ્રકારની ભૂમિકાઓ બખૂબી અદા કરી છે. ‘શોલે’, ‘ડોન’, ‘દોસ્તાના’, ‘ઈમાન ધરમ’માં હેલેન ખૂબ જામ્યા. મહેશ ભટ્ટની ‘લહુ કે દો રંગ’ ની ભૂમિકા માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. હિન્દી ફિલ્મોના શ્રેષ્ઠ કેબ્રે હેલેન પર ચિત્રિત થયા છે. ‘મેરા નામ ચીનચીનચુ’ ગીતા દત્તે, ‘પિયા તું અબ તો આજા’ આશા ભોસલેએ અને ‘આ જાને જા’ લતા મંગેશકરે ગાયા છે.

સલીમ ખાનના પત્ની સુશીલા (સલમા ખાન) અને ચાર સંતાનોના પરિવાર સાથે હેલેન સલીમના બીજા પત્ની રૂપે ૧૯૮૧માં આ પરિવાર સાથે જોડાયા. પરિવારને એકજૂટ રાખવામાં એમણે મોટી ભૂમિકા નિભાવી છે. સાવકા દીકરા સલમાન ખાનની માતા તરીકે એ ‘હમ દિલ દે ચુકે સનમ’ માં દેખાયા.

૧૯૭૩માં મર્ચન્ટ આઇવરી ફિલ્મ્સ દ્વારા ‘હેલેન-ક્વિન ઓફ નાચ ગર્લ્સ’ નામની દસ્તાવેજી ફિલ્મ આવી. લંડન, પેરીસ અને હોંગકોંગમાં હેલેને સ્ટેજ શો પણ કર્યા છે. ૨૦૦૬માં એમના જીવન પર ‘લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ એચ-બોમ્બ’ પુસ્તક બન્યું, જેને નેશનલ એવોર્ડ મળ્યો. ૨૦૦૯માં પદ્મશ્રીનું સમ્માન મળ્યું.

(નરેશ કાપડીઆ-સુરત)

રાશિ ભવિષ્ય 21/11/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમા ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવુ લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમા આવી શકો છો. વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા આયોજનવાળુ કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટો પ્રવાસ થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદર ના થતી હોય તેવુ વધુ લાગે, મન પરાણે મોટુ રાખવું પડતુ હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામા આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમા તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામા આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શકાય તેવા સંજોગો બની શકે છે. વેપારમા નાનુ કામ યોગ્ય છે,


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમા થોડું ચિડીયાપણુ જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવુ, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમા ન ઉતરવુ, માર્કેટિંગમા મહેનત વધુ પડે, વેપારના કામકાજમા જોખમ ન કરવુ.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમા ઉત્તેજનાને લીધે ગેરસમજ ના થાય તેનુ ખાસ ધ્યાન રાખવુ, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે, વેપારમા નાનુ કામ કરવુ જ યોગ્ય છે


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સાંભળવા મળી જાય, કોઈ સામાજિકકે ધામિકકામકાજમા તમે તમારુ યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમા જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનુ હોયતો તેમા પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમા થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમા સુમેળ થોડો ઓછો જોવા મળી શકે છે, કામકાજમા થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમા તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે,


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમા તમને કોઈ મોટીતકલીફ ન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમા થોડી નિરાસા જોવા મળી શકે છે, વેપારમા જોખમ ન કરવુ, પ્રિયજન સાથે કોઈ મનદુખ ના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે, વડીલવર્ગને ભૂતકાળમા કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમા યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવુ બની શકે છે, નોકરીકે વ્યવસાયમા ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે છે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે.

પંચાંગ 21/11/2020

(મયંક રાવલ)

કોરોનાનો કેરઃ સુરત, વડોદરા, રાજકોટમાં પણ રાત્રિ-કરફ્યુ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ બાદ સુરત, રાજકોટ અને વડોદરામાં પણ રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અંગે આજે સાંજે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી, જેમાં આવતી કાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના નવથી સવારના 6 કલાક સુધી રાત્રિ કરફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે. વળી, આગામી સૂચના સુધી આ રાત્રિ કરફ્યુ લાગુ રહેશે, એમ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદમાં માહિતી આપી છે.

સુરત, વડોદરા અને રાજકોટની સ્થિતિ અંગે ચર્ચા

આ સમીક્ષા બેઠકમાં અમદાવાદની પદ્ધતિ પ્રમાણે જ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આગોતરા પગલા તરીકે રાત્રિ કરફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે રાજ્યના નાગરિકોએ સહેજ પણ ભયભીત થવાની જરૂર નથી, એમ કહેતાં તેમણે હોસ્પિટલોમાં બેડ હાઉસફુલ હોવાની વાતને અફવા ગણાવી હતી.

રાજ્યમાં સ્થિતિ કાબૂમાં

તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં હોસ્પિટલોમાં સ્થિતિ કાબૂમાં છે, એટલે લોકોએ ચિંતા કરવાની જરૂર છે. હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટરો, સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સહિત બોન્ડેડ ડોક્ટરોએ ફરજ ઉપર હાજર થવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. જો ડોક્ટરો હાજર નહીં થાય તો તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે.

રાત્રિ કરફ્યુ માટે વેપારી સંગઠનોની માગ

સુરત, વડોદરા અને રાજકોટમાં સેવાકીય સંસ્થાઓ, વેપારી સંગઠનોએ સામેથી રાત્રિ કરફ્યુની માગ કરી હતી. આવી માગને ધ્યાનમાં રાખીને કોર કમિટીની મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં આવતી કાલે શનિવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી બીજો કોઈ નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી રાત્રિ કરફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો હતો.

અમદાવાદમાં કોરોના કેસમાં વધારો

રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે. આજે રાજ્યમાં નવા 1420 કોરોના દર્દી નોંધાયા છે અને સાત વ્યક્તિનાં મોત થયાં છે, જેથી કોરોના સંક્રમિતોનો આંકડો 1,94,402એ પહોંચ્યો છે. રાજ્યમાં 1040 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,77,515 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.

 

 

મુંબઈમાં ઉત્તર ભારતીય મહિલાઓએ ઉજવ્યું ‘છઠ પૂજા’ પર્વ…

મુંબઈમાં વસતા ઉત્તર ભારતીય સમુદાયની મહિલાઓએ 20 નવેમ્બર, શુક્રવારે છઠ પૂજા પર્વની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ, શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી. કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવાથી પૂજા માટે દરિયા કિનારે જવાની મહાનગરપાલિકાએ મનાઈ ફરમાવી હોવાથી દહિસર ઉપનગરમાં વસતી ઉત્તર ભારતીય મહિલાઓએ એમના મોહલ્લામાં કૃત્રિમ જળ કુંડ બનાવીને આથમતા સૂર્યનારાયણની પૂજા કરવાનો આનંદ માણ્યો હતો. (તસવીરોઃ દીપક ધુરી)

રિલાયન્સ જિયો ફોનની કિંમત વધે એવી શક્યતા

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો ટૂંક સમયમાં જિયો ફોનની કિંમત વધારે એવી શક્યતા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ જિયો ફોનની કિંમતમાં રૂ. 300નો વધારો થાય એવી સંભાવના છે, જેના પછી જિયો ફોનની રિટેલ કિંમત રૂ. 999 થાય એવી શક્યતા છે. હાલ આ ફોનની કિંમત રૂ. 699 છે. કિંમત વધારા વિશે કંપની ટૂંક સમયમાં ઘોષણા કરે એવી શક્યતા છે. રિલાયન્સ જિયોએ પહેલો 4G ફીચર ફોન જિયો ફોન લોન્ચ કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી. જિયો ફોનને રૂ. 1500ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ 2017માં દિવાળી ઓફર હેઠળ આ ફોન રૂ. 699માં વેચવામાં આવ્યા હતા.

જિયોએ આ ઓફરને લિમિટેડ ટાઇમ ઓફરની સાથે રજૂ કરી હતી. આ ઓફર હવે પૂરી થઈ રહી છે. જિયો ફોનની કિંમતમાં વધારાની સાથે રિલાયન્સ જિયોએ આ ફોનની સાથે રૂ. 125નું રિચાર્જ ફરજિયાત કર્યું હતું. હવે જ્યારે જિયો ફોનની કિંમત વધશે તો એની સાથે રૂ. 125વાળા રિચાર્જ પણ ફરજિયાત કરી દીધું છે. આવામાં ફોનની કિંમત રૂ. 1124 થઈ જશે.

જિયો ફોનમાં 2.4 ઇંચનો QWVGA ડિસ્પ્લે, 1.2 ગિગાહર્ટ્સનું સ્પ્રિડટ્રમ SPRD 9820A/8905 ડ્યુઅલ કોર પ્રોસેસર, ગ્રાફિક્સ માટે માલી-400 GPU, 512 એમબી રેમ, 4 GB સ્ટોરેજ, સિંગલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે.

કોરોનાનો ઊછાળોઃ કેન્દ્રીય નિષ્ણાતોની ટીમ ગુજરાત આવશે

અમદાવાદઃ દેશના અનેક ભાગોમાં કોરોના વાઇરસનું બીજું મોજું ફેલાયું હોવાના અહેવાલો છે. દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવાં રાજ્યોમાં કોરોનાના કેસોમાં ઝડપથી ઉછાળો આવ્યો છે. જેથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ સતર્ક થઈ ગયું છે. જ્યાં કોરોનાના કેસો વધી રહ્યા છે એ રાજ્યોમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પોતાના નિષ્ણાતોની ટીમો મોકલશે અને ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ જાણી અગમચેતીનાં પગલાં અંગે સૂચનો કરશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમ હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મણિપુર માટે તહેનાત કરવામાં આવી છે. નવી દિલ્હીમાં કોરોના વાઇરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વધતું જ જાય છે તથા મૃત્યુદર પણ વધતો જાય છે. દિલ્હીની ‘એમ્સ’ના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા હરિયાણા માટે રવાના થનારી ત્રણ સભ્યોની ટીમની આગેવાની કરશે. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલ રાજસ્થાન, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમના ડાયરેક્ટર ડો. એસ.કે. સિંહ ગુજરાત અને સ્વાસ્થ્ય સેવાના ડાયરેક્ટર ડૉ. એલ. સ્વાસ્તિચરણ મણિપુરની ટીમની આગેવાની કરશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે કેન્દ્રની ટીમ એ જિલ્લાની મુલાકાત લેશે જ્યાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. તે સાથે ટીમ કન્ટેઇન્મેન્ટ, દેખરેખ, તપાસ અને સંક્રમણને રોકવાને લઈને રાજ્ય સરકારને મદદ કરશે. આ ટીમ કોરોનાના કેસોને રોકવા ઉચ્ચ સારાવાર માટે પણ મદદ કરશે.

કોરોનાના વધતા કેસોને લઇ AMCનો એક્શન પ્લાન

અમદાવાદમાં 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 સુધી કરફ્યુ લાગુ કરી દેવાયો છે. કોરોનાના વધતા કેસોને લઇ AMCએ એક્શન પ્લાન બનાવ્યો છે.

સલમાન ખાનની ‘રાધે’ 2021ના ઈદમાં રિલીઝ થશે

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મ થિયેટરોમાં જ રિલીઝ થશે અને નિર્માતાઓ તેને આવતા વર્ષે ઈદ તહેવારમાં રિલીઝ કરવા ધારે છે. ઉલ્લેખનીય છે કે સલમાન કાયમ પોતાની નવી ફિલ્મ ઈદના તહેવાર વખતે જ રિલીઝ કરતો હોય છે. થોડાક દિવસો પહેલાં સમર્થનવિહોણા અહેવાલોમાં જણાવાયું હતું કે ‘રાધે’ ફિલ્મ કદાચ OTT (ઓવર-ધ-ટોપ) પ્લેટફોર્મ પર રિલીઝ કરાશે. પણ હવે નવા અહેવાલો અનુસાર દર્શકો ‘રાધે’ ફિલ્મની મોટા પડદા ઉપર મજા માણી શકશે.

આ સમાચારને જાણીતા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એમના ટ્વિટર એકાઉન્ટ પર સમર્થન આપ્યું છે. એમણે સલમાનનો રાધે ફિલ્મમાંનો લુક શેર કરીને સ્પષ્ટ કર્યું છે કે આ ફિલ્મ થિયેટરોમાં જ રિલીઝ કરવામાં આવશે. એમણે સાથોસાથ એ પણ જણાવ્યું છે કે નિર્માતાઓ આ ફિલ્મને 2021ના ઈદ તહેવાર પર રિલીઝ કરશે.

આ ફિલ્મમાં દિશા પટની બની છે સલમાનની પ્રેમિકા. આ બે કલાકાર ઉપરાંત આ ફિલ્મમાં જેકી શ્રોફ, રણદીપ હુડ્ડા અને ગૌતમ ગુલાટી પણ છે. ફિલ્મમાં એક્શન દ્રશ્યો ભરપૂર જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શક છે પ્રભુ દેવા. નિર્માતાઓ છે સોહેલ ખાન, અતુલ અગ્નિહોત્રી અને સલમાન ખાન.

ભારત-ઓસ્ટ્રેલિયાઃ મર્યાદિત-ઓવરોની મેચોની ટિકિટો ચપોચપ વેચાઈ ગઈ

સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આગામી ક્રિકેટ મેચો ક્યારે શરૂ થાય એની માત્ર આ બે દેશના જ નહીં, પણ વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયામાં જ છે અને બંને ટીમ વચ્ચે ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ્સ મેચોની સિરીઝ 27 નવેમ્બરથી શરૂ થવાની છે. આ ત્રણ મેચોની સિરીઝ પછી બંને ટીમ વચ્ચે ત્રણ મેચોની T20 સિરીઝ રમાશે અને ત્યારબાદ ચાર મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમાવાની છે. વિશ્વની બે મજબૂત ટીમો વચ્ચે આ બહુ પ્રતિષ્ઠિત સિરીઝ કોરોના વાઇરસ સંક્રમણના સંકટ વચ્ચે આયોજિત થઈ રહી છે. વૈશ્વિક રોગચાળા વચ્ચે પણ રાહતના સમાચાર એ છે કે સીમિત ઓવરોવાળી મેચોની કુલ છમાંથી પાંચ મેચોની ટિકિટો ગણતરીના કલાકોમાં વેચાઈ ગઈ હતી.

પહેલી વન-ડે મેચ સિડનીમાં

27 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં પહેલી વન-ડે મેચ રમાશે. કોરોના વાઇરસ ફેલાવાને લીધે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલનને ધ્યાનમાં રાખીને થોડાક દર્શકોને સ્ટેડિયમમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે. વન-ડે અને T20 સિરીઝ માટેની ટિકિટોનું વેચાણ આજથી શરૂ થયું હતું અને પાંચ મેચોની બધી ટિકિટ માત્ર 1440 મિનિટોમાં એટલે કે 24 કલાકથી પણ ઓછા સમયમાં વેચાઈ ગઈ હતી. 27-નવેમ્બરની મેચ પહેલી જ હશે, જેમાં કોરોના રોગચાળો ચાલુ હોવા છતાં 117 દિવસ પછી પહેલી જ વાર સ્ટેડિયમમાં દર્શકોની હાજરી હશે.

સ્ટેડિયમની ક્ષમતાના 50 ટકા દર્શકો હાજર રહી શકશે

આ પહેલાં ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડિઝ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની યજમાની કરી હતી. જોકે ત્યારે દર્શકોને સ્ટેડિયમમાં હાજર રહેવાની મંજૂરી અપાઈ નહોતી અને ખાલી સ્ટેડિયમો વચ્ચે મેચો રમાઈ હતી. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચો વખતે સ્ટેડિયમની ક્ષમતા કરતાં 50 ટકા દર્શકોને જ અંદર પ્રવેશવા દેવામાં આવશે. 27 નવેમ્બરે સિડનીમાં પહેલી વન-ડે મેચ બાદ બીજી મેચ 29મીએ સિડનીમાં જ અને ત્રીજી મેચ 2 ડિસેમ્બરે કેનબેરાના માનુકા ઓવલમાં રમાશે. ત્યારબાદ 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો અનુક્રમે 4, 6 અને 8 ડિસેમ્બરે કેનબેરા, સિડની અને ફરી સિડનીમાં રમાશે.