Home Blog Page 4571

આખા ગુજરાતમાં લોકડાઉનની વાત માત્ર અફવાઃ રૂપાણી

ગાંધીનગરઃ અમદાવાદ અને રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થતાં વિજય રૂપાણીની સરકારે અમદાવાદમાં આજથી અમલમાં આવે એ રીતે રાત્રિ કરફ્યુની જાહેરાત કરી છે. અમદાવાદમાં 60 કલાકના કરફ્યુની જાહેરાત એ પણ તકેદારીના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આખા રાજ્યમાં લોકડાઉન લાગુ થશે એવી પણ વાતો ફેલાઈ છે. ત્યારે આને માત્ર અફવા ગણાવીને રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે આખા ગુજરાતમાં લોકકડાઉન લાગુ કરવાનો સરકારનો કોઈ ઇરાદો નથી. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યની જનતાએ આવી અફવાથી ભરમાવું ન જોઈએ.  

અમદાવાદમાં રાત્રિ કરફ્યુ અને શનિ-રવિવારે દિવસ દરમિયાન દૂધ અને દવા તથા આવશ્યક ચીજવસ્તુ જ મળશે, બાકી તમામ દુકાનો બંધ રહેશે. આ ઉપરાંત શનિ-રવિવારે સંપૂર્ણપણે વાહનવ્યવહાર પણ બંધ રહેશે.

પોલીસ કડક કાર્યવાહી

અમદાવાદમાં કરફ્યુ લાદવાની જાહેરાત પછી સોશિયલ મિડિયાથી લઈને તમામ પ્લેટફોર્મ પર અફવા ફેલાઈ છે કે આખા રાજ્યમાં લોકડાઉન લાગુ થવાનું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું છે કે ગુજરાતમાં લોકડાઉન લાગુ નહીં કરાય, પરંતુ માસ્ક ન પહેરનારા તથા ભીડ કરનારા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.

હાઇ-પાવર કમિટીની બેઠક

રૂપાણીના સત્તાવાર નિવાસસ્થાને આજે સાંજે પાંચ વાગ્યે એક ઉચ્ચ-સ્તરીય સમિતિની બેઠક યોજાશે, જેમાં કોરોના સંક્રમણને લઈને અન્ય શહેરોમાંની પરિસ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવશે. રાજ્યના અન્ય શહેરોમાં કરફ્યુ લાગુ કરવો કે નહીં તે વિશે નિર્ણય લેવાશે.

અમદાવાદમાં 900 બેડ વધારાશે

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં 41 દિવસ પછીનો સૌથી મોટો ઊછાળો જોવા મળ્યો છે. જેથી રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા અમદાવાદ શહેરની સરકારી હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર માટે બેડની સંખ્યા વધારવામાં આવી છે. શહેરમાં કોરોના વાઇરસના દર્દીઓની સારવાર માટે 900 બેડ વધારવામાં આવશે, જ્યારે સરકારે 300 વધુ ડોક્ટરો અમદાવાદને ફાળવવાનો નિર્ણય કર્યો છે.

વડોદરા પોલીસ કમિશનર અને રાજકોટના કલેક્ટરનું નિવેદન

અમદાવાદમાં કરફ્યુ બાદ રાજકોટ અને વડોદરામાં પણ કરફ્યુની વિચારણા ચાલી રહી છે. વડોદરાના પોલીસ કમિશનર અને રાજકોટના કલેક્ટરે આ વિશે નિવેદન આપ્યું છે કે એક-બે દિવસે પરિસ્થિતિ જોયા બાદ નાઇટ કરફ્યુ લગાવવા માટે નિર્ણય લેવામાં આવશે. જોકે રાજકોટમાં કરફ્યુ અંગે સાંજ સુધી નિર્ણય લેવામાં આવશે.

મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી શાળાઓ બંધ રખાશે

મુંબઈઃ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એટલે કે મુંબઈ મહાનગરપાલિકાએ આ વર્ષની 31 ડિસેમ્બર સુધી શહેરમાં તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે શાળાઓમાં 9થી 12 ધોરણના વર્ગો, તેમજ જૂનિયર કોલેજોના વર્ગો 23 નવેમ્બરથી ફરી શરૂ કરવામાં આવશે, પરંતુ હવે એ નિર્ણય બદલવામાં આવ્યો છે.

મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે કહ્યું છે કે શહેરમાં કોરોના વાઈરસ બીમારીના કેસ વધી રહ્યા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેડણેકરે એમ પણ કહ્યું છે કે શહેરમાં હાલના સંજોગોમાં લોકલ ટ્રેન સેવા જાહેર જનતા માટે ફરી શરૂ કરવી ન જોઈએ એવું તેમનું માનવું છે.

મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં જોકે રાજ્ય સરકારના ‘અનલોક-5’ મિશન અંતર્ગતના આદેશાનુસાર, 23 નવેમ્બરથી શાળાઓમાં 9-12 ધોરણો અને જુનિયર કોલેજોના વર્ગો ફરી શરૂ કરવામાં આવશે.

હરિયાણામાં સ્વાસ્થ્યપ્રધાન અનિલ વિજે કોરોનાની રસી મૂકાવી

ચંડીગઢઃ હરિયાણામાં આજથી કોરોના વાઈરસની રસી (કોવાક્સીન – Covaxin)ની અજમાયશનું ત્રીજું ચરણ શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી શાસિત આ રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન અનિલ વિજે અંબાલા કેન્ટ હોસ્પિટલમાં આ રસીનું ઈન્જેક્શન મૂકાવીને ચરણની શરૂઆત કરાવી હતી. વિજ ભારતના પહેલા સ્વાસ્થ્ય પ્રધાન છે જેમણે કોરોનાની રસીનો ટ્રાયલ ડોઝ પોતાના શરીરમાં લીધો છે.

વિજે આ રસીનું ઈન્જેક્શન પીજીઆઈ, રોહતકના નિષ્ણાત ડોક્ટરો તથા પીજીઆઈ હેલ્થ યુનિવર્સિટીના ડોક્ટર ઓ.પી. કાલડાની હાજરીમાં લીધું હતું. રસી મૂકતા પહેલાં ડોક્ટરોએ અનિલ વિજના સ્વાસ્થ્યની ચકાસણી કરી હતી. ઈન્જેક્શન આપ્યાના લગભગ એક કલાક સુધી વિજ ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ રહ્યા હતા.

ટ્રાયલમાં સામેલ થતા પૂર્વે જ અનિલ વિજે કહ્યું હતું કે એમનો ઉદ્દેશ્ય વધુને વધુ લોકો રસીકરણમાં સામેલ થાય એ માટે પ્રેરણા પૂરી પાડવાનો છે. ડોક્ટરો સાથે મસલત કર્યા બાદ પોતે એક સ્વયંસેવક તરીકે ટ્રાયલમાં સામેલ થયા હતા અને પોતાના શરીરમાં રસી મૂકાવી હતી.

કોરોનાના કેસોની સંખ્યા 90 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 90 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 45,882 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 584 લોકોનાં મોત થયાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 90,04,365 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,32,162  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 84,28,409 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,43,794એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.60 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.46 ટકા થયો છે.

અમદાવાદમાં 100 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન

અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા માઇક્રો કન્ટેનમેન્ટ અને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા. બોડકદેવમાં કોરોનાના કેસમાં અતિશય વધારો થતા બોડકદેવની સોસાયટીઓને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી છે. બોડકદેવ વિસ્તારની 30થી 45 ફ્લેટની દરેક સ્કીમમાં 10થી 15 પોઝિટિવ કેસ આવતા ફફડાટ ફેલાયો છે. કોરોનાનો પ્રકોપ વધતા અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતના 9 વાગ્યાથી સોમવારે સવારના 6 કલાક સુધી સળંગ 57 કલાકનો કરફ્યુ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

કોરોના-કેસ વધશે તોય દેશવ્યાપી-લોકડાઉન લાગુ નહીં કરું: બાઈડન

વોશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જૉ બાઈડને કહ્યું છે કે દેશમાં કોરોના વાઈરસના કેસ વધશે તોય એની સામેની લડાઈમાં દેશવ્યાપી લોકડાઉનનો ઓર્ડર નહીં આપું. દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવું પડે એવા કોઈ સંજોગો મને જણાતા નથી. મારા મતે એ પ્રતિકૂળ સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કોરોના કેસો વધે તો રાજ્યો અને શહેરો એમની પોતપોતાની રીતે નિયંત્રણો લાગુ કરે છે. ચેપગ્રસ્ત લોકોને એમના ઘરમાં જ રહેવાનું કહે છે, ઈન્ડોર ડાઈનિંગ સુવિધા પણ બંધ કરી દે છે અને જાહેર સ્થળોએ એકત્ર થતા લોકોની સંખ્યા પર કાપ મૂકી દે છે.

અમેરિકામાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં 2,51,000થી વધારે લોકો માર્યા ગયા છે અને કેસોની સંખ્યાનો આંક 1 કરોડ 16 લાખને પાર ગયો છે. વિશ્વમાં બીજા કોઈ દેશમાં કોરોના સંબંધિત આટલો મોટો મરણાંક નોંધાયો નથી.

UPના પ્રતાપગઢમાં કાર-ટ્રકનો ભીષણ અકસ્માતઃ 14નાં મોત

પ્રતાપગઢઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં એક રોડ દુર્ઘટનામાં કેટલાય લોકોનાં મોત થયાં છે. પ્રતાપગઢમાં લગ્ન સમારોહથી પરત ફરી રહેલી SUV અને ટ્રકની વચ્ચે ટક્કરમાં 14 લોકોનાં મોત થયાં છે. આ મૃતકોમાં છ બાળકો પણ સામેલ છે. આ દુર્ઘટના આશરે 11.45 કલાકે પ્રયાગરાજ-લખનઉ હાઇવે પર દેશરાજ ઇનારા ગામની પાસે થઈ હતી. આમાં SUV સવાર બધાં લોકોનાં મોત થયાં છે. એની સાથે અન્ય કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા છે.

આ રોડ દુર્ઘટનામાં મહિન્દ્રા બોલેરો કારે રસ્તા પર ઊભેલી ટ્રકમાં પાછળથી ટક્કર મારી હતી. જેથી ગાડીની આગળનો હિસ્સો ટ્રકના પાછલા હિસ્સામાં બહુ ખરાબ રીતે ફસાઈ ગયો હતો. પ્રતાપગઢના પોલીસ અધિકારી અનુરાગ આર્યએ કહ્યું હતું કે પંચર પડવાને કારણે ટ્રક રસ્તાની એક બાજુ ઊભી હતી, ત્યારે SUVએ પાછળથી ટક્કર મારી હતી. પોલીસ અધિકારીઓ ટ્રકમાં ફસાયેલા કારના અડધા  હિસ્સાને પછીથી બહાર કાઢ્યો હતો. બધા પીડિત એક લગ્ન સમારોહમાં સામેલ થઈને પોતાના ગામ કુંડા પરત જઈ રહ્યા હતા. પીડિતોના પરિવારને દરેક સંભવિત મદદ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. આ દુર્ઘટનામાં મૃત બાળકોની ઉંમર સાતથી 15 વર્ષની વચ્ચે છે, જ્યારે અન્ય આઠ લોકોની ઉંમર 20થી 60 વર્ષની વચ્ચે છે.

ઉત્તર પ્રદેશના જિરગાનિવાસી સંતલાલ યાદવના પુત્ર સુનીલ યાદવનાં લગ્ન હતાં. જાન નવાબગંજ થાણા ક્ષેત્રના શેખપુરમાં ગઈ હતી અને ત્યાંથી પરત ફરતી વખતે આ દુર્ઘટના બની હતી.

 

 

 

રાશિ ભવિષ્ય 20/11/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ તમારા માટે સામાન્ય છેકામમા વ્યસતા વધુ રહે તેવુ બની શકે છેવેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છેકોઈ જાહેરપ્રસંગમા જવાના યોગ છે તેમા જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમા ના આવી જવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છેશાંતિ અને ધીરજ રાખવી સારી.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાયતમને તમારા કોઈ કામકાજમા મિત્રોનો સહકાર સારો મળી શકે છેમાર્કેટિંગક્ષેત્રમા તમારુ સારુ પ્રભુત્વ જણાયકોઇ પ્રસંગઅર્થે પ્રવાસનુ આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળેવેપારમા નાનુ કામ કરવુ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતીસૂચક કહી શકાયતમારા ગુસ્સાને કાબુમા રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાયવાહન ધીમે ચલાવવુ અગત્યનુ છેખટપટથી દુર રહેવુ ડહાપણ ભર્યું છેવણમાગી સલાહસુચન ના આપવીવેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાયતમારામા આજે આત્મવિશ્વાસ સારો દેખાયજૂનીઓળખાણ અચાનક તાજી થાયમનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છેવેપારમા અનુભવથી કોઈ કામ કરોતો તેમા તમને લાભ થઈ શકે છેયુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવુ બની શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાયતમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમા નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છેધાર્મિકકે સામાજિકકામકાજ અર્થે પ્રવાસનુ આયોજન થઇ પણ શકેમાર્કેટિંગક્ષેત્રમા સારો ઉત્સાહ જોવા મળેવેપારમા નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છેઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છેઘરકે ઓફીસમા વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી,કોઈની સાથે વધુ દલીલબાજી ના કરવીવેપારમા જોખમ ભર્યા કામ ન કરવાજીવનસાથી સાથે ઉગ્રતા ના થાય તેની કાળજી રાખવી. 


આજનો દિવસ સામાન્ય છેકામમા સમયવ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે અને તેને કારણે થોડી માનસિકઅશાંતિ જેવુ રહેવાણીવર્તણુકમા ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગ ના બનવુ પડે તેનુ ધ્યાન રાખવુવેપારમા નાનુ કામ અનુભવના આધારેજ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરતુ કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છેજુનામતભેદ સુધારવાની તકમળી શકે છેમાર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ જોવા મળેવેપારમા લાભ થઈ શકે છેયુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવોતમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડેઓફીસમા પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવેસહકર્મચારી સાથે કામની બાબતમા થોડો અસતોષ રહેવેપારમા જોખમભર્યા કામ ન કરવાવડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવુ બની શકે છે.


આજનો દિવસ સારો છેતમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાયકોઈ કામની જૂની ગુચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બનેમાંર્કેટિંગક્ષેત્રમા સારુ પ્રભુત્વ જણાયસ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છેવેપારમા લાભ થઈ શકે છેકામમા ઉત્સાહ સારો રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવોખોટાવિવાદથી દુર રહેવુ શાણપણ ભર્યું છેવાહન ધીમે ચલાવવુઆરોગ્યબાબતે થોડુ સાચવવુવેપારમા જોખમ ન કરવુમાર્કેટિંગક્ષેત્રમા થોડી મહેનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકેબિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ વધુ સારુ.


આજનો દિવસ સારો છેતમારામા ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળેકોઈ કારણોસર મુસાફરી થઈ શકે છેધાર્યાકામ થાય તેવુ બની શકે છેમાર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામકાજ કરવાથી  સારુ ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છેવેપારમા લાભ થઈ શકે છે.

BSEના ઈન્ડિયા INXનો લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ સાથે કરાર

મુંબઈઃ BSEની આંતરરાષ્ટ્રીય પાંખ ઈન્ડિયા INXએ સ્થાનિક બજારમાં ESG અને ગ્રીન ફાઈનાન્સ પ્રોજેક્ટ્સના વિકાસ અને ઉત્તેજન માટે લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ સાથે સમજૂતી કરાર કર્યો છે.

વર્ષ 2019માં ઈન્ડિયા INXએ માત્ર ગ્રીન, સોશિયલ અને સસ્ટેનેબલ બોન્ડ્સના લિસ્ટિંગ અને ટ્રેડિંગ માટે અલગ પ્લેટફોર્મ GSM ગ્રીનની સ્થાપના કરી હતી. આ પ્લેટફોર્મની રચના ICMAના ગ્રીન બોન્ડ પ્રિન્સિપલ્સ અને ક્લાઈમેટ બોન્ડ્સ પહેલ આધારિત છે, જે વિશ્વના રોકાણકારો માટે આદર્શ પ્લેટફોર્મ છે. લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ ગ્રીન અને સસ્ટેઈનેબલ બોન્ડ્સના લિસ્ચિંગ માટેનું સૌથી લોકપ્રિય સ્થળ છે. આ સમજૂતી કરારને પગલે સ્થાનિક ગ્રીન બોન્ડ્સ ઈશ્યુઅરો ડ્યુઅલ લિસ્ટિંગ, પ્રભાવશાળી ઉપસ્થિતિ પ્રાપ્ત કરી શકશે અને ગ્રીન બોન્ડ્સની સેકંડરી બજારમાં પણ વધારો થશે.

આ પ્રસંગે ઈન્ડિયા INXના એમડી અને સીઈઓ વી. બાલાસુબ્રહ્મણિયને કહ્યું કે આ સમજૂતી કરારથી માત્ર સ્થાનિક બોન્ડ્સ ઈશ્યુઅરોને લાભ થશે એટલું જ નહિ પણ બંને દેશો વચ્ચેના સંબધો પણ મજબૂત બનશે. લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જના સીઈઓ રોબર્ટ શાર્ફેએ કહ્યું કે એક અગ્રણી આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ તરીકે અમે ભારતીય બજારના સહયોગીઓ સાથે લાંબા ગાળાના સંબંધો સ્થાપિત કરવાની મહત્ત્વાકાંક્ષા ધરાવીએ છીએ અને ઈન્ડિયા INX સાથેનો સમજૂતી કરાર આ દિશામાંનું મહત્ત્વનું કદમ છે.

નિકલ પડે હૈ ખુલ્લી સડક પર…

સક્રિય રાજકારણના અખાડામાં ઊતરેલો એક નવો સવો ખેલાડી પોતાની સામે થતા જાતજાતના આક્ષેપથી મૂંઝાઈને એક દિવસ ઘરભેગા થઈ જવાનો નિર્ણય કરે છે ત્યારે એની પાર્ટીનો એક ખંધો રાજકારણી એને કહે છેઃ “રાજકારણમાં આક્ષેપનું તો અટક જેવું છે… ગમે કે ન ગમે, નામની પાછળ લાગી જ જતા હોય છે”!

આઠ મહિનાના વિરામ બાદ થિયેટરમાં જઈને ફિલ્મ જોવા જવાનો એક્સપિરિયન્સ ઓવરઑલ આહલાદક રહ્યો. ફિલ્મ હતી ‘યુવા સરકારઃ એક વિચાર’. રાજકોટ અને અમદાવાદ પછી ગયા બુધવારે, એટલે કે 18 નવેમ્બરે, મુંબઈમાં એનો પ્રીમિયર યોજાઈ ગયો. કોરોના મહામારીથી દુનિયા આખી ઍનાકોન્ડા-ભરડામાં સપડાઈ અને દેશભરને તાળાં મારી દેવામાં આવ્યા એ પછી 13 નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મ ભારતની કોઈપણ ભાષાની પહેલી ફિલ્મ બની છે.

હા, ‘યુવા સરકાર’ રિલીઝ થઇ એના બે દિવસ બાદ 15 નવેમ્બરે અભિષેક શર્મા (‘તેરે બિન લાદેન, પરમાણૂ’)ની ‘સૂરજ પે મંગલ ભારી’ રિલીઝ થઈ એની નોંધ ય લઇએ.

ઓક્કે. ‘યુવા સરકાર’…ની વાર્તાના કેન્દ્રમાં છે યુવાન, સિદ્ધાંતવાદી શિક્ષક આદિત્ય શુક્લા (હર્ષલ માંકડ ‘હેયાન’). વર્ષો પહેલાં એ જ સ્કૂલ સાથે સંકળાયેલા અને હાલ નિવૃત્ત ગુરુજી (મેહુલ બૂચ)ને આદિત્ય પોતાના આદર્શ માને છે. એક દિવસ ગુરુજી આદિત્યને એક શૈક્ષણિક સંસ્થામાં લેક્ચર આપવા મોકલે છે. ટોક-વિધિન-ટોકમાં સંજોગ એવા સર્જાય છે
કે આદિત્યને સક્રિય રાજકારણમાં આવવું પડે છે અને…

ફિલ્મની વાર્તા લખી છે આદિત્યનું મુખ્ય પાત્ર ભજવતા હર્ષલ માંકડ ‘હેયાને’. જ્યારે દિગ્દર્શન જન્મજાત નાટ્યકાર રક્ષિત વસાવડાનું છે. કોઈપણ સિનેમા સર્જનની પહેલી શરત એ છે કે એ ફિલ્મ જેવી લાગવી જોઈએ. તો આરંભથી અંત સુધી કોઈપણ જાતના દેખાડા વિના બનેલી ‘યુવા સરકાર’… ફિલ્મ જેવી લાગે છે.

બીજું, આ કંઈ ગ્રેટ ફિલ્મ નથી કે સર્જકોનો એવો દાવો પણ નથી. હા, એક સારા આશય સાથે, પ્રામાણિક પ્રયાસથી, ગુજરાતી ચલચિત્રના પટ પર કંઈ નવું કરવાની ઊર્જાથી સર્જાયેલી ફિલ્મ છે. આ માટે 100માંથી 100 માર્ક્સ.

અભિનયની વાત કરીએ તો, મુખ્ય પાત્ર ભજવતા હર્ષલ માંકડ સહિત મોટા ભાગના કલાકારો ફિલ્મના માધ્યમ માટે નવા હોવા છતાં એ નવશીખિયા, અપરિપક્વ લાગતા નથી. જેમ કે, હીરો આદિત્ય શુક્લાના પાત્રને હર્ષલ માંકડ ‘હેયાને’ આબાદ ભજવ્યું છે. ગુરુજીના પાત્રમાં મેહુલ બૂચ રાબેતા મુજબ અદભુત. આ જ વર્ષે (જાન્યુઆરી, 2020માં) ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’ તથા ‘મુનશી સ્પર્ધા’માં અભિનયનાં પારિતોષિક મેળવનારા હર્ષિત ઢેબર (રીઢા રાજકારણી ભાવિન પંડિત) સુખદ આશ્ચર્યના મસમોટા પડીકા જેવા લાગ્યા. તો જિતેન્દ્ર ઠક્કર, રાજુ યાજ્ઞિક, આસ્થા મહેતા, કાજલ અગ્રાવત પણ નોંધનીય. સંવાદ ચોટદાર હોઈ એની પર રંગભૂમિની અસર વરતાયા વિના રહેતી નથી. ગીત-સંગીત માટે એટલું કહી શકાય કે એ કથાપ્રવાહને અવરોધતાં નથી. નારાયણ સ્વામીના સુપ્રસિદ્ધ ભજન ‘હે જગજનનિ’ ના પુનઃસ્વરાંકનથી લઈને, ચેતન જેઠવા-રચિત ગાંધીરાસ, ઓસમાણ મીરના કંઠે ગવાયેલી ને એમની પર જ ચિત્રિત થયેલી કવ્વાલી કે ‘એકલો જાને રે’ જેવી રચના વાગે છે ત્યારે કોઈને કોઈ પ્રસંગ ઈન્ટરકનેક્ટ થતા રહે છે. અર્થાત સાથે સાથે વાર્તા આગળ વધતી રહે છે.

આમ, નવા કલાકાર-કસબી નવો ઈનોવેટિવ વિષય લઈને આવે, પહોળી છાતીવાળા નીલેશ કાત્રોડિયા જેવા નિર્માતા એ વિષયને પરદા પર સાકાર કરવા ફદિયાં ફાળવે, અને આવા અઘરા સમયમાં ફિલ્મ રિલીઝ પણ કરે ત્યારે કવિરાજ શૈલેન્દ્રની આ ગીતપંક્તિ ફટકારવાનું મન થાય છેઃ

“નિકલ પડે હૈ ખુલ્લી સડક પર, અપના સીના તાને…. બઢતે જાયે હમ સૈલાની, જૈસે દરિયા ઈક તૂફાની”…

(કેતન મિસ્ત્રી)

૨૦ નવેમ્બર ૨૦૨૦

૨૦ નવેમ્બર ૨૦૨૦