Home Blog Page 4575

રાશિ ભવિષ્ય 18/11/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનુ આયોજન થઈ શકે છે તેમા ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમા નાનુ અને અનુભવમુજબનુ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસે સાવચેતી રાખવી તેમા પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, વણમાગી સલાહકે સુચન આજના દિવસે ના આપવી ઈછાનીય છે. વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, યુવાવર્ગે કોઈનીસાથે અર્થહીન વાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમા સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનારવર્ગથી દુર રહેવુ જરૂરી છે, ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવુ, ઉશ્કેરાટથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમ ન કરવુ, ઉતાવળિયા નિર્ણયથી બચવુ.


આજનો દિવસ સામાન્ય છે, મનમા થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમા સમયનો દુરવ્યય થાય, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણ ના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજી ના કરવી સલાહભરી છે.


આજનો દિવસ સારો છે, મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવુ, નોકરી-ધંધામા પણ વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે, યુવાવર્ગને ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, વેપારમા કોઈ મોટાજોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમા કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવુ બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમા કોઈ લાભની તક દેખાઈ શકે છે.


આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામા થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બને તેમજ જો નસીબ સાથ આપેતો ઘણુ બધુ કાર્ય થઇ શકશે, મુસાફરીના યોગ છે, વેપારમા લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમા મન ખુશ રહી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમા ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમા કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતીકે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.

પંચાંગ 18/11/2020

(મયંક રાવલ)

ફરિયાદ નિવારણ મિકેનીઝમ મામલે BSEને SEBIનો આદેશ

મુંબઈ તા.17 નવેમ્બર, 2020: BSEને સેબી પાસેથી 13 નવેમ્બર, 2020નો એક પત્ર મળ્યો છે, જેમાં સેબીએ જણાવ્યું છે કે સ્ટોક એક્સચેન્જીસ ખાતેનાં ઈન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (IPF)ની અસરકારકતા વધારવા સેબીએ વર્તમાન માળખાની વિસ્તૃત પુનર્સમીક્ષા કરી છે અને આ પુનર્સમીક્ષાને આધારે સ્ટોક એક્સચેન્જીસ ખાતેના ડિફોલ્ટિંગ મેમ્બર્સના ક્લાયન્ટ્સની ફરિયાદ નિવારણ યંત્રણામાં  ધરમૂળથી ફેરફાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સેબીના આદેશ મુજબ BSEએ નીચે પ્રમાણેનાં પગલાં લેવાનાં રહેશે.

  1. IPFના પર્યાપ્ત કોર્પસ માટે વાર્ષિક સમીક્ષા કરવાની રહેશે.
  2. IPFકોર્પસને વેબસાઈટ પર જાહેર કરવું પડશે અને તેને માસિક ધોરણે અપડેટ કરવાનું રહેશે.
  3. રોકાણકારના દાવાઓની પતાવટ માટે સેબીએ નક્કી કરેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનો  અને ડિફોલ્ટર જાહેર કરવા માટેની ટાઈમલાઈનનો અમલ કરવાનો રહેશે.
  4. રોકાણકારો સરળતાથી સમજી શકે એ માટે રોકાણકારોના દાવાની પ્રક્રિયાની નીતિની માહિતી FAQ સહિત જાહેર કરવાની રહેશે. 5. રોકાણકારના દાવાઓના પ્રોસેસિંગ માટેની પોલિસીમાં કોઈ પણ ફેરફાર કરાય એના અમલની આગોતરી જાણકારી રોકાણકારોને આપવાની રહેશે.

‘બજરંગી ભાઈજાન’ ફેમ હર્ષાલી મલ્હોત્રા મોટી થઈ ગઈ…

સલમાન ખાન અભિનીત ‘બજરંગી ભાઈજાન’ ફિલ્મમાં બાળકલાકાર તરીકે પ્રભાવિત કરી જનાર મુંબઈનિવાસી હર્ષાલી મલ્હોત્રાએ દિવાળી અને ભાઈબીજ નિમિત્તે પોતાની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 12 વર્ષની હર્ષાલીએ તેનાં ભાઈ હાર્દિક સાથે ભાઈબીજ ઉજવી હતી.

ફેક ન્યૂઝ બંધ કરાવોઃ SCનો કેન્દ્રને આદેશ

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીની શરૂઆત વખતે તબ્લીગી જમાત વિશે મિડિયા દ્વારા કરાયેલા રિપોર્ટિંગ સંબંધિત એક કેસ મામલે કેન્દ્ર સરકારે નોંધાવેલા સોગંદનામા વિશે સુપ્રીમ કોર્ટે આજે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું છે કે ટીવી ચેનલો તથા અન્ય મિડિયા માધ્યમો પર રજૂ કરવામાં આવી રહેલી સામગ્રીના મુદ્દાઓ પર દેખરેખ રાખવા માટે એક તંત્રની રચના કરો નહીં તો અદાલત આ કામ કોઈક બહારની એજન્સીને સોંપી દેશે.

દેશના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેના અધ્યક્ષપદ હેઠળની બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે આ કેસમાં કેન્દ્ર સરકારે જે સોગંદનામું નોંધાવ્યું છે તેનાથી કોર્ટ ખુશ નથી. જસ્ટિસ બોબડેએ સાથોસાથ એમ પૂછ્યું હતું કે આ પ્રકારની ફરિયાદો સાંભળવા માટે સરકાર પાસે કેબલ ટીવી નેટવર્ક વટહૂકમ અંતર્ગત કઈ કઈ સત્તા છે? અને સરકાર કેબલ ટીવીની સામગ્રીને કઈ રીતે નિયંત્રિત કરી શકે છે એ કોર્ટને જણાવો. જો તમારી પાસે એવી કોઈ સત્તા ન હોય તો એ માટેની યંત્રણા બનાવો નહીં તો અમે કોઈક બહારની એજન્સીને આ કામ સોંપી દઈશું. ટીવી ચેનલો પર જે બતાવવામાં આવે છે એના દેશ માટે મોટા પરિણામો આવે છે.

નકલી સમાચારો (ફેક ન્યૂઝ) વિરુદ્ધ તમે કયા પ્રકારની કાર્યવાહી કરી શકો એમ છો એ વિશે અમને ત્રણ સપ્તાહમાં જણાવો, એવો  સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે.

કિલર પત્નીઓઃ ‘બ્લેક વિડોઝ’ વેબસિરીઝનું ટ્રેલર રિલીઝ

મુંબઈઃ એસ્સેલ ગ્રુપની માલિકીની ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઈઝીસની પેટા-કંપની અને ઓવર-ધ-ટોપ (OTT) મિડિયા સર્વિસ ઝી5 (ZEE 5)ની ડાર્ક કોમેડી સિરીઝ બ્લેક વિડોઝનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ વેબસિરીઝમાં ત્રણ પત્નીની ભૂમિકા કરી રહી છે શમિતા શેટ્ટી, મોના સિંહ અને સ્વસ્તિકા મુખર્જી તથા રિયા સેન એક મહત્ત્વની ભૂમિકામાં છે. પુરુષ પાત્રો ભજવનાર કલાકારો છે – આમિર અલી, શરદ કેલકર અને પરમબ્રત ચટ્ટોપાધ્યાય.

વેબ સિરીઝની વાર્તા ત્રણ બહેનપણીઓની જિંદગી પર આધારિત છે. ટ્રેલર પરથી માલુમ પડે છે કે આ ત્રણેય સ્ત્રી પરિણીત છે અને તેઓ એમનાં પતિઓનાં અત્યાચારોથી પરેશાન છે. ત્રણેય પત્ની સાથે મળીને પતિઓને ખતમ કરવાનો પ્લાન ઘડે છે. અને એમની હત્યા કર્યા બાદ નિરાંતની જિંદગી જીવવાનાં સપનાં જુએ છે. ત્યારબાદ વાર્તામાં વળાંક આવે છે અને ત્રણેય સ્ત્રીઓની જિંદગી મુસીબતોથી ઘેરાઈ જાય છે.

બિરસા દાસગુપ્તા દ્વારા દિગ્દર્શિત આ વેબસિરીઝ 18 ડિસેમ્બરે ઝી5 પર સ્ટ્રીમ થશે. શમિતા અને મોનાએ એમની આ વેબસિરીઝનું ટ્રેલર પોતાનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે.

નવી મુંબઈમાં લોકોને ઠગનાર ઈન્વેસ્ટમેન્ટ કંપનીના 9ની ધરપકડ

મુંબઈઃ પડોશના નવી મુંબઈ શહેરની પોલીસે એક ખાનગી ઈન્વેસ્ટમેન્ટ કંપનીના 9 અધિકારી અને એજન્ટોની ધરપકડ કરી છે. આ તમામ લોકો પર આરોપ છે કે એમણે આકર્ષક વળતર આપવાનું વચન આપીને પાંચ ઈન્વેસ્ટરો સાથે રૂ. 23.02 લાખની છેતરપીંડી કરી છે.

ઊંચા વળતર આપવાનું વચન આપીને એમણે નવી મુંબઈમાં ધંધો બંધ કરી દીધો હતો.

કેટલાક ઈન્વેસ્ટરોએ ફરિયાદ કર્યા બાદ નવી મુંબઈ પોલીસે કંપનીની મેનેજમેન્ટ ટીમના 9 સભ્યો તથા એજન્ટોની આજે ધરપકડ કરી છે. કંપનીના ડાયરેક્ટર સહિત અન્ય ત્રણ વ્યક્તિને પણ પોલીસ શોધી રહી છે. ભારતીય ફોજદારી કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

સમુદ્રના પેટાળમાં જુઓ ટાઈટેનિકના અવશેષો; રૂ.93-લાખના ખર્ચે

ન્યૂયોર્કઃ દુનિયાના સૌથી મોટા કદના, લક્ઝરિયસ અને સુંદર જહાજોમાંના એક ટાઈટેનિકથી આખી દુનિયા વાકેફ છે. કમનસીબે ટાઈટેનિક જહાજની સફર પૂરી થઈ શકી નહોતી. 1912ની 14-15 એપ્રિલની કાળમૂખી રાતે ઉત્તરીય એટલાન્ટિક મહાસાગરમાં કેનેડાની દરિયાઈ સીમાથી લગભગ 400 માઈલ દૂરના સ્થળે હિમશીલા સાથે અથડાયા બાદ તે બ્રિટિશ જહાજે જળસમાધિ લઈ લીધી હતી. એ વખતે જહાજમાં 2,200 મોંઘેરા મહેમાનો-પ્રવાસીઓ અને ક્રૂ સભ્યો હતા. દુર્ઘટનામાં 1,500 જેટલા લોકો માર્યા ગયા હતા. 700 જેટલા લોકો બચી ગયા હતા. જહાજનો કાટમાળ છેક 1985માં શોધી શકાયો હતો.

હવે એ કાટમાળ જોવા ઈચ્છતા લોકો માટે સમાચાર છે કે તેઓ રૂ. 93,19,687 (સવા લાખ યૂએસ ડોલર) ખર્ચીને સમુદ્રના પેટાળમાં ટાઈટેનિકના દુર્ઘટના સ્થળને અને જહાજના અમુક અવશેષોને જોઈ શકશે. એ માટે તેમણે સમુદ્રની સપાટીથી લગભગ 12,467 ફૂટ નીચે યાત્રા કરવાની રહેશે. અન્ડરવોટર દુનિયાની શોધ કરનારી કંપની ઓશનગેટ એક્સપીડિશને આ ઘોષણા કરી છે. એણે પોતાના આ પ્રોજેક્ટને ‘ટાઈટેનિક સર્વે એક્સપીડિશન-2021’ નામ આપ્યું છે.

આ યાત્રા માટે માનવસંચાલિત ‘ઓશનગેટ સબમર્સિબલ’ (સબમરીનની જેમ પાણીમાં ડૂબકી મારી શકે એવી નાના કદની બોટ)નો ઉપયોગ કરવામાં આવશે. પહેલા શેડ્યૂલનું ઉદઘાટન આવતા વર્ષે મે મહિનાના અંતભાગમાં કરાશે અને જુલાઈના મધ્યભાગ સુધી ચાલશે. આવા છ મિશન હાથ ધરાશે. દરેક મિશન 10-10 દિવસનું હશે.

ઓશનગેટ સબમર્સિબલઓશનગેટ સબમર્સિબલ

કાલી-પૂજાના કાર્યક્રમમાં ભાગ લીધો; શાકીબને મોતની ધમકી

કોલકાતા/ઢાકાઃ ગયા રવિવારે અહીં કાલી પૂજાના એક કાર્યક્રમમાં ભાગ લેવા બદલ બાંગ્લાદેશના દિગ્ગજ ક્રિકેટ ઓલરાઉન્ડર શાકીબ અલ-હસનને એના જ દેશના એક નાગરિકે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જોકે શાકીબે ગઈ કાલે સાંજે સોશિયલ મિડિયાના માધ્યમ દ્વારા માફી માગી લીધી છે.

શાકીબને કોલકાતામાં કાલી પૂજાના આયોજકોની સાથે ઊભેલો દર્શાવતી એક તસવીર ઈન્ટરનેટ પર વાઈરલ થયા બાદ બાંગ્લાદેશના સિલ્હટ સદર ઉપજિલ્લાના શાહપુરના તાલુકદારપારા વિસ્તારનો રહેવાસી મોહસીન તાલુકદાર ગઈ કાલે ફેસબુક પર  લાઈવ થયો હતો અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ શાકીબ અલ-હસનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોહસીનને હાથમાં એક ધારદાર હથિયાર બતાવતો અને શાકીબને ધમકી આપતો જોઈ શકાયો હતો. ત્યારબાદ સાંજે, શાકીબ યૂટ્યૂબ પર લાઈવ થયો હતો અને માફી માગી હતી. એણે સ્પષ્ટતા પણ કરી હતી કે, ‘મેં કાલી પૂજા મંડપનું ઉદઘાટન કર્યું નહોતું. હું એક અન્ય સ્ટેજ પરના કાર્યક્રમમાં જ ભાગ લેવા ગયો હતો અને પૂજા મંડળનો ભાગ નહોતો. આયોજકોમાંના એક જણ પરેશ પાલે મને દીવો પ્રગટાવવાની વિનંતી કરી હતી, મેં દીવો પ્રગટાવ્યો હતો અને એ તસવીર સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ હતી. હું જણાવવા માગું છું કે હું એક ગર્વિત મુસ્લિમ છું અને ધર્મનું પાલન નિયમિત રીતે કરું છું. ભૂલો થાય એ સહજ છે અને જીવનનો એક ભાગ છે. જો મેં કોઈ ભૂલ કરી હોય તો હું માફી માગું છું અને મેં તમારી લાગણી દુભાવી હોય તો પણ માફી માગું છું. હું જ્યારે કાર્યક્રમ મંડપમાંથી રવાના થતો હતો ત્યારે પરેશ દાએ મને એક દીવડો પ્રગટાવવાની વિનંતી કરી હતી. ત્યારબાદ ત્યાં હાજર પત્રકારોએ એક તસવીર પાડવા દેવાની મને વિનંતી કરી હતી. હું મંડપમાં બે મિનિટ ઊભો રહ્યો હતો. કાલી પૂજા તો હું ત્યાં પહોંચ્યો એ પહેલા જ થઈ ચૂકી હતી.’

શાકીબની આ સ્પષ્ટતા બાદ મોહસીન તાલુકદારે પોતાનો ફેસબુક લાઈવ વિડિયો ડિલીટ કર્યો હતો અને એક બીજો વિડિયો પોસ્ટ કરીને આ જ વિષય પર કહ્યું હતું કે એણે કોઈ ધમકી આપવી જોઈતી નહોતી. બાંગ્લાદેશના રેપિડ ક્શન બટાલીયનના જવાનોએ આજે સવારે મોહસીનના ઘેર જઈને શાકીબને મોતની ધમકી આપવા બદલ એની ધરપકડ કરી હતી.

પ્રી-કોવિડ વખતની વિમાન સેવા ટૂંક સમયમાં જ

નવી દિલ્હીઃ કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે દેશમાં વિમાન પ્રવાસ કોરોના વાઈરસ રોગચાળા પૂર્વે જે સ્થિતિમાં હતો એ જ આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષના આરંભમાં ફરી શરૂ કરી શકવાની ધારણા છે.

પીટીઆઈ સમાચાર સંસ્થાએ પુરીને એવું કહેતા ટાંક્યા છે કે, મને વિશ્વાસ છે કે આપણે આ વર્ષના અંત સુધીમાં અથવા ત્યારબાદ તરત જ એટલે કે 2021ના આરંભના એકાદ-બે અઠવાડિયામાં આપણે પ્રી-કોવિડ સ્તરે હતી એ વિમાન સેવાઓ ફરી શરૂ કરી શકીશું.

પુરીએ કહ્યું કે અમે દિવાળી તહેવારના બે-ત્રણ દિવસ પહેલા જ ક્રમબદ્ધ રીતે 2.25 લાખ લોકોને વિમાન પ્રવાસ ઉપલબ્ધ કરાવ્યો હતો. આપણે અત્યાર સુધીમાં 70 ટકા જેટલી વિમાન સેવા પ્રસ્થાપિત કરી ચૂક્યા છીએ અને 31 ડિસેમ્બર સુધીમાં અથવા 2021ના આરંભના એકાદ-બે અઠવાડિયામાં જ પૂરી 100 ટકા સેવા ફરી શરૂ કરી શકીશું એવો મને વિશ્વાસ છે, પણ એ માટે આપણે હાલના સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું પડશે. આપણે એમાં સક્ષમ છીએ.