Home Blog Page 4597

રાશિ ભવિષ્ય 02/11 થી 08/11/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

નવા સંબંધની શરૂઆત થવાના કારણે તમને કામકાજમા ધ્યાન ઓછુ અને અન્યપ્રવૃત્તિમા ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન વધુ પડતા વિચારો આવવાના કારણે તમને તમારા કામમા રૂચી ઓછી જળવાય તેમજ કામ પરાણે કરતા હોવ તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, સાસરીપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.


સંતાન બાબત અને પ્રેમસંબંધમા કઈક નવીનતા બની શકે છે, લગ્નબાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારૂ પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો, બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ પણ બની શકે છે.


નોકરી, ધંધામા ઉતર-ચઢાવ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાને મનમા અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમા ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમા નાનીનાની બાબતમા ઉશ્કેરાઈ જવાય, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થઈ શકે છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ ઘણી નિયંત્રણમા રહી શકે છે. તમારા કામકાજમા અન્યનો સાથસહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામા થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે.


અસફળતા અને ઉશ્કેરાટવાળુ વાતાવરણ જોવા મળે, ઘરકે કુટુંબમા ભાઈબહેન સાથે કોઈ કામકાજમા સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની ખટપટ પણ જોવા મળી શકે છે, પરિશ્રમ મુજબ ફળ ના મળવાના કારણે થોડી અશાંતિ જેવું લાગ્યા કરે, કોઈની સ્વાસ્થસંબંધિત ચિંતા કે આકસ્મિકખર્ચ પણ થઈ શકે છે, નોકરીમા કામનુ વધુ ભારણ કે અણગમતુ કામ કરવાથી માનસિકઅશાંતિમા વધારો થાય, બજારના કામકાજ ધીરજ રાખવી સારી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરી દરમિયાન થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે.


પરિસ્થિતિમાં ધીમેધીમે સુધારો થતો જોવા મળે માટે ધીરજ રાખવી સારી, ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટીસમસ્યા થાય તેવુ જણાતુ નથી, તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાયક મુસાફરી થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારુ. બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે


પરિસ્થિતિમાં પરિવર્તન જોવા મળશે અને આનંદ, ઉત્સાહ, વચ્ચે તમારો સમય પસાર થાય, લગ્નમાટે ક્યાય વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમા થોડુ સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમાં અપેક્ષા મુજબ કામ થોડુ ઓછુ થાય, જુના અટકેલા કામકાજ પુરા કરવાની કોશિશ કરો તો તેમા પણ થોડી ચળવળ થતી જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ કરવો વધુ યોગ્ય કહી શક્ય, આરોગ્યબાબતમાં બેદરકાર ના બનાય તેનુ ધ્યાન રાખવું.


આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવી પણ બાબત રહેલી છે. અણધાર્યા નાણાકીયખર્ચ થાય તેવુ પણ બની શકે છે, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાત કે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.


તમારામા રહેલી ધીરજની થોડી પરીક્ષા થઈ શકે છે, તેમા તમારી થોડી મહેનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત અનુભવો, મિત્રોકે સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે થોડોક માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુનાકોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુ જ કામ કરવુ સારુ, લગ્નબાબતની વાતચીત કે મિલનમુલાકાતમા વ્યવહારુ અભિગમ અપનાવો ઇચ્છનીય છે.


આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથસહકાર પણ સારો મળી શકે છે જેમા તમને તમારા કામના અધિરાપણાનુ ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમા કે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વાક્જ કામ કરવુ જોઈએ.


તમારામા કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.


નાનીનાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન તમારામા જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીયકે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ થઈ શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.


જાહેર પ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમાં અન્યનો સારો સાથસહકાર મળી શકે છે, તમારા ધારેલા કામમા તમે ગણતરી અને મહેનત કરોતો સારુ ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો વાર્તાલાપ અને મિલન મુલાકાતમાં તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવુ કે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રાપ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમાં તમને કઈ સારુ કરવાની લાગણી જન્મી શકે છે, આયોજન પૂર્વક કામ કરોતો લાભ પણ થઈ શકે છે.

રાશિ ભવિષ્ય 02/11/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.


આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.


આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.


આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.


આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.


આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.


આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

હિઝબુલ મુજાહિદ્દીનના કશ્મીર વડા સૈફુલ્લા મીરનો ખાત્મો

શ્રીનગરઃ સુરક્ષા દળોએ આજે જમ્મુ અને કશ્મીરના શ્રીનગર જિલ્લાના રંગરેથ વિસ્તારમાં થયેલા એક એન્કાઉન્ટરમાં એક ખૂંખાર ત્રાસવાદીને મોતને ઘાટ ઉતારી દીધો હતો જે આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો કશ્મીર વડો સૈફુલ્લા મીર ઉર્ફે ગાઝી હૈદર હતો.

કશ્મીરના ઈન્સ્પેક્ટર જનરલ વિજય કુમારે આ સમાચારને સમર્થન આપ્યું છે. એમણે કહ્યું કે રાવલપોરા એન્કાઉન્ટરમાં એક ત્રાસવાદી કમાન્ડર સૈફુલ્લા માર્યો ગયો છે અને બીજા એક શકમંદની ધરપકડ કરવામાં આવી છે.

સૈફુલ્લા મીર બુરહાન વાની ગ્રુપનો આખરી જીવતો ત્રાસવાદી હતો. એ 31 વર્ષનો હતો અને રિયાઝ નાઈકુ ઠાર મરાયા બાદ આતંકવાદી સંગઠને એને નવા વડા તરીકે નિયુક્ત કર્યો હતો.

સૈફુલ્લા મીરને સુરક્ષા દળોએ A++ કેટેગરીનો ત્રાસવાદી ગણાવ્યો હતો. જમ્મુ-કશ્મીરમાં એ મોસ્ટ વોન્ટેડ હતો.

આજનું એન્કાઉન્ટર સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ અને સીઆરપીએફના જવાનોની સંયુક્ત ટીમે હાથ ધર્યું હતું.

બાતમી મળ્યા બાદ સુરક્ષા જવાનોએ ત્રાસવાદીઓ જ્યાં છુપાયા હતા એ સ્થળને ઘેરી લીધું હતું.

ઈરફાન પઠાણ શ્રીલંકામાં LPL સ્પર્ધામાં રમશે

વડોદરાઃ ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે આજે કહ્યું છે કે એ શ્રીલંકામાં લંકા પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધામાં કેન્ડી ટસ્કર્સ ટીમ વતી રમશે.

કેન્ડી શહેરની આ ટીમમાં વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ, સ્થાનિક સ્ટાર ખેલાડી કુશલ પરેરા, શ્રીલંકાના ટ્વેન્ટી-20ના સ્પેશિયાલિસ્ટ ગણાતા ખેલાડીઓ – કુશલ મેન્ડિસ અને નુવન પ્રદીપ અને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર લિયામ પ્લન્કીટનો સમાવેશ થાય છે.

શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન હસન તિલકરત્ને કેન્ડી ટસ્કર્સ ટીમના કોચ છે.

વડોદરાનિવાસી અને 36-વર્ષીય ઈરફાન પઠાણ 29 ટેસ્ટ મેચ, 120 વન-ડે ઈન્ટરનેશનલ મેચો અને 24 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમ્યા બાદ આ વર્ષના આરંભમાં ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થયો હતો. આ ડાબેરી બોલિંગ ઓલરાઉન્ડરે ત્યારે કહ્યું હતું કે પોતે ટ્વેન્ટી-20 ટુર્નામેન્ટમાં રમવા ઈચ્છે છે. હવે એણે કહ્યું છે કે પોતે LPLમાં કેન્ડી ટસ્કર્સ ટીમનો સભ્ય બનવા બદલ આનંદ અનુભવે છે. અમારી ટીમમાં કેટલાક જાણીતા નામો છે અને હું એમની સાથે રમવાનો અનુભવ લેવા આતુર છું.

કેન્ડી ટીમના માલિક સોહેલ ખાને કહ્યું છે કે ઈરફાનના સમાવેશથી અમારી ટીમની તાકાત વધશે એટલું જ નહીં, પણ એનો અનુભવ પણ અમારી ટીમ માટે મોટી સંપત્તિ બની રહેશે.

એલપીએલ સ્પર્ધાનો આરંભ 21 નવેમ્બરથી થવાનો છે અને તે 13 ડિસેમ્બર સુધી ચાલશે. આ સ્પર્ધાની મેચો બે સ્થળે રમાશે – હેમ્બાનટોટા શહેરમાં મહિન્ડા રાજપક્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં અને કેન્ડીના પલ્લીકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં.

એલપીએલમાં શ્રીલંકાના પાંચ શહેરોની ટીમ રમે છે – કોલંબો, કેન્ડી, ગોલ, ડામ્બુલ્લા અને જાફના. સ્પર્ધામાં કુલ 23 મેચો રમાશે. 21 નવેમ્બરે પહેલી મેચમાં કોલંબો અને ડામ્બુલ્લાની ટીમ વચ્ચે મુકાબલો થશે.

ફાઈનલ મેચ 13 ડિસેમ્બરે રમાશે. 14 ડિસેમ્બરનો દિવસ રિઝર્વ રખાયો છે.

સી-પ્લેન સેવાઃ દેશમાં 14 વોટર એરોડ્રોમ બનાવાશે

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા નજીકના સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક અને અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ વચ્ચે દેશની સૌપ્રથમ સી-પ્લેન સેવાને સફળતાપૂર્વક શરૂ કરાવી તે પછી સરકાર દેશભરમાં 14 વધુ વોટર એરોડ્રોમ્સ બાંધવા વિચારે છે.

આનાથી લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર, આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ સહિત અનેક રૂટ્સ પર સી-પ્લેન સેવા શરૂ કરી શકાશે.

શિપિંગ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકાર દેશભરમાં ‘ઉડાન’ યોજના અંતર્ગત વધુ 14 વોટર એરોડ્રોમ્સ બનાવવા વિચારે છે. આ માટે હાઈડ્રોગ્રાફિક સર્વે કરવાની એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને મુલ્કી ઉડ્ડયન મંત્રાલયે ઈનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IWAI)ને વિનંતી કરી છે.

ગુજરાતમાં સી-પ્લેન સેવા શરૂ કરાયા બાદ હવે દેશભરમાં અનેક રૂટ પર આવી સેવા નિયમિત ધોરણે શરૂ કરવાનું વિચારણા હેઠળ છે, એમ કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું છે.

કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવિયા

IWAI સંસ્થાએ જ ગુજરાતમાં સી-પ્લેન સેવા માટે વિક્રમી સમયમાં કોંક્રીટની જેટ્ટીઓ બાંધી આપી છે. હવે એ જ સંસ્થાને હાઈડ્રોગ્રાફિક સર્વે કરવાનું તેમજ ફ્લોટિંગ જેટ્ટીઓ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.

ગુજરાતમાં દેશની પહેલી સી-પ્લેન સેવા શરૂ કરવા માટે સ્પાઈસજેટ એરલાઈને માલદીવમાંથી એક સીપ્લેન ચાર્ટર કર્યું છે અને દેશમાં જ્યારે અન્ય સ્થળોએ પણ આવી સેવા શરૂ કરવાનું નક્કી થશે ત્યારે એ આવા વધુ સીપ્લેન ભાડેથી મેળવશે.

આ સીપ્લેન્સ ‘ટ્વિન ઓટ્ટર્સ’ છે. દુનિયાભરમાં છેલ્લા 40 વર્ષોથી 14-સીટવાળા ટ્વિન ઓટ્ટર સૌથી વધુ વેચાતા પેસેન્જર એરપ્લેન્સ છે.

શનિવારે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મતિથિ નિમિત્તે વડા પ્રધાન મોદીએ કેવડિયામાં સી-પ્લેન સેવાની લોકાર્પણ વિધિ સંપન્ન કરી હતી. એ પોતે કેવડિયામાં સરદાર પટેલના સ્મારક ખાતેથી સી-પ્લેનમાં બેસીને અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ગયા હતા. આશરે 200 કિ.મી.નું તે અંતર આશરે 40 મિનિટમાં પૂરું કરાયું હતું.

સાબરમતી રીવરફ્રન્ટ  ખાતે અને સરદાર સરોવર ડેમ નજીક તળાવ-3 ખાતે ફ્લોટિંગ જેટ્ટી અને વોટર એરોડ્રોમ મકાન બાંધવામાં આવ્યા છે, જ્યાંથી પ્રવાસીઓ વિમાનમાં ચડી શકે છે અને એમાંથી ઉતરી શકે છે.

આ સેવા સ્પાઈસજેટની માલિકીની પેટા-કંપની સ્પાઈસ શટલ દ્વારા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ-કેવડિયા વચ્ચે રોજની બે ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે.

આજથી નવા નિયમ અમલમાં: ગેસ સિલિન્ડર, બેન્ક ચાર્જિસ

મુંબઈઃ રાંધણ ગેસ (એલપીજી) સિલિન્ડરના બુકિંગથી લઈને રેલવેના ટાઈમ ટેબલ અને બેન્કોના ચાર્જિસ જેવી અનેક બાબતોમાં આજે, 1 નવેમ્બરથી નવા નિયમો અમલમાં મૂકાશે.

અમુક નિયમો બદલાવાથી જનતાના ખિસ્સા પર બોજો આવશે. નવા નિયમોની જાણકારી રાખવી જરૂરી છે, નહીં તો નુકસાન થઈ શકે છે. હાઈ-સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ માટે ઓનલાઈન બુકિંગનો આજથી ફરી આરંભ થયો છે.

LPG સિલિન્ડરના બુકિંગ માટે OTP

આજથી ઘરેલુ રાંધણ ગેસના બુકિંગનો નિયમ બદલાઈ ગયો છે. ગેસ સિલિન્ડર બુક કરાવ્યા બાદ ગ્રાહકોના મોબાઈલ ફોન નંબર પર એક OTP (વન-ટાઈમ પાસવર્ડ) મોકલવામાં આવશે. આ કોડને સિસ્ટમ સાથે મેળવવાનો રહેશે. ગ્રાહકોએ એમના રજિસ્ટર્ડ મોબાઈલ ફોન નંબર પરથી જ ગેસ સિલિન્ડર બુક કરાવવું પડશે અને એ જ નંબર પર એમને OTP મોકલવામાં આવશે. એ કોડ તેમણે ગેસ સિલિન્ડર ડિલીવર કરનાર કર્મચારીને આપવાનો રહેશે. જો એ મેચ થશે તો જ ગ્રાહકને સિલિન્ડરની હોમ ડિલીવરી કરવામાં આવશે.

બેન્કોમાં પૈસા જમા કરવા, ઉપાડવા પર ચાર્જ લાગશે

આજથી બેન્કોમાં ખાતેદારોએ એમના પોતાના પૈસા જમા કરાવવા અને ઉપાડવા ઉપર પણ ચાર્જ ચૂકવવો પડશે. બેન્ક ઓફ બરોડે તો આ નિયમને અમલમાં મૂકી પણ દીધો છે. નિશ્ચિત મર્યાદા કરતાં વધારે બેન્કિંગ કરવા પર ચાર્જ લાગશે. આજથી સેવિંગ્સ બેન્ક એકાઉન્ટના ખાતેદારો માટે મહિનામાં ત્રણ વાર પૈસા જમા કરાવવાનું મફત રહેશે, પણ ત્યારબાદ ચોથી વાર પૈસા જમા કરાવ્યા તો એમણે 40 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.

જનધન ખાતેદારોને થોડીક રાહત છે. એમને પૈસા જમા કરાવવા પર કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે, પરંતુ ઉપાડવા પર 100 રૂપિયા ચૂકવવા પડશે.

ટ્રેનોનું ટાઈમ ટેબલ

રેલવે વહીવટીતંત્રએ આજથી ટ્રેનો માટે નવું ટાઈમ ટેબલ અમલમાં મૂક્યું છે. ટ્રેનમાં સફર કરનારાઓએ આ જાણી લેવાની જરૂર છે. આજથી 13,000 પેસેન્જર ટ્રેનો અને 7,000 માલગાડીઓનો સમય બદલાઈ જશે. આજથી દેશમાં દોડાવવામાં આવતી 30 રાજધાની ટ્રેનોનો સમય પણ બદલાઈ જશે.

ડિજિટલ પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં લાગે

આજથી લાગુ કરાયેલા નિયમ મુજબ, 50 કરોડ રૂપિયાથી વધુના ટર્નઓવરવાળા વેપારીઓ માટે ડિજિટલ પેમેન્ટ ફરજિયાત રહેશે. ભારતીય રિઝર્વ બેન્કે આ નિયમ લાગુ કર્યો છે. નવી વ્યવસ્થા મુજબ, ગ્રાહક કે વેપારી પાસેથી ડિજિટલ પેમેન્ટ માટે કોઈ ચાર્જ વસૂલ કરવામાં નહીં આવે. આ નિયમ માત્ર રૂ. 50 કરોડથી વધુના ટર્નઓવર પર જ લાગુ પડશે.

વાહ ભાઈ વાહ! ૧ નવેમ્બર, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૧ નવેમ્બર, ૨૦૨૦

Chitralekha Marathi – November 09, 2020

PDF Version
This post is only available to members.

BSE સ્ટાર MF પર ટ્રાન્ઝેક્શન્સનો નવો રેકોર્ડ નોંધાયો

મુંબઈ: દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ BSE સ્ટાર એમએફ પર ઓક્ટોબર મહિનામાં રેકોર્ડ 73.34 લાખ ટ્રાન્ઝેક્શન્સનો નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. અગાઉ ઓગસ્ટ, મહિનામાં 73.34 ટ્રાન્ઝેક્શન્સના રેકોર્ડને અતિક્રમીને આ નવો રેકોર્ડ સ્થાપિત થયો છે.

ઓેક્ટોબરમાં BSE સ્ટાર  MF પર રૂ.22,828 કરોડના મૂલ્યના 76.74 લાખ ટ્રાન્ઝેક્શન્સ થયા છે. દેશ ભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ BSE સ્ટાર  MF AMCs, મેમ્બર્સ અને તેમના ક્લાયન્ટ્સને અવિરત સર્વિસ પૂરી પાડી રહ્યું છે. ઓગસ્ટ 2020માં રૂ.25,128 કરોડના 73.34 લાખ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા. વર્તમાન નાણાકીય વર્ષના સાત મહિનામાં આ પ્લેટફોર્મે નાણાકીય વર્ષ 2019-20ના 83 ટકા એટલે કે  4.76 કરોડ ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે. નાણાકીય વર્ષ 2019-20માં 5.75 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા.

ઓક્ટોબર 2020માં ટર્નઓવર આગલા વર્ષના ઓક્ટોબર મહિનાની તુલનાએ 56 ટકા વધ્યું છે.