વડોદરાઃ સર્બિયાની અભિનેત્રી, મોડેલ અને ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેન્કોવિચે એનાં બે મહિનાનાં થયેલા પુત્ર અગસ્ત્યની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એણે આ તસવીરો પોસ્ટ કરી કે તરત જ નેટયૂઝર્સે પ્રતિસાદ આપવાનું શરૂ કરી દીધું હતું અને કહ્યું કે છોકરો અને ડેડી હાર્દિક પંડ્યા ઘણા સરખા દેખાય છે.
હાર્દિક પંડ્યા હાલ આઈપીએલ-2020માં રમવા માટે યૂએઈ ગયો છે.
હાર્દિક અને નતાશાને ત્યાં ગઈ 30 જુલાઈએ પુત્રનો જન્મ થયો હતો. એનું નામ તેમણે અગસ્ત્ય પાડ્યું છે.
નતાશાને ગુજરાતના આણંદની આકાંક્ષા હોસ્પિટલમાં પ્રસૂતિ થઈ હતી.
હાર્દિકે આ વર્ષના જાન્યુઆરીના આરંભમાં દુબઈમાં એક યોટ પર લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને એને વીંટી પહેરાવી હતી. એની તસવીરો અને વિડિયો ઓનલાઈન પર છવાઈ ગયા હતા. બંનેએ બાદમાં કોરોના વાઈરસ રોગચાળાના ક્વોરન્ટાઈન સમયગાળા દરમિયાન લગ્ન કર્યાં હતાં.
નતાશા સર્બિયાની મોડેલ છે અને પ્રકાશ ઝાની હિન્દી ફિલ્મ સત્યાગ્રહમાં ચમકી હતી. એણે 2014-15માં રિયાલિટી શો બિગ બોસ 8માં પણ ભાગ લીધો હતો. હિન્દી ફિલ્મ ફૂકરે રિટર્ન્સના મેહબૂબા ગીત, ઝિંદગી મેરી ડાન્સ ડાન્સ જેવા ગીતોમાં પણ ચમકી હતી. એણે અમુક તામિલ તથા કન્નડ ફિલ્મોમાં પણ અમુક ડાન્સ ગીતોમાં ભાગ લીધો હતો.
એ છેલ્લે ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 9માં એક સ્પર્ધક તરીકે જોવા મળી હતી. એમાં તેણે ટીવી એક્ટર અને મિત્ર અલી ગોની સાથે પરફોર્મ કર્યું હતું.
લખનૌઃ ગેંગરેપનો ભોગ બનેલી 19 વર્ષીય એક છોકરીના પરિવારજનોને મળવા ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે જઈ રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઉત્તર પ્રદેશની પોલીસે આજે બપોરે ધરપકડ કરી છે.
રાહુલ અને એમના બહેન પ્રિયંકા ગાંઘી-વાડ્રાના કાર કાફલાને પોલીસોએ યમુના એક્સપ્રેસવે પર અટકાવ્યો હતો. ત્યારબાદ બંને નેતા એમનાં પક્ષના કાર્યકર્તાઓની સાથે હાથરસ જવા માટે પગપાળા નીકળી પડ્યા હતા. માર્ગમાં પોલીસોએ રાહુલને અટકાવ્યા હતા. પોલીસોએ તેમને ધક્કા માર્યા હતા અને જમીન પર પાડી દીધા હતા. યુપી પોલીસના વર્તન અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વહીવટીતંત્ર તેમને અટકાવવાના ગમે તેટલા પ્રયાસો કરે, પરંતુ પોતે હાથરસ જઈને જ રહેશે. જેથી પોલીસે રાહુલ ગાંધીની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમની આઇપીસીની કલમ 188 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પોલીસે મને ધક્કો માર્યો હતો, મારી પર લાઠીચાર્જ કર્યો હતો અને મને જમીન પર પાડી દીધો હતો. હું સવાલ કરવા ઇચ્છું છું કેશું માત્ર મોદીજી જ આ દેશમાં ચાલી શકે છે? એક સામાન્ય વ્યક્તિ નથી ચાલી શકતી? અમારા વાહનોને અટકાવવામાં આવ્યાં, એટલે અમે ચાલવાનું શરૂ કર્યું હતું.
આ પહેલાં હાથરસ જતાં પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા. પ્રિયંકાએ કહ્યું હતું કે યુપીમાં મહિલાઓની સામે અત્યાચાર વધી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહિલાઓની જવાબદારી લેવી પડશે.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગેન્ગપીડિતાના પરિવારથી મળવા હાથરસ જઈ રહ્યા હતા, બંને નેતાઓ એકસાથે ગાડીમાં હતા. તેમની સાથે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અજયકુમાર લલ્લુ અને અન્ય નેતાઓ હાથરસ માટે રવાના થયા હતા.
અમદાવાદઃ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ ભરત સોલંકી 101 દિવસની સૌથી લાંબી લડત પછી હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે. તેઓ કોવિડ-19ના સામે દેશ અને એશિયાની સૌથી લાંબી લડત આપનારા દર્દી રહ્યા છે. તેમણે આ 101 દિવસમાંથી 51 દિવસ તો વેન્ટિલેટર પર રહીને લડત આપી છે. તેમણે કહ્યું હતું કે સિમ્સ હોસ્પિટલ અને તેમની ટીમે મને બીજું જીવન આપ્યું છે.
ભરત સોલંકીને હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અનેક કોમ્પ્લિકેશન્સ આવ્યાં
ભરતભાઈ. 21 જૂન, 2020એ કોવિડ-19ની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યાર બાદ તેમને 30 જૂન, 2020એ વડોદરાની સિમ્સ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. એ પછી તેમને અમદાવાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાઆ દરમ્યાન તેમણે કોવિડ-19, ન્યુમોનિયા, રિનલ ફેલ્યોર કોમા, પેરાલિસિસ અને સેપ્સિસ જેવાં ઘાતક કોમ્પ્લિકેશન્સનો સામનો કર્યો હતો. ભરતભાઈને હોસ્પિટલમાં સારવાર દરમ્યાન શ્વાસ લેવામાં મુશ્કેલી પડતાં તેમને ICUમાં પણ ખસેડવામાં આવ્યા હતા.
મુખ્ય પ્રધાન સહિત અનેક નેતાઓનો તેમણે આભાર માન્યો
ભરત સોલંકીએ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી, ઉપમુખ્ય પ્રધાન નીતિન પટેલ, અહમદભાઈ પટેલ, ડો. જયંતિ રવિ, ડો. રાજીવ ગુપ્તા, પ્રદેશ કોંગ્રેસ કમિટીના અમિત ચાવડા સહિત અસંખ્ય મિત્રો, પરિવારજનો અને ડોક્ટરોની ટીમ માટે આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે હું વ્યક્તિગતરૂપે સિમ્સ હોસ્પિટલની કોવિડ ટીમ, નિર્દેશિત ડોક્ટર, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ, મેનેજમેન્ટના અથાક પ્રયાસો અને તેમના પરિવારના સભ્યો અને શુભચિંતકોની પ્રાર્થનાઓ બદલ આભાર વ્યક્ત કરું છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 63 લાખને પાર થયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 86,821 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1181 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 63,12,584 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 98,678 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 52,73,201 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,40,705 પહોંચી છે. પાછલા 24 કલાકમાં 74,893 દર્દીઓ ઠીક થયા છે. રિકવરી રેટ વધીને 83.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.56 ટકા થયો છે.
63 લાખ કેસો 245 દિવસમાં
કોરોના વાઇરસનો પ્રકોપ છેલ્લા કેટલાય દિવસોથી વિશ્વમાં કેટલાય મહિનાઓથી આતંક મચાવી રહ્યો છે. આ રોગની ચપેટમાં આવનારા લોકોની સંખ્યા એક લાખે પહોંચવામાં 110 દિવસ લાગ્યા હતા,પણ 63 લાખે પહોંચવામાં 245 દિવસ લાગ્યા છે. આમ 62 લાખ કેસો માત્ર 135 દિવસ લાગ્યા છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
નવી દિલ્હીઃ કોરોના વાઇરસ સંક્રમણને કારણે દેશમાં કરવામાં આવેલા લોકડાઉન પછી ગૃહ મંત્રાલય દ્વારા અનલોક કરવાની પ્રક્રિયાના પાંચમા તબક્કાની ગાઇડલાઇન જારી કરવામાં આવી છે. મંત્રાલયે આ દિશા-નિર્દેશોમાં ઘણી છૂટછાટ આપી છે. અનલોક પાંચમાં સિનેમા હોલ, થિયેટર, મલ્ટિ-પ્લેક્સ અને સ્કૂલ-કોલેજને ખોલવાની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. જોકે કન્ટેનમેન્ટ ઝોન્સમાં 31 ઓક્ટોબર સુધી સખતાઈ ચાલુ રાખવાના નિર્દેશ છે અને નિયમોનું ઉલ્લંઘન કરવાવાળાઓ માટે સજાની જોગવાઈ હજી પણ ચાલુ રહેશે.
સ્કૂલ-કોલેજ
દેશભરમાં સ્કૂલ-કોલેજ 15 ઓક્ટોબરથી ખોલવામાં આવશે. જોકે આ મુદ્દે અંતિમ નિર્ણય રાજ્યો અને એનાથી જોડાયેલી સંસ્થાઓ પર છોડવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર મુજબ 10 વર્ષની ઓછી વયનાં બાળકો જોખમવાળા સમૂહમાં છે, એટલે તેમના માટે સ્કૂલ ખોલવાનો નિર્ણય સ્કૂલોથી વિચારવિમર્શ કર્યા પછી લેવામાં આવશે. સગીર વિદ્યાર્થીઓના સ્કૂલ જવાનો નિર્ણય તેમનાં માતાપિતાની સંમતિથી લેવામાં આવશે. હાલના સમયમાં હાજરી ફરજિયાત નહીં હોય. ગૃહ મંત્રાલયનું કહેવું છે કે ઓનલાઇન અને સામાજિક અંતરને પ્રાથમિકતા અને પ્રોત્સાહન આપવામાં આવશે.
સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ અને એન્ટરટેઇનમેન્ટ પાર્ક
સરકારે નવી ગાઇડલાઇન્સ હેઠળ સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ, એક્ઝિબિઝશન અને એન્ટરટેઇનમેન્ટ પાર્ક ખોલવાની મંજૂરી આપી છે. જોકે સિનેમા, થિયેટર અને મલ્ટિ-પ્લેક્સમાં 50 ટકાથી વધુ સીટો નહીં ભરી શકાય. વળી, આ છૂટ કન્ટેનમેન્ટ ઝોનવાળા વિસ્તારોમાં નહીં મળે.
બધાં જાહેર સ્થળો, ઓફિસો અને પબ્લિક વાહનોમાં પ્રવાસ દરમ્યાન માસ્ક પહેરવો ફરજિયાત છે. આ જગ્યાઓએ સામાજિક અંતર જાળવવું ફરજિયાત છે.
આરોગ્ય સેતુ એપનો ઉપયોગ
ઓફિસોમાં કર્મચારીઓને આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરાવવા અને એનો ઉપયોગ કરાવવાનો દરેક પ્રયાસ કરવાનો રહેશે. જાહેર સ્થળોએ થૂંકવા પર નક્કી કરવામાં આવેલા નિયમો મુજબ દંડ લગાવવામાં આવશે.
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે નિર્દેશ
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો પોતાની સુવિધા મુજબ ગૃહ મંત્રાલયના નિર્દેશોમાં છૂટછાટ નહીં આપી શકે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કેન્દ્રની મંજૂરી વગર લોકડાઉન પણ નહીં લગાવી શકે.
કેટલાક અન્ય નિર્દેશો
રાજ્યો કેટલીક શરતો સાથે 100થી વધુ લોકોને એકઠા થવાની મંજૂરી આપી શકશે.
આંતરરાજ્ય આવ-જા પર કોઈ પ્રતિબંધ નહીં.
પેસેન્જર ટ્રેનો, સ્થાનિક ફ્લાઇટો અને વંદે ભારત મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પહેલાંની જેમ ચાલુ રહેશે.
શક્ય હોય ત્યાં સુધી લોકોને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવે.
બીમાર, સિનિયર સિટિઝન મહિલાઓ અને 10 વર્ષની નાનાં બાળકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
ખેલાડીઓ માટે સ્વિમિંગ પૂલ ખોલવામાં આવે. આ વિશે સ્પોર્ટસ મંત્રાલય દિશા-નિર્દેશો જારી કરશે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક, સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનુ આયોજન પણ થઇ શકે છે, વેપારમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમા વડીલકે ઓફીસમા ઉપલીઅધિકારી સાથે ગેરવર્તન ના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમા ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનુ આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમા જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમા નાનુકામ કરવુજ યોગ્ય છે, કામકાજમા વ્યસ્તતા પણ જોવા મળે.
આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટીવ્યક્તિથી દુર રહેવુ, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ.
આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમા ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમા પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામકાજ કરવુ યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમા સહકાર થોડો ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમા લાભ થઈ શકે છે.
આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવુ, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગ ના થાય તેનુ પણ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમા કોઈની સાથે મનદુઃખ થયુ હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીયકામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળે, વેપારના કામકાજમા લાભ થઈ શકે.
આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમા બિનજરૂરી જોખમથી દુર રહેવુ, વાતવાતમા ઉશ્કેરાટ ના આવે તેનુ ધ્યાન રાખવુ સારુ, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમા તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમા લાભ કે નવીનતક દેખાઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમા નાનુ અને આયોજન પૂર્વકનુ કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમા દલીલબાજી ના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમા ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.
ચોમાસામાં જ્યારે સેન્ચુરી વિસ્તારમાં જીપ સફારી બંધ થઇ જાય પણ દેવાળીયા આખુ વર્ષ સફારી માટે ખુલ્લુ હોય અને ચોમાસામાં તો દેવાળીયા સોળે કળાએ ખીલી ઉઠે. ગીરમાં દેવાળીયા જેવુ ઘાસ અને ઘાસીયા મેદાન કદાચ ક્યાય નહી હોય.
દેવાળીયાએ બધી બાજુથી ફેન્સ કરેલો વિસ્તાર છે પણ એક સિંહણ દર વર્ષે ચોમાસા આસપાસ આ ફેન્સ/જાળી માથી ક્યાંક કોઇ જગ્યાએથી પાર્ક બહારથી અંદર આવી જાય, બચ્ચા ને જન્મ આપે, બચ્ચા થોડા મોટા થાય ત્યાં સુધી રહે અને પછી જતી રહે, આવુ બે વારથી થાય છે એમ દેવાળીયાના ડ્રાઇવર જણાવે એટલે એક વર્ષે અમે ઓગષ્ટના અંતિમ સપ્તાહમાં દેવાળીયામા સતત 3 દિવસ સવારે 8 વાગ્યાની સફારી કરી અને ત્રીજા દિવસે આ સિંહણનો આવો પાણીના નાના તળાવ પાસે ફોટો મળ્યો. જે રીતે એ દેવાળીયામાં ઘાસમાં ફરી રહી હતી અમને થયું જાણે કે દેવાળીયાની રાણી હોય