Home Blog Page 4636

BSEએ SMEsને સક્ષમ બનાવવા યસ બેન્ક સાથે હાથ મિલાવ્યા

મુંબઈઃ દેશના અગ્રણી એક્સચેન્જ BSEએ યસ બેન્ક સાથે સમજૂતી કરાર કર્યો છે, જે હેઠળ BSE અને યસ બેન્ક સંયુક્તપણે SME સેગમેન્ટ માટે જાગૃતિ અને જ્ઞાન પ્રસાર કાર્યક્રમો યોજશે.

 આ બંને SME સેગમેન્ટ માટે એક્સપોર્ટ પ્રમોશન, બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સોલ્યુશન્સ વિશેના કાર્યક્રમો યોજશે.

 આ પ્રસંગે BSE SME એન્ડ સ્ટાર્ટઅપ્સના હેડ અજય ઠાકુરે કહ્યું કે યસ બેન્ક ઉચ્ચ ટેકનોલોજી સંચાલિત પ્રાઈવેટ બેન્ક છે, જે નોલેજ આધારિત અભિગમ ધરાવે છે. અમને યસ બેન્ક સાથે જોડાવાનો આનંદ છે અને અમે SMEના વિકાસ માટે કામ કરીશું. બીએસઈ સૌથી મોટું SME પ્લેટફોર્મ ધરાવે છે, જે યસ બેન્કના SME ક્લાયન્ટ્સને વિકાસ માટે ઈક્વિટી મૂડી એકત્ર કરવામાં સહાય કરે છે.

 યસ બેન્કના ગ્લોબલ હેડ રાજન પેન્ટલે કહ્યું કે SME સેક્ટર સૌથી વધુ રોજગારી સર્જે છે અને યસ બેન્ક માટે તે પ્રાયોરિટી સેક્ટર છે. અમે આ SME ક્ષેત્રમાં સક્રિય ભૂમિકા ભજવવા સજ્જ છીએ.BSE સાથેની ભાગીદારીથી અમે ખુશ છીએ અને અમારા સંયુક્ત પ્રયાસો અર્થપૂર્ણ અસર આ ક્ષેત્ર પર કરશે. અમે SMEsનો વધુ સ્પર્ધાત્મક અને ઝડપી વિકાસ માટેનાં સોલ્યુશન્સ પૂરાં પાડીશું જેથી તેઓ તેમના વેપાર પડકારોનો સામનો કરી શકશે.

સાઇકલિંગ ગ્રુપ દ્વારા સાઇકલ પર દાંડી યાત્રા

અમદાવાદઃ શહેરના ગાંધી આશ્રમથી દાંડી સુધી 29મી સપ્ટેમ્બરની વહેલી સવારે 32 સાઇકલિસ્ટનું એક ગ્રુપ ગાંધી જયંતી પૂર્વે રવાના થયું હતું. ગાંધીજીની 151મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે સિમ્બાલિયન સાઇકલિંગ ગ્રુપ દ્વારા સાઇકલ પર દાંડી યાત્રા કરવાનું નક્કી કરવામાં આવ્યું, જેમાં જોડાવા માટે 600 સાઇકલિસ્ટની એન્ટ્રી આવી હતી,  જેમાંથી 32 સાઇકલિસ્ટને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. ગાંધી આશ્રમથી દાંડી સુધીની આ સાઇકલ યાત્રામાં સિમ્બાલિયન સાઇકલિંગ ગ્રુપ , દાંડી પથ, ગુજરાત ટુરિઝમ જેવી સંસ્થાઓએ જોડાઇ સાઇકલિંગ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું હતું.

આજના યુગમાં પાર્કિંગથી માંડી પર્યાવરણ સુધી તમામ બાબતોમાં સાઇકલરૂપી સાધન ખૂબ જ ઉપયોગી  સાબિત થાય એમ છે, આયોજકો એ આ વિચાર સાથે દાંડી યાત્રા શરૂ કરી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)

‘ગાંધી અને આદિવાસી સવાલો’ પર વેબિનાર યોજાશે

ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગાંધીનગર (IITGN) અને ફ્લિન્ડર્સ યુનિવર્સિટી-ઓસ્ટ્રેલિયા-SPARC, શિક્ષણ મંત્રાલય, કેન્દ્ર સરકારના સહયોગથી પહેલી ઓક્ટોબર, 2020એ ‘ગાંધી અને આદિવાસી પ્રશ્નો’ પર એક દિવસીય આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જે બપોરે એક કલાકથી સાત (IST) કલાક દરમ્યાન યોજાશે. આ સેમિનારમાં આદિવાસીઓની સાથે ગાંધી અને તેમના ગાંધી વિચારકોની લાંબા સમયથી ચાલ્યા આવતા સહયોગ પર ચર્ચા થશે અને તેમના વિચારોએ આદિવાસી સામાજિક આંદોલનોને કેવી રીતે અસર કરી હતી- એ વિશે સેમિનાર યોજાશે.

આ વેબિનારમાં આ વિષય પર ઇન્ટરડિસિપ્લીનરી પેનલ વિચારવિમર્શ ચર્ચા કરશે, જે વિવિધ મુદ્દાઓ ઉઠાવશે, જેમાં આદિવાસી કાર્યકર્તાઓ દ્વારા ગાંધીવાદી શબ્દાવલિનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો છે, પશ્ચિમી ભારતમાં આદિવાસી સમુદાય પર આશ્રમ પદ્ધતિનો પ્રભાવ, ગાંધીના વિચારોની પૂર્વ ભારતના તાના ભગત પર અસર,હિન્દ સ્વરાજ જેવા મુખ્ય મુદ્દાઓ પર ગાંધીવાદી ગ્રંથોની આદિવાસી સમજ, આ વેબિનાર ગાંધીવાદી દર્શન અને આદિવાસી વિચારો અને સાંસ્કૃતિક અભ્યાસની વચ્ચે સમાનતા અને અંતરની વચ્ચેના સવાલોને ઊંડાઈથી ઉજાગર કરશે અને ગાંધીનાં કાર્યોની સમીક્ષા કરશે.

આ વેબિનારને સંબોધન કરનાર વક્તાઓમાં ધનંજય રાય-સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, વીના સેંગર- બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી, ઔરંગાબાદ, સંગીતા દાસગુપ્તા- જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, અર્જુન રાઠવા- MC રાઠવા કોલેજ, પાવી જેતપુર, જિતેન્દ્ર વસાવા- આદિવાસી સાહિત્ય એકેડેમી અને અશોક ચૌધરી- આદિવાસી એકતા પરિષદનો સમાવેશ થાય છે. આ ઉપરાતં ડો. ડેનિયલ જે રિક્રોફ્ટ, અધ્યક્ષ, ઇન્ડિયા ડાયલોગ, યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એગ્લિયા-UK ધ ક્વેશ્ચન ઓફ હ્યુમન ડિગ્નિટી ઇન આદિવાસી સ્ટડીઝ પર મુખ્ય ભાષણ આપશે.

આ ઝૂમ સેમિનારમાં સામેલ થવા માટે વધુ વિગતો અને વેબલિંક સહિત ઇવેન્ટ માટે અહીં ક્લિક કરો… https://events.iitgn.ac.in/2020/gaq/   અને આ વેબિનારમાં જોડાવા માટેની લિન્કઃ http://tiny.cc/attendee-isgaq  પર ક્લિક કરો.

 

 

 

 

વિરોધ પક્ષો કિસાનોને મુશ્કેલીઓમાંથી આઝાદ કરાવવા ઇચ્છતા નથી: PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના ઉગ્ર પ્રહાર કરતાં કહ્યું હતું કે તેઓ PoKમાં ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગે છે, યોગ દિવસનો વિરોધ કરે છે અને ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાનો પણ વિરોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમના અધિકાર આપી રહી છે તો પણ આ લોકો (વિપક્ષ) વિરોધ પર ઊતરી આવ્યા છે. વિપક્ષે રામ મંદિરના ભૂમિપૂજનનો પણ વિરોધ કર્યો હતો. વિપક્ષ ન તો ખેડૂતોની સાથે છે, કે ન તો જવાનોની સાથે છે, એમ તેમણે કહ્યું હતું.

સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા

ચાર વર્ષ પહેલાં આ સમયની આસપાસ દેશના વીર સૈનિકોએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને આતંકવાદીનાં સ્થાનોને નષ્ટ કર્યાં હતાં, પણ વિપક્ષ સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગી રહ્યા હતા. સર્જિકલ સ્ટ્રાઇકનો વિરોધ કરીને તેમણે દેશની સામે પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા હતા, એમ વડા પ્રધાને કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આ લોકોએ (વિપક્ષે) આપણા સુરક્ષા દળોને સશક્ત બનાવવા માટે કંઈ કર્યું નથી. હવાઈ દળ રફાલ માટે કહેતી રહી, પરંતુ તેમણે ક્યારેય તેમની વાત સાંભળી નહીં અને જ્યારે અમારી સરકારે ફ્રાન્સ સરકાર સાથે કરાર કર્યા ત્યારે તેમને એનાથી સમસ્યા થવા લાગી.

તેમણે આ ટિપ્પણી  નમામિ ગંગે મિશન હેઠળ 521 કરોડ રૂપિયાની છ મેગા પ્રોજેક્ટોના ઉદઘાટન કર્યા બાદ કરી હતી. વડા પ્રધાને હરિદ્વાર, ઋષિકેશ અને અન્ય પ્રદેશો માટે કેટલાય સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને એના અપગ્રેડેશનનું ઉદઘાટન કર્યું હતું.

હવે ખેડૂત ઊપજ વેચવા માટે સ્વતંત્ર

તેમણે કહ્યું હતું કે હવે દેશમાં ખેડૂત ઊપજ કોઈને પણ અને ક્યાંય પણ પોતાની રીતે વેચવા માટે સ્વતંત્ર છે, પણ વિપક્ષ નથી ઇચ્છતો કે આવું થાય. તેઓ નથી ઇચ્છતા કે ખેડૂતો પોતાની ઊપજ ખુલ્લા બજારોમાં વેચી શકે, મુશ્કેલીઓમાંથી આઝાદ થાય. તેઓ ઇચ્છે છે કે તેમનાં વાહનોને જપ્ત કરી લેવામાં આવે- જેમ કે પહેલાં થતું હતું. ખેડૂતનું ટ્રેક્ટર સળગાવવાથી તેઓ આજે ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

26 વર્ષનો ટીવી એક્ટર અક્ષત ઉત્કર્ષ મુંબઈના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો

મુંબઈઃ ઉભરતા ટીવી સિરિયલ અભિનેતા અક્ષત ઉત્કર્ષે અહીંના અંધેરી ઉપનગરમાં એના ઘરમાં કથિતપણે આત્મહત્યા કરી છે. એ 26 વર્ષનો હતો.

અહેવાલ અનુસાર અક્ષતે ગયા રવિવારે અંધેરી વેસ્ટના ગોકુલ બિલ્ડિંગમાં એના ઘરમાં આખરી શ્વાસ લીધો હતો. એ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના સિકંદરપુર ગામનો વતની હતો. એ સ્નેહા ચૌહાણ નામની કોઈક છોકરી સાથે લિવ-ઈન-રિલેશનશિપમાં હોવાનું કહેવાય છે.

અક્ષતના પરિવારજનોનો આરોપ છે કે અક્ષતની હત્યા કરવામાં આવી છે.

પોલીસે આ કેસમાં તપાસ આદરી છે.

પોલીસે પોસ્ટ-મોર્ટમમ કરીને અક્ષતનો મૃતદેહ આજે સવારે પટના એરપોર્ટ પર પહોંચ્યો હતો જ્યાં એના પરિવારજનોએ એ સ્વીકાર્યો હતો.

અક્ષતના કાકા રણજીત સિંહનો આરોપ છે કે અક્ષતની હત્યા કરવામાં આવી છે. 27 સપ્ટેમ્બરના રવિવારે રાતે 9 વાગ્યે અક્ષતે એના પિતા વિજયકાંત સાથે ફોન પર વાતચીત કરી હતી. પણ ત્યારબાદ અચાનક મોડી રાતે એમને પુત્રના મૃત્યુના સમાચાર જાણવા મળ્યા હતા. સ્નેહા ચૌહાણે જ અક્ષતના મૃત્યુના સમાચાર આપ્યા હોવાનો અહેવાલ છે.

અક્ષતના કાકાનો એવો પણ આરોપ છે કે મુંબઈ પોલીસે આ બાબતમાં સહકાર આપ્યો નહોતો. અંબોલી (અંધેરી) પોલીસ સ્ટેશને આકસ્મિક મરણનો કેસ નોંધ્યો હતો. અક્ષતના પરિવારે હવે બિહાર પોલીસ પાસે મદદ માગી છે. પોલીસે અક્ષતના મૃત્યુ વિશે એફઆઈઆર ફાઈલ કર્યો નહોતો.

ઉલ્લેખનીય છે કે, ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રામાં બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત એના ઘરમાં ભેદી સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસમાં કહ્યું હતું કે સુશાંતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી, પણ એના પરિવારજનોએ વિસ્તૃત તપાસની માગણી કરતાં આ કેસમાં સીબીઆઈ તપાસ કરે છે. સુશાંત પણ બિહારના પટનાનો વતની હતો.

અક્ષત અભિનય જગતમાં નસીબ અજમાવવા માટે મુંબઈ આવ્યો હતો. એ તેના માતા-પિતાનો એકમાત્ર સંતાન હતો. લખનઉની યુનિવર્સિટીમાંથી એમબીએ થયા બાદ એ 2018ના ઓગસ્ટમાં મુંબઈ આવ્યો હતો.

સુશાંતના શરીરમાં ઝેરના અંશ મળ્યા નથી: AIIMSનો ફોરેન્સિક રિપોર્ટ

નવી દિલ્હીઃ અહીંની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)ના ફોરેન્સિક વિભાગના નિષ્ણાતોની ટીમે બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો વિસરા રિપોર્ટ (જઠર, આંતરડા સહિત શરીરના આંતરિક અવયવો)નો રિપોર્ટ આજે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈને સુપરત કરી દેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, વિસરા રિપોર્ટમાં જણાવાયું છે કે સુશાંતને ઝેર આપવામાં આવ્યું નહોતું. એના શરીરમાં કોઈ ઓર્ગેનિક ઝેરના અંશ માલુમ પડ્યા નથી.

અગાઉ, સુશાંતના પિતા કે.કે. સિંહે એવો દાવો કર્યો હતો કે અભિનેત્રી રિયા ચક્રવર્તીએ ઝેર આપીને તેના પુત્રને મારી નાખ્યો હતો. વધુમાં, એમના પારિવારિક લૉયર વિકાસ સિંહે પણ આક્ષેપ કર્યો હતો કે સુશાંતની હત્યા કરવામાં આવી હતી.

સીબીઆઈ અમલદારો હાલ આ કેસમાં તમામ પાસાની તપાસ કરી રહ્યા છે.

મુંબઈના વિલે પારલેની કૂપર હોસ્પિટલમાંના ડોક્ટરોને હજી ક્લીન ચિટ આપવામાં આવી નથી. કૂપર હોસ્પિટલના અહેવાલની વિગતવાર સમીક્ષા કરવામાં આવી રહી છે અને પોસ્ટ-મોર્ટમ રિપોર્ટમાંથી મૃત્યુની તારીખ તથા અન્ય વિગતો કઈ રીતે ગાયબ છે એની સીબીઆઈ તપાસ કરે છે.

સીબીઆઈ એજન્સીએ જોકે હજી સુધી સુશાંતની હત્યા કરાઈ હતી કે એણે આત્મહત્યા કરી હતી એ સહિત કોઈ પણ સંભાવનાને નકારી કાઢી નથી.

આઠ બેઠકોની પેટા ચૂંટણીની જાહેરાતઃ આચારસંહિતા અમલમાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે રાજ્યમાં ત્રીજી નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે. ગુજરાતમાં ગઢડા (SC), કપરાડા (ST), લીંબડી, અબડાસા, ડાંગ (ST), મોરબી, ધારી અને કરજણ એ આઠ બેઠકો માટે મતદાન થશે. વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતાની સાથે જ સાથે આઠ બેઠકોના મતવિસ્તારમાં આચારસંહિતાનો અમલની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યમાં પેટા ચૂંટણીનો કાર્યક્રમ નીચે મુજબ રહેશે

  • ત્રણ નવેમ્બરે મતદાન યોજાશે
  • 16 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે
  • ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ 19 નવેમ્બર, 2020
  • 10 નવેમ્બરે મતગણતરી થશે.

રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં આઠ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થવા રાજીનામાં આપ્યાં હતાં. જેના કારણે હાલ આ બેઠકો ખાલી પડી છે. અબડાસા-પ્રદ્યુમન જાડેજા, ડાંગ-મંગળ ગાવીત, કપરાડા-જિતુ ચૌધરી, કરજણ-અક્ષય પટેલ, ગઢડા-પ્રવીણ મારુ, ધારી-જે.વી. કાકડિયા, લીંબડી-સોમા પટેલ અને મોરબી-બ્રિજેશ મેરજાના રાજીનામાંથી ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે.
ભાજપ ચૂંટણી માટે પહેલેથી તૈયાર
આ પેટા ચૂંટણીની જાહેરાત બાદ ગુજરાત ભાજપ એકમના પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ભાજપ ચૂંટણી માટે પહેલેથી તૈયાર છે. ભાજપપ્રદેશ પ્રમુખ ચૂંટણીને આવકારી છે. ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી માટે તૈયાર છે.
કોંગ્રેસે આ ચૂંટણીઓ જીતવાના દાવા કર્યા
રાજ્યમાં યોજાનારી પેટા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસે આ ચૂંટણીઓ જીતવાના દાવા કર્યા હતા. છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ આગામી બે દિવસ રાજ્યમાં ખાલી પડેલી આઠ બેઠકો અંગે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા સાથે બેઠક યોજશે. આ ઉપરાંત આઠ બેઠક પરના નિરીક્ષકો સાથે પણ પ્રભારી રાજીવ સાતવ મીટિંગ કરશે.

જોકે ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ પણ તાજેતરમાં જ તમામ આઠ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો.

 

 

કોરોના કેસોની સંખ્યા 61 લાખને પારઃ કોરોના વેક્સિન માર્ચ, 2021માં

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 61 લાખને પાર થયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 70,589 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 776 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 61,45,291 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 96,318 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 51,01,397 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,47,576 પહોંચી છે. પાછલા 24 કલાકમાં 74,893 દર્દીઓ ઠીક થયા છે. રિકવરી રેટ વધીને 83.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.56 ટકા થયો છે.

માર્ચ, 2021માં કોરોના વેક્સિન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે  કોવિડ-19 વેક્સિન માટે એક ઓનલાઇન પોર્ટલ લોન્ચ કર્યું છે. ભારતમાં કોરોના વાયરસની વેક્સિન સાથે બધી જાણકારીઓ હવે એક પોર્ટલ પર ઉપલબ્ધ થશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ICMRના આ પોર્ટલનું સોમવારે ઉદઘાટન કર્યું હતું. આ પોર્ટલ પર વેક્સિન સાથે જોડાયેલી બધી જાણકારીઓ સામાન્ય લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે ભારતમાં જે ત્રણ વેક્સિન પર પ્રયોગ ચાલી રહ્યો છે, એ આગામી વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ઉપલબ્ધ થવાની સંભાવના છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

માતા વૈષ્ણો દેવીના ‘પૂજા-પ્રસાદ’નો લાભ હવે ઘેરબેઠાં મેળવી શકાશે

જમ્મુઃ કોરોના વાઇરસને કારણે અનેક શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણો દેવીનાં દર્શન કરવા નથી જઈ શકતા. જોકે હવે ઘેરબેઠા પૂજામાં ભાગ લઈ શકાય છે અને પ્રસાદ પણ મળી શકશે. વૈષ્ણો દેવીના શ્રાઇન બોર્ડે પ્રસાદની પોસ્ટલ ડિલિવરી શરૂ કરી છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે (SMVDSB)એ એક નવી પહેલ શરૂ કરી છે, જેમાં ‘પૂજા-પ્રસાદ’ને ભક્તોના ઘર સુધી પહોંચાડવામાં આવશે. બોર્ડે સેવાઓ માટે પોસ્ટ વિભાગ સાથે ભાગીદારી કરી છે.  જેથી ‘ત્રિકુટા’ ત્રણ શિખર નામથી પ્રસિદ્ધ પહાડોથી પ્રસાદને ઘરોમાં પહોંચાડવામાં આવશે.

ત્રણ પેકેજ ઉપલબ્ધ

વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે પ્રસાદની ત્રણ શ્રેણીઓ રાખવાનો નિર્ણય કર્યો છે.  બોર્ડ દ્વારા શરી કરવામાં આવેલી સેવાઓ ‘નો પ્રોફિટ નો લોસ’ને આધારે છે. આ સેવાઓને શ્રાઇન બોર્ડની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બુક કરી શકાય છે અથવા ભક્તો ટેલિફોનિક પદ્ધતિથી પણ પોતાનો પ્રસાદ બુક કરી શકે છે. ઉપલબ્ધ પ્રસાદ ત્રણ પેકેજ 500 રૂપિયા, 1100 રૂપિયા અને 2100 રૂપિયા છે. એક વાર જ્યારે કોઈ વ્યક્તિ પ્રસાદ બુક કરી લેશે, એ પછી SMVDSB દ્વારા એ ભક્ત નામની પૂજા કરાવવામાં આવશે. આ પૂજા જેતે શ્રદ્ધાળુને નામે 72 કલાકમાં કરાવવામાં આવશે અને એ ભકતને પ્રસાદ સ્પીડ પોસ્ટથી મોકલવામાં આવશે, એમ બોર્ડે કહ્યું હતું.

બોર્ડ દ્વારા જેતે ભક્તને એક બોક્સ મોકલવામાં આવશે, જેમાં પૂજાનો પ્રસાદ, એક પવિત્ર પુસ્તક, રક્ષાનો દોરો, ચાંદીનો સિક્કો, ડ્રાય ફ્રૂટ્સ અને લાલ કપડું (વૈષ્ણો દેવીની ચુંદડી) મોકલવામાં આવશે, જોકે એ પેકેજને આધારિત હશે. આ ‘પૂજા-પ્રસાદ’ સમગ્ર દેશમાં પહોંચાડવામાં આવશે.

વળી, ટૂંક સમયમાં ભક્તોને મંદિરમાં લાઇવ દર્શનની સુવિધા પણ બોર્ડ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. બોર્ડ 17 ઓક્ટોબરે એક એપ પણ લોન્ચ કરશે, જે દેશભરના લોકોને નવરાત્રિ દરમ્યાન મંદિરની ગુફા અને માતાનાં દર્શનનો લાભ આપશે.

વૈષ્ણો દેવીની યાત્રા 16 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી છે, જેથી  શ્રદ્ધાળુઓ ‘પૂજા-અર્ચના’ તેમ જ અનુષ્ઠાન કરી શકે છે. જોકે વૈષ્ણો દેવીની યાત્રા દરમ્યાન કોવિડ-19ના દિશા-નિર્દેશોનું પાલન કરવાનું રહેશે.

 

 

 

રાશિ ભવિષ્ય 29/09/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતુ નથી તેવી મનમા ફરીયાદ રહે, વેપારના કામકાજમા જોખમ ટાળવુ, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપે તે વધુ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનુ આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમા લાભ થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારીરીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનુ આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારાપરિણામની આશા જોવા મળે, યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામા તક ઝડપવામા થોડી તકલીફ પડી શકે તેવુ બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમા રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યુ હોય તેવુ મનમા ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે અને તેમા પણ કામમા વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમા ક્યાંક અશાંતિ રહે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમા ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદ ના થાય તેનુ ધ્યાન રાખવુ, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.


આજનો દિવસ સારો છે અને તેમા ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમા તેમને સારીખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવુ, વેપારના કામકાજમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખ ના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.


આજનો દિવસ યાદગાર બની શકે છે તેમા પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સાંભળવા મળી શકે છે, વેપારીવર્ગને કામકાજમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાઇ ના જવાય તેનુ ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, વડીલવર્ગે આજે કોઈને વણમાગી સલાહ ન આપવી.


આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનુ કામ થઇ શકે જેમા તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમા લાભની તક છે


આજનો દિવસ સામાન્ય છે તમે કામમા વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમા જલ્દીથી ઉકેલ ન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમા શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણી ના દુભાય, વેપારમા પોતાના અનુભવ મુજબ નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ સારુ રહે.


આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમા થોડા દ્વિધામા રહો તમારે થોડો  કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવુ જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય  માર્કેટિંગમા સમયનો વ્યય વધુ થાય, વેપારના કામકાજમા ધીરજ રાખવી.