Home Blog Page 4645

મરાઠી-હિન્દી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી આશાલતા (79)નું કોરોનાને કારણે નિધન

મુંબઈઃ મરાઠી તથા બોલીવૂડની 100 જેટલી ફિલ્મો તેમજ રંગભૂમિનાં પીઢ અભિનેત્રી આશાલતા વાબગાવકરનું આજે સવારે અવસાન થયું છે. એમને કોરોના વાઈરસ બીમારી લાગુ પડી હતી. ચાર દિવસ સુધી બીમારી સામે ઝઝૂમ્યાં બાદ મહારાષ્ટ્રના સતારા શહેરની એક ખાનગી હોસ્પિટલમાં આજે સવારે એમનું અવસાન થયું હતું. એ 79 વર્ષનાં હતાં.

ગોવામાં જન્મેલાં આશાલતા સોની મરાઠી ટીવી ચેનલ માટે મરાઠી ટીવી સિરિયલ ‘આઈ માઝી કાળૂબાઈ’નું શૂટિંગ કરતાં હતાં. ત્યાં એ બીમાર પડી ગયાં હતાં. 16 સપ્ટેમ્બરે એમની તબિયત વધારે ખરાબ થતાં એમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એમનાં શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હતું તેથી એમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં હતાં. આખરે આજે વહેલી સવારે લગભગ 4.30 વાગ્યે એમણે અંતિમ શ્વાસ લીધો હતો. આશાલતા ઉપરાંત તે સિરિયલના સેટ પરના બીજા આશરે 27 જણને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો.

સતારા શહેરની નજીકના હિંગોલી ગામના એક ફાર્મ હાઉસમાં શૂટિંગ કરવામાં આવતું હતું. કહેવાય છે કે મુંબઈથી આવેલા એક ડાન્સ ગ્રુપનાં સભ્યોમાંથી ટીવી સિરિયલના સેટ પર કોરોનાનો ચેપ લાગ્યો હતો.

આશાલતાની તબિયત અચાનક વધારે બગડતાં એમને સતારાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

સિરિયલનાં નિર્માતા અલકા કુબલ છે. કોરોના સંકટ છતાં સિરિયલનું શૂટિંગ શરૂ કરવાની પરવાનગી મળતાં કોરોના સંબંધિત નિયમોના પાલન સાથે શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તે છતાં આટલા બધા લોકોને એક સાથે કોરોનાનો ચેપ કેમ લાગ્યો એ વિશે સવાલો ઊભા થયા છે.

આશાલતાનાં નિધનથી સમગ્ર મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી ફરી વળી છે.

જાણીતા મરાઠી તેમજ હિન્દી ફિલ્મો-સિરિયલોના અભિનેતા અશોક સરાફ અને આશાલતાએ એક જ મરાઠી ફિલ્મ સાથે અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. આશાલતાએ ‘નવરી મિળે નવર્યાલા’, ‘માહેરચી સાડી’, ‘વહિનીચી માયા’, ‘ઉંબરઠા’, ‘સુત્રધાર’ જેવી સુપરહિટ મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું.

‘ઝંજીર’ ફિલ્મમાં આશાલતાએ અમિતાભ બચ્ચનની સાવકી માતાની ભૂમિકા કરી હતી. તે ઉપરાંત અપને પરાયે, દાવા, અગ્નિસાક્ષી, ઝોરદાર, ખૂન કા કર્ઝ, અંકુશ, આઝાદ દેશ કે ગુલામ, ઘાયલ, બિલ્લૂ બાદશાહ, ગૈરકાનૂની, ફર્ઝ કી જંગ, હત્યા, મરતે દમ તક, વતન કે રખવાલે, સરફરોશ, રાજતિલક, શરાબી, વોહ સાત દિન, સદમા, કૂલી, નમક હલાલ, શૌકીન, આહિસ્તા આહિસ્તા જેવી હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.

કોરોના સંક્રમિતોની સંખ્યા 55 લાખને પારઃ નિડલ વગરની કોરોના વેક્સિન તૈયાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 55 લાખને પાર થયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 75,083 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1053 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત 20 દિવસથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 55,62,663 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 88,935 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 44,97,867 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,75,861 પહોંચી છે. રિકવરી રેટ વધીને 80 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.60 ટકા થયો છે.

નિડલ વગરની કોરોના વેક્સિન તૈયાર

વિશ્વમાં કોરોના વાયરસે  હાહાકાર મચાવ્ચો છે. અનેક લોકો કોરોનાની મહામારીમાં ભયંકર રીતે સપડાયા છે. અનેક કંપનીઓ વેક્સિન બનાવવામાં પણ લાગી ગઈ છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાંથી પણ કોરોના વેક્સીનને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ હવે નીડલ (સોય) વગરની કોરોના વેક્સિન તૈયાર કરી છે. હવે આ વેક્સિનનો ટ્રાયલ શરૂ થશે. આ વેક્સિન ડીએનએ ઉપર આધારિત છે. આ વેક્સીનના ટ્રાયલ માટે 150 લોકો પોતોના નામ મોકલી ચૂક્યા છે.

સિડની યુનિવર્સિટીના એક્સપર્ટ્સ તરફથી તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સીનને એક એર જેટ મશીન થકી વ્યક્તિની સ્કીનમાં નાખવામાં આવશે. આ ડિવાઈસને ફાર્મોજેટ નામથી ઓળખવામાં આવે છે. ડોક્ટર ગિન્ની મેન્સબર્ગના જણાવ્યા પ્રમાણે ઈન્જેક્શનની તુલનાએ ફાર્માજેટ થકી આપવામાં આવેલી વેક્સિન વધારે અસરકારક થઈ શકે છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

આત્મનિર્ભર ભારતઃ રેલવેએ ‘વંદે ભારત ટ્રેનો’નાં સુધારેલાં ટેન્ડર મગાવ્યાં

નવી દિલ્હીઃ રેલવેએ ‘વંદે ભારત ટ્રેન’ સંપૂર્ણ રીતે ‘સ્વદેશી’ બનાવવાનો મોટો નિર્ણય કર્યો છે. ભારતીય રેલવેએ ગઈ કાલે કહ્યું હતું કે એણે સ્થાનિક ઉત્પાદકો પર ધ્યાન કેન્દ્રિત કરતાં સેમી-હાઇ સ્પીડ ટ્રેન સેટ બનાવવા માટે નવેસરથી ટેન્ડરને આમંત્રિત કર્યાં છે. આ પગલું 44 ‘વંદે ભારત ટ્રેન’ સેટોના ઉત્પાદનના ટેન્ડરને રદ કરવા માટે આશરે એક મહિના પછી આવ્યું છે. સરકારનો આશય સ્થાનિક ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરતાં મહત્ત્વાકાંક્ષી ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવાનો છે.

રેલવેની કોચ ફેક્ટરીમાં 44 ટ્રેનો બનશે

રેલવેએ સેમી હાઇ સ્પીડ 44 ‘વંદે ભારત ટ્રેનો’નાં સુધારેલાં ટેન્ડર મગાવ્યાં છે, જેના માટે 29 સપ્ટેમ્બરે પ્રિ-બિડ મીટિંગ થશે. મંત્રાલયે કહ્યું છે કે ટેન્ડર 17 નવેમ્બર, 2020એ ખૂલશે. રેલવે મંત્રાલયના અધિકારીઓના જણાવ્યાનુસાર ટ્રેન સેટ ICF- ચેન્નઈ, RCF-કપૂરથલા અને MCF- રાયબરેલીમાં ઉત્પાદિત કરવામાં આવશે. આ સ્વદેશી ટેન્ડર બે તબક્કામાં હશે. નવા ટેન્ડર મુજબ એમાં એ જ કંપનીઓ હિસ્સો લઈ શકશે, જે ભારતમાં રજિસ્ટર છે.

ટેન્ડરને ત્રણ તબક્કામાં વિભાજન

મંત્રાલયે એ પણ કહ્યું છે કે ટેન્ડરને ત્રણ તબક્કામાં વિભાજન કરવામાં આવ્યું છે, જેમાં દરખાસ્ત, કન્ટ્રોલ અને અન્ય ઉપકરણ છે. આ આત્મનિર્ભર ભારતના સુધારેલા DPIIT માપદંડો હેઠળ પહેલું મોટું ટેન્ડર છે, એમાં સ્થાનિક સામગ્રીનું પ્રમાણ કમસે કમ 75 ટકા હશે.

આ પહેલાં રેલવેએ 22 ઓગસ્ટએ 44 સેમી હાઇ સ્પીડ ‘વંદે ભારત ટ્રેનો’ના ઉત્પાદનનાં ટેન્ડર રદ કરવામાં આવ્યાં હતાં, જે ગયા વર્ષે આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. રેલવેના એક નિવેદન મુજબ નવું ટેન્ડર કેન્દ્ર સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પોલિસી અનુસારનાં હશે.

44 ટ્રેનોનું નિર્માણ

આ મહત્ત્વાકાંક્ષી  ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટમાં 44 ટ્રેનોનું નિર્માણ કરવામાં આવશે, જેમાં દરેક ટ્રેનમાં 16 કોચ હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી અને વારાણસીની વચ્ચે પહેલી ‘વંદે ભારત ટ્રેન’ને ફેબ્રુઆરી, 2019માં લીલી ઝંડી બતાવી હતી. એ જ વર્ષે ઓક્ટોબરમાં બીજી ‘વંદે ભારત ટ્રેન’ નવી દિલ્હીથી માતા વૈષ્ણો દેવી કટરાની વચ્ચે શરૂ કરવામાં આવી હતી. 29 સપ્ટેમ્બરે પ્રિ-બિડ મીટિંગ થશે, ટેન્ડર 17 નવેમ્બર, 2020એ ખૂલશે.

 

 

તાજમહેલ ફરી ખુલ્લો મૂકાયો… પહેલા દિવસે 1,235 પર્યટકો આવ્યા…

ઉત્તર પ્રદેશના આગરા શહેરમાં આવેલા વિશ્વવિખ્યાત સ્મારક તાજમહેલને કોરોના વાઈરસ મહાબીમારીના ફેલાવાને કારણે છ મહિના સુધી બંધ રખાયા બાદ 21 સપ્ટેમ્બર, સોમવારથી પર્યટકો, મુલાકાતીઓ માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પહેલા દિવસે કોરોના-વિરોધી સ્વાસ્થ્ય સુરક્ષાને લગતા નિયમોનું પાલન સાથે 1,235 પર્યટકોએ તાજનાં દર્શન કર્યા હતા. એમાં ચીન સહિતના 20 વિદેશી પર્યટકોનો પણ સમાવેશ થાય છે. તાજમહેલમાં સુરક્ષાનો પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

તાજમહેલના દીદાર કરવા માટે બે શિફ્ટમાં પર્યટકોને પ્રવેશ અપાય છે. સવાર અને બપોર, બે શિફ્ટ પૈકી 2,500 જણને અંદર પ્રવેશ અપાશે. (તસવીરોઃ એએફપી, ન્યૂઝ18, ગેટી ઈમેજીસ, ટ્વિટર)

 

૨૨ સપ્ટેમ્બર ૨૦૨૦

૨૨ સપ્ટેમ્બર ૨૦૨૦

લાંબા વાંહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય!

 

લાંબા વાંહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય !

 

 

આ એક સરખામણી છે. માણસ લાંબો હોય એટલે લાંબા ડગલાં ભરીને ચાલે. એની સાથે કદમ મિલાવવા જાય તો પેલો બટકો (ટૂંકો) માણસ હોય એને તો લગભગ દોડવું પડે. આ હરીફાઈમાં લાંબો તો પોતાની સામાન્ય ગતિએ ચાલે છે.

એનાં પગ લાંબા છે. એનો એને ફાયદો છે, પણ ટૂંકો જો એનું અનુકરણ કરવા ગયો તો થોડું અંતર જતા જતામાં તો થાકીને ફેં થઈ જવાશે. મરી નહીં જવાય. પણ પગના ગોટલાની નસો ચોક્કસ ચડી જશે અને આ હડદો લગાવવાથી માંદા પણ પડી જવાય તો નવાઈ નહીં.

કહેવાનો મતલબ એમ છે કે દેખાદેખી કોઈની કરવી નહીં. આપણી ક્ષમતા પ્રમાણે જ જીવવું. આ જ મતલબની બે પંક્તિઓ નીચે ટાંકું છું.

“દેખાદેખી સાધે જોગ

પડે પંડ ને લાધે રોગ.”

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.) 

રાશિ ભવિષ્ય 22/09/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું  સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે,.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે  તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ,સલાહકાર,કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.

પંચાંગ 22/09/2020

(મયંક રાવલ)

સુશાંત મૃત્યુ કેસઃ સારા અલી, શ્રદ્ધાની પણ પૂછપરછ કરાશે

મુંબઈઃ બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની ડ્રગ્સ એન્ગલથી તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) બોલિવુડ એક્ટ્રેસિસ સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને પૂછપરછ માટે બોલાવશે. NCBના ટોચના તપાસ સંબધિત સ્રોતે જણાવ્યું હતું કે આ સપ્તાહમાં અમે સારા, શ્રદ્ધા અને અન્ય ઘણા લોકોની પૂછપરછ કરવા માટે સમન્સ મોકલીશું.

આ ઉપરાંત NCB એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ અને ફેશન ડિઝાઇનર સિમોન ખંભાતાને પણ સમન્સ મોકલશે. જોકે એજન્સી તેમને આવતા સપ્તાહે તપાસ માટે બોલાવે એવી શક્યતા છે. સારાએ સુશાંત સાથે ‘કેદારનાથ’ ફિલ્મમાં અભિનય કર્યો હતો, જ્યારે શ્રદ્ધાએ ‘છિછોરે’ ફિલ્મમાં દિવંગત અભિનેતા સાથે સ્ક્રીન શેર કરી હતી.

ડ્રગ લો એન્ફોર્સમેન્ટ એજન્સીને આ એક્ટર્સ પર માહિતી મળ્યા પછી જાણવા મળ્યું હતું કે તેઓ પુણે નજીકના આઇસલેન્ડ પણ અનેક વખત પાર્ટી કરવા ગયા હતા, એમ NCBના સૂત્રએ જણાવ્યું હતું. NCBએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંતનો અંગત કર્મચારી દીપેશ સાવંત અને અન્ય લોકોની ધરપકડ કરી છે, જેમાં ડ્રગ્સની ખરીદી અને હેરફેર કરવામાં આવતી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર ડ્રગ્સની ખરીદી માટે કેટલાય લોકોની વચ્ચે વોટ્સએપ ચેટ મળ્યા પછી કેસ નોંધવામાં આવ્યા છે.

 

 

 

ભારત સંચાર નિગમે BSE બોન્ડ પ્લેટફોર્મ પર સૌપ્રથમ બોન્ડ ઈશ્યુ દ્વારા 8500 કરોડ એકત્ર કર્યા

મુંબઈઃ દેશના અગ્રણી એક્સચેન્જ BSEના BSE બોન્ડ પ્લેટફોર્મ મારફત ભારત સંચાર નિગમ લિમિટેડએ તેના સૌપ્રથમ બોન્ડ ઈશ્યુના પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા રૂ.8500 કરોડ સફળતાપૂર્વક એકત્ર કર્યા છે. BSE બોન્ડ પ્લેટફોર્મ પર રૂ.17,183.10 કરોડની કુલ 229 બીડ્સ પ્રાપ્ત થઈ હતી.

આ પ્રસંગે BSEના ચીફ ટ્રેડિંગ ઓપરેશન્સ એન્ડ લિસ્ટિંગ સેલ્સ ગિરીશ જોશીએ કહ્યું કે BSE બોન્ડ પ્લેટફોર્મ કંપનીઓને પારદર્શી અને કાર્યક્ષમ રીતે ડેટ કેપિટલ એકત્ર કરવામાં સહાય કરે છે અને દેશના અર્થતંત્રના વિકાસ માટે કંપનીઓને મૂડી એકત્ર કરવામાં સહાયભૂત થવાનો અમને આનંદ છે.

નાણાકીય વર્ષ 2020-21માં  ડેટ પ્લેટફોર્મ્સ પરથી કંપનીઓએ 20 સપ્ટેમ્બર 2020 સુધીમાં કુલ રૂ.2,65,426 કરોડ એકત્ર કર્યા છે, જેંમાં BSEનો હિસ્સો રૂ.1,83,538 કરોડનો છે, જે 59 ટકાના માર્કેટ હિસ્સાને દર્શાવે છે. BSE બોન્ડ પ્લેટફોર્મનો પ્રારંભ જુલાઈ 2016મા થયો હતો અને ત્યારથી અત્યાર સુધીમા કંપનીઓ રૂ.13,01,065 કરોડ એકત્ર કરી ચૂકી છે.