Home Blog Page 4651

શું સાવરકર-ગોડસે વચ્ચે સમલૈંગિક સંબંધો હતા? કોંગ્રેસની બુકને લઇને વિવાદ

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સેવા દળ દ્વારા વહેંચવામાં આવેલા એક પુસ્તકને લઈને વિવાદ થયો છે. આ પુસ્તક વીર સાવરકર પર છે. “વીર સાવરકર કિતને વીર” આ પ્રકારે તેનું ટાઈટલ છે. ભોપાલમાં આયોજિત કરવામાં આવેલા 10 દિવસીય ટ્રેનિંગ કેમ્પમાં આ પુસ્તક વહેંચવામાં આવ્યું હતું. આમાં મહાત્મા ગાંધીની હત્યા, નાથૂરામ ગોડસે અને વીડી સાવરકરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે નાથૂરામ ગોડસે અને વીર સાવરકર વચ્ચે સમલૈંગિક સંબંધો હતા.

વીર સાવરકર કીતને વિર નામના પુસ્તકમાં ઘણા પુસ્તકોના આધારે દાવાઓ કરવામાં આવ્યા છે. ડોમિનિક લૈપિએર અને લૈરી કોલિનની પુસ્તક ફ્રીડમ એટ મિડનાઈટનો ઉલ્લેખ કરતા આમાં લખવામાં આવ્યું છે કે, બ્રહ્મચર્ય ધારણ કરતા પહેલા નાથૂરામ ગોડસેના એક જ શારીરિક સંબંધની વિગત મળે છે. આ સમલૈંગિક સંબંધ હતા. તેમના પાર્ટનર હતા તેમના રાજનૈતિક ગુરુ વીર સાવરકર. સાવરકર અલ્પસંખ્યક મહિલાઓ સાથે બળાત્કાર કરવા માટે લોકોને ઉશ્કેરતા હતા.

પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે જ્યારે તેઓ 12 વર્ષના હતા ત્યારે તેમણે મસ્જિદ પર પથ્થર ફેક્યા હતા અને ત્યાંની ટાઈલ્સ તોડી નાંખી હતી. પુસ્તકના 14મા પાને સવાલ છે કે, શું સાવરકરે હિંદુઓને અલ્પસંખ્યક મહિલાઓ સાથે બળાત્કાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા? આના જવાબમાં લખવામાં આવ્યું છે, કે આ સાચુ છે. સાવરકરે બળાત્કારને એક ન્યાયસંગત રાજનૈતિક હથિયાર ગણાવ્યું હતું. પોતાના પુસ્તક “સિક્સ ગ્લોરિયરસ એક્સપોઝ ઓફ ઈન્ડિયન હિસ્ટ્રી” માં જાનવરોની વ્યવહારિક પ્રવૃત્તિને જોડતા સાવરકરે વ્યાખ્યા કરી કે કેવી રીતે દરેક જાનવર પોતાના અસ્તિત્વને બચાવી રાખવા માટે પોતાની સંખ્યા વધારે છે.jqpvu96

એક અન્ય પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે સંઘ શરુઆતથી જ ફાંસીવાદ અને નાજીવાદથી પ્રેરણા લે છે. જેવી રીતે હિટલરે યહૂદિઓ સાથે કર્યું આરએસએસ પણ દેશના અલ્પસંખ્યકોને પોતાના નાગરિક અધિકારોથી વંચિત કરવા ઈચ્છે છે. જ્યારે આ બંન્ને પુસ્તિકાઓમાં વિવાદાસ્પદ સામગ્રી પર સવાલ ઉઠાવવામાં આવ્યો તો કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ કહ્યું કે, પુસ્તકમાં જે છાપવામાં આવ્યું છે તે ઐતિહાસિક તથ્ય છે, જેને યોગ્ય સંદર્ભો સાથે લખવામાં આવ્યું છે. જનતાને હકીકત જણાવવી જરુરી છે. આજે આપણા દેશમાં બધા જ વ્યક્તિને પોતાની વાત મૂકવાનો અધિકાર છે.

વિર સાવરકર વિરુદ્ધ આ પ્રકારની વાતને લઈને શિવસેના હવે મેદાને આવી છે, આ મામલે સંજય રાઉતે કહ્યું કે, જે લોકો સાવરકરજી મામલે આવું બોલી રહ્યા છે તેમના મગજની તપાસ કરવી જોઈએ. પછી ભલે તે મહારાષ્ટ્ર હોય કે દેશનો કોઈપણ ભાગ, દરેક વ્યક્તિ વીર સાવરકરજી પર ગર્વ કરે છે. જે લોકો આ પ્રકારની વાતો કરે છે તેમનું મગજ ગંદકીથી ભરેલું છે. રાઉતે કહ્યું કે શિવસેનાનું સ્ટેન્ડ સ્પષ્ટ છે કે વિર સાવરકરજી મહાન હતા અને રહેશે. તેમણે કહ્યું કે જે પણ પુસ્તક છપાયું છે તે મધ્ય પ્રદેશની જિંદગી છે તે ક્યારેય મહારાષ્ટ્રમાં નહી આવે. આ ગેરકાયદેસર છે.

મહારાષ્ટ્ર સરકારમાં ખાતાની વહેંચણીમાં વિલંબ: કોની નારાજગી?

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં મંત્રીઓના વિભાગોની વહેંચણીને હજુ પણ સ્થિતિ સ્પષ્ટ નથી થઈ રહી. મહા વિકાસ અઘાડીની મોડી રાત સુધી ચાલેલી બેઠક પછી પણ મંત્રીઓના વિભાર પર સહમતિ બની શકી નથી. ગુરુવારની બેઠક પછી કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણે કહ્યું કે, કોંગ્રેસમાં હવે કોઈપણ પ્રકારનો મતભેદ નથી અને તેમના તરફથી નામોનું લિસ્ટ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સોંપી દેવામાં આવ્યું છે. હવે અંતિમ નિર્ણય મુખ્યમંત્રી લેશે.

રાજ્યના ઉપમુખ્યમંત્રી અજીત પવારે પણ કહ્યું કે, 95 ટકા વિભાગોને લઈને સહમતિ બની ગઈ છે અને બાકીના 5 ટકા પર સીએમ ઉદ્ધવ જે પણ નિર્ણય લેશે તે બધાને માન્ય છે. આ અગાઉ ગઈકાલે શિવસેના નેતા સંજય રાઉતે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે પણ મુલાકાત કરી હતી. કોંગ્રેસ સાથે જોડાયેલા સુત્રોનું કહેવું છે કે, પાર્ટીના નેતાઓને લઈને મંત્રાલયની વહેંચણી થઈ ગઈ છે જેમાં બાલાસાહેબ થોરાટને રાજસ્વ મંત્રાલય, અશોક ચવ્હાણને પીડબ્લ્યૂડી, યશોમતી ઠાકુરને મહિલા અને બાળ વિકાસ, વર્ષા ગાયકવાડને તબીબી શિક્ષણ, સુનીલ કેદારને ઓબીસી, અસલમ શેખને કાપડ ઉદ્યોગ, અમિત દેશમુખને શિક્ષણ અને કેસી પડવીને આદિવાસી મંત્રાલય ફાળવવામાં આવ્યું છે.

તો મંત્રાલયની વહેંચણીમાં થઈ રહેલા વિલંબ પર એનસીપી નેતા શરદ પવારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં સત્તારુઢ ગઠબંધનમાં મંત્રાલયની વહેંચણીને લઈને કોઈ નારાજ નથી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શુક્રવાર સુધીમાં મંત્રીઓને મંત્રાલયની ફાળવણી કરી દેશે. તો બીજી તરફ ગુરુવારે સવારે જ શિવસેનાએ માન્યું હતું કે, ગઠબંધનના વરિષ્ઠ નેતાઓમાં મુખ્ય મંત્રાલયોને લઈને ખેંચતાણ ચાલી રહી છે.

તો મંત્રાલયોની ફાળવણીમાં થઈ રહેલા વિલંબને કારણે વિપક્ષને પણ સરકાર પર નિશાન સાધવાની તક મળી ગઈ છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, આ ગઠબંધનની નિષ્ફળતા દર્શાવે છે. મહત્વનું છે કે, ગઠબંધનમાં શિવસેના, રાકાંપા, કોંગ્રેસ અને અન્ય નાની સહયોગી પાર્ટીઓ સામેલ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને છ મંત્રીઓએ ગત 28 નવેમ્બરે શપથ લીધા હતાં.

શું બિહારના મુખ્યમંત્રી આવાસમાં ભૂતનો વાસ છે?

પટના: બિહારમાં નવા વર્ષની શરુઆત સાથે જ મુખ્યમંત્રી નીતિશ કુમારની અનૌપચારિક વાતચીતે વિવાદ છેડ્યો છે. વર્ષના પ્રથમ દિવસે મુખ્યમંત્રી નીતિશ કુમારે વાતવાતમાં મુખ્યમંત્રી આવાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારે લાલુ-રાબડી અહીંથી અન્ય ઘરમાં શિફ્ટ થયાં ત્યારે જાદૂ-ટોના કરવાના બહાને દરેક જગ્યાએ પુરીઓ મુકી દીધી હતી. નીતિશના જણાવ્યા  અનુસાર ત્યારપછી લાલુ યાદવે મજાક મજાકમાં પોતે આવુ કર્યું હોવાનું સ્વીકાર્યું પણ હતું.

હવે આ વિવાદ પર પ્રતિક્રિયા આપવાની જવાબદારી રાજદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ લીધી છે. તેમણે કહ્યું કે, લાલુજીએ એક વખત મને કહ્યું હતું કે, પટનાના દરભંગા હાઉસના કાલી માતા મંદિરમાં નીતિશ કુમારે મારક પૂજા કરાવી હતી. આ પૂજા લાલુ યાદવને લક્ષ્યમાં રાખીને કરાવવામાં આવી હતી. ત્યાંના પુજારીએ સાંભળી લીધુ હતું કે, આ પૂજા લાલુજીને નુકસાન પહોંચાડવા માટે કરાવવામાં આવી રહી છે. ત્યારપછી એ પુજારીએ આ વાતની જાણ લાલુજીને કરી હતી. કદાચ લાલુજી તરફથી પણ આ પ્રકારની તૈયારી કરવામાં આવી હતી. જોકે, મને આ બધી વસ્તુઓ પર વિશ્વાસ નથી એટલા માટે આ વાત મેં યાદ રાખી ન હતી. નીતિશજીની ભૂત વાળી વાતથી આ કહાની અચાનક મને યાદ આવી ગઈ હતી.

શિવાનંદના નિવેદન પછી હવે સમગ્ર વિવાદમાં બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પણ કૂદી પડ્યા છે. તેમણે કહ્યું કે, નવું વર્ષ બિહાર માટે વિધાનસભા ચૂંટણીનું વર્ષ છે. જેથી તમામ નાગરિકોને દરેક પ્રકારના દુષ્પ્રચાર, અફવાઓ, અર્થવિહોણા નિવેદનો અને અંધશ્રદ્ધામાં માનનારા લોકોથી સતત સાવધાન રહેવાની જરૂર છે.
સુશીલ મોદીએ કહ્યું કે બિહારમાં 15 વર્ષ સત્તા ભોગવનાર લાલુ પ્રસાદને જ્યારે લોકોએ સત્તા પરથી દૂર કર્યા તો ઘણા સમય સુધી તેમણે મુખ્યમંત્રીનો બંગલો ખાલી નહતો કર્યો અને નીતિશ કુમારને સર્કિટ હાઉસ ખાતેથી સરકાર ચલાવવી પડી હતી. અને જ્યારે લાલુજીએ બંગલો ખાલી કર્યો તો ઘૂળ પણ સાથે લઈ ગયા હતાં. ભૂત-પ્રેત અને મંત્ર-તંત્રમાં માનનારા લાલુ પ્રસાદે પાછળથી એક તાંત્રિકને પાર્ટીનો ઉપાધ્યક્ષ બનાવી દીધો હતો. જેના પ્રજા પર ભરોસો નથી, તે રાજ્યનું ભલુ શું કરશે?

કોટા હોસ્પિટલમાં 100 બાળકોના મોતઃ કેટલાક ઉપકરણોમાં હતી ખામી, તપાસમાં ખુલાસો

જયપુરઃ રાજસ્થાનના કોટામાં જે.કે.લોન હોસ્પિટલમાં થયેલા નવજાત શિશુઓના મોતને લઈને રાજનીતિ ગરમાઈ રહી છે. આ મામલે રાજ્ય સરકારની તપાસમાં સામે આવ્યું છે કે ઈન્ક્યૂબેટર જેવા ઉપકરણોમાં કમી હતી અને કેટલાક ઉપકરણો યોગ્ય રીતે કામ નહોતા કરી શકતા. આ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહેલોતે જૂના આંકડાઓને ઉઠાવતા દાવો કર્યો કે છેલ્લા કેટલાક વર્ષોના મુકાબલે આ વર્ષે બાળકોના મોત ઓછા થયા છે. તો ભાજપ અને બસપા સુપ્રીમો માયાવતીએ પણ રાજસ્થાન સરકાર પર નિશાન સાધ્યું છે. બસપા સુપ્રીમોએ તો કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ ચૂપ છે.कोटा अस्पताल में 100 नवजातों की मौत: राज्य सरकार की जांच टीम ने पाया, कई इनक्यूबेटर सही ढंग से काम नहीं कर रहे थे

તેમણે કહ્યું કે, તેઓ ઉત્તર પ્રદેશની જગ્યાએ રાજસ્થાન જતા અને એ ગરિબ માતાઓ સાથે મુલાકાત કરતા કે જેણે પોતાના સંતાન ગુમાવ્યા છે. યોગી આદિત્યનાથે આ મામલે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, કોટામાં ગરીબ બાળકોના મોતથી કાળજુ કંપી ઉઠ્યું છે. માતાઓના ખોળા સુના થઈ જવા તે સમાજ, માનવીય મુલ્યો અને સંવેદનાઓ પર કાળી ટીલી સમાન છે. મને દુઃખ છે કે કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડ્રા મહિલા થઈને પણ મહિલાઓનું દુઃખ સમજી શકતી નથી.

આ સાથે જ કોટાના સાંસદ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ નવજાત શિશુઓના મોતને દુઃખદ ઘટના ગણાવતા કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને કામ કરે, બિરલાએ કહ્યું કે, કોટા મારું લોકસભા ક્ષેત્ર છે અને કોઈપણ આ પ્રકારની ઘટના મને કષ્ટ આપે છે. હું પોતે અહીંયા ગયો હતો અને આ વિષય પર રાજ્ય સરકારને પણ આગ્રહ કર્યો હતો અને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યા મંત્રી ડો. હર્ષવર્ધન સાથે મારી વાત થઈ છે કે કઈ રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી શકે છે.

અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાનના ટોચના કમાન્ડરનું મોત; બંને દેશ વચ્ચે તંગદિલીની સંભાવના

બગદાદ – અમેરિકાના હવાઈ દળે આજે વહેલી સવારે ઈરાકના પાટનગર બગદાદના એરપોર્ટ પર કરેલા હવાઈ હુમલામાં ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડર કાસીમ સુલેમાની અને ઈરાકના હાશીદ અલ-શાબી લશ્કરી દળના નાયબ વડા અબુ માહદી અલ-મુહન્ડીસનું મોત થયું છે.

કાસીમ સુલેમાની કુદ્સ ફોર્સ સંગઠનના વડા પણ હતા. હાશીદ ઉગ્રવાદી સંગઠનને ઈરાનનું લશ્કર સહાયતા કરે છે.

આ બંને જણ બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ રોડ પર એમની કારને ટાર્ગેટ બનાવીને અમેરિકાએ કરેલા હવાઈ હુમલામાં માર્યા ગયા છે. ઉલ્લેખનીય છે કે બગદાદમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ, 31 ડિસેંબરે ઈરાન સમર્થિત ઉગ્રવાદીઓએ અમેરિકી દૂતાવાસ પર હુમલો કર્યો હતો અને અમેરિકાએ એના જવાબમાં સુલેમાની તથા અન્ય ઉગ્રવાદીને ટાર્ગેટ બનાવીને ખતમ કરી નાખ્યા છે.

આ જાણકારી હાશીદ સંગઠને એક નિવેદન દ્વારા આપી છે.

સુરક્ષા દળોએ કહ્યું કે ગુરુવારે મધરાત બાદ બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અનેક મિસાઈલોનો મારો કરવામાં આવ્યો હતો. અમેરિકી રોકેટ્સે હાશીદના એક કાફલાને ટાર્ગેટ બનાવ્યો હતો. એ હુમલામાં અમુક મહત્ત્વના વ્યક્તિઓ સહિત આઠ જણ માર્યા ગયા છે.

હાશીદ સંગઠનને પોપ્યૂલર મોબીલાઈઝેશન ફોર્સીસ (PMF) તરીકે પણ ઓળખવામાં આવે છે.

સુલેમાની અને મુહાન્ડીસના મોતને કારણે મધ્યપૂર્વ વિસ્તારમાં મોટા પાયે અશાંતિ ઊભી થવાની સંભાવના સર્જાઈ છે. ઈરાન તથા એના લશ્કરી દળો આનો બદલો ઈઝરાયલ અને અમેરિકી મથકો પર હુમલો કરીને લે એવી સંભાવના છે.

બગદાદ એરપોર્ટ પર કરાયેલા હુમલા માટે પીએમએફ સંગઠને અમેરિકાને જવાબદાર ગણાવ્યું છે.

આ હુમલા બાદ અમેરિકા તથા ઈરાનની સરકારો તરફથી કોઈ તત્કાળ કમેન્ટ બહાર પાડવામાં આવી નથી.

ગણપત યુનિવર્સિટીનો તેરમો પદવીદાન સમારોહ યોજાશે

અમદાવાદ: ગણપત યૂનિવર્સિટીનો તેરમાં પદવીદાન સમારોહ આગામી 5 જાન્યુઆરીના રોજ યોજાશે. આ પ્રસંગે મરીન એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે શિપ-ઈન-કેમ્પસનું પણ ઉદ્ઘાટન કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાના હસ્તે કરવામાં આવશે. નવા કેમ્પસથી મરીન એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને શીપ-વહાણ ઉપરની હેન્ડ્ઝ-ઓન તાલીમ અહીં જ મળી રહેશે.

પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓમાંથી ડિપ્લોમાં, ડિગ્રી, માસ્ટર અને પીએચડી કક્ષાની પરીક્ષાઓ પાસ કરી પદવી મેળવનારા કુલ 2511 યુવા છાત્રોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. જેમાંથી એમફીલના 23 અને પીએચડીના 12 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પોતાના અભ્યાસક્રમો ટોપ રેન્ક સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરનારા 70 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવશે.

આ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ ગણપત યુનિવર્સિટીના પ્રેસિડન્ટ અને પદ્મશ્રી ગણપતભાઈ પટેલ સમગ્ર સમારોહનું અધ્યક્ષ સ્થાન શોભાવશે.

Chitralekha Marathi – January 13, 2020

  E-Magazine – Desktop Version PDF Version
This post is only available to members.

9 કંપનીઓ 3 જાન્યુઆરીથી રૂ. 10,480 કરોડનાં કમર્શિયલ પેપર્સ BSE પર લિસ્ટ કરશે

મુંબઈ – પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન, મુથુટ ફાઈનાન્સ, અક્સિસ બેન્ક, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, વર્ધમાન ટેક્સટાઈલ્સ, એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ્સ સર્વિસીસ, કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન અને કોટક મહિન્દ્રા પ્રાઈમે તેમનાં કમર્શિયલ પેપરના કુલ રૂ.10,480 કરોડના ઈશ્યુને લિસ્ટ કરવા માટેની અરજી કરી છે. બીએસઈમાં આ ઈશ્યુઓનાં કમર્શિયલ પેપર્સ 3 જાન્યુઆરી, 2020થી લિસ્ટ થશે.

અત્યાર સુધીમાં 56 ઈશ્યુઅરોના રૂ.1,21,560 કરોડના કમર્શિયલ પેપર્સના 335 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 130 દિવસની મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 6.08 ટકા રહ્યું છે.

બીએસઈ દેશની કંપનીઓને મૂડી એકત્ર કરવામાં સહાય કરી રહ્યું છે. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ જુલાઈ 2016માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી (2 જાન્યુઆરી, 2020)માં ભારતીય કંપનીઓના રૂ.4,42,329.05 કરોડ (60 અબજ યુએસ ડોલર)ના ડેટનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. આમાંથી બીએસઈએ સફળતાપૂર્વક રૂ.2,29,877 કરોડનું ભંડોળ (32.22 અબજ ડોલર) એકત્ર કરી આશરે 60 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો છે. છે. નાણાકીય વર્ષ 2019-20માં (2 જાન્યુઆરી, 2020) સુધીમાં બીએસઈએ સફળતાપૂર્વક રૂ.9,36,340 કરોડ (131.25 અબજ ડોલર) એકત્ર કર્યા છે.