મુંબઈઃ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટર ક્રિસ ગેઇલે બ્રિટિશ-ઇન્ડિયન અવિના શાહની સાથે એક નવો મ્યુઝિક વિડિયો તૈયાર કર્યો છે. આ નવા મ્યુઝિક વિડિયોનું નામ ‘ગ્રુવ’ આપવામાં આવ્યું છે. આનું શૂટિંગ કેટલાય દેશોમાં થયું હતું. મને આનું મુખ્ય ગીત ‘ગ્રુવ’ પસંદ છે, એમ ગેઇલે કહ્યું હતું. આ મ્યુઝિક વિડિયોને લોકડાઉનમાં તૈયાર કરવામાં આવ્યો હતો. બંને જણે અલગ-અલગ દેશોમાં લોકડાઉનમાં ગાવાનો સંગીત વિડિયો ‘ગ્રુવ’ને એકસાથે મૂક્યો હતો. જમૈકામાં સંગીત વિડિયોના શૂટિંગ પછી ગેઇલ દુબઈમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમવા પહોંચી ગયો હતો. મને ટ્રેક અને ‘ગ્રુવ’ બહુ પસંદ છે. આ એક મહિલા સિંગર કલાકાર સાથે કામ કરવાનો આ મારો પહેલો અનુભવ છે, જેથી હું અવિનાને અભિનંદન આપું છું અને હું એના રિલીઝ કરવા માટે ઘણી ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યો હતો. આ સંગીત વિડિયોનું શૂટિંગ એક શાનદાર અનુભવ હતો, કેમ કે તેમાં જમૈકન ફ્લેવરને ભારતીય અને પશ્ચિમી સાઉન્ડની સાથે મિલાવવા માગતો હતો, એમ તેણે કહ્યું હતું. અમે નાની જગ્યામાં સંપૂર્ણ પ્રોજેક્ટને એકસાથે મૂકવામાં સફળ થયા, એમ ક્રિકેટના આઇકને કહ્યું હતું.
અવિનાએ કહ્યું હતું કે તે ઇંગ્લિશ, હિન્દી અને પંજાબીનું યુનિક મિશ્રણ છે અને ક્રિસનું બોર્ડમાં આવવું એ આકર્ષણ છે, તે જમૈકન ફ્લેવર (સ્વાદ)ને ટ્રેક પર લઈ આવે છે, જેમાં એક સુરીલી મજા છે. સિંગરે ક્રિકેટરને એક દંતકથા તરીકે ટેગ કરતાં કહ્યું હતું કે ‘ગ્રુવ’માં એના અવાજથી ખરેખર ખૂબ ખુશ છું અમે તેના રિસ્પોન્સ જોવા માટે રાહ નહોતા માગતા.
આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે, વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.
આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.
આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.
આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે, મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.
આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.
આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.
આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
પતિ અને પત્ની વચ્ચેના સંબંધોમાં એક કુમાશ હોય છે. વાઘ ગમે તેટલો વિકરાળ દેખાય, પણ એની વાઘણ માટે તો એ પ્રેમાળ પતિ જ છે. એવી જ રીતે, માણસ ગમે એટલો દબંગ હોય, બરછટ હોય કે પછી કડપવાળો હોય, પણ એ બહારના માટે. એની પત્ની માટે નહીં. પત્ની માટે તો એ પ્રેમાળ પતિ જ હોય છે.
આ કહેવત પતિ-પત્ની વચ્ચેના સંબંધનો પણ અર્થ સમજાવે છે. સામાન્ય રીતે, છોકરી પરણીને સાસરે આવે છે ત્યારે પતિ સાથે જોડાયેલા બધા જ સંબંધો એની સાથે પણ જોડાય છે. એવી જ રીતે, પત્નીના બધા જ સંબંધો પતિ સાથે પણ જોડાય છે. પતિ બહાર બીજા સાથે કોઇપણ રીતે વર્તન કરે, પણ પત્ની સાથે તો એ પતિ જ હોય છે. એટલે જ કહે છે, વહુ તો વાઘ જેવા વાઘને ય વ્હાલી જ હોય!
(ડો.જયનારાયણ વ્યાસ)
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે 25 સંસદસભ્યોના કોરોના વાઇરસના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, એમ સચિવાલયના અધિકારીઓએ જણાવ્યું હતું. જુનિયર રેલવેપ્રધાન સુરેશ અંગાડી, ભાજપનાં મીનાક્ષી લેખી, અનંતકુમાર લેખી, અનંતકુમાર હેગડે, પરવેઝ સાહિબ સિંહ, રીટા બહુગુણા-જોશી અને કૌશલ કિશોર એ 17 લોકસભાના સંસદસભ્યોમાં સામેલ છે, જેમના ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. રાજ્યસભામાં કોંગ્રેસના દીપેન્દ્ર સિંહ હુડ્ડા અને નારણભાઈ જે રાઠવા, ભાજપના અશોક ગશ્તી અને અભય ભારદ્વાજ, AIADMKના એ. નવનીતક્રિષ્નન, આપના સુશીલકુમાર ગુપ્તા, TRSના વી. લક્ષ્મીકાંતા રાવ અને AITCના શાંતા છેત્રી કોરોના સંક્રમિત થયા હોવાનું માલૂમ પડ્યું હતું.
લેખીએ એ પછી ટ્વીટ કર્યું હતું કે તેઓ હાલ સ્વસ્થ છે. તેમણે એ લોકોને પણ વિનંતી કરી હતી કે જેઓ તેમના સંપર્કમાં આવ્યા છે, જેથી કોરોના વાઇરસની તપાસ થઈ શકે. કોવિડ અને જીનોમના રૂટિન પાર્લમેન્ટના ટેસ્ટ પછી મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ હું સ્વસ્થ અને મજામાં છું. હું તાજેતરમાં મારા સંપર્કમાં આવેલા તમામને કોરોના ટેસ્ટ કરાવવાની વિનંતી કરું છું. આપણે સાથે મળીને કોરોના સામે લડીશું અને એને હરાવીશું, એમ લેખીએ ટ્વીટ કર્યું હતું.
After the routine Parliament test for COVID & genome test it’s confirmed that I have tested positive for the virus. I am currently in good health & spirits. I request everyone who has been recently in contact with me to get tested. Together We will fight & defeat Corona🙏🏽
સપ્તાહના અંતે પાર્લમેન્ટના સભ્યો અને અને અધિકારીઓના 2500થી વધુ નમૂનાઓનું ટેસ્ટિંગ યુદ્ધના ધોરણે કર્યું હતું, એમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR) કહ્યું હતું.
કોરોના વાઇરસ રોગના નિદાન માટે સૌથી સચોટ ગણાતા રિવર્સ ટ્રાન્સક્રિપ્ટ-પોલિમરેઝ ચેન રિએક્શન (RT-PCR) ટેસ્ટ સંસદના સભ્યો માટે આગામી સપ્તાહ સુધી ચાલુ રહેશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ કોરાના વાઇરસના સંક્રમણને લીધે ચોમાસુ સત્ર પર જોખમ ઊભું જ છે, ત્યારે ઘણા વરિષ્ઠ સંસદસભ્યોએ રાજકીય ચીલો ચાતરીને પણ કાર્યવાહીમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે.
જોકે વિલંબિત ચોમાસુ સત્રના પ્રથમ દિવસે 359 સંસદસભ્યોએ ભાગ લીધો હતો. આશરે 200 સંસદસભ્યો લોકસભામાં અને વિઝિટર ગેલેરીમાં 30થી વધુ લોકો બેઠા હતા, સામાજિક અંતર સુનિશ્ચિત કરવા માટે સભ્યોના બેન્ચ પર પ્લાસ્ટિક શિલ્ડ લગાવવામાં આવી હતી.
લોકસભામાં મૂકવામાં આવેલી જાયન્ટ TV સ્ક્રીનમાં રાજ્યસભામાં ઘણા ઓછા સભ્યોની હાજરી વર્તાતી હતી, જ્યારે નીચલા ગૃહમાં સંસદસભ્યોને સામાજિક અંતર રાખીને બેસાડવામાં આવ્યા હતા.
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં જાણકારી આપી હતી કે છેલ્લા પાંચ વર્ષમાં વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી સહિત 38 જણ દેશ છોડીને ભાગી ગયા છે.
સંસદમાં ચોમાસું સત્રનો આજે પહેલો જ દિવસ હતો અને સીતારામને જાણકારી આપી કે 2015ની 1 જાન્યુઆરીથી લઈને 2019ની 31 જાન્યુઆરી સુધીમાં 38 જણ દેશ છોડીને ભાગી ગયા હતા. એમાં ઉદ્યોગપતિઓ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવાનો સમાવેશ થાય છે. આ તમામ લોકો સામે નાણાકીય ગેરરીતિઓનાં કેસો નોંધવામાં આવ્યા છે અને સીબીઆઈ એજન્સી દ્વારા એમની સામે તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ માર્કંડેય કાટ્જુએ ગયા શુક્રવારે ભારતમાંથી લાઈવ વિડિયો લિન્ક મારફત હીરાના ભાગેડૂ ઉદ્યોગપતિ નીરવ મોદીના પ્રત્યાર્પણના કેસમાં નીરવ વતી જુબાની આપી હતી. આને ભારત સરકાર દ્વારા એક પડકાર તરીકે ગણવામાં આવે છે. કાટ્જુએ કહ્યું હતું કે નીરવ મોદીને ભારતમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ સુનાવણીનો મોકો નહીં મળે.
કાટ્જુએ વિસ્તૃત જુબાની સંભળાવ્યા બાદ આ કેસની સુનાવણી 3 નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે.
વોશિંગ્ટિનઃ ચાઈનીઝ સોશિયલ મિડિયા વિડિયો એપ ટિકટોકના અમેરિકી બિઝનેસની ખરીદી સામેની મુશ્કેલીઓનો હવે અંત આવી ગયો છે. આ એપની માલિકી ધરાવતી ચાઇનીઝ કંપની ByteDanceએ ટિકટોક માટે અમેરિકાની કોમ્પ્યુટિંગ ટેક્નોલોજી કંપની ઓરેકલ સાથે ભાગીદારી કરવાનો નિર્ણય કર્યો છે. ટિકટોક માટે માઇક્રોસોફ્ટની બિડ નકારી કાઢવામાં આવી છે. માઈક્રોસોફ્ટની બાદબાકી થતાં રેસમાં ઓરેકલ એકલી રહી ગઈ હતી. ટિકટોકનો અમેરિકામાંનો બિઝનેસ કોઈ અમેરિકન કંપનીને વેચી દેવા, નહીં તો અમેરિકામાંથી ચાલતી પકડવાનો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આદેશ આપ્યો હતો. એમણે એક્ઝિયક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરી દીધા હતા અને એની ડેડલાઈન નજીક આવી ગઈ છે. અમેરિકામાં પોતાનો બિઝનેસ સમેટી લેવા અથવા કોઈ અમેરિકન કંપનીને તે વેચી દેવા ટિકટોકની પાસે 45 દિવસનો સમય હતો. ટિકટોકે હવે ઓરેકલની સાથે ભાગીદારી કરીને મુશ્કેલીમાંથી માર્ગ શોધી લીધો છે. ટિકટોકે પોતાનો બિઝનેસ વેચ્યો નથી.
ઓરેકલને હિસ્સો મળવા પર આશંકા
એક અહેવાલ મુજબ ByteDance ટિકટોક ચલાવવા માટે ઓરેકલને ટેક્નિકલ ભાગીદાર તરીકે પસંદગી કરી છે. જોકે આ ભાગીદારી હેઠળ ઓરેકલને ટિકટોકનો હિસ્સો મળવા પર હજી આશંકા છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ વેચાણથી અલગ છે અને ઓરેકલ ટિકટોકના અમેરિકી વેપારના સંચાલન માટે ક્લાઉડ ટેક્નિકને ઉપલબ્ધ કરાવશે.
ByteDanceએ ઓફર સ્વીકારી નથીઃ માઇક્રોસોફ્ટ
માઇક્રોસોફ્ટે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ByteDanceએ અમને જણાવ્યું છે કે એ ટિકટોકનો અમેરિકી બિઝનેસ તે અમને નથી વેચી રહી. જોકે અમારું માનવું છે કે અમારી દરખાસ્ત દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં ટિકટોકના અમેરિકી યુઝર્સ માટે સારી હતી.
આ બાબતે ByteDanceએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. ઓરેકલના પ્રવક્તાએ પણ આ મામલે હાલ કશું કહેવાનો ઇનકાર કર્યો છે.
જનરલ એટલાન્ટિકને મળશે હિસ્સો
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ટિકટોકના અમેરિકી યુઝર્સના ડેટા મેનેજમેન્ટ પણ ઓરેકલની પાસે રહેશે. આ સિવાય અમેરિકી રોકાણકાર કંપની જનરલ એટલાન્ટિક અને સિક્યોઆને ટિકટોકમાં મોટો હિસ્સો મળશે. જનરલ એટલાન્ટિક અને સિક્યોઆ ByteDanceના મોટા રોકાણકારોમાં સામેલ છે.
ટ્રમ્પ સરકાર પાસે મંજૂરી લેવી પડશે
અહેવાલ મુજબ આ સોદાને અંતિમ રૂપ આપતાં પહેલાં ટ્રમ્પ સરકારની મંજૂરી લેવી પડશે. કમિટી ઓન ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન યુનાઇટેડ સ્ટેટસ (CFIUS) સંભવિત રાષ્ટ્રીય સુરક્ષાના જોખમને આ સોદાની તપાસ કરશે. જો ટ્રમ્પ સરકાર આ સોદાની મંજૂરી નહીં આપે તો ByteDanceને ફરીથી નવા ભાગીદારની શોધ કરવી પડશે.
ByteDanceએ પણ ખંડન કર્યું
ચીનની સરકારી ટીવી ચેનલ ચાઇના ગ્લોબલ ટેલિવિઝન નેટવર્કના એક અહેવાલ મુજબ ByteDanceએ અમેરિકી મિડિયાના અહેવાલોનું ખંડન કર્યું હતું. ByteDanceએ કહ્યું હતું કે એ ટિકટોકનો અમેરિકી બિઝનેસ ન તો ઓરેકલને વેચશે ન તો કોઈ અમેરિકી ખરીદદારને એનો સોર્સ કોડ આપશે.
જોકે આ સંબંધે ByteDance તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી આપવામાં આવ્યું.
મુંબઈઃ આગામી હિન્દી ફિલ્મ ‘ખાલી પીલી’ના આઈટમ સોન્ગ ‘બિયોન્સી શરમા જાયેગી’ને નિર્માતાઓએ ગઈ 6 સપ્ટેમ્બરે ધૂમધડાકા સાથે સોશિયલ મિડિયા પર રિલીઝ કર્યું હતું, પણ હવે એમને નીચાજોણું થયું છે. એમને ગીતની ‘હૂક લાઈન’માં ફેરફાર કરવો પડ્યો છે. ‘બિયોન્સી’ શબ્દ કાઢી નાખવો પડ્યો છે અને એની જગ્યાએ ‘દુનિયા’ શબ્દ મૂકવો પડ્યો છે.
નવી હૂક લાઈન ‘બિયોન્સી શરમા જાયેગી’ને બદલે ‘દુનિયા શરમા જાયેગી’ છે.
નિર્માતાઓએ ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે અભિનીત ‘ખાલી પીલી’ના આ ગીતને યૂટ્યૂબ પર રિલીઝ કર્યું હતું, પણ અમુક જ મિનિટોમાં એની ટીકા શરૂ થઈ ગઈ હતી. ટ્રોલ કરનારા ઘણાનું કહેવું હતું કે આ ગીતમાં ‘જાતિવાદ’ની ગંધ આવે છે અને ‘બિનજરૂરી ચાપલૂસી કરનારું’ છે.
બિયોન્સી
તે હૂક લાઈનના વાંધાજનક શબ્દો આ મુજબ છેઃ ‘તુજે દેખ કે ગોરીયા, બિયોન્સી શરમા જાયેગી.’
ટ્રોલ કરનારાઓની દલીલ છે કે ‘ગોરીયા’ શબ્દ દેખીતી રીતે જ ગોરી સ્ત્રી માટે વપરાયો છે જ્યારે પોપગાયિકા બિયોન્સી આફ્રિકન-અમેરિકન મૂળની, અશ્વેત છે. ઘણા ભારતીય ચાહકોને આ ગીત જાતિવાદી ટિપ્પણીવાળું જણાયું છે.
ફિલ્મના દિગ્દર્શક મકબૂલ ખાને કહ્યું છે કે અમે આ ફિલ્મ દર્શકોના મનોરંજન માટે બનાવી છે, કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાના હેતુથી નહીં. કેટલાક લોકોને અમારું ગીત ગમ્યું નથી એટલે અમે એમાં થોડોક ફેરફાર કરવાનું વિચાર્યું છે.
આ ગીતનું સંગીત વિશાલ અને શેખરની જોડીએ આપ્યું છે જ્યારે ગીતમાં સ્વર આપ્યો છે નીતિ મોહન અને નકાશ અઝીઝે. ગીત લખનાર છે – કુમાર અને રાજ શેખર.
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જેમ ગઈ કાલે જ કહ્યું કે મુંબઈમાં કોરોના વાઈરસ રોગચાળો સમાપ્ત થયો નથી, ઉલટાનું, એનાં કેસો વધી રહ્યા છે. એમની આ તાકીદને પગલે મુંબઈ મહાનગરપાલિકાએ જાહેરાત કરી છે કે શહેરમાં જે લોકો માસ્ક પહેર્યા વગર બહાર ફરતા દેખાશે એમની પાસેથી રૂ. 200નો દંડ સખ્તાઈપૂર્વક વસૂલ કરવામાં આવશે.
અત્યાર સુધી આ દંડની રકમ રૂ. 1000 હતી, પણ હવે પ્રશાસને એમાં ધરખમપણે ઘટાડો કર્યો છે, પરંતુ આ નિયમનો અમલ સખ્તાઈથી કરશે અને નિયમનો ભંગ કરનારાઓ પાસેથી રૂ. 200નો દંડ વસૂલ કરશે.
આ નિયમનું પાલન કરવા અને દંડની રકમ વસૂલ કરવા માટે દરેક વોર્ડમાં 10-15 અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે.
અતિરિક્ત મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાનીએ કહ્યું છે કે અમે આ પગલું શિક્ષાત્મક રીતે નહીં, પરંતુ લોકોને તેઓ ઘરની બહાર નીકળે ત્યારે ફેસ માસ્ક પહેરવાની જરૂરિયાત વિશે જાગૃત કરવાના હેતુ સાથે લીધું છે.
જાહેર સ્થળોએ માસ્ક પહેર્યા વગર ફરતા લોકો વિરુદ્ધ પડોશના થાણે શહેરની મહાપાલિકાએ પણ કડક ઝુંબેશ હાથ ધરી છે. ગઈ કાલે 116 જણને પકડ્યા હતા.
કોરોના ચેપનો શિકાર બનેલાં મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે પણ એક વિડિયો નિવેદન દ્વારા નાગરિકોને અપીલ કરી છે કે તેઓ માસ્ક પહેર્યાં વગર એમનાં ઘરની બહાન ન નીકળે.