નવી દિલ્હીઃ ગુજરાતી ભાષાના દંતકથા સમા હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેની વિવિધ હાસ્યરચનાઓ પર આધારિત એક ઓનલાઇન કાર્યક્રમ ખૂબ જ રસપ્રદ શૈલીમાં રજૂ કરવામાં આવ્યો હતો. ‘મારી ભાષા ગુજરાતી’ કાર્યક્રમના ૧૪મા અંકમાં હાસ્યાવતાર જ્યોતીન્દ્ર દવેને તેમની ૪૦મી પુણ્યતિથિ નિમિત્તે હાસ્યસભર સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
જ્યોતીન્દ્ર દવેની કૃતિઓનાં પાત્રો તરીકે ભારે રંગત જમાવી
જાણીતા હાસ્યલેખક અને અભિનેતા-કલાકાર રમેશ ચાંપાનેરી ‘રસમંજન’ (વલસાડથી), પ્રતિભાવાન કવયિત્રી અને રંગમંચ કલાકાર યામિની વ્યાસ (સુરતથી) અને દિલ્હીથી લેખક, સંપાદક અને નાટ્યકાર ભાગ્યેન્દ્ર પટેલ તથા સ્વર-કલાકાર અને અભિનેત્રી રાખી રાંકાએ જ્યોતીન્દ્ર દવેની કૃતિઓનાં પાત્રો તરીકે ભારે રંગત જમાવી હતી. ‘મહાભારત – એક દ્રષ્ટિ’માં ચાંપાનેરીએ નાટક જોવા જતા પારસી બાવાની ભૂમિકા નિભાવી હાસ્યની છોળો ઉડાડી, જ્યારે ‘બુદ્ધિની કસોટી’માં યામિનીએ પતિની બુદ્ધિની પરીક્ષા લેતી ગૃહિણીની ભૂમિકા નિભાવી શ્રોતાઓને ભરપૂર મનોરંજન પીરસ્યું. ‘ઘડિયાળ’ હાસ્યનિબંધમાં સમયથી બેપરવા રહેતા પતિને ઘડિયાળના કાંટે ટોકતી રહેતી પત્નીની ભૂમિકા રાખીએ ભજવી અને બધાં વાચિકમમાં કથાનાયક લેખક અને પતિની ભૂમિકા ભાગ્યેન્દ્રએ અદા કરી હતી.
જ્યોતીન્દ્ર દવેના હાસ્યસર્જનથી અનેક હાસ્યકારો પ્રેરણા લઈ શકે
લોકપ્રિય હાસ્યકાર રસમંજને આ અવસરે કહ્યું કે “જ્યોતીન્દ્ર દવેના હાસ્યસર્જનથી અનેક હાસ્યકારો પ્રેરણા લઈ શકે, પરંતુ તેમના જેવો કોઈ બીજો હાસ્યાવતાર થઈ શકે એ વિશે તો હંમેશાં શંકા રહેશે.” સાક્ષાત હાસ્યાવતારને રૂબરૂ મળવાની ધન્ય ઘડીઓની યાદ યાદ કરતાં ચાંપાનેરીએ જ્યોતીન્દ્ર દવેની હાસ્ય પ્રકટ કરવાની અદભુત અદ્વિતીય શૈલી રેખાંકિત કરી હતી. પ્રાસંગિક ભૂમિકામાં પટેલે જણાવ્યું કે જીવનમાં હાસ્ય સાહજિક હોવું જોઈએ અને જેમ આપણા જીવનમાં શ્વાસોચ્છવાસ અને હૃદયના ધબકારાની જરૂર છે એવું જ મહત્ત્વ હાસ્યનું પણ હોવું જરૂરી છે. પશ્ચાદભૂમાં તાળીઓ કે સમૂહહાસ્યના ધ્વનિ થકી નિપજાવાતું હાસ્ય નાટકીય જ બની રહે જયારે હાસ્ય સહજ હોવું જોઈએ અને એ ખૂબી જ્યોતીન્દ્ર દવેમાં હતી, જેઓ પોતાના લેખન અને વક્તવ્યમાં તેઓ ખડખડાટ હાસ્ય નિષ્પન્ન કરી શકતા હતા.”
ઝૂમ મીટિંગ્સ પર આ કાર્યક્રમમાં જ્યોતીન્દ્ર દવે વિશેના ઉલ્લેખની એક વિડિયો પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં સ્વસ્થ જીવનના મહત્વને રેખાંકિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ફિટ ઇન્ડિયા અભિયાનનો શુભારંભ કરતાં જ્યોતીન્દ્ર દવેને યાદ કર્યા હતા- એ ઝલક દર્શાવવામાં આવી હતી.
સામાજિક, શિક્ષણ અને કલા તેમ જ વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓની કાર્યક્રમમાં હાજરી
ભરૂચથી રણછોડ શાહ, વડોદરાથી બીના શાહ, સુરતથી મયંક ત્રિવેદી અને દિલ્હીથી મીતા સંઘવી, ધર્મજ્ઞા રાવલ અને તૃષા જાની રાવલ વગેરેએ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. ભાગ્યેન્દ્ર પટેલ દ્વારા આયોજિત-સંયોજિત ‘મારી ભાષા ગુજરાતી’ મંચ પાછલાં ત્રણ સપ્તાહથી સતત સુરતના સાહિત્યકારોને સમર્પિત કરાયો, જેમાં નર્મદ, જ્યોતીન્દ્ર દવે અને ભગવતીકુમાર શર્માની કૃતિઓ પર ભજવાયેલા વાચિકમમાં યામિની વ્યાસ વિવિધ ભૂમિકાઓમાં રજૂ થયાં હતાં. આ ઓનલાઇન મંચના ઉપક્રમમાં ગુજરાતી ભાષા સાચી ને યોગ્ય રીતે બોલાય, લખાય અને વંચાય એવા આગ્રહ પર કેન્દ્રિત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે મુખ્ય પ્રધાને ટેસ્ટ કરાવીને રાજ્યની જનતાને પણ ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી. તેમણે વિડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે ટેસ્ટથી ડરવાની જરાય જરૂર નથી. રાજ્યમાં અત્યાર સુધી 32.86 લાખ જેટલા કોરોનાના ટેસ્ટ થઈ ચૂક્યા છે.
દરરોજ 70,000થી વધુ ટેસ્ટ
મુખ્ય પ્રધાને વિડિયો મેસેજમાં જણાવ્યું હતું કે રાજ્યમાં દરરોજ 70,000થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેમાંથી પ્રતિ દિન 1300 લોકો કોરોના પોઝિટિવ નીકળે છે. જેથી ટેસ્ટથી ડરવાની જરાય જરૂર નથી. જોકે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે.
રાજ્યમાં હાલ 16407 સક્રિય કેસો છે અને રાજ્યમાં અત્યાર સુધી 32,86,544 ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. બીજી બાજુ ક્વોરોન્ટાઇનમાં રહેલા લોકોની સંખ્યા 7.43 લાખ જેટલી છે અને અત્યાર સુધી રાજ્યમાં કોરોનાને કારણે 3210 લોકોનાં મોત થયાં છે. હાલમાં સૌથી વધુ સક્રિય કેસો અમદાવાદમાં છે, જેની સંખ્યા 4245 જેટલી થવા જાય છે. જોકે અત્યાર સુધીમાં 93,883 લોકો કોરોનાને માત પણ આપી ચૂક્યા છે.
નવી દિલ્હી/બીજિંગઃ ચીન અને ભારત વચ્ચે ટેન્શનનો માહોલ આશરે છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યો છે. ચીન ભારતને હેરાન કરવાની એકેય તક નથી ગુમાવતું નથી. હવે ચીન પર આરોપ છે કે એ હાઇબ્રિડ વોરના મોડમાં આવ્યું છે. એના દ્વારા ચીન ભારતમાં આશરે 10,000 લોકોના ડેટા પર દેખરેખ રાખે છે. મતલબ કે જાસૂસી કરે છે. એક અહેવાલ મુજબ ચીન ભારતના અનેક હાઇ પ્રોફાઇલ લોકો પર નજર રાખી રહ્યો છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને સોનિયા ગાંધી જેવા અનેક લોકોનો સમાવેશ થાય છે. ચીનની આ નવી હાઇબ્રિડ વોરની રમત કેવી છે અને કેવી રીતે કરવામાં આવી રહી છે એનાથી ડેટાની જાસૂસી. આવો જાણીએ હાઇબ્રિડ વોરની દરેક માહિતી…
શું છે ચીન પર આરોપ
અહેવાલ મુજબ 10,000 ભારતીય લોકોની જાસૂસી કરી રહ્યો છે ચીન.
દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સીઝનનો આવતી 19 સપ્ટેમ્બરથી યૂએઈમાં આરંભ થઈ રહ્યો છે. દુબઈ, અબુધાબી અને શારજાહમાં મેચો રમાશે. ભારતમાં કોરોના વાઈરસનો ફેલાવો વધી ગયો હોવાને કારણે આ વખતની આઈપીએલ સ્પર્ધાને વિદેશની ધરતી પર રમાડવાનો નિર્ણય લેવાયો છે.
19 સપ્ટેમ્બરે પહેલી મેચ ગયા વર્ષના ચેમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. સ્પર્ધા 10 નવેમ્બર સુધી ચાલશે.
આ વખતની સ્પર્ધા સ્ટેડિયમોમાં દર્શકો વિના રમાડવામાં આવશે. પરંતુ ટીવી દર્શકોનો સ્પર્ધા માટેનો જુસ્સો અને ઉત્સાહ ટકી રહે એટલા માટે આયોજકોએ અમુક વ્યવસ્થા કરી છે.
જેમ કે, દરેક મેચ દરમિયાન ચીયરલીડર્સ છોકરીઓ નાચતી જોવા મળશે. એ છોકરીઓ સ્ટેડિયમમાં લાઈવ નાચતી નહીં હોય, પરંતુ રેકોર્ડ કરેલા વિડિયો દર્શાવવામાં આવશે. જ્યારે કોઈ ચોગ્ગો કે છગ્ગો ફટકારવામાં આવશે ત્યારે ચીયરગર્લ્સને નાચતી બતાવતો રેકોર્ડેડ વિડિયો રજૂ કરવામાં આવશે. એવી જ રીતે, દર્શકોના રેકોર્ડેડ પ્રત્યાઘાત પણ રજૂ કરવામાં આવશે.
સ્ટેડિયમમાં અતિરિક્ત સ્ક્રીન મૂકવામાં આવશે જેની પર દર્શકોનાં રેકોર્ડ કરેલા હાવભાવ, પ્રત્યાઘાત રજૂ કરવામાં આવશે તેમજ ચીયરલીડર્સનાં વિડિયો બતાવવામાં આવશે.
સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારે આ વ્યવસ્થાને આવકાર આપ્યો છે અને કહ્યું છે કે આને કારણે ખેલાડીઓનો આત્મવિશ્વાસ ચોક્કસપણે વધશે.
ટીમમાલિકોએ ચીયરલીડર્સના નાના-નાના વિડિયો પહેલેથી જ તૈયાર કરાવી લીધા છે. તેથી જ્યારે એમની ટીમનો બેટ્સમેન જ્યારે ચોગ્ગો કે છગ્ગો ફટકારશે ત્યારે એને વધાવતી ચીયરગર્લ્સના વિડિયો સ્ટેડિયમના સ્ક્રીન પર રજૂ કરવામાં આવશે. જે ખાસ તો ટીવી દર્શકોને બતાવવા માટે જ તૈયાર કરવામાં આવ્યા છે. ખેલાડીઓને પણ તેઓ ખાલી સ્ટેડિયમમાં રમી રહ્યા છે એવું નહીં લાગે, એમનો આત્મવિશ્વાસ વધશે અને સાથોસાથ રમતનો રોમાંચ પણ જળવાશે.
આઈપીએલ-2020ની તમામ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડિઝની+હોટસ્ટાર પર તેમજ ફેનકોડ એપ પર જોઈ શકાશે.
માતાઓ તેમના બાળકોના મૂર્ખામીભર્યા પગલાઓને માટે લડવા માટે જાણીતી છે. પરંતુ તેઓ હંમેશા તેમના બાળકો માટે શ્રેષ્ઠ તેમના હૃદયમાં ઇચ્છતી હોય છે. જ્યારે માતા એક બાળક માટે મજબૂત પાયો નાખે છે અને તેમના રચનાત્મક વર્ષોમાં આધારનું આધારસ્તંભ બની જાય છે, ત્યારે બાળકો મોટા થતાં મોટાભાગે તે પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના, હંમેશાં તેમના માતાપિતા તરફ ટેકા માટે વલણ રાખી શકે છે તે હકીકતને કેમ ભૂલી જાય છે? જ્યારે માર્ગ અવરોધનો સામનો કરવો પડે ત્યારે તેમના મનમાં ‘મા તુમ નહીં સમજો ગી’ પ્રશ્ન કેમ આવે છે? જ્યારે સંદેશાવ્યવહારના દરવાજા બંધ હોય ત્યારે માતાએ પોતાના બાળકની સાથે ઉભા રહેવું કેટલું પડકારજનક હોવું જોઈએ. સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનનું ઇન્ડિયાવાલી મા છે, જે માતાની જરૂર ન હોવાની કહી દિધા પછી પણ તે માતાની પ્રિય અને સંબંધિત મુસાફરીને આગળ ધપાવી રહી છે જે તેમના પુત્રને છોડી દેતી નથી.
ભુજની એક સરળ સ્વપ્નમુક્ત આધેડ વયની મહિલા, જે તેના સહાયક પતિ, હસમુખ સાથે સારી રીતે સ્થિર જીવનનો આનંદ માણે છે, તેને જીવનમાં ફરિયાદ કરવા માટે કંઈ જ નથી. પરંતુ પતિ-પત્ની વચ્ચેના વિવાદનું કારણ તેમનો એકમાત્ર પુત્ર રોહન છે. જ્યારે કાકુ સતત તેના યુએસ-રહેતા પુત્રના ધ્યાન માટે ચિંતા કરે છે, જ્યારે હસમુખ વ્યવહારુ હૃવાનો અહેસાસ કરે છે કે રોહન અલગ થઈ ગયો છે. જો કે, કાકુ વિવાદાસ્પદ માતા હોવાને કારણે તેના પુત્રની ઉપેક્ષાને નકારી કાઢે છે અને તે હંમેશાની જેમ તેની સાથે ઉભા રહેવાનું માને છે.
ભાગ્યમાં તે હોઈ શકે છે, રોહન અજાણતાં કાકુના એક વિડિઓ કોલનો જવાબ આપે છે, જે આટલા લાંબા સમય પછી તેના પુત્રને જોવા માટે ઉત્સાહિત છે, પરંતુ તેના બદલે કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ સાથે મળ્યા છે. રોહને આકસ્મિક રીતે ઉલ્લેખ કર્યો છે કે તે પહેલેથી જ પરિણીત છે અને તે કાયમી ધોરણે પાછા ભારત આવવાનું વિચારે છે…ફકત બેગ્લોરમાં સ્થાયી થવા માટે કાકુ અને હસમુખ બંને તેમના પુત્રના જીવનનો ભાગ ન હોવાને લીધે નિરાશ થયાની લાગણી અનુભવે છે, પરંતુ કાકુના શબ્દોમાં, “એક મા માફ પહેલે કરતી હૈ ઔર નારાજ બાદ મે હોતી હૈ,” પોતાની નિરાશાને બાજુ પર રાખીને, કાકુએ રોહન અને તેની પત્નીને બેંગ્લોરમાં મળવાનું નક્કી કર્યું અને તેમની સાથે થોડો સમય પસાર કરે. જોકે હસમુખ ભુજમાં પાછા રહેવાનું નક્કી કરે છે.
કાકુ માટે ભુજથી, બેંગ્લોર સુધીની સફર, એ માત્ર 6 વર્ષ પછી તેને મળવાની ઝંખના એ જે ત્યાં સુધી જવાનું ચાલકબળ છે! પરંતુ બેંગ્લોર જેવા અજાણ્યા શહેરમાં કાકુ માટે તેના પોતાના પડકારોનો સમૂહ રહેલો છે. જેમ જેમ કાકુ રોહનની દુનિયામાં પ્રવેશ કરે છે, તેમ તેનો ભાગ બનવાનો પ્રયાસ કરવાનો પ્રયાસ કરે છે. ચિનમ્મા, રોહનની પત્ની, તેની સરળ સાસુને નવી દાસી બનાવાની ભૂલ કરે છે. જ્યારે કાકુ તેની સાથે સામી રમત રમે છે, ત્યારે આ પ્રામાણિક ભૂલથી ચીનામ્મા શરમજનક બની જાય છે. જેમ કે કાકુ નવી જીવનશૈલીમાં સમાયોજિત કરી રહી છે, તેના પુત્રની સિદ્ધિઓ પર ગર્વ અનુભવે છે અને તેના ખૂબ વ્યસ્ત પુત્ર સાથે થોડી ક્ષણો મેળવવાનો પ્રયાસ કરે છે, ત્યારે રોહન તેમના વ્યવસાયિક સહયોગીઓને રાત્રિભોજનની પાર્ટી માટે આમંત્રણ આપવાનું નક્કી કરે છે. કાકુ આને તેના પુત્રને ખુશ કરવાની તક તરીકે જુએ છે અને મહેમાનો માટે ખૂબ જ સરસ ભોજન બનાવે છે. પરંતુ તેના પ્રયત્નો રોહનને સ્વીકાર્ય નથી અને તેણે તેના સાથીદારોની સામે શરમમાં ન આવવુ પડે તે માટે તેણે પાર્ટીમાં તેને ભાગ ન લેવાનું કહ્યું છે.
હ્રદયભંગ થયેલ કાકુ પોતાને શાંત પાડે છે અને તે હજી પણ તેના પુત્ર સાથે જોડાઈ રહેવાનું નક્કી કરે છે તે પછી જ તેણી તેના વિશેની કેટલીક સત્યતાઓ પ્રાપ્ત કરે છે. રોહન પરણિત નથી, પરંતુ ચિનામ્મા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં છે. તેઓ લગ્નગ્રંથીથી બાળકને જન્મ આપી રહ્યા છે. અને તે ઉપરાંત, રોહન આર્થિક દેવામાં છે. તે હજી પણ રોહન પાસે જાય છે જે તેને બરતરફ કરે છે અને તેને જતા રહેવા માટે કહે છે. પરંતુ શું આવા પડકારજનક સમયમાં કોઈ માતા પોતાના એકમાત્ર પુત્રને છડી દેશે? ચોક્કસપણે ઇન્ડિયાવાલી મા નહીં અને ચોક્કસપણે કાકુ નહીં છોડે!
કાકુ, પોતે રોહનની સમસ્યાઓનું સમાધાન કરવા માટે ખૂબ જ સખત પ્રયાસ કરે છે. પરંતુ રોહન માટે, તે આને તેના જીવનમાં તેની માતાની દખલ તરીકે જુએ છે. માતા ફકત તેમના બાળકના ભાવિને ઉડાન માટે પાંખો આપીને પ્રોત્સાહિત કરવા અને તેને ટેકો આપવા માટે જાણે છે. પરંતુ જ્યારે તે પડી જાય ત્યારે તે તેમને પસંદ કરવા માટે હંમેશાં હાજર રહે છે. બચ્ચે ભલે હી હાથ છોડ દે, માં સાથ નહીં છોડતી ભલે ગમે તે ઉંમર હોય. કાકુ તેના પુત્રને આર્થિક સંકટમાં મદદ કરવા માટે નોકરી કરવાનો અદભુત વિચાર લાવે છે. રોહને ફરીથી તેના પ્રયત્નોને નકારી કાઢે છે અને ઈચ્છે છે કે તેણી તેને એકલા છોડી ભુજમાં પાછા જાય. પરંતુ આ મા તેના પુત્રને પાટા પર પાછા લાવવા માટે કટિબદ્ધ છે પહેલે ચલના શિખાયા થા, અબ રસ્તા દિખેગી યે ઈન્ડિયાવાલી માં!
પોતાના પુત્રના જીવનને પુનર્જીવિત કરવા માટે કાકુ કેટલી હદ સુધી આગળ વધશે? આ વાર્તા ઇન્ડિયાવાલી માં, દરેક સોમવારથી શુકવાર રાત્રે 8:30 વાગ્યે ફકત સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન પર નિહાળો
Jiss maa ne janm diya, woh maa ab raah dikhayegi! Dekhiye Kaku ka ab tak ka safar! Aur dekhiye #IndiaWaaliMaa Som-Shukr raat 8:30 baje sirf Sony par.#NiteshPandey Sucheeta Trivedi Sheen Dass Akshay Mhatre
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં રેકોર્ડ સ્તરે વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 92,071 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1136 લોકોનાં મોત થયાં છે. દેશમાં બીજી સપ્ટેમ્બરથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 48,46,427 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 79,722 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 37,80,107 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,86,598 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.64 ટકા થયો છે.
5.72 કરોડ લોકોના સેમ્પલ ટેસ્ટ
દેશમાં અત્યાર સુધી 5.72 કરોડ લોકોનાં સેમ્પલનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે, જેમાં 13 સપ્ટેમ્બરે 10 લાખ લોકોનાના કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોના વાઇરસના 54 ટકા કેસ 18થી 44 વર્ષની ઉંમરના લોકોના છે, જ્યારે કોરોના વાઇરસથી થનારાં 51 ટકા મોત 60 વર્ષ કે તેનાથી વધુ વયના લોકોનાં થયાં છે, એમ ICMRએ કહ્યું હતું.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
બીજિંગઃ ચીન દ્વારા ધરપકડ કરવામાં આવેલા 12 લોકતંત્રના સમર્થકોનો મામલો ચર્ચાને ચકડોળે ચઢ્યો છે. આમાં ચીન દ્વારા કોઈ ષડયંત્ર કરવામાં આવ્યું હોવાની આશંકા છે. અમેરિકાએ પણ આ મુદ્દે ચીન અને હોંગકોંગની તીખી આલોચના કરી છે. અમેરિકાએ હોંગકોંગના 12 લોકતંત્રતરફી અધિકારીઓને તેમના વકીલો સુધી પહોંચથી દૂર કરવા બદલ હોંગકોંગના અધિકારીઓની નિંદા કરી છે. અમેરિકાને આમાં ચીનનું નવું ષડયંત્ર માલૂમ પડે છે. ચીને આ 12 લોકતંત્ર કાર્યકર્તાઓને અલગાવવાદી જાહેર કર્યા છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ અનુસાર બીજિંગમાં વિદેશ મંત્રાલયે ઘોષણા કરી હતી કે યુવા ભાગેડુ લોકોનાં જૂથો- જે ગયા વર્ષના સરકારવિરોધી પ્રદર્શનોથી જોડાયેલાં હતાં, તે હોંગકોંગને ચીનથી અલગ કરવાના પ્રયાસ કરવાવાળાં તત્ત્વો છે. આ નિવેદનમાં પુષ્ટિ કરવામાં આવી છે કે આ જૂથમાં 11 પુરુષ અને એક મહિલા સામેલ છે, જેમની વય 16થી 33 વર્ષની છે.
આ ધરપકડ કરવામાં આવેલા લોકતંત્રના ટેકેદારોના પરિવારના સભ્યોને કહેવામાં આવ્યું છે કે જે વકીલોને તેમણે કેસ લડવા રાખ્યા છે, તેમને આ સમર્થકોની પહોંચથી દૂર રાખ્યા છે. ચીની વિદેશપ્રધાનના પ્રવક્તા ચુનયિંગે ટ્વીટમાં કહ્યું છે કે ધરપકડ કરવામાં આવેલા 12 લોકો લોકતંત્રના સમર્થક કાર્યકર્તા નહોતા, પણ આ અલગાવવાદી તત્ત્વ છે, જે ચીનથી અલગ હોંગકોંગના પ્રયાસ કરી રહ્યા છે.
આ પહેલાં અમેરિકા પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે. પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવેલા દાવાઓનો જવાબ આપતાં અમેરિકી વિદેશપ્રધાન માઇકલ પોમ્પિયોએ 11 સપ્ટેમ્બરે કહ્યું હતું કે અમેરિકાને ઊંડી ચિંતા છે કે બે સપ્તાહ પહેલાં ગ્વાંગડોંગ મેરિટાઇમ પોલીસે હોંગકોંગના 12 લોકતંત્ર કાર્યકર્તાની ધરપકડ કરી હતી, તેમને વકીલોની પહોંચથી દૂર કરી દેવામાં આવ્યા છે.
સપ્તાહ દરમિયાન તમારા મગજ માં વધુ વિચારો માનસિક થાકની લાગણી અને કામ ટાળવાની વૃતિ જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ કે વાદ વિવાદ ની સંભાવના બની શકે.નાની નાની વાત માં ગુસ્સો ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરી માં તકેદારી રાખવી જરૂરી છે. બજાર માં કામકાજ કરતી વખતે કામ માં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લાવ્યા ની લાગણી નો અનુભવ થયા કરે. કોઈને વણમાંગી સલાહ સુચન ના આપવી. ખટપટ કે મજાક કરવાવાળા લોકો થી દુર રહેવામાજ શાણપણ છે.
લાગણીશીલ બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવ માં કોઈના કામ માં સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામાં,સગા સ્નેહીમી તમે મજાક કરવાની વૃતિ વાળા બનો. જૂની ઓળખાણ કે જૂની યાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે.બજાર ના કામકાજ માં ઉત્સાહ ને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકેછે. નવી નોકરી કે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવી વસ્તુ શીખવી હોય તો આ સમય નો સદઉપયોગ કરવો સારો છે.
સપ્તાહ દરમિયાન ક્યારેય વાણી વિલાસના થાય તેનું દયાન રાખવું ઇચ્છનીય છે. ધરમાં કે કુટુંબમા કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજ માં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યા એ આકસ્મિક ખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્ય બાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. બજાર ના કામકાજ માં ધીરજ અને અનુભવ થી કામકાજ કરવું અન્ય ની વાત માં દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરી કે વ્યવસાય માં સમય નો દુરુપયોગ અને કારણ વગર ની કામકાજ માં સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવું જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.
મિલન મુલાકાત કે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામ ની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભ ની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબ કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમાં તમારી હાજરીનું વર્ચસ્વ પણ દેખાય.બજારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાની વૃતિ જાગે. યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારી કે વાત સાભાળવા મળે તેમજ મિત્રવર્તુળમાંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક ને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારોની માયાજાળમા ફસાયેલા રહો. કોઇની વાતને કારણે કોઈના પર ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનશીક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મનપરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો.
મનની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગીની વાત જાણે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને. ધાર્મિક ભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિક કે ધાર્મિકકાર્યમાં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, બજારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે. ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગ કે યુવાવર્ગ જે કોઈ નોકરી કે વ્યવસાયમાં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી વાત જાણવા મળે.
વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભ ના કે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઉભા થઇ શકે છે. લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાની સંભાવના રહેલી છે, જૂની વાત ક્યાય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવામાં આવે તો નસીબ જોગ સંજોગ પણ સાથ આપી શકે છે. બજારના કામકાજમાં ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે. તમારામાં સહકાર આપવાની ની ભાવના વધુ જાગે તેવું પણ બની શકે છે.
જાહેર જીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈની લાગણી ના દુભાય કે કોઈના ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જુના ક્યાય ઘરમાં કે નજીકના સગાસ્નેહીમાં કોઈ અણબનાવ કે મનદુઃખ થયું હોય તો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. બજારના કામકાજમા તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામ માં સારી ઉપસી આવે.નવીન કાર્ય કરવા માં તમને અન્ય નો સાથ સહકાર કે માર્ગ દર્શન સારું મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ વધી શકે છે.
ધીરજ નો અભાવ અને અધીરા પણું વધુ જોવા મળી શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબત થી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી ખોટીવાતમા દોરવાઈ ના જવાય. બજારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. સલાહ, ઠપકો કે કઈપણ પ્રકારનું માર્ગદર્શન કોઈ ને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમાં તેને કોઈ ગેરસમજ ના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટ શબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહ પૂર્વક વર્તવા થી ઘણી શાંતિ અને સરળતા રહી શકે છે.
યાત્રા કે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિક ભાવના, વધુ જાગે લોકકલ્યાણના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે. બજારના કામકાજમાં લાભની કોઈવાત સંભવિત બની શકે છે. લગ્ન માટેની વાતચીત ગોઠવવી અને તેમાં મિલનમુલાકાત કરવી તેમાં કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનાર વર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે.
કામકાજમાં વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો. કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસ થી કામમાં રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે. બજારમાં કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવાની સંભાવના રહેલી છે માટે “ ઓછું બોલવું વધુ સંભાળવું “ ની નીતિ અપનાવી વધુ યોગ્ય છે. મુસાફરી, પ્રવાસ થોડો કંટાળાજનક અને સમયના વ્યય થાય તેવો રહી શકે.
સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે. મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે તમારી કોઈ ગમતી વાત સાંભળવા કે રજુ કરવાની તક મળી શકે છે. બજારના કામકાજમાં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસનું આયોજન સંભવિત બની શકે છે. પેટ,અપચા ની તકલીફ સંભવિત છે, વડીલવર્ગ ને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિક કે ધાર્મિક કામકાજ માં જોડવા ની વૃતિ વધુ જાગે, કોઈ પ્રવૃત્તિ માં અન્ય નો સાથ સહકાર મળી શકે છે.