
વોટરબેબી સારા અલી ખાન…
દરેક ખોટી દોડમાં દેશ આગળ છેઃ રાહુલ ગાંધીનો કટાક્ષ
નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાઇરસના સંક્રમણને મામલામાં સતત થઈ રહેલા વધારા અને GDP વિકાસ દરમાં ભારે ઘટાડાને લઈને સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે વર્તમાન સમયમાં દેશ દરેક ખોટી દોડમાં આગળ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે મોદી સરકાર દેશને સંકટમાં ધકેલીને સમાધાન શોધવાને બદલે આંખ આડા કાન કરી દે છે. દરેક ખોટી દોડમાં દેશ આગળ છે-કોરોના સંક્રમણના આંકડા હોય કે પછી GDPમાં ઘટાડો હોય.
રાહુલ ગાંધી મોદી સરકાર પર આ પહેલાં પણ કટાક્ષ કરી ચૂક્યા છે. તેમણે GST,યુવાનો અને અર્થતંત્રને લઈને સરકાર પર પ્રહારો કર્યા હતા.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં એક દિવસમાં કોરોનાના 90,802 કેસ સામે આવ્યા પછી દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 42,04,613 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં 1016 લોકોનાં મોત સાથે આ વાઇરસથી અત્યાર સુધી 71,642 લોકોનાં મોત થયાં છે.
પોતાને ‘Y+’ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવા બદલ કંગનાએ અમિત શાહનો આભાર માન્યો
મુંબઈઃ મહારાષ્ટ્રના અમુક શાસક નેતાઓ સાથે સોશિયલ મિડિયા પર શાબ્દિક યુદ્ધ થયા બાદ બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતને એ જ્યારે મુંબઈ પાછી ફરશે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી ‘Y+’ શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. કંગનાએ ટ્વીટ કરીને આ માટે ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર માન્યો છે.
કંગનાને હાલમાં જ મહારાષ્ટ્રમાં ત્રણમાંની એક શાસક પાર્ટી – શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉત સાથે વાદવિવાદ થયો હતો. કંગના, જે હાલ હિમાચલ પ્રદેશમાં તેના વતન મનાલીમાં રહે છે, એ 9 સપ્ટેમ્બરે મુંબઈ પાછી ફરવા માગે છે. રાઉતે કહ્યું હતું કે તેણે મુંબઈ આવવાની કોઈ જરૂર નથી.
કંગનાએ તેનાં વેરીફાઈડ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે, મને ‘Y-પ્લસ’ શ્રેણીની સુરક્ષા પૂરી પાડવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય એ વાતનું પ્રમાણ છે કે હવે કોઈ પણ દેશભક્તના અવાજને કોઈ ફાસીવાદી કચડી નહીં શકે. હું અમિત શાહજીની આભારી છું. એમણે ઈચ્છ્યું હોત તો હાલના સંજોગોમાં મને અમુક દિવસો પછી મુંબઈ આવવાની સલાહ આપી હોત, પરંતુ એમણે ભારતની બેટીનાં વચનનું માન રાખ્યું, આપણા સ્વાભિમાન અને આત્મસમ્માનની લાજ રાખી. જય હિંદ.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું છે કે કંગના રણૌતને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPFs)ના સ્પેશિયલાઈઝ્ડ સિક્યોરિટી વિભાગ તરફથી ચોવીસ કલાક સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવશે. કંગનાને અર્ધલશ્કરી દળના 10 કમાન્ડો દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કંગનાએ એક ટ્વીટમાં એમ લખ્યું હતું કે એને પોતાનાં રક્ષણ માટે મુંબઈ પોલીસ પર ભરોસો નથી. એના જવાબમાં, સંજય રાઉતે એમ કહ્યું હતું કે જો કંગનાને મુંબઈની પોલીસથી ડર લાગતો હોય તો એણે મુંબઈ પાછા આવવાની જરૂર નથી. એના વળતા જવાબમાં કંગનાએ આને ખુલ્લી ધમકી કહીને મુંબઈની સરખામણી પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર (PoK) સાથે કરી હતી. એને કારણે વિવાદ સર્જાયો છે. મહારાષ્ટ્ર સરકાર અને શિવસેનાના નેતાઓ તરફથી રોષભર્યા પ્રત્યાઘાતો દર્શાવવામાં આવ્યા છે. સંજય રાઉતે કંગનાને માટે ‘હરામખોર’ શબ્દ પણ વાપર્યો હતો. ઘણા નાગરિકોએ માગણી કરી છે કે આવી કમેન્ટ કરવા બદલ કંગના માફી માગે. પરંતુ કંગનાએ એક વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો છે અને કહ્યું છે કે એને અભિવ્યક્તિની આઝાદી છે.
રેણુકા શહાણે જેવા અમુક ફિલ્મી સિતારાઓએ કંગનાની ટીકા કરી છે તો ગાયક સોનૂ નિગમે કંગનાનો પક્ષ લીધો છે અને અપમાનજનક ‘હરામખોર’ શબ્દ વાપરવા બદલ સંજય રાઉતની સખત ટીકા કરી છે.
રાઉતની પ્રત્યેક ટીકાને કંગનાએ સોશિયલ મિડિયા મારફત જડબાતોડ જવાબ આપ્યો છે.
બોલીવૂડમાં સહ-કલાકાર સુશાંત સિંહ રાજપૂતના મુંબઈમાં તેના નિવાસસ્થાને થયેલા ભેદી મૃત્યુને કંગનાએ એક આયોજિત હત્યા તરીકે ઓળખાવતાં અને બોલીવૂડમાં પ્રવર્તતી ખતરનાક ગંદકીની પોલ ખુલ્લી પાડ્યા બાદ કેસની તપાસ મુંબઈ પોલીસના હાથમાંથી છીનવી લઈને સીબીઆઈને સુપરત કરવામાં આવી છે.
એમાં હવે કંગનાને ‘Y-પ્લસ’ શ્રેણીની સુરક્ષા પૂરી પાડીને કેન્દ્રની ભાજપ સરકારે મહારાષ્ટ્ર સરકારને એક વધુ ફટકો માર્યો છે.
ये प्रमाण है की अब किसी देशभक्त आवाज़ को कोई फ़ासीवादी नहीं कुचल सकेगा,मैं @AmitShah जी की आभारी हूँ वो चाहते तो हालातों के चलते मुझे कुछ दिन बाद मुंबई जाने की सलाह देते मगर उन्होंने भारत की एक बेटी के वचनों का मान रखा, हमारे स्वाभिमान और आत्मसम्मान की लाज रखी, जय हिंद 🙏 https://t.co/VSbZMG66LT
— Kangana Ranaut (@KanganaTeam) September 7, 2020
કોરોના સંક્રમિતોની સંખ્યા 42 લાખને પાર, 1016નાં મોત
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 90,802 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1016 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 42,04,613 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 71,642 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 32,50,429 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,82,542 પહોંચી છે. રિકવરી રેટ વધીને 77 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.78 ટકા થયો છે.
બેંગલોરમાં મહિલા બીજી વાર કોરોના સંક્રમિત
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થયેલી ૨૭ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ ફરી પોઝિટિવ આવ્યો છે. ફોર્ટિસ હોસ્પિટલના જણાવ્યા અનુસાર જુલાઈમાં આ મહિલા પહેલી વાર કોરોનાથી સંક્રમિત થઈ હતી. તેને સારવાર અપાયા બાદ કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. જોકે એક જ મહિનામાં તેનામાં ફરી કોરોનાના લક્ષણ જોવા મળતાં ફરી ટેસ્ટ કરાયો, જે પોઝિટિવ આવ્યો હતો.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

અમદાવાદને ‘મિની પાકિસ્તાન’ કહેવા બદલ સંજય રાઉતે માફી માગવી જોઈએઃ ભાજપ
અમદાવાદઃ શિવસેનાના સંસદસભ્ય હાલમાં વિવાદાસ્પદ નિવેદનો કરીને વિવાદોના વમળમાં ઘેરાતા જાય છે. હજી કંગના રણૌત સાથે તેમનું વાકયુદ્ધ ચાલી જ રહ્યું છે, ત્યારે તેમણે ફરી એક નવો વિવાદ ઊભો કર્યો છે. ભાજપે શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉત પર અમદાવાદને ‘મિની પાકિસ્તાન’ કહેવાનો આરોપ મૂક્યો છે અને માગ કરી છે કે તેઓ ગુજરાત અને અમદાવાદના લોકોની માફી માગે. પત્રકારોની સાથે વાત કરતાં તેમણે પૂછ્યું હતું કે અભિનેત્રી કંગના રણૌતે જે રીતે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)ની મુંબઈ સાથે તુલના કરી છે, ત્યારે કંગના રણૌતમાં અમદાવાદની સરખામણી ‘મિની પાકિસ્તાન’ સાથે કરવાની હિંમત છે?
સંજય રાઉત અને કંગના રણૌત વચ્ચે વાકયુદ્ધ
સંજય રાઉત અને કંગના રણૌત એકમેક સામે બરાબરના વાકયુદ્ધમાં ફસાયાં છે, કેમ કે કંગનાએ સુશાંત સિંહ રાજપૂતના મોત પછી મુંબઈને અસુરક્ષિત શહેર કહ્યું હતું. જો તે મુંબઈ અને મહારાષ્ટ્રના લોકોથી મુંબઈને ‘મિની પાકિસ્તાન’ કહેવાની બદલ માફી માગશે તો હું પણ વિચારીશ. શું તે અમદાવાદ વિશે આવું કહેવાની હિંમત કરશે? એમ તેમણે સવાલ કર્યો હતો.

સંજય રાઉતની ટિપ્પણી પછી ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું હતું કે શિવસેના નેતાએ અમદાવાદને ‘મિની’ પાકિસ્તાન કહીને રાજ્યનું અને શહેરનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે તેમણે ગુજરાત અને અમદાવાદના લોકોની માગી માગવી જોઈએ.
શિવસેનાએ ગુજરાતીઓની ઇર્ષા ના કરવી જોઈએ
શિવસેનાએ ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતના નેતાઓની ઇર્ષા, નિંદા અને દ્વેષમાંથી બહાર આવવાની જરૂર છે. આ ગાંધીજી અને સરદાર પટેલનું ગુજરાત છે. સરદાર પટેલે 562 રજવાડાં એકજૂટ કરીને ભારતની એકતા અને અખંડિતતાને મજબૂત કરી છે. જૂનાગઢ અને હૈદરાબાદને પાકિસ્તાનમાં જતા અટકાવ્યા છે. સરદાર પટેલેની 370 આર્ટિકલને દૂર કરીને કાશ્મીરને દેશનું અવિભાજ્ય અંગ બનાવવાનું સપનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે પૂરું કર્યું છે, એટલે ભૂતકાળ અને વર્તમાનમાં ભારતની એકતા અને અખંડિતતા માટે ગુજરાતનું યોગદાનને યાદ રાખવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
રાશિ ભવિષ્ય 07/09 થી 13/09/20
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
વ્યવસાયમાં શુભ અને પ્રગતિના સમાચાર મળે, કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.
અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.
આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.
વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.
સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.
કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.
તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.
વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.
જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.
યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.
તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.
પોતાની સાથે પ્રમાણિક અને સરળ રહો
(સદગુરૂ જગ્ગી વાસુદેવ)
જ્યારે આપણે આધ્યાત્મિક પ્રક્રિયાઓ ની વાત કરીએ છીએ, ત્યારે તે વસ્તુઓ, જેના વિષે આપણે કંઈ જ જાણતા નથી તેના વિષે તારણો અથવા નિષ્કર્ષો બાંધવા ની વાત નથી કરતા. જો તમારા માં આટલું જોવાની પ્રમાણિકતા છે કે, “જે હૂં જાણું છુ, હૂં જાણું છું. જે હૂં નથી જાણતો, હૂં નથી જાણતો,” તો તમે પહેલેથી જ એક મુમુક્ષુ છો. આધ્યાત્મિકતાનું મૂળભુત પાસું આ છે “મારું મગજ કઈ ફરેલું નથી કે હૂં કલ્પનાઓ માં રાચું. હૂં તૈયાર છું એ સ્વીકારવા માટે કે હૂં શું જાણું છું અને નથી જાણતો. એક વાર તમે આ જોઇલો, તો મનુષ્યની બુદ્ધિનો સ્વભાવ જ એવો છે કે તે “હૂં નથી જાણતો” સાથે રહી ના શકે. તે જાણવા માંગશે. એક વાર જાણવાની ઈચ્છા થાય, તો શોધ શરૂ થશે. એક વાર શોધ શરૂ થઇ, તો એનો માર્ગ પણ મળશે. એટલા માટે, તમે જ્યારે આધ્યાત્મિક માર્ગ પર ચાલો છો તો અમે તમને ખોજી/જિજ્ઞાસુ કહીએ છીએ.

પણ અત્યારે, એવું લાગે છે કે જાણે આખી દુનિયા આ સરળ “હૂં નથી જાણતો” ની વિરૃદ્ધ છે. આપણે જે કંઈ પણ નથી જાણતા તે આપણે માની લઇએ છીએ. તમે તમારું નામ બોલતા શીખો તે પેહલા તો, ભગવાન કોણ છે? તેમનાંપત્ની કોણ છે? તેમનાં કેટલા સંતાનો છે? તેમનું સરનામું શુ છે? તેમની જન્મતારીખ? એમને શું ગમે છે? એમને શું નથી ગમતું? – આવું બીજું ઘણું બધું જાણો છો. તમને આવા બેવકૂફીભર્યા સૂચનો અને જવાબો આપવાને બદલે, જો તમારા માતાપિતા અને સમાજે “મને ખબર નથી” નું પોષણ કર્યું હોત – કે વાસ્તવ તમે કશું જ જાણતા નથી – તમે ક્યાં થી આવ્યા છો, તમે ક્યાં જશો, તમે આ બંને વસ્તુ નથી જાણતા. તો પછી દરેક મનુષ્ય આ દુનિયા માં રહસ્યવાદી બની ગયો હોત કારણકે માણસની બુદ્ધિ ફક્ત ખાવું, પીવું અને સારી રીતે જીવવાથી સંતોષ પામતી નથી. સ્વાભાવિક રીતે તેને જાણવાની ઈચ્છા હોય છે. અમુક લોકો માને છે કે આ એક સમસ્યા છે, પણ આ એક સંભાવના પણ હોઈ શકે છે. તમે એને આ રીતે અથવા તે રીતે જોઈ શકો છો. અમુક લોકો એમ વિચારે છે કે આ એક મોટી સમસ્યા છે પણ આ એક મોટી સંભાવના પણ છે.

“હું જાણતો નથી” એ પૂરેપૂરું નષ્ટ થઇ ચૂક્યું છે, કારણકે તમે જીવન ના મૂળભૂત પાંસાઓ વિષે તમારે પાસે જે રેડીમેડ.. તૈયાર જવાબો છે તેમનો વિશ્વાસ કરો છો. એક વખત તમે તે માની લો, જે તમને નથી જાણતા કારણકે તમારી પુસ્તક માં લખેલું છે અથવા કોઈક એવું કહે છે – બધા પુસ્તકો અને ભૂતકાળ ના મહાપુરુષો પ્રત્યે પૂર્ણ આદર સાથે કહું છું – તમે જાણવા ની બધી શક્યતાઓ નો નાશ કરો છો. દાખલા તરીકે, હું તમને કંઈક કહું છુ જે તમે નથી જાણતા અને જે તમારા અનુભવ માં નથી, હવે તમારી પાસે ફક્ત બેજ વિકલ્પ છે તમે મને માનો અથવા મને નકારી દો. જો તમે મારી વાત માની લો છો તો તમે વાસ્તવીકતાની વધુ નજીક નથી જતાં. જો તમે મને નથી માનતા તો પણ તમે વાસ્તવિકતાની વધુ નજીક નથી જવાના. જો તમને કંઇક જાણવું હોય તો તમારે વાસ્તવિકતાના સંપર્ક માં રહેવું પડે. નહીંતર તમે ક્યાંય નહિ પહોંચી શકો. અને તમે માત્ર એવા વહેમ માં રહેશો કે તમે બધું જાણો છો.

આજે વિશ્વમાં પૂરતી બુદ્ધિમત્તા છે લોકોની જાગરૂકતાને એક ચોક્કસ સ્તર સુધી વિકસાવવા માટે જેથી તેઓ જોઈ શકે: જે તેઓ જાણે છે, તેઓ જાણે છે અને જે તેઓ નથી જાણતા, તેઓ તે નથી જાણતા. આ હોવાનો એક સરળ માર્ગ છે. જો તમે દુનિયામાં કોઈની સાથે પ્રમાણિક નથી હોઈ શકતા, તો આ એક સામાજિક સમસ્યા છે – એ તમારે જોવાનું છે. પણ જો તમે આધ્યાત્મિક વિકાસ કરવા માંગો છો, તો તમે ઓછા માં ઓછુ આ એક પગલું ભરો તમારા જીવન માં: પોતાની સાથે સંપૂર્ણપણે પ્રમાણિક બનો.
(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ– પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)
રાશિ ભવિષ્ય 07/09/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post
![]()
આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.
આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.
આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.
આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.
આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.
આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.
આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.
આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.













