Home Blog Page 4666

વાહ ભાઈ વાહ! ૬ સપ્ટેમ્બર, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૬ સપ્ટેમ્બર, ૨૦૨૦

૬ સપ્ટેમ્બર ૨૦૨૦

૬ સપ્ટેમ્બર ૨૦૨૦

રાશિ ભવિષ્ય 06/09/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળી શકે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજના યોગ છે, આરોગ્યબાબત કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુઅભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે માટે આજે શાંતિ રાખવી સારી કહી શકાય.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટીમુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્યમાટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. એકંદરે દિવસ શાંતિથી પસાર કરવો.


તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરાકરવા માટેકે તમારા લગ્ન અથવા કોઈના લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય, પ્રિયજન સાથે દિવસ સારી રીતે પસાર થાય.


કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે, તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરાવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર બાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીનાદર્દ હોય તેવા લોકો માટે આજે પરેજી પાળવામાં ચોકસાઈ રાખવી જરૂરી છે. દિવસ શાંતિથી પસાર કરવો.


મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવું પણ બની શકે છે. કોઈના લગ્નબાબત વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


થોડીક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.


કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે અને ઉત્સાહિત થવાય તેવું બની શકે છે.


ઘણા કામકરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય.ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

પંચાંગ 06/09/2020

IPS અધિકારીએ કહ્યું, ‘આવી રીતે નાચશો તો કોરોના હારી જશે’

નવી દિલ્હીઃ કેટલાક લોકો દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાનું બહાનું શોધી લેતા હોય છે. આવું જ એક દ્રશ્ય  હાલમાં કોરોનાની એક હોસ્પિટલમાં જોવા મળ્યું. અહીં કોરોનાના દર્દીઓ મોજમસ્તી સાથે હોસ્પિટલમાં બર્થડે પાર્ટી ઊજવતા જોવા મળ્યા. માત્ર એટલું જ નહીં, આ કોરોનાના દર્દીઓ મસ્તીથી ડાન્સ કરી રહ્યા હતા. એક IPS ઓફિસરે ટ્વિટર એકાઉન્ટથી એક વિડિયો શેર કર્યો હતો, જેમાં કેટલાક કોરોના દર્દીઓ બર્થડે પાર્ટી ઊજવી રહ્યા છે. કદાચ, તમે અત્યાર સુધી કોઈ કોરોના હોસ્પિટલમાં આવું દ્રશ્ય નહીં જોયું હોય.

IPS ઓફિસર દીપાંશુ કાબરાએ ટ્વિટર એકાઉન્ટ પર જે વિડિયો શેર કર્યો છે, એની કેપ્શનમાં લખ્યું છે,

“@dalermehndi के गानों पर 2 मिनट नाचने से बड़ी से बड़ी नेगेटिविटी गायब हो जाती है. @RaipurDist के इंडोर स्टेडियम #COVID19 Hospital में #Birthday पार्टी का नज़ारा. आप भी ऐसे हंसते रहें, दिल खोल कर नाचें, सावधानी बरतें, वायरस हारेगा. Being Happy is the way to beat all Viruses!”

કોઈને ડર નહીં

આ વિડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે ત્યાં જેટલા પણ કોરોનાના દર્દીઓ છે, તેમને કોઈ પણ જાતનો ડર નથી અને તેમના વિચારો પણ પોઝિટિવ છે. ત્યારે તો બધું ભૂલીને બહુ મોજમસ્તીથી બર્થડે પાર્ટી તેઓ માણી રહ્યા છે. જો તમે મનથી નેગેટિવ નહીં વિચારો તો તમે કોઈ પણ બીમારી અથવા મુશ્કેલીને બહુ જલદી હરાવી દેશો.

સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બંધ કરાયા

રાજપીપળાઃ ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમમાંથી એવરેજ ૭૦ હજાર ક્યુસેક પાણીનો ફલો સરદાર સરોવર નર્મદા ડેમમાં છોડવામાં આવી રહ્યો છે. આજે સાંજે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી ૧૩૫.૪૨ મીટરે નોંધાઈ હતી. જોકે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ઘટાડો થયો છે. હાલમાં ડેમના ૩૦ દરવાજા બંધ છે. આ ઉપરાંત રિવરબેડ પાવર હાઉસના ૬ યુનિટ ૨૦૦ મેગાવોટની કેપેસિટી સાથે ૧૨૦૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે.

વીજળી ઉત્પન્ન કર્યા પછી ૪૨ હજાર ક્યુસેક જેટલું પાણી ભરૂચ તરફ વહી રહ્યું છે. આ સાથે કેનાલ હેડ પાવર હાઉસનું એક યુનિટ ૫૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી રહ્યું છે અને ૪૬૦૦ ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ મુખ્ય કેનાલ તરફ વહી રહ્યો છે, તેવી માહિતી નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજ્જરે આપી હતી.

 

 

 

કોરોનાએ રિટેલ બજારની કમર તોડીઃ પાંચ મહિનામાં રૂ. 19 લાખ કરોડનું નુકસાન

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાએ દેશના રિટેલ વેપારની કમર તોડી નાખી છે. પાછલા પાંચ મહિનામાં ભારતીય રિટેલ વેપારીઓને 19 લાખ કરોડ રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું છે. લોકડાઉન ખૂલવાના ત્રણ મહિના પછી પણ દેશભરમાં વેપારીઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. વેપારીઓની સંસ્થા કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)નું કહેવું છે કે રિટેલ વેપારને ટેકો આપવા જરૂરી પગલાં ના લેવામાં આવ્યાં તો દેશભરમાં આશરે 20 ટકા દુકાનો બંધ કરવી પડશે, જેનાથી મોટી સંખ્યામાં બેરોજગારી પણ વધવાની શક્યતા છે. નાણાપ્રધાન પાસે વેપારીઓએ વ્યાજ અને પેનલ્ટીથી રાહતની માગ કરી છે.

નાણાકીય સંકટ

CAITએ કહ્યું હતું કે વેપારી દુકાનો પર ગ્રાહકોની સંખ્યા ઓછી થવાથી વેપારીઓ બહુ પરેશાન છે. રિટેલ બજારમાં નાણાકીય સંકટ ઝળુંબી રહ્યું છે. નવેમ્બર-ડિસેમ્બર માટે માલની ચુકવણી જે ફેબ્રુઆરી-માર્ચ સુધી આવવી જોઈએ, એ ચુકવણી અત્યાર સુધી બજારમાં નથી થઈ.

ગ્રાહકો બજારોમાં આવતા નથી

CAITએ કહ્યું હતું કે દિલ્હી, મુંબઈ,, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નઈ, નાગપુર સહિત 20 મુખ્ય શહેરોમાં રિટેલ બજારોનો સર્વે કરવામાં આવ્યો હતો. આ શહેરોમાંથી એકત્ર કરવામાં આવેલા આંકડાથી માલૂમ પડે છે કે કોરોનાએ કઈ રીતે દેશના વેપારીઓને પ્રતિકૂળ અસર કરી છે. આમ આદમીમાં કોરોનાને લઈને બહુ ડર પેસી ગયો છે, જેને કારણે સ્થાનિક ગ્રાહકો બજારોમાં આવતા નથી.

પેનલ્ટી અને વ્યાજમાં રાહત

CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે એક અંદાજ અનુસાર ઘરેલુ વેપારને એપ્રિલમાં પાંચ લાખ કરોડનું નુકસાન થયું હતું. મેમાં એ આશરે સાડાચાર લાખ કરોડ રૂપિયાનું અને જૂન મહિનામાં લોકડાઉન હટાવ્યા પછી આશરે ચાર લાખ કરોડ રૂપિયા, જુલાઈમાં આશરે ત્રણ લાખ કરોડ રૂપિયા અને ઓગસ્ટમાં 2,5 લાખ કરોડ રૂપિયાનું વેપારમાં નુકસાન થયું હતું.

CAITએ નાણાપ્રધાનને આગ્રહ કર્યો છે કે હાલ વેપારીઓ પર વ્યાજ આપવાનું દબાણ બેન્કો દ્વારા ના કરવામાં આવે –એના માટે બેન્કોને નિર્દેશ આપવામાં આવે. એણે કહ્યું હતું કે અમે તો માત્ર વ્યાજ હમણાં ના લેવામાં આવે અને કોઈ પણ પ્રકારની પેનલ્ટી વેપારીઓ પર ના લગાવવામાં આવે એટલી જ માગ કરી રહ્યા છીએ.

 

 

સાત કલાકમાં મુંબઈ, નાસિકમાં ત્રણ વાર ભૂકંપના આંચકા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સાત કલાકથી ઓછા સમયમાં ત્રણ વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મુંબઈની પાસે શનિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નાસિકમાં પણ અડધી રાત્રે બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એનું કેન્દ્ર મુંબઈના ઉત્તર તરફ 98 કિલોમીટર દૂર હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.7 માપવામાં આવી હતી. આ પહેલાં નાસિકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા ચાર અને 3.6ની માપવામાં આવી હતી. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને જાનમાલના નુકસાન કોઈ અહેવાલ નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ટ્વીટ કરીને માહિતી આપી

રૂપાણી સરકારે યુવાનો માટે સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો ખોલી

અમદાવાદઃ રાજ્ય સહિત વિશ્વમાં કોરાનાને કારણે મંદી પ્રવર્તી રહી છે. દેશમાં ખાનગી સાથે સરકારી નોકરીઓમાં ભરતી સ્થગિત કરવામાં આવી છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ યુવાનો માટે સારા સમાચાર આપ્યા  છે. તેમણે સરકારી પદોએ પસંદ થયેલા ઉમેદાવારોને તાત્કાલિક નિમણૂક પત્રો આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત નવાં પદો પર ભરતીની જાહેરાત કરી છે. તેમણે રાજ્ય સરકારની નોકરીઓમાં ભરતી માટે તાત્કાલિક ધોરણે વરિષ્ઠ અધિકારીઓ GPSC ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ-સામાન્ય વહીવટ વિભાગ, શિક્ષણ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠકમાં મહત્વના આદેશો આપ્યા છે.

તેમણે સરકારના વિવિધ વિભાગોમાં પણ તાત્કાલિક સમયબદ્ધ ભરતી પ્રક્રિયા શરૂ કરવા સૂચનાઓ આપી છે. ઉચ્ચ સ્તરીય બેઠકમાં જે નિર્ણયો લેવામાં આવ્યા છે એ મુજબ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ પરિણામ જાહેરાત થવાના બાકી હતા તેવી ૪૩૦૮ જેટલી જગ્યાઓની સંપૂર્ણ પ્રક્રિયા આગામી ત્રણથી પાંચ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા જે વિવિધ ભરતી એજન્સીઓ, વિભાગો દ્વારા અગાઉ જાહેરાત આપવામાં આવેલી અને પ્રાથમિક પરિક્ષાનો પ્રથમ તબક્કો પૂર્ણ થઇ ગયો હતો, પરંતુ અન્ય તબક્કા બાકી હતા તેવી ૮૦૦૦ જગ્યાઓ માટે બાકી રહેતી પ્રક્રિયાઓ સત્વર પૂરી કરવામાં આવશે.           

આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતી માટેની જે જગ્યાઓની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ પરીક્ષા લેવામાં નથી આવી તેવી ૯૬પ૦ જેટલી જગ્યાઓ માટેની ભરતી પણ જાન્યુઆરી-ર૦ર૧થી શરૂ કરી દેવા તેમણે તાકીદ કરી છે.સરકારના આ યુવા રોજગારલક્ષી નિર્ણયોને પરિણામે રાજ્યના અંદાજે ર૦ હજારથી વધુ યુવાઓને આગામી પાંચ મહિનામાં સરકારી સેવામાં નોકરીની તકો મળતી થશે. મુખ્ય પ્રધાને હવે આ ભરતી પ્રક્રિયાને વધુ સુદ્રઢ અને પરિણામલક્ષી તેમજ સમયસર બનાવી રાજ્યના યુવાધનને કારકિર્દી ઘડતર માટેના ઉત્તમ અવસરો આપ્યા છે.

આ બધી જ ભરતી પ્રક્રિયાઓ સમયબદ્ધ, નિર્ધારિત આયોજન મુજબ પૂર્ણ થાય એ હેતુસર વિવિધ વિભાગો, ભરતી એજન્સીઓ, GPSC, ગૌણ સેવા પસંદગી મંડળ વગેરેને સ્પષ્ટ આદેશો પણ આપ્યા છે.

 

 

કોરોના સંક્રમિતોની સંખ્યા 40 લાખને પારઃ વેકિસન આગામી વર્ષના મધ્ય સુધી નહીં

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ  દિવસથી કોરોનાના કેસો 80,000થી વધુ આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 86,432 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1089 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 40,23,179 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 69,561 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 31,07,223 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,46,395 પહોંચી છે. રિકવરી રેટ વધીને 77 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.78 ટકા થયો છે.

કોરોના વેક્સિન આગામી વર્ષના મધ્ય સુધી બનશે નહીં

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO)ફરી કોરોના વેક્સીનને લઇને કહ્યું છે કે કોરોના વેક્સિન આગામી વર્ષના મધ્ય સુધી બનશે નહીં. WHOના પ્રવક્તા માર્ગરેટ હેરિસે કહ્યું કે અત્યાર સુધીનાં પરીક્ષણોમાં જેટલી પણ દવા કંપનીઓ વેક્સિન બનાવી રહી છે તેમાંથી કોઈ પણ અત્યાર સુધી ઓછામાં ઓછા 50 ટકાના સ્તર પર ખરી ઊતરી નથી.

 

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.