વોશિંગ્ટનઃ અમેરિકાનો પ્રથમ પરિવાર ભારતને પ્રેમ કરે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમની પુત્રી ઇવાન્કા અને પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર ભારત માટે ઘણુંબધું વિચારે છે. હું ભારતને જાણું છું અને મારાં સંતાનોની લાગણી સમજું છું. તેમના ભારત સાથેના સંબંધો ખૂબ સારા છે અને તેઓ પણ જાણે છે કે મારા પણ ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો છે, એમ ટ્રમ્પે વાઇટ હાઉસમાં પત્રકારોને જણાવ્યું હતું.
ટ્રમ્પે અમેરિકાના ભારત સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખનારા અત્યાર સુધીના રાષ્ટ્રપતિઓમાં પોતાને ‘સૌથી સારા મિત્ર’ ગણાવ્યા હતા. તેમણે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે તેમના પરિવારના ત્રણ સભ્યો 2020ની ચૂંટણી લડવાના છે, ત્યારે ભરતીય- અમેરિકન સમુદાયની ભૂમિકા મહત્ત્વની રહેશે.
શું ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને ઇવાન્કા ટ્રમ્પ જે ભારતીય-અમેરિકનોમાં વધુ લોકપ્રિય છે, તેઓ ભારતીય અમેરિકનો તમારા તરફથી ચૂંટણીપ્રચાર કરશે, એમ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સવાલ કરવામાં આવ્યો હતો. હું સારી સંવેદનાઓની કદર કરું છે. તેઓ (ડોન જુનિયર અને ઇવાન્કા) ભારત વિશે વધુ વિચારે છે અને એટલા માટે હું અને તમારા વડા પ્રધાન મોદી ભારત માટે બહુ વિચારે છે, એમ ટ્રમ્પે પ્રત્યુત્તર આપ્યો હતો.
2016ની ચૂંટણીમાં ટ્રમ્પ પરિવાર ભારતીય-અમેરિકી સમુદાયની સુધી પહોંચ્યો હતો. ખાસ કરીને વર્જિનિયા, પેન્સિલવેનિયા અને ફ્લોરિડામાં ઇવાન્કા અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર –બંને પોતાના પુત્ર એરિક અને વહુ લારા ટ્રમ્પ સાથે પહોંચ્યા હતા. આ દરમ્યાન તેમણે સમુદાયના સભ્યો સાથે બેઠક કરી હતી અને હિન્દુ મંદિરોની પણ મુલાકાત કરી હતી.
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી ઇવાન્કા ટ્રમ્પ પરિવારની પહેલી સભ્ય હતી, જેણે 2017માં ભારતમાં ગ્લોબલ એન્ટરપ્રિન્યોરશિપ સમીટમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે પણ પાછલા ડિસેમ્બરમાં લોંગ આઇલેન્ડમાં ભારતીય સમુદાય માટે એક વિશેષ પુસ્તકનું વિમોચન કાર્યક્રમ આયોજિત કર્યો હતો. તેમણે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસે ભારતને શુભકામનાઓ આપી હતી.
આ પ્રશ્નનો ઉત્તર અત્યંત અઘરો છે. એક શિક્ષક સો માતાની ગરજ સારે અને એક માતાની મમતા સામે કદાચ હજારો શિક્ષકો પણ ઓછા પડે. બેશક, એ ચર્ચાનો વિષય હોઈ શકે, પરંતુ જો શિક્ષક મહિલા હોય તો માતા અને શિક્ષકના સમન્વય સમી પ્રતિભા સામે કુદરતની અનેક કઠણાઈઓ કે અપાર દુઃખને પણ નમવું પડે.
ઘટનાક્રમ કંઈક આવો છે…
અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનું ભાત ગામ. ગામની પ્રાથમિક શાળામાં વીરુબહેન સરવૈયા શિક્ષક તરીકે સેવા આપે છે. ઘટના ગયા મહિને બની છે. અમદાવાદ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ હસ્તકની ભાત પ્રાથમિક શાળામાં વીરુબહેન નિત્યક્રમ પ્રમાણે એક સવારે પહોંચ્યાં. તેમને શાળાએ પહોંચાડવાની જવાબદારી તેમના પતિ જયેશભાઈ નિભાવે છે.
વીરુબહેને શાળાએ ઉતારી તેમના પતિ પરત ફરતા હતા ત્યારે વેજલપુર નજીક તેમની નજર એક નવજાત શિશુ પર પડી. જયેશભાઈએ તરત જ પોતાનું બાઇક ઊભી રાખીને આસપાસ નજર કરી અને તપાસ કરી, કોઈ દેખાયું નહીં. બહુ અસમંજસ પછી તેમણે પોતાની શિક્ષિકા પત્નીને ફોન કર્યો.
માતૃપ્રેમ ઊભરાયો
વીરુબહેનનો માતૃપ્રેમ ઊભરાઈ આવ્યો એક નવજાત શિશુ રોડ પર બિનવારસી પડ્યું હોય એ કલ્પના માત્રથી જ તેમનું હ્દય કલ્પાંત કરવા લાગ્યું. તેઓ ગમે-તેમ કરી સ્થળ પર તેમના પતિ પાસે પહોંચ્યાં. અત્યંત વહાલથી તેમણે તે નવજાત બાળકને ખોળામાં લીધું. કુદરતે પણ મહિલાઓને અપાર સ્નેહશક્તિ આપી છે. વીરુબહેનના ખોળામાં જતાં જ જાણે કે બાળકના ચહેરા પર એક સંતોષની લાગણી થઈ અને હૂંફ મળતાં આક્રંદ કરતું બાળક જાણે કે સગી માતાનો ખોળો મળ્યો હોય એમ શાંત થઈ ગયું.
અનાથ આશ્રમમાં બાળકને મોકલી આપ્યું
વીરુબહેન કહે છે કે ‘ મેં સ્થળ પર જઈને બાળકને ખોળામાં લઈ તો લીધું, તેને છોડીને જવાનું મન તો શી રીતે થાય? આસપાસ ફરીથી તપાસ કરી. આવા ફૂલ જેવા બાળકને છોડી જનારના મનમાં કદાચ રામ વસે કે તેનો અંતરાત્મા જાગી જાય અને તેને લેવા આવે તો? એવી આશાએ હું અને મારા પતિ ક્યાંય સુધી બેસી રહ્યાં, પણ અમારી આશા ઠગારી નીવડી. કોઈ આવ્યું નહીં, એટલે અમે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી. જે કંઈ કાયદાકીય પ્રક્રિયા કરવાની હતી એ કરીને બાળકને શ્રેયસ ક્રોસિંગ પાસે શારદા મંદિર રોડ પર આવેલા અનાથ આશ્રમમાં ભારે હૈયે તે બાળકને મોકલી આપ્યું, એમ તેમણે કહ્યું હતું.
આજે પરિસ્થિતિ એવી છે કે, કોઈ રોડ પર અકસ્માત થાય કે અન્ય ઘટના બને તો લોકો મોબાઈલ પર શૂટિંગ કરીને સોશિયલ મિડિયા પર અપલોડ કરવામાં લાગી જાય છે, પરંતુ ક્યાંક વીરુબહેન જેવા લોકો પણ છે કે જે આવા ફૂલ જેવા બાળકને માતાનો પ્રેમ આપવા દોડી જાય છે. આવું કદાચ એક માતા કે શિક્ષક જ કરી શકે.
સમાજની કામગીરી પણ કંઈક અલગ જ છે. કંઈકેટલાય લોકો પોતાને બાળક થાય એ માટે જાતજાતની બાધા-આખડી રાખતા હોય છે અને ક્યાંક એવા પણ હોય છે કે પોતાની કોઈ મજબૂરી છુપાવવા આવા ફૂલ જેવા બાળકને રસ્તે રઝળતું મુકીને જતા રહે છે, પણ વીરુબહેન જેવી માતાઓ છે ત્યાં સુધી આવાં બાળકોને કંઈ નહી થાય…!
પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાક્રિષ્નનનો જન્મદિવસ એમના માનમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે એ તો આપણે જાણીએ છીએ, પણ સાથે સાથે એ જાણવું ય જરૂરી છે કે સાચો શિક્ષક કોને કહેવાય? એક આદર્શ શિક્ષક કેવા હોય? હમણાં કેન્દ્ર સરકારે જ નવી શિક્ષણ નીતિની જાહેરાત કરી એમાં ઘણી બાબતો ખૂબ આવકાર પામી છે, પણ એ સાર્થક ત્યારે જ થાય જ્યારે એનો અમલ કરનાર શિક્ષકો પોતાની ભૂમિકા સાચી રીતે અદા કરે. શિક્ષક દિન અવસરે આજે એક એવા શિક્ષકની વાત, જે પ્રિ-પ્રાઇમરી શિક્ષણ ક્ષેત્રે આજે પણ એક આદર્શ છે…
————————————————-
9 જાન્યુઆરી 1915ના રોજ વકીલ મોહનદાસ કરમચંદ ગાંધી આફ્રિકાથી સ્વદેશ આવ્યા અને રાષ્ટ્રની આઝાદી માટેની લડતમાં દેશને નવું નેતૃત્વ મળ્યું. એ જ વર્ષે, 1915માં જ આફ્રિકાથી સ્વદેશ પરત આવી સફળ વકીલાત કરનાર ગિરજાશંકર ભગવાનજી બધેકા-(ગિજુભાઈ) એ એક વર્ષ પછી શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ભાવનગર ખાતે જોડાઇને એક અર્થમાં બાળ સ્વાતંત્ર્યનું રણશીંગુ ફૂક્યું.
આ બંને ઘટના રાષ્ટ્રના ભાવિ માટે નોંધપાત્ર અને ઐતિહાસિક બની.
આજથી 100 વર્ષ પૂર્વે જ્યારે બ્રિટિશ શાસને પ્રજાનું હીર છીનવી લીધુ હતું ત્યારે પ્રાથમિક શિક્ષણની જ ઘોર અવગણના હતી. પ્રાથમિક શિક્ષણ “ધૂડી નિશાળ” ગણાતી અને સાત વર્ષની ઉંમરના રડતા બાળકને ઘસડીને શાળામાં પ્રવેશ માટે લઈ જવાતો. પછી તો “સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમઝમ”…
આ દ્રશ્યથી જેમનું સંવેદનતંત્ર હચમચી ઉઠ્યું તે આપણા ગિજુભાઈ! જ્યાં પ્રાથમિક શિક્ષણની આવી અવદશા હોય ત્યાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની તો કલ્પના જ ક્યાંથી હોય? આવા વિપરીત સમય-સંજોગોમાં સમય સામે બાથ ભીડીને એમણે 100 વર્ષ પહેલા 3થી6 વર્ષના બાળકો માટે શિક્ષણનો વિચાર કરી અમલમાં મૂક્યો.
ગિજુભાઇ
ભાવનગર નજીક નવેમ્બર 15, 1885માં વલ્લભીપુરમાં જન્મેલા ગિજુભાઈએ 1 ઓગસ્ટ 1920 ના રોજ ભાવનગરમાં દક્ષિણામૂર્તિ બાલમંદિર સ્થાપીને સમગ્ર એશિયામાં પ્રથમ શાળા (બાલમંદિર) 3 થી 6 વર્ષના બાળકો માટે આરંભી નવી પહેલ કરી. દરેક અર્થમાં આ “સમગ્ર કેળવણી” હતી. જીવનલક્ષી, સ્વયંશિસ્તથી બધ્ધ, સર્જનાત્મક, ભય, સજા કે લાલચથી મુક્ત. આવી બાલશાળાને ગિજુભાઈએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નામ “બાલમંદિર” આપી આ મંદિરમાં બાળદેવતાની સ્થાપના કરી.
ભારતના કેળવણી ઈતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ લખાયું. 1920થી 1939 બે દાયકામાં આ અજોડ શિક્ષકે બે સદી જેટલો ફાલ આપ્યો. “ધૂડી નિશાળ” ની જડતા અને અંગ્રેજી માધ્યમની ઘેલછા, એ બન્નેને પડકારી માતૃભાષામાં 3 થી 6 વર્ષના બાળકને પર્યાવરણ, પ્રકૃતિ નિરીક્ષણ, પ્રવાસ, રમતગમત, કલા, પ્રવાસ, ઈન્દ્રીયશિક્ષણ માટે વિશિષ્ટ સાધનો, ભારતીય પંરપરા અને ભાષાઓમાં ઉપલબ્ધ બાળ સબંધિત સાહિત્યનો ખજાનો ખોલીને ઘર અને નિશાળમાં રૂંધાતા બાળકોને ખિલખિલાટ હસતા, સ્વસ્થ અને સંવેદનશીલ વિશ્વમાનવ બનાવી નવનિર્મિત રાષ્ટ્રના નાગરિક માટેનું ઘડતર આ પરમ શિક્ષકે આરંભી દીધું.
ગિજુભાઈએ જાણે બાળ કેળવણીનો એક નવો જ ઈતિહાસ રચ્યો. એમણે વર્ગખંડની ભૂગોળ જ બદલી નાખી અને બાળકોને ખુલ્લા આકાશ નીચે વિસ્મયભરી આંખે દૂરની ક્ષિતિજને નિહાળતા કર્યો. એમ કહો કે કેળવ્યા.
ભારતીય પરંપરામાં એક જાણીતું સૂત્ર છે આચાર્ય દેવો ભવ:. સદીઓ પછી આ પરમ શિક્ષકે નવો મહામંત્ર આપ્યો બાલ દેવો ભવ:. ગિજુભાઈને વિશ્વાસ હતો કે બાળવયની તાલીમ, મનોવૃતિ ઘડતર અને સંસ્કાર જ સમાજ અને રાષ્ટ્રને ઘડશે, નિખારશે અને જાળવશે.
જો કે ગિજુભાઈ માટે 100 વર્ષ પહેલાના રૂઢિવાદી સમાજમાં આ વિચારનો અમલ કરવો સહેલો તો નહોતો જ, પણ ઋષિ સમાન કેળવણી ચિંતક નાનાભાઈ ભટ્ટ, સદા પ્રજાવત્સલ ભાવનગરના રાજવી, દીર્ધદ્રષ્ટા દીવાન પ્રભાશંકર પટ્ટણી એ બધાનો એમને સાથ મળ્યો. સમય જતા હરભાઈ ત્રિવેદી પણ જોડાયા. મોંઘીબેન અને તારાબેન મોડક પણ એમના આ કેળવણી યજ્ઞમાં સામેલ અને જાણે ભાવનગરમાં શિક્ષણના ક્ષેત્રે એક નવું વિશ્વ રચાયું.
આદર્શ શિક્ષક
એક આદર્શ કેવા હોય એવું કોઇ પૂછે તો જવાબ છેઃ ગિજુભાઇ. આત્મમંથનના દિવસોમાં ગિજુભાઈ જ્યારે દ્વિધા અનુભવતા ત્યારે મેડમ મારીયા મોન્ટેસોરીના પુસ્તકે તેમને બળ અને પ્રેરણા આપી દિશા ચીંધી. એમના માનસ પ્રદેશના દ્વાર ખુલી ગયા અને પછી તો ગિજુભાઈએ અખિલ આત્મના દર્શન કર્યા. હિમ્મતપૂર્વક પોતાના દેશ-કાળ-સમાજને અનુરૂપ પૂર્ણ મનુષ્યની કેળવણી માટે એમણે યજ્ઞ આદર્યો. મોન્ટેસોરી પદ્ધતિમાં ઈન્દ્રીયશિક્ષણનું પ્રાધાન્ય હતું. ગિજુભાઈએ એનાથી એક કદમ આગળ ચાલી ઈન્દ્રીયોની સંસ્કારિતા અને સર્જનાત્મકતા પર ભાર મૂક્યો. આ માટે એમણે કલા, સાહિત્ય, સંગીત અને નાટક એ બધું બાળકો માટે સજીવ કર્યું, જેનો મોન્ટેસોરી પદ્ધતિમાં અભાવ હતો. એક સાચો શિક્ષક જ આ કરી શકે.
નવી શિક્ષણ નીતિમાં ઘણી બાબતો સારી છે. બસ, એના સાચી દિશાના અમલીકરણ માટે આપણને આવા શિક્ષકોની જરૂર છે.
(ડો. પૂર્ણિમા મહેતા)
(ભાવનગર યુનિવર્સિટીના નિવૃત્ત અધ્યાપક ડો. પૂર્ણિમા મહેતા ભારતીય-અંગ્રેજી સાહિત્યમાં ડોક્ટરેટની પદવી ધરાવે છે. શિક્ષણક્ષેત્રે ચારેક દાયકાનો સુદીર્ઘ અનુભવ ધરાવતા પૂર્ણિમાબહેને અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પત્રોમાં સંશોધનલેખો લખ્યા છે. ‘આપણા ગિજુભાઇ’ એ નામે ગિજુભાઇના જીવન દર્શન પર એમનું એક પુસ્તક હમણાં જ પ્રકાશિત થયું છે.)
કેન્દ્ર સરકારે હમણાં જે નવી શિક્ષણ નીતિની જાહેરાત કરી એમાં જે અમુક પાયાની બાબબતો પર ભાર મૂકવામાં આવ્યો છે એ બાબતો પર તો વડોદરાની આ બાલવાડી વર્ષોથી અમલ કરી રહી છે. જાણીએ, કઇ રીતે…
હમણાં ભારત સરકારે નવી શિક્ષણ પદ્ધતિ જાહેર કરી એમાં ઘણા અગત્યના સૂચનો છે. એમાંથી બે સૂચનોએ મારું ખાસ ધ્યાન ખેંચ્યું છેઃ માતૃભાષામાં શિક્ષણ અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ.
પ્રથમ તો માતૃભાષાનું મહત્વ આપણને સમજાયું અને માતૃભાષામાં શિક્ષણને અમલમાં મૂકવાનો વિચાર આવ્યો એ ખૂબ પ્રશંસનીય છે. બાળક માટે પોતાની માતૃભાષામાં સાંભળવાનું, બોલવાનું, સમજવાનું, યાદ રાખવાનું સાહજિક છે. એને માટે ખાસ પ્રયત્ન કરવો પડતો નથી. ઘરમાં અને આજુબાજુમાં બોલાતી ભાષાથી એ બાળપણથી જ ટેવાયેલું હોય છે.
આ ઉંમરે બાળક હજુ પોતાની ભાષા બોલતા શીખી રહ્યું હોય ત્યારે આપણે Mother-tongueને બદલે Other-tongue શીખવા દબાણ કરીએ અને ગોખાવી ગોખાવીને યાદ રખાવીએ તે સાહજિક નથી. બાળક નથી ગુજરાતી શુદ્ધ બોલી શકતું અને નથી અંગ્રેજી શુદ્ધ બોલી શકતું. ઘરના વાતાવરણમાં કોઈ જરાપણ અંગ્રેજી સમજતું ન હોય ત્યારે બાળકો સાથે વાત કરતી વખતે sit sit, Run Run જેવા અધકચરા પ્રયોગો ઘરમાં થાય છે.
બીજું સૂચન તે રમત દ્વારા શિક્ષણ- ગમ્મત સાથે જ્ઞાન. ભાર વિનાના ભણતરનો આગ્રહ.
નવી શિક્ષણ પદ્ધતિ ગોખણપટ્ટી, ભણવાનો બોજ, પરીક્ષા પદ્ધતિ વગેરે પર ભાર મૂકવાને બદલે બાળક પોતાના ગમતા વિષયો પસંદ કરે અને પ્રવૃત્તિ, પ્રયોગ અને હુન્નર દ્વારા શિક્ષણ મેળવે એના પર ભાર મૂકે છે.
આ સંદર્ભમાં હું વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અંતર્ગત ચાલતી ચેતન બાલવાડીના મારા અનુભવો કહેવા માંગું છું. આ બંને સૂચનો ચેતન બાલવાડીમાં અમે વર્ષોથી અમલમાં મૂક્યા છે અને એ સફળ થયા છે. 1950 માં સ્થપાયેલી ચેતન બાલવાડી આજ સુધી એટલે કે 70 વર્ષથી આનો અમલ કરે છે અને એના ફાયદા બાળકની પ્રગતિમાં સ્પષ્ટપણે દેખાયા છે.
ચેતન બાલવાડી વિશે થોડુંક
ચેતન બાલવાડી એ યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીની પ્રયોગશાળા છે. જેમ સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સાયન્સના પ્રયોગો કરે એ રીતે જ હોમ સાયન્સમાં ચાઈલ્ડ ડેવલપમેન્ટનું ભણતા વિદ્યાર્થીઓ (B.Sc., M.Sc., PG Diploma in Pre-School Education) ચેતન બાલવાડીમાં બાળકોને અવનવા અનુભવો આપે છે.
માતૃભાષામાં શિક્ષણ
ઘણા લોકોની દલીલ છે કે બાળકો જો પહેલેથી જ અંગ્રેજી માધ્યમમાં ન ભણે તો આજના સમયમાં પ્રગતિ ન કરી શકે, પરંતુ ચેતન બાલવાડીમાં (યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ સ્કૂલ બાલવાડી સાથે સંલગ્ન છે, જે ગુજરાતી માધ્યમમાં સંચાલન કરે છે.) અને એક્સપેરિમેન્ટલ શાળામાં ભણેલા બાળકો ફક્ત ભારતમાં જ નહીં, પણ પરદેશમાં પણ અનેક ક્ષેત્રોમાં સફળતાપૂર્વક ટોચના હોદ્દાઓ પર કામ કરી રહ્યાં છે.
અંગ્રેજી વૈશ્વિક ભાષા છે અને એ શીખવી ખૂબ આવશ્યક છે. દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે અને આજકાલની હરિફાઈની દુનિયામાં આગળ વધવા માટે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવવું ખૂબ જરૂરી છે, પણ સવાલ એ છે તે કઈ ઉંમરથી?
ચેતન બાલવાડી ફક્ત એક જ ફિલસૂફી પર આધારિત નથી. અહીં મેડમ મોન્ટેસરી, ફોબેલથી ગીજુભાઈ બધેકા અને તારાબહેન મોડક એ બધાની ફિલોસોફીને ધ્યાનમાં રાખીને કાર્યક્રમોનું આયોજન થાય છે. કાર્યક્રમનું આયોજન બાળકોની ઉંમર, ડેવલપમેન્ટ સ્ટેજ, એટીટ્યુડ, એપ્ટીટ્યુડ અને એમને શેમાં રસ પડે છે એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. ડેવલપમેન્ટના સિદ્ધાંતો simple to complex, concrete to abstract અને familiar to unfamiliar ને પણ લક્ષ્યમાં રખાય છે. ચેતન બાલવાડીનો મુખ્ય હેતુ બાળક બાલવાડીમાંથી શાળામાં જાય ત્યારે એનો અમુક કક્ષા સુધીનો વિકાસ થયેલો હોવો જોઈએ એ છે.
બાળકનો શારીરિક વિકાસ, સામાજિક વિકાસ, લાગણીઓની પરિપક્વતા, ભાષા વિકાસ અને બૌદ્ધિક વિકાસ, આ દરેક તબક્કાને ધ્યાનમાં રાખી પ્રવૃત્તિનું આયોજન થાય છે. આ ઉંમરમાં બાળકની પાંચ જ્ઞાનેન્દ્રિયોનો વિકાસ થાય અને નાના મોટા સ્નાયુઓનો વિકાસ થાય એ ધ્યાનમાં રાખી પ્રવૃતિઓ યોજાય છે.
ખાસ કરીને ખુલ્લા મેદાનમાં રમાતી રમતો હીંચકા, લપસણી, ચગડોળ, જંગલ-જીમ, બાગકામ, પકડમ-પકડી, ધમાલધોકો, કૂદકા મારવાની, બોલ રમવાની જેવી મોટા સ્નાયુઓના વિકાસ માટે વધારે તક મળે એવી રમતોથી ખુલ્લી હવા પણ મળે છે. નાના સ્નાયુઓના વિકાસ માટે કાતરકામ, ચિત્રકામ, માટીકામ વગેરે પ્રવૃત્તિઓ આપી શકાય.
આ ઉપરાંત, એકબીજાની કાળજી લેવી, પોતાનો વારો આવે તેની રાહ જોવી, બીજાને વારો આપવો, પરસ્પર વાતો કરવી જેવી બાબતો પર ધ્યાન અપાય છે.
સામાજિક વિકાસ
આ વિકાસ માટે કોઈ અલાયદી પ્રવૃત્તિની જરૂર નથી. એક બાળક બીજા બાળક કે બાળકો સાથે કોઇપણ પ્રવૃત્તિ કરે એટલે સામાજિક વિકાસના અનુભવો મળતાં રહે છે. બીજાની જરૂરિયાતો સમજવી, પોતાના હક માટે લડવું, હારવું, જીતવું, માન-અપમાન વગેરેનો બાળકને ધીમે ધીમે ખ્યાલ આવે છે.
લાગણી વિષયક ખ્યાલ;
પસંદગી, નાપસંદગી, ભય, આનંદ, ગુસ્સો વગેરે જેવી લાગણીઓ બાળક કલાની પ્રવૃત્તિ દ્વારા વ્યક્ત કરે છે. આપણે આવી લાગણીઓ બોલીને વ્યક્ત કરી શકીએ, પરંતુ બાળક પાસે પૂરતું શબ્દભંડોળ હોતું નથી એટલે એ ચિત્રકામ, માટીકામ, રંગકામ, કાતરકામ, પાણીમાં રમત વગેરે દ્વારા સારી કે ખરાબ લાગણી વ્યક્ત કરી શકે છે.
ભાષા વિકાસ
બાળક જેટલું બીજા સાથે હળેમળે એટલો બાળકનો ભાષા વિકાસ થતો હોય છે. વાર્તા, ગીતો, નાટક, પપેટ શો, પર્યટન, તહેવારોની ઉજવણી વગેરે ભાષાવિકાસમાં મદદ કરે છે.
બુધ્ધિનો વિકાસ
બધી જ પ્રવૃત્તિઓ બાળકના બુદ્ધિ વિકાસમાં મદદ કરે છે. ખાસ કરીને જુદા જૂદા કોન્સેપ્ટસ. આકાર, રંગ, કદ, અંતર વગેરે.
રમત દ્વારા શિક્ષણ, ગમ્મત સાથે જ્ઞાન
અમારી શિક્ષણ પદ્ધતિ પહેલેથી જ રમત દ્વારા શિક્ષણ પર આધારિત છે. રમતનો અર્થ ફક્ત જુદી જુદી રમતો જ એવો નથી. બાળકને પ્રવૃત્તિની પસંદગીનો પૂરેપૂરો અવકાશ આપવામાં આવે છે. એની મરજી પ્રમાણે પ્રવૃત્તિ પસંદ કરે છે અને કઈ રીતે કરવાનું એ પણ પોતે જ નક્કી કરે છે. શિક્ષકની રોકટોક કે દખલ હોતી નથી. કોઈ મોડેલ કઈ રીતે બનાવવું એનું સૂચન શિક્ષક આપતાં નથી. દરેક પ્રવૃત્તિ શરૂ થતાં પહેલાં શિક્ષક આટલું થાય અને આટલું ન થાય એ સમજાવે છે. ઉદાહરણ તરીકે, રંગ મોઢામાં ન નખાય, કાતર કોઈને વાગી ન જાય વગેરે…
આ બધી જ પ્રવૃત્તિઓમાં બાળકને નિર્ણય લેવાની, પોતાની કલ્પનાશક્તિ વિકસાવવાની અને મુશ્કેલીનો ઉપાય શોધવાની તક મળે છે. શીખવાનું છે એવા ભાર વિના જૂદી જૂદી પ્રવૃત્તિઓથી અને પ્રયોગોથી બાળક વર્ષના અંતે બધું જ શીખે છેઃ સ્વતંત્ર નિર્ણય શક્તિ, સમસ્યા હલ કરવાની આવડત, સ્વતંત્ર રીતે વિચારવાની, બીજાને સમજીને હળીમળીને કામ કરવાની આવડત, આત્મવિશ્વાસ, સ્વાવલંબીપણું, નીડરતા, લીડરશીપ વગેરે.
જેમ કે, ઘોડો, પોપટ, કેળુ કે રંગોના નામ શિક્ષક દસ વાર બોલાવે તો પણ એના મગજમાં સ્પષ્ટતા આવતી નથી અથવા થોડા સમયમાં ભૂલી જાય છે. તેને બદલે તે જ વસ્તુ બાળકને પ્રત્યક્ષ બતાવી તેને વિષે વાત કરીએ, અવલોકન કરવા દઈએ, બાળકને તેના ઉપર પ્રશ્નો પૂછવા દઈએ, તેના ચિત્રો બતાવીએ. એ શબ્દો જોડે ચિત્રો વર્ગમાં બુલેટીન બોર્ડ પર ગોઠવીએ અને વાર્તા-ગીતોમાં વણી લઈએ તો એ બાળકની સ્મૃતિમાં કાયમ રહી જાય છે.
આ પદ્ધતિમાં –
સીધો ઉપદેશ કે શિક્ષણ નથી.
ટ્યુશન રાખવાની જરૂર નથી.
હોમવર્ક નથી.
ભારેખમ દફ્તર નથી.
શિક્ષા કે મારપીટ નથી.
સ્પર્ધા નથી.
લાંચ નથી. (તું આમ કરશે તો તને ચોકલેટ આપીશ કે નવું રમકડું અપાવીશ)
વર્ગની ગોઠવણી અને વાતાવરણ
વર્ગમાં દરેક વસ્તુની ગોઠવણી બાળક જોઈ શકે, પહોંચી શકે, અવલોકન કરી શકે, પોતે પસંદ કરી શકે, રમીને પાછું જગ્યાએ મૂકી શકે એ રીતે એટલી જ ઊંચાઈએ ગોઠવવામાં આવે છે. બાળકની ઊંચાઈએ બુલેટીન બોર્ડ, જે મુદ્દાની ચર્ચા ચાલતી હોય તેના મોટા રંગીન ચિત્રો બુલેટીન બોર્ડ પર લગાડવામાં આવે છે.
વર્ગમાં જૂદા જૂદા ખૂણાઓ નક્કી કર્યા હોય છે. દરેક ખૂણા પર મોટા અક્ષરે નામ લખ્યું હોય છે. દા.ત. બ્લોક કોર્નર હોય તો બ્લોકનું ચિત્ર અને નામ. બાળક ધીમે ધીમે નામ પણ વાંચતા શીખી શકે. બાળકને જે ખૂણામાં રમવું હોય તેની પસંદગી પોતે જ કરે છે.
પુસ્તકોનો ખૂણો
એમાં બાળકોની ઉંમર અને સમજણને ધ્યાનમાં રાખીને પુસ્તકો ગોઠવેલા હોય છે. કોઈ બાળકને આરામથી પુસ્તક જોવું હોય તો જોઇ શકે. ઢીંગલી ઘરમાં છોકરા અને છોકરીઓ બંને રમી શકે તેવી વસ્તુઓની ગોઠવણી કરવામાં આવે. ઢીંગલી, રસોઈ ઘરનો સામાન; ઓફીસ-પેપર્સ પેન; ડોક્ટરનો સેટ, જુદી જુદી વસ્તુઓની દુકાન વગેરે. દર આઠ-પંદર દિવસે બધાં કોર્નરની વસ્તુઓ બદલવામાં આવે છે.
બધી પ્રવૃત્તિઓ બને ત્યાં સુધી નાના નાના ગ્રુપ બનાવી કરાવાય છે. જેથી બાળકો હળીમળીને એકબીજા સાથે કામ કરતાં શીખે અને બીજા બાળકોને માન આપવાની ટેવ પડે. વાર્તા-ગીતો મોટા સમૂહમાં કરવામાં આવે છે. એમાં પણ વિવિધ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.
બાળકોને ગામડાંનો અનુભવ મળે તે માટે ગામડાના બાળકોને બાલવાડીમાં અને બાલવાડીના બાળકોને ગામડામાં લઈ જઈ સમૂહભોજનનો કાર્યક્રમ પણ અમે રાખ્યો હતો.
શિક્ષકો અને વાલી સંપર્ક
બાળકના સર્વાંગી વિકાસ માટે વાલીઓ સાથેનો સતત સંપર્ક જરૂરી છે. આ સંપર્કને કારણે વાલીઓને પણ ચેતન બાલવાડીની કાર્યપદ્ધતિનો ખ્યાલ આવે અને એ જ પદ્ધતિ ઘરે પણ વાપરી શકે.
અમારા વાલીઓ સાથેના અનુભવોઃ
બાળકના પ્રવેશથી જ શિક્ષકો અને માતા-પિતાનો સંબંધ શરૂ થાય છે. બાળકનો બાલવાડીમાં પ્રવેશ એ બાળક માટે અભ્યાસ ક્ષેત્રે પહેલું સોપાન છે. એ જેટલું સરળ અને આહ્લલાદક બને તેની બાળક ઉપર ઘણી અસર રહે છે.
શરૂઆતમાં મોટા ભાગના બાળકો રડતા હોય છે એટલે એકદમ માતા-પિતાથી વિખૂટા પાડવાને બદલે તબક્કા પ્રમાણે છૂટા પાડીએ છીએ. શરૂઆતમાં ઓછા કલાકનો સમય રાખવામાં આવે છે. અડધા અડધા ગ્રુપને એકાંતરા બોલાવવામાં આવે. જેમ જેમ બાળકો Adjust થતાં જાય તેમ માતા-પિતાને ઘરે જવાની છૂટ અપાય છે.
લાંબો સમય રડતાં બાળકો માટે બાલવાડીમાં એક જગ્યા નક્કી કરેલી. જે બાળકોને રડવું હોય તેણે ત્યાં જઈને રડવાનું. બાળકો આનાથી એટલા ટેવાઈ ગયેલા કે પોતે જ કહેતાં કે, ‘બેન મારે રડવું છે. હું રડવાની જગ્યાએ જાઉં?’ પછી પોતે જ કહે કે, ‘બેન હું રડી રહ્યો હવે આવું?!’
દાદા-દાદી, નાના-નાની સાથે મીટીંગ
હવે ઘણી બાલવાડીઓએ શરૂ કર્યું છે, પરંતુ સૌથી પહેલો પ્રયોગ અમે કર્યો હતો. માતા-પિતા તો બાલવાડીમાં ઘણીવાર આવે, પરંતુ દાદા-દાદી કે નાના-નાનીને પૌત્ર-પૌત્રીની બાલવાડીમાં આવવાનું બને એ નવી વાત હતી.
તહેવારોની ઉજવણીઃ
ચેતન બાલવાડીમાં દરેક ધર્મના તહેવારની ઉજવણી કરવામાં આવતી. એ ઉજવણીનું આયોજન શિક્ષક-વાલીઓ મળીને કરતા. બાળકને આપણી સંસ્કૃતિ, તહેવારો, સંગીત, ભોજન એમ વિવિધ પાસાંઓનો ખ્યાલ આવતો.
વાલીઓની સ્કીલના ઉપયોગનો પણ અમે પ્રયોગ કર્યો હતો. વાલીઓનો વ્યવસાય, સ્કીલ, સ્વેચ્છાથી કામ કરવાની તૈયારી અને સમયની અનુકૂળતાને ધ્યાનમાં લઇ અમુક વાલીઓએ બાળકો સાથે કામ કર્યું. જેનાથી બાળકોને જુદી જુદી જાણકારી મળી. કેટલીક માતાઓએ બાળકો સાથે વર્ગમાં કામ કરવાની ઈચ્છા બતાવી હતી. તેમને થોડા દિવસ તાલીમ આપવામાં આવી હતી.
આનો મોટામાં મોટો ફાયદો એ જ કે, બાલવાડીમાં જે પદ્ધતિથી કામ થાય છે તે પદ્ધતિ-રમત દ્વારા જ્ઞાનનો એમને પૂરેપૂરો ખ્યાલ આવ્યો. ભાર વિનાનું ભણતર કોને કહેવાય એની સમજણ આવી. મારો અનુભવ છે કે વાલીઓને યોગ્ય સમજણ અપાય અને તેમનો સહકાર મળે તો ભાર વિનાનું ભણતર જરાય મુશ્કેલ નથી.
જન્મદિવસની ઉજવણીઃ
બાળકના જન્મદિવસે બાળકના માતા-પિતાને આમંત્રિત કરતા અને તેઓ પણ બાળકો સાથે જમતા. બપોરનું ભોજન બાળકો અને શિક્ષકો સાથે લેતાં. ઉજવણીના ભાગરૂપે બાળક એક છોડ લઈને આવતું અને તેની રોપણી કરતું. તેની ઉપર છોડ અને બાળકનું નામ લટકાવવામાં આવતું. રોપાની કાળજી, પાણી પાવાની જવાબદારી એ બાળકને જ કરવાની રહેતી. આનાથી બાળકને જવાબદારી અને કાળજી લેવાની ટેવ પડે છે.
બીજાં થોડાંક સફળ પ્રયોગોઃ
બાળકનું હાજરી પત્રકઃ હાજરી લેવા માટે નામ બોલીને હાજરી લેવાની ચાલુચીલા પદ્ધતિને બદલે વર્ગના પ્રવેશ પાસે બુલેટીન બોર્ડ ઉપર ચાર્ટ મૂકવામાં આવતો. એમાં દરેક બાળકનું નામ અને તેની સામે તેનો પાસપોર્ટ સાઈઝ ફોટો ચોંટાડવામાં આવતો. બાળક પોતાનો ફોટો શોધી જાતે જ નિશાની કરે. બાળકો પોતાનું નામ વાંચતા પણ શીખી ગયા.
બતાવો અને કહોઃ બધાં બાળકો ગ્રુપમાં સાથે હોય ત્યારે કોઈપણ બાળકને કોઈ વસ્તુ બતાવવી હોય; તેના વિષે જે વાત કરવી હોય તે કરે. આ તક આપવાથી બાળકને બધાંને કંઈક બતાવવું, કહેવું હોય તે કહી શકે. ઘરે કંઈક બન્યું હોય, કમાટીબાગ ગયા હોય કે જે વાત કરવી હોય તે ગ્રુપ આગળ કહી શકે. પોતાના અનુભવ, વિચારો સ્વતંત્ર રીતે રજૂ કરી શકે. મૌલિકતા આવી શકે.
બાળકની પ્રગતિનું સ્તર જાણવા માટે અમે બાળકની ઉંમરને ધ્યાનમાં રાખીને ખાસ ફોર્મ્સ તૈયાર કર્યા હતા. બાળક દરેક પ્રકારના વિકાસમાં ક્યાં છે એની નોંધ રાખવામાં આવતી. આ પ્રગતિ કાર્ડની માતા-પિતા સાથે દર છ મહિને ચર્ચા કરવામાં આવતી
પાસ, નાપાસ, માર્કસ્ કે ગ્રેડનો સવાલ જ નથી. કોઈ ઔપચારિક પરીક્ષા હોતી નથી એટલે બાળકને ભાર લાગતો નથી.
વાલીઓ માટે કેટલાંક સૂચનોઃ
બાળક સાથે દિવસમાં એકાદ કલાક વિતાવવાનો જરૂર રાખો. બાળકની જે ઈચ્છા હોય, એને જે કહેવું હોય, કરવું હોય તેના ઉપર વિશેષ ધ્યાન આપો.
ઘરમાં એક ખૂણો બાળક માટે જ નક્કી કરો. જેમાં બાળકને રમવા માટે, પ્રવૃત્તિ કરવા માટે બધાં સાધનો ગોઠવેલાં હોય. બાળક વસ્તુઓને પહોંચી શકે એવી ગોઠવણી કરો. જેથી બાળક પોતાની મેળે પસંદ કરી રમે અને પછી જગ્યાએ મૂકી દે.બાળકને પોતાની અલાયદી જગ્યા, રૂમ હોય તો એનું અહમ્ પોષાય છે. આ અલાયદી જગ્યાને લીધે બાળકને સ્વતંત્રતા; સ્વાવલંબીપણું, પસંદગી, ગોઠવણી કરવાની આવડત આવે છે.
બાળકને કોઈપણ પ્રવૃત્તિ કરવા આગ્રહ ન કરો. બાળકને પસંદ કરવાની તક આપો.
બાળકની બીજાં બાળકો સાથે સરખામણી ન કરો. સરખામણી કરવાથી બાળકનો આત્મવિશ્વાસ ઓછો થાય છે.
બાળકને સ્વાવલંબી બનવા દો. એનાથી થઈ શકે એટલું એને જાતે કરવા દો. ઘણા માતા-પિતા બાળકને કપડાં પહેરવામાં, બુટ પહેરવામાં, ચઢવા-ઉતરવામાં ન જોઈતી મદદ કરે છે. જરૂર હોય ત્યારે જ આંગળી પકડો. બાળકોને પરાવલંબી, બીકણ ન બનાવો. આવા બાળકો કોઈપણ નવી પ્રવૃત્તિ કરવાની હિંમત કરતા નથી.
કહેવાનો ભાવાર્થ એ છે કે બાળકને બાળકનું બાળપણ સંપૂર્ણ રીતે માણવા દો. એમની પાસેથી એમનું બાળપણ છીનવી ના લેશો.
(ડો. યોગિની પાઠક)
(વડોદરાસ્થિત ડૉ. યોગિની પાઠક હોમ સાયન્સ ફેકલ્ટીના રીટાયર્ડ એસોસિએટ પ્રોફેસર અને ચેતન બાલવાડીના સુપ્રીન્ટેન્ડન્ટ રહી ચૂક્યા છે. નિવૃત્તિ પછી ઘણી બાલવાડીમાં કન્સલ્ટન્ટ તરીકે કામ પણ કર્યું છે.)
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો તેમજ ગુસ્સા પર કાબુ રાખવો પણ જરૂરી છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું કહી શકાય, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફ વાળાએ થોડું સાચવવું, ક્યાંક મનોરંજન પાછળ ધાર્યા કરતા વધુ ખર્ચ થઈ જય અને તેના કારણે મન થોડું અશાંત બની જાય.
આજનો દિવસ તમારો સરસ છે અને તમને ઉત્સાહ પણ સારો જોવા મળી રહે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય અને તેમાં પણ તમેને કોઈનો સારો સહયોગ સાંપડે જેની તમે સારી ખુશી અનુભવો, જુના મતભેદ ભૂલવાની તક મળે, પ્રિયજન સાથે દિવસ દરમિયાન સારી લાગણી અને યાદોનો અનુભવ થાય.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ પણ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમને માનસિકથાકની લાગણી વધુ અનુભવો, કોઈ જગ્યાએ મિલન મુલાકાતમાં તમારો ઉત્સાહ થોડો ઓછો જોવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જાગે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે જેથી તમે ખોટા વાદવિવાદથી દુર રહી શકો, વાહન ધીમે ચલાવવું, કફ,છાતી,પ્રેસર જેવી તકલીફ ભોગવતા લોકોએ આરોગ્યબાબતે થોડું સાચવવું, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું થોડું ધ્યાન રાખવું સારું કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેમજ મનમાં થોડી અશાંતિ રહે તેવું લાગે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી,સોના-ઝવેરાત,ફાર્માક્ષેત્રમાં કામ કરનારવર્ગ ને માનસિકથાકની લાગણી વધુ રહે તેમજ કોઇપણ પ્રકારના તમારા કામમાંકે મુલાકાતમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો.
આજનો દિવસ સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો બની શકે છે ,મનની ઈચ્છા પૂરી થઇ શકે, કોમ્પુટર,દલાલી,કમીશન,પત્રકાર,લેખનકામ , કાનૂની, નાણાકીયસલાહકાર માટે આજે ઉત્સાહ સારો જણાય, લગ્નબાબત વાર્તાલાપકે મિલનમુલાકાત કરાવી સારી કહી શકાય.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવાકે વાગવાના યોગ બને છે માટે કાળજી રાખવી ,વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવવું, ચામડી, એલર્જી, ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ તમારા માટે સરસ કહી શકાય કારણકે તમારી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી ખુશી અનુભવો, તમારા કામની કદર થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુના કામકરનાર વર્ગને નવીનતક દેખાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક મળી શકે છે.
આજના દિવસ સાવચેતી અને ધીરજ રાખવી, વાહન ધીમે ચલાવવું, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, પેટ, આંતરડા,ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, કોઈની પણ સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાકે અપશબ્દના બોલાય તેનું પણ ધ્યાન રાખવું, કામકાજમાં શાંતિથી પરોવાયા રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે ઉત્સાહ સારો રહે, મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે ફરવા જવાનો યોગ બને છે, અગત્યની બાબત માટેની કોઇ જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત માટે સારા સંજોગો બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેવા સંજોગો છે, લાકડા,ચામડા,ધાતુ,ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમાં કામકરનાર વર્ગને થોડી વ્યસ્તતા રહે, જુનાકામમાં ક્યાય અટવાયેલ હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેવું બની શકે છે. કટાક્ષવાળા શબ્દપ્રયોગના કરવાની સલાહ છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય,મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગમાં રેફરન્સથી કામ કરોતો લાભ થઈ શકે છે, પ્રિયજન સાથે ખરીદી કરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય તેવા પણ સંજોગો છે. અગત્યની બાબત માટેની વાર્તાલાપમાં કોઈનો ક્યાંક સહયોગકે માર્ગદર્શન પણ મળે.
મુંબઈઃ બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારના માર્ગદર્શન હેઠળ બેંગલુરુનિવાસી એક ગેમિંગ પબ્લિશર ટૂંક સમયમાં લોન્ચ કરવાના છે એક નવી મલ્ટી-પ્લેયર મિડ-કોર ગેમ – FAU-G. આનું ફૂલ ફોર્મ છે – ‘ફીયરલેસ એન્ડ યુનાઈટેડઃ ગાર્ડ્સ’.
આ ગેમ તેને થનાર આવકમાંથી 20 ટકા રકમ ‘ભારત કે વીર ટ્રસ્ટ’ને દાનમાં આપશે.
‘ભારત કે વીર ટ્રસ્ટ’ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભંડોળ ઊભું કરવા માટે શરૂ કરેલી એક પહેલ છે. આ પહેલનો ઉદ્દેશ્ય દેશની રક્ષા કરવાની ફરજ અદા કરતી વખતે પોતાના જાનનું બલિદાન આપનાર વીર જવાનોના પરિવારોને આર્થિક સહાયતા પૂરી પાડવાનો છે. આ ટ્રસ્ટની સ્થાપના ભારત સરકાર, અક્ષય કુમાર અને ભૂતપૂર્વ બેડમિન્ટન સ્ટાર પુલ્લેલા ગોપીચંદે સાથે મળીને કરી છે.
આ ગેમનું લોન્ચિંગ આવતા ઓક્ટોબરના અંતભાગમાં કરાય એવી ધારણા છે. એમાં ફર્સ્ટ-લેવલ ગલવાન વેલી પશ્ચાદભૂ સાથે સેટ કરાશે. તે રીયલ-લાઈફ ઘટનાઓ, ભારતીય સુરક્ષા દળોએ આંતરિક તેમજ વિદેશી જોખમોના કરેલા મુકાબલા પર આધારિત હશે.
અક્ષય કુમારનું કહેવું છે કે આ FAU-G ગેમિંગ મનોરંજનનું મહત્ત્વનું સાધન બનશે અને યુવાનોને તે રમીને આપણા દેશના સૈનિકોના બલિદાનને સમજવાનો મોકો મળશે અને શહીદોના પરિવારો માટે પોતાનું યોગદાન આપી શકશે. સાથોસાથ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને બળ પણ મળશે.
નવી દિલ્હીઃ ચીની TiKTok પર પ્રતિબંધ લાગતાં અને એની ગેરહાજરીમાં તકનો લાભ લેવા માટે ફેસબુકે લાખો ભારતીયોને પોતાની રચનાત્મકતાને દર્શાવવા માટે નવું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે શોર્ટ વિડિયો બનાવતી એપ ઇન્સ્ટાગ્રામ રીલ્સને લોન્ચ કરી છે. આ રીલ્સ ટેબ એક નવી ટેબ છે, જે ઇન્સ્ટાગ્રામમાં એક્સપ્લોર ટેબની જગ્યા લેશે. રીલ્સ એક નવાં ક્રિયેટિવ ટૂલ્સ સાથેનો 15 સેકન્ડનો મલ્ટી ક્લિપ વિડિયો-ઓડિયો રેકોર્ડ કરી શકે છે અને એને એડિટ પણ કરી શકે છે.
ફોટો શેરિંગ પ્લેટફોર્મે આ મહિનાના પ્રારંભે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સનું ટેસ્ટિંગ કર્યું હતું. અમે ભારતમાં આ ટેસ્ટનું દેશના મોટા ભાગના વિસ્તારોમાં વિસ્તરણ કરી રહ્યા છીએ. ભારત પ્રથમ બજાર છે, જ્યાં અમે જોયું છે કે ભારતીયોની રસરુચિ અને ક્રિયેટિવિટીને કારણે એને લોન્ચ કરી રહ્યા છીએ. અમે આશા કરીએ છીએ કે આ ટેબ લોકો માટે રીલ્સ જોવું અને આનંદ લેવો સરળ બનાવી દેશે, એમ ફેસબુક ઇન્ડિયાના ભાગીદારીના વડા અને ડિરેક્ટર મનીષ ચોપડાએ કહ્યું હતું.
આ ટેબ રીલ્સને દર્શાવશે અને એક લાંબો ઓટો પ્લેઇંગ વિડિયો હશે. એમાં એન્ટ્રી પોઇન્ટે રીલ્સ કેમેરા ખૂલશે અને ડિફોલ્ટ રૂપે ટોગલ પર ઓન-ઓફ્ફ કરવા માટે એક ધ્વનિ હશે, એમ ઇન્સ્ટાગ્રામે કહ્યું હતું.
ઇન્સ્ટાગ્રામમાં તમારી ફીડની જમણી બાજુએ એક્સપ્લોર ટેબ એક્સેસ કરી શકાશે. ડેડિકેટેડ રીલ્સ ટેબ લોકોને નવા ક્રિયેટર્સ શોધવા સહાય કરશે.
TikTokના ગયા પછી ઇન્સ્ટાગ્રામ રીલ્સ યુવા ભારતીયો માટે સૌથી લોકપ્રિય એપ્લિકેશન બની હતી, કેમ કે 10માંથી સાત (18-29 વયજૂથના) જણે કહ્યું હતું કે તેમને વિડિયો શેરિંગના પ્લેટફોર્મ તરીકે રીલ્સનો ઉપયોગ કરવાનું ગમશે. આશરે બે તૃતીયાંશ શહેરી ભારતીયો (65 ટકા)ઓએ જણાવ્યું હતું કે તેઓ વિડિયો એપ્સના વિકલ્પ તરફ વળશે, જે ભારતીય હોય અને બિન ચાઇનીઝ મૂળની હોય, એમ ઇન્ટરનેટ આધારિત માર્કેટ રિસર્ચ અને ડેટા એનાલિટિક્સ કંપની YouGov દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા જણાવે છે.
આશરે 68 ટકા TikTokના વપરાશકર્તાઓએ કહ્યું હતું કે તેઓ વિડિયો શેરિંગ એપ્લિકેશન્સના ભારતીય અથવા બિન ચાઇનીઝ વર્ઝન પર સ્વિચઓવર કરે એવી શક્યતા છે.
હાલમાં વિકલ્પોની યાદી રજૂ થતાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ ભવિષ્યમાં લોકો વપરાશમાં લેવામાં આવતી સંભવિત એપ્લિકેશનોની યાદીમાં ટોચ પર છે. અમેરિકામાં TIKTok બિઝનેસની આસપાસ અનિશ્ચિતતા વચ્ચે ફેસબુકે ગયા મહિને અમેરિકામાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ રજૂ કરી હતી. રીલ્સ એક વારમાં વિડિયો ક્લિપ્સની સિરીઝમાં રેકોર્ડ કરી શકે છે અથવા તમારી ગેલેરીમાંથી વિડિયો અપલોડ કરી શકે છે.