Home Blog Page 4670

G-20 દેશોમાં સૌથી ખરાબ સ્થિતિમાં ભારતીય અર્થતંત્રઃ IMF

નવી દિલ્હીઃ કોવિડ-19 રોગચાળા દરમ્યાન લોકડાઉનથી અર્થતંત્રની માઠી દશા થઈ છે. જેને લીધે દેશનો આર્થિક વિકાસ દર G-20 દેશોમાં સૌથી ઓછો રહ્યો છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)ના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે એક ટ્વીટ કર્યું છે, જેમાં ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં G-20ના સભ્ય દેશોના આર્થિક વિકાસ દરના આંકડા મૂક્યા છે. આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે G-20ના સભ્ય દેશોમાં ભારતનો આર્થિક વિકાસ દર સૌથી ઓછો રહ્યો છે.

ગીતા ગોપીનાથે ગ્રાફ દ્વારા એપ્રિલથી જૂન, 2020 દરમ્યાન G-20 દેશોના GDP એટલે કે આર્થિક વિકાસ દરની તુલના કરી છે. આ ગ્રાફમાં સૌથી નીચે ભારતનું નામ છે. આ ગ્રાફમાં એપ્રિલથી જૂન દરમ્યાન લોકડાઉનવાળા સમયગાળામાં દેશનો આર્થિક વિકાસ દર -25.6 ટકા (નેગેટિવ) રહ્યો હતો, જ્યારે G-20ના સભ્ય દેશોમાં એકમાત્ર ચીન છે, જેનો આર્થિક વિકાસ દર પોઝિટિવ અને ડબલ ડિજિટ 12.3 ટકા રહ્યો હતો. અન્ય સભ્ય દેશોનો આ સમયગાળામાં આર્થિક વિકાસ દરના આંકડા જોઈએ તો અમેરિકાનો આર્થિક વિકાસ દર -9.1 ટકા, ઇટાલીનો -12.8 ટકા અને જાપાનનો -7.8 ટકા રહ્યો હતો.

ગીતા ગોપીનાથે ટ્વીટમાં લખ્યું હતું કે G-20 દેશોનો આર્થિક વિકાસ દર ઐતિહાસિક રીતે નીચે જઈ રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ પહેલા ત્રિમાસિક ગાળામાં ચીનનો આર્થિક વિકાસ દર બહુ ઘટ્યો હતો, પણ બીજા ત્રિમાસિક ગાળામાં એને શાનદાર રિકવરી કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે ત્રીજા ત્રિમાસિક ગાળામાં (ભારતના બીજા ત્રિમાસિકમાં) G-20 દેશોના આર્થિક વિકાસ દરમાં નીચલા સ્તરેથી બહુ સુધારો થશે. જોકે તેમ છતાં એ નેગેટિવ ઝોનમાં જ રહેશે.

ભારતે PUBG સહિતની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો; ચીન ભડક્યું

બીજિંગઃ ભારત સરકારે વિડિયોગેમ PUBG સહિત 118 મોબાઈલ ફોન એપ્સ, જેમાં મોટા ભાગની ચાઈનીઝ છે, એની પર ગઈ કાલે પ્રતિબંધ મૂકતાં ચીન ધૂઆંફૂઆં થઈ ગયું છે. એણે ભારત સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે ભારતનું આ પગલું ચાઈનીઝ ઈન્વેસ્ટરો તથા સર્વિસ પ્રોવાઈડર્સના કાયદેસર હિતનો ભંગકર્તા છે. ચીને ભારતને કહ્યું છે કે તે એની ભૂલો સુધારે.

ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તા ગાઓ ફેંગે આ વિરોધ વ્યક્ત કર્યો છે.

ફેંગે પત્રકારો સાથેની વાતચીતમાં આમ કહ્યું હતું.

ભારત સરકારે ચાઈનીઝ મલ્ટીનેશનલ ટેક્નોલોજી કંપની ટેન્સેન્ટ હોલ્ડિંગ્સ લિમિટેડની લોકપ્રિય વિડિયોગેમ PUBG સહિત 118 એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ એપ્સ ભારતમાં ડેટા સિક્યોરિટી માટે ખતરારૂપ છે એવું કારણ આપીને ભારત સરકારે તેની પર પ્રતિબંધ મૂક્યો છે.

કોરોના સંક્રમિતોની સંખ્યા 38 લાખને પારઃ 83,883 નવા કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 83,883 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1043 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 38,53,407 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 67,376 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 29,70,492 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,15,538 પહોંચી છે. રિકવરી રેટ વધીને 77 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.78 ટકા થયો છે. પાછલા 24 કલાકમાં 11,7000 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમેરિકા અને બ્રાઝિલમાં કોરોના દર્દીઓનાં મોત સૌથી વધુ

અમેરિકા અને બ્રાઝિલમાં કોરોના કેસની સંખ્યા ભારતની સરખામણીમાં ઓછી વધી રહી છે. પરંતુ વિશ્વમાં કોરોના દર્દીના સૌથી વધારે મોત આ જ દેશોમાં થઈ રહ્યાં છે. અમેરિકા અને બ્રાઝિલમાં એક કરોડથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 3.13 લાખ લોકોના મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકા અને બ્રાઝિલમાં ક્રમશઃ 40,899 અને 48,632 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ક્રમશઃ 1,067 અને 1,218 મોત થયા છે.

  દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

રાશિ ભવિષ્ય 03/09/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની  વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ  યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.


આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.


આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે,  વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી  અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.

પબજીની ગેમ ઓવરઃ બેન એપ ડિલીટ કરો નહીં તો થશે નુકસાન

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે PUBG સહિત 118 ચાઇનીઝ મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલાં IT મંત્રાલયે TikToK, Hello, WEChat, UC Browser સહિત ચીનની 59 એપને બેન કરી દીધો હતો. મંત્રાલયે 118 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવતાં કહ્યું હતું કે આના ઉપયોગ કરવાથી માહિતી ટેક્નોલોજીના નિયમની કલમ 69Aની હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે એનો ઉપયોગ ગેરકાયદે થઈ ગયો છે. આવામાં જો તમારા મોબાઇલ ફોનમાં પ્રતિબંધિત એપ હશે તો એને તરત ડિલીટ કરી દો, નહીં તો તમને મોટું નુકસાન થશે.

ફોનમાં પ્રતિબંધિત એપ્સને જાતે ડિલીટ કરવી પડશે

ટેક્નોલોજી એક્સપર્ટ્સનું કહેવું છે કે બેન થયા પછી પણ આ એપ્સ તમારા ફોનમાં રહેશે, તો તમારે એને ડિલીટ કરવી પડશે. જ્યારે TIkTok  પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો કેટલાક લોકોએ એના ઉપયોગ માટે અલગ-અલગ જુગાડ શોધી કાઢ્યો હતો. કોઈ એને APK ફાઇલથી ડાઉનલોડ કરી રહ્યું હતું કે કોઈ એને VPN દ્વારા એપને એક્સેસ કરવાના પ્રયાસો કરી રહ્યું હતું. જોકે મોટા ભાગના જુગાડ કામમાં ના આવ્યા.  એ દરમ્યાન વોટ્સએપ પર એક apk ફાઇલ લિન્ક વાઇરલ થઈ હતી, જેનાથી TikTok ડાઉનલોડ થઈ રહી હતી.

આવી સરળતાથી સ્માર્ટફોનમાં વાઇરસ કાઢો

વોટ્સએપ પર વાઇરલ થયેલી ફાઇલ ક્લિક કરતાં જ unknown એપને ઇન્સ્ટોલ કરવાનો ઓપ્શન મળી જતો હતો અને એપ સરળતાથી ફોનમાં કામ કરવા લાગતી. આ પ્રકારથી પ્રતિબંધિત એપ્સનો ઉપયોગ મોટા જોખમને આમંત્રણ આપવા જેવું છે. જ્યારે પણ કોઈ ફાઇલ સત્તાવાર ના હોય હોય ત્યારે તેની apk ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે તો એ માલૂમ નથી પડતું કે એમાં કયાં મોડિફિકેશન્સ કરવામાં આવ્યાં છે. સ્પષ્ટ છે કે એનાથી ફોનમાં સરળતાથી વાઇરસ આવી શકે છે, જેનાથી યુઝરનો પ્રાઇવેટ ડેટા ચોરી કરી શકાય.

ISPને બાયપાસ કરીને એક્સેસ ઉપલબ્ધ કરાવે apk ફાઇલ

બેન એપ્સની apk ફાઇલ સત્તાવાર એપનું બિનસત્તાવાર વર્ઝન છે. એ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરને બાયપાસ કરીને બેન એપ્સના એક્સેસ યુઝરને ઉપલબ્ધ કરાવે છે. એનાથી યુઝર્સની ખાનગી માહિતી ચોરી થવાનું જોખમ છે. બિનસત્તાવાર વર્ઝન દ્વારા તમારું લોકેશન, કોન્ટેક્ટ લિસ્ટ, ફોટો ગેલરી, હેન્ડસેટમાં રહેલા જરૂરી દસ્તાવેજ સુધી apk ફાઇલના ડેવલપરની પાસે જતા રહે છે.

સ્માર્ટફોનમાંથી ચીની એપ દૂર કરવા આટલું કામ કરો

જો તમારા સ્માર્ટફોનમાં પણ ચાઇનીઝ એપ છે અને તમે એને દૂર કરવા ઇચ્છો છો તો એપને થોડી સેકન્ડ સુધી દબાવી રાખો, પછી Uninstallનો ઓપ્શન દેખાશે. એપને ડ્રેગ કરીને ઓપ્શન સુધી લઈને છોડી દો. એપ સ્માર્ટફોનમાંથી દૂર થઈ જશે.

યુઝર્સના ડેટાનો ખોટો ઉપયોગ

મંત્રાલયે પ્રતિબંધ મૂક્યા પછી કહ્યું હતું કે આ એપ્સની સામે કેટલીય ફરિયાદો મળી છે. આમાં ચોરીના એન્ડ્રોઇડ અને IOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કેટલીક મોબાઇલ એપનો દુરુપયોગ, યુઝર્સના ડેટાને ગેરકાયદે રીતે ઉપયોગકર્તાને પહોંચાડવાનું સામેલ હતું. કેન્દ્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ એપ્સ એવી કામગીરીમાં સામેલ છે, જે ભારતની સલામતી, સુરક્ષા અને અખંડિતતા માટે નુકસાકારક છે. કેન્દ્ર એ કહ્યું હતું કે આ એપ્સનો મોબાઇલ અને નોન-મોબાઇલ બેઝ્ડ ઇન્ટરનેટ ડિવાઇસિસમાં પણ ઉપયોગ નહીં કરી શકાય.

 

 

 

સુવિચાર – ૩ સપ્ટેંબર, ૨૦૨૦

સુવિચાર – ૩ સપ્ટેંબર, ૨૦૨૦

નાઈટજારને દિવસે નિહાળવી એટલે…

માર્ચ 2010 ની વાત. અમે ગીરમાં રુટ નંબર-5 માં ફરતા હતા. ગીરના જંગલમાં આ રૂટ દીપડાની ફોટોગ્રાફી માટે ફેમસ છે. તમારા નસીબ હોય તો તમને ઝાડ પર ય દીપડો જોવા મળે. ઝાડ પર દીપડો મળવો ખૂબ મુશ્કેલ છે એટલે અમે ધીમે ધીમે એક એક ઝાડને જાણે સ્કેન કરતા હાઇએ એમ જોતા હતા. અમારી જીપ એકદમ ધીમે ધીમે આગળ વધી રહી હતી. એવામા અમારા ગાઇડનું અચાનક ક્યાંક ધ્યાન ગયું અને એમણે ડ્રાઇવરને જીપ થોડીક પાછી લેવા કહયું અને બોલ્યા, ‘અરે! પેલી ડાળી જૂઓ! કાંઇ દેખાય છે?’

પહેલાં તો અમારી આંખો દીપડાને જ શોધતી હતી એટલે બધાએ ના પાડી, પણ પછી બાયનોક્યુલર લઇને જોયું તો લગભગ ત્રણ-ચાર મિનીટ પછી એક અદભૂત પક્ષી જોવા મળ્યું. અરે, આ તો ઇન્ડીયન નાઇટજાર! શું કેમોફ્લાજ કરીને બેઠુ હતું! જાણે ડાળીના જ રંગરુપ! પંદર-વીસ જેટલી અલગ અલગ ક્લિક કરવા મળી. આ સફારીમાં દીપડો તો ના મળ્યો, પણ નાઇટજારના ફોટોના કારણે સફારી સફળ રહી એનો આનંદ હતો.

ઇન્ડિયન નાઇટજાર (ગુજરાતી નામ- નાનું દશરથીયું/દેશી છાપો) એ મૂળ તો જંગલ અને સીમમાં રાત્રે જમીન પર જ જોવા મળે. દિવસે એ આવી રીતે જમીન કે ડાળી પર, અને એ પણ એકદમ કેમોફ્લાજ લેન્ડસ્કેપમાં તો ભાગ્ય હોય તો જ જોવા મળે.

આમ પણ, સફારીમાં ઘણી વાર ઘણાં પ્રયત્નો છતાં ભાગ્ય ન હોય તો કોઇ ખાસ ફોટો ન મળે તે ન જ મળે. જો કે, જંગલમાં જીપમાં ફરવુ એનો આનંદ જ અનેરો છે.

(શ્રીનાથ શાહ)

૩ સપ્ટેમ્બર ૨૦૨૦

૩ સપ્ટેમ્બર ૨૦૨૦

પંચાંગ 03/09/2020