Home Blog Page 4675

‘નિવૃત્તિ માટેના ભંડોળને સમજીવિચારીને તૈયાર કરો, જરૂર પડે ત્યારે એ ઉપલબ્ધ હોવું જોઈએ’

‘ચિત્રલેખા.કોમ’-‘આદિત્ય બિરલા કેપિટલ’ યોજીત વિશેષ વેબિનારમાં ઓનલાઈન દર્શકોએ મેળવ્યું કિંમતી માર્ગદર્શન


સ્ટેપઅપ SIPs એક એવો કોન્સેપ્ટ છે જેમાં દર વર્ષે પગાર વધે એમ બચત વધારવી જોઈએ જેથી નિવૃત્તિ માટેનું ફંડ વૃદ્ધિ પામી શકે.  

– કે.એસ. રાવ

રિટાયરમેન્ટ પ્લાનિંગ માત્ર પૈસા માટે જ કરાય એવું નથી, પણ જિંદગીના એક મહત્ત્વના તબક્કા વખતે રાહતપૂર્ણ રીતે જીવી શકાય એ માટે પૈસા મહત્ત્વના છે.

– કિરણ તેલંગ

માતા-પિતાની સલાહથી પૈસા બચાવવાની આદત તો આપણે નાનપણથી જ પાડી જ હશે, પણ નિવૃત્તિકાળમાં કામમાં આવે એ રીતે પૈસા રોકવાની અહીં વાત છે. જેટલા જલદી પૈસા રોકશો અને એને હાથ નહીં લગાડો તો એ વૃદ્ધિ પામશે.

– પી.વી. સુબ્રમણ્યમ

ઘણા લોકો કહે કે નિવૃત્તિ માટે બચત કરવી છે, આવક તો છે, પણ ખર્ચોય વધારે છે એટલે બચત થઈ શકતી નથી. તો એ લોકો નાની રકમથી શરૂઆત કરીને સમય જતાં એ રકમમાં વધારો કરતા જવાનો.

– અમિત ત્રિવેદી


આ કિંમતી સલાહ અને માર્ગદર્શન 30 ઓગસ્ટના રવિવારે વેબિનારમાં આર્થિક જગતના નિષ્ણાતો પાસેથી મળ્યા હતા જેનું આયોજન ચિત્રલેખા.કોમ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુલ ફંડ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ વેબિનારનો વિષય હતોઃ નિવૃત્તિ પહેલા અને ત્યારપછીની આર્થિક સુરક્ષા માટે કેવું આયોજન કરવું જોઈએ?

નિવૃત્તિ પછીની અર્થપૂર્ણ જિંદગી માટે ફાઈનાન્સનું આયોજન કેવી રીતે કરવું જોઈએ એ શીખવાડ્યું હતું આ નિષ્ણાતોએ.

કે.એસ. રાવ આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિમિટેડના ઈનવેસ્ટર એજ્યૂકેશન અને ડિસ્ટ્રિબ્યૂશન ડેવલપમેન્ટ વિભાગના વડા છે. જ્યારે પી.વી. સુબ્રમણ્યમ, કિરણ તેલંગ અને અમિત ત્રિવેદી પર્સનલ ફાઈનાન્સ ક્ષેત્રના લેખક તથા નિષ્ણાત છે.

રાવે પ્રેઝન્ટેશન દ્વારા ફાઈનાન્સિયલ આયોજન વિશે ઉપયોગી સમજ આપ્યા બાદ કહ્યું હતું કે ઈક્વિટીમાં મૂડીરોકાણ કરવાથી પર્યાપ્ત રિટર્ન મળે છે. માર્કેટે છેલ્લા 10 વર્ષમાં ઈક્વિટી ફંડે રિટર્ન બહુ ઓછું આપ્યું છે – 10 ટકા પણ નથી આપ્યું તો તે છતાં ઈક્વિટીમાં ઈન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ખરું? એ સવાલના જવાબમાં રાવે કહ્યું કે, એકંદરે ઈક્વિટી નોંધનીય રિટર્ન આપતા આવ્યા છે. બીએસઈ સેન્સેક્સે 90ના દાયકાથી લઈને અત્યાર સુધીમાં 17 ટકા રિટર્ન આપ્યું છે જે પર્યાપ્ત છે. અને ભારતીય અર્થતંત્ર 6-7 ટકાના દરે વૃદ્ધિ પામે છે, ફૂગાવો 3-4 ટકાના દરે હોય તો પણ ઈક્વિટીમાં વળતર સારું મળે છે એમ કહી શકાય. રાવે આ વિશે દ્રષ્ટાંત આપતા 3-બકેટ સ્ટ્રેટેજી કહી. જેમ કે, શોર્ટ ટર્મ જરૂરિયાતો માટેના પૈસા લિક્વિડ હોય , મિડિયમ ટર્મ માટે ફિક્સ્ડ ઈન્કમ હોય અને લોન્ગ ટર્મ માટેના પૈસા ઈક્વિટીમાં હોય.

તમારા મતે કોઈ વ્યક્તિના ફાઈનાન્સિયલ લક્ષ્યોને ધ્યાનમાં રાખીને એના ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોની સમીક્ષા કરવા માટે કયો સમય કે ફ્રિક્વન્સી ઉત્તમ ગણાય? કોઈ નિવૃત્ત વ્યક્તિએ કઈ રીતે અને કયા ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં મૂડીરોકાણ કરવું જોઈએ? એવા સવાલના જવાબમાં ‘માઈન્ડફુલ રિટાયરમેન્ટ’ પુસ્તકનાં લેખિકા કિરણ તેલંગે કહ્યું હતું કે, ફાઈનાન્સિયલ પ્લાનિંગ કરતી વખતે બે રીતે ફેરફાર આવી શકે છે. એક, તમારા અંગત જીવનને કારણે અને બીજું બહારના સંજોગોને કારણે. તેથી વર્ષમાં એક વાર ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોની સમીક્ષા કરી લેવી બેહતર કહેવાશે. નિવૃત્તિ માટે 60ની ઉંમરને ગણીએ તો જોવું પડે કે વ્યક્તિનું ટોટલ કોર્પસ કેટલું છે, એમાંથી તમે ખર્ચ માટે કેટલી રકમ બાજુએ રાખવા માગો છો. પછી જે રકમ બચે છે એ તમે ક્યાં ઈન્વેસ્ટ કરો છો એ જોઈને નિર્ણય લેવો પડે.

એક દર્શકનો સવાલઃ જો હું 30 વર્ષની ઉંમરથી ઈન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરું, તો મારે મારું નિવૃત્ત ભંડોળ બનાવવા માટે કઈ એસેટ્સમાં મૂડીરોકાણ કરવું જોઈએ? માત્ર ઈક્વિટીમાં કે પછી રિયલ એસ્ટેટ વગેરેમાં?

એના જવાબમાં પી.વી. સુબ્રમણ્યમે કહ્યું કે, હું સલાહ આપીશ કે માત્ર ઈક્વિટીમાં જ મૂડીરોકાણ કરવું જોઈએ, કારણ કે રિયલ એસ્ટેટ 1000 કે 2000 રૂપિયા જેટલી નાની રકમ સાથે મૂડીરોકાણ કરવા માટે નથી. તમે પૈસા ઉછીના લઈને ઘરમાં ઈન્વેસ્ટમેન્ટ કરો એ બરાબર નથી. 60 વર્ષ પછી પણ તમે ઈક્વિટીમાં ઈન્વેસ્ટમેન્ટથી થયેલી કમાણીને રિયલ એસ્ટેટમાં રી-એલોકેશન શકો છો. તમારે લાર્જ-કેપ, મિડ-કેપ ફંડને જોવાની પણ જરૂર નથી. તમને જ્ઞાન ન હોય તો ઈન્ડેક્સ ફંડમાં પૈસા રોકો તો પણ ખોટું નથી.

કાર્યક્રમના સંચાલક અમિત ત્રિવેદીએ કહ્યું કે, મૂડીરોકાણ માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે, તમારે જરૂર છે એ પ્લાનને વળગી રહેવું જોઈએ અને એને ડિસ્ટર્બ કરવો ન જોઈએ અને સમય જતાં રોકાણમાં વૃદ્ધિ થતી જોવા મળશે. નિવૃત્તિમાં તમારે તમારા વાર્ષિક ખર્ચને અંદાજવાની જરૂર હોય છે.

વેબિનાર દરમિયાન દર્શકોનાં સવાલના જવાબ પણ આપવામાં આવ્યા હતા. ત્રિવેદીએ કહ્યું કે 35 સવાલો આવ્યા હતા, પરંતુ સમયના અભાવે બધાયનો જવાબ આપી શકાય એમ નહોતો. વેબિનારના અંતે ત્રિવેદીએ આભારવિધિ વ્યક્ત કરી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં, ‘ચિત્રલેખા.કોમ’ના તંત્રી કેતન ત્રિવેદીએ વેબિનારના નિષ્ણાત-વક્તાઓ અને દર્શકોને આવકાર આપ્યો હતો. એમણે કહ્યું કે, ચિત્રલેખા અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગથી છેલ્લા ઘણા સમયથી ઈન્વેસ્ટર અવેરનેસના મૂળ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને વિશેષ વેબિનાર યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમોમાં આદિત્ય બિરલા સન લાઈફના જાણીતા નિષ્ણાતો ઉપસ્થિત રહે છે તેથી અનેક લોકો સુધી આ જાગૃતિ સુધી પહોંચાડી શક્યા છીએ.

સંપૂર્ણ વેબિનાર જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરોઃ

ચિત્રલેખા-આદિત્ય બિરલા કેપિટલ આયોજિત વેબિનાર

ચિત્રલેખા-આદિત્ય બિરલા કેપિટલ આયોજિત વેબિનાર

Chitralekha द्वारा इस दिन पोस्ट की गई रविवार, 30 अगस्त 2020

પ્યારની વાત – ૩૧ ઓગસ્ટ, ૨૦૨૦

પ્યારની વાત – ૩૧ ઓગસ્ટ, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 31/08 થી 06/09/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મહત્વના નિર્ણય લેવામા કાળજી રાખવી જરૂરી છે, વિદ્યાર્થીવર્ગને ધારી સફળતા માટે વધુ મહેનત કરવી પડે, યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, તમારા મગજમા વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે, નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, ક્યાંક લોન લેવામાંકે ચૂકવામા દ્વિધા રહી શકે છે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.


માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે,વળી ક્યાંક અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીમા તેમના વર્તનથી કંટાળો અનુભવો, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક, ધાર્મિકપ્રસંગમા જવામા કંટાળો અને આળસ થતી જોવા મળે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરી કે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોય તો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહસુચન બાદ આગળ વધવું.


નોકરીકે વેપારમા ફેરબદલીના સારાસમાચાર મળે, ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. પ્રેમસંબંધમા થોડાક ઉતર –ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય, લગ્નબાબતની વાતચીત ચાલતી હોય તેમા પણ તમારી વાત આગળ ચાલવાની બાબત બની શકે છે, ધાર્મિકભાવના સારી જાગે અને ક્યાય્ક ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય તેવું બની શકે છે, ગેસ,અપચાની તકલીફથી તકેદારી રાખવી ઇચ્છનીય કહી શકાય, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક પણ મળી શકે છે.


સકારાત્મક સમય જોવા મળે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે તેવુ બની શકે છે, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમા કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમે થાકની લાગણી વધુ અનુભવો, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ બાબત ના થવાથી થોડી રાહત અનુભવી શકો છો.


ક્યાંકથી માનસન્માન મળી શકે છે. વેપારના કામકાજમા ઉત્શાહ અને ઉમંગ વર્તાય અને તેની અસર પણ કામકાજમા સારી દેખાઈ આવે, આરોગ્યબાબતની કોઈ તકલીફ હોયતો તેમા પણ રાહત જોવા મળી શકે છે, ભાગીદારીમા કે દામ્પત્યજીવનમા તમારી લાગણી અને ભાવનાની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે જોવા મળે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળું બની રહેશે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે તેમા માનસિકથાકની લાગણી પણ જોવા મળે, લગ્નબાબતની વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે તેવું પણ બની શકે છે.


વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને સારો ઉત્સાહ જોવા મળે, સામાજિકકે ધાર્મિકકાર્યમા કઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચાર અને  ઉમંગમા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂની ઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમા હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આર્થિકબાબતની ચિંતા અને નવા આયોજનબાબતમા અન્યનો સાથસહકાર મળી  શકે છે તેમજ મિલકત અંગેના કોઈ પ્રશ્નમા કોઈ રુકાવટ હોયતો તે દુર થઈ શકે છે, યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાના યોગ છે,  જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે. વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે.,મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછો ઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે.


કામકાજમા અચાનક સારા સમાચાર સાંભળવા મળી  જાય અને તમે થોડા અચરજ પામો, તમારાથી કોઈની લાગણી ના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો-પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી શકે છે.


પરિવારમા કોઈની ચિંતાના કારણે થોડી બેચેની અનુભવાય, મહત્વના કામ કરવા માટેના પ્રયત્નમા સફળતા મળે, રાજકીય કે સરકારીકામકાજમા ધાર્યું થવાથી ઉત્સાહમા વધારો થાય, મન થોડું મોજશોખ પાછળ દોરવાય અને ક્યાંક તેની પાછળ ખર્ચા પણ થાય, પ્રિયજન તમારી ભાવના સારી રીતે સમજી શકે જેના કારણે તમારી ખુશી બેવડાય, કોઈકાર્યમા ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય.


સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, આર્થિકબાબત પર ધ્યાન વધુ આપવુ ઇચ્છનીય છે ક્યાંક નાણાકીય આયોજન અંગે અવઢવ થઈ શકે છે વેપારના કામકાજમા લાભની કોઈવાત થઈ શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે.


કામકાજમા ચતુરાઈનો ઉપયોગ કરવો પડે, કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે પણ ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે જે તમને સારીસફળતા અપાવી શકે છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થાય પણ તેમા પણ પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદ વ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, પ્રભુભક્તિ તરફ મન વધુ પરોવાઈ શકે છે. પ્રિયજન સાથે સુમેળભર્યો સમય પસાર થાય તેવા યોગ છે.


સપ્તાહ દરમિયાન. મિત્રો, સગા સ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારી વાત રજુ કરવાની તક મળે શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, મુસાફરીકે પ્રવાસનુ આયોજન થઈ શકે છે. પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તેવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને અને નવીનકામકાજમા રૂચી થોડી ઓછી જોવા મળી શકે છે.

સોની એન્ટરટેઈનમેન્ટ પર 31 ઓગસ્ટથી શરુ થશે “ઈન્ડિયાવાલી માં”

પહલે ચલના શિખાયા થા અબ રાસ્તા દિખાયેગી સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનની ઈન્ડિયાવાલી મા આ કાર્યક્રમ શરૂ થશે ૩૧ ઓગસ્ટથી, દર સોમ-શુક રાત્રે ૮:૩૦ વાગે

માં શબ્દ શબ્દોની ભાવનાઓને ઉત્તેજીત કરે છે અને તે માતા છે જે કોઈપણ બાળકના ભાવિ માટે મજબૂત પાયો નાખે છે. માતાનો પ્રેમ સાર્વત્રિક હોવા છતાં,  ભારતીય માતા, માતાની ફરજો અને નિઃસ્વાર્થ સ્નેહ સર્વોચ્ચ બેંચમાર્કથી આગળ નીકળી જાય છે! જયારે તેણી તેના બાળકના ભાવિને પ્રોત્સાહિત કરે છે અને તેનું સમર્થન કરે છે અને તેમને ઉડાન માટે પાંખો આપે છે, જ્યારે તેઓ પડી જાય ત્યારે તે તેમને ઉપર ઉઠાવવા માટે હંમેશા હાજર હોય છે. છોકરાઓ ભલે હાથ છોડી દેય, પણ એક માં એમનો ક્યારે સાથ નહિં છોડે, ભલે ગમે તે ઉંમર હોય.

સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનની તાજેતરની રજૂઆત “ઈન્ડિયાવાલી મા એ એક માતાની પ્રેમાળ અને સાંકળી શકાય તેવી મુસાફરી લઈને આવે છે, જે પુત્ર એવું કહે છે કે મારે માતાની જરૂર નથી તેમ છતાં, તે તેના પુત્રને છોડી દેતી નથી. આ કાર્યક્રમમાં ૩ પ્રમુખ પાત્ર છે; કાકુ ના પાત્ર માં દેખાશે સુચિતા ત્રિવેદી, હસમુખ ના પાત્રમાં દેખાશે નિતેશ પાંડે અને રોહનના પાત્રમાં દેખાશે અક્ષય મહાત્રે. જય પ્રોડક્શન્સ દ્વારા પ્રસ્તુત આ શોનો પ્રીમિયર ૩૧ ઓગષ્ટે કરવામાં આવશે અને દર સોમ-શુક્ર રાત્રે ૮.૩૦ કલાકે ફક્ત સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવશે.

એક બાળક તરીકે,  આપણી ‘ જેની પાસે જઈ શકાય તેવી વ્યક્તિ એ આપણી પ્રિય માં છે. પરંતુ જેમ જેમ આપણે સ્વતંત્ર પુખ્ત બનતા જઈએ છીએ, ત્યારે માતા ક્યારેય તેમની લાગણીઓમાંથી આપણને બહાર કાઢી દેતી નથી. ભલે આપણી માતા આપણને સપના સાકાર કરવા માટે આગળ મોકલે છે, તેણી ક્યારેય આપણા ઉપરથી નજર લઈ લેતી નથી પરંતુ સમય જતાં, આ સમીકરણ કેમ બદલવાનું શરૂ થાય છે?  જાણી જોઈને કે અજાણતાં આપણે આપણી માતાઓને કેમ દૂર ધકેલી દઈએ છીએ?  આવી જ વાર્તા છે કૌશલ્યા ઉર્ફ કાકુ, જે ભુજની એક સરળ, સ્વપ્નશીલ માતા છે, જે તેમના સહાયક પતિ, હસમુખ સાથે સારી રીતે સ્થિર જીવનની આનંદ માણે છે.

તેમના સંબંધો ખૂબ પ્રિય છે, કાકુ હસમુખ પર આધારીત છે અને તેના દ્વારા આશ્રય મેળવીને અને લાડ મેળવવાની તેને મઝા આવે છે. પરંતુ પતિ-પત્ની વચ્ચેના જોડાણનું કારણ તેમનો પુત્ર રોહન છે. જયારે કાકુ સતત તેના યુએસએ-સ્થિત પુત્રના ધ્યાન માટે ઝંખના કરે છે પરંતુ હસમુખ વ્યવહારું હોવાના કારણે તે અનુભવે છે કે રોહન અલગ થઈ ગયો છે. જો કે,  કાકુ વિવાદાસ્પદ માતા હોવાને કારણે તેના પુત્રની ઉપેક્ષાને નકારી કાઢે છે અને તે હંમેશાની જેમ તેની સાથે ઉભા રહેવાનું માને છે. કાકુના આ નિશ્ચયથી તે તેના પુત્ર સુધી પહોંચવાના, બધી અવરોધોને દૂર કરવા અને ઇન્ડિયાવાલી મા હોવાના સાચા સારને ફરીથી વ્યાખ્યાયિત કરવા યાત્રા શરૂ કરે છે.

31 મી ઓગસ્ટથી સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન પર રાત્રે 8.૩૦ વાગ્યે શરૂ થઈ રહેલી તેજસ્વી ઈન્ડિયાવાલી મા માટે તૈયાર રહો. સિરિયલનો પ્રોમો જોવા માટે અહીં ક્લિક કરો…

#IndiawaaliMaa

Miliye ek chote seher ki bholi bhali #IndiawaaliMaa se, jiski duniya basti hai apne bete mein. Pehle chalna sikhaye ab kaise raah dikhayegi, janne ke liye dekhiye #IndiawaaliMaa 31st August se har Mon-Fri raat 8:30 bajeNitesh Pandey @Sucheeta Trivedi Sheen dass Akshay Mhatre

Sony Entertainment Television द्वारा इस दिन पोस्ट की गई बुधवार, 26 अगस्त 2020

શારીરિક, માનસિક અને ભાવનાત્મક જડતા

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

યોગાસનના અભ્યાસ દરમ્યાન, તમને સમજાય છે, કે તમે શારીરિક રીતે કેટલાં કઠોર છો. એજ રીતે મન અને ભાવનાઓની સખ્તાઈને જાણવા માટે થોડી વધારે જાગરૂકતાની જરૂર છે. કોઈ વ્યક્તિ જે તેના વિચારો અને લાગણીઓમાં ખુબ સખત છે, તે માને છે કે પોતે આદર્શ વ્યક્તિ છે, કારણકે તે કોઈપણ બીજી રીતે જોવા, વિચારવા કે અનુભવ કરવા તૈયાર નથી. જ્યારે આવા વ્યક્તિને તમે મળો, તમને લાગે કે તે અડીયલ છે પરંતુ તે પોતાને પરિપૂર્ણ ગણે છે.

તેજ રીતે ઉર્જાના સ્તર પર જડતા હોય શકે. એ લોકો જેમની ઉર્જા એકદમ તરલ છે, પહેલાં દિવસની કોઈપણ સરળ ક્રિયાથી તેમની ઉર્જાઓમાં હિલચાલ અને પરિવર્તન આવશે. જયારે બીજા કોઈ વ્યક્તિ માટે, ઘણાં લાંબા સમયના અભ્યાસ પછી પણ, કંઈ થતું નથી. આ બધું, તમારી, ઊર્જાઓ કેટલી સરળ છે તેની પર નિર્ભર કરે છે. આ બધા સ્તરની કઠોરતા અલગ નથી, પણ એકબીજા સાથે જોડાયલી છે. કોઈ એક સ્તરની કઠોરતા બીજા ઘણાં બધા સ્તરમાં પરિવર્તીત થઈ શકે છે.

પતંજલિના માર્ગ પર, યોગ એક એવી પધ્ધતિ છે, જ્યાં તમે ગમે એવા મુર્ખ હોવ, કે ગમે એ સ્તરની અજાણતામાં હોવ કે પછી ગમે એ પ્રકારના કર્મ બંધન ધરાવતા હોવ, તેનાથી કોઈ ફરક નથી પડતો, દરેક વ્યક્તિ માટે માર્ગ છે. જો તમે, ખાલી તમારા શરીરને વાળવાની તૈયારી બતાવો, તો તમે એક કર્મ તોડી ચુક્યા છો. જો તમારું માથું તમારા ઘૂંટણને અડે તો તમે એક ભૌતિક કર્મ તોડી નાખ્યું. આ મજાક નથી, કારણકે, જેણે ક્યારેય આવું ન કર્યું હોય તેની માટે આ એક સિદ્ધિ છે. એક દિવસ એવો પણ હશે કે તમે શારીરક અને માનસિક રીતે એકદમ સખત હશો.

આવું બધા સાથે થાય છે. તમે તમારા જીવનને જુઓ, કે શારીરિક તથા માનસિક રીતે, ૧૦ વર્ષની વયે તમે કેટલા લચીલા હતા. ૨૦ વર્ષની વયે આ લચક ઘણી ઓછી થઇ જાય છે અને ૩૦ વર્ષની ઉમરે લગભગ ગાયબ થઇ જાય છે. ખાલી શારીરિક સ્તર પર નહીં પણ માનસિક સ્તર પર ઘણી જડતા આવી ગઈ છે. મોટા ભાગના લોકો માટે જીવન ફક્ત પીછેહઠ છે. જે પણ ફાયદાઓ સાથે તમે જન્મ્યાં હતા, તેને વધારવાને બદલે તમે તેમાં ઘટાડો કર્યો છે.

આ માર્ગ એમતો ખુબ જ સરળ છે, પરંતુ તમારા અને તમારા વ્યક્તિત્વના લીધે તે ઘણો ગુંચવાઈ ગયો છે. એક વ્યક્તિ, આધ્યાત્મિક માર્ગમાં, જે ગુંચવણનો સામનો કરે છે, તે આના લીધે નથી, એ તમારા મનની ગડબડના કારણે છે. તમારી અંદર બધુ સખત થઈ ગયું છે, કંઈ પણ હલતું નથી, જાણે તમે સખ્તાઈના ખાંચામાં ફસાઈ ગયા છો.

પરંતુ જો તમે ગુરુની કૃપા થવા દો, તો માર્ગ ઘણો સરળ છે, કારણકે માર્ગ જ લક્ષ્ય છે. જો તમે ફક્ત અહીં સ્થિર થઈને બેસો, તો બધું જ અસ્તિત્વ સાથે એક થઈને કંપન કરશે અને તમે જાતે પણ અસ્તિત્વ સાથે કંપન કરશો.

(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)

 

રાશિ ભવિષ્ય 31/08/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયાView post

તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.


સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.


કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી, ખાંસી, તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.


તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.


કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.


થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.


મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.


કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.


એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

૩૧ ઓગસ્ટ ૨૦૨૦

૩૧ ઓગસ્ટ ૨૦૨૦

પંચાંગ 31/08/2020

મુંબઈ પોલીસ પાસેથી રક્ષણ લેવાની કંગનાએ ના પાડી દીધી

મુંબઈઃ કેન્દ્રીય નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) સંસ્થાએ અભિનેત્રી રિયા ચક્રવર્તિ સામે કેફી દ્રવ્યનો જે કેસ કર્યો છે એ વિશે સ્ફોટક માહિતી આપવા બદલ બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતે પોતાને રક્ષણ મળે એવી માગણી કરી છે, પરંતુ એણે મુંબઈ પોલીસ પાસેથી રક્ષણ લેવાનો ઈનકાર કરી દીધો છે. એણે કહ્યું છે કે એને મૂવી માફિયા ગૂંડાઓ કરતાં મુંબઈ પોલીસનો વધારે ડર લાગે છે.

કંગનાએ કહ્યું હતું કે બોલીવૂડમાં કેફી દ્રવ્યોના થતા ઉપયોગ અને ડ્રગ્સની કરાતી સપ્લાય કેસમાં સાક્ષી બનવા અને એ વિશેની માહિતી આપવા તૈયાર છે, પરંતુ પોતાને કેન્દ્ર સરકાર તરફથી રક્ષણ મળે તો જ પોતે આમ કરવા તૈયાર છે.

કંગનાએ એ કહ્યાના ચાર દિવસ બાદ મહારાષ્ટ્ર ભાજપના નેતા રામદાસ કદમે ટ્વીટ કરીને મુંબઈ પોલીસને કહ્યું છે કે તે કંગનાને રક્ષણ આપે. કમનસીબે મહારાષ્ટ્ર સરકારે હજી સુધી એને રક્ષણ આપ્યું નથી.

કદમે એમના ટ્વીટની સાથે મહારાષ્ટ્રના પ્રધાનો આદિત્ય ઠાકરે અને અનિલ દેશમુખ તથા મુંબઈના પોલીસ કમિશનરને ટેગ કર્યા છે.

આ ટ્વીટ બાદ તરત જ કંગનાએ જવાબમાં લખ્યું કે આ મામલામાં મુંબઈ પોલીસ જોડાય એવું તે ઈચ્છતી નથી. આભાર, વાસ્તવમાં, મને તો હવે મૂવી માફિયા ગૂંડાઓ કરતાં મુંબઈ પોલીસનો વધારે ડર લાગે છે. મુંબઈમાં મને હિમાચલ પ્રદેશ સરકાર અથવા કેન્દ્ર તરફથી સીધી સિક્યૂરિટી મળે એની જરૂર છે. મુંબઈ પોલીસની નહીં, મહેરબાની કરીને.

કંગનાએ આ મુદ્દે અનેક ટ્વીટ્સ કર્યા છે.

અગાઉ એણે એમ લખ્યું હતું કે બોલીવૂડમાં કેફી દ્રવ્યોના બંધાણીઓના નામ અને કૌભાંડ ખૂલ્લું પડે તો ઘણા ટોચના લોકો જેલના સળિયા પાછળ જાય.

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહે આ મામલે કંગનાને ટેકો આપ્યો છે અને એક ટ્વીટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરીને કહ્યું છે કે સરકારે કંગનાને સુરક્ષા પૂરી પાડવી જોઈએ, જેથી એ કેફી દ્રવ્યો-વિરોધી બ્યુરોને તપાસમાં મદદરૂપ થઈ શકે.

કંગનાએ પોતાને સપોર્ટ કરવા બદલ પ્રશંસકોનો આભાર માન્યો છે. શ્વેતા સિંહે જવાબમાં લખ્યું કે, તારા માટે ગર્વ થાય છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કથિત આત્મહત્યાના કેસની તપાસમાં હવે ડ્રગ્સના સેવનનો મુદ્દો પણ ઉમેરાયો છે.

કંગના મૂવી માફિયા ચલાવી રહેલા લોકોમાં કરણ જોહર, આદિત્ય ચોપરા, મહેશ ભટ્ટ, જાવેદ અખ્તર જેવાનું નામ આપી ચૂકી છે.

29 વર્ષે માધુરીએ જણાવ્યું, ‘સાજન’ સાઈન કરવા પાછળનું કારણ

મુંબઈઃ 1991માં આવેલી માધુરી દીક્ષિત અભિનીત ‘સાજન’ ફિલ્મને આજે 29 વર્ષ થઈ ગયા. ફિલ્મની રિલીઝની યાદમાં માધુરીએ તે ફિલ્મમાં એનાં સહ-કલાકારો – સલમાન ખાન અને સંજય દત્ત સાથેની એક જૂની તસવીર સોશિયલ મિડિયા પર શેર કરી છે.

એ સાથે એણે આ હેશટેગ મૂક્યું છે – #29YearsOfSaajan.

માધુરીએ એ પણ જણાવ્યું છે કે પોતે કયા કારણસર આ ફિલ્મ સાઈન કરી હતી.

એણે પોતાની પોસ્ટમાં લખ્યું છેઃ ‘આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચ્યા પછી મેં તરત જ એમાં કામ કરવાની હા પાડી દીધી હતી. વાર્તા રોમેન્ટિક હતી, સંવાદો કાવ્યમય હતા અને સંગીત ઉત્કૃષ્ટ હતું.’

ફિલ્મમાં સંજય દત્તે એક અનાથ યુવકનો રોલ કર્યો છે, જેને નાનપણમાં મિત્રતા થાય છે સલમાન ખાન સાથે, જે ખૂબ શ્રીમંત હતો. બંને જણ મોટા થાય છે ત્યારે સંજય દત્ત સાગર નામે જાણીતો કવિ-શાયર બને છે. માધુરી એનાં ચાહકોમાંની એક હોય છે. શાયર પ્રત્યે માધુરીની લાગણી અને સલમાનનું ફ્રેમમાં આવતાં, પ્રણયત્રિકોણ સર્જાય છે.

લૌરેન્સ ડિસોઝા દિગ્દર્શિત ‘સાજન’ 1991માં બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. ‘દેખા હૈ પેહલી બાર સાજન કી આંખો મેં પ્યાર’, ‘તુમ સે મિલને કી તમન્ના હૈ’, ‘બહોત પ્યાર કરતે હૈં તુમકો સનમ’, ‘તુ શાયર હૈ મૈં તેરી શાયરી’, ‘જીયે તો જીયે કૈસે’ જેવા ગીતોએ દર્શકોનાં મન અને દિલ ડોલાવી દીધા હતા.

માધુરી દીક્ષિત ટૂંક સમયમાં જ નેટફ્લિક્સની આગામી સિરીઝમાં જોવા મળશે. આ સાથે જ એ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે. એ સિરીઝનું નિર્માણ કરણ જોહર કરશે.