Home Blog Page 4680

કોરોના સંક્રમિતોની સંખ્યા 33 લાખને પારઃ 24 કલાકમાં સૌથી વધુ 75,760 નવા કેસ  

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 75,760 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1023 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 33,10,234 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 60,472 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 25,23,771 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,25,991 પહોંચી છે. રિકવરી રેટ વધીને 76.29 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.83 ટકા થયો છે.

વિશ્વમાં 24 કલાકમાં 2.71 લાખ નવા કેસવિશ્વમાં કોરોના વાઇરસનો પ્રકોપ જારી છે. વિશ્વમા પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના નવા 2.71 લાખ નવા કેસો નોંધાયા છે અને 6308 લોકોનાં મોત થયાં છે. વિશ્વમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2.43 કરોડે પહોંચી છે. અમેરિકામાં પાછલા 24 કલાકમાં 43,000થી વધુ કેસો નોંધાયા છે અને 1275 લોકોનાં મોત થયાં છે.

ચાર કરોડથી વધુ લોકોનાં ટેસ્ટિંગ કરાયાં

દેશમાં સંક્રમિતોની સંખ્યા વધવાનું કારણ એ પણ છે કે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થયો છે. ICMR ના આંકડા અનુસાર 26 ઓગસ્ટે દેશમાં 9,24,998 લાખ લોકોની કોરોનાની તપાસ કરવામાં આવી હતી. દેશમાં 26 ઓગસ્ટ સુધી આશરે કુલ ચાર કરોડ લોકોનાં સેમ્પલ ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે. પોઝિટિવિટી રેટ 8.19 ટકા થયો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

સુવિચાર – ૨૭ ઓગસ્ટ, ૨૦૨૦

સુવિચાર – ૨૭ ઓગસ્ટ, ૨૦૨૦

ગાડી પર લાગેલું હશે ‘FASTag’ ત્યારે જ ટોલ ટેક્સમાં મળશે ડિસ્કાઉન્ટ

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે દેશના બધા નેશનલ હાઇવે ટોલ પ્લાઝા પર રિટર્ન યાત્રા ડિસ્કાઉન્ટ અથવા કોઈ પણ અન્ય ડિસ્કાઉન્ટ માટે ફાસ્ટેગ (FASTag)ના ઉપયોગને ગઈ કાલે ફરજિયાત કરી દીધો છે. આ સંબંધે નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ જે પણ વાહનચાલક 24 કલાકની અંદર રિટર્ન યાત્રાનું ડિસ્કાઉન્ટ અથવા કોઈ અન્ય સ્થાનિક ડિસ્કાઉન્ટ માટે દાવો કરે તો તેમના વાહન પર એક કાયદેસર ફાસ્ટેગ લગાવવું ફરજિયાત છે.

આ નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પર ડિજિટલ ચુકવણીના ઉપયોગને પ્રોત્સાહનની દિશામાં એક મહત્ત્વનું પગલું છે. આ પ્રકારનું ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવા માટે ટોલની ટેક્સની ચુકવણી માત્ર પ્રીપેડ પ્રકારો, સ્માર્ટ કાર્ડ અથવા ફાસ્ટેગ વગેરે દ્વારા કરી શકાશે.

આવી રીતે લાભ મળશે

જે કેસોમાં 24 કલાકની અંદર રિટર્ન યાત્રા માટે ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે, એમાં રસીદ અથવા સૂચનાની કોઈ જરૂર નહીં હોય અને સંબંધિત નાગરિકને ડિસ્કાઉન્ટ આપોઆપ મળી જશે. એના માટે 24 કલાકની અંદર રિટર્ન યાત્રા જરૂરી હશે અને સંબંધિત વાહન પર એક કામ કરતો ફાસ્ટેગ લાગેલુ હોવું જોઈએ.

જાણો ફાસ્ટેગ (FASTag)

ફાસ્ટેગ ટોલ સંગ્રહ માટે પ્રિપેડ રિચાર્જેબલ ટેગ્સ છે, જેનાથી ટોલ ટેક્સની ઓટોમેટિક ચુકવણી થઈ જાય છે. આ વાહનની વિન્ડસ્ક્રીન પર ચોંટાડવામાં આવે છે. ફાસ્ટેગની મદદથી તમારે ટોલ ટેક્સ માટે વાહનને ટોલ પ્લાઝા પર રોકવું નહીં પડે. તમારું વાહન જેવું ટોલ પ્લાઝાને પાર કરશે, વાહનના વિન્ડ સ્ક્રીન પર ચોંટાડવામાં આવેલું ફાસ્ટેગથી લિંક્ડ બેન્ક ખાતા-પ્રિપેડ વોલેટથી ટોલ ટેક્સ ઓટોમેટિક કપાઈ જશે. ફાસ્ટેગ રેડિયો ફ્રીકવન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેક્નિક પર કામ કરે છે. ફાસ્ટેગની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. જ્યાં સુધી એ ટોલ પ્લાઝા પર રિડેબલ હોય છે, ત્યાં સુધી એનો ઉપયોગ કરી શકાય છે અને એનાથી છેડછાડ નથી કરી શકાતી.

 

 

 

 

રાશિ ભવિષ્ય 27/08/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે.


સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.


મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે.


વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે.


અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય.


થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.


તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.


તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


આજે કોઈ  જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિકઅશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.


આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય.


જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.

જ્યારે લાયન ફેમિલીએ ફોટો ખેંચાવા રસ્તો રોક્યો…

ફેબ્રુઆરી 2011ની એક વહેલી સવારે અમે સાસણ ગીરમાં રુટનં-2માં સફારી શરુ કરી. ખૂબ ધીમી ગતિએ ચાલતી જીપ્સીમાં સિંહના કોઇ સગડ ન મળતા અમે પક્ષીઓ જોતાં જોતાં આગળ વધી રહ્યા હતા. એવામાં કેરંભા વિસ્તારમાં પસાર થતાં થતાં અચાનક જોરથી ચિતલના એલાર્મ કોલ સંભળાયા. અમે એકદમ જ જીપ્સીને બ્રેક મારી અને થોડી રાહ જોવાનું નક્કી કર્યું. પાંચેક મિનીટના જ સમયમાં બે માદા અને એક પાઠડો નર કેસરી ઝાડીમાથી બહાર આવ્યા અને જાણે અમને દોરતા હોય એમ અમારી આગળ આગળ ચાલવા માંડયા. ઠંડી ઉડાડવા માટે રોડ પર થોડી મસ્તી ય કરી અને પછી એવી રીતે રસ્તા પર અમારી સામે મોં ધરીને રૂઆબથી બેઠા કે જાણે કહેતા હોયઃ લ્યો, પાડી લ્યો ફોટો….!

રસ્તા પર મસ્તી કરવાના લીધે ઉડેલી ધૂળ અને ઉગતા સૂરજના અજવાસમાં અમને આ ફોટો મળ્યો. થોડીવાર પછી લગભગ બે-ત્રણ કિલોમીટર સુધી એ અમારી આગળ અને અમે એની પાછળ. પછી અમને મૂકીને એ અચાનક ઝાડીમાં મારણ પાસે પોતાના બીજા સાથીઓ પાસે પહોંચી ગયા…

(શ્રીનાથ શાહ)

૨૭ ઓગસ્ટ ૨૦૨૦

૨૭ ઓગસ્ટ ૨૦૨૦

પંચાંગ 27/08/2020

મધર ટેરેસાની જન્મતિથિ નિમિત્તે ગરીબોને ફૂડ પેકેટ્સનું વિતરણ…

નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા અને ગરીબોનાં બેલી એવાં સ્વ. મધર ટેરેસાની 110મી જન્મતિથિ નિમિત્તે 26 ઓગસ્ટ, બુધવારે કોલકાતામાં કેથલિક ઓર્ડર ઓફ ધ મિસનરિઝ ઓફ ચેરિટી સંસ્થાનાં સાધ્વીઓએ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યું હતું.

GST દર ઘટવાનો સંકેતઃ ટૂ-વ્હીલર્સ સસ્તાં થઈ શકે છે

નવી દિલ્હીઃ ટૂ-વ્હીલર વાહન ન તો લક્ઝરી છે અને ન તો પાપનો સામાન છે અને એટલા માટે GSTના દરોમાં સંશોધન કરવામાં આવશે, એમ નાણાપ્રધાન નિર્મલા સીતારામને  કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના સાથેના સંવાદમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે GST કાઉન્સિલ દ્વારા દર સંશોધન દરખાસ્ત (રેટ રિવિઝન પ્રપોઝલ) લાવવામાં આવશે. ટૂ વ્હીલર્સ વાહનો પર હાલમાં 28 ટકા GST લાગે છે.

ટૂ વ્હીલર્સ વાહનો પર GSTના દરોને ઓછા કરવાની આવશ્યકતા વિશેના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે એ એક સારો પ્રસ્તાવ છે, કેમ કે આ શ્રેણી લક્ઝરી નથી કે નથી પાપ અને એટલા માટે દરમાં સંશોધન કરવામાં આવશે. આ પ્રસ્તાવ મુદ્દે GST કાઉન્સિલમાં વિચારવિમર્શ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

ગયા વર્ષે દેશની સૌથી મોટી ટૂ વ્હીલર ઉત્પાદક હીરો મોટોકોર્પે સરકારને GST દરોમાં તબક્કાવાર ઘટાડો કરવાનો આગ્રહ કર્યો હતો. જેની શરૂઆત 150CC થી 18 ટકાના સ્લેબમાં બાઇક લાવવાથી થઈ હતી.

AMRG એન્ડ એસોસિયેટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહને કહ્યું હતું કે મોટરસાઇકલ, મોપેડ અને ઓક્સિલરી મોટર લાગેલી સાઇકલ પર સૌથી ઊંચી 28 ટકાના દરે GST લગાવવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે દેશના લાખ્ખો મધ્યમ વર્ગના પરિવારો માટે ટૂ વ્હીલર જરૂરિયાત બની ગયાં છે, પણ  GSTને મામલે એને પણ તંબાકુ, સિગારેટ, પિસ્તોલ જેવી લક્ઝરી ચીજવસ્તુઓની કેટેગરીમાં રાખવામાં આવી છે.

‘સડક 2’ પછી ‘ખાલી પીલી’ના ટીઝર પર નેટયૂઝર્સે ઉતાર્યો ગુસ્સો

મુંબઈઃ અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરની આગામી હિન્દી ફિલ્મ ‘ખાલી પીલી’નું ટીઝર યૂટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યું છે, પણ નેટયૂઝર્સે એમની નારાજગી આ ટીઝરને ડિસ્લાઈક કરીને પોતાનો અણગમો વ્યક્ત કર્યો છે. નેટિઝન્સ ઓનલાઈન સંગઠિત થઈને ડિસ્લાઈક બટન પર ધડાધડ ક્લિક કરી રહ્યાં છે અને એમ કરવા માટે અન્યોને પણ પ્રોત્સાહિત કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે બોલીવૂડના તેજસ્વી યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભેદી મૃત્યુથી ફિલ્મચાહકો આઘાતમાં છે. બોલીવૂડમાં ચાલતા નેપોટીઝમ (સગાંવાદ)ના દૂષણે સુશાંતનો ભોગ લીધો છે એ વાત નક્કી થતાં સુશાંતને ન્યાય અપાવવાની માગણીએ જોર પકડ્યું છે અને તે અંતર્ગત ઈન્ટરનેટ, સોશિયલ મિડિયા પર નેપોટીઝમ માટે સંભવતઃ જવાબદાર નિર્માતાઓ, કલાકારો પ્રતિ નેટયૂઝર્સ એમની નારાજગી દર્શાવી રહ્યાં છે.

નેપોટીઝમના દૂષણ માટે નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટ પણ જવાબદાર હોવાનો આક્ષેપ કરાયો છે. તેથી જ એમની આગામી હિન્દી ફિલ્મ ‘સડક 2’ના થોડાક દિવસો પહેલાં રિલીઝ કરાયેલા ટ્રેલરને નેટયૂઝર્સે વિક્રમસર્જક સંખ્યામાં ડિસ્લાઈક કર્યું. તે આંકડો એક કરોડથી પણ આગળ નીકળો ગયો છે અને હવે આ ટ્રેલર દુનિયામાં યૂટ્યૂબ પર સૌથી વધુ ડિસ્લાઈક કરાયેલી પોસ્ટ બન્યું છે.

હવે નેટયૂઝર્સની ઝુંબેશ ‘ખાલી પીલી’ના ટીઝરને મોટી સંખ્યામાં ડિસ્લાઈક કરીને એને બીજો નંબર અપાવવાની છે.

અનન્યા અભિનેતા ચંકી પાંડેની પુત્રી છે જ્યારે ઈશાન ખટ્ટર અભિનેતા શાહિદ કપૂરનો નાનો ભાઈ છે.

અલી અબ્બાસ ઝફર નિર્મિત અને મકબૂલ ખાન દ્વારા દિગ્દર્શિત ‘ખાલી પીલી’ના ટીઝરને રિલીઝ કરાયાને 3 દિવસ થયા છે અને અત્યાર સુધીમાં એનો ડિસ્લાઈકનો આંકડો 13 લાખને પાર કરી ગયો છે. જોકે યૂટ્યૂબ પર ભારતમાં આ ટીઝર ટ્રેન્ડિંગ-1 પર રહ્યું છે. ટીઝરમાં ઈશાન અને અનન્યાનાં એક્શનવાળા દ્રશ્યો જોવા મળે છે.

આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર અને સંજય દત્ત અભિનીત ‘સડક 2’ ફિલ્મનું ટ્રેલર ડિસ્લાઈક મામલે પહેલા નંબરે છે. આ મહિનાના આરંભમાં તે રિલીઝ થયું એના પહેલા જ દિવસે 45 લાખ ડિસ્લાઈક્સનો અભૂતપૂર્વ આંકડો હાંસલ કર્યો હતો.

‘ખાલી પીલી’ મસાલા મનોરંજન મૂવી છે. જેની રિલીઝ તારીખ હજી નક્કી કરાઈ નથી.