Home Blog Page 4705

મુંબઈમાં ભારે વરસાદ, ઠેરઠેર જળબંબાકાર, બે દિવસ માટે રેડ એલર્ટ; હાઈવે પર ભેખડ ધસી પડી

મુંબઈઃ ભારતીય હવામાન વિભાગે 3-4-5 ઓગસ્ટે મુંબઈ, પડોશના થાણે, નવી મુંબઈ, પાલઘર, રાયગડ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડવાની કરેલી આગાહી અનુસાર, ગઈકાલે રાતથી મુંબઈમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. આખી રાત દે માર વરસાદ પડ્યો હતો અને તેને કારણે મુંબઈમાં અનેક ઉપનગરોમાં નિચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા. આજે સવારે 8 વાગ્યા પછી વરસાદનું જોર નરમ પડ્યું હતું, પરંતુ હવામાન વિભાગે મુંબઈ, ઉપનગરો, પડોશના વિસ્તારો માટે હજી બે દિવસ માટે ભારે વરસાદ વિશે રેડ એલર્ટ ઘોષિત કર્યું છે.

મુંબઈમાં ભારે વરસાદને કારણે લોકલ ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે. ‘બેસ્ટ’ વહીવટીતંત્રએ શહેરમાં જળબંબાકાર વિસ્તારોમાં બસસેવા સ્થગિત કરી દીધી છે.

કિંગ સર્કલ, હિંદમાતા, દાદર, શિવાજી ચોક, કુર્લા એસ.ટી. બસ ડેપો, બાન્દ્રા ટોકિઝ, સાયન રોડ, કાંદિવલી, ગોરેગાંવ જેવા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

મુંબઈ મહાનગરપાલિકાએ અપીલ કરી છે કે 4-5 ઓગસ્ટે અતિવૃષ્ટિની સંભાવના હોવાને કારણે લોકો અત્યંત સતર્ક રહે, સાવચેતીના દ્રષ્ટિકોણથી ઘરમાં જ રહે, પોતાની ઓફિસ બંધ રાખે. ખાસ કામ હોય તો જ ઘરની બહાર જવાનું રાખે.

મહાપાલિકાએ માત્ર અત્યાવશ્યક સેવાઓને બાદ કરતાં તમામ સરકારી તેમજ ખાનગી ઓફિસોને આજે બંધ રાખવાની સૂચના જારી કરી છે.

મુંબઈ શહેરમાં સોમવારે સવારે 8 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં 230.06 મિમિ વરસાદ પડ્યો હતો. જ્યારે પૂર્વ અને પશ્ચિમના ઉપનગરોમાં અનુક્રમે 162.83 મિમી અને 162.28 મિમી વરસાદ પડ્યાનું હવામાન વિભાગે નોંધ્યું હતું.

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભેખડ ધસી પડીવેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કાંદિવલી-મલાડ (ઈસ્ટ) વચ્ચે ભારે વરસાદને કારણે વહેલી સવારે ભેખડ ધસી પડવાની ઘટના બની હતી. એને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટ્રાફિક પોલીસોએ એક સાઈડ પર ટ્રાફિક બંધ કરાવ્યો હતો. ભેખડ ધસી પડવાની આ ઘટના ગ્રોવેલ્સ મોલની સામે અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પ્રેસ-ઓફિસની નીચે બની હતી.

 

રામ જન્મભૂમિ પૂજન માટે અયોધ્યા તૈયારઃ કડક સુરક્ષા વ્યવસ્થા

નવી દિલ્હીઃ અયોધ્યામાં પાંચ ઓગસ્ટે રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલુ છે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થશે, જેથી અયોધ્યાને કિલ્લામાં ફેરવવામાં આવ્યો છે. આ કાર્યક્રમ માટે સૌથી પહેલાં નિમંત્રણ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે પક્ષકાર રહેલા ઇકબાલ અન્સારીને મોકલવામાં આવ્યું છે. કોરોના વાઇરસના જોખમને ધ્યાનમાં રાખતાં મુખ્ય પ્રધાન યોગીએ અપીલ કરી છે કે જે લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે, માત્ર એ લોકો જ કાર્યક્રમ સ્થળે પહોંચે.

ભૂમિ પૂજન કાર્યક્રમ

અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમની તૈયારી ચાલુ છે ત્યારે અયોધ્યામાં બહુ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં  આવી છે.

ભૂમિ પૂજનના કાર્યક્રમની તૈયારીઓ

  • આજે સાંજે અયોધ્યાની સરહદ સીલ કરવામાં આવશે.
  • અયોધ્યા સંપૂર્ણ રીતે સજ્જ છે એક નવી તૈયારી માટે. કોરોના સંકટ કાળમાં બહગુ સાવધાની સાથે આ ભૂમિ પૂજન કરવામાં આવી રહ્યું છે. રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા મહેમાનોને આમંત્રણ આપી દેવામાં આવ્યું છે.
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે આશરે 11 કલાકે પહોંચશે. ત્યાર બાદ વડા પ્રધાન હનુમાનગઢી મંદિરના દર્શન કરશે. એ પછી પૂજા સ્થળે જશે, જ્યાં રામલલા વિરાજમાન છે. વડા પ્રધાન બેથી ત્રણ કલાક સુધી અયોધ્યામાં રોકાશે.
  • વડા પ્રધાન સિવાય RSS મોહન ભાગવત, અશોક સિંઘલનો પરિવાર, સંત-મહંત સહિત અનેક મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
  • ટ્રસ્ટના કહેવા અનુસાર રામ જન્મભૂમિ મંદિર નિર્માણના શુભારંભ કાર્યક્રમમાં માત્ર 175 લોકોને જ આમંત્રિત કરવામાં આવ્યા છે. દેશની કુલ 36 આધ્યાત્મિક પરંપરાઓના 135 સંતોને બોલાવવામાં આવ્યા છે. એની સાથે અયોધ્યાના કેટલાક સન્માનનીય નાગરિકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
  • કોરોનાને કારણે 90 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને નથી બોલાવવામાં આવ્યા. જેથી લાલકૃષ્ણ અડવાણી અને પૂજ્ય શંકરાચાર્ય અને અન્ય કેટલાક સંતો ઉપસ્થિત નહીં રહી શકે.
  • કલ્યાણ સિંહ, ઉમા ભારતી સહિત નેતાઓ છે, જે હાલના દિવસોમાં કોરોનાથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા છે. આવામાં કલ્યાણ સિંહ અયોધ્યા નહીં જાય. જ્યારે ઉમા ભારતી સરયૂ નદી પર રહેશે.
  • અયોધ્યામાં દિવાળી જેવો માહોલ છે. લોકોને ઘરોમાં દીવો પ્રગટાવવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય વહીવટી તંત્રએ અયોધ્યાનું રંગરોગાન કર્યું છે. રામાયણનાં ચિત્ર બનાવવામાં આવ્યાં છે.

 

 

રાશિ ભવિષ્ય 04/08/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુજે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.


આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે,  વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 04/08/2020

માઇક્રોસોફ્ટ 15 સપ્ટેમ્બર સુધીમાં ટિકટોકનું હસ્તાંતરણ કરશે, વાટાઘાટ જારી

સેન ફ્રાન્સિસ્કોઃ માઇક્રોસોફ્ટે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે કંપનીના CEO સત્યા નડેલા અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે રવિવારે થયેલી વાતચીત પછી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડનાં બજારોમાં વિડિયો શેરિંગ પ્લેટફોર્મ ટિકટોકના હસ્તાંતરણ માટે કંપની સાથે વાટાઘાટ ચાલી રહી છે. માઇક્રોસોફ્ટ અમેરિકા માટે ટિકટોકની ખરીદી માટે ચર્ચા કરી રહી છે, એમ ટેક દિગ્ગજે એના બ્લોગ પોસ્ટમાં કહ્યું હતું. ટ્રમ્પની અમેરિકામાં ટિકટોકને બંધ કરવાની ધમકી

ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપતાં અમેરિકામાં ટિકટોકને બંધ કરવાની ધમકી આપી હતી. રાજ્યના સચિવ માઇક પોમ્પિયોએ પણ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટિકટોકની સામે કડક કાર્યવાહીની ઘોષણા કરવા માટે તૈયાર છે. કંપનીએ કહ્યું હતું કે માઇક્રોસોફ્ટ રાષ્ટ્રપતિની ચિંતાઓને દૂર કરવાની વાત પર ભાર મૂક્યો હતો. કંપનીએ કહ્યું હતું કે એ ટિકટોકની સંબંધી સુરક્ષાની સંપૂર્ણ સમીક્ષા કરશે અને અમેરિકાના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને કંપની એ હસ્તાંતરણ કરવા આગળ વધશે.

સત્તાવાર રીતે પુષ્ટિ કર્યા બાદ અહેવાલ સામે આવ્યો હતો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં આઠ કરોડથી વધુ માસિક વપરાશકર્તાઓવાળા શોર્ટ વિડિયો એપ પર પ્રતિબંધ મૂકવાના હતા, જેથી માઇક્રોસોફ્ટે ચીનસ્થિત ટિકટોકના અમેરિકી સંચાલનને ખરીદવા માટે હાલપૂરતું અટકાવી દીધું હતું.

આ સોદો ઘોંચમાં પડ્યો હતો

જોકે બંને કંપનીઓ વચ્ચે કરાર થવાના નજીક હતો, પણ અમેરિકી રાષ્ટ્રપતિએ ચેતવણી આપતાં આ સોદો ઘોંચમાં પડ્યો હતો.  માઇક્રોસોફ્ટે કહ્યું હતું કે એ ટિકટોકની મૂળ કંપની બાઇટડાન્સની સાથે વાતચીત છેલ્લાં કેટલાંક સપ્તાહથી ચાલી રહી છે અને  એ ચર્ચાને પૂરી કર્યા પછી 15 સપ્ટેમ્બર, 2020 સુધી સોદો કરી લેવામાં આવશે. આ પ્રક્રિયા દરમ્યાન માઇક્રોસોફ્ટ અમેરિકી સરકાર સાથે પણ વાતચીત જારી રાખવા માટે તત્પર છે.

બંને કંપનીઓ એક પ્રારંભિક પ્રસ્તાવની જાણ માટે નોટિસ આપી છે, જેમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડમાં ટિકટોક સર્વિસ ખરીદવી સામેલ છે. એના પરિણામસ્વરૂપ માઇક્રોસોફ્ટ આ બજારોમાં ટિકટોકનું સંચાલન અને કામગીરી સંભાળશે. આ સાથે કંપનીએ કહ્યું હતું કે એ અમેરિકી રોકાણકારોને આ ખરીદીમાં લઘુતમ હિસ્સો ખરીદવા માટે આમંત્રિત કરી શકે છે.

કંપનીએ ખાતરી આપવી પડશે

માઇક્રોસોફ્ટે કહ્યું હતું કે કંપનીએ ટિકટોકના અમેરિકી વપરાશકર્તાઓના ખાનગી ડેટાને અમેરિકામાં સ્થાનાંતરિત કરવા માટે ખાતરી આપવી પડશે. એ ત્યાં સુધી કોઈ પણ ડેટા અમેરિકાની બહાર સ્ટોર અથવા બેકઅપ નહીં કરવામાં આવે. આ ઉપરાંત માઇક્રોસોફ્ટ એ ખાતરી કરશે જો એ ડેટા સ્થાનાંતરિત થયા હશે તો પછી દેશની બહારના સર્વરમાંથી એને દૂર કરવામાં આવશે.

સામે પક્ષે ટિકટોકે પોતાના સંચાલન પર કોઈ ચીની નિયંત્રણ હોવાનો ઇનકાર કર્યો હતો.

 

 

 

 

મુંબઈમાં લોકડાઉન નિયમોમાં રાહતઃ મોલ્સ, બજારો સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે

મુંબઈઃ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ મહાનગરમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉન નિયંત્રણોને ‘મિશન બીગિન અગેન’ ઝુંબેશ અંતર્ગત તબક્કાવાર હળવા બનાવવાનું નક્કી કર્યું છે.

બીએમસી દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, પાંચમી ઓગસ્ટથી શોપિંગ મોલ્સ અને બજારોને અઠવાડિયાના સાતેય દિવસ સવારે 9થી સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રાખવા દેવામાં આવશે. જોકે મોલ્સની અંદરની રેસ્ટોરન્ટ્સ, સિનેમાગૃહો અને ફૂડ કોર્ટ્સને હજી શરૂ કરવા દેવામાં નહીં આવે.

મોલ્સમાં આવેલી રેસ્ટોરન્ટ્સના રસોડાને એ શરતે ખુલ્લી રાખવા દેવામાં આવશે કે એની ફૂડ આઈટમ્સની એગ્રીગેટર્સ મારફત માત્ર હોમ ડિલીવરી જ કરાશે.

તમામ રાજ્ય સરકારી કાર્યાલયોને 15 ટકા કર્મચારીઓ અથવા 15 કર્મચારીઓ, બંનેમાંથી જે વધારે હોય, એ શરતે ચાલુ રાખવા દેવામાં આવશે. જ્યારે ખાનગી ઓફિસોમાં 10 ટકા સ્ટાફ અથવા 10 કર્મચારી, બંનેમાંથી જે વધારે હોય, એ શરતે ચાલુ રાખવા દેવામાં આવશે.

મીરા-ભાયંદરમાં ‘સમર્પિત કોવિડ હેલ્થ સેન્ટર’નું ઠાકરે દ્વારા લોકાર્પણ…

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ 3 ઓગસ્ટ, સોમવારે બપોરે મુંબઈની પડોશના થાણે જિલ્લાના મીરારોડ-ભાયંદર શહેરો (મીરા-ભાયંદર વિસ્તાર)માં કુલ 366-પલંગવાળા ‘સમર્પિત કોવિડ હેલ્થ સેન્ટર’નું ઓનલાઈન માધ્યમથી લોકાર્પણ કર્યું હતું. ભાયંદરસ્થિત સ્વ. પ્રમોદ મહાજન હોલ (206-બેડ) અને સ્વ. મીનાતાઈ ઠાકરે મંડઈ ઈમારતમાં (160-બેડ)ની ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ બનાવવામાં આવી છે. કોરોના વાઈરસના દર્દીઓનો અહીં મફત ઉપચાર કરવામાં આવશે. (તસવીરોઃ દીપક ધુરી)

આ કોવિડ હેલ્થ સેન્ટર આવશ્યક તબીબી સેવાઓથી સુસજ્જ છે. સ્થાનિક શિવસેના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈક, રાજ્ય સરકાર અને ‘મ્હાડા’ સંસ્થાના સહિયારા પ્રયત્નોને પગલે આ કોવિડ હેલ્થ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.

ભરૂચ 3.3ની તીવ્રતાના ધરતીકંપના આંચકાથી ધ્રૂજ્યું; ભયનો માહોલ

ભરૂચઃ ભરૂચમાં આજે સાંજે 5.19 કલાકે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. રીક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 3.3 નોંધવામાં આવી હતી. ભરૂચમાં રક્ષાબંધનના દિવસે આંચકો આવતાં લોકો ગભરાટના માર્યા એમનાં ઘરની બહાર દોડી આવ્યા હતા. સદ્દભાગ્યે જાનમાલને નુકસાનના સમાચાર નથી.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ નર્મદેશ્વર મંદિર પાસે

ભરૂચમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી સાત કિલોમીટર દૂર સરદાર બ્રિજના અંકલેશ્વર છેડે નર્મદા નદીના કિનારે આવેલા નર્મદેશ્વર મહાદેવ મંદિર પાસે હોવાનું માલૂમ પડ્યું હતું. જોકે આ ભૂકંપના આંચકાથી હાલ જિલ્લામાં કોઈ જ નુકસાનનો અહેવાલ નથી. પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ગભરાવાની જરૂર નથી, એમ જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી. મોડિયાએ કહ્યું હતું.

અત્યાર સુધી ભરૂચમાં ભૂકંપના 18 આંચકા

1970 થી 2018 સુધીના 48 વર્ષના સમયગાળામાં ભૂકંપના 18 આંચકા નોંધાઈ ચૂક્યા છે. ભૂકંપના આ આંચકા એવા છે કે જેનું એપી સેન્ટર ભરૂચ અને નર્મદા જિલ્લામાં રહ્યું છે. ભરૂચમાં 23 માર્ચ, 1970થી આવેલા ભૂકંપની તીવ્રતા 5.4 રિક્ટર સ્કેલની હતી, જે અત્યાર સુધીમાં સૌથી વધારે તીવ્રતાવાળો આંચકો છે. ભરૂચ, આમોદ, નેત્રંગ, આમોદ અને નબીપુરના 48 વર્ષમાં ભૂકંપના આંચકાના એપી સેન્ટર રહી ચૂક્યાં છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો 20 ઓકટોબર, 1980માં કેવડિયામાં 2.6 રિક્ટર સ્કેલ તથા નવ જુલાઈ, 1979માં રાજપીપળા ખાતે 2.6 રિક્ટર સ્કેલની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો.

જુલાઇ મહિ‌નામાં ભૂકંપના સૌથી વધારે આંચકા નોંધાયા

ભરૂચ જિલ્લામાં ભૂકંપના ઈતિહાસ પર નજર નાખીએ તો જિલ્લામાં જુલાઈ માસમાં સૌથી વધારે ભૂકંપના આંચકા નોંધાયા છે.

કોરોના સંકટમાં રક્ષાબંધન પર્વની સાવચેતીભરી ઉજવણી…

કોરોના વાઈરસના ફેલાવાએ સર્જેલા સંકટ વચ્ચે ભાઈ-બહેનનાં પવિત્ર સંબંધના તહેવાર રક્ષાબંધનની દેશભરમાં 3 ઓગસ્ટ, સોમવારે સ્વાસ્થ્ય સંબંધિત સાવચેતીના પગલાં સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઉપરની તસવીરમાં મુંબઈના ધારાવી વિસ્તારમાં મહિલા રહેવાસીઓ મહાબીમારી દરમિયાન એમની કાળજી લેનાર એક ડોક્ટરના હાથ પર રાખડી બાંધે છે.

પુણેમાં મહિલાઓ અગ્નિશામક દળના જવાનોનાં હાથ પર રાખડી બાંધે છે.

ભાઈના હાથ પર રાખડી બાંધતી બહેન.

નવી દિલ્હીમાં, રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ટ્રેન્ડ નર્સીસ એસોસિએશન ઓફ ઈન્ડિયા, મિલિટરી નર્સિંગ સર્વિસ તથા પ્રેસિડન્ટ્સ એસ્ટેટ ક્લિનિકની નર્સોએ રાખડી બાંધી.

નવી દિલ્હીમાં, રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ટ્રેન્ડ નર્સીસ એસોસિએશન ઓફ ઈન્ડિયા, મિલિટરી નર્સિંગ સર્વિસ તથા પ્રેસિડન્ટ્સ એસ્ટેટ ક્લિનિકની નર્સોએ રાખડી બાંધી.

ભોપાલમાં, રક્ષાબંધન-બળેવ પર્વ નિમિત્તે શ્રાવણી મહોત્સવ પ્રસંગે પૂજા કરતા શ્રદ્ધાળુઓ.

જિમ, યોગકેન્દ્રો માટે માર્ગદર્શિકાઃ છ ફૂટનું અંતર, માસ્ક જરૂરી

નવી દિલ્હીઃ અનલોક-3 અંતર્ગત જિમ્નેશિયમ્સ અને યોગ કેન્દ્રો માટે સરકારે આજે દિશા-નિર્દેશો જારી કર્યા છે. આ સ્થળોએ છ ફૂટનું અંતર, ફેસ કવર અને માસ્કનો ઉપયોગ કરવો જરૂરી છે. પાંચ ઓગસ્ટથી જિમ અને યોગ કેન્દ્રો ખૂલવાનાં છે. એના માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વિગતવાર માર્ગદર્શિકા જારી કરી છે. આ ગાઇડલાઇનને જિમ, યોગ કેન્દ્રના સંચાલકો અને જિમ-યોગ કરવાવાળાઓએ પાલન કકરવાનું રહેશે. જોકે કન્ટેનમેન્ટ ઝોનમાં જિમ અને યોગ કેન્દ્ર નહીં ખૂલે.

કોવિડ-19થી સુરક્ષા માટે જિમ અને યોગ કેન્દ્રો માટેની ગાઇડલાઇન્સ

  • પ્રવેશદ્વાર પાસે ફરજિયાતપણે 40થી 60 સેકન્ડ સુધી હાથ ધોવા જરૂરી  (સેનિટાઇઝર ડિસ્પેન્સર) અને થર્મલ સ્ક્રીનિંગ રાખવાની જોગવાઈ છે.
  • પરિસરમાં કર્મચારીઓ સહિત જેતે સભ્યોને જ મંજૂરી આપવામાં આવશે.
  • 65 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને બંધ સ્થળોએ જિમનો ઉપયોગ કરવાની સલાહ નથી. યોગ સંસ્થાઓએ અને વ્યાયામશાળાઓના આયોજકો બધા સભ્યોને અને કર્મચારીઓને સલાહ આપશે.
  • પ્રીમાઇસિસની અંદર દરેક સમયે ફેસ કવર-માસ્કનો ઉપયોગ ફરજિયાત છે. જોકે યોગ વ્યાયામ અથવા વ્યાયામ શાળા (જિમ)માં કસરત કરવા દરમ્યાન જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી માત્ર એક છતનો ઉપયોગ કરી શકે. વ્યાયામ દરમ્યાન માસ્ક (ખાસ કરીને 95 માસ્ક)નો ઉપયોગ કરવાથી શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.
  • આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની સલાહ અને ઉપયોગ કરવાની બધાને સલાહ છે.
  • વ્યક્તિઓએ જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી ઓછામાં ઓછું છ ફૂટનું અંતર બનાવી રાખવાનું રહેશે.
  • ક્લાસ સેશનના વચ્ચે 15-30 મિનિટનો સમય રાખવો જરૂરી છે.
  • સભ્યનો અને વિઝિટર્સનો ચેક-ઇન અને ચેક-આઉટના સમયનું વિવરણ (નામ, એડ્રેસ અને ફોન નંબર) નોંધવા જરૂરી છે.
  • યોગ સંસ્થાઓમાં જૂતાં પરિસરની બહાર કાઢવાના રહેશે, જ્યાં યોગ અભ્યાસ કરવામાં આવે છે. જો જરૂરી હોય તો પ્રત્યેક વ્યક્તિ કે પરિવાર માટે અલગ-અલગ સ્લોટ રાખવા જરૂરી છે.
  • જિમ અને યોગ કેન્દ્રોમાં થૂંકવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ રહેશે.  
  • આ સ્થાનોએ ઢાંકેલા ડસ્ટબિન હોવી જરૂરી ચે. સ્પા સ્ટિમ બાથ અને સ્વિમિંગ પૂલ –જે જગ્યાએ સુવિધા છે એ બંધ રહેશે. જિમ અને યોગ કેન્દ્રોના પરિસરમાં ઉપયોગમાં લેવાનારાં ઇક્વિપમેન્ટથી માંડીને બારી-બારણાં સહિત અન્ય ચીજવસ્તુઓનું સમયાંતરે ડિસઇન્ફેક્ટેડ કરવું જરૂરી છે.
  • એક્સાઇઝના સમયે કોમન મેટનો ઉપયોગ કરવાને બદલે લોકોએ પોતાની મેટ લઈને જાય તો એ સારું છે
  • જોકે લાફ્ટર યોગા એક્સરસાઇઝની મંજૂરી નથી.