Home Blog Page 4708

વિશાખાપટ્ટનમમાં ક્રેન ઊંધી વળતાં 10 લોકોનાં મોત

વિશાખાપટ્ટનમઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમાં એક મોટી દુર્ઘટના બની છે. વિશાખાપટ્ટનમની હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડમાં એક ક્રેન પડી જવાને કારણે 10 લોકોનાં મોત થયાં છે અને ચાર વ્યક્તિ ઈજા પામી છે. 10 મજૂરોના મોતની પુષ્ટિ કરતાં મલકાપુરમ સર્કલના ઇન્સ્પેક્ટર કુના દુર્ગા પ્રસાદે કહ્યું હતું કે રાહત કાર્ય હજી પણ જારી છે અને આ દુર્ઘટનામાં કેટલા લોકોનાં મૃત્યુ થયાં અને કેટલા લોકો ઘાયલ થયા એની ચોક્કસ વિગતો ઉપલબ્ધ નથી થઈ. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે લોડિંગ ઓપરેશન દરમ્યાન ક્રેનનો કેબલ કથિત રૂપથી ફસાઈ ગયો હતો.

આ દુર્ઘટનામાં ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પોલીસ પણ બચાવ કાર્યમાં જોડાઈ હતી. ટોલને ઉપર લઈ જવાની સંભાવના છે, કેમ કે કેટલાક વધુ લોકો ક્રેનના કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે.એ તત્કાળ માલૂમ નથી પડ્યું કે ક્રેનના પડવાની સાઇટ પર કેટલા કર્મચારીઓ હાજર હતા.

આ ઘટનાના સમાચાર ફેલાતાં પરિવારજનોની સુરક્ષા વિશે માહિતી મેળવવા શ્રમિક પરિવારોના સભ્યોની સાથે શિપયાર્ડમાં તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ હતી. શિપયાર્ડ અને પોલીસ અધિકારી ઘટનાસ્થળે કોઈને પણ જવા નહોતા દેતા અને બચાવકાર્ય પુરજોશમાં ચાલુ હતું.

આ ઘટનાની માહિતી આપતાં DCP સુરેશ બાબુએ જણાવ્યું હતું કે હિન્દુસ્તાન શિપયાર્ડમાં ક્રેન પડી જવાની ઘટના બની છે, જેમાં 10 લોકોનાં મૃત્યુ થયાં છે. આ ઘટનાનો એક વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક મોટી ક્રેન પડતી દેખાઈ રહી છે.

 

 

આજથી ગુજરાતમાં Unlock-3 લાગુ : રાત્રિ કરફ્યુમાંથી મુક્તિ

અમદાવાદઃ આજે પહેલી ઓગસ્ટ, 2020થી રાજ્યમાં અનલોક-૩ લાગુ થઈ ગયું છે. અનલોક-3 સાથે જ નવા નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે. આજથી રાત્રિ કરફ્યુમાંથી લોકોને મુક્તિ મળી છે. તો અમૂલ પાર્લર પર આજથી બે રૂપિયાની નજીવી કિંમતે માસ્ક મળી રહેશે. એની સાથે જ માસ્ક પહેરવા અંગે લોકોમાં અવેરનેસ પણ જોવા મળી. સસ્તા ભાવે માસ્ક મળતા લોકો જથ્થામાં માસ્કની ખરીદી કરી રહ્યા છે. તો લોકો ઘર-પરિવાર અને ઓફિસ ફેક્ટરીના સ્ટાફ માટે સર્જિકલ માસ્કની ખરીદી કરી રહ્યા છે.

રાત્રિ કરફયુમાંથી સંપૂર્ણપણે મુક્તિ

ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન્સના અનુસંધાને ગુજરાત માટે અનલોક-3માં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્યમાં પહેલી ઓગસ્ટથી રાત્રિ કરફ્યુમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

હોટેલ-રેસ્ટોરાં રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ

આજથી રાજ્યમાં દુકાનો 8 વાગ્યા સુધી તેમ જ હોટેલ-રેસ્ટોરાં રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને SOP મુજબ રાજ્યમાં જિમ અને યોગ સેન્ટર પાંચમી ઓગસ્ટથી ખોલી શકાશે. આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઇડ લાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

હોટેલ-રેસ્ટોરાંનો સમય વધારીને 12 વાગ્યા સુધીનો કરવા માગ

જોકે હોટેલ-રેસ્ટોરાંનો સમય વધારીને 10ની જગ્યાએ 11થી 12 વાગ્યા સુધીનો કરવાની હોટેલ-રેસ્ટોરાંના માલિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રેસ્ટોરાંના એક માલિકે જણાવ્યું હતું કે ચાર મહિનાથી કોઈ ધંધો નથી. માત્ર પાર્સલ પર ધંધો ચાલે છે. 11થી 12 વાગ્યા સુધી હોટલ-રેસ્ટોરાં ખુલ્લી રાખવા દેવામાં આવે તેવી અમારી માગ છે.

 

 

LPS ઓફ USAના મહિલા પ્રેસિડેન્ટ તરીકે નયના ‘નેન્સી’ પટેલ ચૂંટાયાં

અમદાવાદઃ લેઉવા પાટીદાર સમાજ ઓફ USAમાં વર્ષ 2020-21ની મુદત માટે નયના ‘નેન્સી’ પટેલ ચૂંટાઈ આવ્યાં છે. LPS ઓફ USAના 31 વર્ષના ઇતિહાસમાં પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવનારા નેન્સી પટેલ સૌપ્રથમ મહિલા છે.

સુરતના બારડોલી પાસેના સોયાલી ગામના મૂળ વતની નેન્સી પટેલ LPS ઓફ USA સાથે જુલાઈ,2009થી સંકળાયેલાં છે. તેમણે છેલ્લાં 10 વર્ષમાં LPS ઓફ USAના પ્રત્યેક વિભાગમાં સેવાઓ આપી છે. પ્રેસિડેન્ટ તરીકે હોદ્દાનો કાર્યભાર સંભાળતાં નેન્સી પટેલે LPS ઓફ USAના સભ્યોને પોતાના કાર્યકાળ દરમ્યાન કરવામાં આવનારાં આયોજનનોની રૂપરેખા આપી હતી. તેમણે કોવિડ-19ના રોગચાળા સામેના પડકારોને એકસંપ થઈને સામનો કરવા હાકલ કરી હતી.

તેમણે LPS સમુદાયને હેલ્થ, હેપ્પીનેસ એન્ડ રિલેશનશિપ સૂત્રને સાકાર કરવા અને સંસ્થાના લક્ષ્ય હાંસલ કરવા પર ભાર મૂક્યો હતો. LPS ઓફ USAના તમામ સભ્યો આધાર સ્તંભ છે અને એકજૂટ થઈને લેઉઆ સભ્યો માટે કાર્યરત રહેવા નેન્સી પટેલે હાકલ કરી હતી.

 

 

 

 

 

બ્રિટન AMRના સંશોધન માટે ભારત સાથે સંયુક્ત ભાગીદારી કરશે

લંડનઃ બ્રિટન અને ભારતે એન્ટિ-માઇક્રોબિયલથી લડવા માટે પાંચ નવા પ્રોજેક્ટોમાં વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે સહયોગ કરી રહ્યા છે, જેનાથી એન્ટિ-બાયોટિક પ્રતિરોધક (AMR) અને જીનની સામે વૈશ્વિક લડાઈ લડવામાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ શકે છે. જોકે આ પ્રોજેક્ટ મંજૂરીને આધીન છે અને તેમને સપ્ટેમ્બર, 2020 માટે યોજનાબદ્ધ કરવામાં આવ્યા છે.

લોર્ડ તારીક અહમદે વર્ચ્યુઅલ મુલાકાત કરી

યુક્ના કોમનવેલ્થના પ્રધાન અને દક્ષિણ એશિયાના રાજ્યપ્રધાન લોર્ડ તારીક અહમદે ભારની વર્ચ્યુઅલ મુલાકાત લીધી હતી. તેમણે તેમની આ મુલાકાત દરમ્યાન મહત્ત્વની જાહેરાત કરી હતી.

યુકે ઇન્ટનેશનલ રિસર્ચ માટે  યુકે રિસર્ચ એન્ડ ઇનોવેશન ફંડથી ચાર લાખ પાઉન્ડનું યોગદાન આપવામાં આવી રહ્યું છે અને ભારત પણ પોતાનાં સંસાધનો દ્વારા એટલું જ યોગદાન આપશે, જેથી કુલ મૂડીરોકાણ આઠ લાખ પાઉન્ડ થશે. ભારત ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં વૈશ્વિક સપ્લાય ચેઇનમાં એન્ટિમાઇક્રોબાઇલનો એક મહત્ત્વનો ઉત્પાદક દેશ છે અને આ સંશોધનાત્મક પ્રોજેક્ટોનો ઉદ્દેશ એન્ટિમાઇક્રોબિયલના કચરાનો  AMRને કેવી રીતે બળતણ પૂરું પાડી શકે છે.

કોવિડ-19 માટે વેક્સિનના ઉત્પાદન માટે સિરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે પહેલેથી જ ભાગીદારી

લોર્ડ (તારીક) અહેમદે કહ્યું હતું કે બ્રિટને કોવિડ-19 માટે વેક્સિનના ઉત્પાદન માટે સિરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે પહેલેથી જ ભાગીદારી કરી લીધી છે. જોકોઈ ક્લિનિકલ પરીક્ષણો સફળ થશે તો વિકાસશીલ દેશોમાં એક અબજ લોકોને એ વિતરિત કરવામાં આવશે, પણ વિશ્વમાં આરોગ્યની સમસ્યા (ખાસ કરીને કોરોના વાઇરસ રોગચાળા)થી લડવા માટે આપણે હજી ઘણુંબધું કરી શકીએ છીએ. અમારા સંશોધનો અને નવી ભાગીદારી યુકે અને ભારતના લોકોને આગામી સમયમાં સારોએવો લાભ પહોંચાડશે.  

ભારત ખાતેના હાઈ કમિશનર સર ફિલિપ બાર્ટને કહ્યું હતું કે યુકે ભારતનું સૌથી બીજા નંબરનું મોટું રિસર્ચ ભાગીદાર છે, જેનું સંયુક્ત સંશોધન આગામી વર્ષ સુધી 40 કરોડ પાઉન્ડ મૂલ્યનું થવાની આશા છે. આ વિશાળ મૂડીરોકાણ અમને વૈશ્વિક આરોગ્ય પડકારો- જેવા કે કોવિડ-19 પર એકસાથે કામ કરવામાં સક્ષમ બનાવે છે. આજની જાહેરાત અમારા અન્ય ઉત્કૃષ્ટ રિસર્ચ સંબંધોનું એક વધુ સારું પ્રદર્શન છે, જે એન્ટિ માઇક્રોબિયલ પ્રતિરોધક સામેની લડાઈને વધુ મજબૂત કરશે.

લોર્ડ (તારીક) અહેમદ ભારત મુલાકાત દરમ્યાન કોલ્ડ ચેઇન ટેક્નોલોજીસ પર વરિષ્ઠ ભારતીયો અને યુકેસ્થિત સ્ટેકહોલ્ડરોની સાથે એક વર્ચ્યુઅલ રાઉન્ડટેબલ બેઠકની અધ્યક્ષતા કરશે, જે વેક્સિન વાઇરસના ફેલાવવા પર અસરકારક હોય અને એ સફળતાપૂર્વક છેવાડાની વ્યક્તિ સુધી પહોંચી શકે.

 

વાહ ભાઈ વાહ! ૧ ઓગસ્ટ, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૧ ઓગસ્ટ, ૨૦૨૦

કોરોનાના રેકોર્ડ 57,118 કેસો : જુલાઈમાં સંક્રમિતોની સંખ્યામાં 64 ટકાનો વધારો

નવી દિલ્હીઃ તમામ પ્રયાસોની વચ્ચે દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના સૌથી વધુ કેસો સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 57,118 નવા કેસ સામે આવ્યા છે અને 764 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોવિડ-19ના સંક્રમણના સતત ત્રીજા દિવસે 50,000થી વધુ નવા કેસ નોંધાયા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 16,95,988 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 36,511 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 10,94,374 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,65,103એ પહોંચી છે. રિકવરી રેટ 64.52 ટકાએ પહોંચ્યો છે.

 જુલાઈમાં કેસોમાં 64 ટકાનો વધારો

જુલાઈ મહિનામાં કોરોના કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. પહેલી જુલાઈથી 31 જુલાઈ દરમ્યાન કુલ સંક્રમિતોના 64 ટકા કેસ સામેલ છે. જ્યારે 54 ટકા મોત પણ આ સમયગાળા દરમ્યાન થયાં હતાં. એકલા જુલાઈમાં 10,8232 કેસો સામે આવ્યા છે. જે કુલ કેસોના 63.92 ટકા છે. આ મહિને 19,618 લોકોનાં મોત થયાં હતાં.

દેશમાં 1,93,58,659 ટેસ્ટ

31 જુલાઈ સુધીમાં કોવિડ-19ના કુલ 1,93,58,659 સેમ્પલોના ટેસ્ટિંગ થઈ ચૂક્યાં છે. છેલ્લા 24 કલાકમાં 5,25,689નાં સેમ્પલના ટેસ્ટિંગ થયાં છે,  એમ ICMRએ કહ્યું હતું.

વિશ્વમાં કોરોના પાછલા 24 કલાકમાં 2.82 લાખ કેસ

વિશ્વમાં અત્યાર સુધી 213 દેશોમાં કોરોના સંક્રમણ ફેલાયું છે. અમેરિકા, બ્રાઝિલ અને ભારત જેવા દેશોમાં કોરોનાની સંખ્યા ઝડપથી વધી રહી છે. અત્યાર સુધી 1.77 કરોડથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. વિશ્વમાં પાછલા 24 કલાકમાં 2.82 લાખ નવા કેસ નોંધાયા છે અને 6234 લોકોનાં મોત થયાં છે. વિશ્વમાં અત્યાર સુધી 1.77 કરોડ લોકોના સંક્રમણના કેસ નોંધાયા છે અને 6.82 લાખ લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

Corona, Covid, Corona Virus, Covid-19,

 

કોવિડ-19ની વેક્સિન માટે પુણેની સંસ્થાને કોવિશિલ્ડના માનવ પરીક્ષણ માટે મંજૂરી

નવી દિલ્હીઃ દેશમાં ઓકસફર્ડ વેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાના માનવ પરીક્ષણ માટે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે. પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક છે, જે વેક્સિનનું ઉત્પાદન અને વેચાણ કરે છે. એણે બ્રિટિશ-સ્વિડિશ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનકાની સાથે મળીને જેનર ઇન્સ્ટિટ્યૂટ (ઓક્સફર્ડ યુનિવર્સિટી) દ્વારા સંભવિત વેક્સિનના ઉત્પાદન માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

એનું લક્ષ્ય મોટા પાયે વેક્સિનનું ઉત્પાદન કરવાનું છે, જેની કિંમત 1000 રૂપિયા કરતાં ઓછી હશે. પુણેની કંપની દ્વારા મૂકવામાં આવેલો પ્રારંભિક પ્રસ્તાવ તપાસ હેઠળ છે અને એક્સપર્ટ કમિટીએ કેટલાંક રિવિઝનો માટે સૂચનો કર્યાં છે.

SIIએ મંગળવારે નિષ્ણાતોની પેનલના સૂચનો પછી બુધવારે એક સંશોધિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એની અરજીના વિચારવિમર્શ પછી એણે વધારાની માહિતી પ્રાપ્ત કર્યા પછી ટેસ્ટિંગ માટે પ્રોટોકોલમાં થોડા ફેરફાર કરવા કહ્યું હતું.

SIIની અરજી પર વિચાર કરવા શુક્રવારે કોવિડ-19 પર એક્સપર્ટ કમિટીએ એક તત્કાળ બેઠક બોલાવી હતી. એક સત્તાવાર સૂત્રેએ કહ્યું હતું કે ઘણા વિચારવિમર્શ પછી એ ભલામણ કરવામાં આવી હતી કે ઓક્સફર્ડ યુનિવર્સિટીને કોવિશિલ્ડ માટે બીજા અને ત્રીજા માનવ પરીક્ષણો માટે મંજૂરી આપવામાં આવે.

સુધારેલા દરખાસ્ત મુજબ એમ્સ-દિલ્હી, BJ મેડિકલ કોલેજ-પુણે, રાજેન્દ્ર મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (RMRIMS)-પટના, પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન ચંડીગઢ, ઓમ્સ-જોધપુર, નેહરુ હોસ્પિટલ-ગોરખપુર, આંધમેડિકલ કોલેજ-વિશાખાપટ્ટનમ અને JSS એડેડમી ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ- મૈસુરુ સહિત 18 પસંદગીનાં સ્થળોએ 18 વર્ષથી વધુના 1600 લોકો આ વેક્સિનની ટ્રાયલમાં ભાગ લેશે. અરજી અનુસાર વયસ્ક તંદુરસ્ત ભારતીય લોકોને કોવિશિલ્ડની સલામતી અને રોગપ્રતિકારક શક્તિ નક્કી કરવા દ્વારા આ ટ્રાયલનો અભ્યાસ હાથ ધરવામાં આવશે.

 

 

 

 

રક્ષાબંધન: મહામારી વચ્ચે મંદીનો માહોલ

અમદાવાદ: કોરોનાની મહામારી ના કારણે ઉત્સવો અને તહેવારની ઉજવણી માટે સામગ્રીનું વેચાણ કરી પેટિયું રળતા લોકો પર માઠી અસર પડી છે. આ વર્ષે શ્રાવણ માસનો મહિમા અને મંદિરોમાં ભક્તો ની હાજરી, ભક્તિમય માહોલની ઉણપ જોવા મળી રહી છે. ભાઇ બહેનના પવિત્ર તહેવારને પણ રક્ષાબંધન ને ગણતરી ના દિવસો જ બાકી છે, એમ છતાં રાખડીઓ ના હોલસેલ અને રીટેઈલ માર્કેટમાં ભારે મંદી જોવા મળી રહી છે.

અમદાવાદ શહેર ના ટંકશાળ કાલુપુર ના જથ્થાબંધ વેપારીઓના ત્યાં સુખડ, રેશમ, મોતી, ગોટા, બાળકો માટે કાર્ટુન વાળી વૈવિધ્ય સભર રાખડીઓ મોટા પ્રમાણમાં આવી ગઇ છે. પરંતુ શહેર દિલ્હી દરવાજા સહિત ના રીટેઈલ બજારમાં વેપારી ઓએ કોરોના કાળમાં વેચાણ માટે અડધા કરતાં પણ ઓછો માલ ભર્યો છે.

વર્ષો થી સિઝનેબલ ચીજવસ્તુઓ નો ધંધો કરતાં વેપારીઓ ચિત્રલેખા. કોમને કહે છે મંદી અને મહામારી ના ડરથી લોકો બજારમાં આવવાનું ટાળે છે. આ કારણે જ રાખડીઓ માં વિવિધતા આવી છે પણ આ વર્ષે માલ ઓછો ભર્યો છે. રક્ષાબંધન ના તહેવાર ના ગણતરી ના કલાકો માં કદાચ સ્થાનિક ગ્રાહકો તો ખરીદી કરવા આવશે જ એવી આશા સેવી ને બેઠા છીએ.

(પ્રજ્ઞેશ વ્યાસ)

રાશિ ભવિષ્ય 01/08/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ  શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું  ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને  માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.


આજનોદિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.

પંચાંગ 01/08/2020