લાહોરઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની એમ કહીને ઝાટકણી કાઢી છે કે તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધા યોજવાનો માર્ગ મોકળો થાય એટલા માટે આ વર્ષના અંતભાગમાં નિર્ધારિત ટ્વેન્ટી-20 વર્લ્ડ કપને આઈસીસી પાસે સસ્પેન્ડ કરાવી.
અખ્તરે યૂટ્યૂબ પર જિયો ક્રિકેટ સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું કે, એશિયા કપ સ્પર્ધા પણ યોજી શકાઈ હોત. ભારત અને પાકિસ્તાનને સામસામે રમતા જોવાની મોટી તક હતી. એની પાછળ ઘણા કારણો છે. હું એમાં પડવા માગતો નથી. એવી જ રીતે, T20 વર્લ્ડ કપ પણ રમાડી શકાઈ હોત, પણ મેં અગાઉ કહ્યું તેમ એ લોકો તેને યોજવા દેવા માગતા જ નહોતા. આઈપીએલને કોઈ નુકસાન થવું ન જોઈએ. વર્લ્ડ કપ ભલે ભાડમાં જાય.
ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસ રોગચાળાને લીધે T20 વર્લ્ડ કપ, જે 18 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં યોજાવાની હતી, એ હવે મુલતવી રાખવામાં આવી છે. આ સ્પર્ધા સસ્પેન્ડ થવાથી આઈપીએલ આ જ વર્ષમાં યોજવાનો માર્ગ મોકળો થયો છે. બીસીસીઆઈ IPL-2020, જે આઈપીએલની 13મી મોસમ બની શકે છે, તેને યુનાઈટેડ આરબ અમિરાતમાં યોજવા વિચારે છે.
એશિયન ક્રિકેટ કાઉન્સિલે તો આ મહિનાના આરંભમાં જ જાહેર કરી દીધું હતું કે આ વર્ષે નિર્ધારિત એશિયા કપ રદ કરવામાં આવી છે.
શોએબ અખ્તર ઉપરાંત પાકિસ્તાનના અન્ય ભૂતપૂર્વ ક્રિકેટર રશીદ લતીફને પણ ભારતીય ક્રિકેટ બોર્ડના નિર્ણયથી તકલીફ થઈ છે. એણે પણ બીસીસીઆઈ પર આરોપ મૂક્યો છે કે આઈપીએલને કારણે જ ભારતે આ બધું કર્યું છે. શક્તિશાળી બીસીસીઆઈ ઈચ્છે છે કે આઈપીએલને નુકસાન થવું જોઈએ, T20 વર્લ્ડ કપ ભલે પડતો મૂકાય.
કોરોના ચેપનો ફેલાવો રોકવા માટે આઈસીસીએ T20 વર્લ્ડ કપને એક વર્ષ માટે મોકૂફ રાખી દીધી છે.
નવી દિલ્હીઃ રેલવે પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે. હવે તેમને ટ્રેનની સ્થિતિની માહિતી સરળતાથી મળશે. રેલવેએ હવે પોતાનાં એન્જિનમાંના મિકનેઝિમને ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્સ ઓર્ગેનાઇઝેશન – ISRO)ના ઉપગ્રહ સાથે જોડી દીધું છે, જેનાથી ઉપગ્રહો દ્વારા પ્રાપ્ત થનાર માહિતીથી ટ્રેન વિશેની જાણકારી મેળવવાનું, ટ્રેનના આગમન અને પ્રસ્થાનનું કાર્ય સરળ થઈ ગયું છે.
રેલવેપ્રધાન પિયૂષ ગોયલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે રેલવેએ ટ્રેનોના સંચાલનમાં સુધારો કરતાં ટ્રેનોનું સેટેલાઇટ ટ્રેકિંગ શરૂ કરી દીધું છે. ડિસેમ્બર, 2021 સુધીમાં સંપૂર્ણ માલસામાન અને પેસેન્જર રેલવેની કામગીરીને ઇસરોની મદદથી ઉપગ્રહના માધ્યમથી ટ્રેક કરવામાં આવશે.
રેલવે બોર્ડના અધ્યક્ષ વી. કે. યાદવે જણાવ્યું હતું કે રેલવેએ ઇસરોની સાથે સહમતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત ટ્રેનો પર સેટેલાઇટ દ્વારા દેખરેખ રાખી શકાશે.
દેશભરમાં રેલવેના 350 સેક્શન કન્ટ્રોલ છે, જેમાંથી કપિલ દેવ જેવા અધિકારી બહુ સચોટ રીતે રેલવેને ચલાવવાનો નિર્ણય લઈ રહ્યા છે. આ કામકાજમાં તેમની મદદ ઈસરોની ‘ગગન’ કરે છે. ગગન વાસ્તવમાં GPS એડેડ GEO ઓગમેન્ટેડ સિસ્ટમ છે. પ્રારંભમાં એને વાયુ ક્ષેત્ર માટે ડેવલપ કરવામાં આવી હતી, પણ હવે એ દર 30 સેકન્ડમાં ટ્રેનની સ્પીડ અને લોકેશનની માહિતી શેર કરે છે.
દુનિયાના10 એવા લોકો ‘જેમની સાથે કોઈએ મગજમારી કરવી નહીં’ એ લિસ્ટમાં બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ટોપ-10માં સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં વિધુત એકમાત્ર ભારતીય છે.
પોતાની ફિલ્મોમાં રીયલ સ્ટંટ એક્શન તેમજ સ્ટાઈલ માટે જાણીતા અને અનન્ય લોકચાહના પામેલા બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલ જે ‘જેકી ચેન એક્શન મૂવી એવોર્ડ’થી પણ સન્માનિત છે. તેણે વધુ એક સિદ્ધિ મેળવી છે.
‘ધ રિચેસ્ટ’ નામની યુ ટ્યુબ ચેનલે ‘Ten People you Don’t want to Mess with.’ હેઠળ દસ લોકોની સૂચિ તૈયાર કરી છે. (એવાં લોકો જેમની સાથે કોઈ ચેડાં કરવાની હિંમત ના કરી શકે). આ સૂચિમાં બોલિવૂડ એક્ટર અને માર્શલ આર્ટીસ્ટ વિદ્યુત જામવાલને ટોપ-10માં સ્થાન મળ્યું છે. આ સૂચિમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ‘ ધ મેન વર્સીસ વાઇલ્ડ’ ના હોસ્ટ બેયર ગ્રિલ્સ જેવા લોકોનું નામ પણ છે.
સૂચિ બહાર આવ્યા બાદ વિદ્યુતે એક ટ્વિટ કરતાં જણાવ્યું, ‘બેયર ગ્રિલ્સને જોઉં છું અને એમને ફોલો કરું છું, તેમનું અનુકરણ કરું છું. આપના બધાં જ એડવેન્ચર બહુ જ પ્રશંસનીય છે. તમે અસંભવને પણ બહુ જ સહજતાથી કરતા હો છો. ખરાં બ્લુ વોરીયર તમે જ છો. જેની સાથે કોઈ મગજમારી ના કરવી જોઈએ. શુભકામના!’
વિદ્યુત જામવાલ પોતે એક ટ્રેઈન્ડ માર્શલ આર્ટિસ્ટ છે અને વિશ્વમાં ટોચના 10 માર્શલ આર્ટિસ્ટમાં છઠ્ઠો ક્રમ ધરાવે છે! તે પોતાની ફિલ્મોમાં ડુપ્લીકેટનો ઉપયોગ કર્યા વિના જ ખતરનાક સ્ટંટ કરતો રહે છે.
14 મિલિયન સબસ્ક્રાઈબર ધરાવનાર ‘ધ રિચેસ્ટ’ ચેનલે 10 વોરિયર્સનું લિસ્ટ જાહેર કર્યું. લિસ્ટ જોતાં ધ્યાનમાં આવે છે કે, તેમણે MMA એક્સપર્ટ, કદાવર બોડી બિલ્ડર અને મજબૂત યોદ્ધા કે જેમની સાથે કોઈ ચેડાં કરવાની હિંમત ના કરી શકે! તેમના નામ ઉમેર્યા છે.
યુટ્યૂબ ચેનલે આ સૂચિ જાહેર કરતી વખતે જણાવ્યું, ‘અમે આપની સમક્ષ એવા લોકો લાવી રહ્યાં છીએ, જેઓ વૃક્ષના થડ જેવાં મજબૂત બાઈશેપ ધરાવે છે, જેઓ લડવૈયા છે, જે કોઈને પણ સહેલાઈથી માત આપી શકે છે! અને હાં, એવાં પ્રમુખ પણ છે, જેઓ તાઈ ક્વાન્ડોમાં બ્લેક બેલ્ટ ધરાવે છે.’
૩૯ વર્ષીય વિદ્યુત જામવાલ પોતાનું સ્થાન યાદીમાં મળવા બદલ પોતાની માર્શલ આર્ટની ટ્રેનિંગનો આભાર માને છે. યુવાન વયથી તેણે ‘કલારીપયટ્ટુ’ જે ‘કલારી’ના નામે પણ જાણીતી છે. તે માર્શલ આર્ટની ટ્રેનિંગ લીધી છે. ‘કલારી’ એ ભારતની સૌથી જૂની સ્વરક્ષણ માટેની માર્શલ આર્ટની તાલીમ પદ્ધતિ છે.
એક સારા માર્શલ આર્ટીસ્ટ કઈ રીતે બની શકાય તેના જવાબમાં વિદ્યુત કહે છે કે, ‘ફક્ત પંચ મારવાથી કે, કિક મારવાથી મહાન માર્શલ આર્ટિસ્ટ નથી બનાતું. તેને માટે ધીરજ રાખતાં શીખવું પડે અને સામેવાળા હરીફનું સંતુલન ખોરવાતાં આવડી જાય ત્યારે માર્શલ આર્ટ આવડ્યું ગણાય!
વિદ્યુતે વર્ષ ૨૦૧૧માં ફિલ્મ ‘ફોર્સ’ થી બોલિવૂડમાં તેના કેરિયરની શરૂઆત કરી. ત્યારબાદ ‘કમાન્ડો’ સિરીઝની ફિલ્મોનો તે એક ભાગ હતો.
વિદ્યુત જામવાલ અભિનીત બે ફિલ્મો ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ફિલ્મ ‘ખુદા હાફીઝ’ હોટસ્ટાર પર રિલીઝ થશે. તેમજ ‘યારા’ ફિલ્મ ઝી 5 પર રિલીઝ થશે. જેમાં તે શ્રુતિ હાસન, અમિત સાદ, વિજય વર્મા, કેની બસુમતરી અને સંજય મિશ્રા સાથે દેખાશે. ‘યારા’ ફિલ્મ 2011માં આવેલી ફ્રેન્ચ ફિલ્મ ‘અ ગૈંગ સ્ટોરી’ની રિમેક છે.
નવી દિલ્હીઃ મોદી સરકાર વધુ ચાઇનીઝ એપ્લિકેશન્સ ઉપર પ્રતિબંધ મૂકે એવી શક્યતા છે, એમ અહેવાલો કહે છે. કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં સરહદ ઉપર ચીની લશ્કર સાથે થયેલી તંગદિલી વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખતાં ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ગલવાન ખીણમાં ચીની PLA સૈનિકો સાથેની અથડાણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા.
ચાઇનીઝ એપ્સને આદેશોના સખત પાલન કરવા નિર્દેશ
ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ચાઇનીઝ એપ્સને આદેશોના સખત પાલન કરવા અથવા ઉલ્લંઘનને મામલે ગંભીર કાર્યવાહીનો સામનો કરવાના નિર્દેશ આપ્યા હતા. મંત્રાલયે સંબંધિત બધી કંપનીઓને લેખિત સ્વરૂપે કહ્યું છે કે પ્રત્યક્ષ અથવા પરોક્ષરૂપે એપ ઉપલબ્ધ કરાવવી એ ITના કાયદા અને અન્ય કાયદાઓનું ઉલ્લંઘન ગણવામાં આવશે.
અન્ય ચાઇનીઝ એપ્સને ગૂગલ પ્લે સ્ટોરમાંથી દૂર કરવામાં આવી
સરકારે જે પ્રતિબંધિત ચાઇનીઝ એપ્સની યાદીમાં સામેલ કરી છે, એ અન્ય ચાઇનીઝ એપ્સ ક્લબ ફેક્ટરી, SHAREit, Likee, Mi Video Call (Xiaomi), Weibo, Baidu, BIGO LIVE અને એપ છે.
અધિકારીઓએ કહ્યું હતું કે Helo Lite, ShareIt Lite, Bigo Lite અને VFY Liteને પહેલાંથી ગૂગલ પ્લેસ્ટોરમાંથી હટાવી દેવામાં આવી છે. ખાસ કરીને આ એપ્લિકેશન પહેલેથી જ પ્રતિબંધિત એપ્લિકેશન છે.
Tiktok અને Weibo એપ પછી મોદી સરકાર રાષ્ટ્રીય સુરક્ષા બાબતે વધુ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકે એવી શક્યતા છે.
IT મંત્રાલયના જણાવ્યા મુજબ આ પગલું ભારતીય મોબાઇલ યુઝર્સના હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.
કંગના હાલ હિમાચલ પ્રદેશમાં એના વતન મનાલીમાં છે. મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરની પોલીસે કંગનાને સમન્સ મોકલ્યું છે કે સુશાંતના મોતની ઘટના સંબંધમાં એનું નિવેદન નોંધવાનું હોવાથી એ પોલીસ સમક્ષ હાજર થાય.
34 વર્ષીય સુશાંત સિંહ બાન્દ્રા (વેસ્ટ)ના કાર્ટર રોડ પર આવેલી હાઉસિંગ સોસાયટીમાં પોતાના ડુપ્લેક્સ ફ્લેટમાં રહેતો હતો. ગઈ 14 જૂને સવારે એ તેના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ બાદ કહ્યું હતું કે સુશાંતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. એ ડિપ્રેશનમાં હતો એવું પણ પોલીસનું કહેવું છે.
પરંતુ, કંગનાએ સુશાંતના મૃત્યુના બીજા જ દિવસે એક વિડિયો નિવેદન બહાર પાડીને સનસનાટી ફેલાવી દીધી હતી. એમાં તેણે કહ્યું હતું કે સુશાંતનું મૃત્યુ આત્મહત્યા નહીં, પણ પ્લાન્ડ મર્ડર છે. સુશાંત ફિલ્મ ઉદ્યોગમાં પ્રવર્તતા નેપોટિઝમ (સગાંવાદ)નો ભોગ બન્યો હતો.
સુશાંતના મૃત્યુના પ્રકરણમાં પોલીસ અત્યાર સુધીમાં અનેક લોકોની પૂછપરછ કરી ચૂકી છે. એમાં સુશાંતના પરિવારજનો, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિનો તેમજ બોલીવૂડની અમુક હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. એમાં સુશાંતની આખરી ફિલ્મ ‘દિલ બેચારા’ના દિગ્દર્શક મુકેશ છાબરા, યશરાજ ફિલ્મ્સ કંપનીના ચેરમેન આદિત્ય ચોપરા, યશરાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડાયરેક્ટર શાનૂ શર્મા, નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલી, ફિલ્મ સમીક્ષક રાજીવ માસંદનો સમાવેશ થાય છે.
સુશાંતે 2013માં ‘કાઈ પો છે’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. એણે ‘પી.કે.’, ‘કેદારનાથ’, ‘સોનચિડિયા’, ‘છીછોરે’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
કંગનાનો આરોપ છે કે બોલીવૂડમાં નેપોટિઝમના દૂષણને કારણે સુશાંતનું મૃત્યુ નિપજ્યું હતું. કંગનાએ સુશાંતના મોત માટે નિર્માતા કરણ જોહરને દોષી ગણાવ્યા છે. કંગનાએ આ ઉપરાંત અન્ય નિર્માતાઓ આદિત્ય ચોપરા, મહેશ ભટ્ટ, રાજીવ માસંદને પણ જવાબદાર લેખાવ્યા છે. એણે એમ પણ કહ્યું છે કે મુંબઈ પોલીસે આ પ્રકરણમાં કરણ જોહરની પૂછપરછ શા માટે નથી કરી? કંગનાએ મુંબઈ પોલીસને અવારનવાર અપીલ કરી છે કે તેઓ સુશાંતના મોતની ઘટનામાં વિસ્તૃત રીતે તપાસ કરે.
કંગનાએ એમ પણ કહ્યું છે કે જો પોતાનો આ આરોપ ખોટો ઠરશે તો પોતે પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરી દેશે.
ઘરતી પર અનેક એવા સ્થળો આવેલા છે જે રહસ્ય અને સાહસથી ભરેલા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ બ્રાઝિલમાં એક એવી જગ્યા છે જ્યાં માનવોનું નહીં પણ સાપોનું રાજ ચાલે છે. આ જગ્યા બ્રાઝિલમાં આવેલી છે જે ને ‘સર્પ આઇલેન્ડ’ તરીકે ઓળખાય છે. વિશ્વના એક એકથી ખતરનાક સાપ આ ટાપુ પર જોવા મળે છે. માર્ગ દ્વારા, જો તમે આ ટાપુને દૂરથી જુઓ તો તે ખૂબ જ સુંદર લાગે છે.
આ આઈલેન્ડનું સાચુ નામ ‘ઈલાહા દા ક્યૂઈમાદા’ છે. અહીં અલગ અલગ પ્રજાતિના 4000થી પણ વધુ સાપ છે. અહીં વાઈપર પ્રજાતિના પણ સાપ જોવા મળે છે. આ સાપો ખૂબ જ ઝેરી હોવાની સાથે ઉડવાની ક્ષમતા પણ ધરાવે છે.
બ્રાઝિલના નૌકાદળે સામાન્ય માનવીઓને આ ટાપુ પર જવાનો પ્રતિબંધ મૂક્યો છે. આ આઈલેન્ડ પર માત્ર સાપ સાથે જોડાયેલા વિક્ષેષજ્ઞ જ શોધ-સંશોધનના હેતુ માટે જઈ શકે છે. જોકે, એ લોકો પણ કાંઠા વિસ્તારમાં જ શોધ કરી શકે છે. આઈલેન્ડની અંદર તો આ લોકોના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ છે.
સાપોથી ભરેલા આ આઈલેન્ડ પર કેટલાક શિકારીઓ ચોરી છૂપે ઘૂસી જાય છે. આ લોકો સાપોને ગેરકાયદે રીતે પકડે છે અને તેને વેંચે છે. અહીં મળતા ગોલ્ડન લાન્સહેડ વાઈપર સાપની કિંમત આંતરાષ્ટ્રીય માર્કેટમાં 18 લાખ રૂપિયા જેટલી છે.
નવી દિલ્હી: રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક રાજકીય ધમાસાણ વચ્ચે પ્રથમ વખત સચિન પાયલટે મૌન તોડ્યું છે. ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં પાયલટે કહ્યું કે, હું કદી પણ ભાજમાં નહીં જોડાઉં. હું કોંગ્રેસ પાર્ટીમાં રહીને જ મારી લડાઈ લડી રહ્યો છું. કોંગ્રેસ પાર્ટી કંઈ એકલા અશોક ગેહલોત (રાજસ્થાનના મુખ્ય પ્રધાન)ની નથી.
પાર્ટી વિરોધી ગતિવિધિઓને લઈને સચિન પાયલટે કહ્યું કે, હું અત્યારસુધીમાં પાર્ટી વિરુદ્ધમાં કશું બોલ્યો નથી. હું તમામ આરોપનો જવાબ આપીશ. મારી લડાઈ અશોક ગેહલોત સામે છે. હું ભાજપમાં કદી નહીં જોડાઉં. કોર્ટના નિર્ણય પછી પ્રેસ કોન્ફરન્સ કરીશ. જે લોકો મને બદનામ કરી રહ્યા છે એ તમામ લોકો કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહે.
મહત્વનું છે કે, સચિન પાયલટની પડખે રહેલા કોંગ્રેસી ધારાસભ્યોએ સ્પીકરની નોટિસ વિરુદ્ધ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. અગાઉની સુનાવણી દરમિયાન કોર્ટે રાજસ્થાન સ્પીકરને બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ સ્પીકરે સુપ્રીમનો દરવાજો ખખડાવ્યો છે. જોકે, સુપ્રીમ કોર્ટે પણ સુનાવણી ટાળવા પર મનાઈ ફરમાવતા હવે બધાની નજર રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણય પર રહેલી છે.
પાયલટની ટીમનું કહેવું છે કે, તે પાર્ટીની અંદર રહીને તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે અને પાર્ટી બેઠક પર વ્હિપ લાગૂ ન કરી શકાય. આવું માત્ર વિધાનસભા સદન માટે હોય છે.
તો ગેહલોતના પક્ષનું કહેવું છે કે, બળવાખોર ધારાસભ્યોએ પાર્ટીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. અને આ લોકો ભાજપ સાથે મળીને પોતાની સરકાર તોડી પાડવાનો પ્રયત્ન કરે છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 49,310 નવા કેસ સામે આવ્યા છે અને 740 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 12 લાખને પાર થઈ છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 12,87,945 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 30,601 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 8,17,208 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,40,135એ પહોંચી છે. રિકવરી રેટ 63.20 ટકાએ પહોંચ્યો છે.
વિશ્વમાં કોરોના વાઇરસના સંક્રમણનો નવો રેકોર્ડ વધારો થયો છે. વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,54,95,947એ પહોંચી છે અને 6.32,918 લોકોના મોત થયાં છે.
18 દેશોમાં બે લાખથી વધુ કેસ
વિશ્વના 18 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બે લાખને પાર પહોંચી છે, એમાં ઇરાન, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરેબિયા, ઇટાલી, જર્મની અને બંગલાદેશ પણ સામેલ છે. ભારત સૌથી વધુ કેસોની સંખ્યાને મામલે ત્રીજા નંબરે છે. જ્યારે સૌથી વધુ મોતના મામલે આઠમા નંબરે છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
બ્લુમબર્ગઃ વિશ્વભરમાં કોરોના વાઇરસ લોકડાઉને અર્થતંત્રોને નબળાં કરી દીધાં છે. એની સૌથી વધુ પ્રતિકૂળ અસર જે ક્ષેત્રોમાં પડી છે, એમાં એરલાઇન ક્ષેત્ર પણ સામેલ છે. બ્લુમબર્ગની એક ગણતરી અનુસાર આશરે ચાર લાખ એરલાઇન કર્મચારીઓએ વિશ્વભરમાં પોતાની નોકરી ગુમાવી છે. એરલાઇન્સ ઉદ્યોગે સૌથી મોટું નુકસાન ભોગવવું પડ્યું છે, કેમ કે આ રોગચાળાએ ટિકિટોના વેચાણ અને કમાણીને ખતમ કરી દીધાં છે. વિશ્વભરમાં એરલાઇન્સે સીમા પર પ્રતિબંધો અને લોકડાઉનને કારણે ફ્લાઇટ્સની ઉડાનોમાં ભારે કાપ મૂક્યો છે. દેશમાં એરલાઇન્સે મોટી સંખ્યામાં કર્મચારીઓનાં પગાર કાપ કર્યો છે.
આ એરલાઇન્સમાં ગઈ સૌથી વધુ નોકરીઓ
બ્રિટિશ એરવેઝ. ડોયચે લુફથાન્સા AG, એમિરેટ્સ એરલાઇન્સ અને ક્વાંટાસ એરવેઝ લિમિટેડ એ એરલાઇન્સોમાં સામેલ છે, જેમણે મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી છે અથવા અનપેડ લીવ પર મોકલી દીધા છે. ડેલ્ટા એરલાઇન્સ ઇન્ક, યુનાઇટેડ એરલાઇન્સ હોલ્ડિંગ્સ ઇંન્ક અને અમેરિકન એરલાઇન્સ ગ્રુપ ઇન્કે પહેલેથી જ 35,000 કર્મચારીઓને ચેતવણી આપી છે કે તેમની નોકરીઓ પર જોખમ ઝંળૂંબી રહ્યું છે. એટલું જ નહીં, જેમની નોકરી બચી છે, એ મોટા પગારકાપનો સામનો કરી રહ્યા છે.
4,00,000 નોકરીઓ જવાનો અંદાજ
વિશ્વભરમાં એરલાઇન્સ ક્ષેત્રે પાઇલટ અને કેબિન ક્રૂ સહિત 4,00,000 નોકરીઓ જવાનો અંદાજ છે. ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના જણાવ્યા અનુસાર વિમાન ઉત્પાદકો, એન્જિન ઉત્પાદકો, એરપોર્ટ અને ટ્રાવેલ એજન્સીઓ સહિત સંબંધિત ઉદ્યોગોમાં નોકરીઓનું નુકસાન અઢી કરોડ (25 મિલિયન) સુધી પહોંચી શકે છે. એરબસ, SE અને બોઈંગ 30,000થી વધુના પદોમાં કાપ કરી રહી છે.
છેલ્લા 24 કલાકમાં 76,570 નવા કોરોના સંક્રમિતોના કેસ
અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 76,570 નવા કોરોના સંક્રમિતોના કેસ નોંધાયા છે. અમેરિકામાં કોરોના કુલ કેસ 40 લાખને પાર થયા છે અને વિશ્વમાં કોરોના કેસ વધીને 1.50 કરોડને પાર થયા છે.
આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.
આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.