Home Blog Page 4727

અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાનું જોખમ

જમ્મુ-કાશ્મીરઃ અમરનાથની યાત્રા 21 જુલાઈથી શરૂ થવાની છે, ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા પર હુમલો કરવાની યોજના ઘડી રહેલા આતંકવાદીઓ વિશે સુરક્ષા દળોને ઇનપુટ્સ મળ્યા છે, એમ આર્મીના એક અધિકારીએ જણાવ્યું હતું. જેથી સેના અને સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે. જોકે આ વાર્ષિક યાત્રા નિર્વિઘ્ને ચાલુ રહે એ માટે સેનાએ સિસ્ટમ્સ અને શસ્ત્રસરંજામ ગોઠવાયેલાં છે અને કડક જાપ્તો રાખ્યો છે.

 હાઇવે-44 પર હુમલાની શક્યતા

પ્રાપ્ત માહિતી અનુસાર એવા સંકેતો છે કે આ આતંકવાદીઓ અમરનાથ યાત્રાને લક્ષ્યાંક કરવા માટે હાઇવે-44 પર હુમલો કરે એવી શક્યતા છે, પણ એને સેના ખાળવા માટેના પૂરતા પ્રયાસો કરશે. વળી, અમારી પાસેનાં સિસ્ટમ્સ અને સંસાધનો છે, જેથી અમે તેમના પ્રયત્નોને સફળ નહીં થવા દઈએ, એમ દક્ષિણ કાશ્મીરના બીજા સેક્ટરના બ્રિગ્રેડિયર વિવેક સિંહ ઠાકુરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. 21 જુલાઈથી શરૂ થવાના ચાર દિવસ પહેલાં સેના દ્વારા જૈશ-એ મોહમ્મદના કમાન્ડર સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

ગુફા સુધી જવા માટે બાલતાલનો એકમાત્ર રસ્તો ખુલ્લો

તેમણે કહ્યું હતું કે અમે અમરનાથ યાત્રાને કોઈ પણ અવરોધ વિના શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય, એ માટે પ્રતિબદ્ધ છીએ અને યાત્રા માર્ગ પરની સુરક્ષા વ્યવસ્થાને નિયંત્રણમાં રાખીશું. તેમણે કહ્યું હતું કે અમરનાથ યાત્રીઓ દ્વારા જે નેશનલ હાઇવે 44નો ઉપયોગ કરવામાં આવે છે, એ થોડો સંવેદનશીલ માર્ગ છે. યાત્રીઓ સોનમર્ગ (ગેન્ડરબલ)ના માર્ગે જઈ શકશે અને અમરનાથ ગુફા સુધી જવા માટે બાલતાલનો એકમાત્ર રસ્તો ખુલ્લો છે.

કાશ્મીરમાં આતંકનો કોડ 130

અમરનાથ યાત્રા 21 જુલાઈથી શરૂ થઈ રહી છે અને આ યાત્રા ત્રીજી ઓગસ્ટે સંપન્ન થશે. હાલ આ સમયે દક્ષિણ કાશ્મીરમાં 100 આતંકવાદી સક્રિય છે. 30 પાકિસ્તાની આતંકવાદી હુમલાની ફિરાકમાં છે. 2019માં પણ આતંકવાદીઓએ અમરનાથ યાત્રા પર હુમલાનું ષડયંત્ર રચ્યું હતું.

દરરોજ 500 યાત્રીઓ જ પવિત્ર ગુફાનાં દર્શન કરી શકશે

કોરોના કાળને લીધે દૈનિક ધોરણે 500 તીર્થયાત્રીઓ જ અમરનાથબાબાની પવિત્ર ગુફામાં દર્શનની મંજૂરી આપવામાં આવી છે. વળી 55 વર્ષથી ઓછી વયના લોકો જ યાત્રા કરી શકશે. યાત્રા દરમ્યાન કોરોનાને જોડાયેલી જરૂરી ગાઇડલાઇન્સનું પણ પાલન કરવાનું રહેશે.

 

 

 

 

ઉત્તન બીચ પર ફૂટબોલ, ક્રિકેટ રમીને સમય પસાર કરતા માછીમારો…

એક તરફ કોરોના વાઈરસને કારણે લોકડાઉનની સ્થિતિ અને બીજી બાજુ ચોમાસું જામ્યું છે ત્યારે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભાયંદર નજીક (મુંબઈની પડોશના) ઉત્તન બીચ પર 17 જુલાઈ, શુક્રવારે માછીમાર યુવાનો નવરાશની પળોમાં ફૂટબોલ અને ક્રિકેટ રમીને એમનો સમય પસાર કરતા જોવા મળ્યા હતા. (તસવીરોઃ દીપક ધુરી)

વાહ ભાઈ વાહ! ૧૮ જુલાઈ, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૧૮ જુલાઈ, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 18/07/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો તેમજ ગુસ્સા પર કાબુ રાખવો પણ જરૂરી છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું કહી શકાય, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફ વાળાએ થોડું સાચવવું, ક્યાંક મનોરંજન પાછળ ધાર્યા કરતા વધુ ખર્ચ થઈ જય અને તેના કારણે મન થોડું અશાંત બની જાય.


આજનો દિવસ તમારો સરસ છે અને તમને ઉત્સાહ પણ સારો જોવા મળી રહે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય અને તેમાં પણ તમેને કોઈનો સારો સહયોગ સાંપડે જેની તમે સારી ખુશી અનુભવો, જુના મતભેદ ભૂલવાની તક મળે, પ્રિયજન સાથે સારી લાગણી અને યાદોનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ પણ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમને માનસિકથાકની લાગણી વધુ અનુભવો, કોઈ જગ્યાએ મિલન મુલાકાતમાં તમારો ઉત્સાહ થોડો ઓછો જોવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જાગે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે જેથી તમે ખોટા વાદવિવાદથી દુર રહી શકો, વાહન ધીમે ચલાવવું, કફ,છાતી,પ્રેસર જેવી તકલીફ ભોગવતા લોકોએ આરોગ્યબાબતે થોડું સાચવવું, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજ ના થાય તેનું થોડું ધ્યાન રાખવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેમજ મનમાં થોડી અશાંતિ રહે તેવું લાગે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી,સોના-ઝવેરાત,ફાર્માક્ષેત્રમાં કામ કરનારવર્ગ ને માનસિકથાકની લાગણી વધુ રહે તેમજ કોઇપણ પ્રકારના તમારા કામમાંકે મુલાકાતમાં ધીરજનો ઉપયોગ કરવો સારો.


આજનો દિવસ સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો બની શકે છે મનની ઈચ્છા પૂરી થઇ શકે, કોમ્પુટર,દલાલી,કમીશન,પત્રકાર,લેખનકામ કાનૂની, નાણાકીયસલાહકાર માટે આજે ઉત્સાહ સારો જણાય, લગ્નબાબત વાર્તાલાપકે મિલનમુલાકાત કરાવી સારી કહી શકાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવાકે વાગવાના યોગ બને છે માટે કાળજી રાખવી ,વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવવું, ચામડી,એલર્જી,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સરસ કહી શકાય કારણકે તમારી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી ખુશી અનુભવો, તમારા કામની કદર થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુના કામકરનાર વર્ગને નવીનતક દેખાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક મળી શકે છે.


આજના દિવસ સાવચેતી અને ધીરજ રાખવી, વાહન ધીમે ચલાવવું, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, પેટ, આંતરડા,ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, કોઈની પણ સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાકે અપશબ્દના બોલાય તેનું પણ ધ્યાન રાખવું, કામકાજમાં શાંતિથી પરોવાયા રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે ઉત્સાહ સારો રહે, મુસાફરી થઈ શકે  છે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે ફરવા જવાનો યોગ બને છે, અગત્યની  બાબત માટેની કોઇ જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત માટે સારા સંજોગો બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેવા સંજોગો છે, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમાં કામકરનાર વર્ગને થોડી વ્યસ્તતા રહે, જુનાકામમાં ક્યાય અટવાયેલ હોવતો તેનો  જલ્દીથી ઉકેલન આવે તેવું બની શકે છે. કટાક્ષવાળા શબ્દપ્રયોગના કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય,મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગમાં રેફરન્સથી કામ કરોતો લાભ થઈ શકે છે, પ્રિયજન સાથે ખરીદી કરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય તેવા પણ સંજોગો છે.  અગત્યની બાબત માટેની વાર્તાલાપમાં કોઈનો ક્યાંક સહયોગકે માર્ગદર્શન પણ મળે તેવું બની શકે છે.

પંચાંગ 18/07/2020

IPLની 13મી સીઝનના આયોજન માટે UAE તૈયાર

દુબઈઃ કોરોના કાળમાં ક્રિકેટરસિયાઓ માટે સારા સમાચાર છે. દેશમાં કોરોના વાઇરસના વધતા કેસોને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું સંયુક્ત આરબ અમીરાત (UAE)માં આયોજન કરવાની અટકળો વચ્ચે દુબઈ સિટીના ક્રિકેટ અને કોમ્પિટિશનના પ્રમુખ સલમાન હનીફે કહ્યું છે કે તેઓ આ પ્રકારની મોટી ટુર્નામેન્ટનું તમામ સુવિધાઓ સાથે આયોજન કરવા તૈયાર છે. IPLનું આયોજન સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં?

IPLનું આયોજન સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કરવામાં આવે એવી સંભાવના છે, કેમ કે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમ્યાન ઓસ્ટ્રેલિયામાં થનારી T20 વર્લ્ડ કપના આયોજન અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે.

દુબઈ T20 લીગના સંભવિત સ્થળ તરીકે તૈયાર

હનીફે ગલ્ફ ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું હતું કે દુબઈ સ્પોર્ટ્સ સિટી આ T20 લીગના સંભવિત સ્થળ તરીકે તૈયાર છે. સ્પોર્ટ્સ સિટીમાં દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ અને ICC એકેડેમી સામેલ છે. તેમણે કહ્યું હતું કે જો ઓછા સમયમાં વધુ મેચોનું આયોજન કરવામાં આવે છે તો સ્ટેડિયમમાં નવ વિકેટ બહુ સારી સ્થિતિમાં છે. અમે પિચને તાજી રાખવા માટે અન્ય મેચોનું આયોજન નહીં કરીએ.

UAEમાં કોરોના વાઇરસના 50,000થી વધુ કેસ નોંધાયા છે, જેમાં 300થી વધુ લોકોનાં મોત થયાં છે. દેશમાં આ આંકડો 10 લાખને પાર થઈ ચૂક્યો છે અને 25,000થી વધુ લોકોનાં મોત થયાં છે.

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર ઉથલાવવાનો કેન્દ્રીય પ્રધાન પર સુરજેવાલાનો આરોપ

નવી દિલ્હી: રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. શુક્રવારે રાજસ્થાન સરકારના મુખ્ય દંડક મહેશ જોશીની ફરિયાદના આધારે રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG)એ એફઆઈઆર દાખલ કરી છે, જેમાં એક વાઇરલ ઓડિયોનો પણ ઉલ્લેખ છે.

જયપુર SOGના આઈ.જી. અશોક કુમાર રાઠોડે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું, ત્રણ શખ્સો વિરુદ્ધ આઈપીસી  કલમ 124-A તથા 120-A હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે ઓડિયો ટેપના આધારે આ ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે, એફઆઈઆરમાં કોઈ વ્યક્તિનું નામ નોંધવામાં નથી આવ્યું. એફઆઈઆર વિવરણમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ ‘એ’ વ્યક્તિ અને ‘બી’ વ્યક્તિ તરીકે કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ મીડિયા મારફત સામે આવેલી કેટલીક ઓડિયો ટેપનો હવાલો આપતા મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ઉપર આરોપ મૂક્યા હતા. સુરજેવાલાએ કહ્યું કે, શેખાવત બળવાખોર ધારાસભ્યોની મદદથી રાજસ્થાનની કૉંગ્રેસ સરકારને ઉથલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

આજે સવારે રણદીપ સુરજેવાલાએ પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, મીડિયા મારફતે કેટલીક ઓડિયો ટેપ સામે આવી છે જેમાં કથિત રીતે કોંગ્રેસના બળવાખોર નેતા ભાજપના એક વરિષ્ઠ નેતા સાથે વાત કરી રહ્યા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે પૈસાની લેવડદેવડ થઈ રહી છે. જોકે સુરજેવાલાએ કહ્યું, ઓડિયો ટેપની સત્યતા અને તે ક્યારની છે તે વિશે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તપાસ કરશે.

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે રણદીપ સુરજેવાલાના આરોપોનો જવાબ આપતા કહ્યું કે, હું કોઈપણ પ્રકારની તપાસનો સામનો કરવા તૈયાર છું. ઓડિયો ટેપમાં મારો અવાજ નથી.

નગીનદાસ સંઘવીની ‘કૃષ્ણ વાતો’, પુરુષોત્તમ ઉપાધ્યાયનાં ‘કૃષ્ણ ગીતો’ની ઓનલાઈન પ્રસ્તુતિ

મુંબઈઃ 101 વર્ષની વયે તાજેતરમાં અવસાન પામેલા અને પ્રજ્ઞાવંત, બહુશ્રુત તથા સ્પષ્ટવક્તા તરીકે આદરપ્રાપ્ત વિદ્વાન, એવા ‘પદ્મશ્રી’ નગીનદાસ સંઘવીએ, પાંચેક મહિના પૂર્વે, સાહિત્ય કલા સંપદા દ્વારા ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રને સથવારે યોજાયેલા કાર્યક્રમમાં ‘મહામાનવ શ્રી કૃષ્ણ’ વિષય પર, શ્રી કૃષ્ણને આગવી દ્રષ્ટિએ મૂલવતું તેમજ શ્રી કૃષ્ણ અને શ્રી રામની ભૂમિકાઓ વચ્ચેનો તફાવત સમજાવતું મનનીય પ્રવચન આપ્યું હતું. સાથે ‘પદ્મશ્રી’ પુરુષોત્તમ ઉપાધ્યાયે કૃષ્ણ ગીતોની રજૂઆત કરી હતી.

આ કાર્યક્રમની ઓનલાઈન પ્રસ્તુતિ રવિવાર, 19 જુલાઈના રાત્રે 9:00 કલાકે ભવન કલા કેન્દ્રની યૂટ્યૂબ ચેનલ પર સંપન્ન થશે. કાર્યક્રમના સંયોજકો છે ઉદયન ઠક્કર, કમલેશ મોતા, નિરંજન મહેતા.

Youtube link : Bhavan Kalakendra

 

રણબીર કપૂરના કશ્મીરી હમશકલ જુનૈદ શાહ (28)નું નિધન

શ્રીનગરઃ બોલિવુડ અભિનેતા રણબીર કપૂરના કશ્મીરી હમશકલ જુનૈદ શાહનું હૃદયરોગના હુમલાને કારણે ગુરુવારે રાતે મોત થયું છે. તે 28 વર્ષનો હતો. શ્રીનગરમાં પોતાના ઘરમાં જુનૈદનું અવસાન થયું હતું. અદ્દલોઅદલ રણબીર કપૂર જેવો દેખાતો જુનૈદ શાહ રાતોરાત પ્રસિદ્ધ થઈ ગયો હતો. જુનૈદ શાહ મોડેલિંગ કરતો હતો અને એના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ એની તસવીરો અને વિડિયોથી ભરપૂર થઈ ગયા છે. એ પોતે રણબીર કપૂરનો બહુ મોટો ચાહક પણ હતો.

જુનૈદને ગુરુવાર રાતે 10.30 વાગ્યાની આસપાસ હૃદયરોગનો પ્રચંડ હુમલો આવ્યો હતો. એને તરત જ શહેરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોના અથાગ પ્રયાસો છતાં તેઓ એને બચાવી શક્યા નહોતા.

પ્રાપ્ત અહેવાલ મુજબ જનૈદ શાહ હાલમાં જ તેના બીમાર પિતા નિસાર અહમદ શાહની સારસંભાળ લેવા માટે મુંબઈથી શ્રીનગર પરત ફર્યો હતો. જાણીતા કાશ્મીરના પત્રકાર યુસુફ જમીલે પણ જુનૈદના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું હતું કે અમારા જૂના પડોસી નિસાર અહમદ શાહના પુત્ર જુનૈદનું રાત્રે હ્દય બંધ થવાને કારણે નિધન થયું છે. લોકોનું કહેવું છે કે તે બોલિવડ અભિનેતા રણબીર કપૂરનો હમશકલ હતો.

દિગ્ગજ અભિનેતા સ્વ. રિશી કપૂરે ક્યારેક જુનૈદ અને રણબીરના વિશે લખ્યું હતું કે OMG. મારા પુત્રનો હમશકલ (ડબલ) છે. પ્રોમિસ નથી કરી શકતો, પણ એ ગુડ ડબલ.

જુનૈદના અંગત મિત્ર @meeraqibsalfiએ દુખદ ન્યૂઝ સોશિયલ મિડિયા પર શેર કર્યા હતા. તેણે લખ્યું હતું કે તેં મને વચન આપ્યું હતું કે હજી ઘણી બધી બાબતો છે, જેને આપણે શોધવાની જરૂર છે. આટલું જલદી તું અમને કેવી રીતે છોડીને જઈ શકે? … હું દુખી છું અને આઘાતની લાગણી અનુભવું છું. મને હજી વિશ્વાસ નથી થતો તે તું આ દુનિયામાં નથી. જીવન આટલું કેમ નિષ્ઠુર છે? હું અલ્લાહને દુઆ કરીશ કે ફરીથી એ જન્નતમાં આપણો મેળાપ કરાવે. મારી જિંદગીનો આ સૌથી દુઃખદ દિવસ છે.

જુનૈદ શાહે દિલ્હી પબ્લિક સ્કૂલમાં શિક્ષણ લીધું હતું અને બાદમાં IIPMમાં આગળનું શિક્ષણ પણ પૂરું કર્યું હતું.

દિલદાર સોનૂએ મુંબઈ પોલીસ માટે 25,000 ફેસ શિલ્ડ દાનમાં આપ્યા

મુંબઈઃ કોરોના વાઈરસના લોકડાઉન વખતે મુંબઈમાં ફસાઈ ગયેલા સેંકડો પરપ્રાંતિય મજૂરો-કામદારોને એમના વતન મોકલવા માટેની વ્યવસ્થા કરીને લોકોની વાહ-વાહ મેળવનાર બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદ હવે મુંબઈના પોલીસકર્મીઓની મદદે આવ્યો છે.

સોનૂએ મુંબઈના પોલીસ વિભાગને 25,000 ફેસ શિલ્ડ ભેટમાં આપ્યા છે. જેથી પોલીસજવાનો શહેરમાં કોરોના કટોકટી વચ્ચે ફરજ બજાવતી વખતે ચેપથી સુરક્ષિત રહી શકે. આ ફેસ શિલ્ડનું દાન કરીને સોનૂએ કહ્યું છે કે ખરા હિરો તો પોલીસ જવાનો છે.

સોનૂ ગઈ કાલે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને મળ્યો હતો અને તે પછી પોલીસ કર્મચારીઓ માટે 25 હજાર ફેસ શિલ્ડ ભેટ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ જ સોનૂ સૂદની કામગીરીની શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે પક્ષના મુખપત્ર દૈનિક સામનામાં તંત્રીલેખમાં ટીકા કરી હતી અને કટાક્ષમાં ‘મહાત્મા સોનૂ’ કહ્યો હતો.

મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત સરકાર છે.

કોંગ્રેસ પાર્ટીના નેતા દેશમુખે સોનૂ સૂદની ઉદારતાની પ્રશંસા કરી છે અને આ ટ્વીટ પણ કર્યું છે.