Home Blog Page 4728

કોરોનાના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર: વેક્સિનના રશિયાના દાવા પર વિવાદ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 34,956 નવા કેસ સામે આવ્યા છે અને 687 લોકોનાં મોત થયાં છે. આ એક દિવસમાં દેશમાં કોરોના સંક્રમિતોનો સૌથી વધુ આંકડો છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 10,03,832 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 25,602 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 6,35,756 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,42,473એ પહોંચી છે. રિકવરી રેટ 63.34 ટકાથી વધુ થયો છે.

કોવિડ-19ની વેક્સિનને લઈને રશિયાના દાવા પર વિવાદ

કોવિડ-19ના દાવાની વેક્સિનને લઈને રશિયાના દાવા પર વિવાદ વધી રહ્યો છે. અમેરિકા, બ્રિટન અને કેનેડાએ વેક્સિન ચોરી કરવાનો આરોપ મૂક્યો છે.

અમેરિકામાં 24 કલાકમાં રેકોર્ડ 68,428 નવા કોરોનાના કેસ

અમેરિકામાં પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના સૌથી વધી 68,428 નવા કેસ નોંધાયા છે અને 974 લોકોનાં મોત થયાં છે. આ સાથે અત્યાર સુધી અમેરિકામાં આ રોગચાળાને કારણે 1,38,201 લોકોનાં મોત થયાં છે અને કુલ આંકડો 35,60,364એ પહોંચ્યો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

ભારતથી બે દેશો માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો પ્રારંભ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આશરે 90 દિવસ પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સરકારે ફ્રાંસ અને અમેરિકાની સાથે એક દ્વિપક્ષી સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એ મુજબ હવે  આ દેશ આજથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ કરી શકશે. સિવિલ એવિયેશનપ્રધાન હરદીપ સિંહ પુરીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે આગામી કેટલાંક સપ્તાહમાં આ પ્રકારના સમજૂતી કરાર જર્મની અને ફ્રાંસની સાથે પણ કરવામાં આવશે. એનો અર્થ એ છે કે જુલાઈ અથવા ઓગસ્ટમાં હવે જર્મની અને ફ્રાંસ જેવા દેશો માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થાય એવી સંભાવના છે.

આગામી દિવસોમાં ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે દિલ્હી-લંડન ફ્લાઇટ એક દિવસમાં બે વાર ઉડાન ભરશે. જર્મની દ્વારા લુફ્થાન્સા એરલાઇનની સાથે વાતચીત લગભગ નક્કી થઈ ચૂકી છે. ભારત તરફથી એર ઇન્ડિયા ફ્રાન્સ અને અમેરિકા માટે ઉડાન ભરશે.

શનિવારથી 28 ઇન્ટરનેશનલ ફ્લાઇટ

18 જુલાઈથી એર ફ્રાન્સ 28 ઇન્ટનેશનલ ફ્લાઇટ દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને પેરિસની વચ્ચે શરૂ કરશે. અમેરિકા તરફથી યુનાઇટેડ એરલાઇન 18 ઇન્ટરનેશનલ ફ્લાઇટ 17 જુલાઈથી 31 જુલાઈની વચ્ચે શરૂ કરશે. યુનાઇટેડ એરલાઇન્સ દૈનિક ધોરણે દિલ્હી-નેવાર્ક ઉડાન ભરશે. આ સિવાય એક સપ્તાહ ત્રણ દિલ્હી અને સેન ફ્રાન્સિસ્કોની વચ્ચે ઉડાન ભરશે.

સરકારે ફ્રાંસ અને અમેરિકાની સાથે એક દ્વિપક્ષી સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એનો અર્થ એ છે કે જુલાઈ અથવા ઓગસ્ટમાં હવે જર્મની અને ફ્રાંસ જેવા દેશો માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થાય એવી સંભાવના છે


કોરોના રોગચાળાનો પ્રકોપ

વિશ્વભરમાં કોરોના વાઇરસના પ્રકોપને કારણે ભારતે 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યાર બાદ 25 માર્ચથી દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જોકે બે મહિના પછી સ્થાનિક ફ્લાઇટને મંજૂરી આપવામાં આવી હતી અને હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને મંજૂરી આપવામાં આવી છે. જોકે એવી આશા છે કે દિવાળી સુધી સ્થાનિક ફ્લાઇટોને 60 ટકા પેસેન્જરોની ક્ષમતા સાથે ઉડાન કરવાની મંજૂરી આપવામાં આવશે.

 

 

 

રાશિ ભવિષ્ય 17/07/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે, પ્રવાસનું ક્યાંક આયોજન પણ થઈ શકે છે અને તેમાં ક્યાંક અણધર્યા નાણાકીયખર્ચ થાય, માર્કેટિંગક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ જોવા મળે, પ્રિયજન તરફથી ખુશીની લાગણીનો અનુભવ થાય, ધાર્મિકભાવના વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તનના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું, તમારે આજે સમાધાનકારી નીતિ અપનાવાથી પરિસ્થિતિ હળવી બની રહશે. મનમાં કોઈવાતનો તમને ઉદ્વેગ રહ્યા કરે તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળી શકે છે અને માનસિકથાકની લાગણી વધુ જોવા મળે જેના કારણે તમારા સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, આજે કોઈને વણમાગી સલાહન આપવી તેમજ વાર્તાલાપમાં ક્યાય દલીલબાજીન કરવી, વેપારમાં જોખમ ન લેવું.


આજનો દિવસ સરસ છે, તમે આત્મવિશ્વાસથી કામ કરતા જોવા મળો, તમારા ભૂતકાળના કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ મહેનત યોગ્ય છે, જૂનીકોઈ ઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી વાર્તાલાપ કરી ખુશીની લાગણી અનુભવો.


આજનો દિવસે થોડી સાવચેતી રાખવી તેમજ વાણીસંયમ રાખવો પણ જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, કોઈપણ પ્રકારની મિલનમુલાકાત દરમિયાન વાર્તાલાપમાં કોઇપણ પ્રકારની ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું કહી શકાય, ભક્તિમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે આજે તમારા પસંદગીના કામ થઇ શકે, તમારી લાગણીની કદર થાય, પરિચિત સાથે કોઈબાબતનો સાથસહકાર સારો જોવા મળી શકે અને તેની ખુશી અનુભવાય, ધાર્મિકભાવના વધુ જોવા મળે અને મન ભક્તિકે સદ્કાર્ય કરવા પ્રેરાય તેવું પણ બનવા જોગ છે. મન પ્રફુલ્લિત રહેશે.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાણીસયમ અને ગુસ્સાને કાબુમાં રાખવો, મજાકમસ્તી કરનાર લોકોથી થોડું અંતર રાખવું તેમજ તેમની વાતોને જરૂરિયાત પુરતુજ ધ્યાન આપવું. ક્યાંક જુનાપ્રસંગો યાદ આવવાથી મન અશાંત વધુ રહી શકે છે, માટે વ્યવહારુ અભિગમ અપનાવો સારો.


આજનો દિવસ સરસ છે, પ્રિયજન સાથેના જુનામતભેદ ભૂલવાની તક મળે, વિદ્યાર્થીવર્ગ માટે હરવાફરવા માં સારો સમય પસાર થાય, અગત્યની વાર્તાલાપકે મિલનમુલાકાત માટેના પ્રયત્ન કરતા હોવતો તેમાપણ તમને અન્યનો સારો સાથ-સહકાર અને માર્ગદર્શન મળે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય, જુનાસ્મરણો તાજા થાય જેમાં તમને સારી ખુશીની લાગણી થાય, વાતચિત દરમિયાન ખોટો ઉશ્કેરટના આવે તેનું ધ્યાન રાખવું જેથી તમે કદાચ કોઈની મજાકના પાત્રના બનો. બિનજરૂરી ખરીદી થવાથી તમારું મન થોડું બેચેન બને.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુંફરવુંકે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે.

Chitralekha Gujarati – July 27, 2020

E-Magazine – Desktop Version PDF Version

પંચાંગ 17/07/2020

IIT-ગાંધીનગરે હાલના ડોક્ટરેટ્સ માટે અર્લી-કરિયર ફેલોશિપ જાહેર કરી

ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગરે એન્જિયરિંગ, સાયન્સ તેમ જ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સિસનાં તમામ ક્ષેત્રના નવા ડોક્ટરેટ્સ માટે IIT- ગાંધીનગર અર્લી-કેરિયર ફેલોશિપ (IITGN-ECF) રજૂ કરી છે. આ ફેલોશિપ અસામાન્ય અને વિચારશીલ સંશોધનકર્તાઓને તેમના લાંબા ગાળાના સંશોધન અને શૈક્ષણિક આકાંક્ષાઓને આગળ વધારવા માટે સશક્ત બનાવવાનો પ્રયાસ કરે છે.

IIT-ગાંધીનગરના ફેકલ્ટી મેમ્બર્સ સાથે કામ કરવાની તક

ઉત્કૃષ્ટ શૈક્ષણિક ટ્રેક રેકોર્ડ ધરાવતા સ્કોલર્સ કે જેમણે ૦૧ જુલાઈ ૨૦૧૯ પછી ભારતની કોઈ સંસ્થામાંથી ડોક્ટરેટ ડિગ્રી મેળવી છે, તેઓ ૩૧ જુલાઈ, ૨૦૨૦ સુધીમાં IITGN-ECFમાં અરજી કરવા પાત્ર છે. જેમણે આ વર્ષે પોતાનું ડોક્ટરેટ થિસિસ સબમિટ કરી છે તેવા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. IITGN-ECF હેઠળ યુવા સ્કોલર્સને IIT-ગાંધીનગરના ફેકલ્ટી મેમ્બર્સ સાથે આકર્ષક સંલગ્ન પ્રશ્નો અને પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક મળશે, જે મહત્વપૂર્ણ સંશોધનના યોગદાનમાં પરિવર્તિત થઈ શકે છે. આ ફેલોઝ અન્ય સ્કોલર્લી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેશે, જેમ કે કોઈ કોર્સ શીખવવો અથવા અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને તેમના પ્રોજેક્ટ્સ પર માર્ગદર્શન આપવું અને આંતરરાષ્ટ્રીય વર્કશોપ્સમાં ભાગ લેવો.

ભારતમાં ઘણી સંશોધન પ્રતિભા

IITગાંધીનગરના ડાયરેક્ટર પ્રો. સુધિર કે. જૈને જણાવ્યું હતું કે ભારતમાં ઘણી સંશોધન પ્રતિભા છે, જેને ઉત્તમતા તરફ દોરી જવામાં યોગ્ય તકો અને પ્રોત્સાહન આપીને રચનાત્મક રૂપે ચેનલાઇઝ કરવાની જરૂર છે. IIT-ગાંધીનગરે હંમેશાં યુવાન સ્કોલર્સની ક્ષમતાઓમાં વિશ્વાસ કર્યો છે. IITGN-ECF સાથે અમે પ્રતિભાશાળી અને તાજેતરના ડોક્ટરેટ્સને એક વધારાની તક પૂરી પા[rઈને તેમને આવતી કાલના શૈક્ષણિક લીડર બનવા માટે તૈયાર કરવા ઇચ્છીએ છીએ.

ECF ફેલોઝને દર મહિને એક લાખ રૂપિયાની ફેલોશિપ

આ ફેલોશિપ માટે ઉમેદવારો પાસેથી અપેક્ષા ઘણી ઊંચી છે, તે માટે સંસ્થાન લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે અનુકૂળ વાતાવરણની સાથે જરૂરી સહાય પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે. પ્રોગ્રામના ફેલોઝ ફક્ત તેમની સોંપાયેલી શાખામાં જ નહીં, પરંતુ સંસ્થાના સંપૂર્ણ સંશોધન માળખા અને સુવિધાનો ઉપયોગ કરી શકશે, જે સર્જનાત્મક અને આંતરશાખાકીય ઈકોસિસ્ટમમાં વિકાસ અને નેટવર્કિંગની તકો આપે છે. ECF ફેલોઝને દર મહિને એક લાખ રૂપિયાની ફેલોશિપ અને દર વર્ષે બે લાખ રૂપિયા સુધીની પ્રોફેશનલ ડેવલપમેન્ટ ગ્રાન્ટ મળશે.

IITGN-ECF માટેની એપ્લિકેશન પ્રક્રિયાની વધુ માહિતી અને વિગતો અહીં ઉપલબ્ધ છે:  https://www.iitgn.ac.in/research/early_career_fellowship#

મુંબઈમાં ફોર્ટ, મલાડમાં મકાન હોનારતઃ 4નાં મૃત્યુ

મુંબઈઃ ભારે વરસાદને કારણે આજે મુંબઈમાં બે સ્થળે મકાન દુર્ઘટના બની છે. દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન નજીક અને ફોર્ટ વિસ્તારમાં એક જૂના મકાન – ભાનુશાલી બિલ્ડિંગનો કેટલોક ભાગ તૂટી પડતાં એક મહિલા સહિત બે જણનું મરણ થયું છે જ્યારે મલાડ (વેસ્ટ)માં બે-માળનું મકાન તૂટી પડતાં બે જણનાં મરણ નિપજ્યા છે. બંને ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે.

સાંજે લગભગ પોણા પાંચ વાગ્યે દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન નજીક જનરલ પોસ્ટ ઓફિસની સામે આવેલા પાંચ-માળના ભાનુશાલી બિલ્ડિંગનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. એમાં એક મહિલાનું મૃત્યુ થયું છે જ્યારે બીજા અમુક લોકો કાટમાળ હેઠળ ફસાયા હતા.

બીજી ઘટના મલાડ (વેસ્ટ)ના માલવણી વિસ્તારમાં બની હતી. ત્યાં ગ્રાઉન્ડ પ્લસ બે-માળવાળું મકાન જમીનદોસ્ત થયું હતું. ત્યાં કાટમાળ હેઠળ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં સ્થાનિક લોકો તથા ફાયર બ્રિગેડના જવાનોને સફળતા મળી હતી.

ફોર્ટ વિસ્તારમાંની ભાનુશાલી ઈમારત મ્હાડાની સેસ ઈમારત છે. કાટમાળ હેઠળ ફસાયેલા લોકોને તેમજ મકાનના ઉપરના માળ પર રહેતા લોકોને સીડીની મદદથી ઉગારવાના પ્રયત્નો ચાલુ હતા. સમગ્ર મકાનને ખાલી કરાવવામાં આવ્યું છે.

રેસિડેન્શિયલ ભાનુશાલી બિલ્ડિંગનું પુનઃબાંધકામ ચાલુ હતું. એનો અમુક ભાગ તૂટી પડ્યો એ વખતે જોરદાર અવાજ આવ્યો હતો અને મકાનના તેમજ આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તત્કાળ અગ્નિશામક દળ અને પોલીસને ફોન કરી દીધો હતો અને જવાનો તરત જ ત્યાં પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનો 8 ફાયર એન્જિન્સ, બે રેસ્ક્યૂ વેન અને 10 ડંપર સાથે પહોંચી ગયા હતા. મહાપાલિકાએ 50 મજૂરોને પણ કાટમાળ ઉપાડવા માટે ત્યાં મોકલ્યા હતા.

મલાડમાં બે-માળનું ચાલીવાળું મકાન તૂટી પડ્યું

મલાડમાં, માલવણી વિસ્તારમાં નુરી મસ્જિદની નજીકનું મકાન આજે બપોરે લગભગ અઢી વાગ્યાના સુમારે તૂટી પડ્યું હતું. એ દુર્ઘટનામાં બે જણના મરણ અને 13 જણ ઘાયલ થયા હોવાનો અહેવાલ છે.

ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનો તાત્કાલિક આવી પહોંચ્યા હતા, પણ એ પૂર્વે સ્થાનિક લોકોએ ભેગા મળીને કાટમાળ હેઠળ ફસાયેલી બે વ્યક્તિને બહાર કાઢીને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી.

 

સુશાંત મૃત્યુ મામલે CBI તપાસની અમિત શાહને રિયાની વિનંતી

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક મહિનાથી વધુનો સમય થઈ ગયો છે અને તેણે આત્મહત્યા કેમ કરી એનું નક્કર કારણ હજી સુધી પોલીસ જાણી શકી નથી. હવે આ મામલે સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને વિનંતી કરી છે.

રિયાએ સુશાંતનો ફોટો શેર કરતાં લખ્યું છે કે, ‘આદરણીય અમિત શાહ સર, હું સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી – એના આકસ્મિક નિધનને એક મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. મને સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે, પણ હું ન્યાય માટે બે હાથ જોડીને તમને અપીલ કરું છું કે આ મામલે સીબીઆઇની તપાસ કરવામાં આવે. હું બસ, એટલું ઇચ્છું છું કે સુશાંત એવા કયા દબાણમાં હતો કે તેણે આવું પગલું ભર્યું. સત્યમેવ જયતે.’

 

રિયાની ઇમોશનલ પોસ્ટ

અગાઉ, રિયાએ સુશાંતના નિધનને એક મહિનો પૂરો થયા પછી એક ઇમોશનલ પોસ્ટ સોશિયલ મિડિયા પર શેર કરી હતી. એમાં તેણે લખ્યું હતું કે, ‘હું હજી પણ મારી ભાવનાઓનો સામનો કરવા સંઘર્ષ કરી રહી છું. તેં જ મને પ્રેમ પર વિશ્વાસ કરવાનું શીખવાડ્યું છે. એની તાકાત વિશે અહેસાસ કરાવ્યો છે. તે મને ગણિતના એક સામાન્ય સમીકરણથી જિંદગીનો નિષ્કર્ષ શીખવાડ્યો છે. મને ખબર છે કે હવે તું એવી જગ્યાએ છો જ્યાં વધારે શાંતિ છે. આકાશગંગાએ ખુલ્લા હાથે તારું સ્વાગત કર્યું છે. હું તારી રાહ જોઈશ. તું એ બધું જ હતો, જે એક ખૂબસૂરત માનવી હોઈ શકે છે.’

 

રિયાને મળી બળાત્કાર અને હત્યાની ધમકી

દરમિયાન, રિયાએ કહ્યું છે કે એની પર બળાત્કાર ગૂજારવાની અને એની હત્યા કરવાની એને ધમકી મળી છે. રિયાએ સોશિયલ મિડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે તેને સતત ટ્રોલ કરવામાં આવી રહી છે. આટલું જ નહીં તેને ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. રિયાએ એની ફરિયાદ સાઇબર ક્રાઇમને કરી છે. રિયાએ લખ્યું છે કે મારી ચુપકીદીનો કોઈ લાભ ન ઉઠાવે. મને હત્યારી કહેવામાં આવી છતાં હું ચૂપ રહી, પણ એનો અર્થ એ નથી કે તમને કંઈ પણ કહેવાનો અધિકાર મળી જાય છે.

સુશાંત સિંહ રાજપૂત ગઈ 14 જૂને મુંબઈના બાંદરામાં તેના નિવાસસ્થાને આત્મહત્યા કરેલી અવસ્થામાં મળી આવ્યો હતો.

મોટા ભાઈને કોરોના થયો; ગાંગુલીએ પોતાને કર્યા હોમ ક્વોરન્ટાઈન

કોલકાતાઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના પરિવારમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. જેને પગલે ગાંગુલીએ પોતાને હોમ ક્વોરન્ટાઈન કર્યા છે. સૌરવ ગાંગુલીના મોટા ભાઈ અને બંગાળ ક્રિકેટ એસોસિયેશનના સંયુક્ત સચિવ સ્નેહાશીષ ગાંગુલીનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

બંગાળ રણજી ટીમના પૂર્વ ખેલાડી રહી ચૂકેલા સ્નેહાશીષ કોરોના પોઝિટિવ હોવાનું માલૂમ પડ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને છેલ્લા કેટલાક દિવસોથી તાવ આવતો હતો અને આજે તેમનો ટેસ્ટ કરવામાં આવતા તે કોરોના પોઝિટિવ આવ્યો હતો. હેલ્થ પ્રોટોકોલને પગલે એક ચોક્કસ સમય સુધી ગાંગુલીને હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે.

મહત્વનું છે કે, આ પહેલા જૂનમાં સ્નેહાશીષ કોરોના સંક્રમિત હોવાના સમાચાર આવ્યા હતા પણ એ સમયે સ્નેહાશીષે પોતે સંપૂર્ણ સ્વસ્થ હોવાનું કહ્યું હતું. સૌરવ દાદાની જેમ સ્નેહાશીષ પણ એક ક્રિકેટર હતા. બંગાળ માટે પ્રથમ શ્રેણીની તેઓ 59 મેચો રમ્યા હતા, જોકે, તેમને કદી રાષ્ટ્રીય ટીમ તરફથી રમવાની તક મળી નહતી.

H-1B વિઝા પ્રતિબંધઃ ટ્રમ્પ વિરુદ્ધ કોર્ટમાં ગયા 174 ભારતીયો

વોશિંગ્ટનઃ H-1B વિઝા પર હાલમાં આવેલા એક વહીવટી આદેશની સામે સાત સગીર સહિત 174 ભારતીય નાગરિકોના એક જૂથે કેસ દાખલ કર્યો છે. આ આદેશ હેઠળ તેમના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લાગી શકે છે અથવા તેમને વિઝા જારી કરવામાં નહીં આવે.

શ્રમ પ્રધાન યુઝિન સ્કાલિયાને સમન્સ જારી

ડિસ્ટ્રિક્ટ ઓફ કોલમ્બિયામાં અમેરિકી ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ કિટાનજી બ્રાઉન જેક્સને વિદેશપ્રધાન માઇક પોમ્પિયો અને ગૃહ વિભાગના કાર્યકારી પ્રધાન ચાડ એફ વોલ્ફની સાથે શ્રમ પ્રધાન યુજીન સ્કેલિયાને સમન્સ જારી કર્યા છે. આ કેસ મંગળવારે અમેરિકી ડિસ્ટ્રિકક્ટ કોર્ટમાં દાખલ કર્યો હતો.

અમેરિકાના અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે

વકીલ વાસ્ડેન બેનિયાસે 174 ભારતીય નાગરિકો દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં કહ્યું હતું કે H-1B કે H-4 વિઝા પર પ્રતિબંધનો વહીવટી આદેશ અમેરિકાના અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. પરિવારોને અલગ કરી શકે છે.

આ કેસમાં H-1B અથવા H-4 વિઝા જારી કરવા પર પ્રતિબંધ લગાવવા અથવા નવા H-1B વિઝાધારકોને દેશમાં પ્રવેશ કરવાથી રોકવાવાળા વહીવટી આદેશને ગેરકાયદે જાહેર કરવાની માગ કરવામાં આવી છે. આ સાથે કોર્ટને અનુરોધ કરવામાં આવ્યો છે કે કોર્ટ વિદેશ વિભાગને H-1B અને H-4 વિઝા માટે લંબાઈ ગયેલા ચુકાદા માટે નિર્દેશ જારી કરે.

હંગામી ધોરણે પ્રતિબંધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 22 જૂને વહીવટી આદેશને જારી કરીને આ વર્ષના અંત સુધીમાં H-1B કાર્ય વિઝા જારી કરવા પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂક્યો હતો.