નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ ભારતી એરટેલને તેનો પ્લેટિનમ અને વોડાફોન આઈડિયાને રેડએક્સ પ્રીમિયમ પ્લાન હાલ પૂરતા બંધ કરવા કહ્યું છે. આ કંપનીઓએ આ પ્લાન્સ અંતર્ગત કેટલાક પસંદ કરેલા યૂઝર્સને હાઈ સ્પીડ ડેટા આપવાનું વચન આપ્યું છે. આ પ્રિમિયમ પ્લાન્સને લઈને એવા સવાલ ઉઠ્યા છે કે શું અન્ય ગ્રાહકોની સેવામાં ઘટાડો કરીને આ પ્રેફરન્શિયલ નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે?
ટ્રાઇએ બંને ઓપરેટર – એરટેલ અને વોડાફોન આઇડિયાને આ વિશે પત્ર લખ્યો છે અને હાલ પૂરતા આ વિશેષ પ્લાન્સ પરત લેવા કહ્યું છે. સાથે જ તેમના પ્લાન અંગે સવાલો પણ કર્યા છે. TRAIએ પૂછ્યું છે કે શું યુઝર્સને આ સ્પીડ અન્ય યુઝર્સની સેવામાં ઘટાડો કરીને આપવામાં આવી રહી છે. ટ્રાઇએ ઓપરેટર્સને પૂછ્યું છે કે તમે અન્ય સામાન્ય ગ્રાહકોના હિતોનું રક્ષણ કેવી રીતે કરી રહ્યા છો?
વોડાફોન આઈડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, જે ગ્રાહકો અનલિમિટેડ ડેટા, કોલ, પ્રીમિયમ કન્ટેન્ટ, આંતરરાષ્ટ્રીય રોમિંગ પેક સહિતના અનેક ફાયદા ઈચ્છે છે તેમના માટે વોડાફોન રેડએક્સ પ્લાન છે. કંપની તેના ગ્રાહકોને શ્રેષ્ઠ અને હાઇ સ્પીડ 4G ડેટા સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.
એરટેલના પ્રવક્તાએ કહ્યું કે, અમે અમારા બધા ગ્રાહકોને શ્રેષ્ઠ નેટવર્ક અને સેવા પ્રદાન કરવા માટે ઉત્સાહિત છીએ. કંપની પોસ્ટપેડ ગ્રાહકો માટેની સેવા અને જવાબદારી વધારવા માંગે છે. ટ્રાઇએ જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપ્યો છે.
નવી દિલ્હીઃ વૈશ્વિક જાયન્ટ ટેક્નોલોજી કંપની ગૂગલે ભારતમાં 10 અબજ ડોલર (75,000 કરોડ રૂપિયા)ના મૂડીરોકાણની ઘોષણા કરી છે. ગૂગલ દ્વારા આ મૂડીરોકાણની જાહેરાત કરવામાં આવી એ પહેલાં કંપનીના CEO સુંદર પિચાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. ગૂગલે કહ્યું છે કે આ મૂડીરોકાણ વડા પ્રધાન મોદીના ડિજિટલ ઇન્ડિયાના લક્ષ્યને પૂરું કરવામાં મદદ કરશે.
ગૂગલે એક નિવેદનમાં કહ્યું છે કે કોરોના વાઇરસ રોગચાળાની વચ્ચે એક મહત્ત્વપૂર્ણ પગલું છે જે ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશનના રૂપમાં ભારતની મુક્તપણાની નીતિ અને તેની પ્રત્યેના આકર્ષણને પ્રદર્શિત કરે છે.
ભારતમાં કંપની 75,000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ
સુંદર પિચાઈએ કહ્યું છે કે ગૂગલ ફોર ઇન્ડિયા ડિજિટાઇઝેશન ફંડની ઘોષણા કરતાં મને આનંદ થાય છે. એના માધ્યમથી અમે આગામી પાંચથી સાત વર્ષ દરમ્યાન ભારતમાં 75,000 કરોડ રૂપિયા (10 અબજ ડોલર)નું મૂડીરોકાણ કરીશું. અમે આ મૂડીરોકાણ ઈકોસિસ્ટમ ઇન્વેસ્ટમેન્ટમાં ઈક્વિટી ઇન્વેસ્ટમેન્ટ, પાર્ટનરશિપ અને ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કરીશું.
ગૂગલ ફોર ઇન્ડિયા કાર્યક્રમમાં પિચાઈએ કહ્યું હતું કે મૂડીરોકાણનો આ નિર્ણય ભારતના ભવિષ્ય અને એની ડિજિટલ ઇકોનોમીમાં કંપનીનો વિશ્વાસ દર્શાવે છે.
પિચાઈએ જણાવ્યું હતું કે મૂડીરોકાણને ભારતના ડિજિટલીકરણના ચાર મુખ્ય ક્ષેત્રો પર કેન્દ્રિત કરવામાં આવશે. આમાં પ્રત્યેક ભારતીયને એની ભાષામાં માહિતીની પહોંચ પ્રદાન કરાશે, ભારતની વિશિષ્ટ જરૂરિયાતો માટે નવાં ઉત્પાદનો અને સેવાઓનું નિર્માણ, વેપારને સશક્ત બનાવવા અને આરોગ્યની દેખભાળ, શિક્ષણ અને કૃષિ જેવાં ક્ષેત્રોમાં સામાજિક ભલાઈ માટે ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો લાભ ઉઠાવવો સામેલ છે.
મુંબઈઃ દેશના અગ્રણ્ય અને ઝડપી એક્સચેન્જ BSEએ સ્ટાર્ટઅપના લિસ્ટિંગ કલ્ચરને વેગ આપવા અને વધુને વધુ રોકાણકારોને આકર્ષવા સ્ટાર્ટઅપ્સ પ્લેટફોર્મને વધુ સક્ષમ બનાવવા માટે આઈઆઈટી એલ્યુમ્ની કાઉન્સિલ સાથે સમજૂતી કરાર કર્યો છે. આ એલ્યુમ્ની વિશ્વની સૌથી મોટી બોડી છે, જેમાં સૌથી અધિક શહેરોમાં ઉપસ્થિતિ ધરાવતી 23 આઈઆઈટીઝ છે. BSE અને આઈઆઈટી એલ્યુમ્ની પીઈ ઈન્વેસ્ટર્સ માટે પારદર્શિતા, વધુ સારો વહીવટ, શેર પ્રાઈસ માટેની બજારની શોધ અને રિટેલ સામેલગીરી સક્ષમ બનાવશે.
આઈઆઈટી એલ્યુમ્ની કાઉન્સિલના પ્રેસિડેન્ટ અને ચીફ વોલન્ટીયર રવિ શર્માએ કહ્યું, અમને દેશના સૌથી મોટા અને જૂના સ્ટોક એક્સચેન્જ સાથે હાથ મિલાવવાનો આનંદ છે. આઈઆઈટી એલ્યુમ્ની કાઉન્સિલ સ્ટાર્ટઅપ્સની લિસ્ટિંગ પ્રક્રિયાને સમય અને ખર્ચની દૃષ્ટિએ ઉત્તમ પદ્ધતિઓ અપનાવી વધુ સક્ષમ બનાવશે કે જેથી વધુને વધુ રોકાણકારોને આકર્ષી શકાશે. એ ઉપરાંત અમે એન્કર ઈન્વેસ્ટર્સ અને માર્કેટ મેકર્સના કામકાજ માટે અમારા સહયોગીઓને પ્રોત્સાહિત કરીશું.
આ પ્રસંગે BSEના એમજી અને સીઈઓ આશિષ કુમાર ચૌહાણે કહ્યું કે BSE હંમેશ એસએમઈ અને સ્ટાર્ટઅપ્સને એક્સચેન્જમાં લિસ્ટ થવા માટેની સહાય કરવામાં મોખરે રહ્યું છે.
આ નવી ભાગીદારી સૂચિત સોશિયલ સ્ટોક એક્સચેન્જ માટેની અથથી ઈતિ આવશ્યકતાઓ પૂરી કરશે અને મોટી સંખ્યામાં વેન્ચર કેપિટલ અને પીઈ ફંડ્સને આકર્ષી સ્ટાર્ટઅપ્સ પ્લેટફોર્મને વધુ સક્ષમ બનાવશે.
કેલિફોર્નિયાઃ બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં ટેસ્લા કંપનીના CEO એલન મસ્ક વોરેન બફેટને પાછળ પાડીને વિશ્વના સાતમા નંબરના સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા છે. બ્લુમબર્ગના જણાવ્યા અનુસાર મસ્કની નેટવર્થમાં 6.1 અબજ અમેરિકી ડોલરનો વધારો થયો છે. કંપનીના શેરોમાં 11 ટકાનો ઉછાળો આવતાં નેટવર્થમાં નોંધપાત્ર વધારો થયો હતો. જેથી ટેસ્લાના શેરનું મૂલ્ય 10.8 ટકા વધીને શેરદીઠ 1544 ડોલરે પહોંચી ગયું છે. આ સાથે કંપનીની માર્કેટ વેલ્યુ 286.5 અબજ ડોલરના આંકે પહોંચી છે. મસ્કે ટેક્નોલોજી વર્લ્ડમાં લેરી એલિસન અને સર્જી બ્રેનને પણ પાછળ છોડ્યા છે.
મસ્કનો ટેસ્લામાં 20.8 ટકાનો હિસ્સો
ટેસ્લાના કુલ શેરમાં એલન મસ્ક 20.8 ટકા હિસ્સો ધરાવે છે. જેથી તેમનો હિસ્સો બજારમૂલ્ય પ્રમાણે 60 અબજ ડોલરનો હિસ્સો થાય છે. આ સાથે મસ્ક ટનલિંગ કંપની સ્પેસએક્સ (SpaceX)માં પ્રાથમિક શેરહોલ્ડર છે, કંપનીમાં આશરે તેમની માલિકી 15 અબજ ડોલરની છે.
બફેટે આશરે ત્રણ અબજ ડોલરના મૂલ્યના શેર દાન કર્યા
વોરેન બફેટે બર્કશાયર હેથવેના આશરે ત્રણ અબજ ડોલરના મૂલ્યના શેર દાન કર્યા હતા, જેથી તેમની સંપત્તિમાં ઘટાડો નોંધાયો હતો. તેઓ તેમનાં સાહસો થકી મોટા ભાગની સંપત્તિ દાનમાં આપવાની યોજના ધરાવે છે.
ટેસ્લાના શેરમાં 500 ટકા કરતાં વધુનો ઉછાળો
છેલ્લા 12 મહિનામાં ટેસ્લાના શેરોમાં 500 ટકા કરતાં વધુનો ઉછાળો આવ્યો હતો. એ એસ એન્ડ પી 500માં સામેલ દરેક શેરની કિંમતથી વધુ છે. ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની એ પૃથ્વી પરની મૂલ્યવાન ઓટો કંપની છે. 49 વર્ષીય મસ્ક વિશ્વના શ્રીમંતોની યાદીમાં સાતમા નંબરે પહોંચી ગયા છે અને વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ બની શકે છે. જોકે હાલમાં એમેઝોનના CEO જેફ બેઝોસ વિશ્વના પ્રથમ ક્રમાંક છે.
મસ્ક અમેરિકામાં સૌથી વધુ સેલરી મેળવતા CEO
મસ્કનું એક પે પેકેજ 2018માં ટેસ્લાના શેરહોલ્ડરોએ મંજૂર કર્યું હતું. મેના અંતે ટેસ્લાએ મસ્કને 1.8 અબજ ડોલરના સ્ટોક ઓપ્શન આપ્યા હતા. હવે વર્તમાનમાં એક વાર ફરી શેરોનો વિકલ્પ આપ્યો છે- માત્ર બે મહિનામાં બીજી વાર શેરોનો ઓપ્શન આપ્યો છે. મસ્કનું પે પેકેજ 10 વર્ષ દરમ્યાન 2.03 કરોડના શેરોને વિકલ્પ રૂપે આપે એવી શક્યતા છે.
જાણીતાકટારલેખક, રાજકીય સમીક્ષક, ઇતિહાસ અને પોલિટીકલ સાયન્સના અધ્યાપક અને પદ્મશ્રી તેમજ વજુ કોટક સુવર્ણચંદ્રક જેવા અનેક સમ્માનોથી સમ્માનિત, નગીનબાપા તરીકે જાણીતા એવા પ્રખર વિદ્વાન નગીનદાસ સંઘવીએ આપણી વચ્ચેથી વિદાય લીધી, પણ એમના લખાણોથી એ સદાય જીવંત રહેશે. શતાયુ એવા નગીનદાસ સંઘવી સાથે જેમનો ખૂબ નજીકનો નાતો રહ્યો છે, જેમણે બાપા સાથે નજીકથી કામ કર્યું છે અને બાપાને જેમણે બરાબર ઓળખ્યા છે એવા કેટલાક જાણીતા લોકો એમને શ્રધ્ધાંજલિ પાઠવે છે.
મુંબઈમાં આરોગ્ય વિભાગ દ્વારા સ્વાસ્થ્યકર્મીઓને આધુનિક અને ખાસ પ્રકારની સ્માર્ટ હેલ્મેટથી સજ્જ કરવામાં આવ્યા છે. 11 જુલાઈ, શનિવારે આ સ્માર્ટ હેલ્મેટ પહેરીને કોરોના-યોદ્ધાઓ મલાડ ઉપનગરના વિસ્તારમાં કામગીરી બજાવી રહ્યા હતા. આ હેલ્મેટ એ રીતે અનોખા પ્રકારની છે કે તેની અંદર એક ખાસ કેમેરા અને થર્મલ સ્કેનર બેસાડવામાં આવ્યા હોય છે જે 7 મીટરના પરિઘમાં પણ વ્યક્તિમાં કોરોના વાઈરસ છે કે નહીં એનો પતો લગાવે છે. આ સ્માર્ટ હેલ્મેટ વ્યક્તિના આખા શરીરને સ્કેન કરે છે. આ સ્માર્ટ હેલ્મેટનો ઉપયોગ વિદેશમાં પણ થઈ રહ્યો છે. ઈટાલી અને ચીનના એન્જિનીયરો-વૈજ્ઞાનિકોએ સાથે મળીને આ હેલ્મેટ્સ બનાવી છે. (તસવીરોઃ દીપક ધુરી)
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે અમેરિકા પછી વિશ્વમાં સૌથી વધુ કેસ ભારતમાં નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 28,701 નવા કેસ સામે આવ્યા છે અને 500 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા નવ લાખની નજીક પહોંચી ગઈ છે. દેશમાં સતત 11મા દિવસે કોરોના સંક્રમણના 20,000થી વધુ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 8,78,254 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 23,174 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 5,53,470 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,01,609એ પહોંચી છે. રિકવરી રેટ 63.01 ટકાથી વધુ થયો છે. પોઝિટિવિટી રેટ 13.09 ટકા છે.
વૈશ્વિક કોરોના મામલામાં ભારતીય દર્દીઓનો હિસ્સો વધતો જાય છે. સરેરાશ દરરોજ 100 કોરોના દર્દીઓમાંથી 12 ભારતીય હોય છે. પાછલા સપ્તાહે એ આંકડો 8.5 હતો, પણ જે હવે વધ્યો છે. દેશમાં દર્દીઓની સંખ્યા સતત વધતાં ઓક્સિજન સિલિન્ડરોની અછત થવા માંડી છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
નવી દિલ્હીઃ શું સચિન પાઇલટ જ્યોતિરાદિત્ય સિંધિયાના માર્ગે ચાલશે? ભાજપ રાજસ્થાનમાં મધ્ય પ્રદેશવાળી કરશે? સચિન પાઇલટે રાજસ્થાનમાં ખુલ્લેઆમ બળવો પોકાર્યો છે, જેથી રાજસ્થાનમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજ્યમાં હવે અશોક ગહેલોત સરકાર લઘુમતીમાં આવી ગઈ છે, કેમ કે પાઇલટે દાવો કર્યો છે કે તેમની પાસે આશરે 30 જેટલા વિધાનસભ્યો છે અને આ બધા વિધાનસભ્યો જયપુરથી બહાર છે.બીજી બાજુ મુખ્ય પ્રધાન અશોક ગહેલોત પોતાની સરકાર બચાવવામાં લાગ્યા છે. જોકે કોંગ્રેસના નેતા અવિનાશ પાંડેએ કહ્યું હતું કે 109 ધારાસભ્યોએ મુખ્ય પ્રધાનના સમર્થન પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. બળવાના તેવર જોતાં પાઇલટ આરપારની લડાઈના મૂડમાં
પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ તો સ્પષ્ટ કર્યું છે કે પાઇલટનાં તેવરો જોતાં તેઓ બળવાના માર્ગેથી પાછા ફરવાની આશા ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. બીજી બાજુ પાર્ટીનાં સૂત્રોએ કહ્યું હતું કે હાઇ કમાન્ડ પણ SOGની નોટિસને લઈને ગહેલોતનાં પગલાંથી સહમત નથી. જેથી હાઇ કમાન્ડે પાઇલટને વિશ્વાસ અપાવવાનો સંદેશ આપવા રાહુલના નજીકના નેતાઓ નિરીક્ષકોને જયપુર મોકલવાનો નિર્ણય કર્યો છે.
અવિનાશ પાંડે ભલે એમ કહે છે સરકાર પર કોઈ જોખમ નથી, પણ 16 કોંગ્રેસ અને ત્રણ નિર્દલીય વિધાનસભ્યો પાઇલટના સમર્થનમાં માનેસરની એક હોટલમાં આવવાથી સ્પષ્ટ થાય છે કે આ જંગમાં સચિન પાઇલટ આરપારની લડાઈના મૂડમાં છે.
પાઇલટે 30થી વધુ વિધાનસભ્યો હોવાનો દાવો કર્યો
પાઇલટે 30થી વધુ વિધાનસભ્યોના ટેકાનો દાવો કરતાં મુખ્ય પ્રધાન અશોક ગહેલોત સરકાર સામે રણશિંગું ફૂંકયું છે. કેટલાક નિદર્લીય વિધાનસભ્યોનું સમર્થન પ્રાપ્ત કર્યા પછી ગહેલોત સરકાર અલ્પ મત હોવાનો દાવો કર્યો છે.
કોંગ્રેસ સચિન પાઇલટને નહીં મનાવેઃ સૂત્ર
રાજસ્થાનના ઉપ મુખ્ય સચિન પાઇલટ અને તેમના સમર્થક વિધાનસભ્યો સવારે બેઠકમાં ભાગ નહીં લે કોંગ્રેસમાં તેમને કાઢી મૂકવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ સચિન પાઇલટને નહીં મનાવે. એની સાથે રાજસ્થાનના નવા પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ પાર્ટીના રઘુવીર મીણાને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે શક્યતા છે.
કોંગ્રેસે 10.30 કલાકે બેઠક બોલાવી
કોંગ્રેસે સવારે 10.30 કલાકે પાર્ટીની બેઠક બોલાવી છે. પાર્ટીએ વિધાનસભ્યોની આજે બોલાવેલી બેઠક માટે વ્હિપ જારી કર્યો છે. આ બેઠક કોઈ પણ વિધાનસભ્ય સામેલ નહીં થાય તો એ વિધાનસભ્યો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠકમાં ગહેલોત સરકારનું ભાવ નક્કી થઈ જાય એવી શક્યતા છે.
રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 બેઠકો
200 સભ્યોની રાજસ્થાન વિધાનસભામાં હાલ કોંગ્રેસ પાસે 107 અને ભાજપની પાસે 72 વિધાનસભ્યો છે.
સચિન ભાજપ અધ્યક્ષ સાથે બેઠક યોજે એવી શક્યતા
સૂત્રોના જણાવ્યા મુજબ સચિન પાઇલટે દિલ્હીમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાથી મુલાકાત કરે એવી શક્યતા છે. સચિન પાઇલટે ગઈ કાલે રાતે દિલ્હીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાથી મુલાકાત કરી હતી.
આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવી પણ બાબત રહેલી છે. અણધાર્યા નાણાકીયખર્ચ થાય તેવુ પણ બની શકે છે, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાત કે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.
તમારામા રહેલી ધીરજની થોડી પરીક્ષા થઈ શકે છે, તેમા તમારી થોડી મહેનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત અનુભવો, મિત્રોકે સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે થોડોક માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુનાકોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુ જ કામ કરવુ સારુ, લગ્નબાબતની વાતચીત કે મિલનમુલાકાતમા વ્યવહારુ અભિગમ અપનાવો ઇચ્છનીય છે.
આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથસહકાર પણ સારો મળી શકે છે જેમા તમને તમારા કામના અધિરાપણાનુ ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમા કે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વાક્જ કામ કરવુ જોઈએ.
તમારામા કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.
નાનીનાની વાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન તમારામા જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીયકે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ થઈ શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.
જાહેરપ્રસંગમા તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમા અન્યનો સારો સાથસહકાર મળી શકે છે, તમારા ધારેલા કામમા તમે ગણતરી અને મહેનત કરોતો સારુ ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો વાર્તાલાપ અને મિલનમુલાકાતમા તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવુ કે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રાપ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને કઈ સારુ કરવાની લાગણી જન્મી શકે છે, આયોજનપૂર્વક કામ કરોતો લાભ પણ થઈ શકે છે.
વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે, કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.
અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.
આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.
વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.
સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.