Home Blog Page 4766

રાશિ ભવિષ્ય 15/06 થી 21/06/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમારા મગજ માં વધુ વિચારો માનસિક થાકની લાગણી અને કામ ટાળવાની વૃતિ જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ કે વાદ વિવાદ ની સંભાવના બની શકે.નાની નાની વાત માં ગુસ્સો ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરી માં તકેદારી રાખવી જરૂરી છે. બજાર માં કામકાજ કરતી વખતે કામ માં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લાવ્યા ની લાગણી નો અનુભવ થયા કરે. કોઈને વણમાંગી સલાહ સુચન ના આપવી.


લાગણીશીલ બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવ માં કોઈના કામ માં સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામાં,સગા સ્નેહીમી તમે મજાક કરવાની વૃતિ વાળા બનો. જૂની ઓળખાણ કે જૂની યાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે.બજાર ના કામકાજ માં ઉત્સાહ ને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકેછે. નવી નોકરી કે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય.


સપ્તાહ દરમિયાન ક્યારેય વાણી વિલાસના થાય તેનું દયાન રાખવું ઇચ્છનીય છે. ધરમાં કે કુટુંબ માં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજ માં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યા એ આકસ્મિક ખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્ય બાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. બજાર ના કામકાજ માં ધીરજ અને અનુભવ થી કામકાજ કરવું અન્ય ની વાત માં દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે.


મિલન મુલાકાત કે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામ ની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભ ની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબ કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમાં તમારી હાજરીનું વર્ચસ્વ પણ દેખાય.બજારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાની વૃતિ જાગે. યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારી કે વાત સાભાળવા મળે તેમજ મિત્રવર્તુળમાંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે.


સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક ને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારોની માયાજાળમા ફસાયેલા રહો. કોઇની વાતને કારણે કોઈના પર ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનશીક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મનપરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો.


મનની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગીની વાત જાણે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને. ધાર્મિક ભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિક કે ધાર્મિકકાર્યમાં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, બજારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે. ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદની લાગણી અનુભવી શકે છે.


વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભ ના કે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઉભા થઇ શકે છે. લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાની સંભાવના રહેલી છે,  જૂની વાત ક્યાય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવામાં આવે તો નસીબ જોગ સંજોગ પણ સાથ આપી શકે છે. બજારના કામકાજમાં ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા સંભવિત બની શકે છે.


જાહેર જીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈની લાગણી ના દુભાય કે કોઈના  ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જુના ક્યાય ઘરમાં કે નજીકના સગાસ્નેહીમાં કોઈ અણબનાવ કે મનદુઃખ થયું હોય તો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. બજારના કામકાજમા તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામ માં સારી ઉપસી આવે.નવીન કાર્ય કરવા માં તમને અન્ય નો સાથ સહકાર કે માર્ગ દર્શન સારું મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ વધી શકે છે.


ધીરજ નો અભાવ અને અધીરા પણું વધુ જોવા મળી શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબત થી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી ખોટીવાતમા દોરવાઈ ના જવાય. બજારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. સલાહ, ઠપકો કે કઈપણ પ્રકારનું માર્ગદર્શન કોઈ ને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમાં તેને કોઈ ગેરસમજ ના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટ શબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહ પૂર્વક વર્તવા થી ઘણી શાંતિ અને સરળતા રહી શકે છે.


યાત્રા કે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિક ભાવના, વધુ જાગે લોકકલ્યાણના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે. બજારના કામકાજમાં લાભની કોઈવાત સંભવિત બની શકે છે. લગ્ન માટેની વાતચીત ગોઠવવી અને તેમાં મિલનમુલાકાત કરવી તેમાં કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનાર વર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે.


કામકાજમાં વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો. કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસ થી કામમાં રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે. બજારમાં કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવાની સંભાવના રહેલી છે માટે “ ઓછું બોલવું વધુ સંભાળવું “ ની નીતિ અપનાવી વધુ યોગ્ય છે.


સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે. મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે તમારી કોઈ ગમતી વાત સાંભળવા કે રજુ કરવાની તક મળી શકે છે. બજારના કામકાજમાં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસનું આયોજન સંભવિત બની શકે છે.  પેટ,અપચા ની તકલીફ સંભવિત છે, વડીલવર્ગ ને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિક કે ધાર્મિક કામકાજ માં જોડવા ની વૃતિ વધુ જાગે, કોઈ પ્રવૃત્તિ માં અન્ય નો સાથ સહકાર મળી શકે છે.

રાશિ ભવિષ્ય 15/06/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિક ખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.


આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.


આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકસ્મિક નાણાંકીય ખર્ચ આવી શકે છે, મિલન મુલાકાત કે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

પંચાંગ: 15/06/2020

Chitralekha Marathi – June 22, 2020

PDF Version
This post is only available to members.

ગુજરાતમાં ભૂકંપનો જોરદાર આંચકો લાગ્યો; 5.8ની તીવ્રતા

અમદાવાદઃ આજે રાતે 8.13 વાગ્યાના સુમારે ગુજરાતના અનેક ભાગોમાં ધરતીકંપનો તીવ્ર આંચકો લાગ્યો હતો.

અમદાવાદ, રાજકોટ, મોરબી, કચ્છ સહિત અનેક વિસ્તારોમાંથી લોકોએ એમણે ધરતીકંપના આંચકાનો અનુભવ કર્યાની સોશિયલ મિડિયા પર જાણ કરી હતી.

જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં પણ લોકોએ ધરતીકંપની તીવ્રતાનો અનુભવ કર્યો હતો.

ઘણા સ્થળે બહુમાળી મકાનોમાં રહેતા લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી આવ્યા હતા.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા મુજબ, ધરતીકંપના આંચકાની તીવ્રતા 5.8 હતી.

ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટ શહેરથી 122 કિ.મી. ઉત્તર-ઉત્તરપશ્ચિમ બાજુએ, કચ્છ જિલ્લાના ભચાઉ શહેરથી લગભગ 9 કિ.મી. દૂરના સ્થળે ધરતીની સપાટીથી 10 કિ.મી. ઊંડે હોવાનું માલૂમ પડ્યું હતું. ભૂકંપનો તે આંચકો ગુજરાતમાં અનેક સ્થળોએ લાગ્યો હતો.

ધરતી લગભગ ચારેક સેકંડ સુધી ધ્રૂજતી રહી હતી એવું અમુક લોકોનું કહેવું છે. સદ્દભાગ્યે ક્યાંય કોઈ જાનહાનિ થયાના કે મિલકતને નુકસાન થયાનો અહેવાલ નથી.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં આવેલા ભૂકંપના આંચકાઓને પગલે રાજકોટ કચ્છ અને પાટણ જીલ્લાના કલેકટરો સાથે રાતે ટેલિફોન તાત્કાલિક વાતચીત કરી હતી અને ત્યાંની પરિસ્થતિની જાણકારી મેળવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનાથી રાષ્ટ્રીય પાટનગર દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં 12 જેટલા ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે.

એક તરફ કોરોના વાઈરસના ફેલાવાથી બચવાને કારણે લોકોને એમના ઘરમાં જ રહેવાની સૂચના છે તેવામાં ભૂકંપના આંચકાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે.

2001ની 26 જાન્યુઆરીએ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલો ભયાનક ભૂકંપ 6.9ની તીવ્રતાનો હતો અને તે 100થી થોડીક વધારે સેકંડ સુધી ચાલ્યો હતો.

બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનું અકાળે મોત…

હિન્દી ફિલ્મોના ટેલેન્ટેડ તથા 34 વર્ષના યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અકાળે મોતથી બોલીવૂડ તથા સ્પોર્ટ્સ જગતમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. સુશાંત સિંહ 14 જૂન, રવિવારે મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)માં એના ઘરમાં લટકતી હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. એના ઘરનોકરે તેને લટકતી હાલતમાં જોયા બાદ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે. એમને ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસોએ સુશાંતના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

પટનામાં, સુશાંત સિંહ રાજપૂતના સગાસંંબંધીઓ શોક વ્યક્ત કરવા એકત્ર થયા હતા તે વેળાની તસવીર. સુશાંત સિંહ મૂળ પટનાનો હતો. 2002માં એની માતાનું નિધન થયું હતું. એની એક બહેન મીતુ સિંહ ક્રિકેટર છે.

યુરોપના ઘણા દેશોએ સરહદો ખોલી; અમેરિકન, એશિયનો માટે નહીં

બર્લિનઃ કોરોના વાઈરસ મહાબીમારીનો ફેલાવો રોકવા 3 મહિનાથી લાગુ કરેલા લોકડાઉનને ધીમે ધીમે હળવું કર્યા બાદ યુરોપના દેશોએ એકદમ નવી વાસ્તવિક્તા તરફ એક મોટું ડગલું ભર્યું છે અને સાથી યુરોપીયનો માટે એમની સરહદો ખોલી દીધી છે. તે છતાં આ નિર્ણયમાં પારદર્શકતા નથી, કારણ કે અમેરિકન નાગરિકો તથા એશિયન લોકો માટે આ છૂટ હમણા લાગુ કરાઈ નથી.

યુરોપના લોકોને ઉનાળાનું વેકેશન માણવું બહુ ગમે છે, પરંતુ પ્રવાસની પરવાનગીનો લાભ કેટલા લોકો લેશે એ કહી શકાય એમ નથી.

અમેરિકા, એશિયા, લેટિન અમેરિકા તથા મધ્યપૂર્વના દેશોનાં પર્યટકોને હજી યુરોપમાં આ છૂટ આપવામાં આવી નથી.

યુરોપીયન યુનિયને ભલામણ કરી છે કે યુરોપ ખંડના દેશોએ શક્ય એટલું ઝડપથી, બની શકે તો સોમવારથી જ આપસની સરહદો ખોલી દેવી.

આને પગલે ઘણા દેશોએ તેમ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે દરેક દેશ માટે જુદા જુદા નિયમો રહેશે.

મુંબઈની નાયર હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત 300 માતાઓની સુખરૂપ પ્રસૂતિ થઈ

મુંબઈઃ અત્રેના મુંબઈ સેન્ટ્રલ ઉપનગરના પૂર્વ ભાગમાં આવેલી મહાનગરપાલિકા હસ્તકની બી.વાય.એલ. નાયર ચેરિટેબલ હોસ્પિટલમાં પ્રસૂતિશાસ્ત્ર વિભાગ, નવજાત શિશુ અને બાળરોગ ચિકિત્સા વિભાગ તથા ભૂલશાસ્ત્ર વિભાગ – આ ત્રણેય વિભાગના સુયોગ્ય સમન્વયને કારણે અત્યાર સુધીમાં કુલ એવી 302 માતાઓની સુખરૂપ પ્રસૂતિ કરવામાં આવી છે જે તમામ માતાઓ કોરોનાવાઈરસથી પીડિત હતી. આ માતાઓથી જન્મેલા 11 બાળકોને પણ કોરોના થયો હતો, પરંતુ યોગ્ય ઉપચારને કારણે તમામ બાળકો પણ એમની માતાઓની સાથે કોરોનામુક્ત થઈ ગયા છે.

ઝી મરાઠીના અહેવાલ અનુસાર, નાયર હોસ્પિટલમાં 14 એપ્રિલ, 2020ના રોજ પ્રથમ કોરોના-ગ્રસ્ત માતાની સુખરૂપ પ્રસૂતિ કરવામાં આવી હતી. ત્યારબાદ છેલ્લા બે મહિનાના સમયગાળામાં આ હોસ્પિટલમાં કુલ 302 કોરોનાપીડિત ગર્ભવતી સ્ત્રીઓની સુખરૂપ ડિલીવરી કરવામાં આવી છે.

કુલ પ્રસૂતિઓમાં ત્રણ સ્ત્રીને ટ્વિન્સ બાળકો પેદા થયા છે. આમ, હોસ્પિટલમાં કુલ 306 બાળકોએ જન્મ લીધો છે, એમ નવજાત શિશુ અને બાળરોગ ચિકિત્સા વિભાગનાં વડાં ડો. સુષમા મલિક, પ્રસૂતિશાસ્ત્ર વિભાગનાં વડા ડો. નીરજ મહાજન અને ભૂલશાસ્ત્ર વિભાગનાં વડાં ડો. ચારુલતા દેશપાંડેએ આ માહિતી આપી હતી.

હોસ્પિટલમાં ડોક્ટરો, નર્સ, વોર્ડબોય એ સહુ પીપીઈ કિટ પહેરીને દિવસ-રાત મહેનત કરતા રહ્યા છે. કોરોના ચેપનું સતત જોખમ હોવા છતાં આ તમામ સ્વાસ્થ્યકર્મીઓએ ગર્ભવતી સ્ત્રીઓની સંપૂર્ણપણે કાળજી લીધી હતી. તેમજ એમનાં બાળકોને પણ જગતમાં આગમન તંદુરસ્તીસભર રહે એની પણ પૂરી તકેદારી રાખી હતી.

આ હોસ્પિટલના આ ત્રણેય વિભાગના અનેક ડોક્ટર, નર્સ, વોર્ડબોય છેલ્લા બે મહિનાથી એમનાં ઘેર ગયા નથી અને હોસ્પિટલમાં જ રહીને અથાગ રીતે કામ કરી રહ્યાં છે. આવા 75 જેટલા સ્વાસ્થ્યપ્રેમીઓમાંના કેટલાકના નામ છેઃ ડો. અરુંધતી તિળવે, ડો. ચૈતન્ય ગાયકવાડ, ડો. અંકિતા પાંડે, નર્સ સિસ્ટર રૂબી જેમ્સ, સિસ્ટર સુશિલા લોકે, સિસ્ટર રેશમા ટંડેલ, ડો. પૂનમ વાડે, ડો. સંતોષ કોંડેકર, નર્સ સીમા ચવ્હાણ, નર્સ રોઝલીન ડિસોઝા.

હોસ્પિટલના ડીન ડો. મોહન જોશી તથા સ્પેશિયલ કોવિડ વિભાગના કોઓર્ડિનેટર ડો. સારિકા પાટીલ અને ડો. સુરભી રાઠીએ આ ત્રણેય વિભાગના તમામ સ્વાસ્થ્યકર્મીઓની મહેનતની પ્રશંસા કરી છે અને એમને અભિનંદન આપ્યા છે.

સુશાંત સિંહ રાજપૂતનું અકાળે મોતઃ બોલીવૂડ, રમતવીરો શોકમાં ગરકાવ

મુંબઈઃ ફૂટડા યુવા બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કથિતપણે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કર્યાના સમાચારે સનસનાટી ફેલાવી દીધી છે. ખાસ કરીને બોલીવૂડમાં અને દેશની ખેલકૂદ હસ્તીઓમાં ગમગીની છવાઈ ગઈ છે.

‘ધોની’ ફિલ્મમાં ટાઈટલ ભૂમિકા કરનાર સુશાંત સિંહની અકાળે એક્ઝિટના સમાચાર જાણ્યા બાદ કેટલાક ફિલ્મી અને ખેલકૂદ સિતારાઓએ ટ્વિટર ઉપર શોક વ્યક્ત કર્યો છે.

અક્ષય કુમાર, રિચા ચઢ્ઢા, સંજય સુરી, રિતેશ દેશમુખ, મનોજ જોશી, ઉર્મિલા માતોંડકરે ટ્વીટ કરીને સુશાંતના મૃત્યુ અંગે દુઃખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી છે.

આ છે કેટલાક ટ્વીટ્સઃ

‘ધોની’ ફિલ્મમાં સુશાંતની હિરોઈન બનનાર દિશા પટનીએ પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તે ફિલ્મમાં સુશાંત સાથેની પોતાની તસવીર પોસ્ટ કરી છે. એની સાથે કેપ્શન તરીકે એણે કશું જ લખ્યું નથી, જે દર્શાવે તે સુશાંતના મૃત્યુને કારણે દિશા દિગ્મૂઢ થઈ ગઈ છે.

ખેલકૂદ ક્ષેત્રની વ્યક્તિઓમાં, ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ, બેડમિન્ટન ચેમ્પિયન સાઈના નેહવાલ, ભૂતપૂર્વ ક્રિકેટરો વિરેન્દર સેહવાગ, મોહમ્મદ કૈફ અને વર્તમાન ક્રિકેટર કૃણાલ પંડ્યાએ પણ ટ્વિટર ઉપર શોકસંદેશો પોસ્ટ કર્યો છે. ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ્સ વિજેતા સાનિયા મિર્ઝાએ પણ દર્દભર્યું ટ્વીટ લખ્યું છે.

બાદમાં સમાચાર આવ્યા હતા કે સુશાંત સિંહના ઘરમાં તપાસ કરનાર પોલીસને સુશાંતના ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

ભગવાન જગન્નાથના મુગટ-વાઘા માટેની તૈયારીઓનો આરંભ

અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાંથી નીકળનાર આગામી વાર્ષિક રથયાત્રા માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ જે મુગટ અને વાઘા પહેરે છે એની તૈયારી પણ થઇ રહી છે.

શહેરના શાહપુર વિસ્તારમાં રહેતા સુનીલભાઈ સોની (વાઘાવાળા) ભગવાન જગન્નાથના મુગટ અને વાઘા તૈયાર કરે છે.

અઢાર વર્ષથી રથયાત્રા દરમિયાન સુનીલભાઈ ભગવાન જગન્નાથના વાઘા તૈયાર કરે છે.

સુનિલ ભાઈ ‘ચિત્રલેખા. કોમ’ને કહે છે, ‘મહંત દિલીપદાસજી પહેલાના મહંતના સમયથી મુગટ-વાઘા તૈયાર કરીએ છીએ. અઢાર વર્ષ પહેલા એકવાર સ્વામિનારાયણ મંદિર માટે કામ કર્યું હતું. સૌને મારું કામ ગમ્યું હતું.  એ પછી એક હરિભક્ત મને જગન્નાથ મંદિરે લઇ ગયા અને ત્યારબાદ અહીં બનાવેલા વાઘા-મુગટથી ભગવાન જગન્નાથને રથયાત્રા દરમિયાન તૈયાર કરવામાં આવે છે.’

આ વર્ષે કોરોના વાઈરસ મહાબીમારીની આફત વચ્ચે રથયાત્રા કેવી રીતે નીકળશે એ હજુ નક્કી નથી,  પરંતુ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)