રાશિ ભવિષ્ય 14/06/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે.
આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં વધુ ધ્યાન રાખવું યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય, તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય.
આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય.
આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે, ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે.
આત્મનિર્ભર ભારતઃ બે દિવ્યાંગ યુવાઓની હિંમત અને સફળતાની વાત
ગોંડાઃ ઉત્તર પ્રદેશના ગૌંડાના બે દિવ્યાંગ યુવાઓની હિંમત અને સફળતાની ચર્ચા આખા વિસ્તારમાં થઈ રહી છે. તેમણે તેમના જેવા અન્ય સાથીઓ માટે કંઈ કરવાની ખેવનાથી બે મહિના પહેલાં નમકીનની ફેકટરી ખોલી. તેમની જેમ પગથી લાચાર 70 દિવ્યાંગો આજે તેમના પગ પર ઊભા છે. આટલું જ નહીં, આ દિવ્યાંગોની સફળતા એ છે કે લોકડાઉનમાં બેરોજગાર થઈને ઘરે પાછા ફરેલા 31 પ્રવાસી મજૂરોને પણ રોજગાર આપવાનું કામ કર્યું છે. 
સ્નેકસનું પેકેજિંગ અને સપ્લાયનું કામ સંપૂર્ણ રીતે આ દિવ્યાંગોની જવાબદારી
દીપક સ્નેક્સ નામના વેપારમાં નમકીન, સ્નેકસનું પેકેજિંગ અને સપ્લાયનું કામ સંપૂર્ણ રીતે આ દિવ્યાંગોની જવાબદારી છે. આત્મબોધ સંસ્થા દ્વારા દિવ્યાંગોના કલ્યાણ માટે લાંબા સમયથી પ્રયાસરત દીપકે ભૂતકાળમાં પ્રયાસો દ્વારા ગૌંડા અને વસતિના જે સાથીઓને ટ્રાઇસિકલ અપાવી હતી, આજે એનાથી તેઓ નમકીનની સપ્લાય કરે છે. ઉત્પાદનોની ગુણવત્તા સારી હોવાને કારણે ઝડપથી બજારમાં જગ્યા બનાવવામાં સફળતા મેળવી છે.
લોકોનો દ્રષ્ટિકોણ બદલાયો
નારાયણ ટેપરા ગામમાં રહેતા મુકેશ સિંહ બંને પગથી દિવ્યાંગ છે. તેણે જણાવ્યું હતું કે ઘરના સભ્યો તેને બોજ માનતા હતા. બેટરીવાળી ટ્રાઇસિકલ દીપકે જ અપાવી હતી. ત્યાર બાદ નમકીનથી કામ જોડાવાનો પ્રસ્તાવ કર્યો. જ્યારે પહેલા દિવસે સ્નેક્સ વેચીને રૂ. 100ની કમાણી કરીને ઘરે ગયો તો લોકોના વલણમાં બદલાવ આવ્યો હતો. હવે પ્રતિ દિન ઘરવાળા સાંજે તેના ઘરે પાછા ફરવાની રાહ જુએ છે. દિવ્યાંગ રમેશ ચૌરસિયા પણ આ રીતે પ્રતિ દિન રૂ. 300-400ની કમાણી કરી રહ્યો છે.
દિવ્યાંગો માટે નમકીન ફેક્ટરીનો આઇડિયા આવ્યો
સમાજસેવાથી જોડાયેલા છપિયા બ્લોકના મિરઝાપુર ગામના વતની દીપક તિવારી જણાવે છે કે લોકડાઉનમાં કેટલાક પ્રવાસી મજૂરોને કરિયાણું આપ્યું. ત્યાર બાદ માલૂમ પડ્યું કે કેટલાક એ વેચીને દારૂ પી લીધો. ત્યારે થયું કે આવી મદદ કરવા કરતાં જરૂરિયાતવાળાને નક્કર મદદ કરવી જોઈએ. એપ્રિલમાં રેલવેના પાટા પર ધંધો કરતા ફેરિયાને છૂટ મળી તો દિવ્યાંગો માટે નમકીન ફેક્ટરીનો આઇડિયા આવ્યો અને કામ શરૂ થઈ ગયું. આના માટે અરવિંદ ગુપ્તા જેવા 31 પ્રવાસી મજૂરોને કામ આપવામાં આવ્યું.

પ્રચાર માટે ફેસબુક પેજ
દીપકે દ્વારા કંપનીના નમકીનનો પ્રચાર માટે દીપક સ્નેક્સ લિમિટેડના નામે એક ફેસબુક પેજ બનાવ્યું. આ પેજ માત્ર કંપનીનું બ્રાન્ડિંગ જ નહીં, પણ દિવ્યાંગોને સશક્ત બનાવવાનું કાર્ય પણ કરી રહ્યું છે.
સતત પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો વાજબી કે પ્રજાની લૂંટ?
ગાંધીનગર: કોરોના સામે જંગે ચડેલા દેશમાં પણ સરકાર પાછલા બારણે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો કરી નાગરિકોના ખિસ્સા ઢીલા કરવામાં પડી છે એવો આરોપ આજે કોંગ્રેસે અનેક આંકડાઓ જાહેર કરીને કર્યો છે.

૨૦૧૪-૧૫ થી ૨૦૧૯-૨૦ સુધીનાં ૬ વર્ષમાં ૧૨ વખત પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધારાને લીધે આશરે ૧૭ લાખ કરોડ રૂપિયાની ભરપાઈ લોકોએ વધારાની કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિમતમાં સતત ઘટાડો થતો હોવા છતાં દેશના નાગરીકો પાસથી પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ વસુલવામાં આવ્યા છે એ વિવાદાસ્પદ છે. અત્યારે વિશ્વ આખામાં કાચા તેલનો ભાવ સૌથી નીચા સ્તરે છે છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં જ સાત વખત પેટ્રોલ-ડીઝલમાં આકરો ભાવ વધારો થયો છે.
વર્ષ ૨૦૧૪ના મે મહિનામાં પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂ.૭૧.૪૧ હતો જે આજે ૭૫.૧૬ પ્રતિ લીટર થયો છે, પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી વર્ષ ૨૦૧૪ મેં મહિનામાં રૂ ૯.૨૦ પ્રતિ લીટર હતી જેમાં અધધ વધારા સાથે આજે રૂ. ૩૨.૯૮ પ્રતિ લીટર થયો છે, બીજી બાજુ વર્ષ ૨૦૧૪ મેમાં ક્રૂડ તેલનો ભાવ $ ૧૦૬.૮૫ પ્રતિ બેરલ હતો જે આજે માત્ર $ ૩૮ પ્રતિ બેરલ છે. તેમ છતાં આનો લાભ જનતાને મળ્યો નથી. ઉલ્ટાનું સરકારે ૪ માર્ચ ૨૦૨૦થી પેટ્રોલ ડીઝલમાં ૩ રૂપિયા ટેક્સ વધારી દીધો છે. ત્યારબાદ મેં મહિનામાં પેટ્રોલ-ડીઝલમાં ક્રમશ 10 રૂપિયા અને ૧૩ જેટલો વધારો કરી માત્ર ૪૮ દિવસોમાં ભાજપ સરકારે ૧૬ રૂપિયા ડીઝલ પર અને ૧૩ રૂપિયા પેટ્રોલ પર વધારીને વાર્ષિક ૧૬૦, ૦૦૦ કરોડ રૂપિયા નાગરીકો પાસેથી વસૂલ્યા છે એનો કોઈ ખુલાસો સરકાર પાસેથી મળ્યો નથી કે આ વાજબી પગલાં છે કે ઊઘાડી લૂંટ?
2014માં પેટ્રોલ 71.41 રૂપિયા હતું, જેના પર પ્રતિ બેરલ એક્સાઈઝ ડ્યુટી 9,20,106.85 ડૉલર હતી અને ટેક્સ 23.50 ડૉલર હતો. જે અત્યારે 75.16ના ભાવ પર 32.98 એક્સાઈઝ ડ્યુટી અને ડિઝલ પર એ જ ક્રમમાં 71.41 રૂપિયા હતા ત્યારે 3.56 એક્સાઈઝ ડ્યુટી અને 38 ડૉલરનો ટેક્સ છે.
પેટ્રોલ-ડીઝલ પર વધુ ટેક્સથી આમ આદમી પર બોજઃ સિબ્બલ
નવી દિલ્હીઃ કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સના વધારાને લઈને કેન્દ્ર સરકાર પર જોરદાર હુમલો કર્યો હતો. ટેક્સમાં વધારાને કારણે આમ આદમી પર વધુ બોજ નાખવાનો આરોપ લગાડતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે દાવો કર્યો હતો કે કોરોના સંકટના સમયે પણ ભારતમાં પેટ્રોલ પર ટેક્સ વિશ્વમાં સૌથી વધુ 69 ટકા (બંગલાદેશ પછી) છે અને સરકાર સામાન્યજનને કોઈ રાહત આપી નથી રહી. સરકારે પેટ્રોલની કિંમતોમાં આજે પ્રતિ લિટરે 59 પૈસા અને ડીઝલની કિંમતોમાં 58 પૈસા પ્રતિ લિટરે વધારો કર્યો હતો. કિંમતોની સમીક્ષા 82 દિવસો સુધી સ્થગિત રહ્યા પછી સતત સાતમા દિવસે પેટ્રોલ-ડીઝલ મોંઘાં થયાં છે. 
ક્રૂડની કિંમતમાં ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે એક મે, 2014એ દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ. 71.41 હતી, જ્યારે વૈશ્વિક માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમત રૂ. 106.85 હતી, જ્યારે 12 જૂન, 2020એ પેટ્રોલની કિંમત રૂ. 75.16 હતી, ત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમત 38 ડોલર હતી.
ભારતમાં આ ટેક્સ 69 ટકા છે, જે વિશ્વમાં સૌથી વધુ
તેમણે જણાવ્યું હતું કે કિંમતોમાં ઉછાળાથી કેન્દ્ર સરકારને 270 ટકા ટેક્સમાં લાભ મળ્યો છે. આ સિવાય ડીઝલમાં 256 ટકા વધારો થયો છે. તેમણે કહ્યું હતું કે અમેરિકામા ઇંધણ પર ટેક્સ 19 ટકા, જાપાનમાં 47 ટકા, બ્રિટનમાં 62 ટકા, ફ્રાંસમાં 63 ટકા અને જર્મનીમાં 65 ટકા ટેક્સ છે, જ્યારે ભારતમાં આ ટેક્સ 69 ટકા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.

સરકાર પોતાનો ખજાનો ભરે છે
તેમણે દાવો કર્યો હતો કે સરકાર પોતાનો ખજાનો ભરી રહી છે, પણ બોજ આમ આદમી પર પડી રહ્યો છે. સિબ્બલના જણાવ્યા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે, જેથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકાર નિષ્ફળ અને નકામી છે.
દેશની આર્થિક સ્થિતિ વિશે યોગ્ય માહિતી નહીં
તેમણે દાવો કર્યો હતો કે વડા પ્રધાન અને નાણાપ્રધાનને દેશની આર્થિક સ્થિતિ વિશે યોગ્ય માહિતી નથી. એટલા માટે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધારવામાં આવી રહી છે અને સરકાર પાસે આવકનું બીજું કોઈ સાધન નથી.
નેપાળની સંસદે વિવાદિત નક્શાને આપી મંજૂરી,ભારતના ત્રણ ક્ષેત્રોનો પોતાનામાં દર્શાવ્યા
નેપાળની સંસદે શનિવારે બંધારણીય સુધારાને મંજૂરી આપી દીધી છે. આ સુધારાને મંજૂરી મળતાની સાથે જ નેપાળના નવા નકશાને પણ બંધારણીય માન્યતા મળી ગઈ છે. આ નકશામાં નેપાળના ભાગ રૂપે ભારતના ત્રણ ક્ષેત્રો, લિપીયાધુરા, કાલાપાની અને લિપુલેખનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રસ્તાવને નેપાળની સંસદમાં મોજૂદ 258 સભ્યોએ મંજૂરી આપી દીધી છે. આ બંધારણ સુધારા વિધેયકને રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીની સંમતિ માટે મોકલવામાં આવશે, તેમના હસ્તાક્ષર બાદ તે કાયદો બનશે.
નેપાળના નવા નકશા પર ભારતે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો. ભારતે ૨૦ મેના રોજ તેને ફગાવી દીધો હતો.૧૧ જૂનના રોજ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે તેની સાથે જોડાયેલા સવાલો અને કાઠમંડુમાં કોઈપણ પ્રકારની વાતચીતને આડે હાથ લેતા કહ્યું હતું કે, અમે આ મુદે પોતાની વાત સ્પષ્ટપણે કહી ચૂક્યા છીએ અને ભારત સાથે નેપાળની સભ્યતા, સાંસ્કૃતિક અને મૈત્રીપૂર્ણ સંબંધોની વાત કરી હતી.
નેપાળે 18 મેએ એક નવો નક્શો જારી કર્યો, જેમાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને પોતાનો ભાગ દર્શાવ્યો હતો. આ પગલાથી ભારત અને નેપાળની દોસ્તીમાં વિખવાદ શરૂ થઈ ગયો હતો. ભારતે સતત તેનો વિરોધ કર્યો.
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ આ ચાર પ્રકારના લોકોએ ના કરવો જોઈએ…જાણો કેમ?
નવી દિલ્હીઃ જ્યારે પાસે પૈસા ના હોય અને કોઈ સગાંવહાલાં પાસે હાથ લાંબો ના કરવો હોય અને રોકડની સમસ્યા ઊભી થાય તો ક્રેડિટ કાર્ડ મહત્ત્વનો રોલ અદા કરે છે. જોકે ક્રેડિટ કાર્ડ પર બહુ ઊંચા વ્યાજદરો લાગુ થાય છે, પણ સંકટ સમયે ક્રેડિટ કાર્ડ સૌથી સારો મિત્ર સાબિત થાય છે. જોકે ક્રેડિટ કાર્ડોનો યોગ્ય ઉપયોગ ના કરવામાં આવે તો ક્રેડિટ સ્કોર મોટાં દેવાંમાં ધકેલી દે છે. 
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સતર્ક રહીને કરવો
નિષ્ણાતો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા સમયે લોકોને બહુ સતર્ક રહેવાની ચેતવણી આપે છે. આ એ લોકો માટે જે પોતાના નાણાં માટે બહુ સાવધાની નથી રાખતા અથવા જેની પાસે પૈસાનો વહીવટ કકરવામાં આવડત નથી. આ લોકો સરળતાથી દેવાંની જાળમાં ફસાઈ જાય છે. એટલે અમે તમંને કેટલાક એવા લોકો વિશે જણાવીએ છીએ કે જેમણે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ.
1 ઉત્સાહમાં આવીને આડેધડ ખરીદી
આ પ્રકારના લોકો અકારણ અને ફાલતુ ખર્ચ કરે છે. તેમના ખર્ચ કરવાની પેટર્નને લીધે તેઓ કાર્ડની લિમિટ કરતાં વધુ ખર્ચ કરે છે. આ તેમના માટે સારી બાબત નથી, કેમ કે બેન્ક આ લોકોને સમજે છે કે આવા લોકો ક્રેડિટના ભૂખ્યા હોય છે અને ક્રેડિટ સ્કોર નીચે ચાલ્યો જતો હોય છે. એટલા માટે જ્યારે ભવિષ્યમાં આ પ્રકારના લોકો કોઈ પણ ક્રેડિટ માટે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરે છે, ત્યારે તેમની અરજીને નકારવા એવી સંભાવના ઘણી વધુ છે.

2 તારીખ પછી બિલની ચુકવણી
અમુક લોકો ક્રેડિટ કાર્ડનાં બિલની ચુકવણી નિયત તારીખે કરવાનો આગ્રહ કરતા હોય છે અથવા એ તારીખ વીતી ગયા પછી ચુકવણી કરતા હોય છે. આમ સમયમર્યાદા પછી ચુકવણી કરવાથી દંડની સાથે ઊંચું વ્યાજ લાગે છે. જેથી ક્રેડિટ રિપોર્ટ ખરાબ કરી શકે છે. એટલે તમે બિલ ચુકવણી કરવામાં સમર્થ ના હો તો ક્રેડિટ કાર્ડ રાખવાથી બચો.
3 ક્રેડિટ કાર્ડનો રોજેરોજ ઉપયોગ
જે લોકો તેમના દૈનિક ખર્ચ માટે પોતાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે, તેઓ દેવાંની જાળમાં સપડાઈ જાય છે અને આ સિલસિલો ચાલ્યા કરે છે. ક્રેડિટ કાર્ડ પ્રતિ મહિને બેથી ચાર ટકાનું ઊંચું વ્યાજ વસૂલે છે.

4 ક્રેડિટ કાર્ડનો ક્યારેક ઉપયોગ
એવી ઘણા લોકો છે, જેમની પાસે એકથી વધુ ક્રેડિટ કાર્ડ છે, પરંતુ તેઓ એનો ઉપયોગ ક્યારેક જ કરે છે. જેમ ક્રેડિટ કાર્ડનો વધુ ઉપયોગ ક્રેડિટ સ્કોરને બાધિત કરે છે, તેમ ક્રેડિટ કાર્ડ હોવા છતાં એનો ઓછો ઉપયોગ એનો ઉદ્દેશ ખતમ કરે છે. જો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સમજીવિચારીને ના કરવામાં આવે તો એનો અર્થ એ થાય કે કાર્ડધારક પોતાના કાર્ડનો પૂરો ઉપયોગ નથી કરી રહ્યો.
કોરોનાનું સંક્રમણ રોકવા સાઇકલ જેવાં વાહનોને પ્રોત્સાહન આપોઃ મંત્રાલય
નવી દિલ્હીઃ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી દરમ્યાન લોકો દ્વારા પરિવહનનાં ખાનગી વાહનોના ઉપયોગને પ્રાથમિકતા આપે એ માટે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોને લગતા મંત્રાલયે રાજ્યોને સલાહ આપી કે એ સંક્રમણને રોકવા માટે સાઇકલ જેવા બિન-મોટર (એન્જિન વગરનાં) વાહનોને પ્રોત્સાહનો આપે. મંત્રાલયે રાજ્યોને જાહેર પરિવહન વાહનોમાં રોકડ રહિત ટેક્નિક લાગુ કરવાના પણ નિર્દેશ આપ્યા છે.
સાઇકલસવારો માટે 40 માઇલ લાંબો નવા માર્ગ
મંત્રાલયે કોરોના વાઇરસ સંકટની વચ્ચે બિન-મોટર ચાલિત પરિવહનને પ્રોત્સાહન આપતાં વિશ્વનાં શહેરોનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે અમેરિકાના ન્યુ યોર્કે સાઇકલસવારો માટે 40 માઇલ લાંબા નવા માર્ગ બનાવ્યા છે અને ઓકલેન્ડે 10 ટકા ગલીઓને મોટર વાહનો માટે બંધ કરી દીધી છે. કોલંબિયાના બોગોટાએ તાત્કાલિક સ્વરૂપે 76 કિલોમીટર વધારાનો સાઇકલ માર્ગની વ્યવસ્થા કરી છે.

મોટર વગરનાં વાહનોને દેશમાં પ્રોત્સાહન આપો
મંત્રાલયનાં સચિવ દુર્ગા શંકર મિશ્રાએ શુક્રવારે રાજ્યો અને મેટ્રો રેલ કંપનીઓને પરામર્શ જારી કરતાં કહ્યું કે મોટર વગરનાં વાહનોને દેશમાં પ્રોત્સાહન આપવામાં આવે.

તેમણે કહ્યું હતું કે શહેરોમાં લોકોને વધુમાં વધુ પાંચ કિલોમીટર સુધીની યાત્રા કરવાની હોય છે. આવામાં કોવિડ-19 સંકટની વચ્ચે મોટર વગરનાં વાહનોને પરિવહનમાં લાગુ કરવાનો યોગ્ય તક છે, કેમ કે એટલા માટે ઓછા ખર્ચ અને ઓછા માનવ સંસાધનની આવશ્યકતા છે. એને ચલાવવી સરળ છે અને એ પર્યાવરણને અનુકૂળ છે.
વિરપુર: જલારામ મંદિરના ગાદીપતિના કાકી સુશીલાબેનનું નિધન
રાજકોટ: પ્રસિધ્ધ યાત્રાધામ વિરપુર જલારામ મંદિરના ગાદિપતિ પૂ. રઘુરામ બાપાના કાકી સુશીલાબેન નટવરલાલ (બટુકબાપા) ચાંદ્રાણી 88 વર્ષની ઉંમરે રામચરણ પામ્યા છે. ત્યારે આ દુખની ઘટનાથી પૂજ્ય બાપાના પરિવારજનોમાં અને વીરપુર ગામમાં દુખની લાગણી પ્રસરી છે. વીરપુર ગામના લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યું હતું. આજે જ્યારે સુશીલાબેનની અંતિમ યાત્રા નીકળી ત્યારે ગામજનોમાં ઘેરો શોક છવાયો હતો.

15 જૂનથી ખુલશે મંદિર
યાત્રાધામ વીરપુર જલારામ મંદિરના ભક્તોએ હજુ દર્શન માટે રાહ જોવી પડશે. જલારામ મંદિર 15 જુને ખુલશે. સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. જલારામબાપાના દર્શન કરવા માટે સવારે 7થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોર બાદ 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનો સમય રહેશે. સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝની વ્યવસ્થા કરવામાં આવશે. મંદિરમાં 10 વર્ષથી નીચેના અને 60 વર્ષથી ઉપરના લોકોને પ્રવેશ મળી શકશે નહીં.



