Home Blog Page 4773

ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરવા હાલ હું તૈયાર નથીઃ ચહલ

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાને લીધે દેશમાં છેલ્લા ત્રણ મહિનાથી બધા પ્રકારની ક્રિકેટ પ્રવૃત્તિ બંધ છે એટલે ભારતીય ટીમના ખેલાડીઓ પણ પ્રેક્ટિસ માટે મેદાનમાં જઈ નથી શક્યા. મોટા ભાગના ખેલાડી ફિટનેસ જાળવી રાખવા માટે ટીમના ટ્રેનરના નિર્દેશોનું પાલન કરી રહ્યા છે. જોકે હવે બધા ક્રિકેટરો ટુર્નામેન્ટ અને પ્રેક્ટિસ કરવાની રાહ જોઈ રહ્યા છે અને મેદાનમાં ઊતરવા ઉત્સુક છે.

ચહલ ક્રિકેટ રમવા ઉતાવળો

ક્રિકેટ મેદાનની સાથે સોશિયલ મિડિયા પર ધમાલ મચાવતો ભારતીય ટીમનો લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ પણ મેદાનમાં ઊતરવા માટે અધીરો બન્યો છે. જોકે ઘરે રહેવા દરમ્યાન ચહલ કેટલીક એક્ટિવિટીમાં વ્યસ્ત રહે છે. એક ઇન્ટરવ્યુમાં ચહલે જણાવ્યું હતું કે તે ઓનલાઇન ડાન્સ ક્લાસ લઈ રહ્યો છે અને ડાન્સ તેની હોબી બની ગઈ છે. એની સાથે લોકડાઉન દરમ્યાન કેટલાય પ્રકારની મોબાઇલ ગેમ પણ રમી રહ્યો છે.

ચહલ ક્રિકેટ સિવાયની પ્રવૃત્તિમાં વ્યસ્ત

ચહલે કહ્યું હતું કે તે સવારે કસરત કરે છે. ભારતીય ટીમના ટ્રેનરે જે નિર્દેશ આપ્યા છે. તેનું તે સખતાઈથી પાલન કરી રહ્યો છે. એ ડાન્સ ક્લાસમાં પણ સમય પસાર કરી રહ્યો છે.

ખાલી સ્ટેડિયમમાં રમવાની મજા જરાય નહીં

ચહલે કહ્યું હતું કે જો IPLની ટુર્નામેન્ટ ખાલી સ્ટેડિયમમાં કરાવવામાં આવત તો એ દર્શકો વગર ફિક્કી પડી જાત. દર્શકો વગર સ્ટેડિયમમાં રમવાની જરાય મજા ન આવે.
કુલદીપની સાથે બોલિંગ કરવામાં મજા આવે

કુલદીપ અને હું એકસાથે રમતા મોટા થયા છે. મેદાનમાં અમારી જોડી શાનદાર રહે છે. અમે બંનેએ ભારતીય ટીમમાં એકસાથે રમવાનું શરૂ કર્યું અને એકસાથે ઘણું બધું શીખ્યા. અમારી બંને વચ્ચે સારો તાલમેલ છે. મને એની સાથે બોલિંગ કરવામાં મજા આવે છે.

હું ટેસ્ટ ક્રિકેટ માટે તૈયાર નથી

કુલદીપની જેમ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરવા માટે હું હજી તૈયાર નથી, કેમ કે ટેસ્ટ ક્રિકેટ પડકારપૂર્ણ ફોર્મેટ છે. આમાં ક્રિકેટરોની અસલ પરીક્ષા હોય છે. હું ભાર માટે ટેસ્ટ ક્રિકેટ રમવા ઇચ્છું છું, પણ હાલ ઘરેલુ ક્રિકેટમાં લાલ બોલથી ખુદને સાબિત કરવા ઇચ્છું છું. ત્યાર બાદ હું ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવા વિશે વિચારીશ. સ્પષ્ટ કહ્યું તો ટેસ્ટ ક્રિકેટ રમવા માટે હાલ હું તૈયાર નથી.

આગાહી સાચી પડે તો, મુંબઈમાં 11 જૂનથી ચોમાસું શરૂ

મુંબઈઃ નૈઋત્યનું ચોમાસું કેરળમાં ગઈ 1 જૂને બેસી ગયા બાદ સમયસર રીતે આગળ વધી રહ્યું છે. ચોમાસું મુંબઈમાં 11 અને 15 જૂન વચ્ચે બેસે એવી ધારણા છે.

ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસું દેશના અનેક ભાગોમાં અનુકૂળ બની રહ્યું છે.

ચોમાસું હાલ કર્ણાટક, તામિલનાડુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના અનેક ભાગોમાં પ્રવેશી ચૂક્યું છે.

હવામાન વિભાગે તેના લેટેસ્ટ વેધર બુલેટિનમાં જણાવ્યું છે કે ચોમાસું કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગોવા, કોકણ (મહારાષ્ટ્ર)માં બેસે એ પ્રમાણે આગળ વધી રહ્યું છે.

ભારતમાં આ વખતે કુલ 96 ટકાથી લઈને 104 ટકા વરસાદ પડવાની આગાહી છે.

ચોમાસું ગુજરાતમાં 20-25 જૂન વચ્ચે બેસે એવી આગાહી છે. ત્યારબાદ 30 જૂને એ રાજસ્થાનમાં બેસશે.

ધીમે ધીમે દેશના ઉત્તર ભારતના ભાગોમાં પણ નિર્ધારિત સમયાનુસાર બેસી જવાની ધારણા છે.

બંગાળના અખાતના આકાશમાં પૂર્વ-મધ્ય ભાગ પર હવાનું નીચું દબાણ સર્જાયું હોવાથી ચોમાસું 11-12 જૂને પશ્ચિમ બંગાળ, ઓડિશા, સિક્કીમ અને ઈશાન ભારતના રાજ્યોના અમુક ભાગોમાં બેસશે.

યસ બેન્ક કેસ: પુરાવા મેળવવા મુંબઈમાં પાંચ સ્થળે દરોડા

મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) તપાસ એજન્સીએ યસ બેન્ક સાથે જોડાયેલા મની લોન્ડરિંગ મામલે આજે મુંબઈમાં પાંચ સ્થળોએ દરોડા પાડી તપાસ કરી હતી. EDના અધિકારીઓની અલગ-અલગ ટીમોએ દરોડા પાડ્યા હતા. આ દરોડાનો સંબંધ વૈશ્વિક પર્યટન અને ટ્રાવેલ કંપની કોક્સ એન્ડ કિંગ્સ તથા આ કેસ સાથે જોડાયેલી કેટલીક અન્ય સંદિગ્ધ વ્યક્તિઓ સાથે છે. યસ બેન્કના સહસંસ્થાપક રાણા કપૂર અને કોક્સ એન્ડ કિંગ્સ કંપની વચ્ચે થયેલા સોદાની જાણકારી અને પુરાવા ભેગા કરવાના ઉદ્દેશથી આ દરોડા પાડવામાં આવ્યા હતા.

કોક્સ એન્ડ કિંગ્સ પર બેન્કનું રૂ. 2000 કરોડનું દેવું

EDએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસમાં ચાલી રહેલી તપાસ હેઠળ આજે દરોડા કાર્યવાહી કરી હતી. એવું માલૂમ પડ્યું છે કે કોક્સ એન્ડ કિંગ્સ કંપની પર યસ બેન્કનું રૂ. 2000 કરોડથી વધુનું દેવું ચડી ગયું છે. આ કંપની યસ બેન્કના ટોચના દેવાદારોમાંની એક છે.

ED કથિત છેતરપીંડીના આ મામલામાં યસ બેન્ક સહિત કેટલાક અન્ય મોટા કોર્પોરેટ જૂથો સામે તપાસ કરી રહી છે. બેન્ક દ્વારા જારી કરવામાં આવેલી મોટી લોન નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) બની ગઈ છે.

MD અને CEO રાણા કપૂર

એજન્સીએ યસ બેન્કના ભૂતપૂર્વ MD અને CEO, રાણા કપૂરની આ વર્ષે આઠ માર્ચે ધરપકડ કરી હતી અને મેના પહેલા સપ્તાહમાં મુંબઈમાં વિશેષ PMLA કોર્ટમાં પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી. કપૂર પર આરોપ છે કે તેમણે લાંચ લઈને કેટલીક કંપનીઓને મોટી રકમની લોન મંજૂર કરી હતી.

બિલ્ડર લોનની આડમાં રૂ. 600 કરોડની ચુકવણી

આ સિવાય કેન્દ્રીય તપાસ દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL) પર છાપા પાડી ચૂકી છે. યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂર પરના કેસમાં CBIની તપાસમાં માલૂમ પડ્યું છે કે તેમને અને તેમના પરિવારના સભ્યોને DHFLના પ્રમોટર કપિલ વાધવાન દ્વારા બિલ્ડર લોનની આડમાં રૂ. 600 કરોડની ચુકવણી કરવામાં આવી હતી.

CBIની FIRમાં રાણા કપૂરનું ફેમિલી

CBIની FIRમાં રાણા કપૂર, તેમનાં પત્ની બિંદુ કપૂર RAB એન્ટરપ્રાઇઝીસના તત્કાલીન ડિરેક્ટર અને તેમની પુત્રીઓ – રોશની કપૂર (મોર્ગન ક્રેડિટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને ડાયટ અર્બન સ્ટ્રાઇકની ડિરેક્ટર), રાખી કપૂર ટંડન (મોર્ગન ક્રેડિટ્સ પ્રાઇવેટ લિમિટેડની ડિરેક્ટર) અને રાધા કપૂર ખન્ના (મોર્ગન ક્રેડિટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને ડુઇટ અર્બન વેન્ચર્સની ડિરેક્ટર)નાં નામ સામેલ છે.

ભારત અનલોક-1 થયું; ભગવાનનાં મંદિરો ખૂલ્યા…

કોરોના વાઈરસના ફેલાવાને કારણે 25 માર્ચથી લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને હવે સરકાર ધીમે ધીમે હટાવી રહી છે. હાલ લોકડાઉન-5 લાગુ છે, પણ એમાં ઘણી છૂટછાટો આપવામાં આવી છે. તે અંતર્ગત સોમવાર, 8 જૂને મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારાઓને અમુક શરતો સાથે ખુલ્લા મૂકવાની પરવાનગી આપવામાં આવી છે. શ્રદ્ધાળુઓ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન કરીને દર્શન કરતા જોવા મળ્યા હતા. આ તસવીર ગુજરાતના સોમનાથ મંદિરની છે.

ગુજરાત સોમનાથ મંદિરગુજરાત સોમનાથ મંદિરગુજરાતના દ્વારકા શહેરના દ્વારકાધીશ મંદિરનું દ્રશ્ય ગુજરાતના દ્વારકા શહેરના દ્વારકાધીશ મંદિરનું દ્રશ્ય ગુજરાતના દ્વારકા શહેરના દ્વારકાધીશ મંદિરનું દ્રશ્ય ગુજરાતના દ્વારકા શહેરના દ્વારકાધીશ મંદિરનું દ્રશ્ય

8 જૂનથી દેશભરમાં કોરોના કન્ટેનમેન્ટ ઝોનને બાદ કરતાં અન્ય વિસ્તારોમાં શોપિંગ મોલ્સ અને હોટેલ-રેસ્ટોરન્ટ્સને પણ નિયમોના પાલન અનુસાર ફરી ખુલ્લા મૂકવામાં આવ્યા છે.

કેજરીવાલમાં કોરોનાના લક્ષણ; સેલ્ફ-ક્વોરન્ટાઈન થયા

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ હોમ આઇસોલેટ થયા છે, એમ દિલ્હી સરકારનાં સૂત્રોએ કહ્યું હતું. કેજરીવાલે ગઈ કાલે તાવ અને ગળામાં બળતરા થતી હોવાની ફરિયાદ કરી હતી, જેને લીધે આવતી કાલે તેમનો કોરોના વાઇરસ ટેસ્ટ કરવામાં આવશે. કેજરીવાલે તાવની ફરિયાદ કર્યા બાદ ગઈ કાલે બપોરે જ એમની બધી બેઠકો રદ કરી દેવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના એક પ્રવક્તાએ કહ્યું છે કે કેજરીવાલે ડોક્ટરને આ વિશે જાણ કરી છે અને આવતી કાલે તેઓ કોરોના વાઇરસની તપાસ કરાવશે.  

કેજરીવાલે રવિવારે પત્રકાર પરિષદ સંબોધી હતી

મુખ્ય પ્રધાન કેજરીવાલે રવિવારે પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. એમાં તેમણે દિલ્હીની સીમાઓ ખોલવા, હોસ્પિટલોમાં સારવાર સહિત કેટલીક અગત્યની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સોમવારથી યુપી, હરિયાણાથી જોડાયેલી સીમાઓને ખોલવામાં આવશે. આ સિવાય દિલ્હીના લોકો જ માત્ર દિલ્હીની હોસ્પિટલોમાં સારવાર કરાવી શકશે. દેશના અન્ય હિસ્સાઓમાંથી આવતા દિલ્હીમાં કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં સારવાર કરવાની શકશે.

કેજરીવાલ ડાયાબિટીસના દર્દી

મુખ્ય પ્રધાન કેજરીવાલની સાથે ઘરમાં તેમનાં પત્ની સુનીતા અને બે સંતાન રહે છે. તેમને ભૂતકાળમાં શ્વાસ સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ હતી. તેમને હાઈ ડાયાબિટીસ છે. તેઓ આ પહેલાં સારવાર માટે બેંગલુરુ ગયા હતા. તેમને આ તકલીફ માત્ર શિયાળામાં જ થાય છે.

દિલ્હીમાં સારવાર માટે કયા દસ્તાવેજ જરૂરી?

દિલ્હી સરકારે કેટલાક દસ્તાવેજોની યાદી તૈયાર કરી છે, જેને આધારે તમને દિલ્હીવાળા માનીને સારવાર કરાવી શકાશે. એમાં આધાર કાર્ડ, પાસપોર્ટ, મતદાતા ઓળખ પત્ર, રેશન કાર્ડ, બેન્ક પાસબુક સહિત બધા દસ્તાવેજ સામેલ છે. જે એડ્રેસ પ્રૂફ કે મતદાન સમયે માન્ય હોય છે. આમાં વીજળી અને પાણીનાં બિલ પણ સામેલ છે. બધા દસ્તાવેજ દિલ્હીના હોવા જોઈએ.

ઇન્ટરનૅશનલ મ્યુચ્યુઅલ ફંડ્સ તમારા પોર્ટફોલિયો માટે યોગ્ય છે કે નહીં? તપાસવાની 4 રીત

આ લૉકડાઉન દરમિયાન આપણે શિક્ષણમનોરંજનખરીદી, વગેરે માટે ડિજિટલ માધ્યમ પર નિર્ભર રહ્યા. આજની તારીખે આ બધાં ક્ષેત્રે ગૂગલફેસબુકએમેઝોનનેટફ્લિક્સ, વગેરે જેવી વૈશ્વિક કંપનીઓ મોટો હિસ્સો ધરાવે છે. પરિણામે, આર્થિક દૃષ્ટિએ જોઈએ તો, આ કંપનીઓમાં નાણાં રોકવાનું આકર્ષક લાગે છે.

ઉપરાંતવિશ્વભરનાં શેરબજારોમાં ચડ-ઉતરના માહોલમાં ઘણા સ્થાનિક રોકાણકારોને વિદેશી બજારોમાં નાણાકીય તક દેખાઈ રહી છે. આવામાં સ્થાનિક રોકાણકારોને વૈશ્વિક બજારોમાં પ્રવેશવા માટે ઇન્ટરનૅશનલ ફંડ્સ એક નવો વિકલ્પ પૂરો પાડે છે.

પોતાની વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં રાખીને પોતાની આશાઓ-આકાંક્ષાઓની પૂર્તિ માટે નાણાકીય નિર્ણયો લેવાનું એમ પણ અઘરું હોય છે અને અનિશ્ચિતતાના આજના જેવા માહોલમાં તો એ વધારે અઘરું બની જાય છે.

આથી આપણે આ એસેટ ક્લાસને નાણાકીય પોર્ટફોલિયોમાં સ્થાન આપતાં પૂર્વે તેની યોગ્યતા ચકાસવા માટે આ ચાર પ્રશ્નોની વાત કરીશું:

1) ઇન્ટરનૅશનલ ફંડ્સમાં રોકાણ શું કામ કરવું જોઈએ?

ડિજિટલાઇઝેશનના આ યુગમાં રોકાણકારો વધુ સ્માર્ટ બની ગયા છે. સ્થાનિક તેમજ વૈશ્વિક બજારોમાં રોકાણ કરવાનું પહેલાં કરતાં ઘણું સરળ બની ગયું છે.

ઇન્ટરનૅશનલ ફંડ્સમાં રોકાણ કરવા માટેનું પ્રથમ કારણ એ છે કે તેની મદદથી રોકાણકારોને ભૌગોલિક ધોરણે ડાઇવર્સિફિકેશન કરવા મળે છે.

બીજું કારણ એ છે કે અલગ અલગ દેશોમાં આર્થિક ચક્ર અલગ અલગ હોય છે. અલગ અલગ આર્થિક ચક્રમાં રોકાણ કરવાથી નુકસાન થવાની શક્યતા ઘટી જાય છે અને વળતર વધવાની શક્યતા વધી જાય છે.

ત્રીજું કારણ એ છે કે વૈશ્વિક બજારોના સંપર્કમાં આવવાથી રોકાણકારોએ બજારનો સતત અભ્યાસ કરવાની જરૂર પડે છે. પરિણામે, તેમને બહોળો અનુભવ મળે છે અને એમની કુશળતા વધે છે.

2) ઇન્ટરનૅશનલ ફંડ્સમાં ક્યારે રોકાણ કરવું જોઈએ?

રોકાણની તક હવે ભૌગોલિક સીમાડાને આધીન નથી. જો તમને કોઈ અર્થતંત્ર ઉભરતું દેખાય અને વિશ્વના અલગ અલગ દેશોમાં વિકાસની તક દેખાય તો તમે તેમાં રોકાણ કરી શકો છો.

તમારે ફક્ત એટલું જાણવું જરૂરી છે કે એ તકોનો લાભ લેવા માટેનું રોકાણ ક્યારે શરૂ કરવું. આપણે અગાઉ કહ્યું એમ, પોર્ટફોલિયોનું ડાઇવર્સિફિકેશન કરવાથી જોખમો ઘટે છે. અલગ અલગ ઊભરતાં અર્થતંત્રોમાં રોકાણ કરવાથી ડાઇવર્સિફિકેશન થાય છે અને પોર્ટફોલિયો વધુ સ્થિર બને છે.

બજારને વશમાં કરવાનું ટાળીને તેને સમય આપો. પોતાનાં નાણાકીય લક્ષ્યોને અનુરૂપ એસેટ એલોકેશન કરીને રોકાણ ગમે તે સમયે શરૂ કરી શકાય છે.

3ઇન્ટરનૅશનલ ફંડ્સમાં કેવી રીતે રોકાણ કરવું જોઈએ?

ઇન્ટરનૅશનલ ફંડ્સ વાસ્તવમાં ઇક્વિટી ફંડ્સ છે, જે ભારત બહારની લિસ્ટેડ કંપનીઓના શેરોમાં રોકાણ કરે છે. આ ફંડ્સ તમને વિશ્વની મોટી-મોટી કંપનીઓમાં રોકાણ કરવામાં સહાયભૂત થાય છે.

હાલમાંઅમેરિકાયુરોપચીનબ્રાઝિલએશિયન દેશોઊભરતાં અર્થતંત્રોવગેરેમાં રોકાણ કરવાના વિકલ્પો ઉપલબ્ધ છે. તેમાં એવી પણ સ્કીમ છે, જે ટેક્નૉલૉજીકૃષિફાર્માવગેરે જેવાં નિશ્ચિત માર્કેટ સેગમેન્ટમાં રોકાણ કરવાની તક આપે છે. કેટલીક સ્કીમ રોકાણની નિષ્ક્રિય વ્યૂહરચના પર આધારિત હોય છે, અર્થાત્ પોર્ટફોલિયોને સક્રિય રીતે સંચાલિત કરવાને બદલે નિશ્ચિત ઇન્ડેક્સમાં રોકાણ કરે છે. એક પ્રકાર ફંડ ઑફ ફંડ્સ નામનો પણ છે. તેઓ આંતરરાષ્ટ્રીય બજારનાં નિશ્ચિત મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરે છે.

4ઇન્ટરનૅશનલ ફંડ્સમાં કોણે રોકાણ કરવું જોઈએ?

જે રોકાણકારો વિનિમય દરને લગતાં તથા વૈશ્વિક આર્થિક પરિબળોને લીધે ઊભાં થતાં જોખમો ઝીલવા તૈયાર હોય તેઓ આવાં ફંડ્સમાં રોકાણ કરી શકે છે. ઈક્વિટી ફંડ્સ હોવાને નાતે તેમાં કરવાનું રોકાણ લાંબા ગાળાનું હોવું જરૂરી છે. રોકાણકારોએ વૈશ્વિક આર્થિક પ્રવાહોથી વાકેફ રહેવાનું જરૂરી છે. આના માટે તેમણે વૈશ્વિક ઘટનાઓ પર સતત દેખરેખ રાખવી આવશ્યક છે.

વિનિમય દરની વધઘટવિવિધ દેશોનાં રાજકીયસામાજિક અને આર્થિક પરિબળો, બે બજારોમાં રોકાણ થતું હોવાથી બન્નેનાં જોખમો અને સેક્ટોરલ બજારની અસર એ બધાં ઇન્ટરનૅશનલ ફંડ્સ સાથે સંકળાયેલાં મુખ્ય જોખમો છે.

જો કેઆખરી નિર્ણય લેતાં પહેલાં ઇન્ટરનૅશનલ ફંડ્સને લાગુ પડતા કરવેરાની અસરને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. કરવેરાની દૃષ્ટિએ આ ફંડ્સને ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સની જેમ ગણવામાં આવે છેએટલે કે જો તમે તેને ત્રણ વર્ષ પહેલાં વેચો તો વળતર તમારી આવકમાં ઉમેરવામાં આવે છે અને તમને લાગુ પડતા આવકવેરા સ્લેબ મુજબ કર લાદવામાં આવે છે. જો તમે ત્રણ વર્ષ પછી રોકાણનું વેચાણ કરો તો ઇન્ડેક્સેશન બેનિફિટ સાથે વળતર પર 20%ના દરે કરવેરો લાગુ પડે છે.

ઇન્ટરનૅશનલ ફંડ્સની સ્કીમના ટ્રેક રેકર્ડ સહિતની બીજી બાબતો પણ તપાસી લેવી જરૂરી છે.

  • ખ્યાતિ મશરૂ-વસાણી (ચાર્ટર્ડ વેલ્થ મેનેજર)

ચુરાકે દિલ મેરાઃ શિલ્પા 45ની થઈ, એની ફિટનેસનું રહસ્ય જાણો

મુંબઈઃ બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી આજે પોતાનો 45મો જન્મદિવસ ઊજવી રહી છે. તે જેટલી ઉમદા અભિનેત્રી છે, એટલી જ ખૂબસૂરત અને શારીરિક રીતે ફિટ પણ છે. આ ઉંમરે જ્યાં મહિલાઓના ચહેરાઓ પર કરચલીઓ પડવાની શરૂઆત થાય છે, ત્યારે શિલ્પાના ચહેરાની ચમક જોઈને લોકો દંગ રહી જાય છે. શિલ્પા તેની ફિટનેસ પ્રત્યે બહુ જ સજાગ છે, એટલે જ તો એ ચાહકોનાં દિલો પર રાજ કરે છે. આજે એનાં જન્મદિવસે તેના ફેન્સ એ જાણવાનું જરૂર ઇચ્છશે કે શિલ્પા પોતાના વાળ અને ચહેરાને આટલી સરસ સંભાળ કઈ રીતે રાખે છે. આવો જાણીએ…

ચહેરા અને વાળની ખૂબસૂરતી જાળવી રાખવા માટે શિલ્પા આ રીતે ધ્યાન રાખે છેઃ

શિલ્પા શેટ્ટીનું માનવું છે કે  હેલ્થી ડાયટ લેવો અને પોતાના શરીરને ડાઇડ્રેટ રાખવું બહુ મહત્ત્વપૂર્ણ છે. તે પાણી ખૂબ પીએ છે, જે શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. તે દિવસથી શરૂઆત આમળાના પાણીથી કરે છે. આંબળા સ્કિન અને બાળો માટે સારા માનવામાં આવે છે. તેનું મનપસંદ પીણું નારિયેળ પાણી છે, જે તેને હાઇડ્રેટ અને સ્વસ્થ રાખે છે.

શિલ્પા શેટ્ટી પણ મોઇશ્ચરાઇઝમાં વિશ્વાસ કરે છે, જે સ્કિનને નરમ રાખે છે. તે સંપૂર્ણ શરીર પર એક સારું મોઇશ્ચરાઇઝર લગાડે છે, જેથી તેની ત્વચા નખશિખ પોષણ પામી શકે.

શિલ્પા શેટ્ટી રાતે સૂતાં પહેલાં ચહેરો સાફ કરીને અને મેકઅપ દૂર કરીને સૂએ છે. આવું ન કરવાથી સ્કિનના છીદ્રો બંધ થઈ જાય અને ત્વચા સંબંધી સમસ્યાઓ થવાની શક્યતા છે.

તે ત્વચા પર સનસ્ક્રીન લગાવ્યા વિના ક્યારેય ઘરની બહાર નથી નીકળતી. ઉનાળામાં સૂર્યકિરણો આકરાં હોઈ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી સ્કિન પર ફાઇન લાઇન્સ અને કરચલીઓ પડવા લાગે છે. જેથી જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો એક સારા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું ન ભૂલો.

તે હેર સ્ટ્રેટનર જેવી હીટ ટ્રીટમેન્ટથી પોતાના વાળને બચાવીને રાખે છે. તે એને બદલે તેના વાળને નેચરલી ડ્રાય કરે છે.  શિલ્પા શેટ્ટી તેની ત્વચા પર બહુ બધાં કોસ્મેટિક ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું ટાળે છે. તેનું માનવું છે કે ચહેરા પર સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ, કેમ કે એનાથી ત્વચા સૂકી થઈ જાય છે.

કોરોના સંક્રમિતોની સંખ્યા અઢી લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 2.50 લાખને પાર થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,56,611એ પહોંચી ગઈ છે, જેમાંથી 1,25,381 કેસ સક્રિય છે. અત્યાર સુધી 1,24,095 લોકોએ આ બીમારીને માત આપી છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી મોતનો આંકડો 7135એ પહોંચ્યો છે. પાછલા 24 કલાકમાં આ વાઇરસના નવા કેસો 9983 નોંધાયા છે અને 206 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત ચોથા દિવસે કોરોના સંક્રમણના 9000થી વધુ કેસ સામે આવ્યા છે. રિકવરી રેટ 48.35 ટકાએ પહોંચ્યો છે.

કેસ વધવાને મામલે વિશ્વમાં ભારત ત્રીજા નંબરે

ભારત કોરોનાના કેસ વધવાની ઝડપમાં વિશ્વમાં ત્રીજા ક્રમાંકે છે. ગઈ કાલે બ્રાઝિલમાં 18,375 અને અમેરિકામાં 18,905 કેસ સામે આવ્યા છે, જ્યારે રશિયામાં 8984 કેસ સામે આવ્યા છે. આનો અર્થ એ થયો કે નવા કેસમાં વધારાને મામલે ભારત હવે વિશ્વમાં ત્રીજા ક્રમાંકે છે.

કોરોના વાઇરસનો મૃત્યુદર

રાજ્યોના મૃત્યુદરની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 3,57 ટકા, ગુજરાતમાં 6.22 ટકા, દિલ્હીમાં 2.75 ટકા, મધ્ય પ્રદેશમાં 4.32 ટકા, પશ્ચિમ બંગાળમાં 4.94 ટકા, ઉત્તર પ્રદેશમાં 2.64 ટકા અને રાજસ્થાનમાં 2.23 ટકા છે. દેશમાં આ સંક્રમણને કારણે મૃત્યુ દર 2.80 ટકા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

અનલોક-1: આજથી શોપિંગ મોલ્સ ખૂલશે, મલ્ટિપ્લેક્સ રહેશે બંધ

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને પગલે લાગુ થયેલા લોકડાઉન પછી સૌપ્રથમ વાર શોપિંગ મોલ્સ આજથી ખૂલશે. જોકે જે મોલો કન્ટેનમેન્ટ ઝોનની બહાર છે, એને ખોલવાની જ મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા કેટલાક દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે, જેને આધારે મોલ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે હજી મલ્ટિપ્લેક્સ ખોલવાની મંજૂરી હજી આપવામાં નથી આવી.  મોલ્સમાં સાફસફાઈ અને સેનિટાઇઝેશનનું કામ

મોલ્સ ખોલવાની તૈયારીના ભાગરૂપે સાફસફાઈનું કામ થઈ રહ્યું છે અને સેનિટાઇઝેશનનું કામ પણ ચાલી રહ્યું છે. મોલમાં ઠેકઠેકાણે કોરોના વાઇરસની બીમારીને લઈને નોટિસ લગાવવામાં આવી રહી છે- જેમ કે માસ્ક વિના અંદર પ્રવેશ નહીં, મોલના એન્ટ્રી ગેટ પર લોકોને સેનિટાઇઝ કરવામાં આવશે અને થર્મલ સ્ક્રિનિંગથી ટેમ્પરેચર માપવામાં આવશે. જો તેમની બોડીનું ટેમ્પરેચર યોગ્ય નહીં હોય તો તેમને પાછા મોકલવામાં આવશે.આરોગ્ય સેતુ એપ આવશ્યક

મોલમાં આવતા લોકોના એન્ડ્રોઇડ મોબાઇલમાં આરોગ્ય સેતિ એપ હોવી આવશ્યક છે, નહીં તો મોલમાં અંદર એન્ટ્રી નહીં મળે. લિફ્ટમાં પણ અંતર રાખીને ઊભા રહેવું પડશે. લિફ્ટની અંદર ઓપરેટર હાજર રહેશે. લોકોએ એસ્કેલેટર પર અંતર રાખીને ચાલી શકશે.
સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવાનું

આશે બે મહિના પછી દિલ્હી સહિત દેશમાં અનેક જગ્યાએ મોલ અને કોમ્પ્લેક્સ ખૂલશે. આવામાં લોકોએ સાવધાની રૂપે સામાજિક અંતરનું પાલન કરવાનું પડશે.

દુકાનો, ઓફિસો અને રેસ્ટોરાંમાલિકો માટે વિસ્તૃત માર્ગદર્શિકા

મોલ અને વેપાર-વ્યવસાય કોમ્પ્લેક્સના વહીવટ માટે દુકાનો, ઓફિસો અને રેસ્ટોરાં માલિકો માટે વિસ્તૃત દિશા-નિર્દેશ જારી કરવામાં આવ્યા છે, જેનાથી સંક્રમણને દૂર રાખી શકાય.

કર્મચારીઓને સમય પહેલાં આવવા નિર્દેશ

મોલ ખૂલવાના સમય પહેલાં કર્મચારીઓને એક કલાક પહેલાં આવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમની અનિવાર્ય તપાસ પછી કર્મચારીઓને ફેસ શિલ્ડ, ગ્લવ્ઝ, અને સેનેટાઇઝર આપવામાં આવશે. આ ઉપરાંત દુકાનો, રેસ્ટોરાં અને ઓફિસોને દરવાજા ખુલ્લા રાખવા કહેવામાં આવ્યું છે, કેમ કે દરવાજાના હેન્ડલ અને અન્ય જગ્યાઓથી સંક્રમણ ફેલાઈ શકે છે.એન્ટ્રી-એક્ઝિટ માટે એક-એક ગેટ ખુલ્લો રહેશે

આ શોપિંગ મોલ્સમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે એક-એક ગેટ ખુલ્લો રહેશે. વળી, એકસાથે ચારથી વધુ લોકોને પ્રવેશવાની મંજૂરી નહીં આપવામાં આવે અને લિફ્ટમાં પણ બેથી વધુ લોકોને પ્રવેશવા નહીં દેવાય.

રાશિ ભવિષ્ય 08/06 થી 14/06/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમને કામકાજમાં ધ્યાન ઓછુ અને અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન નકારાત્મક વિચારો આવાના કારણે તમને તમારા કામમાં રૂચી ઓછી જળવાય તેમજ કામ પરણે કર્તા હોય તેવી લાગણી મનમાંને મનમાં રહ્યા કરે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર ર્વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિક પ્રવૃત્તિના કારણે નાણા અને સમય નો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે.


તમારા મનમાં રહેલી કોઈ વાત જાણે અજાણે ક્યાય રજુ કરવાની તક મળી જાય, લગ્ન બાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમાં પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલન મુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો, અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીન જાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનું માન જળવાય અને તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે જેમાં તમે ખુશીની લાગણી અનુભવો. બજાર ના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવું પણ સંભવિત છે.


આ સપ્તાહ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાંને મનમાં અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમાં નાનીનાની બાબતમાં ઉશ્કેરાઈ જવાય, ઘરમાં કે ઓફીસમાં તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થવાની સમભાવના છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામાં થોડા ઉદાસીન બનો. બજારના કામકાજ માં તમારામાં કામકાજ કરવામાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમાં થઇ શકે છે.


તમારી નજીકની વ્યક્તિ જેવીકે ઘરની પાસે રહેતી હોયકે ઓફીસમાં તમારી પાસે કામકાજ કરતી હોય તેવી વ્યક્તિ સાથે કંઇક તમને ગમતી વાતકે જાણકારીની વાત અચાનક સંભાળવા મળી જાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. ઘરકે કુટુંબમાં ભાઈ બહેન સાથે કોઈ કામકાજમાં સાથ સહકાર સારો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની સારી લાગણીરૂપી મદદ કે સારું માર્ગદર્શન પણ મળી શકે છે , તારી પસંદગીનું પાત્ર સામેથી કોઈ બાબતે વાર્તાલાપ કરે અને તમે પરોક્ષ રીતે તમારા મનની વાત કહી શકો, બજારના કામકાજ સારી વાત બની શકે છે.


આ સપ્તાહ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે, ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમાં તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમાર કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી સંભવિત બની શકે છે તેમાં તમે કંટાળા ની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈ જગ્યા એ વાતચીત દરમિયાન તકેદારી કે ચોખવટ જેવી બાબત નું ધ્યાન રાખવું સારું. બજારના કોઈ પણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


તમારી મનની વાત તમાર હોઠ પર આવી જાય અને વાતનો પ્રતિભાવ પણ ચેહરા પર સ્પષ્ટ દેખાઈ આવે, આનંદ, ઉત્સાહ, મસ્તી જેવા પરિબળો વચ્ચે તમે હોવ પણ ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપ કે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડીગણી સારી રીતે પડી શકે છે. તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમ થોડું સજાગ રહેવું જેથી ક્યાય ગેરસમજના વર્તાય. બજારના કામકાજમાં તમે થોડી અપેક્ષ વધુ રાખો પણ તેમાં કેટલા ખરા ઉતારો તે બાબત તમારા ઉપરજ રહેલી છે.


આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમાં વ્યસ્ત વધુ રહો, સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમાં તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીન કામકાજ થાય તેવી પણ સભાવના રહેલી છે. અણધાર્યા નાણાકીય ખર્ચ થાય તેવું પણ બની શકે છે, તમે કોઈના કામકાજમાં સારી રીતે સહભાગી બની શકે છે અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જુની વાતકે કામ ક્યાય અટકેલું હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમાં કામકાજ દરમિયાન ધીરજ અને ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.


તમારી અપેક્ષા તમારામાં રહેલી ધીરજની થોડી પરીક્ષા કરાવે માટે તમારી આશાને સફળતા દેખાવાની સમભાવના તો રહેલી છે પણ તેમાં તમારી થોડી મેહનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત છે. મિત્રો કે સગા સ્નેહી સાથે મિલન મુલાકાતમાં તમે ખુશીની લગાણીની સાથે થોડીક માનસિક થાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુના કોઈ અટકેલા કામકાજમાં મેહનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થ બાબત થોડી કાળજી રાખવી તેમાં પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમાં ચાલતી હોય, બજારમાં નાનું અને આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું.


આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમાં તમને કોઈનો સાથ સહકાર પણ સારો મળી શકે છે જેમાં તમને તમાર કામના અધીરપણ નું ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાં કે ઓફીસમાં તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. બજારના કામકાજમાં તમને નિર્ણયશક્તિ નો અભાવ વર્તાય અને તેની અસર તમાર કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરી પુર્વાક્જ કામ કરવું જોઈએ.


તમારામાં કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમાં પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયું હોય તેવા લોકો તરફથી પણ સારો આદર કે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમાં પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સંભાળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે, બજારના કામકાજમાં તમાર અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.


નાની નાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવું તે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીય કે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ સંભવિત બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગા સ્નેહી સાથેની વાર્તાલાપમાં તમને ગમતી કોઇ વાત સંભાળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વાતું ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.


જાહેર પ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમાં અન્યનો સારો સાથ સહકાર મળી શકે છે, તમારા ધરેલા કામમાં તમે ગણતરી અને મેહનત કરોતો સારું ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તો વાર્તાલાપ અને મિલન મુલાકાતમાં તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવું કે ઈર્ષાળુ કોઈ ખટપટના કરી જાય, યાત્રા પ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્ર વર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમાં તમને સારું કરવાની લાગણી જન્મી શકે છે આયોજન પૂર્વક કામ કરોતો લાભ સંભવિત બની શકે છે.