Home Blog Page 4780

ગ્લોબલ ફેસ્ટિવલમાં વિદ્યા બાલનની શોર્ટ ફિલ્મ ‘નટખટ’નો પ્રીમિયર

નવી દિલ્હીઃ આજે ડિજિટલ ફિલ્મ ફેસ્ટિવલમાં નિર્મિત ફિલ્મ ‘નટખટ’ના પ્રીમિયર શો સાથે વિદ્યા બાલન હવે પ્રોડ્યુસર પણ બની ગઈ છે. વિદ્યાએ ‘નટખટ’ નામની એક લઘુ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ આજે ‘વી આર વન: અ ગ્લોબલ ફેસ્ટિવલ’ નામના ડિજિટલ ફિલ્મ સમારોહમાં પ્રદર્શિત કરવામાં આવી.

‘નટખટ’ દ્વારા સમાજને એક સંદેશ

વિદ્યાએ કહ્યું હતું કે કોવિડ-19ને કારણે વિશ્વભરના ફિલ્મ ફેસ્ટિવલ કેન્સલ થઈ ગયા છે આવામાં ‘વી આર વન’ જેવા ડિજિટલ ફેસ્ટિવલ દર્શકો અને ફિલ્મમેકર્સની આશા જીવિત છે. આ પ્લેટફોર્મ પર મારી ફિલ્મ લાવીને હું ખુશ અને ઉત્સાહિત છું. ‘નટખટ’ એક એવા મુદ્દા પર બનેલી છે, જે આ સમયે વધુ જરૂરી છે. આવામાં અમે સમાજને એક મોટો સંદેશ પણ આપ્યો છે.  

આ ફેસ્ટિવલ યુ-ટ્યુબ ચેનલ પર 10 દિવસો સુધી આયોજિત

ડિજિટલ ફિલ્મોનો આ ફેસ્ટિવલ યુ-ટ્યુબ ચેનલ પર 10 દિવસો સુધી આયોજિત કરવામાં આવશે. આમાં મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ સિવાય બર્લિન, કાન, વેનિસટોરન્ટો, ન્યુ યોર્ક, BFI લંડન, કાલોર્વી, વૈર અને લોકાર્નો સામેલ થશે.

‘નટખટ’ ફિલ્મ શાન વ્યાસે લખી

લૈંગિક અસમાનતા, દુષ્કર્મ સંસ્કૃતિ અને ઘરેલુ હિંસા જેવા કેટલાય મુદ્દાઓથી અસર કરતી ફિલ્મ પિતૃસત્તા અને મર્દાનગીને સંબોધિત કરે છે. 33-મિનિટની લઘુ ફિલ્મ ‘નટખટ’ને અનુકંપા હર્ષ અને શાન વ્યાસે લખી છે. વિદ્યા ફિલ્મની નિર્માત્રી તો છે, પણ સાથે તે ફિલ્મમાં ‘હીરો’ (મુખ્ય પાત્ર) ભૂમિકામાં પણ નજરે ચઢે છે.

વાવાઝોડાનું નામ ‘નિસર્ગ’ કેવી રીતે પડ્યું?

નવી દિલ્હીઃ કોરોના સંકટથી ઝઝૂમી રહેલા ગુજરાત અને મહારાષ્ટ્ર પર હવે વાવાઝોડાનું જોખમ ઝળૂંબી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે તાજા અપડેટમાં કહ્યું છે કે અરબી સમુદ્રમાં બનેલું ડિપ્રેશન બપોર પછી ડીપ ડિપ્રેશનમાં  તબદિલ થઈ જશે અને ઇસ્ટ સેન્ટ્રલ અરબી સમુદ્રમાં આગામી 12 કલાક દરમ્યાન ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે. આ વાવાઝોડાથી સૌથી વધુ જોખમ મુંબઈને છે, જેને લીધે ત્યાં રેડ અલર્ટ જારી છે. બહુ આશ્ચર્યની વાત છે કે જૂન મહિનામાં કોઈ વાવાઝોડું મહારાષ્ટ્ર અથવા ગુજરાતમાં મુસીબતો વધારનારું છે. સામાન્ય રીતે આવું નથી થતું.

1891માં સૌપ્રથમ વાર મહારાષ્ટ્રમાં જૂન વાવાઝોડું આવ્યું હતું

1891માં સૌપ્રથમ વાર મહારાષ્ટ્રમાં જૂન મહિનામાં વાવાઝોડું આવ્યું હતું. ત્યારે પહેલી વાર અરબી સમુદ્રમાં મહારાષ્ટ્રના તટીય વિસ્તારોની આસપાસ વાવાઝોડાનું જોખમ ઊભું થયું હતું

બંગલાદેશે ‘નિસર્ગ’ નામ આપ્યું

બંગલાદેશે નિસર્ગ નામ આપ્યું. વૈશ્વિક હવામાન સંસ્થાના 13 સભ્ય દેશ વારાફરથી વાવાઝોડાનાં નામ આપે છે. આ વખતે આ ચક્રવાતનું નામ બંગલાદેશે આપ્યું છે. અંગ્રેજીમાં એક શબ્દ છે Nisarga- જેનો અર્થ  બાંગ્લા ભાષામાં પ્રકૃતિ થાય છે.
મુંબઈમાં રેડ અલર્ટ

મુંબઈમાં રેડ અલર્ટ જાહેર કરતા ભારતીય હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે સમુદ્રમાં ચોથી જૂન સુધી સ્થિતિ બહુ વિકટ હશે. આ દરમ્યાન 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકમની ઝડપે પવન ફૂંકાશે, જે વધીને 110 કિલોમીટર પણ થવાની શક્યતા છે. આ વાવાઝોડાની અસર મુંબઈ પર સૌથી વધુ થશે અને એને કારણે મુંબઈ મહાનગરપાલિકાના કન્ટ્રોલ રૂમ અને અન્ય વિભાગોના કન્ટ્રોલ રૂમમાં પર્યાપ્ત કર્મચારીઓની સંખ્યાને તહેનાત કરવામાં આવી છે.
વાવાઝોડું કેમ આવે છે?

પૃથ્વીના વાયુમંડળમાં હવા હોય છે, સમુદ્રની ઉપર જમીન તરફ હવા જાય છે. હવા હંમેશાં ઉચ્ચ દબાણથી નીટા દબાણવાળા ક્ષેત્ર તરફ ફંટાય છે, જ્યારે હવા ગરમ થઈ જાય છે, ત્યારે હલકી થઈ જાય છે અને ઉપર ઊઠવા લાગે છે. સમુદ્રનું પાણી ગરમ હોય છે તો એના ઉપર મોજૂદ હવા પણ ગરમ થઈ જાય છે અને ઉપર ઊઠવા લાગે છે. આ જગ્યાએ નિમ્ન દબાણનું ક્ષેત્ર બનવા લાગે છે. ત્યારે આસપાસની ઠંડી હવા આ નિમ્ન દબાણવાળા ક્ષેત્રને ભરવા માટે આગળ વધવા લાગે છે, પણ પૃથ્વી પોતાની ધરી પર ફરતી રહે છે, જેને કારણે આ હવા સીધી દિશામાં નહીં જઈને ઘૂમવા લાગે છે અને ચક્કર લગાવતી આગળ વધવા માંડે છે. એને ચક્રવાત કહે છે.

માઇકાના પ્રેસિડન્ટ તરીકે ડો. શૈલેન્દ્રરાજ મહેતાની બીજી મુદત માટે નિમણૂક

અમદાવાદઃ માઇકાની ગવર્નિંગ કાઉન્સિલે ડો. શૈલેન્દ્ર રાજ મહેતાની પહેલી જૂન, 2020થી બીજી મુદત માટે પ્રેસિડેન્ટ અને ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે, 31 મે,2020એ પહેલી મુદત દરમ્યાન ડો. મહેતાએ ડો. મહેતાએ માત્ર સંસ્થાના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રને વિસ્તૃત કરવાનો પ્રયાસ જ કર્યો નહોતો પણ વૈશ્વિક સ્તરે વિવિધ મેનેજમેન્ટ શાળાઓ સાથે ભાગીદારી કરીને પણ વિદ્યાર્થીઓ માટે પ્રોજેક્ટ આધારિત અને સિમ્યુલેશન-આધારિત શિક્ષણની રજૂઆત કરીને શૈક્ષણિક ક્ષેત્રે પરિવર્તનનો દાખલો બેસાડ્યો હતો.માઇકાની ગવર્નિંગ કાઉન્સિલના ચેર પર્સન ડો.ત્રિદિપ સુહરદે તેમની નિમણૂકની પુષ્ટિની જાહેરાત કરતાં કહ્યું હતું કે  ડો. શૈલેન્દ્ર રાજ મહેતાએ પહેલી મે, 2020એ માઇકાના પ્રમુખ અને ડિરેક્ટર તરીકેની પહેલી મુદત પૂરી છે. મને એમ કહેતાં વિશેષ આનંદ થાય છે કે તેમની માઇકાની ગવર્નિંગ કાઉન્સિલના પ્રેસિડન્ટ અને ડિરેક્ટર તરીકે વધુ ત્રણ વર્ષ માટે પહેલી જૂન, 2020થી પુનઃનિમણૂક કરવામાં આવી છે અને હું  માઇકાની ગવર્નિગ કાઉન્સિલ વતી તેમને શુભેચ્છાઓ પાઠવું છું.

અશક્ય લક્ષ્યો પૂરાં કર્યાં

તેમની ફરી નિમણૂક વિશે વાત કરતાં ડો. મહેતાએ કહ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષોમાં માઇકામાં ક્યારેય નીરસ દિવસ નથી રહ્યો નથી અને બધા સ્ટેકહોલ્ડરો સાથે મળીને સંસ્થાના અશક્ય લક્ષ્યોને પૂરાં કર્યાં છે. દરેક નવો દિવસ નવી સંભાવનાઓ, નવા સહયોગ અને નવી પહેલ અને નવી ઉજવણી લાવે છે. હું આનાથી વધુ સારી અપક્ષા રાખતો નથી, એમ તેમણે ઉમેર્યું હતું.

માઇકા એ આઇડિયાઝની સ્કૂલ

માઇકા એ આઇડિયાઝ (નવા વિચારો)ની સ્કૂલ છે. અમારું ધ્યાન આ આઇડિયાઝ નવી પેઢી સુધી પહોંચાડવાનું, પ્રકાશન અને પ્રસાર કરવાનું છે. અમારી ફેકલ્ટીએ તેમનાં ક્ષેત્રોમાં ટોચના વ્યાવસાયિક એવોર્ડ જીત્યા છે. તેઓ વિશ્વના અગ્રણી વિદ્વાનો સાથે કામ કરી રહ્યા છે અને તેમનાં લખાણો ટોચનાં જર્નલમાં પ્રકાશિત થાય છે અને વિશ્વવ્યાપી ઉપયોગમાં લેવામાં આવશે, એનો મને વિશ્વાસ છે.

ભાવિ યોજનાઓ

ડો. મહેતાએ માઇકાની ભવિષ્યની યોજનાઓ વિશે જણાવતાં કહ્યું હતું કે સંસ્થા હંમેશાં તેની શીખવાડવાની શ્રેષ્ઠ પદ્ધતિ માટે જાણીતી છે. સંસ્થા નવા લર્નિગના પ્રયોગો અને અધ્યાપન દ્વારા આગળ વધારવામાં આવશે.

ઇન્નોવેશન સેન્ટર

ગયા વર્ષે અમે માઇકા ઇમ્પેક્ટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે, જ્યાં અમારા સ્ટુડન્ટ્સે કંપનીઓ સાથે NGOs અને સરકાર સાથે મળીને જમીન પર દેખાય એવું અને માપી શકાય એવી અસર બનાવવા માટેનુ કામ શરૂ કર્યું છે. આ વર્ષે અમે માઇકા એન્ટપ્રુનરશિપ ઇનોવેશન સેન્ટર લોન્ચ કરી રહ્યા છીએ, જેનાથી બધા વિદ્યાર્થીઓ તેમના સ્ટાર્ટઅપ્સ શરૂ કરી શકશે, એમ તેમણે કહ્યું હતું.

 ડો. મહેતા વિશે થોડુંક

ડો. મહેતાઃ એક અર્થશાસ્ત્રી અને એકેડેમિશિયન, ડો. મહેતાએ દિલ્હી યુનિવર્સિટી  (સેન્ટ સ્ટીફન કોલેજ અને દિલ્હી સ્કૂલ ઓખ ઇકોનોમિક્સ)માંતી બેચલર અને માસ્ટરની ડિગ્રી લીધી છે અને તેમણે ઓક્સફોર્ડની બાલિઓલ કોલેજમાંથી એમ ફિલ.ની ડિગ્રી મેળવી છે. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ. ડી કર્યું છે. તેઓ દેશની પ્રીમિયર મેનેજમેન્ટ સ્કૂલ ઓફ સ્ટ્રેટેડિક માર્કેટિંગ અને કોમ્યુનિકેશન્સ- અમદાવાદના પ્રેસિડેન્ટ અને ડિરેક્ટર બન્યા છે.

વાવાઝોડા વખતે શું કરવું, શું ન કરવું: મુંબઈવાસીઓ માટે સૂચના

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાએ દેશના આર્થિક પાટનગર મુંબઈને સ્થગિત કરી જ દીધું છે ત્યાં હવે વાવાઝોડું નિસર્ગ શહેરીજનોને અનુભવ કરાવશે. આ વાવાઝોડું મુંબઈના દ્વારે આવી પહોંચ્યું છે અને આજે રાતે અથવા આવતીકાલે ફૂંકાવાની આગાહી કરાઈ છે.

ભારતીય હવામાન વિભાગની ચેતવણી અનુસાર, આ વાવાઝોડું અરબી સમુદ્રમાં શરૂઆતમાં ડીપ્રેશનના સ્વરૂપમાં હતું. ત્યારબાદ ડીપ ડીપ્રેશનમાં પરિવર્તિત થયું છે. 12 કલાકમાં ચક્રવાતમાં પલટાશે અને તે પછીના 12 કલાકમાં તીવ્ર ચક્રવાતમાં પલટાશે. 3 જૂનની બપોરે આ ચક્રવાત ઉત્તર મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કાંઠા પરથી પસાર થશે. એ વખતે પવનની ગતિ પ્રતિ કલાક 100થી 120 કિ.મી.ની હશે.

3 જૂનના બુધવારે મહારાષ્ટ્રમાં ઘણે ઠેકાણે અતિ ભારે વરસાદ પડશે.

મુંબઈ મહાનગરપાલિકાએ શહેરીજનો માટે કેટલીક સૂચનાઓ બહાર પાડી છે, જેમાં જણાવાયું છે કે વાવાઝોડા દરમિયાન શું કરવું અને શું ન કરવું.

શું કરવું એની યાદીઃ

  • ઘરની બહાર મૂકેલી છૂટી વસ્તુઓને બાંધી રાખવી અથવા ઘરની અંદર લઈ લેવી.
  • મહત્ત્વના દસ્તાવેજો અને ઝવેરાતને એક પ્લાસ્ટિકની બેગમાં મૂકી રાખવા.
  • ટીવી અને રેડિયો પર માત્ર સત્તાવાર સૂચનાઓ પર જ ધ્યાન આપવું.
  • ઈમરજન્સી કિટ તૈયાર રાખવી
  • ઘરની બારીઓથી દૂર રહેવું.
  • કેટલીક બારી બંધ રાખવી, કેટલીક ખુલ્લી રાખવી જેથી પ્રેશર જળવાઈ રહે
  • રૂમના મધ્યભાગમાં રહેવું.
  • ખૂણાઓથી દૂર રહેવું, કારણ કે કાટમાળ ખૂણાના ભાગોમાં જમા થતો હોય ચે.
  • ટેબલ કે હેવી ટેબલ કે ડેસ્ક જેવા મજબૂત ફર્નિચરની નીચે સંતાઈ જવું અને એને મજબૂત રીતે પકડી રાખવું
  • તમામ નોન-ઈમરજન્સી સાધનોનો વિદ્યુત પુરવઠો કાપી નાખો
  • સ્વચ્છ પાત્રોમાં પીવાનું પાણી ભરી રાખો
  • સપડાયેલા કે ઈજાગ્રસ્ત થયેલા લોકોને મદદ કરો. એમને પ્રાથમિક સારવાર આપો.
  • ગેસ લીક ન થાય એનું ધ્યાન રાખવું. ગેસની વાસ આવે કે લીક થતો હોય એવો અવાજ આવે તો તત્કાળ બારીઓ ખોલી નાખો અને મકાનમાંથી બહાર નીકળી જાવ. શક્ય હોય તો ગેસનો વાલ્વ બંધ કરો અને ગેસ કંપનીને જાણ કરો.
  • વીજળીના વાયરમાંથી તણખા ઝરતા દેખાય કે રબર બળવાની વાસ આવે તો મુખ્ય પાવર સપ્લાય બંધ કરી દો અને ઈલેક્ટ્રિશીયનને જાણ કરો.

શું ન કરવું એની યાદીઃ

  • અફવાઓ ફેલાવશો નહીં કે માનશો નહીં
  • વાવાઝોડું ફૂંકાતું હોય ત્યારે વાહન ચલાવવાનો પ્રયત્ન ન કરવો કે કોઈ વાહનમાં સફર ન કરવી
  • નુકસાન પામેલા મકાન-ઈમારતોથી દૂર રહો
  • તદ્દન સલામતી ન હોય ત્યાં સુધી ઈજાગ્રસ્ત લોકોને ખસેડશો નહીં, કારણ કે એનાથી વધારે હાનિ થઈ શકે
  • તેલ કે અન્ય જ્વલનશીલ પદાર્થને ઢોળાવા દેશો નહીં. એને તરત જ સાફ કરી દેવું.

મુંબઈ મહાપાલિકાએ શહેરીજનો માટે એક હેલ્પલાઈન નંબર આપ્યો છે. રહેવાસીઓ 1916 નંબર ડાયલ કરી શકે છે અને 4 નંબરને પ્રેસ કરીને વાવાઝોડા સંબંધિત કોઈ પણ જાણકારી મેળવી શકે છે.

આ વાવાઝોડાનો માર્ગ કેવો હશે?

‘નિસર્ગ’ વાવાઝોડું 3 જૂનથી 6 જૂન સુધી ભારતની ધરતી પર રહેવાનું છે.

મુંબઈમાં 129 વર્ષ બાદ આ પહેલી જ વાર ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવાનું છે. આ પહેલાં 1882માં ફૂંકાયું હતું.

આ વાવાઝોડું 3 જૂને બપોરે 4 વાગ્યાની આસપાસ મુંબઈની પડોશના અલીબાગથી મુંબઈના કિનારા પર ત્રાટકશે. ત્યારબાદ વરલી વિસ્તાર પરથી પસાર થઈ થાણેની દિશા તરફ આગળ વધશે.

3 જૂન રાત્રે 8 વાગ્યે થાણે જિલ્લાના પાચવડથી ભિવંડી, ઉંબરપાડા, વાડા માર્ગે ઈગતપુરી તરફ આગળ વધશે

4 જૂન મધરાત બાદ 1 વાગ્યે ઈગતપુરીથી ત્રંબકેશ્વર, કપરાડા માર્ગે વણી તરફ જશે

4 જૂન રાતે 2 વાગ્યે વણી, સાપુતારાથી આગળ વધશે

જેસિકા લાલના હત્યારા મનુ શર્માને જેલમાંથી વહેલો છોડી દેવાયો

નવી દિલ્હીઃ દિલ્હીના બહુચર્ચિત જેસિકા લાલ હત્યા કેસના અપરાધી મનુ શર્માને કારાવાસ દરમિયાન સારો વર્તાવ કરવા બદલ તિહાર જેલમાંથી વહેલો છોડી દેવામાં આવ્યો છે. દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર અનિલ બૈજલે શર્માને જેલમાંથી છોડી મૂકવા માટે દિલ્હી સેન્ટેન્સ રીવ્યૂ બોર્ડ (સમીક્ષા બોર્ડ)એ કરેલી ભલામણનો સ્વીકાર કરી લીધો છે. એને ગઈ કાલે સાંજે જ તિહાર જેલમાંથી છોડી મૂકવામાં આવ્યો છે.

હાલ 45 વર્ષનો મનુ શર્મા ઉર્ફે સિદ્ધાર્થ વશિષ્ઠ મોડેલ જેસિકા લાલને ગોળીથી ઠાર મારવાના આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. એણે જેલમાં 16 વર્ષ, 11 મહિના, 24 દિવસ વિતાવ્યા છે.

મનુ શર્મા ઉપરાંત બીજા 18 કેદીઓને પણ છોડી મૂકવાની ભલામણનો બૈજલે સ્વીકાર કર્યો છે.

શર્મા હાલ જેલની બહાર જ છે. એને 2006ના ફેબ્રુઆરીમાં દિલ્હીની ટ્રાયલ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. પરંતુ, એને કારણે ભારે ઉહાપોહ મચી જતાં અમુક મહિના બાદ દિલ્હી હાઈકોર્ટે એને આજીવન કેદની સજા ફટકારી હતી. 2010માં એ સજાને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.

કાયદો જણાવે છે કે બળાત્કાર અને હત્યા કરનાર, હત્યા અને લૂંટના અપરાધી, ત્રાસવાદના કેસોમાં હત્યા કરનાર, પેરોલ પર છૂટેલો હોય ત્યારે હત્યા કરનારા કેદીઓને બાદ કરતાં અન્ય કેદીઓ જેલમાં 14 વર્ષની સજા પૂરી કરે તો વહેલી જેલમુક્તિ મેળવવાને પાત્ર બને છે.

મનુ શર્મા હરિયાણાના ભૂતપૂર્વ કોંગ્રેસી સંસદસભ્ય વિનોદ શર્માનો પુત્ર છે. એણે 1999ની 30 એપ્રિલની મધરાતે દિલ્હીની ટેમરિન્ડ કોર્ટ રેસ્ટોરન્ટ એન્ડ બારમાં એક ખાનગી પાર્ટી વખતે મોડેલ જેસિકા લાલની ગોળી મારીને હત્યા કરી હતી. મનુ શર્મા પાર્ટીમાં મોડો પહોંચ્યો હતો અને ‘હવે બાર બંધ થઈ ગયો છે’ એમ કહીને જેસિકાએ દારૂ પીરસવાની ના પાડતાં મનુ શર્માએ ગુસ્સામાં આવીને પોતાની રિવોલ્વરમાંથી એને ગોળી મારી હતી. જેસિકાનું બાદમાં મૃત્યુ નિપજ્યું હતું.

મનુ શર્મા સામે ભારતીય ફોજદારી ધારા (આઈપીસી)ની આ કલમો હેઠળ અપરાધી જાહેર કરાયો હતોઃ 302 (હત્યા), 201 (કરેલા ગુનાના પુરાવાનો નાશ કરવો કે ખોટી માહિતી આપવી), 120-બી (ક્રિમિનલ ષડયંત્ર ઘડવું).

પોતાની આ સજા દરમિયાન એ 12 વખત પેરોલ પર છૂટ્યો હતો અને 24 વખત જેલમાં ગેરહાજર રહેવાની ખાસ લાંબી રજાની મંજૂરી મેળવી ચૂક્યો હતો.

સદ્દગત જેસિકાની બહેન સબરીનાએ ગયા મહિને કહ્યું હતું કે એણે મનુ શર્માને માફ કરી દીધો છે. ગુનો કરવા બદલ એણે જેલવાસ ભોગવી લીધો છે. હું તો જિંદગીમાં આગળનું જ જોઉં છું. મારી લડાઈ ન્યાય માટેની હતી. અમને ન્યાય મળી ગયો છે. જો એને છોડી મૂકવામાં આવે તો મને કોઈ પ્રોબ્લેમ નથી. એ હવે સુધરી ગયો હશે એવી આશા રાખું છું અને પ્રાર્થના કરું છું.

સબરીના લાલ

Webinar-2020: Personal Finance during unprecedented time – Need of the Hour

3 જૂને મુંબઈ પર ત્રાટકવા નજીક સરકી રહ્યું છે વાવાઝોડું ‘નિસર્ગ’

મુંબઈઃ અરબી સમુદ્રમાં દક્ષિણ-પશ્ચિમ ખૂણે આકાર લઈ રહેલું વિનાશકારી ચક્રવાતી વાવાઝોડું ‘નિસર્ગ’ 3 જૂને મહારાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકે એવી સંભાવના ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ વાવાઝોડું મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના હરિહરેશ્વર અને દમણ વચ્ચેથી પસાર થશે. એ વખતે પવન કલાકના 100થી 120 કિ.મી.ની ઝડપે ફૂંકાશે.

દરમિયાન, ગુજરાત માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે નિસર્ગ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય. માત્ર દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.

મુંબઈ શહેર ઉપરાંત પડોશના થાણે, પાલઘર, રાયગડ જિલ્લાઓમાં મુસળધાર વરસાદ પડી શકે છે.

આને કારણે મુંબઈ શહેર, નવી મુંબઈ, થાણે, પનવેલ, કલ્યાણ, ડોંબિવલી, મીરા-ભાયંદર, વસઈ-વિરાર, ઉલ્હાસનગર, બદલાપૂર, અંબરનાથ જેવા વિસ્તારોમાં વાવાઝોડું તેની અસર છોડી જાય એવી સંભાવના હોવાથી વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે. લોકોને સાબદાં કરી દેવામાં આવ્યા છે.

આ વાવાઝોડું 2 જૂનના મંગળવારથી સક્રિય થશે અને તેને કારણે પવનની ગતિ 3 જૂન, બુધવારે સાંજે પ્રતિ કલાક 110 કિ.મી. જેટલી થઈ જવાની સંભાવના છે.

વહીવટીતંત્રોએ નાગરિકોને તમામ આવશ્યક કાળજી લેવાની સૂચના અને સલાહ આપી દીધી છે.

મહારાષ્ટ્રમાં NDRF

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની બેઠક યોજી હતી અને ઉપાય યોજના ઘડી હતી. તે અંતર્ગત મહારાષ્ટ્રમાં નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (NDRF)ની 9 ટૂકડીઓને મહારાષ્ટ્રમાં મોકલવામાં આવી છે. એમાંથી મુંબઈમાં 3, પાલઘરમાં 2, થાણે, રાયગડ, રત્નાગિરી અને સિંધુદુર્ગમાં 1-1 ટૂકડીને તૈનાત કરવામાં આવી છે.

ચોપાટીઓ ખાતે કડક સુરક્ષા બંદોબસ્ત

નિસર્ગ વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને ધ્યાનમાં લઈને ઘોષિત કરાયેલા એલર્ટને પગલે મુંબઈમાં તમામ ચોપાટીઓ ખાતે લોકોને પ્રવેશવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. ગિરગાંવ, દાદર, જુહૂ, મલાડ, આક્સા, ગોરાઈ તથા અન્ય ચોપાટીઓ ખાતે લાઈપ ગાર્ડ બોટ તથા અન્ય સુરક્ષા સાધનો સાથે જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

તે ઉપરાંત નરીમાન પોઈન્ટ, બાન્દ્રા, અંધેરી, મલાડ, બોરીવલી એમ તમામ સ્થળે અગ્નિશામક દળને પણ સતર્ક રહેવા જણાવી દેવામાં આવ્યું છે. જવાનોને આવશ્યક સાધનસામગ્રી સાથે સજ્જ રહેવાનું કહેવામાં આવ્યું છે.

નાગરિકોને સતર્ક કરી દેવામાં આવ્યા છે કે વાવાઝોડું ત્રાટકે એવા સંજોગોમાં વીજળી પૂરવઠો ખોરવાઈ જવાની શક્યતા રહેશે. તેથી લોકોએ એમના લેપટોપ, મોબાઈલ ફોન, પાવરબેન્ક્સને ચાર્જ કરી રાખવી. તે ઉપરાંત મીણબત્તીઓ અને ટોર્ચને પણ હાથવગી રાખવી.

મુંબઈમાં આ પ્રકારનું મોટું વાવાઝોડું છેક 1882માં ત્રાટક્યું હતું.

‘ઈન્ડિયા’ને બદલે ‘ભારત’ નામઃ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

નવી દિલ્હી: શું તમને ખબર છે આપણા દેશના કેટલા નામ છે? ભારતના બંધારણના પ્રથમ અનુચ્છેદમાં લખ્યું છે ઈન્ડિયા એટલે કે ભારત. અહીં સવાલ એ છે કે, દેશ એક છે તો નામ એક કેમ નહીં. આ મામલો એક અરજી સ્વરૂપે હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જેના પર આજે સુનાવણી કરવામાં આવશે.

અરજીકર્તાની માંગ છે કે, દેશનું નામ ઈન્ડિયાને બદલે ભારત કે હિન્દુસ્તાન જ હોવું જોઈએ. ઈન્ડિયા શબ્દ ગુલામીની નિશાની છે. દિલ્હીના ખેડૂતે જનહિત અરજી દાખલ કરીને બંધારણમાં કલમ-1માં ફેરફાર કરવાની માંગણી કરી છે. આ આર્ટિકલ દ્વારા જ દેશને અંગ્રેજીમાં ઈન્ડિયા નામ આપવામાં આવ્યું છે. આ કેસની સુનાવણી દેશના ચીફ જસ્ટિસ એસએ બોબડેની બેન્ચમાં આજે કરાશે.

અરજી કરનારનું કહેવું છે કે, દેશનું નામ અંગ્રેજીમાં પણ ભારત કરવાથી લોકોમાં રાષ્ટ્રીય ભાવના વધશે અને દેશને એક અલગ ઓળખ મળશે. પ્રાચીનકાળથી જ દેશને ભારતના નામે ઓળખવામાં આવે છે. પરંતુ અંગ્રજોની 200 વર્ષની ગુલામીમાંથી મળેલી આઝાદી પછી અંગ્રેજીમાં દેશનું નામ ઈન્ડિયા કરી દેવામાં આવ્યું. દેશના પ્રાચીન ઈતિહાસને ભૂલવો ન જોઈએ. તેથી દેશના અસલી નામ ભારતને જ માન્યતા આપવી જોઈએ. અરજી કરનારનું કહેવું છે કે, અંગ્રેજો ગુલામોને ઈન્ડિયન કહેતા હતા. તેમણે જ દેશને અંગ્રેજીમાં ઈન્ડિયા નામ આપ્યું હતું.

15 નવેમ્બર 1948 બંધારણના આર્ટિકલ-1 વિેશે ચર્ચા કરતાં એમ. અનંતશયનમ અય્યંગર અને સેઠ ગોવિંદ દાસે દેશનું નામ અંગ્રેજીમાં ઈન્ડિયા રાખવાનો ખૂબ વિરોધ કર્યો હતો. તેમણે તે સમયે પણ દેશનું નામ અંગ્રેજીમાં ભારત, ભારતવર્ષ અથવા હિન્દુસ્તાન રાખવાનું સુચન આપ્યું હતું. પરંતુ તે સમયે આ વાત પર બહુ ધ્યાન આપવામાં નહતું આવ્યું.

કહેવાય છે કે, રાજા ભરતે ભારતનો સંપૂર્ણ વિસ્તાર કર્યો હતો અને તેમના નામ પરથી જ આ દેશનું નામ ભારત પડ્યું. મધ્ય યુગમાં તુર્ક અને ઈરાની લોકો અહીં આવ્યા તો તેમણે સિન્ધુ ઘાટીથી પ્રવેશ કર્યો. એ લોકો ‘સ’ નો ઉચ્ચારણ ‘હ’ કરતા હતા અને આ સિન્ધુનું અપભ્રંશ હિન્દુ થઈ ગયું. અને હિન્દુઓના દેશને હિન્દુસ્તાન નામ મળ્યું. ત્યારબાદ જ્યારે અંગ્રેજો આવ્યા તો તેમણે ઈન્ડસ વેલી એટલે કે સિન્ધુ ઘાટીના આધાર પર આ દેશનું નામ ઈન્ડિયા કરી દીધું કારણ કે ભારત કે હિન્દુસ્તાન શબ્દ બોલવો તેમના માટે અસુવિધાજનક હતું.

રિલાયન્સનો રાઇટ ઈશ્યુ 1.1 ગણો છલકાયો

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના રૂ. 53,124 કરોડના રાઇટ ઇશ્યુને શેરધારકો પાસેથી પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો છે. કંપનીનો આ ઇશ્યુ પહેલી જૂન, 2020એ જ 1.1 ગણો ઓવરસબસ્ક્રાઇબ્ડ થયો છે અને આ ઇશ્યુ આડે હજી બે દિવસ બાકી છે. સ્ટોક એક્સચેન્જીસના સબસ્ક્રિપ્શન ડેટાએ દર્શાવ્યું છે કે પહેલી જૂનના સાંજે પાંચ કલાક સુધી કંપનીને 42.26 કરોડ શેરોની ઓફર સામે 46.04 કરોડ અરજી મળી છે., જે 8.9 ટકા વધુ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનેને રાઇટ્સ ઇશ્યુના મહત્ત્વના મુદ્દા નીચે મુજબ છે.

  1. કંપનીને રાઇટ્સ ઇશ્યુમાં રોકાણકારો તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો છે.
  2. કંપનીને રાઇટ્સ ઇશ્યુ 1.1 ટકા છલકાયો, ઇશ્યુ હજી બે દિવસ ખુલ્લો છે.

a BSEને આ રાઇટ્સ ઇશ્યુ પૈકી 44.85 કરોડની અરજીઓ મળી છે.

b NSEએ રાઇટ્સ ઇશ્યુ પૈકી 0.57 કરોડની અરજીઓ મેળવી છે.

c  non-ASBA બિડ 0.62 કરોડ રાઇટ્સ શેર્સ છે (રજિસ્ટ્રાર પાસેથી R-WAP પ્રાપ્ર થયેલા છે)

3 કંપનીનો રાઇટ્સ ઇશ્યુ ઓવરસબસ્ક્રિપ્શન સૂચવે છે કે શેરહોલ્ડરોએ તેમના એનટાઇટલમેન્ટ કરતાં વધુ રાઇટ્સ શેરોની અરજી કરી છે.

4 આ રાઇટ્સ ઇશ્યુ હજી બે દિવસ બાકી છે અને એ જોવા મળ્યું છે કે અત્યાર સુધીમાં આવા મોટા ઇશ્યુમાં શેરોની ફાળવણી અચૂક થાય છે, સંસ્થાકીય રોકાણકારો છેલ્લા દિવસોમાં જ અરજી કરતા હોય છે. આનો અર્થ એ થયો કે હજી આ ઇશ્યુ અનેક ગણો છલકાઈ શકે છે.

5 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને આનંદ એ વાતનો છે કે કંપનીને હંમેશં મોટી સંખ્યામાં શેરહોલ્ડરો ટેકો પૂરો પાડે છે. કંપનીના 25.4 રિટેલ શેરહોલ્ડરો છે- સ્થાનિક અને વિદેશી થઈને 1700 સંસ્થાકીય રોકાણકારો છે, જેમનું કંપનીમાં મૂડીરોકાણ છે.

6 કોવિડ-19ના કટોકટી જેવા સમયે કંપનીમાં જે રીતે નોંધપાત્ર સબસ્ક્રિપ્શન થયું છે, એ દર્શાવે છે કે  કંપનીના ભાવિ અને પ્રમોટરોમાં દરેક પ્રકારના રોકાણકારોનો આત્મવિશ્વાસ અને પ્રતિબદ્ધતા છે.

  1. રિલાયન્સના રાઇટ્સ ઇશ્યુ જે રીતે છલકાયો છે, કેમ કે એની તુલના તાજેતરના ભૂતકાળમાં આવેલા તેના પ્રતિસ્પર્ધી સાથે કરીએ તો સમજાય છે કે એ ઘણો નોંધપાત્ર છે. મિડિયા અહેવાલો કહે છે કે ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા રાઇટ્સ ઇશ્યુ એપ્રિલ-મે, 2019 દરમ્યાન આવ્યા હતા, જે પાંચ ટકા-આઠ ટકા છલકાયા હતા. આ દરેક ઇશ્યુ રિલાયન્સના રાઇટ્સ ઇશ્યુ કરતાં અડધા કદના હતા.

8 અગાઉ કંપનીએ નવું ટ્રેડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ REs બનાવ્યું હતું, જેનું પ્રીમિયમ વેલ્યુએશન હતું, જેના લીધે લિક્વિડિટી વધી હતી અને એમાં ગુણવત્તાયુક્ત રોકાણકારોને એમાં ભારે રસ દાખવ્યો હતો. REsનો કદી પણ એની ઇનટ્રિનસિક કિંમતથી નીચે સોદો થયો નહોતો, જે ભારતીય મૂડીબજારો માટે એક સીમાચિહ્નરૂપ હતો. ( તાજેતરના ભૂતકાળમાં એ જોવા મળ્યું હતું કે અન્ય કંપનીના આવા જ આ રાઇટ એન્ટાઇલમન્ટ્સ હંમેશાં  ઇનટ્રિનસિક મૂલ્યના સરેરાશ 43 ટકા ડિસ્કાઉન્ટમાં સોદા થયા હતા).

9 RIL-REsએ કંપનીના શેરહોલ્ડરો માટે રૂ. 9500 કરોડનું મૂલ્ય ઊભું કર્યું હતું.

10 ત્રણ દાયકામાં RILનો સૌપ્રથમ રાઇટ ઇશ્યુ ત્રીજી જૂન, 2020એ બંધ થશે. કંપની આ રાઇટ ઇશ્યુ 1:15ના રેશિયો સાથે આવી છે. કંપનીએ બધા શેરહોલ્ડરો તેના  ગ્રોથમાં ભાગ લેવા માટે ગ્રાહકલક્ષી ટેક્નોલોજી બિઝનેસીસ સાથે જોડવાનું શરૂ કર્યું, જેમાં નવા વ્યૂહાત્મક રોકાણકારો પણ જોડાશે. જેથી કંપનીએ આ ઇશ્યુને ઇન્વેસ્ટર ફ્રેન્ડલી રાખતાં રાઇટ ઇશ્યુની કિમત રૂ. 1257 રાખી છે, જે શેરહોલ્ડરે ત્રણ હપતામાં -18 મહિનામાં ચૂકવવાના રહેશે. જેમાં શેરહોલ્ડરોએ ત્રીજી જૂન, 2020એ અરજી સાથે 25 ટકા, મે 2021માં 25 ટકા અને બાકીના 50 ટકા નવેમ્બર, 2021માં ચૂકવવાના રહેશે.

મહત્ત્વના ડેટા

કુલ શેર્સ (કરોડમાં)
RIL’s ઇક્વિટી કેપિટલ 633.93
રાઇટ્સ ઇશ્યુનું કદ  42.26

 

31 માર્ચ, 2020 RIL શેરહોલ્ડિંગ (%)
પ્રમોટર્સ   48.9
પબ્લિક સંસ્થાકીય 37.2
બિન સંસ્થાકીય 11.6
કસ્ટોડિયન (DRs) 2.4
કુલ   100

  સ્રોત BSE

બિનસંસ્થાકીય શેરહોલ્ડર્સ માટે બ્રેક-અપ(31 માર્ચ, 2020) શેરોની સંખ્યા

(કરોડમાં)

 કુલ ટકાવારી
વ્યક્તિગત 55.5  8.8
કોર્પોરેટ સંસ્થાઓ 5.8  0.9
બિનનિવાસી ભારતીય (NRI) 3.3  0.5
ટ્રસ્ટ્સ/ HUFs  4.0 0.6
ક્લિયરિંગ મેમ્બર્સ/ અનક્લેમ્ડ/ IEPF   4.8 0.8
કુલ 73.5 11.6
સ્રોત:  BSE

 

કોરોનાના 8171 નવા કેસ, 204નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત ઝડપથી વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી થયેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસના દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,98,706 થઈ ગઈ છે, જ્યારે આ વાઇરસથી અત્યાર સુધી 5598 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જોકે આ બીમારીમાંથી અત્યાર સુધી 95,527 દર્દીઓ. કોરોનાને માત આપવામાં સફળ થયા છે. પાછલા 24 કલાકમાં 8171 લોકોના નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 204 લોકોનાં મોત થયાં છે. રિકવરી રેટ 48.07 ટકા થયો છે.

દિલ્હીમાં 20,000થી વધુ કેસ

દિલ્હીમાં કોરોનાના કેસોને મામલે ત્રીજા નંબરે છે. અત્યાર સુધી અહીં 20,834 કેસ સામે આવ્યા છે, જેમાંથી 523 લોકોનાં મોત થયાં છે, જ્યારે 8746 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.

મહારાષ્ટ્રમાં 70,000ની વધુ કેસ

કોરોનાશી સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા 70,000ને પાર થઈ ગઈ છે. અત્યાર સુધી 2362 લોકોનાં મોત થયાં છે, જ્યારે 30,000થી વદુ લોકો ઠીક થઈ ચૂક્યા છે. હાલ 37,543 સક્રય કેસ છે. બીજા ક્રમાંકે તામિલનાડુ છે. રાજ્યમાં 23,000થી વધુ કેસ છે અને 184 લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.