મુંબઈઃ બોલીવૂડ એક્ટર અજય દેવગને ધારાવી વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલી 200-પલંગની કામચલાઉ ફિલ્ડ હોસ્પિટલ માટે ઓક્સિજન સિલિન્ડર્સ અને બે પોર્ટેબલ વેન્ટિલેટર્સનું દાન કર્યું છે.
ધારાવી ઝૂંપડપટ્ટી વિસ્તાર એશિયા ખંડમાં સૌથી મોટો ગણાય છે. અહીં 2.5 સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં 6.5 લાખ લોકો વસે છે. આ વિસ્તારમાં કોરોના વાઈરસના 1,500થી વધારે કેસો નોંધાયા છે.
સૂત્રના દાવા મુજબ, અજય દેવગને ધારાવીમાં કોરોના દર્દીઓની સારવાર માટે કામચલાઉ હોસ્પિટલ બનાવવા માટે પોતાના ફિલ્મ પ્રોડક્શન હાઉસ (અજય દેવગન ફિલ્મ્સ ફાઉન્ડેશન) મારફત બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ને મદદ કરી છે.
થોડાક દિવસો પહેલાં દેવગને જાહેરાત કરી હતી કે તે ધારાવીમાં 700 પરિવારોને રેશનિંગની ચીજવસ્તુઓ તથા હાઈજિન કિટ્સ પૂરી પાડીને મદદ કરી રહ્યો છે.
મુંબઈમાં, કોરોના વાઈરસ રોગચાળાના ફેલાવા માટે ધારાવી વિસ્તાર કેન્દ્રબિંદુ બન્યો છે. મહાનગરપાલિકાના કર્મચારીઓ અહીં બીમારીને ફેલાતી રોકવા અને દર્દીઓની સારવાર કરવા માટે દિવસ-રાત મહેનત કરે છે. ઘણા નાગરિકો તથા સેવાભાવી સંસ્થાઓ પણ બીએમસીને મદદ કરે છે.
તાન્હાજી ફિલ્મના અભિનેતા અજય દેવગને મિશન ધારાવી યોજના અંતર્ગત આ યોગદાન આપ્યું છે.
દેવગને કોરોના-લોકડાઉનના સંદર્ભમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં દૈનિક રોજગાર પર નભતા લોકોને મદદરૂપ થવા માટે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ સંસ્થાને રૂ. 51 લાખની રકમનું દાન આપ્યું છે.
નવી દિલ્હી: દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ દ્વારા પાકિસ્તાન હાઈ કમિશનના બે વિઝા અધિકારીઓ અને તેના ડ્રાઈવરની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર બંને અધિકારીઓએ બોગસ ડોક્યુમેન્ટને આધારે ભારતીય ઓળખ મેળવી હતી. પાકિસ્તાન હાઈ કમિશનના આ બંને અધિકારીઓ જાસૂસીમાં સંડોવાયેલા હોવાની માહિતી છે. આ બંનેની કરોલબાગમાંથી ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યાં મુજબ આ અધિકારીઓના નામ આબિદ હુસેન (42) અને તાહિર ખાન (44) છે. બંને વિઝા આસિસ્ટન્ટ તરીકે હાઈ કમિશનમાં કામ કરી રહ્યાં હતાં. તથા આઈએસઆઈ ઓપરેટિવ છે. તેમની પાસેથી ગીતા કોલોની નિવાસી નાસિર ગોતમ (Nasir Gotam)ના નામથી એક નકલી આધાર કાર્ડ મળ્યું છે. આ સાથે જ પોલીસે બે એપલ આઈફોન અને 15000 રૂપિયા રોકડ પણ જપ્ત કર્યા છે.
આ ઓપરેશન દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને મિલિટરી ઈન્ટેલિજન્સ (MI) દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ભારતે આ મામલે આકરો વિરોધ નોંધાવ્યો છે અને પાકિસ્તાન સામે આપત્તિ પત્ર જાહેર કર્યું છે.
સામા પક્ષે પાકિસ્તાને પોતાના અધિકારીઓ પર લગાવવામાં આવેલા આરોપોને ખોટા ગણાવતા ભારતની કાર્યવાહીની ટીકા કરી છે. પાકિસ્તાને આ ઘટનાને એક પૂર્વઆયોજિત ષડયંત્ર ગણાવ્યું છે. તેનો દાવો છે કે દિલ્હીમાં તેના દૂતાવાસે હંમેશા આંતરરાષ્ટ્રીય કાયદા અને રાજદ્વારી માપદંડો મુજબ કામ કર્યું છે.
મુંબઈ તા.1 જૂન, 2020ઃ અગ્રણી સ્ટોક એક્સચેન્જ બીએસઈએ આજથી સોના અને ચાંદીના સ્પોટ પ્રાઈસીસ આધારિત ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ લોન્ચ કર્યા છે. સેબીના પૂર્ણ સમયના મેમ્બર એસ. કે મોહન્તીએ આ કોન્ટ્રેક્ટ લોન્ચ કરતાં કહ્યું કે આ કોન્ટ્રેક્ટ્સ લોન્ચ કરવા માટેનો આ સૌથી યોગ્ય સમય છે.
આ પ્રસંગે બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે આ ગોલ્ડ મિની અને સિલ્વર ઓપ્શન્સ ઉપલબ્ધ થવાને પગલે નાના ઝવેરીઓ, રિટેલરો તેમના પ્રાઈસ રિસ્કને હેજ કરવા બીએસઈના કોમોડિટી પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે.
બીએસઈના કોમોડિટી બિઝનેસ હેડ સમીર પાટીલે કહ્યું કે આ કોન્ટ્રેક્ટ ડિલિવરીપાત્ર છે અને તેની સમપ્તિ સમયે ફિઝિકલ ડિલિવરીમાં પરિણમશે.
સિક્યુરિટીઝ કોન્ટ્રેક્ટ રેગ્યુલેશન્સ એક્ટમાં તાજેતરમાં કરાયેલા સુધારાને પગલે આ બંને કોમોડિટીઝના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ લોન્ચ કરી શકાયા છે.
આ કોન્ટ્રેક્ટ્સમાં ગોલ્ડ 100 ગ્રામના છે અને સિલ્વર એક કિલોના છે. આ કોન્ટ્રેક્ટ્સ બંને કીમતી ધાતુઓના સ્પોટ પ્રાઈસ આધારિત હોવાથી તે સ્પોટ માર્કેટ્સની એક્ઝેક્ટ રિપ્લિકા છે, એમ બીએસઈના એક અધિકારીએ જણાવ્યું હતું. અન્ય એક્સચેન્જમાં આનાથી પણ નાના કદના ઓપ્શન્સ ઉપલબ્ધ છે તો ભવિષ્યમાં એક્સચેન્જ એવા ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સ લોન્ચ કરશે કે એના જવાબમાં એક્સચેન્જના અધિકારીએ કહ્યું હતું ગોલ્ડ અને સિલ્વરના આ કોન્ટ્રેક્ટ્સ બજારમાં વધુ આવશ્યક હોઈ એ પ્રથમ લોન્ચ કરવામાં આવ્યા છે, ભવિષ્યમાં અમે અમારી પ્રોડક્ટ્સ રેન્જ જરૂર વિસ્તારીશું.
મુંબઈઃ કોરોના વાઈરસનો ફેલાવો અને એને રોકવા લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનથી સર્જાયેલી આર્થિક કટોકટીનો આ મુશ્કેલ સમય પણ પસાર થઈ જશે. એ માટે સહુએ ધીરજ રાખવાની છે અને નાણાંની શક્ય એટલી બચત કરવાની છે એવી સલાહ આર્થિક જગતના નિષ્ણાતોએ ‘ચિત્રલેખા.કોમ’ અને ‘આદિત્ય બિરલા કેપિટલ’ દ્વારા રવિવારે સંયુક્તપણે આયોજિત એક વેબિનારમાં લોકોને આપી હતી.
આ વેબિનારનો વિષય હતોઃ ‘વ્યક્તિગત આર્થિક આયોજનઃ સમયની તાતી જરૂરિયાત.’
આ વેબિનારમાં આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના ઈન્વેસ્ટર એજ્યૂકેશન અને ડિસ્ટ્રીબ્યુશન ડેવલપમેન્ટના હેડ કે.એસ. રાવ, આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના બિઝનેસ ડેવલપમેન્ટના હેડ મનીષ ઠક્કર અને ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળાએ ભાગ લીધો હતો. જ્યારે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના સાધુ જ્ઞાનવત્સલદાસે પ્રારંભિક સંબોધન કર્યું હતું. કાર્યક્રમના મોડરેટર હતા જાણીતા આર્થિક પત્રકાર જયેશ ચિતલિયા.
વેબિનારની શરૂઆતમાં સાધુ જ્ઞાનવત્સલ દાસે કહ્યું હતું કે કોરોના બીમારીએ આપણને સહુને કંઈને કંઈ શીખડાવ્યું છે. લોકોએ પોતાના નાણાંની બચત કરવાનું પણ શીખવાનું છે. જરૂર હોય એટલો જ ખર્ચ કરવો જોઈએ.
સ્વામી જ્ઞાનવત્સલદાસે કોરોના વાઈરસ મહાબીમારી, આરોગ્યની સંભાળ, સકારાત્મક વલણ અને બચતના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. એમણે કહ્યું કે કોરોના બીમારીને કારણે ભલે અનિચ્છનીય સમય સર્જાયો છે, પણ એને આપણે અપનાવવો જ રહ્યો. કોરોનાએ આપણને ઘણા પાઠ ભણાવ્યા છે. એમાંથી જ આપણે વિકાસ સાધવાનો છે, પ્રગતિ કરવાની છે. સાથોસાથ, આપણે સૌએ આપણા આરોગ્યની પણ કાળજી લેવાની છે. આ સંકટકાળમાં જે તક મળે એને ઝડપી લેવાની જરૂર છે. પરિસ્થિતિથી હતાશ થવાનું નથી. લોકો બચત કરે એવો આગ્રહ સ્વામી જ્ઞાનવત્સલદાસે કર્યો હતો અને કહ્યું કે જરૂર હોય એટલો જ ખર્ચ કરવો જોઈએ. દેખાડો કરવા માટે ખર્ચ કરવાનું ટાળવું જોઈએ, એની બદલે બચત કરવી જોઈએ જેથી આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે એ રકમ કામમાં લાગે.
દેશની અર્થવ્યવસ્થામાં એકંદર રીકવરી ક્યારે આવશે? એવા મોડરેટર ચિતલિયાના સવાલના જવાબમાં કે.એસ. રાવે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતનું અર્થતંત્ર ચોક્કસ રીકવર થશે, પણ એમાં થોડોક સમય લાગશે. ઘણા ક્ષેત્રોને ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે જે સ્ટીમ્યુલર પેકેજ જાહેર કર્યા છે એના પરથી કહી શકાય કે સરકાર સકારાત્મક નજરે બધું જુએ છે.
મ્યુચ્યુઅલ ફંડ વિશે રાવે કહ્યું કે, લિક્વિડી માર્કેટને ડ્રાઈવ કરે છે. મ્યુચ્યુઅલ ફંડ આપોઆપ ચાલે છે. આ ઉદ્યોગ વધારે મજબૂત થશે. ‘મ્યુચ્યુઅલ ફંડ સહી થા, સહી હૈ, સહી રહેગા.’ ફૂગાવો ઘટી ગયો છે અને નવા ઈન્વેસ્ટરો માર્કેટમાં આવી રહ્યા છે. સામાન્ય ઈન્વેસ્ટરોએ મ્યુચ્યુઅલ ફંડમાં વિશ્વાસ જાળવી રાખવાની જરૂર છે.
મનીષ ઠક્કરનું કહેવું હતું કે ઈન્વેસ્ટરોએ ધીરજ રાખવી જરૂર છે. મૂડીરોકાણમાં વ્યક્તિની ઉંમર, આશા, સમય મુદ્દાઓનું મહત્ત્વ હોય છે. જેમની ઉંમર 30-35 વર્ષ છે એમણે ઈક્વિટીમાં પૈસા રોકવા જોઈએ. આવનારા દિવસોમાં મ્યુચ્યુઅલ ફંડની કામગીરીમાં સુધારો આવશે. સૌ સકારાત્મક રહીશું તો સારું રિટર્ન મળશે.
ઠક્કરે વધુમાં કહ્યું કે, એક જ એસેટમાં બધા પૈસા રોકી દેવા ન જોઈએ. ભયનું વાતાવરણ સર્જાયું હોય ત્યારે માર્કેટમાંથી નીકળી જવું એ બરાબર નથી. ભયને કારણે સંતુલન બગડે એટલે જ પરિસ્થિતિ બગડતી હોય છે.
ગૌરવ મશરૂવાળાએ સ્પષ્ટ સલાહ આપી કે હાલના સંકટમાં પણ લોકોએ ગભરાવાનું નથી. આપણે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ‘રસ્તાનો વળાંક આવે એટલે રસ્તાનો અંત એવું સમજવું નહીં. પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ રહેવું જોઈએ. If you will Predict, you will Panic.
મશરૂવાળાએ વધુમાં કહ્યું કે, લોકોએ ઈમરજન્સી ફંડ ઊભું કરવું જોઈએ. ભલે એક સાથે નહીં તો તબક્કાવાર રીતે. આ સંકટના સમયમાં લોકો નવી રીતે કામ કરતા શીખશે.
મોડરેટર જયેશ ચિતલિયાએ દ્રઢપણે એવી માન્યતા વ્યક્ત કરી હતી કે, SIP (સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) બંધ કરવા ન જોઈએ. એમાં લાભ છે. પૈસાની અત્યંત જરૂર ન હોય તો SIP ક્લોઝ કરવા ન જોઈએ.
વેબિનારની શરૂઆતમાં ચિતલિયાએ ‘ચિત્રલેખા’ મેગેઝિનની સિદ્ધિઓની છણાવટ કરી હતી. એમણે કહ્યું કે ‘ચિત્રલેખા’ મેગેઝિન સમયની સાથે અને સમયથી આગળ પણ રહ્યું છે. તેના ડિજિટલ પ્લેટફોર્મ ‘ચિત્રલેખા.કોમ’ના લાખો વ્યૂઅર્સ છે. ખાસ કરીને અમેરિકા, યૂકેના ગુજરાતીઓ આ ડિજિટલ પ્લેટફોર્મની નિયમિત મુલાકાત લે છે અને ભારત વિશેના સમાચારોથી અપડેટ રહે છે.
‘ચિત્રલેખા.કોમ’ને બે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. એક, ગુજરાતી વિધાનસભાની ચૂંટણીના કવરેજ માટે અને બીજો, ઈન્સ્પિરેશનલ (પ્રેરણાત્મક) વિડિયો-વાર્તા માટે. ‘ચિત્રલેખા’ અને ‘આદિત્ય બિરલા કેપિટલ સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડે’ સાથે મળીને દેશના જુદા જુદા શહેરોમાં અત્યાર સુધીમાં 37 સેમિનાર કર્યા છે, પણ ‘ચિત્રલેખા’ના ડિજિટલ પ્લેટફોર્મ પર આ પહેલો વેબિનાર છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી થયેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસના દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,90,535 થઈ ગઈ છે, જ્યારે આ વાઇરસથી અત્યાર સુધી 5394 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ બીમારીમાંથી અત્યાર સુધી 91,819 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. પાછલા 24 કલાકમાં 8392 લોકોના નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 230 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં આવેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. રિકવરી રેટ 48.19 ટકા થયો છે. વિશ્વમાં કોરોના સંક્રમિતોની દેશોની યાદીમાં ભારતનો ક્રમાંક હવે સાતમો આવ્યો છે.
વધુ છૂટછાટો સાથે લોકડાઉનનો તબક્કા આજથી અમલી
દેશમાં લોકડાઉનનો આગલો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે, જે 30 જૂન સુધી ચાલશે. સરકારે આને લોકડાઉનને બદલે અનલોક વન કહ્યું છે. આ તબક્કામાં સરકારે કન્ટેનમેન્ટ ઝોન સિવાયની જગ્યા સિવાય મોલ અને રેસ્ટોરાંને ખોલવાની મંજૂરી આપી છે. ગૃહ મંત્રાલયે કન્ટેનમેન્ટ ઝોનની બહારનાં ક્ષેત્રોને ફરી ખોલવા માટે નવા દિશા-નિર્દેશો જારી કર્યા છે. આ દિશા-નિર્દેશો આજથી લાગુ થશે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
મુંબઈઃ બોલિવુડના મશહૂર ‘સંગીતકાર’ વાજિદ ખાનનું નિધન થઈ ગયું છે. તેઓ 42 વર્ષના હતા. વાજિદે પોતાના ભાઈ સાજિદની સાથે મળીને અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. બંને ભાઈઓની જોડી બોલિવુડમાં સાજિદ-વાજિદના નામે ઓળખાતી હતી. તેમને ઘણા સમયથી કિડનીની બીમારી હતી.વાજિદના નિધનનું કારણ તેમને કિડનીની સમસ્યા જણાવવામાં આવી છે. કિડનીની સારવાર દરમ્યાન તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો તો તેમના રિપોર્ટમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેઓ એક સપ્તાહથી કોરોના પોઝિટિવ હતા.
તેમણે સલમાન ખાનની ફિલ્મમાં સ્ગીત આપ્યું હતું
સાજિદ-વાજિદે સૌથી પહેલાં 1998માં સલમાન ખાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’માં સંગીત આપ્યું હતું. 199માં તેમણે સોનુ નિગમના આલબમ ‘દીવાના’ માટે સંગીત આપ્યું હતું., જેમાં ‘દીવાના તેરા, ‘અબ મુજસે રાત દિન’ અને ‘ઇસ કદર પ્યાર હૈ’ જેવા ગીતો સામેલ છે. એ જ વર્ષે તેમણે ફિલ્મ ‘હૈલો બ્રધર’ માટે મ્યુઝિક ડિરેક્ટરના રૂપમાં કામ કર્યું હતું અને ‘હટા સાવન કી ઘટા’, ‘ચુપકે સે કોઈ’ અને ‘હૈલો બ્રધર’ જેવાં ગીતો લખ્યા હતા.
સાજિદ-વાજિદે ક્યા યહી પ્યાર હૈ, ગુનાહ ચોરી ચોરી, ધ કિલર, શાદી કરકે ફંસ ગયા યાર, જાને હોગા ક્યા અને કલ કિસને દેખા હૈ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.
સોશિયલ મિડિયા પર શ્રદ્ધાજંલિ અપાઈ રહી છે
વાજિદના નજીકના મિત્ર સલીમ મર્ચન્ટે તેમને યાગ કરતાં શ્રદ્ધાંજલિ આપી હતી. ટેમણે ટ્વીટર પર સાજિદ-વાજિદ ફેમ વાજિદ ખાનના નિધનના સમાચાર સાંભળીને શૂન્યમનસ્ક થઈ ગયો છે. અલ્લા તેમના પરિવારને શક્તિ આપે. બોલિવુડની અનેક હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
મુસાફરી થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિકપ્રવચનો સાંભળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે.
નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે.
ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે પરંતુ કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ.
આર્થિકસ્થિતિની થોડી ચિંતા થઈ શકે છે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે, તમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમાં જવાના યોગ છે, વેપારના કામકાજમાં તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે.
સામાજિકપ્રસંગમાં જવાના યોગ છે તેમા થોડો માનસિકઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીકે દામ્પત્યજીવનમા તમારી લાગણી દુભાતી હોય તેવુ તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો છે.
સપ્તાહ દરમિયાન ક્યાંકને ક્યાંક અશાંતિ અને દ્વિધા રહેવાના કારણે સામાજિકકે ધાર્મિકકાર્યમા કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચારો અને દ્વિધામા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળ ના કરવી.
યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવામા રુકાવટ થઈ શકે, અતિઉત્સાહના કારણે તમારા કામને ક્યાંક ગતિ પણ મળી શકે છે, જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજન પૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે. મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછો ઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે.
અચાનક યાત્રા થાય તેવુ બનવા જોગ છે, કામકાજમા વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો, ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી થાય.
આર્થિકલાભ થાય તેવા યોગ છે, તમારા ધાર્યાકામ પાર પાડવા માટે તમારે વાણી અને વર્તનનો ઉપયોગ સાથ આપી શકે છે, જેમા તમને આનંદ-ઉત્સાહ સારો રહી શકો છે, ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, તમારી પ્રતિભાની કોઈ સારી રીતે કદર અને ભરોસો કરે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય.
કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, નાણાકીયઆયોજન અંગે નવુઆયોજન થઈ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે.
નવાકામની સારી શરૂઆત થાય પણ તેમા કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચારમતભેદ થાય પણ તેમા પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદ વ્યક્તિ તરફથી સારુ વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાય ચાલતી હોય તેમા પ્રગતિ થતી જોવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે તેમા ખોટીચર્ચા ના થાય તેની કાળજી રાખવી ઇચ્છનીય છે, મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમાં તમને સારીવાત રજુ કરવાની તક મળી શકે છે, વેપારના કામકાજમાં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવુ જેથી ગેરસમજ ટાળી શકાય, પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તવુ બની શકે છે.