નવી દિલ્હીઃ કોરોના સંકટને પગલે દેશભરમાં જારી રહેલા લોકડાઉન છતાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો અટકવાનું નામ નથી લેતો. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા તાજા આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 1,12,359 થઈ ગઈ છે અને 3435 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 5609 નવા કેસો સામે આવ્યા છે અને 132 લોકોનાં મોત થયાં છે. આ બીમારીમાંથી અત્યાર સુધી 45,300 દર્દીઓ ઠીક થઈ ચૂક્યા છે. રિકવરી રેટ સુધરીને 40.31 ટકા થયો છે.
દિલ્હીમાં 50થી 50 વયના લોકોમાં મોતનું પ્રમાણ 26 ટકાથી વધુ
દિલ્હીમાં કોવિડ-19ને લીધે જીવ ગુમાવનારા લોકોમાંથી 26 ટકાથી વધુ લોકો 50થી 59 વયના વર્ગના હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હીમાં કોરોના વાઇરસથી 176 લોકોનાં મોત થયાં છે. બુધવારે આ સંક્રમણના 534 નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી શહેરમાં સંક્રમિતોની સંખ્યા વધીને 11,000ને પાર થઈ ગઈ છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
કોલકાતાઃ બંગાળની ખાડીમાં ઉદભવેલા ચક્રવાતી વાવાઝોડા અમ્ફાને ગઈ કાલે બંગાળમાં ભારે વિનાશ વેર્યો છે. આ વાવાઝોડાને લીધે રાજ્યમાં ઓછામાં ઓછા 12 જણના મોત થયાં છે અને અસંખ્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ વાવાઝોડા દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 190 કિલોમીટરની હતી. હજ્જારો ઝાડ ઊખડી ગયાં છે. તેજ હવા અને ભારે વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું. કાચાં મકાનોની સાથે-સાથે કોલકાતા સહિત કેટલાય વિસ્તારોમાં જૂનાં મકાનો પણ ધરાશાયી થયાં છે.અહવાલો મુજબ ઉત્તરી પરગણા જિલ્લામાં આશરે 5200 મકાનોને નુકસાન થયું છે.
6.58 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
રાજ્યમાં અમ્ફાન વાવાઝોડું ત્રાટક્યું એ પહેલાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના તટીય વિસ્તારોમાંથી 6.58 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. બંગલાદેશમાં પણ 24 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
રૂ. એક લાખ કરોડના નુકસાનની આશંકા
પ્રાપ્ત અહેવાલ અનુસાર વીજળીના થાંભલા, લેમ્પ પોસ્ટ, ટેલિફોન ટાવર, સિગ્નલ ધરાશાયી થવાની સાથે સાથે નદીઓના પાળા પણ તૂટી ગયા છે. એમ્ફાન વિશે મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે આ મહાવિનાશકારી વાવાઝોડાએ દક્ષિણ બંગાળમાં ભારે વિનાશ વેર્યો છે. તેમણે આ વાવાઝોડાથી રૂ. એક લાખ કરોડના નુકસાનની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું છે કે એમ્ફાને કોરોના વાઇરસ કરતાં પણ વધુ નુકસાન કર્યું છે. કોલકાતામાં પણ હવાની ઝડપ 120થી 133 પ્રતિ કલાક રહી હતી. કોલકાતામાં ત્રણ કલાકમાં 180 મિલીમીટર વરસાદ પડ્યો હતો. કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.
સચિવાલયને પણ નુકસાન
મુખ્ય પ્રધાન બેનરજી સચિવાલયમાં એમ્ફાન વાવાઝોડાને લઈને બનેલા કન્ટ્રોલ રૂમમાં હાજર હતાં. આ વાવાઝોડાથી સચિવાલયનાં કેટલાંય બારી-બારણાંના કાચ તૂટી ગયા છે. અહેવાલ અનુસાર કોલકાતા, હાવડા, હુગલી, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા જિલ્લામાં 12 લોકોનાં મોત થયાં છે. મોટા ભાગનાં મોત ઝાડ તૂટવાને કારણે અથવા ઝાડની ઝપટમાં આવવાને કારણે થયાં છે.
NDRF અને SDRFની 41 ટીમો તહેનાત
અધિકારીઓએ જણાવ્યું હતું કે NDRF અને SDRFની 41 ટીમો પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તહેનાત કરવામાં આવી હતી. ભુવનેશ્વરમાંથી ફાયરબ્રિગ્રેડની 250 તથા ઓડિશા ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની 100 યુનિટ તહેનાત કરવામાં આવી હતી.
બંગલાદેશમાં પણ આશરે છ લોકોનાં મોત
બંગલાદેશી મિડિયાના અહેવાલો અનુસાર બંગલાદેશમાં અત્યાર સુધી 25 લાખ લોકોને કેમ્પમાં મોકલવામાં આવ્યા છે અને તટીય વિસ્તારોમાં સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. બંગલાદેશના ખુલના,સતખીરા સહિત અનેક વિસ્તારોમાંથી લાખ્ખોની સંખ્યામાં લોકોને તટીય વિસ્તારોમાંથી ખખસેડવામાં આવ્યા છે. અમ્ફાનને કારણે આશરે છ લોકોનાં મોત થયાં છે. પાછલા છ કલાકમાં અમ્ફાનની સ્પીડ઼ ઘટીને પ્રતિ કલાક 30 કિલોમીટરની થઈ ગઈ છે.
21 વર્ષ પછી કોઈ સુપર સાઇક્લોન
દેશમાં 21 વર્ષ પછી કોઈ સુપર સાઇક્લોન આવ્યું હતું. વર્ષ 1999માં એક ચક્રવાત ઓડિશાના તટ પર ટકરાયું હતું. ત્યારે પણ જાનમાલનું ભારે નુકસાન થયું હતું.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક, સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનુ આયોજન પણ થઇ શકે છે, વેપારમાં નાનુ કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમા ઉપલીઅધિકારી સાથે ગેરવર્તન ના થાય તે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવુ, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમા ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનુ આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનુકામ કરવુંજ યોગ્ય છે, કામકાજમા વ્યસ્તતા પણ જોવા મળે.
આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટીવ્યક્તિથી દુર રહેવુ, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ.
આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનું કામકાજ કરવુ યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમા સહકાર થોડો ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમા લાભ થઈ શકે છે.
આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવુ, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગ ના થાય તેનુ પણ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમા કોઈની સાથે મનદુઃખ થયુ હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીયકામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળે, વેપારના કામકાજમા લાભ થઈ શકે.
આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમા બિનજરૂરી જોખમથી દુર રહેવુ, વાતવાતમા ઉશ્કેરાટ ના આવે તેનુ ધ્યાન રાખવુ સારુ, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમા તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમા લાભ કે નવીનતક દેખાઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમા નાનુ અને આયોજન પૂર્વકનુ કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમા દલીલબાજી ના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમા ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.
ગયા અઠવાડિયામાં ભારતીય વ્યાવસાયિક જગતમાં ફક્ત એક વાતની ચર્ચા થતી હતી કે, કોવિડ-19ને કારણે લગભગ થંભી ગયેલા અર્થતંત્રમાં નવેસરથી પ્રાણ ફૂંકવા ભારત સરકાર કેટલી હદ સુધી સમાજ અને ઉદ્યોગનાં તમામ વર્ગો મદદરૂપ થઈ શકે. ભારતીય પ્રધાનમંત્રીએ 12 મે, 2020ના રોજ રૂ. 20 લાખ કરોડનાં પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી હતી – જે ભારતીય જીડીપીનો લગભગ 10 ટકા હિસ્સો છે. આ આંકડો નાણાકીય વર્ષ 2020-21 માટે કેન્દ્ર સરકારની કરવેરાની કુલ આવક જેટલો છે, જો આ વર્ષે કોવિડ-19 રોગચાળો ન ફાટ્યો હોત તો. પરિણામે ભારતના નાણાં મંત્રીએ 5 દિવસ સુધી તબક્કાવાર રીતે પ્રોત્સાહન પેકેજની વિગતો જાહેર કરી હતી. આ પ્રોત્સાહન પેકેજમાં રાજકોષીય સહકાર, નાણાકીય મદદ, વેપારવાણિજ્યને સરળ કરવાની પ્રક્રિયા તેમજ કેટલાંક મૂળભૂત સુધારા સામેલ છે.
નાણાં મંત્રીએ જાહેર કરેલી રાહતો દૂરગામી અને મોટી સંખ્યામાં વિવિધ પ્રવૃત્તિઓને આવરી લે છે, જેની માંગણી જમણેરી વિચારધારા ધરાવતા લોકો 3 દાયકાથી વધુ સમયથી કરી રહ્યાં હતાં. એમાં જમીનનાં સુધારા જેવા અન્ય સુધારા સામેલ છે, જે રાજ્યમાં વિવિધ સ્તરે થઈ રહ્યાં છે, જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. આ સુધારાની જરૂરિયાત વિશે શંકા નથી. આ સુધારાની જરૂર હતી અને એ ભારતની વિકાસગાથને જુદી દિશા આપશે, જેના વિના ભારતનો વિકાસ રૂંધાઈ રહ્યો હોત. તેમાં થોડાં સુધારાવધારાની જરૂર પડી શકે છે અને આગળ જતાં એમાં ફેરફારો પણ કરવા પડે એવું બની શકે છે. જોકે આ સુધારા પર બહુ ચર્ચા થઈ નથી, કારણ કે દરેક વ્યક્તિએ રૂ. 20 લાખ કરોડની વિગત પર અને ચોક્કસ ક્ષેત્રને કેટલું પ્રોત્સાહન આપવામાં આવ્યું અને કયા ક્ષેત્રને કેટલી છૂટછાટો આપવામાં આવી છે એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. છૂટછાટો કોન ન ગમે?
ભારત સરકારે પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી એ અગાઉ અમેરિકા, જાપાન, યુકે, યુરોપ વગેરેએ મોટા પેકેજની જાહેરાત કરી હતી. પ્રોત્સાહન તરીકે સંચિત આંકડા બહુ મોટા છે અને ટ્રિલિયન ડોલરમાં જાય છે. આપણામાંથી મોટા ભાગનાં લોકો માને છે કે, ધનિક દેશોની સરકારો નાગરિકો અને વ્યવસાયોને જે નાણાં આપે છે એ ક્યારેય પરત મળતાં નથી. એટલે આ સરકારો દાન કરે છે. હકીકતમાં આપણી આ ધારણા કે માન્યતા સંપૂર્ણપણે સાચી નથી. ધનિક દેશોએ જાહેર કરેલા પ્રોત્સાહન પેકેજનો મોટા હિસ્સો દાનપેટ આપવામાં આવતો નથી. જો માથાદીઠ આવકની દ્રષ્ટિએ અન્ય વિકાસશીલ દેશોની સાથે ભારતના પ્રોત્સાહન પેકેજની સરખામણી કરીએ, તો કોવિડ-19નું પેકેજ જીડીપીના ટકાવારીની દ્રષ્ટિએ ઘણું મોટું છે.
દુનિયાભરમાં વિવિધ દેશોએ GDPના 1 ટકાથી 12 ટકા સુધીનું પ્રોત્સાહન પેકેજ આપ્યું છે. ધનિક દેશોએ મોટું પ્રોત્સાહન પેકેજ (5 ટકાથી 10 ટકા) અને ગરીબ દેશોએ નાનું પેકેજ (2 ટકાથી 5 ટકા) જાહેર કર્યું છે. એક પણ દેશે મોટા પાયે દાન આપવાનો કાર્યક્રમ હાથ ધર્યો હોય એવું નથી, સિવાય કે ધનિક દેશોમાં ખરેખર ગરીબ લોકો માટે ચાલતા કાર્યક્રમ સિવાય. એટલું જ નહીં માફ કરી શકાય એવી લોનો પણ વ્યવસાય માટે લાંબો સમય કર્મચારીઓને નોકરીમાં રાખવા સાથે સંબંધિત છે. આ લોનનો સંબંધ વ્યવસાયની સમસ્યાનું સમાધાન કરવા સાથે નથી. આ પ્રકારની લોન વ્યવસાયોને કર્મચારીઓનું ભારણ ઉઠાવવા માટે આપવામાં આવી છે. ધનિક દેશોમાં આ પ્રકારનાં કાર્યક્રમોના અમલમાં કેટલીક ગેરરીતિ અને દુરુપયોગ થયો હોવાના સમાચાર પણ બહાર આવ્યાં છે.
સરકારનાં પ્રવક્તાઓ અને અર્થશાસ્ત્રીઓ ટેલીવિઝન અને પ્રિન્ટ મીડિયાને જણાવે છે કે, તેઓ તેમની પાસે રહેલા તમામ સંસાધનોનો ખર્ચ એકસાથે કરવા ઇચ્છતા નથી. કોવિડ-19 રોગચાળાની અસર કેટલો સમય રહે છે એના આધારે ઉચિત સમયે નવા સપોર્ટ મોડ્યુલ્સ સાથે તેઓ નવા સંસાધનો સાથે મદદ કરશે. એ સંદર્ભમાં મારું માનવું છે કે, રૂ. 20 લાખ કરોડનું પ્રોત્સાહન પેકેજ ભારત સરકાર પાસેથી અપેક્ષિત છેલ્લું પ્રોત્સાહન પેકેજ નથી.
લગભગ તમામ દેશોમાં પ્રોત્સાહક પગલાં કોવિડ-19 રોગચાળો રહે ત્યાં સુધી અતિ ગરીબ અને સૌથી વધુ નબળાં લોકોને ખાદ્ય અને રાહત પ્રદાન કરવા પર કેન્દ્રિત છે. ધનિક દેશોમાં આ પ્રકારની સુવિધાઓ સોશિયલ સીક્યોરિટી (સામાજિક સુરક્ષા) અથવા સોશિયલ સેફ્ટી નેટ તરીકે ઓળખાય છે. ભારતમાં રાશનની દુકાનો દ્વારા મફતમાં અનાજ આપવામાં આવે છે અને જનધન ખાતાનાં મોડલનો ઉપયોગ કરીને લાભની રકમનું ખાતામાં સીધું હસ્તાંતરણ (ડીબીટી) કરવામાં આવે છે.
પ્રોત્સાહન પેકેજમાં બીજું સામાન્ય પરિબળ નાગરિકોને ઉપલબ્ધ હેલ્થકેર સેવાઓ પ્રદાન કરવા અને એમાં સુધારો કરવા પર ખર્ચ થતા નાણાનું છે. કોવિડ 19ના કારણે ખરેખર જટિલ સ્થિતિ ઊભી થઈ હતી અને એનો સામનો કરવા ધનિક દેશો પણ મુશ્કેલી અનુભવી રહ્યાં છે. આ તમામ દેશોની સરખામણીમાં ભારતની કામગીરી સામાન્ય રીતે પ્રશંસનીય છે. આ ભારતીય તબીબી વ્યાવસાયિકોની કુશળતા અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે, પણ સાથે સાથે આ માટે ભારતમાં સરકાર સાથે ન સંકળાયેલા પરિબળો પણ જવાબદાર છે. આપણે કેન્દ્ર અને રાજ્ય સરકારોની પ્રશંસા કરવી પણ ઘટે. મુશ્કેલીઓ વચ્ચે પણ આ તમામ જવાબદાર પક્ષોએ પોતપોતાની ભૂમિકા સપેરે ભજવી છે. ઝડપથી ઇન્ફેક્શનનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે એટલે આપણે હજુ લાંબી મજલ કાપવાની છે.
તમામ પ્રોત્સાહનમાં ત્રીજું સામાન્ય પરિબળ છે – નાનાં ઔપચારિક અને અનૌપચારિક વ્યવસાયોને ટેકો. અમેરિકા પણ અત્યારે એસએમઈને લોન આપવામાં મુશ્કેલી અનુભવે છે. અમેરિકામાં બે હપ્તામાં મંજૂરી આપવામાં આવી હતી અને તેમ છતાં મોટા ભાગની જરૂરિયાતો પૂર્ણ થઈ શકી નથી. અહીં આપણે સમજવું જોઈએ કે, સરકાર લોન સ્વરૂપે આ સહાય આપે છે, નહીં કે દાન પેટે. એવા રિપોર્ટ પણ મળ્યાં છે કે, તમામ અર્થતંત્રોમાં તમામ નાનાં વ્યવસાયોમાં 30થી 50 ટકાને અસ્તિત્વ ટકાવવામાં મુશ્કેલી પડશે. આ અર્થતંત્રોમાં અનૌપચારિક ક્ષેત્રમાં મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન પણ થશે.
કરવેરાની ચુકવણીમાં વિલંબ, વ્યાજની ચુકવણી થોડો સમય મોકૂફ રાખવી, એસએમઈ માટે લોનની ગેરન્ટી આપવી, બેન્ચમાર્ક વ્યાજદરોમાં ઘટાડો કરવો, બેંકિંગ સિસ્ટમમાં મોટી સંખ્યામાં લિક્વિડિટી ઉમેરવી જેવા અન્ય પગલાં પણ લેવામાં આવ્યાં છે. આ પ્રકારનાં પગલાંથી એરપોર્ટ, એરલાઇન્સ વગેરે જેવા વ્યૂહાત્મક વ્યવસાયોને ટેકો આપવા લોન આપવા કે ગેરન્ટી સ્વરૂપે ધિરાણ આપશે એવી આશા છે, જેમની હાલત અતિ નાજુક છે. આ રોગચાળાથી સૌપ્રથમ અસરગ્રસ્ત દેશ ચીને અત્યાર સુધી થોડું નાણાકીય પ્રોત્સાહન સિવાય કોઈ પેકેજ જાહેર કર્યું નથી. હકીકતમાં એની પાસે મોટા પાયે સંસાધનો છે.
હકીકતમાં ધનિક કે ગરીબ દેશોમાં કોવિડ-19નો સામનો કરવા સ્વરૂપે મોટા પાયે કોઈ સખાવતી કાર્યક્રમ કે દાન આપવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હોય એવું જણાતું નથી. ભારત સરકારે આમાંથી ઘણા મોડલનો અભ્યાસ કર્યો છે, જેની જાહેરાત અગાઉ થઈ હતી અને પોતાના મર્યાદિત સંસાધનો સાથે આગવું પ્રોત્સાહન પેકેજ આપવાનો પ્રયાસ કર્યો હતો. દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ બંધ થવાથી પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી એના હાથ વધારે બંધાઈ ગયા છે. ભારત સરકારે એના કર્મચારીઓ માટે ડીએમાં વધારો ઘટાડીને, સાંસદોના પગારમાં અને અન્ય ખર્ચ વગેરેમાં ઘટાડો કરીને પોતાનો ખર્ચ ઘટાડવાનો પ્રયાસ પણ કર્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો રાજકોષીય અને મહેસૂલી ખાધમાં વધારાનું વ્યવસ્થાપન કરવામાં મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ખર્ચ ઘટાડવા હજુ વધારે ઘટાડા કરશે એવી અપેક્ષા છે. ખાધનું મોનેટાઇઝેશન (ચલણનું પ્રિન્ટિંગ કરવું) કરવાનાં પગલાને હળવાશથી ન લઈ શકાય, કારણ કે એનાથી ભવિષ્યમાં ફુગાવો વધશે અને વ્યાજનાં દરમાં વધારો થવાની અપેક્ષા છે. ઘણા અર્થશાસ્ત્રીઓએ ઉલ્લેખ કર્યો છે કે, સરકારે સપ્લાય સાઇડની સમસ્યાઓનું સમાધાન કરવા માટે રૂ. 20 લાખ કરોડનાં પ્રોત્સાહનની જાહેરાત કરી છે. એનાથી માગમાં વધારો થાય એવું કશું નથી. આ કામ કોઈ પણ પ્રકારનાં કામ વિના કે મેનપાવર અને ચીજવસ્તુઓ માટે માગ પેદા કરતા વિશાળ માળખાગત પ્રોજેક્ટ હાથ ધરીને લોકોનાં હાથમાં રૂપિયા આપીને કરી શકાયું હોત. મને આશા છે કે, સરકાર રાજકોષીય શિસ્તને નુકસાન કર્યા વિના એટલે કે રાજકોષીય ખાધ વધાર્યા વિના માગ વધે એ માટેના પેકેજીસ પર કામ કરી રહી છે.
નવી દિલ્હીઃદેશમાં 62 દિવસો પછી 25 મેથી સ્થાનિક ફ્લાઇટ્સનો પ્રારંભ થશે, એમ નાગરિક ઉડ્ડયનપ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે બધાં એરપોર્ટ્સ અને એરલાઇન્સ કંપનીઓને 25 મેથી કામગીરી શરૂ કરવા જણાવવામાં આવ્યું છે. દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસ 23 માર્ચથી અને સ્થાનિક ફ્લાઇટ્સ 25 માર્ચથી બંધ છે. પુરીએ કહ્યું છે કે મંત્રાલય યાત્રીઓ માટે આવાગમન માટે અલગથી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જારી કરશે.
જોકે આ પહેલાં 12 મેએ મંત્રાલયે SOPનો ડ્રાફ્ટ જારી કર્યો હતો. ઉડ્ડયન મંત્રાલયે પાછલા દિવસોમાં કંપનીઓને ટિકિટોનાં બુકિંગ નહીં કરવા માટે કહેવામાં આવ્યું હતું. લોકડાઉન 4.0માં સ્થાનિક ફ્લાઇટો પર પ્રતિબંધ જારી રહેશે. દેશમાં દરેક મહિને સરેરાશ 1.3 કરોડ અને વાર્ષિક 14 કરોડ યાત્રીઓ સ્થાનિક ફ્લાઇટ્સમાં સફર કરે છે. 2019માં આશરે સાત કરોડ લોકોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં સફર કરી હતી.
એક સપ્તાહ પહેલાં જારી કરવામાં આવ્યો SOP ડ્રાફ્ટ
12 મેએ બધી એરલાઇન્સ અને એરપોર્ટ ઓપરેટરો માટે SOP ડ્રાફ્ટ મુજબ કેન્દ્રએ એરલાઇન્સોને કહ્યું છે કે ફ્લાઇટ્સ શરૂ થતાં પહેલા તબક્કામાં 80 વર્ષથી ઉપરની વ્યક્તિને યાત્રાની મંજૂરી ના આપવામાં આવે.
કેબિનમાં બેગ લઈ જવાની મંજૂરી નહીં આપવામાં આવે. જો કોઈ યાત્રી અથવા કર્મચારીમાં સંક્રમણના કોઈ લક્ષણ દેખાયાં તો તે વ્યક્તિને એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગમાં દાખલ થવાની મંજૂરી નહીં આપવામાં આવે.
યાત્રી પોતાની સાથે એક 20 કિલોની બેગ લઈ જઈ શકે.
યાત્રીઓને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી અનિવાર્ય છે. આ એપમાં ગ્રીન સિગ્નલ મળવા પર જ યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે.
ફ્લાઇટમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે.
લાઇન લગાવતા સમયે બે ગજની દૂરી રાખવી પડશે.
ડ્યૂટીમાં લાગેલા કર્મચારીઓને PPE કિટ પહેરવી પડશે.
યાત્રીઓએ માસ્ક, ગ્લવ્ઝ, જૂતાં PPE કિટ વગેરે પહેરવી પડશે.
યાત્રાના સમયના બે કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચવું પડશે.
ફ્લાઇટમાં આગળની ત્રણ સીટ મેડિકલ ઇમર્જન્સીવાળા યાત્રીઓ માટે ખાલી રાખવી પડશે.
બંગાળના અખાતના આકાશમાં સર્જાયેલું ખતરનાક સુપરસાઈક્લોન ‘અમ્ફાન’ વાવાઝોડું 20 મે, બુધવારે પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્યોના સમુદ્રકાંઠાના વિસ્તારો પર ત્રાટક્યું હતું. મહાચક્રવાત ‘અમ્ફાન’ની લેન્ડફોલ (જમીન પર ત્રાટકવાની) પ્રક્રિયા બપોરે 2.30 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. તે વખતે પવનની ગતિ 102 કિ.મી. પ્રતિ કલાકની હતી અને ધોધમાર વરસાદ પડ્યો હતો. વાવાઝોડાનો એક ભાગ જમીન પર ત્રાટક્યો હતો, પણ મુખ્ય હિસ્સો સાંજે સાત વાગ્યે ત્રાટક્યો હતો. લેન્ડફોલ પહેલાં વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્યોમાં અનેક કાંઠાળ વિસ્તારોમાં નુકસાન વેર્યું હતું.
નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (NDRF)ના જવાનો બચાવ તથા રાહત કામગીરીઓ માટે સજ્જ હતા. ઘણે ઠેકાણે તેઓ રસ્તા પર તૂટી પડેલા ઝાડ અને વીજળીના થાંભલા હટાવવાની કામગીરી કરતા જોવા મળ્યા હતા.
કોલકાતામાં હુગલી નદી પરનું આકાશ આવા કાળા ડિબાંગ વાદળોથી છવાઈ ગયું હતું અને દિવસના ભાગમાં ઘોર અંધારું છવાઈ ગયું હતું.
નવી દિલ્હીઃ સુપર સાઈક્લોન કે મહાચક્રવાત ‘અમ્ફાન’એ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આજે બપોરે લેન્ડફોલ કર્યું છે અને પવન 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પવન ખૂબ તેજ ગતિએ ફૂંકાઈ રહ્યો છે અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કોલકાતા હવામાન વિભાગે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં બપોરે 2.30 કલાકે અમ્ફાનના લેન્ડ ફોલની પ્રક્રિયા શરૂ થઈ હતી અને આગામી ચાર કલાક સુધી એ જારી રહેશે.
રાહત અને બચાવ કાર્યમાં લાગેલી NDRFના જવાનોએ પૂર્વ મિદનાપોર જિલ્લાના દીઘા અને ઓરિસ્સા સરહદે રસ્તા પર પડેલા વીજ તારોને અને ઝાડોને દૂર કર્યા હતા. હવામાન વિભાગના ડીજી મૃત્યુજંય મહાપાત્રાએ કહ્યું હતું કે બંગાળના બે જિલ્લાઓમાં તેજ પવનો ચાલી રહ્યા છે અને કોલકાતામાં પણ તેજ હવાઓ ચાલી રહી છે. ભુવનેશ્વરમાં પણ તેજ હવા ચાલી રહી છે અને વરસાદ થઈ રહ્યો છે.
પ.બંગાળ અને ઓરિસ્સામાં લોકોને સુરક્ષિત સ્થાને મોકલાયા
રાજ્ય સરકારોના આંકડા અનુસાર પશ્ચિમ બંગાળમાં પાંચ લાખથી વધુ અને ઓરિસ્સામાં 1.58 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે, એમ એનડીઆરએફના ડીજીએ જણાવ્યું હતું.
ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર બંગાળની ખાડી પરના આકાશમાં સર્જાયેલું સમુદ્રી વાવાઝોડું ‘અમ્ફાન’ આજે બપોરે અથવા સાંજ સુધીમાં બંગાળના કિનારે ત્રાટકશે. આ વાવાઝોડું ‘અમ્ફાન’ અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે. આ વાવાઝોડાથી પશ્ચિમ બંગાળ, આસામ અને ઓડિશાના તટીય વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાવાની શક્યતા છે. આ પહેલાં ઓડિશાના સમુદ્રી તટના વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. દિલ્હી હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું છે કે ‘અમ્ફાન’ 12 કલાકમાં એક સુપર ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરશે. એ હાલ ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં ગતિ કરશે. ઓરિસ્સાના પારાદીપમાં સવારે 4.30 કલાકે હવાની ગતિ 82 કિલોમીટર પ્રતિ કલાક નોંધવામાં આવી હતી. આ દરમ્યાન 11 મિની પ્રતિ કલાકથી કુલ 144.1 મિમાં વરસાદ થયો છે. હાલ બંગાળની ખાડીમાં ઊઠેલું ચક્રવાતી વાવાઝોડું ‘અમ્ફાન’ આ સમયે ઓરિસ્સાના પારાદીપથી આશરે 155 કિલોમીટર દક્ષિણમાં કેન્દ્રિત છે.
રાજ્યના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ
બંગાળના તટે પહોંચતાં પહેલાં ‘અમ્ફાન’ તેજ હવાઓની સાથે રાજ્યના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ અને ચારથી પાંચ મીટરની ઊંચી સમુદ્રી લહેરો ઊઠવાની શક્યતા છે. બંગાળના પૂર્વીય મેદિનીપુર, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, હાવડા, હુગલી અને કોલકાતાના જિલ્લા પ્રભાવિત થવાની સંભાવના છે. આ વાવાઝોડાથી ભારે વિનાશ વેરાવાની આશંકા છે. કેન્દ્ર સરકારે સંબંધિત રાજ્યોને સતર્ક કરતાં ભારે વિનાશની ચેતવણી આપી છે.
ઓરિસ્સામાં 1,19,075 લોકોને સલામત સ્થળે ખસેડાયા
ઓરિસ્સામાં ચક્રવાતી ‘અમ્ફાન’ને જોતાં અત્યાર સુધી 1704 શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે અને 1,19,075 લોકોને ત્યાં ખસેડાયા છે. પારાદીપમાં ગઈ કાલ રાતથી હવા અને વરસાદની ઝડપમાં વધારો થયો છે.
ઓરિસ્સાના બાલાસોર જિલ્લાના ચાંદીપુરમાં તેજ હવાઓ ચાલવાની સાથે વરસાદ થઈ રહ્યો છે. ચક્રવાત ‘અમ્ફાન’ આજે બપોરે કે સાંજે જમીનથી ટકરાવાની આશંકા છે.