અમદાવાદ: કોરોના વાઈરસને પગલે લાગુ કરાયેલા લોકડાઉનને લીધે અમદાવાદ શહેરમાં ફસાઈ ગયેલા શ્રમિકોએ આજે અહીં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા IIM રોડ પર પોલીસો ઉપર પથ્થરમારો કર્યો હતો.
વતન પરત જવા માંગતા અને જીવનજરૂરી ચીજવસ્તુઓના અભાવને કારણે કંટાળી ગયેલા શ્રમિકો હિંસા પર ઉતરી આવ્યા હતા.
હિંસક બનેલા મજૂરોના ટોળાને વિખેરવા પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. શહેર પોલીસ ફોર્સના જવાનો અને અધિકારીઓએ સ્થળે પહોંચીને સ્થિતિ સંભાળી લીધી હતી અને પથ્થરમારો કરનાર શ્રમિકોની પોલીસે અટકાયત કરી હતી.
વતન જવાની માંગ સાથે મોટી સંખ્યામાં રોડ પર આવી ગયેલા શ્રમિકોના પરિવારોને ભોજન સાથે અન્ય જરૂરી ચીજવસ્તુઓ આપવાની બાહેંધરી આપવામાં આવી હતી.
આ સાથે વતન જવા માટે પરવાનગી તેમજ યોગ્ય વ્યવસ્થાના પ્રયાસો કરવાની ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાત્રી આપવામાં આવી હતી. તોફાને ચઢી કાયદો હાથમાં લેનારા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ 31 મે સુધી વધારવામાં આવેલા લોકડાઉનના ચોથા તબક્કામાં ખાસ કરીને પ્રતિબંધિત પ્રવૃત્તિઓ-વ્યવહારને બાદ કરતાં અન્ય બધી આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવાની કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. 18 મેથી શરૂ થયેલા લોકડાઉન 4.0માં ઈ-કોમર્સને વધુ છૂટછાટો આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે રેડ ઝોનમાં પણ બિનઆવશ્યક માલસામાન (Non-essential goods)ની ડિલિવરીનેમંજૂરી આપી દીધી છે. હવે રેડ ઝોનમાં હોવા છતાં તમે એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ જેવી ઈ-કોમર્સ કંપનીઓ પાસેથી ટીવી, ફ્રિઝ અને એસી જેવી ઘરવપરાશી ચીજવસ્તુઓ ઓર્ડર કરીને મગાવી શકો છો. લોકડાઉન 3.0માં મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓના વેચાણ પર ત્રણે ઝોનમાં પ્રતિબંધ હતો.
ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોનમાં જરૂરી અને બિનજરૂરી સામાન વેચવાની મંજૂરી
લોકકડાઉન 4.0માં ત્રણે ઝોન – ગ્રીન, ઓરેન્જ અને રેડમાં ઈ-કોમર્સને જરૂરી અને બિનજરૂરી સામાન વેચવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે કન્ટેનમેન્ટ ઝોનમાં જરૂરી અને બિનજરૂરીમાં કોઈ પણ પ્રકારના સામાનને વેચવાની મંજૂરી નથી મળી.
આશરે બે મહિના પછી બિનજરૂરી સામાનની ડિલિવરી
25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉનનો પ્રારંભ થયો હતો. લોકડાઉનને લીધે બિનજરૂરી માલસામાનન વેચાણ પર પ્રતિબંધ હતો. હવે આશરે બે મહિના પછી સરકાર દ્વારા ઈ-કોમર્સ કંપનીઓને બિનજરૂરી સામાનની ડિલિવરીની મંજૂરી આપવામાં આવી છે. ચોથી મેથી ઈ-કોમર્સ કંપનીઓને માત્ર ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં બિનજરૂરી સામાનની ડિલિવરીની મંજૂરી આપવામાં આવી હતી.
કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર અનિવાર્ય સર્વિસિસને મંજૂરી
કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર અનિવાર્ય સર્વિસિસને જ મંજૂરી આપવામાં આવી છે. કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાનો અધિકાર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટી તંત્રને આપવામાં આવ્યો છે. આ સંબંધે એમેઝોન અને ફ્લિપકાર્ટને મોકલવામાં આવેલા ઈમેઇલનો જવાબ નથી મળ્યો. બીજી બાજુ, પેટીએમ મોલના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રીનિવાસ મોઠેએ કહ્યું હતું કે સરકારના આ પગલાથી કંપનીઓને રેડ ઝોનના મોટા ભાગનાં મોટાં શહેરોના કેટલાક વિસ્તારોમાં ડિલિવરી કરવામાં મદદ મળશે. સ્નેપડીલના પ્રવક્તાએ કહ્યું હતું કે મંત્રાલયના દિશા-નિર્દેશોથી દેશના મોટા ભાગના વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓ ફરીથી શરૂ થવામાં મદદ મળશે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે લોકડાઉનના ચોથા તબક્કાનો પ્રારંભ આજથી શરૂ થયો છે. આ તબક્કો 31 મેએ પૂરો થશે. એ જ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓલ ઈન્ડિયા રેડિયો પરથી એમના માસિક કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરશે. એવી અપેક્ષા રખાય છે કે વડા પ્રધાન મોદી એ દિવસે કોરોના અને લોકડાઉન મુદ્દાઓ પર દેશની સ્થિતિ વિશે ચર્ચા કરશે.
આગામી ‘મન કી બાત’ કાર્યક્રમ માટે વડા પ્રધાન મોદીએ ‘નમો એપ’ અને ‘My GOV’ વેબસાઈટ પર સૂચનો મગાવ્યા છે. કોરોના-લોકડાઉન મામલે ભાવિ વ્યૂહરચના માટે મોદીએ જનતા પાસે સૂચનો મગાવ્યા હોય એવું મનાય છે.
‘મન કી બાત ’માં તમારાં સૂચનો મોકલો
મોદી જ્યારે પણ દેશને લઈને કોઈ મોટો નિર્ણય કરવાના હોય છે, એ વખતે તેઓ દેશના નાગરિકો પાસેથી સૂચનો મગાવે છે. જો તમે ‘મન કી બાત’માં તમારાં સૂચનો આપવા માગતા હો તો 1800-11-7800 ફોન નંબર પર પોતાની વાત રેકોર્ડ કરાવી શકો છે.
મોદીની ચેતવણી
આ પહેલાં ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ લોકોને ‘દો ગજ કી દૂરી’ બનાવી રાખવાનો સંદેશ આપ્યો હતો અને લોકોને એમના ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે હું તમને વધુપડતા આત્મવિશ્વાસમાં ન રહેવાની વિનંતી કરું છું. આપણે ક્યારેય એવો વિચાર ના કરવો જોઈએ કે અમારા શહેર, ગામ કે અમારી ગલીમાં કોરોના આવી જ ન શકે. તેમણે કહ્યું છે કે વિશ્વનો અનુભવ જણાવી રહ્યો છે અને આપણા ત્યાં તો વારંવાર કહેવામાં આવે છે કે કે ‘સાવધાની હટી, દુર્ઘટના ઘટી.’
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે અહીં રાજ્ય વિધાન પરિષદના સભ્ય તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ તેઓ 28 મે પછી પણ મુખ્ય પ્રધાન પદે ચાલુ રહી શકશે.
59 વર્ષીય ઠાકરેને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. એમની સામે કોઈ પણ પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો નહોતો.
ઉદ્ધવ ઠાકરે વિધાનસભા કે વિધાન પરિષદ, એમ વિધાનમંડળના બેઉમાંથી એકેય ગૃહના સભ્ય નહોતા એટલે બંધારણ અનુસાર એમણે મુખ્ય પ્રધાન પદ સંભાળ્યાના છ મહિનામાં એટલે કે 28 મે સુધીમાં બેમાંથી કોઈ પણ એક ગૃહના સભ્ય બનવાનું ફરજિયાત હતું.
ઠાકરેએ ગયા વર્ષની 28 નવેંબરે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો.
ઠાકરેને રાજ્યના ગવર્નર ભગતસિંગ કોશિયારી એમના ક્વોટામાંથી વિધાન પરિષદની સીટ ફાળવે એવી રાજ્યના પ્રધાનમંડળે ગવર્નરને ભલામણ કરી હતી. પણ શરૂઆતમાં એ માન્યા નહોતા. બાદમાં ઉદ્ધવ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આ મુદ્દે ફોન પર વાતચીત થઈ હતી અને આખરે કોશિયારીએ ચૂંટણી યોજવાની ચૂંટણી પંચને ભલામણ કરી હતી. પરંતુ, ચૂંટણી પંચે કોરોના વાઈરસના ફેલાવાને કારણે ચૂંટણી યોજવાની ના પાડી દીધી હતી.
આખરે, ચૂંટણી યોજાઈ નહીં અને વિધાન પરિષદની તમામ 9 બેઠકો માટેના ઉમેદવારોને પણ બિનહરીફ વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા છે. ઉદ્ધવની સાથે અન્ય 8 ઉમેદવારોએ પણ આજે વિધાન પરિષદના સભ્ય તરીકે શપથ લીધા હતા.
આ શપથવિધિ સમારોહ તદ્દન સાદાઈપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો.
શપથવિધિ સમારોહમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, સાથી પ્રધાનો – જયંત પાટીલ, બાળાસાહેબ થોરાત તથા અન્ય અમુક ખાસ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસના બનેલા મહાવિકાસ આઘાડી (ગઠબંધન)ની સંયુક્ત સરકાર છે. ઉદ્ધવ ઠાકરે બિનહરીફ MLC બની જતાં સરકારે રાહતનો શ્વાસ લીધો છે.
ઉદ્ધવ ઠાકરે વિધાનભવનમાં શપથ ગ્રહણ કર્યા બાદ રાજભવન ખાતે જઈને રાજ્યપાલ કોશિયારીને મળ્યા હતા.
નવી દિલ્હીઃ દેશમાં લોકડાઉન છતાં કોરોના વાઇરસના કેસમાં વધારો ચાલુ છે. દેશમાં કોરોના વાઇરસના કેસ વધીને 96,169 થઈ છે. અત્યાર સુધી કોરોનાથી 3029થી વધુ લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં આ વાઇરસના 5242 નવા કેસો નોંધાયા છે અને 157 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં આ સૌથી વધુ ઉછાળો છે. આ બીમારીમાંથી અત્યાર સુધી 36,824 લોકો સ્વસ્થ થયા છે. રિકવરી રેટ વધીને 38 29 ટકા થયો છે. દેશમાં હાલ કોરોના 56,316 સક્રિય કેસો છે.
WHOની પાસે 62 દેશોએ જવાબ માગ્યો
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઇરસને અટકાવવા માટે અત્યાર સુધી કયાં પગલાં લીધાં અને એની શી ભૂમિકા રહી. ભારત સહિત વિશ્વના 62 દેશો આવા સવાલના જવાબ માગી રહ્યા છે. ભારતે સત્તાવાર રીતે આ દેશોને સમર્થન કર્યું છે અને યુરોપિયન યુનિયન અને ઓસ્ટ્રેલિયા દ્વારા તપાસની માગ કરતા દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા થનારી આ બેઠકના પ્રસ્તાવિત મુસદ્દાને જાપાન, બ્રિટન, ન્યુ ઝીલેન્ડ, સાઉથ કોરિયા, બ્રાઝિલ અને કેનેડા સહિત 62 દેશોએ સમર્થન કર્યું છે. WHOની 73મી બેઠક આજથી શરૂ થશે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
નવી દિલ્હીઃ લોકડાઉનના ચોથા તબક્કાના દિશા-નિર્દેશોમાં સરકારે ‘આરોગ્ય સેતુ’ એપ વિશેના નિયમોને સરળ બનાવ્યા છે. સરકારે આ એપને ડાઉનલોડ કરવાની અનિવાર્યતાને ખતમ કરીને એને વૈકલ્પિક બનાવી દીધી છે. આરોગ્ય સેતુ એપને કોરોના વાઇરસ ચેપના ફેલાવા પર દેખરેખ રાખવા માટે વિકસિત કરવામાં આવી છે.
ગૃહ મંત્રાલયે ગઈ કાલે જાહેર કરેલા નવા દિશા-નિર્દેશોમાં સરકારે એપના લાભો પર વિશેષ ભાર આપ્યો છે. સરકારે કહ્યું છે કે આ એપ કોરોના વાઇરસના સંભવિત જોખમને પહેલેથી માલૂમ કરવામાં મદદ કરે છે. આ વ્યક્તિઓ અને સમાજના સુરક્ષા કવચની જેમ છે.
નવા દિશા-નિર્દેશો મુજબ ઓફિસો અને કાર્યસ્થળોએ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એમ્પ્લોયર (કંપનીઓ)ને બધા કર્મચારીઓના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરવા માટે પ્રયાસ કરવા જોઈએ. આ પહેલાં સરકારે આ એપ ડાઉનલોડ કરવાનું ફરજિયાત બનાવ્યું હતું.
રવિવારે જારી કરવામાં આવેલા દિશા-નિર્દેશો મુજબ જિલ્લા વહીવટી તંત્રની પાસે એ અધિકાર હશે કે એ કોઈ પણ વ્યક્તિને એપ ડાઉનલોડ કરવા માટે પરામર્શ આપી શકે છે. એની સાથે નિયમિત રૂપે એના આરોગ્યની સંભાળ રાખી શકશે.
સરકારે આ એપના લાભાલાભ પર જણાવ્યા
લોકડાઉન 4.0માં રવિવારે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં સરકારે આ એપના લાભાલાભ પર ધ્યાન કેન્દ્રિત કરતાં કહ્યું છે કે એપ આ વાઇરના ચેપના સંભવિત જોખમને વહેલા ઓળખી લે છે અને વ્યક્તિઓ અને સમુદાયને અલગ રાખવા તરીકે કાર્ય કરે છે.
કંપનીમાલિકો કે સંસ્થાઓએ ઓફિસો અને કાર્યસ્થળોએ કર્મચારીઓની સલામતી માટે એ ખાતરી કરવી જોઈએ કે તમામ કર્મચારીઓએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી છે કે નહીં.
સરકારે નવી માર્ગદર્શિકામાં એપ ફરજિયાત ડાઉનલોડની શરત કાઢી
આ પહેલાં સરકારે પહેલી મેની ગાઇડલાઇન્સમાં કહ્યું હતું કે ખાનગી અને સરકારી –બંને એકમોના કર્મચારીઓ માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત છે અને એ માટે જેતે કંપનીના વડા જવાબદાર રહેશે કે આ એપ તમામ કર્મચારીઓએ ડાઉનલોડ કરી છે કે નહીં, કેમ કે આ એપ 100 ટકા કર્મચારીઓની સુરક્ષા કવચ હેતુસર બનાવવામાં આવી છે. જોકે સરકારે નવી માર્ગદર્શિકામાં એપ ફરજિયાત ડાઉનલોડની શરત કાઢી નાખી છે.
જોખમ સામે આ એપથી સમયસર લોકોને મેડિકલ મદદ
જોકે રવિવારે જાહેર કરેલી નવી માર્ગદર્શિકામાં સરકારે એમ કહ્યું છે કે જિલ્લા અધિકારીઓ જેતે વ્યક્તિઓને તેમના મોબાઇલમાં આ એપ ડાઉનલોડ કરવા માટે સલાહ આપી શકે છે અને તેમના આરોગ્યની સ્થિતિ અંગે નિયમિતપણે અપડેટ રહી શકે છે, કેમ કે કોરોના જોખમ સામે આ એપથી સમયસર લોકોને મેડિકલ મદદ મળી રહેશે.
માનસિક રીતે ઉત્સાહ સારો જોવા મળે, જૂનીઓળખાણ તાજી થાય, પ્રિયજન સાથેની વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, આરામ કરવાની વૃતિ જાગે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગને નવીનકામ થઈ શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગને અણધર્યા લાભ થઈ શકે છે. સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને નવીનજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. યુનિફોર્મવાળી નોકરી કરનાર માટે કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થઇ શકે, વડીલવર્ગ સામાજિકકામ કરવા વધુ ઉત્સાહી બને.
સગા-સ્નેહી, જુનાપરિચિત ને મળવાના યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, જુના મતભેદ ભૂલવાની અને સબંધમાં નવીનતા લાવવા માટે યોગ્ય તક પણ મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગ માટે સમયનો વ્યય વધુ થઇ શકે છે કામ ધાર્યા કરતા વધુ વિલંબિત બની શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનારવર્ગ માટે કામકાજમાં આતુરતા બાદ ફળ મળે. હોટેલ, મોજ શોખ, કલા જગત સાથે કામ કરનાર માટે સારી તક મળી શકે વડીલવર્ગ ને વાર્તાલાપમાં સુખદ અનુભવ થઇ શકે છે.
મુસાફરીના યોગ છે અને મુસાફર દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિ ઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, માર્કેટિંગક્ષેત્રમાં ધીરજનાફળ મીઠા મળી શકે, શેર બજાર અને કોમોડીટી બજારમાં કામકરનાર વર્ગ માટે ગણતરી અને અનુભવથી નિર્ણય લેવામાંજ ડાહપણ છે, દલાલી, કમીશન, કાગળ, બેંક જેવા ક્ષેત્રમાં કામકરનાર માટે ક્યાંક ફાયદાની વાત સાભાળવા મળી શકે, વડીલવર્ગ પોતાનું સ્વમાન સાચવીનેજ વર્તવું સલાહ ભર્યું છે.
કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે. જનસંપર્ક/માર્કેટિંગ જેવા ક્ષેત્રમાં યોગ્ય ગણતરીથી ધાર્યું કામ થાય તેવું બની શકે છે, ઇમ્પોર્ટ એક્ષ્પોર્ટ જેવા ક્ષેત્રમાં કામ કરનારને સારી તક મળે, શેર અને કોમોડીટી બજારમાં કામકરનાર માટે નસીબ સાથ આપે, વડીલવર્ગને ભૂતકાળના કામની વાતો યાદ આવે તેવું બની શકે, પ્રિયજન સાથે યાદગાર બનાવોની યાદ રોમાંચિત કરીદે, પસંદગીની ખરીદી થઈ શકે છે.
મિત્રો સાથે સમય વધુ ફાળવાય, મુસાફરીના યોગ છે, આકસ્મિતખર્ચ કે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈ જગ્યાએથી મનગમતી વાત સંભાળવા મળે તેવું બની શકે છે. સરકારી/રાજકીયક્ષેત્રમાં જોડાયેલ વર્ગ માટે ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્ર/મેડીકલક્ષેત્રમાં જુનાસંપર્કવાળા કામકરવાથી કામની પ્રસંશા થાય તેવું પણ બની શકે છે. શેર અને કોમોડીટીબજારમાં કામ કરનારવર્ગને કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય તેવું બની શકે છે વડીલવર્ગ કોઈને સલાહ/ઠપકો આપવામા ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.
નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે ધીરજ રાખવી, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, પાવર/ગેસ /કમીશન/સલાહકાર જેવા કામકાજ કરનારે થોડી ધીરજ અને ચોકસાઈ રાખવી જરૂરી છે, શેર/કોમોડીટી બજારમાં કામકરનારે જોખમથી દુર રહેવું ઇછાનીય છે, માર્કેટિંગ સાથે જોડાયેલ લોકોએ ઉશ્કેરાટમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું, વડીલવર્ગ સ્વાથ્યઅંગે તકેદારી રાખવી અને ખટપટથી દુર રહેવાની સલાહ છે.
આત્મવિશ્વાસ સારો જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમને આરામ કરવાની કે આળસવૃતિ જોવા મળે, પસંદગીની વ્યક્તિ સાથે મિલન-મુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે હીરા/ઝવેરાત/કાપડ/દવા બજાર સાથે જોડાયેલા લોકો માટે કામની નવીનતક દેખાય તેવું બની શકે છે, શેર/કોમોડીટી બજાર સાથે કામકરનાર માટે ઓછા નફા સાથે વધુ કામ કરવાની અનુકુળતા કહી શકાય. કોઈના સામાજિકપ્રસંગમાં જવાથી તમારો ઉત્સાહ વધે.
મસ્તી-મજાક કરવાની વૃતિ વધુ જોવા મળે પણ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું. વડીલ કે પરિચિત સાથે ફરવા જવાના યોગ પણ બને છે, જુનાસ્મરણો તમને અતિલાગણીશીલ પણ બનાવી દે તેવા સંજોગો બની શકે છે. બાંધકામ/સરકારી/રાજકીય ક્ષેત્રમાં કામકરનાર માટે વધુ મહેનત થાય. તેવા સંજોગ બને, શેર/કોમોડીટી બજારમાં કામકરનારને થાકની અસર જોવા મળે અને આરામકરવાની વૃતિ જાગે, માર્કેટિંગમાં થોડી વધુ મહેનત અને ઓછી સફળતાના સંજોગ બને છે.
મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણ તાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, ક્યાય મતભેદના થાય તેનું પણ ધ્યાન રાખવું, માર્કેટિંગમાં વ્યર્થની દોડધામ થઈ શકે છે, નોકરીકરનારવર્ગ માટે કામમા રચ્યા-પચ્યા રહેવું સલાહ ભર્યું છે, શેર/કોમોડીટી બજારમાં કોઈપણ ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, રાજકીયપક્ષ સાથે કામ કરનાર માટે તકેદારી જરૂરી છે, વડીલવર્ગને યુવાવર્ગ સાથેની વાર્તાલાપમાં વધુ ન બોલવાની સલાહ છે.
કોઇપણ કારણસર માનસિક અશાંતિ રહે કારણકે મનમાં કોઈક વાતનો અજંપો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું માટે શક્ય એટલું ઓછુ બોલવું સારું, વાહનવ્યવહાર કુરિયર/ રોજની અપડાઉનની નોકરી કરનારવર્ગ માટે શાંતિ અને સંયમ જરૂરી છે, માર્કેટિંગમાં કામ કરનાર માટે સાથી કર્મચારીકે જુનાસંપર્કમાં કામકાજ દરમિયાન મન મોટું રાખી કામ કરવાની સલાહ છે, શેર કોમોડીટી બજારમાં કોઈની દોરવણીથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.
અચાનક જુનાપરિચિત સાથે મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, યુવા વર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે તેવું બની શકે છે. માર્કેટિંગમાં ધ!ર્યા કરતા ઓછું ફળ મળે તેવી લાગણી અનુભવાય, રોજબરોજનું કામકરનારકે ખાનગીપેઢીમાં કામકરનાર માટે કામ ટાળવાની વૃત્તિ વધુ જાગે, સાંધા/કમર/અપચા/ગેસની તકલીફના થાય તેનું ધ્યાન રાખવું, શેર/ કોમોડીટી બજારમાં નાનું કામકાજ ઇચ્છનીય છે.
તમને કોઈનો સાથસહકાર મળે જેને કારણે તમે થોડા ઉત્સાહી બનો, જુનાઅટકેલા કામ બાબત કઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે. યુવાવર્ગ માટે લગ્નની વાત ક્યાંક થઇ શકે, નોકરી/વ્યવસાયમાં નવું જાણવાની તક મળે, શેર/કોમોડીટી બજારમાં અનુભવ મુજબ કામ કરવું યોગ્ય છે. માર્કેટિંગમાં જુના સંપર્કની યાદીમાં કામ કરવાથી લાભ થઈ શકે, રાજકીયપક્ષ સાથે કામકરનાર માટે કોઈ અગત્યની વાત જાણવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ શીખવાની વૃત્તિ લાભ આપે, વડીલવર્ગ શાંતિથી સમય પસાર કરવો, પ્રિયજનને ખુશ રાખવાથી તમને પણ વધુ ખુશી મળે તેવું બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમા મિલન-મુલાકાત થઇ શકે, માર્કેટિંગ ક્ષેત્રમા પરિચિતકે જુનાસંપર્કમા કામકાજ કરવામા આવેતો સારુ પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સાંભળવા મળે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે.
આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, વેપારમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વિચારમતભેદ ના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા સમયનો દુર્વ્યય વધુ થાય.
આજનો દિવસ સામાન્ય છે, મન થોડુ અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમા સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમા નાનુ અને ગણતરીપુર્વાક્નુ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.
આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમા ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમીપરિબળથી દુર રહેવુ સલાહ ભર્યું છે.
આજનો દિવસ સરસ છે તેમા પણ તમારા ધાર્યા કામ થાય મન થોડુ આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમા ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમા પણ યોગ્ય રાહ મળે તેવુ બની શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવુ અને ક્યાય કોઈની સાથે ઉગ્રતા ના થાય તે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે, વેપારમા જોખમથી દુર રહેવુ.
આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવુ પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનુ ફળ સારુ મળી શકે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને અન્યનુ માર્ગર્દર્શન સારુ મળી રહે, વેપારમા લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળી શકે છે.
આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમા દિવસ પસાર થઇ જાય, તમારા કામમા થોડા વ્યસ્ત રહો તેવુ પણ બની શકે છે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમા આતુરતા વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમા તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમા સારાકામ કર્યાનો સંતોષ મળે, વેપારમા નાનુ કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીમા પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમા કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવુ.
આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવોતો કંઇક સારુ શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમા આયોજનબદ્ધ કામ કરવાથી સારુ પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.