Home Blog Page 4809

ઉદ્ધવ ઠાકરેએ વિધાન પરિષદની બેઠક માટે ઉમેદવારી નોંધાવી

મુંબઈઃ શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાન પરિષદની બેઠકની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી આજે નોંધાવી દીધી છે. ચૂંટણી પરિણામની જાહેરાત 21 મેએ કરવામાં આવશે.

ઠાકરેએ આજે દક્ષિણ મુંબઈસ્થિત વિધાનભવનમાં જઈને પોતાનું ઉમેદવારીપત્ર સુપરત કર્યું હતું. એમની સાથે એમના પત્ની રશ્મી, પુત્રો – આદિત્ય અને તેજસ તથા મહાવિકાસ આઘાડી સરકારના અમુક સિનિયર નેતાઓ ઉપસ્થિત હતા.

ઉમેદવારી નોંધાવવા માટેની અંતિમ તારીખ 11 મે છે. ઉમેદવારીપત્રોની ચકાસણી 12 મેએ કરાશે અને ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ 14 મે છે.

ઉદ્ધવ ઠાકરે હાલ રાજ્ય વિધાનમંડળના એકેય ગૃહના સભ્ય નથી. તે વિધાન પરિષદની ચૂંટણી માટેના એક નામાંકિત નેતા છે. હાલના વિધાન પરિષદના સભ્યોની મુદત 24 એપ્રિલે પૂરી થઈ ગયા બાદ આ ચૂંટણી યોજવી જરૂરી બની છે. ઉદ્ધવ બિનહરીફ ચૂંટાઈ આવશે એ નિશ્ચિત છે, કારણ કે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારનું નામાંકન પાછું ખેંચી લીધું છે.

કુલ 9 બેઠકો માટે ચૂંટણી થવાની છે, જેના પરિણામની જાહેરાત 21 મેએ કરાશે.

વિધાન પરિષદની ચૂંટણી માટે 288-સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભા મતદારમંડળ છે. કોઈ પણ ઉમેદવારને વિધાન પરિષદની બેઠક જીતવા માટે 29 મત જીતવા પડે. કોંગ્રેસ પાસે 44 વિધાનસભ્યો છે.

શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ હજી સુધી પોતાના બબ્બે ઉમેદવારોની જાહેરાત કરી છે. આ બંને પાર્ટી રાજ્યમાં શાસક ભાગીદાર છે. એમની સાથે ત્રીજી કોંગ્રેસ પાર્ટી છે.

વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીએ એના ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

AIIMS હોસ્પિટલમાં ભૂતપૂર્વ PM મનમોહન સિંહની તબિયત હાલ સ્થિર

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડા પ્રધાનને દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. તેમને છાતીમાં દુખાવાની ફરિયાદને લીધે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં એમની તબિયત આજે સ્થિર હોવાનું હોસ્પિટલના સૂત્રોનું કહેવું છે.

ડો. મનમોહન સિંહને ગઈ કાલે રાત્રે પોણા નવ કલાકે એમ્સમાં કાર્ડિયો-થોરેસિક (હૃદય અને છાતી સંબંધિત) વોર્ડમાં તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. 2009માં આ જ હોસ્પિટલમાં મનમોહન સિંહની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી.  

મનમોહન સિંહના દીર્ઘાયુ માટે ટ્વીટ

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે મનમોહન સિંહના આરોગ્ય પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ જલદી સ્વસ્થ થઈ જાય અને ઇશ્વર તેમને સારુ સ્વાસ્થય અને દીર્ઘાયુ આપે એવી હું પ્રાર્થના કરું છું

આ પહેલાં મનમોહન સિંહે મહિનાની શરૂઆતમાં ટ્વીટ કરીને કહ્યું હતું કે કોરોના સંકટ સામેના જંગમાં કોંગ્રેસ પાર્ટી દેશની પડખે ઊભી છે.

કોંગ્રેસના ટ્વિટર હેન્ડલથી પણ કરવામાં આવેલા ટ્વીટમાં જણાવાયું છે કે મનમોહન સિંહ જલદી સાજા થઈ જાય એની અમે પ્રાર્થના કરીએ છે.

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતાં લખ્યું હતું કે ડો. મનમોહન સિંહજીના સ્વાસ્થ્ય વિશે ઘેરી ચિંતા છે. આશા છે કે તેઓ જલદી સંપૂર્ણ રીતે સ્વસ્થ થાય. સંપૂર્ણ ભારત તેમના માટે પ્રાર્થના કરી રહ્યું છે.

 

દેશમાં કોરોનાના નવા 4213 કેસો નોંધાયા; સૌથી મોટો ઉછાળો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા સતત અને ગતિપૂર્વક વધી રહી છે. કોવિડ-19 સંક્રમિતોની સંખ્યા વધીને 67,152નો થયો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આજે જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 2206 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં આ વાઇરસના 4213 નવા કેસ નોંધાયા હતા, જે 24 કલાકમાં નવા કેસોનો અત્યાર સુધી સૌથી મોટો ઉછાળો છે. આ પહેલાં સૌથી વધુ ઉછાળો 3900નો હતો. છેલ્લા 24 કલાકમાં 97 લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે આ બીમારીમાંથી અત્યાર સુધી 20,917 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે.

PM-CMsની વિડિયો-કોન્ફરન્સ

કોરોના વાઇરસને ધ્યાનમાં રાખતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર બધાં રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સ કરશે. આ વિડિયો કોન્ફરન્સ આજે બપોરે ત્રણ કલાકે યોજાવાની છે. કોરોના વાઇરસને પગલે થયેલા લોકડાઉન દરમ્યાન મુખ્ય પ્રધાનો સાથે વડા પ્રધાન મોદીની આ પાંચમી બેઠક હશે. આ બેઠકમાં બધા મુખ્ય પ્રધાનોને બોલવાની તક મળશે, પોતાના સૂચનો આપવાની તક મળશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીની આ સૌથી લાંબી બેઠક હશે, કેમ કે આ દરમ્યાન વડા પ્રધાન બધા મુખ્ય પ્રધાનોની વાત પણ સાંભળશે. લોકડાઉન બાદના સમયગાળામાં દેશના વિવિધ રાજ્યોમાં આર્થિક પ્રવૃત્તિઓ કેવી રીતે શરૂ કરવામાં આવે અને કઈ રાહત આપવામાં આવે એની પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં સૌથી વધુ દર્દીઓની સંખ્યાવાળાં રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત રહેશે.

દેશમાં કોરોના વાઇરસના કેસોની રાજ્યવાર સ્થિતિ આ મુજબ છે.

 

‘વંદે ભારત મિશન’: 326 ભારતીયોને લંડનથી દિલ્હી લવાયા

નવી દિલ્હીઃ લંડનમાં કોરોના વાઈરસના ફેલાવા અને લોકડાઉનને કારણે ફસાયેલા 326 જેટલા ભારતીયો આજે વહેલી સવારે દિલ્હી આવી પહોંચ્યા હતા. તેઓ ‘વંદે ભારત ઇવેક્યુએશન મિશન’ હેઠળ એર ઇન્ડિયાની વિશેષ ફ્લાઇટ દ્વારા ગઈ મધરાત બાદ 12.30 કલાકે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (IGI)ખાતે આવી પહોંચ્યા હતા.

આ પહેલા ગઈ કાલે સાંજે રિયાધથી આશરે 139 જેટલા ભારતીયો રાષ્ટ્રીય એરલાઈન્સની ફ્લાઈટ દ્વારા દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. વંદે ભારત મિશન હેઠળ ચોથા દિવસ દરમ્યાન એર ઇન્ડિયા અને એની સબસિડિયરી એર ઇન્ડિયા એક્સપ્રેસ ભારતીય પેસેન્જરોને યુકે, બંગલાદેશ, ફિલિપિન્સ, અમેરિકા, સિંગાપોર અને ગલ્ફ દેશોમાંથી દેશનાં અનેક શહેરોમાં પરત લાવી રહી છે.

આ કોરોના વાઇરસના રોગચાળા દરમ્યાન ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે એક મિશન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે ભારતીય સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના પ્રયાસો કરી રહી છે અને મોટા પ્રમાણમાં ‘વંદે ભારત મિશન’ હેઠળ એર ઇન્ડિયા અને તેની સહાયક કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સાત મેથી આ માટે ફ્લાઇટો શરૂ કરવામાં આવી છે.

એર ઇન્ડિયા ગ્રુપ કુલ 64 ફ્લાઇટ્સ દ્વારા ભારતીયોને લાવશે અને આ મિશન હેઠળ ૧૨ દેશોમાં ફસાયેલા 14,૦૦૦ ભારતીયોને પરત લાવશે.

રાશિ ભવિષ્ય 11/05/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનુંકામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદીકે મુસાફરી થોડીખર્ચાળ બને તેવું બની શકે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.


આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ  શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને તમે કંટાળો અનુભવો તેવું બની શકે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.

સુવિચાર – ૧૧ મે, ૨૦૨૦

સુવિચાર – ૧૧ મે, ૨૦૨૦

પંચાંગ 11/05/2020

રાશિ ભવિષ્ય 11/05 થી 17/05/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મહત્વના નિર્ણય લેવામા કાળજી રાખવી જરૂરી છે, વિદ્યાર્થીવર્ગને ધારી સફળતા માટે વધુ મહેનત કરવી પડે, યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, તમારા મગજમા વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે, નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે.


માનસીક ચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમાં મન વધુ લગાવો તેવુ બની શકે છે,વળી ક્યાંક અંગતસંબંધ જેવાકે મિત્રતામાં,સગાસ્નેહીમાં તેમના વર્તનથી કંટાળો અનુભવો, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક, ધાર્મિકપ્રસંગમા જવામા કંટાળો અને આળસ થતી જોવા મળે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરી કે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી.


નોકરીકે વેપારમા ફેરબદલીના સારાસમાચાર મળે, ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. પ્રેમસંબંધમા થોડાક ઉતર –ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય, લગ્નબાબતની વાતચીત ચાલતી હોય તેમા પણ તમારી વાત આગળ ચાલવાની બાબત બની શકે છે, ધાર્મિકભાવના સારી જાગે અને ક્યાય્ક ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય તેવું બની શકે છે, ગેસ,અપચાની તકલીફથી તકેદારી રાખવી ઇચ્છનીય કહી શકાય, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક પણ મળી શકે છે.


સકારાત્મક સમય જોવા મળે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે તેવુ બની શકે છે, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમા કે આસપાસના કોઈ જાહેર કાર્યક્રમમાં જવાના યોગ છે તેમા તમે થાકની લાગણી વધુ અનુભવો, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે.


ક્યાંકથી માનસન્માન મળી શકે છે. વેપારના કામકાજમા ઉત્શાહ અને ઉમંગ વર્તાય અને તેની અસર પણ કામકાજમા સારી દેખાઈ આવે, આરોગ્યબાબતની કોઈ તકલીફ હોયતો તેમા પણ રાહત જોવા મળી શકે છે, ભાગીદારીમા કે દામ્પત્યજીવનમા તમારી લાગણી અને ભાવનાની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે જોવા મળે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળું બની રહેશે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે તેમા માનસિકથાકની લાગણી પણ જોવા મળે.


વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને સારો ઉત્સાહ જોવા મળે, સામાજિકકે ધાર્મિકકાર્યમા કઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચાર અને  ઉમંગમા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિક તનાવથી બચવુ, ઘણી જૂની ઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમા હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી.


આર્થિકબાબતની ચિંતા અને નવા આયોજનબાબતમા અન્યનો સાથસહકાર મળી  શકે છે તેમજ મિલકત અંગેના કોઈ પ્રશ્નમા કોઈ રુકાવટ હોયતો તે દુર થઈ શકે છે, યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાના યોગ છે,  જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે. વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે.,મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછો ઉત્સાહ અનુભવી શકો છે.


કામકાજમા અચાનક સારા સમાચાર સાંભળવા મળી  જાય અને તમે થોડા અચરજ પામો, તમારાથી કોઈની લાગણી ના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો-પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે.


પરિવારમા કોઈની ચિંતાના કારણે થોડી બેચેની અનુભવાય, મહત્વના કામ કરવા માટેના પ્રયત્નમા સફળતા મળે, રાજકીય કે સરકારીકામકાજમા ધાર્યું થવાથી ઉત્સાહમા વધારો થાય, મન થોડું મોજશોખ પાછળ દોરવાય અને ક્યાંક તેની પાછળ ખર્ચા પણ થાય, પ્રિયજન તમારી ભાવના સારી રીતે સમજી શકે જેના કારણે તમારી ખુશી બેવડાય, કોઈકાર્યમા ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય.


સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, આર્થિકબાબત પર ધ્યાન વધુ આપવુ ઇચ્છનીય છે ક્યાંક નાણાકીય આયોજન અંગે અવઢવ થઈ શકે છે વેપારના કામકાજમા લાભની કોઈવાત થઈ શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે.


કામકાજમા ચતુરાઈનો ઉપયોગ કરવો પડે, કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે પણ ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે જે તમને સારીસફળતા અપાવી શકે છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થાય પણ તેમા પણ પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદ વ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, પ્રભુભક્તિ તરફ મન વધુ પરોવાઈ શકે છે.


સપ્તાહ દરમિયાન. મિત્રો, સગા સ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારી વાત રજુ કરવાની તક મળે શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, મુસાફરીકે પ્રવાસનુ આયોજન થઈ શકે છે. પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તેવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે.

આંતરાષ્ટ્રીય વેબિનારમાં થઈ ‘મીડિયામાં કોવિડ-19 પડકારો’ વિશે ચર્ચા…

અમદાવાદ: એન.આઈ.એમ.સી.જે.(નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ) દ્વારા તાજેતરમાં એક સાંપ્રત વિષય પર આંતરરાષ્ટ્રીય વેબિનાર યોજવામાં આવ્યો હતો, જેને ફેસબુક પર હજારો લોકોએ લાઈવ માણ્યો હતો. આ વેબિનારમાં મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.

વેબિનારનો વિષય હતો, ‘ચેન્જ એન્ડ ચેલેન્જ ફોર ગ્લોબલ એન્ડ લોકલ મિડિયા પોસ્ટ કોવિડ-19’… (કોવિડ-19ના સંકટ પછી સ્થાનિક ને વૈશ્વિક પત્રકારત્વમાં આવનારાં પરિવર્તનો અને પડકારો). NIMCJના ડિરેક્ટર શિરીષ કાશીકરે આ વેબિનારમાં મોડરેટરની ભૂમિકા અદા કરી હતી. બે નેશનલ અને એક ઈન્ટરનેશનલ પેનલિસ્ટે એમના વિચારો રજૂ કર્યા હતા.

કોલમ્બિયા યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. રમેશ રાવે કહ્યું હતું કે ભારત કે અમેરિકામાં ખૂબ ઓછા અખબારો પ્રિન્ટ થઈ રહ્યા છે એટલે લોકોના મનમાંથી અખબારો સાથેનું જે જોડાણ હતું એ તૂટી જવાની સંભાવના છે.

પ્રસાર ભારતીના પૂર્વ ચેરમેન ડૉ. એ. સૂર્યા પ્રકાશે કહ્યું હતું કે ઘણા પડકારો ને પરિવર્તનો આવશે. સૌથી મોટો પડકાર ફેક ન્યુઝનો છે જે ખૂબ ઝડપે ફેલાય છે.

રિલાયન્સના મિડિયા ડાયરેક્ટર ઉમેશ ઉપાધ્યાયે કહ્યું કે આપણે જે પરિવર્તન થોડા વરસ પછી જોવાના હતા એ કોરોનાને લીધે હમણાં જોવું પડી રહ્યું છે. હવે દરેક સમાચારને આપણે એકએક શાકભાજી તપાસી તપાસી ખરીદતા હોય એમ તપાસવા જોઈએ.  ફેસબુક પર આ સેશનને માણતા-માણતા અનેક લોકોએ સવાલજવાબ કર્યા હતા ને ઘણી રસપ્રદ ચર્ચાઓ થઈ હતી.

243 ભારતીય નાગરિકોનું સિંગાપોરથી સ્વદેશાગમન

મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીના ફેલાવાને કારણે સિંગાપોરમાં ફસાઈ ગયેલા 243 ભારતીય નાગરિકોના પહેલા જૂથને આજે એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ દ્વારા ભારત લાવવામાં આવ્યા છે. એમની સાથેનું વિમાન આજે મુંબઈ એરપોર્ટ પર ઉતર્યું હતું. વિદેશમાં ફસાઈ ગયેલા ભારતીય નાગરિકોને સહીસલામત રીતે સ્વદેશ પાછા લાવવા માટે ભારત સરકારે ‘વંદે ભારત મિશન’ નામે આ કામગીરી શરૂ કરી છે. એ માટે એર ઈન્ડિયાના ખાસ વિમાન સેવા તેમજ ભારતીય નૌકાદળ તરફથી જહાજ સેવા શરૂ કરવામાં આવી છે.

આ વિમાનમાં 21 ક્રૂ મેમ્બર્સનો પણ સમાવેશ થાય છે.

તમામ પ્રવાસીઓને એર ઈન્ડિયા તરફથી પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સ, ફેસ શિલ્ડ્સ આપવામાં આવ્યા હતા.

સિંગાપોરથી આ ભારતીય નાગરિકોનું બીજું જૂથ સ્વદેશ મોકલવામાં આવ્યું છે. એ માટે સિંગાપોરમાંની વ્યવસ્થા ત્યાંના ભારતીય રાજદૂત જાવેદ અશરફે સંભાળી હતી.

મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચેલા તમામ પ્રવાસીઓનું મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એમાંના જે લોકો મુંબઈના રહેવાસીઓ હતા એમને એરપોર્ટની નજીકની હોટેલ્સમાં ફરજિયાત સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય શહેરોના લોકોને એમના શહેર ખાતે મોકલી દેવામાં આવ્યા છે જ્યાં જઈને એમણે ત્યાંની હોટેલ્સમાં ફરજિયાત હોમ ક્વોરન્ટાઈન થવું પડશે.

(તસવીરોઃ દીપક ધુરી)