Home Blog Page 483

3 દિવસ બાદ મહાદેવ ભારતી બાપુ જંગલ વિસ્તારમાંથી મળ્યા

જૂનાગઢ: પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ ગત 2 નવેમ્બરના રોજ વહેલી સવારે આશ્રમમાંથી ગુમ થયા હતા. તેમના નિવાસસ્થાનેથી ત્રણથી વધુ પાનાની એક સ્યુસાઈડ નોટ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. 3 દિવસની  શોધખોળ બાદ મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ અને SDRFનું મેગા સર્ચ ઑપરેશન બાપુની ભાળ મેળવવા માટે જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ગીરનારના જંગલમાં વ્યાપક સ્તરે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઑપરેશનમાં પોલીસની 8 ટીમો તહેનાત કરવામાં આવી હતી, જેમાં 300થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. આ સંયુક્ત ઑપરેશનમાં 240થી વધારે પોલીસ સ્ટાફ, 40થી વધુ SDRFના જવાનો અને 30થી વધુ વન વિભાગના કર્મચારીઓ સામેલ થયા હતા.

સર્ચ ઑપરેશનની શરૂઆત જટાશંકર મંદિરના વિસ્તાર પાસેથી કરવામાં આવી હતી. પોલીસની ટીમોએ ગિરનાર પર આવેલી વિવિધ જગ્યાઓ જેવી કે જટાશંકર મંદિર, વેલનાથ સમાધિ વિસ્તાર, માજનનું પરાગ, નખલી કેડી, ઓરિયો કૂવા વાળો વિસ્તાર અને જાંબુડા તળાવ વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરી હતી.

આ ઉપરાંત, પોલીસે ગિરનાર પર હાજર શ્રદ્ધાળુઓ અને લોકોના ફોટા પાડી તેમનું વેરિફિકેશન પણ કર્યું હતું. ત્રણ દિવસની અથાગ મહેનત બાદ આખરે મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલમાંથી મળી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

આશ્રમમાં અનેક લોકોના આડા સંબંધનો દાવો

આશ્રમમાં રહેતા અને વહીવટ સંભાળતા અનેક શખ્સોને આશ્રમ સાથે જોડાયેલા લોકોની સાથે આડા સબંધ હોવાનો પણ સ્યુસાઈડ નોટમાં ચોંકવનારો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિલા સાથેના સબંધના લીધે જે ફેરફાર થયા તેના કારણે આશ્રમના અન્ય સાધુને તે વાત હજમ ન થઈ અને ત્યાંથી આ વિવાદની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આશ્રમના અન્ય વહીવટકર્તા એક સાધુએ મળી મહાદેવ ભારતીને યેનકેન પ્રકારે માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેના લીધે મહાદેવ ભારતી ભારતી આશ્રમની ગુજરાતમાં અલગ-અલગ  સ્થળે આવેલ જગ્યાઓમાં ચાલ્યા જતા હતા ત્યાં પણ આ શખ્સો દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો.

અનેક લોકોએ માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ

મહાદેવ ભારતીએ હિતેષ ઝડફીયા, કૃણાલ શીયાણી, પરેશ ઉર્ફે પરમેશ્વર ભારતી તથા અમદાવાદના નિલેશભાઈ ડોડીયા અને રોનક સોનીએ ત્રાસ આપ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે નોટમાં લખ્યું છે કે, આ બધાને તેમના કર્મની સજા મળે કે જેથી બીજા કોઈનું જીવન ઝેર ન બને અને તેમને જીવ ખોવો ન પડે.

મને સમાધિ ન આપતા પણ દેહદાન કરી દેજો, જંગલમાં જઉં છું જેથી મારું શરીર પશુઓને કામ આવેઃ સ્યુસાઈડ નોટમાં અપીલ  

ભારતી આશ્રમના લઘુ મહંત અને મહા મંડલેશ્વર મહાદેવ બાપુએ સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, હું બધાના ત્રાસથી મારું જીવન પૂર્ણ કરવા જઈ રહ્યો છું, હું આજે જંગલમાં ગિરનારીના સાનિધ્યમાં મારું જીવન પૂરું કરું છું, મારી એવી ઈચ્છા છે કે મારે મારું શરીર જીવતા તો કોઈને કામ આવ્યું હોય કે ન આવ્યું હોય પણ મર્યા પછી આ જીવન જંગલી પશુઓને કામ આવે એટલા માટે હું જંગલમાં જઈ રહ્યું છું, કદાચ મારું શરીર હેમખેમ મળે તો આ શરીરને સમાધિ ન આપતા અને દેહદાન કરી દેજો. કેમ કે, મારે આશ્રમમાં જમીન નથી રોકવી. મેં દેહદાનનો સંકલ્પ પણ કર્યો છે, સિવિલમાં ફોર્મ ભરવું હતું પરંતુ શક્ય ન બનતા સંજયભાઈ સાથે ફોનમાં વાત કરી છે અને તેનું રેકોર્ડિંગ પણ છે.

રાશિ ભવિષ્ય 03/11/2025 થી 09/11/2025

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમને કામકાજમાં ધ્યાન ઓછુ અને અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન નકારાત્મક વિચારો આવાના કારણે તમને તમારા કામમાં રૂચી ઓછી જળવાય તેમજ કામ પરણે કર્તા હોય તેવી લાગણી મનમાંને મનમાં રહ્યા કરે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર ર્વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિક પ્રવૃત્તિના કારણે નાણા અને સમય નો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે.


તમારા મનમાં રહેલી કોઈ વાત જાણે અજાણે ક્યાય રજુ કરવાની તક મળી જાય, લગ્ન બાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમાં પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલન મુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો, અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીન જાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનું માન જળવાય અને તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે જેમાં તમે ખુશીની લાગણી અનુભવો. બજાર ના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવું પણ સંભવિત છે.


આ સપ્તાહ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાંને મનમાં અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમાં નાનીનાની બાબતમાં ઉશ્કેરાઈ જવાય, ઘરમાં કે ઓફીસમાં તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થવાની સમભાવના છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામાં થોડા ઉદાસીન બનો. બજારના કામકાજ માં તમારામાં કામકાજ કરવામાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમાં થઇ શકે છે.


તમારી નજીકની વ્યક્તિ જેવીકે ઘરની પાસે રેહતી હોયકે ઓફીસમાં તમારી પાસે કામકાજ કરતી હોય તેવી વ્યક્તિ સાથે કંઇક તમને ગમતી વાતકે જાણકારીની વાત અચાનક સંભાળવા મળી જાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. ઘરકે કુટુંબમાં ભાઈ બહેન સાથે કોઈ કામકાજમાં સાથ સહકાર સારો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની સારી લાગણીરૂપી મદદ કે સારું માર્ગદર્શન પણ મળી શકે છે , તારી પસંદગીનું પાત્ર સામેથી કોઈ બાબતે વાર્તાલાપ કરે અને તમે પરોક્ષ રીતે તમારા મનની વાત કહી શકો, બજારના કામકાજ સારી વાત બની શકે છે.


આ સપ્તાહ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે, ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમાં તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમાર કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી સંભવિત બની શકે છે તેમાં તમે કંટાળા ની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈ જગ્યા એ વાતચીત દરમિયાન તકેદારી કે ચોખવટ જેવી બાબત નું ધ્યાન રાખવું સારું. બજારના કોઈ પણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


તમારી મનની વાત તમાર હોઠ પર આવી જાય અને વાતનો પ્રતિભાવ પણ ચેહરા પર સ્પષ્ટ દેખાઈ આવે, આનંદ, ઉત્સાહ, મસ્તી જેવા પરિબળો વચ્ચે તમે હોવ પણ ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપ કે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડીગણી સારી રીતે પડી શકે છે. તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમ થોડું સજાગ રહેવું જેથી ક્યાય ગેરસમજના વર્તાય. બજારના કામકાજમાં તમે થોડી અપેક્ષ વધુ રાખો પણ તેમાં કેટલા ખરા ઉતારો તે બાબત તમારા ઉપરજ રહેલી છે.


આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમાં વ્યસ્ત વધુ રહો, સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમાં તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીન કામકાજ થાય તેવી પણ સભાવના રહેલી છે. અણધાર્યા નાણાકીય ખર્ચ થાય તેવું પણ બની શકે છે, તમે કોઈના કામકાજમાં સારી રીતે સહભાગી બની શકે છે અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જુની વાતકે કામ ક્યાય અટકેલું હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમાં કામકાજ દરમિયાન ધીરજ અને ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.


તમારી અપેક્ષા તમારામાં રહેલી ધીરજની થોડી પરીક્ષા કરાવે માટે તમારી આશાને સફળતા દેખાવાની સમભાવના તો રહેલી છે પણ તેમાં તમારી થોડી મેહનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત છે. મિત્રો કે સગા સ્નેહી સાથે મિલન મુલાકાતમાં તમે ખુશીની લગાણીની સાથે થોડીક માનસિક થાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુના કોઈ અટકેલા કામકાજમાં મેહનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થ બાબત થોડી કાળજી રાખવી તેમાં પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમાં ચાલતી હોય, બજારમાં નાનું અને આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું.


આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમાં તમને કોઈનો સાથ સહકાર પણ સારો મળી શકે છે જેમાં તમને તમાર કામના અધીરપણ નું ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાં કે ઓફીસમાં તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. બજારના કામકાજમાં તમને નિર્ણયશક્તિ નો અભાવ વર્તાય અને તેની અસર તમાર કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરી પુર્વાક્જ કામ કરવું જોઈએ.


તમારામાં કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમાં પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયું હોય તેવા લોકો તરફથી પણ સારો આદર કે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમાં પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સંભાળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે, બજારના કામકાજમાં તમાર અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.


નાની નાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવું તે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીય કે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ સંભવિત બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગા સ્નેહી સાથેની વાર્તાલાપમાં તમને ગમતી કોઇ વાત સંભાળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વાતું ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.


જાહેર પ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમાં અન્યનો સારો સાથ સહકાર મળી શકે છે, તમારા ધરેલા કામમાં તમે ગણતરી અને મેહનત કરોતો સારું ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તો વાર્તાલાપ અને મિલન મુલાકાતમાં તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવું કે ઈર્ષાળુ કોઈ ખટપટના કરી જાય, યાત્રા પ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્ર વર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમાં તમને સારું કરવાની લાગણી જન્મી શકે છે આયોજન પૂર્વક કામ કરોતો લાભ સંભવિત બની શકે છે.

ઝોહરાન મમદાની ન્યૂ યોર્કના પ્રથમ ભારતીય મૂળના મેયર બન્યા

અમેરિકા: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઉગ્ર વિરોધ છતાં, ડેમોક્રેટિક સમાજવાદી ઉમેદવાર ઝોહરાન મમદાનીએ ન્યૂયોર્ક મેયરની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે. આ હાઇ-વોલ્ટેજ સ્પર્ધામાં, ભારતીય મૂળના ઝોહરાન મમદાનીએ ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમો અને રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સ્લિવાને હરાવ્યા.‘વૈચારિક સંઘર્ષ’ બની ગયેલી ચૂંટણી

આ ચૂંટણી ફક્ત મેયરની રેસ વિશે જ નહોતી પણ ડેમોક્રેટિક પાર્ટીની અંદર પેઢીગત અને વૈચારિક સંઘર્ષનું પણ પ્રતીક હતી. 34 વર્ષીય મમદાનીનો વિજય પ્રગતિશીલ ડાબેરી રાજકારણ માટે એક મોટી જીત માનવામાં આવી રહ્યો છે.ટ્રમ્પનો વિરોધ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડનારા એન્ડ્રુ કુઓમોને ખુલ્લેઆમ ટેકો આપ્યો. ટ્રમ્પે મતદારોને મમદાનીને મત ન આપવાની અપીલ કરી, તેમને સામ્યવાદી, યહૂદી વિરોધી અને ખતરો પણ ગણાવ્યો. તેમણે ચેતવણી આપી હતી કે જો મમદાની મેયર બનશે, તો તેઓ ફેડરલ ભંડોળને ન્યૂયોર્ક સુધી મર્યાદિત કરશે.

કુઓમોનો પરાજય

ટ્રમ્પના સમર્થનથી પણ એન્ડ્રુ કુઓમોનો વિજય થયો ન હતો, જેમણે ડેમોક્રેટિક પ્રાઇમરીમાં મામદાની સામે હાર્યા બાદ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.

ઝોહરાન મામદાનીનો ઐતિહાસિક વિજય

યુગાન્ડામાં જન્મેલા અને ભારતીય ફિલ્મ નિર્માતા મીરા નાયરના પુત્ર ઝોહરાન મામદાની ન્યૂયોર્ક શહેરના ઇતિહાસમાં અનેક રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે:

  • તેઓ ન્યૂયોર્ક શહેરના પ્રથમ મુસ્લિમ મેયર બનશે.
  • તેઓ દક્ષિણ એશિયન મૂળના પ્રથમ મેયર પણ બનશે.
  • તેઓ એક સદીથી વધુ સમયમાં શહેરના સૌથી યુવા મેયર બનશે.

મામદાનીનું અભિયાન મુખ્યત્વે પ્રગતિશીલ વચનો પર કેન્દ્રિત હતું. જેમ કે ભાડા નિયંત્રણનો વિસ્તાર કરવો, જાહેર પરિવહનને સબસિડી આપવી અને રહેઠાણ સંકટનો અંત લાવવો. આ ચૂંટણીમાં 50 વર્ષમાં પ્રથમ વખત 2 મિલિયનથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું.

પંચાંગ 05/11/2025

ભગવાન કરે કે… ગુરુ નાનક જયંતિ અને દેવ દિવાળી પર પીએમ મોદીએ શું કહ્યું?

પ્રધાનમંત્રી મોદીએ ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ, કાર્તિક પૂર્ણિમા અને દેવ દિવાળી પર રાષ્ટ્રની પ્રજાને શુભેચ્છા પાઠવી છે. તેમજ તેમના ઉપદેશોને માનવતા માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક દેવની જન્મજયંતિ અને કાર્તિક પૂર્ણિમા તથા દેવ દિવાળી નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી અને તેમના ઉપદેશોને માનવતા માટે પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ લખ્યું, “ગુરુ નાનક દેવજીનું જીવન અને સંદેશ માનવતાને માર્ગદર્શન આપે છે. કરુણા, સમાનતા, નમ્રતા અને સેવા પર આધારિત તેમના ઉપદેશો ખૂબ જ પ્રેરણાદાયક છે. ગુરુ નાનકજીની જન્મજયંતિ પર હાર્દિક શુભેચ્છાઓ. તેમનો દિવ્ય પ્રકાશ આપણી પૃથ્વીને હંમેશા પ્રકાશિત કરતો રહે.”

પ્રધાનમંત્રી મોદીએ કાર્તિક પૂર્ણિમા અને દેવ દીપાવલી પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. બીજી એક પોસ્ટમાં તેમણે લખ્યું, “દેશભરમાં મારા પરિવારના તમામ સભ્યોને કાર્તિક પૂર્ણિમા અને દેવ દીપાવલી પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતામાં મૂળ ધરાવતો આ દિવ્ય પ્રસંગ દરેકના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સૌભાગ્ય લાવે. પવિત્ર સ્નાન, દાન, આરતી અને પૂજાની આપણી પવિત્ર પરંપરાઓ દરેકના જીવનને પ્રકાશિત કરે.”

બીજી બાજુ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમણે એક સત્તાવાર એક્સ-પોસ્ટમાં લખ્યું, “ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ પર હાર્દિક શુભેચ્છાઓ. તેમનું જીવન અને સમાનતા, કરુણા અને સત્યનો સંદેશ સમગ્ર માનવતા માટે પ્રેરણારૂપ છે. ચાલો આપણે એક ન્યાયી અને માનવીય સમાજ બનાવવા માટે પોતાને ફરીથી સમર્પિત કરીએ અને આપણા દૈનિક જીવનમાં પૂજ્ય ગુરુના ઉમદા ઉપદેશોનું પાલન કરીએ.”

ગુરુ નાનક જયંતિ, જેને ગુરુ પર્વ અને પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક મહત્વપૂર્ણ શીખ તહેવાર છે. ગુરુ નાનક દેવના કરુણા, સંવાદિતા અને સત્યના ઉપદેશો લાખો લોકોને પ્રેરણા આપે છે.

વાહ ભાઈ વાહ! ૦૫ ઑક્ટોબર ૨૦૨૫

મગદાળની બરફી

આ પૌષ્ટિક બરફી કોઈપણ કડાકૂટ વગર ઝડપથી બની જાય છે!

સામગ્રીઃ

  • મગની દાળ 1 કપ
  • દૂધ 1 કપ
  • ઘી ½ કપ
  • મોળો દૂધનો માવો ½ કપ
  • એલચી પાવડર ½ ટી.સ્પૂન
  • કાજૂ-પિસ્તાની કાતરી 1 ટે.સ્પૂન
  • ચાંદીનો વરખ

રીતઃ મગની દાળને 3-4 પાણીએથી ધોઈને પાણી નિતારીને ચોખ્ખા ધોયેલા કૂકરમાં નાખી તેમાં 1 કપ દૂધ મેળવી દો. કૂકરને બંધ કરીને ગેસની તેજ આંચ ઉપર 2 મિનિટ માટે ગરમ થવા દો. ત્યારબાદ ગેસની આંચ ધીમી કરીને કૂકરની 2 સીટી થાય એટલે ગેસ બંધ કરી દો.

કૂકર ઠંડું થાય એટલે ઢાંકણ ખોલીને ચેક કરી લો. દાળ ચઢી જાય એટલે એક સ્ટીલની ચાળણીમાં દાળ નાખીને ચાળણીને એક બાઉલની ઉપર ગોઠવી દેવી. આ મગની દાળને એક ગ્લાસના અથવા વાટકીના તળિયા વડે વાટી લેવી. દાળ વાટતી વખતે ચાળણીમાંથી દાળ નીચે બાઉલમાં ભેગી થશે.

દાળ સ્ટીલની ચાળણીમાં ચાળી લીધા બાદ એક કઢાઈમાં ½ કપ ઘી ગરમ કરી, તેમાં વાટેલી દાળ ઉમેરી, ચમચા વડે હલાવતાં રહેવું. ગેસની આંચ મધ્યમ રાખવી. જેવું દાળનું મિશ્રણ સહેજ સૂકું થવા આવે એટલે તેમાં મોળો માવો મેળવીને મિશ્રણ ચારવતાં રહેવું. તે સરખો મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.

બીજી બાજુ ગેસ ઉપર એક વાસણમાં સાકર તેમજ અડધો કપ પાણી મેળવીને ગેસની મધ્યમ આંચે એક તારની ચાસણી તૈયાર કરી લો. આ ચાસણી મગની દાળના મિશ્રણમાં મેળવીને ગેસ ચાલુ કરીને ધીમી આંચે ચમચા વડે મિશ્રણને હલાવતાં રહી મિશ્રણ એકરસ થઈ ઘટ્ટ થવા આવે એટલે 1 ટે.સ્પૂન ઘી મેળવીને એકાદ મિનિટ ગેસ ઉપર થવા દઈ ગેસ બંધ કરી દો.

એક થાળી અથવા ટ્રેમાં ઘી લગાડી દો. ત્યારબાદ દાળનું ઘટ્ટ મિશ્રણ તેમાં રેડીને ફેલાવી દો. ઉપર ચાંદીનો વરખ લગાડી કાજૂ-પિસ્તાની કાતરી ભભરાવીને સહેજ પ્રેશ કરી, આ બરફી ઢાંકીને આખી રાત રહેવા દો. સવારે બરફી જામી જાય એટલે ચપ્પૂ વડે તેના ચોસલા પાડી લો.

૦૫ નવેમ્બર ૨૦૨૫

દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો અટલ ફૂટઓવર બ્રિજ

ગાંધીનગર: ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં સાબરમતી નદી પર નિર્મિત આઈકોનિક અટલબ્રિજ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દિવાળી વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન, આ અટલ ફૂટ ઓવર બ્રિજ લોકો માટે ફરવાનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ઓગસ્ટ, 2022ના રોજ અટલબ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. SRFDCL (સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ.) દ્વારા આપવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, 31 ઓગસ્ટ, 2022થી ઓક્ટોબર 2025 સુધીના સમયમાં કુલ 77,71,269 લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ₹27.70 કરોડથી વધુની આવક પણ થઇ છે, જે અમદાવાદના ટુરિઝમ ક્ષેત્ર માટે ગૌરવની બાબત છે.અમદાવાદ જે આધુનિકીકરણ સાથે જૂના વારસાને પણ સાચવીને બેઠું છે. તેમાં ગાંધી આશ્રમ, સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા લેકફ્રન્ટ, વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ શહેરની જૂની પોળ સંસ્કૃતિ, હેરિટેજ વૉક વગેરે પ્રવાસન આકર્ષણોની મુલાકાત લેવા લાખો પ્રવાસીઓ આવે છે. તેમાં પણ અટલ ફૂટઓવર બ્રિજ આધુનિક આર્કિટેક્ચર, ગુજરાતી સંસ્કૃતિ અને નગરસૌંદર્યનું જીવંત પ્રતીક છે.SRFDCL દ્વારા આપવામાં આવેલા વર્ષવાર આંકડાઓની વાત કરીએ તો, 31 ઓગસ્ટ 2022થી માર્ચ 2023 દરમિયાન 21.62 લાખ પ્રવાસીઓએ અટલ બ્રિજની મુલાકાત લીધી હતી, જેનાથી ₹6.44 કરોડ આવક થઇ હતી. એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન 26.89 લાખ મુલાકાતીઓ થકી ₹8.24 કરોડની તેમજ એપ્રિલ 2024થી માર્ચ 2025 દરમિયાન 20.67 લાખ મુલાકાતીઓ થકી ₹8.19 કરોડની આવક થઇ હતી. એપ્રિલ 2025થી ઑક્ટોબર 2025 સુધીમાં 8.51 લાખ મુલાકાતીઓ અટલ બ્રિજની મુલાકાત લઈ ચૂક્યા છે, જેનાથી અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનને ₹4.82 કરોડની આવક થઇ છે.આ આઈકોનિક અટલ બ્રિજ અંદાજે ₹74 કરોડનો ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અટલ બ્રિજ થકી ₹27.70 કરોડની આવક થઇ ચૂકી છે. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અટલબ્રિજ પાછળ કરેલા કુલ ખર્ચના 37 ટકાથી વધુ રકમ વસૂલ થઈ ગઈ છે.

છત્તીસગઢના બિલાસપુરમાં માલગાડી-પેસેન્જર ટ્રેન વચ્ચે અકસ્માત, 10ના મોત

છત્તીસગઢ: બિલાસપુર જિલ્લામાં મંગળવારે એક મોટો રેલ અકસ્માત થયો. કોરબા પેસેન્જર ટ્રેન માલગાડી સાથે અથડાઈ છે. આ દુ:ખદ અકસ્માતમાં દસ લોકોના મોત થયાના પ્રાથમિક અહેવાલ છે, જ્યારે ઘણા મુસાફરો ઘાયલ થયા છે.

માહિતી મળતા જ રેલવે અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ છે. બચાવ કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. એક માસૂમ બાળકને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ઘણા મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. રેલવે વહીવટીતંત્રે તાત્કાલિક તબીબી એકમો અને વિભાગીય અધિકારીઓને ઘટનાસ્થળે મોકલ્યા હતા. અકસ્માતની ગંભીરતાને જોતા, વરિષ્ઠ અધિકારીઓ બિલાસપુરથી રવાના થઈ ગયા છે.સમગ્ર રેલ માર્ગ પર ટ્રેન કામગીરી અટકાવી દેવામાં આવી છે. ઘણી એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. રાહત અને બચાવ ટીમો પરિસ્થિતિનો સતત સામનો કરી રહી છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે.