Home Blog Page 4832

આફતના આ સમયમાં આ ધારાસભ્ય સતત સક્રિય છે…

સુરત : સુરતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તમામ દર્દી સિવિલ હોસ્પિટલમાં આવતા અહીંની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે (આમ પણ સિવિલની વ્યવસ્થા સામે અનેક પ્રશ્નો તો ઉઠતા જ રહે છે) ખેર, હાલ જે ફરિયાદ હતી કે કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓને પૂરતું, સારું જમવાનું સમયસર નથી મળતું. આ ફરિયાદનું નિરાકરણ સરકારી તંત્ર કરી ન શક્યું એટલે સુરતના મજુરા વિસ્તારના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીએ આ કામના નિરાકરણ માટેના પ્રયત્ન આદર્યા. જેમાં એમને સફળતા મળી અને પ્રતિસાદ આપ્યો સુરતની ફાઈવ સ્ટાર હોટેલ મેરિયોટએ. હવે ગઈકાલ તારીખ 21મી એપ્રિલથી સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ માટે જમવાનું આવે છે. એવી જ રીતે શંકાસ્પદ દર્દીઓ માટે લક્ષ્મીનાથ સેવા સમિતિ દ્વારા ભોજન પૂરું પાડવામાં આવે છે.

આવા સંકલનના કામ ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોના સામેની લડાઈના પ્રથમ દિવસથી જ શરુ કર્યાં છે. હાલની સ્થિતિમાં અનેક નેતાઓ ઘરથી બહાર નીકળવાનું ટાળે છે ત્યારે હર્ષ સંઘવી સતત પોતાના મત વિસ્તાર મજુરામાં કાર્ય કરતા અને સરકારી તંત્ર અને એનજીઓ સાથે સંકલનમાં રહીને કાર્ય કરે છે. સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોના પેશન્ટની સારવાર કરતા સ્ટાફ માટે ઇવેન્ટ મેનેજર્સના ગ્રુપ દ્વારા એક રસોડું સિવિલના કેમ્પસમાં જ શરુ કરાવ્યું છે. સિવિલના સ્ટાફ માટે કીટ અને પાણી જેવી નાની બાબતોનું ધય્ન રાખીને એમને સંકલન કર્યું છે.

ધારાસભ્ય હર્ષ સંઘવીના પ્રયત્નોને કારણ રાજસ્થાનમાં ફસાયેલા 4 માસૂમ નેપાળી બાળકો સુરત પહોંચ્યા છે. તો સુરતમાં સરોગોસીથી જન્મેલી દીકરી 18 દિવસે ખાસ વિમાન દ્વારા બેંગ્લોર એના માં–બાપ પાસે પહોચી શકી હતી. કેન્સર જેવી અસાધ્ય બીમારીના કેટલાક દર્દીઓની દવા સુરતમાં મળતી ન હતી એવા 250 જેટલા દર્દીની દવા અમદાવાદથી સુરત લાવીને એમને પહોંચાડી હતી. મજુરા વિધાનસભા વિસ્તારના કોઈ સિનિયર સિટીઝન ભૂખ્યા ન રહે એટલે એમના માટે ખાસ ટિફિન વ્યવસ્થા એમણે ગોઠવી છે. સાથે જ મજુરા મિત્ર મંડળ, ઓફિસર્સ જીમખાના, સીટી જીમખાના જેવી સંસ્થાઓની મદદથી મોટા રસોડા કાર્યરત કાર્ય છે જે 30,000થી વધુ લોકો સુધી જમવાનું પહોંચાડે છે. હર્ષ સંઘવી કહે છે અમારી તૈયારી 50,000 સુધીની છે.

હર્ષ સંઘવી કહે છે, સુરત દિલદારોનું શહેર છે અહીં સેવવા કરવાવાળા અને દાન આપનારાની કમી નથી, થોડું સંકલન કરી ખરી જરૂરિયાત અને જરૂરિયાતમંદ સુધી પહોંચે એના પ્રયત્ન વિવિધ સંસ્થા અને સરકાર વચ્ચે સંકલન કરીને કર્યા છે. બહાર રહીને અમારા ભાગે આંગળી ચિંધ્યાનું પુણ્ય આવ્યું છે.

(ફયસલ બકીલી-સુરત)

મોંઘવારી ભથ્થામાં કાપ ન મૂકવો જોઈએઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ કોંગ્રેસે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના મોંઘવારી ભથ્થાંમાં વધારો નહીં કરવાના સરકારના નિર્ણયની આલોચના કરતાં કહ્યું છે કે મોદી સરકારે સૈનિકો અને કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થા (DA) કાપ મૂકવાને બદલે સેન્ટ્રલ વિસ્ટા, બુલેટ ટ્રેન યોજનાઓ અને ફાલતુ ખર્ચ ટાળવા જોઈએ. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે સરકારી કર્મચારીઓનાં ભથ્થામાં કાપ ના મૂકવો જોઈએ. હું માનું છું કે આવા કપરા કાળમાં પણ કેન્દ્રીય કર્મચારીઓ અને સૈનિકો પર આવા નિર્ણયો ઠોકી બેસાડવા ના જોઈએ.  

વાયનાડથી કોંગ્રેસના સંસદસભ્ય અને ભૂતપૂર્વ પક્ષપ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મને વાંધો એ છે કે લાખ્ખો કરોડની બુલેટ ટ્રેન યોજના અને સેન્ટ્રલ વિસ્ટા બ્યુટિફિકેશન યોજનાને પાછળ ઠેલવાને બદલે સરકાર કોરોનાથી ઝઝૂમી રહેલા અને જનતાની સેવા કરી રહેલા કેન્દ્રીય કર્મચારીઓ, પેન્શનધારકો અને દેશના જવનાનોનાં મોંઘવારી ભથ્થાં (DA)માં કાપ મૂકી રહી છે. આ સરકારનો અસંવેદનશીલ તથા અમાનવીય નિર્ણય છે. તમે મિલ ક્લાસથી પૈસા લઈ રહ્યા છે, પણ ગરીબોને આપી નથી રહ્યા અને એને સેન્ટ્રલ વિસ્ટા પર ખર્ચ કરી રહ્યા છો.

ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિંદબરમે પણ સરકારના આ નિર્ણયની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકારે કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાંમાં કાપ મૂકતાં પહેલાં બુલેટ ટ્રેન, સેન્ટ્રલ વિસ્ટા જેવી યોજનાઓ અટકાવવી જોઈએ. કોંગ્રેસ નેતા વેણુગોપાલ, રણદીપ સૂરજેવાલસ મનીષ તિવારી, સુપ્રિયા શ્રીનાતે, ગૌરવ વલ્લભ, રોહન ગુપ્તા અને પ્રવીણ ચક્રવર્તીએ પણ સરકારના નિર્ણય સામે સવાલો ઊભા કર્યા હતા અને તત્કાલ એને પાછો લેવાની માગ કરી હતી.

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાંના ત્રણ વધારાના હપતા પર રોક લગાવવાનો નિર્ણય હતો. આમાં એક જાન્યુઆરીથી લાગુ કરવામાં આવેલા ચાર ટકાના મોંઘવારી દર પણ સામેલ છે. જોકે સરકારે એ સ્પષ્ટ કર્યું હતું કે કર્મચારીઓને હાલના દરે મોંઘવારી ભથ્થું મળતું રહેશે. મોંઘવારી ભથ્થાનો હાલનો દર 17 ટકા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયની અસર 50 લાખ કર્મચારીઓ અને 61 લાખ પેન્શન કર્મચારીઓ પર પડશે.

 

અહીં તો આખા ગામને લાગ્યો રાષ્ટ્રભક્તિનો રંગ

અમદાવાદ: દેશ કોરોના સામે જંગે ચડ્યો છે ત્યારે દેવભમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં એક અનોખું કાર્ય થયું છે. અહીં આવેલા વેરાડ નામના નાનકડા ગામે મોટી સખાવત કરીને પોતાનો દેશપ્રેમ પ્રગટ કર્યો છે. તાજેતરમાં વેરાડ ગામે પ્રધાનમંત્રી રાહત ફંડમાં 1, 11, 111 રૂપિયાની રકમ જમા કરાવી છે.

કોરોના સામે લડવા દેશમાં જ્યારે સખાવતની જરૂર વર્તાવવા લાગી અને વડાપ્રધાનના આહવાનથી અનેક હસતીઓ ને નાગરિકો પોતપોતાનાથી બનતી રકમ પ્રધાનમંત્રી રાહત ફંડમાં જમા કરાવવા લાગ્યા ત્યારે વેરાડ ગામમાં પણ હિલચાલ થઈ.

આ અંગે વિવેકભાઈ નકુમે chitralekha.com સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ગામના સરપંચ, પચાંયતના સભ્યો અને અન્ય આગેવાનોએ ટેલિફોનિક કોન્ફરન્સ કરી નક્કી કર્યું કે આ આપણી જવાબદારી નિભાવવાની તક છે અને આ રાહત નિધિમાં આપણે પણ ફંડ આપવાનું છે. ગામમાં આગેવાનો ત્રણ-ત્રણની ટુકડીઓ બનાવી-સોશિયલ ડિસ્ટિન્સિંગથી ફાળો મેળવવા લાગ્યા.

ગામની મહિલાઓ ડેલીઓ ખોલતા જ કહવા લાગી છે લ્યો ભાઈ આ અમારો ફાળો. નાના છોકરાઓએ પણ પોતાના ગલ્લા ખોલીને આ નિધિમાં ફાળો આપ્યો છે. ગામના વૃદ્ધોએ, ઢોલીઓએ, શાકભાજીવાળાઓએ પણ ફાળો આપ્યો છે. ગામના દિવ્યાંગોએ પણ પોતાનાથી બનતો ફાળો આ નિધિમાં જમા કરાવ્યો છે. જોતજોતામાં ફાળાની રકમ એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા થઈ ગયો.

(પરેશ ચૌહાણ)

 

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 57નાં મોતઃ નવા 1,429 કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા તાજા આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 24,506 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 1429 નવા કેસ સામે આવ્યા છે અને 57 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધી સૌથી વધુ મોતના મામલા સામે આવ્યા છે. દેશમાં કોવિડ-19થી કુલ થનારાં મોતનો આંકડો 775એ પહોંચ્યો છે. જોકે રાહતના સમાચાર એ છે કે આ બીમારીમાંથી અત્યાર સુધી 5,063 લોકો સાજા થઈ ચૂક્યા છે. દર્દીઓમાં સુધારાનો દર (રિકવરી રેટ) 20.66 છે.

વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 27 લાખને પાર

કોરોના વાઇરસ અત્યાર સુધી 185 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 27,91,045એ પહોંચી ગઈ છે. આ વાઇરસના સક્રિય સંક્રમિતોની સંખ્યા 18,14, 181 છે. આ વાઇરસે અત્યાર સુધી 1,95,915 લોકોનો ભોગ લીધો છે. જ્યારે આ બીમારીમાંથી અત્યાર સુધી 7,80,949 લોકો રિકવર થયા છે.

શરતોની સાથે દુકાનો ખોલવાની મંજૂરી

ગૃહ મંત્રાલયે ગઈ કાલે આપેલા આદેશમાં કહ્યું છે કે બધાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પૂરતી તકેદારીનું ધ્યાન રાખતાંમ 50 ટકા કર્મચારી સાથે દુકાન અને કંપનીઓ ખોલી શકાશે. મંત્રાલયે વધુમાં કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી સાવધાનીનું પાલન કરવું પડશે. આ સાથે MHA દ્વારા કહેવામાંઆવ્યું છે કે આ આદેશ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લાગુ નહીં થાય. આ ઉપરાંત બ્રાનમ્ડ મોલ સહિત અન્ય મોટી કંપનીઓને ખોલવાની મંજૂરી હજી આપવામાં નથી આવી. દેશમાં રાજ્યવાર કોરોના વાઇરસના કેસોની સ્થિતિ આ મુજબ છે.

વાહ ભાઈ વાહ! ૨૫ એપ્રિલ, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૨૫ એપ્રિલ, ૨૦૨૦

લોકડાઉન 2.0માં આજથી કેટલીક દુકાનો ખુલ્લી રાખવાની છૂટ

નવી દિલ્હીઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા લાગુ કરાયેલા લોકડાઉનની બીજી મુદત ચાલુ છે ત્યારે કેન્દ્ર સરકારે આજથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કેટલીક દુકાનોને નિયમોના પાલનની શરતે ખુલ્લી રાખવાની છૂટ આપી છે. માત્ર નોન-હોટસ્પોટ મોહલ્લાઓમાં જ દુકાનો ખોલી શકાશે.

સરકારે એક સર્ક્યૂલર બહાર પાડીને જણાવ્યું છે કે મ્યુનિસિપલ સીમાની બહારના વિસ્તારોમાં આવેલી બજારોની દુકાનોને ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ શરત એ છે કે એવી દુકાનોમાં માત્ર 50 ટકા સ્ટાફ જ હોવો જોઈએ.

દેશભરમાં કોરોના સામેનો જંગ હજી ચાલુ છે, પણ સરકારે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં દુકાનોને ખુલ્લી રાખવાના નિયમમાં થોડીક ઢીલ આપી છે.

ગૃહ મંત્રાલયે ગઈ કાલે મોડી રાતે આદેશ બહાર પાડીને સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રજિસ્ટર્ડ દુકાનોને અમુક શરતો પર ખુલ્લી રાખવાની છૂટ આપી છે.

જોકે નોન-હોટસ્પોટ મોહલ્લાઓમાં જ દુકાનો ખુલ્લી રાખી શકાશે અને તે પણ 50 ટકાના સ્ટાફ સાથે. વળી આ દુકાનોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પણ કડક રીતે પાલન કરવું પડશે.

આમ છતાં શોપિંગ મોલ્સ, શોપિંગ કોમ્પલેક્સને ખુલ્લા રાખી શકાશે નહીં.

જાણો આજથી દેશભરમાં કઈ કઈ દુકાનો ખુલશે…

  • તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે દુકાનો શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત રજિસ્ટર્ડ હશે એમને જ આજથી ખુલ્લી રાખવા દેવામાં આવશે
  • રહેણાંક કોલોનીઓમાં કે નજીકમાં બનેલી એવી દુકાનો અને સ્ટેન્ડ-અલોન દુકાનો ખુલ્લી રાખી શકાશે, પરંતુ તે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની સીમાની બહાર હોવી જોઈએ.
  • મહાનગરપાલિકા અને નગરપાલિકાની સીમાની બહારની રજિસ્ટર્ડ માર્કેટ પણ આજથી ખુલ્લી રાખી શકાશે, પરંતુ દુકાનોમાં માત્ર 50 ટકા કર્મચારીઓને જ કામ પર રાખી શકાશે. તમામે ફેસ માસ્ક પહેરવો ફરજિયાત છે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવું પડશે.
  • નોન-હોટસ્પોટ વિસ્તારોમાં આજથી હેર કટિંગ સલૂન અને બ્યૂટી પાર્લર પણ ખુલ્લા રાખી શકાશે. ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન કરવું પડશે અને ફેસ માસ્ક પહેરવા પડશે.
  • ગ્રામીણ અને સેમી-ગ્રામીણ વિસ્તારોમાં પણ તમામ દુકાનોને ગૃહ મંત્રાલયની શરતો અનુસાર ખોલી શકાશે.
  • શહેરી વિસ્તારોમાં રહેણાંક સંકુલો નજીક બનેલી દુકાનો અને સ્ટેન્ડઅલોન દુકાનોમાં આજથી બિન-આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ અને સેવા પૂરી પાડવાનું ફરી શરૂ કરી શકાશે.
  • ગ્રામીણ વિસ્તારોમાં પણ તમામ પ્રકારની દુકાનોમાં બિન-આવશ્યક ચીજવસ્તુઓ અને સેવા પૂરી પાડવાનું આજથી ફરી શરૂ કરી શકાશે.
  • સિનેમા હોલ, શોપિંગ મોલ્સ, શોપિંગ કોમ્પલેક્સ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જિમ્નેશિયમ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, બીયર બાર, ઓડિટોરિયમ, એસેમ્બ્લી હોલ બંધ રહેશે

રાશિ ભવિષ્ય 25/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ  શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે, વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુરવકનું જ  કામ કરવુ  યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું  ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને  માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.

કોરોનાના પડકારમાં પણ છૂપાયેલી છે અનેક તકો…

કોરોનાને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વ એક ભયંકર આર્થિક મંદી તરફ સરકી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે. ચારેકોર મંદીના ભણકારા વાગી રહયા છે. આફત જરૂર છે, પણ આફતને ય અવસરમાં પલટી શકાય છે એ વાત પણ માનવજાતે ભૂતકાળમાં સાબિત કરી જ છે. આ આફતને ય આપણે અવસરમાં પલટી શકીએ, જો મક્કમ નિર્ધાર કરીને મજબૂતીથી આગળ વધીએ તો.

ખાસ કરીને ભારતીય અર્થતંત્ર કઇ રીતે આ પડકારને પહોંચી વળે એમ છે અને કઇ રીતે આપણે એમાંથી વધારે શક્તિશાળી બનીને બહાર નીકળી શકીએ એમ છીએ? રાજ્યસભાના સભ્ય અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિમલ નથવાણી લખે છે કે… 

—————————————————————

ખી દુનિયા આજે કોરોનાના કોરડા ખાઈ રહી છે. અમેરિકા અને યુરોપ જેવા વિકસિત સમાજને આ મહામારીએ પાંગળું કરી દીધું છે. તે સંજોગોમાં ભારત જે મક્કમતાથી કોરોનાના પડકાર સામે લડત આપી રહ્યું છે તેનો દાખલો બીજા દેશો પણ આપી રહ્યા છે. કોરોનાને કારણે સમગ્ર વિશ્વ એક ભયંકર આર્થિક મંદી અને રાજકીય ઉથલ પાથલ તરફ સરકી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે. કોરોનાથી ઓઠાંમાં ઓછા લોકોના જીવ જાય, ઓછામાં ઓછા લોકોને તેનો ચેપ લાગે, વધુમાં વધુ લોકોની સારવાર થાય અને કોરોનાના દર્દીઓ ઝડપભેર સાજા-નરવા થાય તે પ્રાથમિકતા સરકારોની હોય તે સ્વાભાવિક છે. તે છે તેમાં કાંઈ ખોટું નથી અને સરકારની કાર્યવાહીમાં તે ઝળકે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

રિલાયન્સના સ્થાપક-અધ્યક્ષ ધીરુભાઈ અંબાણી અવાર-નવાર ‘એડવર્સિટી’ ને ‘ઓપોર્ચ્યુનિટી’માં બદલવાની શીખ આપતા! પ્રતિકૂળતામાંથી તક ઝડપવી, પ્રતિકૂળતાને અનુકૂળતામાં બદલવી તે રિલાયન્સના મેનેજમેન્ટ મંત્રોમાં મોખરે છે. ધીરુભાઈ અને મૂકેશભાઈ અંબાણીએ અવારનવાર તે સિદ્ધ કર્યું છે તે પણ હકીકત છે. પરંતુ આપણે કોરોનાના પડકાર અને પ્રતિકૂળતાની વાત કરતા હતા.

કોરોનાનો ફટકો સમગ્ર જગતના અર્થતંત્ર પર પડશે. 3 ટ્રિલિયન ડોલરના ભારતીય અર્થતંત્ર પર લગભગ 1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડશે અને આપણો જી.ડી.પી. ઘટીને 1.9 ટકા કે 1.6 ટકા થઇ જશે તેવું નિષ્ણાંતો માને છે. જોકે કોરોના મહામારી આવી તે અગાઉથી અર્થતંત્ર નબળું તો પડી જ રહ્યું હતું. કોરોના મહામારી એ પડતા અર્થતંત્ર પર પાટુ કહી શકાય. પરંતુ જયારે માનવજીવન બચાવવાની ઘડી હોય ત્યારે અર્થતંત્ર ગૌણ બને તે સ્વાભાવિક છે. જોકે ભારતીય અર્થતંત્ર અને રાજતંત્ર બુનિયાદી રીતે એટલાં સક્ષમ છે કે તે આવા આઘાતો ઝીલીને તેમાંથી ઝપાટાભેર બહાર નીકળી શકે છે!

કોરોનાને લીધે પાશ્ચાત્ય દેશોનાં અર્થતંત્રોને જેટલા જોરદાર ઝટકા વાગ્યા છે તેટલા ભારત, ઇન્ડોનેશિયા જેવા દેશોને નથી વાગ્યા. કોરોનાને લીધે ચીન વિરુદ્ધ વૈશ્વિક મત ધીમે-ધીમે જોર પકડી રહ્યો છે. તેનો લાભ ભારતને મળી શકે તેમ છે. ‘મેક ઈન ઇન્ડિયા’ કે ‘ડીજીટલ ઇન્ડિયા’ જેવી નીતિઓમાં વધુ સુધારા કરી,’ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને વધુ આકર્ષક બનાવી શકાય. તેથી વૈશ્વિક મૂડીનો પ્રવાહ ભારત તરફ વાળી શકાય અને ભારત વૈશ્વિક મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર બની શકે. અમેરિકા અને જાપાનની ઘણી કંપનીઓએ ચીનમાંથી ખસી જવા મન બનાવી લીધું છે અને તે દેશોની સરકારો પણ તે માટે તેમની કંપનીઓને ચીનમાંથી નીકળવા પ્રોત્સાહનો જાહેર કરવા માંડ્યા છે ત્યારે આ પ્રકારની તક કેવી રીતે ઝડપી લેવી તે નક્કી કરવાનું કામ સરકારનું છે. તાજેતરમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનનું ઉત્પાદન અને જગતના દેશોમાં તેની નિકાસ માટે ભારત સરકારે લીધેલાં પગલાં આ દિશામાં એક મોટી પહેલ છે. ફેસબુકનો જિયો સાથે 5.7 અબજ ડોલર (રૂ. 43,574 કરોડ)નો સોદો પણ ભારતીય અર્થતંત્ર અને ડિજિટલ વ્યવસાયને એક નવી દિશા ચીંધતું પગલું છે. તેને લીધે ભારતીય શેરબજારમાં 743 પોઇન્ટના ઉછાળા સાથે જે સુધારો નોંધાયો તેણે અર્થતંત્રને ચેતનવંતુ કરવામાં મોટો ફાળો આપ્યો છે તેમ કહી શકાય!

દેશની સરકાર તથા મોટી ઓઇલ કંપનીઓ માટે ક્રૂડ ઓઇલ ખરીદવાની ‘ને તેના સોદા કરવાની એક મોટી તક કોરોનાએ આપી છે. જો કે આ સંજોગોમાં નાણાંની તંગી પણ છે જ! છતાંય દેશની સ્ટોરેજ કેપેસિટી જેટલું ઓઇલ ખરીદી લેવાય અને વર્તમાન ભાવે સોદા પાડી શકાય તો તે જરૂરી એટલા માટે છે કે હાલ ક્રૂડ ઓઇલના ભાવ છેલ્લાં વીસ વર્ષમાં જેટલા નથી ઘટ્યા તેટલા ઘટ્યા છે. એક વાર અર્થતંત્ર ગતિ પકડશે પછી નજીકના ભવિષ્યમાં આટલા નજીવા ભાવે ક્રૂડ મળે તેમ લાગતું નથી.

ભારત કોરોના મહામારીના ખરાબમાં ખરાબ તબક્કામાંથી તો ઉગરી ગયું છે. પરંતુ હજી તેણે સતર્ક રહેવું જોઈશે કારણ કે જો વાઇરસ ફરી ઉથલો મારે તો, જેની શક્યતા નકારી શકાય નહિ, તો બીજા વધુ લોકડાઉનમાંથી ગુજરવું પડે! ધંધા-રોજગાર અને ઉદ્યોગ-વ્યવસાયે તે મુજબનાં આયોજનો કરવાં પડે!

કોરોનાને પગલે ડિજીટલ અર્થતંત્રમાં ઉછાળાની શક્યતા પણ નિષ્ણાતો જોઈ રહ્યા છે. ઘેર બેસીને કામ કરવું, ઘેર જ શિક્ષણના વર્ગો, ઘરમાં જ મનોરંજન, નેટ બેન્કિંગ, ઇ-કોમર્સ, ઇ-રિટેલ વિગેરેનો ઉપયોગ વધે. આ બધાને લીધે મોંઘીદાટ ઓફિસો, તેમાં ઇન્ટિરિયર વિગેરે ખર્ચા, ફેન્સી કાર, સરપ્લસ કર્મચારીઓ વિગેરેને લગતા ખર્ચા ઘટે અથવા ઘટાડવા પડે અને ડિજીટલ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવું પડે!

સરકારે સામૂહિક સ્વાસ્થ્ય અને સામુદાયિક કલ્યાણ પર પણ વધુ ભાર મૂકવો પડશે કારણ કે કોરોનાને લીધે અર્થતંત્ર ઉપર પડનારા ભારે ફટકાને લીધે ગરીબ અને તવંગર વચ્ચેની ખાઈ તો વધુ પહોળી થશે. એટલું જ નહીં, અર્થતંત્રના નિષ્ણાતોને ભય છે કે લગભગ વીસેક કરોડ લોકો ગરીબીમાં ધકેલાઈ જઈ શકે!

વધુ ચલણી નોટો છાપવી તે એક ઉપાય જરૂર છે પરંતુ આર્થિક રીતે સક્ષમ, મજબૂત અને પૈસાદાર દેશોને તેમ કરવું પોસાય! ભારત જેવા દેશ માટે આવું પગલું ફૂગાવાને આમંત્રણ આપનારું નીવડે જે કોઈ કાળે પરવડી શકે નહિ ! વધુ વિદેશી મૂડી રોકાણ એ જ આગળ જણાવ્યું તેમ આ સ્થિતિનો એક ઉકેલ છે. સરકારે બને તેટલી મૂડી ભારતમાં આવે તેવા પ્રયાસો કરવા જોઈએ અને તે માટેના આર્થિક સુધારા કરવા જોઈએ.

(પરિમલ નથવાણી)

વળી ભારતીય નિકાસકારોએ નિકાસ વ્યવસાયમાં એક પ્રકારની વિશ્વસનીયતા ઊભી કરવી રહે, જે બાંગ્લાદેશે કર્યું છે. ખોટાં વચનો ન આપવાં, જે વચનો આપ્યાં હોય તેનું પાલન કરવું, ગુણવત્તા ખાતરીબંધ હોય, સમયસર માલનો સપ્લાય થાય વગેરે જેવી નાની નાની બાબતો આવી વિશ્વસનીયતા ઊભી કરવામાં ખૂબ ઉપયોગી નીવડે. સરકાર અને સંબંધિત સરકારી વિભાગો પણ આમાં પોતાની સક્રિય ભૂમિકા ભજવી શકે.

કોરોના મહામારીને લીધે વર્ષ 2020માં વૈશ્વિક અર્થતંત્રમાં એક ટકાનો ઘટાડો થાય તેવું સંયુક્ત રાષ્ટ્રસંઘનું અનુમાન છે. સરકારો જો લોકોની આવક વધારવામાં મદદગાર સાબિત ન થાય અને ઉપભોક્તા ખર્ચને પ્રોત્સાહન ન આપે તો આ ઘટાડો વધી પણ શકે. કોરોનાના જનક ચીન તથા જી-7 સમૃદ્ધ દેશોનાં અર્થતંત્રોમાં પણ 1.2 ટકાનો ઘટાડો નિષ્ણાતો જોઈ રહ્યા છે. આ સંજોગોમાં ભારતીય અર્થતંત્રનું ભાવિ ઉજ્જવળ છે તેની પ્રતીતિ તાજેતરમાં મેકેન્સી નામની સંસ્થાએ વૈશ્વિક ઉદ્યમીઓના કરેલા એક સર્વેક્ષણમાંથી થાય છે. તે સર્વે મુજબ 53 ટકા ભારતીય ઉદ્યમીઓ ખૂબ આશાવાદી છે જ્યારે જાપાનમાં માત્ર 25 ટકા ઉદ્યમીઓ જ અર્થતંત્ર માટે આશાવાદી હતા!

 

જ્યારે હોસ્પિટલનો સ્ટાફ આ નિરાધાર બાળકોનો આધાર બન્યો…

અમદાવાદ: ચાર દિવસ પહેલાની વાત છે, સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં એક દર્દીને લાવવામાં આવ્યો. આ દર્દી શંકાસ્પદ જણાતા તેને દાખલ કરવામાં આવ્યો હતો. દર્દીની સાથે ત્રણ માસૂમ બાળકો પણ હતા. ૩ વર્ષની નાની જાનકી, ૬ વર્ષનો શૈલેષ અને અરૂણ દંતાણી નામના આ ત્રણ માસૂમ બાળકોના પિતાને તો સારવાર માટે દાખલ કરી દેવાયા. આ નિરાધાર બાળકો કોરોના માટેની ખાસ હોસ્પિટલના પ્રાંગણમાં રાત્રે એકલા રમી રહ્યા હતા.

કોવિડ-૧૯ માટે ખાસ ડેઝિગ્નેટેડ સિવિલ હોસ્પિટલના ક્લિન રૂમમાં રમતા ત્રણ બાળકોને જોઈને સમગ્ર હોસ્પિટલના સ્ટાફના ચહેરા પર એક હેત ઉભરાયાનો ભાવ સ્પષ્ટ વરતાતો હતો. આ બાળકોના પિતા શંકાસ્પદ દર્દી તરીકે દાખલ છે તેથી માસૂમ બાળકોને નર્સિંગ સ્ટાફ વાલી બનીને સાચવે છે.

કોઈ ઋણાનુબંધ ગણો કે ગુજરાતના સંસ્કાર, પણ કોઈને આ બાળકો અજાણ્યા લાગતા નથી. બાળકોને જમાડવા, રમાડવા અને જે જોઈએ તે લાવી આપવા માટે જાણે કે તંત્ર તત્પર છે. આ બાળકોને આજે સલામતીના કારણોસર શહેરના શાહીબાગ સ્થિત આશ્રય ગૃહમાં લઈ સ્પેશિયલ વાનમાં લઈ જવાયા ત્યારે સ્ટાફ પૈકી કેટલાય લોકોની આંખમાંથી આસું રોકાતાં નહતાં.

હોસ્પિટલના ડીન ડોક્ટર મૈત્રેય ગજ્જર કહે છે કે તેઓને તેમના પિતાની સાથે અહીં લાવવામાં આવ્યા હતાં.  લઘર-વઘર પહેરવેશ, માથું ઓળ્યા વગરના વાળ અને ભૂખથી નંખાઇ ગયેલા ચહેરા તેમની હાલતની ચાડી ખાતા હતા. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ખાસ બનાવાયેલા વોર્ડમાં આ બાળકોને ટ્રાન્સફર કરી તેમની મેડિકલ તપાસ કરતાં તેઓમાં કોરોનાના કોઇ લક્ષણો જણાયા નહીં. એ અમારા માટે સૌથી મોટી રાહત હતી.

આ માસૂમો એટલા માનસિક આઘાતમાં હતા કે, તેઓ પોતાના નામ પણ આપી શકતા નહતા. મહામહેનતે તેઓએ તેમના નામ આપ્યા. તેમાં પણ ત્રણ વર્ષની જાનકીને તો આજે પણ ખબર નથી કે તે ક્યાં છે. આ બાળકો માટે આ સિવિલ હોસ્પિટલ જ તેમનું ઓઢણું અને ઘર હતી. આ બાળકોને તેના પિતા સિવાય પરિવારમાં કોઈ પણ નથી.

આ બાળકો એટલા નાના છે કે તેમને ઘર શું છે તેની પણ ખબર નથી એટલે જ કદાચ વિદાય વખતે પણ તેમની આંખોમાં કોઇ વેદના કે વિશાદ દેખાતો ન હતો. એમને એ પણ ખબર નથી કે આવતીકાલનું તેમનું ભવિષ્ય શું છે? તેમના પિતાને પણ ખબર નથી કે તેમના બાળકો શું કરે છે? તેવી હ્યદયદ્વાવક પરિસ્થિતિ વચ્ચે પણ ડોક્ટર્સ અને નર્સે પૂરવાર કરી દીધું કે તેઓ ખરા અર્થમાં દેવદૂત જ છે.

કિમ જોંગના સ્વાસ્થ્યને લઈને ટ્રમ્પે કહ્યુંઃ રિપોર્ટ ખોટો છે…

વોશિગ્ટન: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ છેલ્લા કેટલાક દિવસોથી ગાયબ છે જેથી તેના સ્વાસ્થ્યને લઈને અનેક અટકળો ચાલી રહી છે. અટકળોના દોર વચ્ચે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે તેના નિવેદનમાં કિમ જોંગ અત્યંત બિમાર હોવાના રિપોર્ટને સંપૂર્ણ રીતે ખોટો ગણાવ્યો છે.

ટ્રમ્પે આ મામલે એક ટીવી ચેનલની ટીકા કરતા કહ્યું કે, આ ખબર પ્રસારિત કરનાર ચેનલે જૂના દસ્તાવેજોનો ઉપયોગ કર્યો છે. મને લાગે છે કે, આ રિપોર્ટ ખોટો છે. જોકે કિમ જોંગ સંપૂર્ણ સ્વસ્થ છે કે નહીં એ સવાલના જવાબમાં ટ્રમ્પે કોઈ સ્પષ્ટતા કરી નહતી.

મહત્વનું છે કે, સોમવારે એવા અહેવાલ આવ્યા હતા કે, સર્જરી બાદ કિમની સ્થિતિ અત્યંત નાજૂક છે અને એવી પણ અટકળો ચાલી રહી હતી કે, તે બ્રેન ડેઈડ છે. કિમ તાજેતરમાં તેમના દાદાના જન્મ દિવસની ઉજવણીમાં પણ ગેરહાજર રહયો હતો.