બ્રિટન: સમગ્ર વિશ્વ અત્યારે કોરોનાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યું છે આ બધા વચ્ચે યુકેનું એક દંપતી આજ સુધી કોરોનાથી સાવ અજાણ હતું. વાત જાણે એમ છે કે, મેનચેસ્ટરના એલેના મનીગેટ્ટી અને રયાન ઓસબોર્નને હાલમાં જ કોરોના મહામારી અંગે ખબર પડી. આ દંપતી ગયા મહિને કેનરી ટાપુથી કેરિબિયનના એટલાન્ટિક મહાસાગરમાં કેરિબિયનના પ્રવાસે હતા. મહત્વનું છે કે, એલેના અને રયાને વર્ષ 2017માં તેમની નોકરી છોડીને વિશ્વનું ભ્રમણ કરવા માટે એક બોટ ખરીદી હતી. આ દંપતી તેમના પરિવારના સંપર્કમાં હતુ પણ તેમની કેરિબિયન ટ્રીપ પહેલા જ પરિવારને કહી દીધુ હતું કે, તેમને કોઈ ખરાબ સમાચાર ન સંભળાવે.
જ્યારે બંનેએ માર્ચના મધ્યમાં એક નાનકડા ટાપુ પર જવાનો પ્લાન કર્યો તો 25 દિવસ પછી સમુદ્રમાં બહારના વિશ્વ સાથે થોડો સંચાર થયો, બંને જાણીને આશ્ચર્યમાં પડી ગયા કે, કેરેબિયાઈ ટાપુએ તેમની સરહદોને સીલ કરી દીધી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર હજારો ક્રુઝ જહાજ યાત્રીઓને સમુદ્રમાં ફસાયેલા છોડી મૂકવામાં આવ્યા છે કારણ કે, કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે બધા દેશોએ પોતાની સરહદોને સીલ કરી દીધી છે.
એલેના અને રયાન કહે છે કે, તેમને કોરોના વાઈરસ અંગે ખૂબ જ ઓછુ સાંભળ્યું હતું, ફેબ્રુઆરીમાં અમે સાંભળ્યું હતું કે, ચીનમાં એક વાઈરસ હતો પણ 25 દિવસ પછી અમને કેરિબિયન ટાપુ પરથી કોરોના અંગે સંપૂર્ણ માહિતી મળી. ત્યારે અમને ખબર પડી કે, કોરોના વાઈરસને પ્રકોપ ખરાબ રીતે સમગ્ર વિશ્વ પર પડી રહ્યો છે.
રયાને કહ્યું કે, જ્યારે અમે કિનારા પર પહોંચ્યા તો ખબર પડી કે વાઈરસ હજુ ખત્મ નથી થયો. કેરિબિયન ટાપુ પર પહોંચવામાં અસફળ રહ્યા બાદ બંનેએ તેમની બોટ ગ્રેનાડા તરફ વાળી જ્યાં અંતે તેઓ એક સારુ ઈન્ટરનેટ કનેક્શન મેળવી શકયા અને અનુભવ્યું કે વિશ્વભરમાં શું થઈ રહ્યું છે.
એલેનાએ કહ્યુ કે, અમારો એક મિત્ર પહેલાથી જ સેન્ટ વિન્સેન્ટમાં હતો અમે પણ ત્યાં જવાનો પ્લાન બનાવી રહ્યા હતા. કોરોના અંગેની માહિતી મળ્યાના 10 કલાક પછી અમારો સંપર્ક તેની સાથે થયો. તેમણે જણાવ્યું કે, તેમને કોઈ ટાપુ પર પ્રવેશ નહીં મળે કારણ કે તે ઈટલીના રહેવાસી છે. પણ અમે છેલ્લા કેટલાક મહિનાઓથી ઈટલી નહતા ગયા.
નસીબજોગે આ દંપતી તેમની જીપીએસ હિસ્ટ્રીને ટ્રેક કરવામાં સફળ રહ્યા અને સાબિત કરી શક્યા કે, તે 25 દિવસથી સમુદ્રમાં હતા. ત્યારબાદ તેને પ્રવેશ આપવામાં આવ્યો. હાલ આ દંપતી સેન્ટ વિન્સેન્ટમાં છે, આશા છે કે, જૂનમાં દરિયાઈ તોફાનની મોસમ શરુ થયા પહેલા તે અહીંથી બહાર નિકળી શકશે.
મુંબઈઃ ‘ચિત્રલેખા’નાં સહ-સંસ્થાપક મધુરીબહેન કોટકનાં નાના ભાઈ મનુભાઈ રૂપારેલનું ગુરુવારે મોડી રાતે અમદાવાદમાં દુઃખદ અવસાન થયું છે. તેઓ 85 વર્ષના હતા.
1950માં ‘ચિત્રલેખા’ની સ્થાપના થઈ ત્યારથી મનુભાઈ રૂપારેલ સિનિયર એડવર્ટાઈઝિંગ સેલ્સ-એક્ઝિક્યૂટિવ તરીકે સંકળાયેલા રહ્યા હતા.
મધુરીબહેન કોટકનાં ભાઈ હોવા ઉપરાંત ‘ચિત્રલેખા’ પરિવાર સાથે 71 વર્ષ સુધી સંકળાયેલા રહીને સંસ્થાના સંઘર્ષ અને સફળતાના સાક્ષી રહેલા મનુભાઈ એમના આનંદી અને મિલનસાર સ્વભાવ માટે અને ‘મનુમામા’ તરીકે પરિવારમાં જાણીતા હતા.
ઈશ્વર દિવંગત મનુભાઈના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.
આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પડવા, વાગવા, કફ, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.
આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે,ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.
નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2020-21માં દેશમાં આર્થિક વૃદ્ધિદર ઘટીને 0.8 ટકા રહેવાની સંભાવના છે. કોરોના વાઇરસના રોગચાળાને લીધે લાગુ કરવામાં આવેલા લોકડાઉન અને વૈશ્વિક આર્થિક મંદીને કારણે આવું કરવામાં આવ્યું છે, એમ ફિચ રેટિંગ્સે કહ્યું હતું. રેટિંગ્સ એજન્સીએ કહ્યું હતું કે એણે વૈશ્વિક આર્થિક અંદાજોમાં કહ્યું છે કે ભારતનો આર્થિક વિકાસદર એપ્રિલ, 2020થી માર્ચ, 2021 દરમ્યાન ઘટીને 0.8 ટકા થશે, જ્યારે પાછલા નાણાકીય વર્ષમાં એ 4.9 ટકા અંદાજવામાં આવ્યો હતો.
રેટિંગ એજન્સીએ કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2021-22માં આર્થિક વિકાસ દર 6.7 ટકા રહેવાની શક્યતા છે. જોકે ચાલુ નાણાકીય વર્ષમાં સતત બે ત્રિમાસિક ગાળા દરમ્યાન ગ્રોથ નકારાત્મક વૃદ્ધિ રહેશે. એપ્રિલથી જૂન ત્રિસમાસિક ગાળા માટે એ નકારાત્મક 0.2 ટકા અને જુલાઈથી સપ્ટેમ્બર, ત્રિમાસિક ગાળામાં એ નકારાત્મક 0.1 ટકા રહેવાની ધારણા છે. ફિચનું અનુમાન છે કે આગામી ત્રિમાસિકમાં દેશનો વૃદ્ધિદર 1.4 ટકા રહેશે. નાણાકીય વર્ષ 2021માં વૃદ્ધિદરમાં ઘટાડાનું મુક્ય કારણ ઉપભોક્તા ખર્ચમાં ઘટાડો થશે, જે 5.5 ટકાથી ઘટીને 0.3 ટકા રહી જશે.
રેટિંગ એજન્સીએ વૈશ્વિક જીડીપીના અંદાજોમાં પણ મોટો કાપ મૂક્યો છે. ફિચ રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી બ્રાયન કુલ્ટને કહ્યું હતું કે વિશ્વ જીડીપીના 2020માં 3.9 ટકા ઘટાડાનો અંદાજ છે, જેની અસર 2009ની મંદીને મુકાબલે બે ગણી રહેશે.
‘બાળકો કંઈ આ મહામારી કોવિડ-19નો ચહેરો નથી. છતાં તેઓ તેના સૌથી વધુ પીડિત લોકો છે. જો કે, અત્યાર સુધીમાં સારી વાત એ રહી છે કે, કોવિડ-19નો બાળકોના સ્વાસ્થ્ય પર સીધો પ્રભાવ નથી પડ્યો. પણ આ સંકટની ઘેરી અસર તેમના જીવન પર તો થઈ જ છે.’
‘કોરોના મહામારી દુનિયાના ૪૨-૬૬ મિલિયન બાળકોને અતિશય કારમી ગરીબી હેઠળ ધકેલી દેશે અને આ મહામારીના પ્રકોપને લીધે ઉદભવેલી આર્થિક મંદીને કારણે વર્ષ 2020માં હજારોની સંખ્યામાં બાળમૃત્યુદરમાં વધારો થશે’ એવું સંયુક્ત રાષ્ટ્રસંઘે જણાવ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે બાળકો પર એક રિપોર્ટ ‘કોવિડ-19ની બાળકો પર અસર’ તૈયાર કર્યો. આ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે, કોરોના સંકટના ત્રણ એવા પ્રવાહ છે જેનાથી બાળકો પ્રભાવિત થયા છે. ૧) સીધે સીધા આ વાયરસથી સંક્રમિત થયેલા અમુક બાળકો ૨) આ વાયરસનો ચેપ વધુ લોકોમાં ન ફેલાય અને વાયરસનો નાશ થાય તેવા પ્રયત્નોમાં સામાજિક તેમજ આર્થિક વ્યવહાર બંધ રાખવાના પગલાંની અસર તેમજ ૩) આ જ કારણને લીધે જીવન વિકાસના અન્ય લક્ષ્યાંકોને થોભાવવા.
આ બધાં કારણોને લીધે હજુ ૪૨-૬૬ મિલિયન જેટલાં બાળકો અતિશય કારમી ગરીબીમાં ધકેલાઈ જશે તેવો ભય યુ.એન સંસ્થાએ જાહેર કર્યો છે! વર્ષ 2019થી 386 મિલિયન જેટલાં બાળકો તો અતિશય કારમી ગરીબી રેખા હેઠળ જીવી જ રહ્યાં છે!
કોરોના કટોકટીએ શિક્ષણની પ્રક્રિયા ઠપ્પ કરી દીધી છે. કેમ કે, વર્તમાન સમયમાં 188 દેશોની શિક્ષણ સંસ્થાઓ બંધ છે. જેની સીધી અસર 1.5 બિલિયન બાળકો તેમજ યુવાનોના શિક્ષણ પર પડી રહી છે. યુવા પેઢીના શિક્ષણ માટે આ મહામારીને લીધે અડચણ ઊભી થઈ છે. તેમજ યુવાનોના સામાજિક ઘડતરની શક્યતાઓ પણ ખોવાઈ રહી છે, જેનો ઉકેલ મેળવવો મુશ્કેલ થઈ રહ્યો છે!
દુનિયાના લગભગ બે તૃતીયાંશ જેટલા દેશોએ શૈક્ષણિક અભ્યાસ માટે ડિજિટલ પ્લેટફોર્મને અપનાવ્યું છે. પરંતુ તેમાં પણ ગરીબ દેશોમાં આનું પ્રમાણ ૩૦ ટકા જ છે! આ મહામારીના ઉદ્ભવ પહેલાં પણ દુનિયાના એક તૃતીયાંશ જેટલા યુવાનો ડિજિટલ પ્લેટફોર્મથી બાકાત જ રહ્યા છે!
જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના અનુમાન પ્રમાણે, દુનિયામાં બે મિલિયનથી વધુ લોકો કોરોના વાયરસથી ગ્રસ્ત થયા છે. જેમાં ૧,૩૯,૪૧૯ લોકો મૃત્યુ પામ્યા છે. સૌથી ખરાબ હાલત યુએસની છે. જ્યાં કોવિડ-19ના ૬,૪૦,૦૦૦ કેસ છે અને ૩૧,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા છે.
માતા કે પિતા વિહોણા એકલાં રહી ગયેલા બાળકોના ઉછેર તેમજ આરોગ્ય માટે રહેલા ભય વિશે યુએનનો રિપોર્ટ જણાવે છે, ‘કોરોના મહામારીને પગલે આવેલી વૈશ્વિક મંદીને કારણે ગરીબ પરિવારોને ભોગવવી પડતી આર્થિક સંકળામણનો સીધો પ્રભાવ બાળ મૃત્યુદરનો આંકડો વર્ષ ૨૦૨૦માં એક હજાર સુધી વધારી દે તેવી શક્યતા છે! આ આંકડો છેલ્લા બે થી ત્રણ વર્ષ દરમ્યાન ઘટવા પામ્યો હતો. પણ વર્ષ 2020માં આ આંકડો બમણો વધી જવાની શક્યતા છે!’
નવી દિલ્હીઃ કોરોના વાઇરસના સમયગાળામાં ડોક્ટર્સ, નર્સીસ, સફાઈ કર્મચારીઓ, પોલીસ અને પત્રકારો સહિત તમામ લોકો પૂરેપૂરી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી રહ્યા છે, પણ આ લડાઈમાં કેટલાક લોકો એવા છે કે જેઓ મેડિકલ ક્ષેત્ર સાથે સંબંધ નથી ધરાવતા, છતાં દેશની સેવા કરવા માગે છે અને પોતાનું યોગદાન આપવા માગે છે. આ લોકોમાં અભિનેત્રી શિખા મલહોત્રા પણ સામેલ છે, જે સંકટના સમયમાં પોતાની સેવા આપી રહી છે અને કોરોના વાઇરસના દર્દીઓની સેવામાં જોતરાયેલી છે. હવે નીતિ આયોગે ટ્વિટર પર શિખાની ભૂમિકાની પ્રશંસા કરી છે.
નીતિ આયોગે ટ્વિટર પર શિખા મલ્હોત્રાનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે એક સ્વયંસેવકના રૂપમાં શિખા મલ્હોત્રાની નિઃસ્વાર્થ સેવા કોરોના રોગચાળામાં નવી આશા, આત્મશક્તિનો સંદેશ આપી રહી છે.
શિખા મલ્હોત્રા 27 માર્ચથી મુંબઈના જોગેશ્વરી સ્થિત હિન્દુ હ્દયસમ્રાટવાળા બાળા સાહેબ ઠાકરે ટ્રોમા કેર હોસ્પિટલના કોરોના આઇસોલેશન વોર્ડમાં નર્સિંગ અધિકારી તરીકે કામ કરી રહી છે. શિખા અભિનયના વિશ્વમાં આવતાં પહેલાં એક વ્યાવસાયિક નર્સ હતી અને કોવિડ-19નો પ્રકોપ શરૂ થતાં તેમણે પોતાની ટ્રેનિંગનો લાભ લેતાં અને દર્દીઓની સેવા કરવાનું પ્રણ લીધું હતું.
મુંબઇઃ મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે અને લંબાયેલો લોકડાઉન ૩મે પછી પણ ચાલુ રહેવાની શક્યતા છે ત્યારે રોટરી ક્લબ ઓફ વર્સોવા એવી એક સંસ્થા છે, જેણે રોટરી ક્લબ ઓફ બોમ્બેના સહયોગથી મુંબઈભરમાં પોલીસ તથા બીએમસીના કર્મચારીઓને આવશ્યક સામગ્રી પૂરી પાડવાનું બીડું ઉઠાવ્યું છે.
આ સંસ્થાએ ડોક્ટરોને ૨૫૦ જેટલી પીપીઈ કીટ પણ મોકલાવી છે. મજાની વાત તો એ છે કે રોટરી ક્લબ ઓફ વર્સોવાએ શહેરભરમાં ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓને બદામ યુક્ત દૂધ પૂરું પાડવાની ઉમદા કામગીરી કરી છે. અત્યાર સુધી 700 લીટર બદામ યુક્ત દૂધ પોલીસ સ્ટેશનમાં અથવા તો ફરજના સ્થળે જઈને સ્વયંસેવકો દ્વારા પોલીસ કર્મચારીને આપવામાં આવ્યું છે.
એ સિવાય સંસ્થાના સ્વયંસેવકોએ પોલીસ, ડોક્ટર તથા બીએમસીના સ્ટાફમાં ૨૬૦૦ માસ્ક તથા ૪૦૦૦ બોટલ સેનેટાઈઝરનું પણ વિતરણ કર્યું છે.
૩ મે સુધી હજી એટલા જ પ્રમાણમાં આવશ્યક સામગ્રી વિતરણનું એમનું લક્ષ્ય છે. ઉપરાંત ગરીબ, બેઘર, શ્રમિક તથા મુંબઈમાં ફસાયેલા રોજિંદા કામદારોને વધુ 600000 પ્લેટ ભોજન પૂરું પાડવાની વ્યવસ્થા રોટરી ક્લબ ઓફ વર્સોવાએ કરી છે. અગાઉ જનતા કર્ફ્યુના દિવસે જ આ સંસ્થાનાં હોદ્દેદારો શશી છૈયા તથા કલ્પના જૈને અન્ય છ સભ્યો સાથે કોન્ફરન્સ કરીને જરૂરતમંદ માટે ભોજનની વ્યવસ્થા કરવાની ચર્ચા કરી હતી.
આ સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ અને જાણીતા રેસ્ટોરન્ટ માલિક રાજેશ ચૌધરીએ મરોલ ખાતે સેફરોન હોસ્પિટાલિટીમાં તાત્કાલિક કિચન ધમધમતું કર્યું હતું. શરૂઆતમાં રોજ 6000 પ્લેટ ભોજન વિતરણ કરવામાં આવતું હતું, જે આંકડો હવે 30000 પ્લેટે પહોંચ્યો છે.
કોરોના કમઠાણથી વિડીયો ગેઇમ સેક્ટરને બુસ્ટર-ડૉઝ મળી ગયો છે.ગેઈમ ડેવલપરની કારકિર્દી અપનાવનારને આવનારા વર્ષો દરમિયાન શું ફાયદાઓ થવાનીસંભાવના છે અને આ ક્ષેત્રે ઘરેબેઠા જ પા-પા પગલી કેવી રીતે માંડી શકાય તેની ટૂંક માહિતી સાથેchitralekha.comઆજે વાચકો માટે હાજર છે……
————————————————————–
વિડીયો ગેઇમ્સ દ્વારા ઘરમાં “ક્વોરેન્ટાઇન” રહીને પણ મનોરંજન મેળવી શકાતું હોવાથી કોરોનાની આંધી ગેઇમીંગ સેક્ટર માટે સારા દિવસો લઈને આવી છે. કોરોનાનો એકપણ કેસ નહોતો ત્યારનાં આંકડા એવું દર્શાવતા હતાં કે ૨૦૨૩ની સાલ સુધીમાં ભારતમાં ગેઈમ-પ્રેમીઓની સંખ્યા ૬૨ કરોડ જેવી હશે અને આ કારણે ગેઇમ ડેવલપર્સ ખૂબ કમાશે. પરંતુ કોરોનાનાં કારણે ૧૦ એપ્રિલ ૨૦૨૦નાં સર્વેનો ચોંકાવનારો આંકડો હવે એ આવ્યો છે કે આટલા ગેઇમર્સ તો અત્યારે જ થઇ ગયા છે. કોરોના વાઇરસ દુનિયામાંથી ક્યારે વિદાય લેશે તે ભલે નક્કી નથી, પણ જરૂરી કામ સિવાય ઘરની બહાર નીકળી પડવાની ટેવ “સોશિયલ ડિસ્ટન્સીગ” ખાતર હવે વિદાય લેશે તે નક્કી છે. અને એટલે જ ૨૦૨૩ સુધીમાં ગેઇમીંગ સેક્ટર દ્વારા દેશને ૧૨૦૦૦ કરોડની આવકનો જે અંદાજ હતો તે હવે બમણાથી પણ વધવાની ગણતરી મૂકાઈ રહી છે.
તમે સાયન્સ, આર્ટ્સ, કોમર્સ….. કે બીજી કોઈપણ બ્રાન્ચમાં ભણ્યા હો, ગેઇમ ડેવલપમેન્ટની દુનિયામાં તમારી માટે એક સરખી તકો છે. વિટંબણા એ છે કે આપણાં દેશમાં વિડીયો ગેઇમને લગતી કારકિર્દીમાં પોતાનો સંતાનો ઝંપલાવે તેની માતા-પિતાને સૂગ છે. પરંતુ આ સૂગ ઉતારી નાખવાનો સમય હવે આવી ગયો છે. ગેઇમ ડેવલપમેન્ટ માટે ખૂબ એક્સપર્ટ પ્રોગ્રામર બનવું પડે છે તેવું માનવું પણ હવે ભૂલ ભરેલું છે. ફટાફટ ગેઇમ બનાવી શકાય તેવા ઘણાં બધા ટુલ્સ અને એપ્લિકેશન હવે ઇન્ટરનેટ ઉપર આસાનીથી મળી રહે છે. તેનો ઉપયોગ શીખવા તમારે કોઈ લાંબાગાળાનાં ફુલટાઇમ કોર્સ કરવા પડે તેવી શક્યતા પણ ઓછી છે.
ગેઇમીંગ જયારે એડિક્શનનું સ્વરૂપ પકડી લે ત્યારે તેના ફાયદા કરતા ગેરફાયદા વધી જાય છે, તે કોઈ નવી વાત નથી. પણ, વિડીયો ગેઇમ રમવાથી ફાયદા થાય તેવા કોઈ વૈજ્ઞાનિક પુરાવાઓ ખરા? હા…. છે ને. યુનિવર્સીટી ઓફ જિનિવાના મહિલા પ્રોફેસર ડૉ. ડેપની બેવર્લીએ કરેલા રિસર્ચ દરમિયાન જાણવા મળેલું કે ગેઇમ રમવાથી ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિઓ તો વધે જ છે, પણ સંજોગો મુજબ ઝડપની અગત્યતા, વ્યૂહરચના, સમીક્ષા કરવાની શક્તિ અને સૂઝબૂઝનું પ્રમાણ પણ વધે છે. આ જ રીતે સાન ફ્રાન્સિસ્કોની યુનિવર્સીટી ઓફ કેલીફોર્નિયાના પ્રોફેસર ડૉ. એડમ ગેઝલીએ પણ ગેઇમ રમવાથી કઈ-કઈ ક્ષમતાઓ વધે છે તે ચકાસવાનું રિસર્ચ હાથ ધરેલું. આ માટે પોતાની ટીમનાં સહયોગથી NeuroRacer નામની એક ગેઇમ તેમણે ડેવલપ કરેલી. નિષ્કર્ષ એવો નીકળ્યો કે ઉમરને આધિન ઓછી થઇ જતી સાવધાની, યાદશક્તિ અને મલ્ટી-ટાસ્કીંગની ક્ષમતા આ ગેઇમ રમનારાઓમાં સારીએવી વધી ગઈ. એટલું જ નહીં, વ્યક્તિત્વને સક્રિય રાખતા મગજનાં હિસ્સામાં એવા ફેરફારો નોંધાયા કે જેનાથી પરીક્ષણમાં ભાગ લેનારાઓની તર્કબુદ્ધિ અને સંયમ ક્ષમતાઓમાં પણ વધારો જોવા મળ્યો.
રીસર્ચ દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે સળંગ ૧૨ અઠવાડિયા સુધી, પ્રત્યેક અઠવાડિયામાં ૪ થી ૫ દિવસ માટે અને દૈનિક ધોરણે ૩૦ મિનિટ સુધી એકદમ શિસ્તબદ્ધ રીતે ગેઇમ રમવામાં આવે તો તેનાથી માનસિક શક્તિઓ વધે છે. આ હકીકતને મહત્વ આપીને તમારે એ ધ્યાન રાખવું પડશે કે તમારી બનાવેલી વિડીયો ગેઇમ ૩૦-૩૦ મિનિટોના સ્લોટમાં વહેંચાયેલી હોવી જોઈએ અને આ ૩૦ મિનિટ જેવા ટૂંકા સમયમાં જ તે માનવમગજને વિશ્રામ અને આનંદ આપી શકતી હોવી જોઈએ. તમારી ગેઇમનાં ચાહકો પોતાની માનસિક શક્તિઓના વિકાસ માટેની સ્વિકૃત ગણાતી વાંચન, લેખન અને લોકોને મળવા-હળવાની પ્રવૃત્તિઓ છોડીને ગેઇમ રમવા બેસતા હોવાથી તમારી ગેઇમ તેમના વિકાસમાં મોટો ફાળો આપી શકે તેવી થીમ ઉપર બનેલી જ હોવી જોઈએ તે એક જવાબદાર ડેવલપર તરીકે તમારે યાદ રાખવું પડશે.
વિશેષજ્ઞો કહી રહ્યા છે કે કોવિડ-૧૯નાં કહેરની અસર લાંબાગાળા સુધી રહેવાની છે. આ કારણે “સેલ્ફ આઇસોલેશન” જીવનશૈલીનું સ્વરૂપ પકડી લે તેવી ધારણા વ્યક્ત થઇ રહી છે. જો તમને ખરેખર જ આ ક્ષેત્રમાં પ્રવેશ કરવાની ઈચ્છા હોય તો નીચેની માહિતીનો અભ્યાસ કર્યા બાદ તાત્કાલિક જ મહેનત શરુ કરો, કારણકે શક્ય છે કે ગેઇમીંગનો આવો ફળદ્રુપ દસકો ફરી ન પણ આવે.
તો આવો જાણીએ; ક્યાંથી શરૂઆત કરીશું:
તમારા મનપસંદ વિષયને લગતી કઈ સ્કીલ ગેઇમ મારફતે પ્લેયરને રમતા-રમતા જ તમે શીખડાવી શકશો તેનું મનોમંથન શરુ કરો. આ પછી; અત્યારની આ પ્રકારની કેટલીક પોપ્યુલર ગેઇમ્સ રમીને તેનું પૃથ:કરણ પણ કરો. પસંદ કરેલી આવી ગેઇમ્સની વેબસાઈટ અથવા બ્લોગની મુલાકાત લો. ત્યાંથી જે કંઈ તલસ્પર્શી માહિતી મળે તે ડાઉનલોડ કરી તેનો વિગતવાર અભ્યાસ કરો, જેથી તમને આ બાબતની થોડી વધુ ઊંડી માહિતી મળી રહેશે.
ગેઇમ ડેવલપમેન્ટ માટે કઈ-કઈ એપ્લિકેશન ઉપયોગી છે:
અગાઉ એવી પરિસ્થતિ હતી કે જો તમે C#, C++, Objective-C, Java and JavaScript, Visual Studio in .NET, Flash, HTML5 પૈકી કોઈ લેન્ગવેજ જાણતા હો તો જ ગેઇમ ડેવલપમેન્ટ ક્ષેત્ર તમારી માટે યોગ્ય ગણાતું. પરંતુ હવે એ દિવસો પૂરા થઇ ગયા છે અને આ ક્ષેત્ર દરેક “ક્રિએટિવ માઈન્ડ” ધરાવનારાઓ માટે ખુલ્લું થઇ ગયું છે.
કારણ કે, તમે ફટાફટ અને એકદમ આસાનીથી ગેઇમ બનાવી શકો તે માટે Unity, Gdevelop, Indie Game Maker, Buildbox, DeltaEngine, MonoGame, NeoAxis Engine, GameMaker, Construct 2, GameSalad, CRYENGINE, Godot Engine, Unreal Engine જેવા ઘણાં પ્લેટફોર્મ હવે ઉપલબ્ધ છે. જરૂર લાગે તો આવા પ્લેટફોર્મનાં ટૂંકાગાળાનાં કોઈ ઓનલાઇન કોર્સમાં પણ તમે જોડાઈ શકો છો.
મજાની વાત એ છે કે આમાંથી મોટાભાગનાં પ્લેટફોર્મનો ગેઇમ્સ ઉપરાંત એનિમેશન, સિમ્યુલેશન અને વર્ચ્યુઅલ રિયાલિટી સુસંગત કન્ટેન્ટ બનાવવામાં પણ ઉપયોગ કરી શકાય છે. જે તમને એક્સ્ટ્રા ઈન્ક્મ ઉભી કરવામાં પણ મદદરૂપ થશે.
ગેઇમનાં પ્રથમ પ્રોજેક્ટની રૂપરેખા શું રાખીશું:
વિડીયો ગેઇમીંગને સમયનો બગાડો ગણીને તેના વિરોધ કરનારા માતા-પિતા અને વડીલોને તમારી તરફેણમાં કરવાની તક અહીંથી શરુ થાય છે. પહેલી ગેઇમ એવી બનાવવાનું આયોજન કરો કે તે પોતાનાં વ્યક્તિગત જીવનમાં ગેઇમરને કંઈક શીખવી જાય અથવા તેમની નબળાઈઓ ઉપર કાબુ મેળવવામાં તેમને મદદ કરે. ટૂંકમાં તમારી પ્રથમ ગેઇમનો હેતુ “લર્ન વિથ ફન” જ રાખવો જોઈએ.
આ માટે તમારા વિષયને કેન્દ્રમાં રાખીને કોઈ સારી સ્ટોરી અને થીમ પકડી લો અને નીચેનાં ટેબલમાં દર્શાવેલા મુદ્દાઓમાં આપેલા વિકલ્પો પૈકી તમારી પસંદગી શું છે તે નક્કી કરી લો:
2D કે 3D, એનિમેશન, સિમ્યુલેશન, એક જ પ્લેયર રમી શકે, એકથી વધુ પ્લેયર રમી શકે.
સાઉન્ડ:
તમે પસંદ કરેલા પ્લેટફોર્મ દ્વારા રેડી-ટુ -યુઝ મળે તે, જાતે તૈયાર કરીશું, Audiokinetic અને Steinberg જેવી કંપનીઓનાં રેડી-ટુ-યુઝ સાઉન્ડ સોલ્યુશન્સ ખરીદશું.
ઉપર પ્રમાણેનાં મુદ્દાઓ એકવાર નક્કી કર્યા પછી તેને વળગી રહો જેથી તમારો પહેલો પ્રોજેક્ટ ટૂંકા સમયમાં ફિનિશ થાય.
તૈયાર થઇ ગયેલી ગેઇમ ક્યા માધ્યમથી માર્કેટમાં લૉન્ચ કરશો:
ગેઇમની અનેક ઓનલાઇન “બજાર” ભરાય છે તે જાણીને તમને નવાઈ લાગશે!!!! ગેઇમ રમવાનાં શોખીનો આ ઓનલાઇન બજારોની વેબસાઈટમાં વારંવાર ડોકિયું કરીને નવી કઈ ગેઈમ આવી કે નહી તે વારંવાર જોતા રહેતા હોય છે. એટલે પોતાની વેબસાઈટ દ્વારા ગેઇમને માર્કેટમાં મૂકવા કરતાં આ વિકલ્પ તમારી માટે વધુ સસ્તો અને સરળ રહે છે અને તાબડતોબ જ દેશ-વિદેશનાં ગેઇમર્સની નજરમાં તમે આવી જતા હોવાથી વેચાણમાં ઝડપથી વધારો થઇ શકે છે.
તમે આ ક્ષેત્રે બિઝનેસ કરવા માગતા હો તો તકો નાની-સૂની નથી. જુદા-જુદા પ્રકારની નાની-નાની ગેઇમ્સ બનાવવાનો એકવાર જાત-અનુભવ મળી જાય પછી તમે મોટા પ્રોજેક્ટ હાથ ઉપર લઇ શકો છો. જેના માટે તમારે એક ગેઇમ ડેવલપમેન્ટ ટીમનું ગઠન કરવું પડશે. આવી ટીમમાં મુવી અથવા નાટક પ્રકારની સ્ટોરી લખી શકે તેવા લેખક, સંવાદ લેખક, મનોવૈજ્ઞાનિક, કોસ્ચ્યુમ ડિઝાઈનર, સાઉન્ડ – ગ્રાફિક્સ – એનિમેશન જેવા વિઝ્યુઅલ આર્ટ્સમાં પારંગત મિત્રોને આમંત્રણ આપી શકો છો. ટીમનાં તમામ સભ્યોની મહેનત સારી હશે તો ટૂંકા સમયમાં જ ગેઇમની શ્રેષ્ઠ કન્ટેન્ટ તૈયાર કરી શકશો.
પરંતુ જો જોબની ઈચ્છા હોય તો વૈશ્વિકસ્તરે અવ્વલ કહેવાતી UbiSoft, Zynga, Electronic Arts, Disney, Playdom, Sony, Digital Chocolate, Nvidia, Microsoftનાં ગેઇમ ડેવલપમેન્ટ સેન્ટર આપણાં દેશમાં છે જ, તેમાં સારી તક મેળવી શકો છો. ગેઇમ ડેવલપમેન્ટમાં જોરદાર કાઠું કાઢ્યું છે તેવી Octro, Nazara Technologies, Dream11, 99Games, CreatioSoft, 2Pi Interactive Pvt. Ltd, Moonfrog Labs, Octane Tech, Games2Win, Dhruva Interactive જેવી અન્ય બીજી ૨૭૫થી પણ વધુ હાઈ-સ્કેલની ભારતસ્થિત કંપનીઓમાં પણ તમને તક મળી શકે છે.
www.payscale.com નામની વેબસાઈટમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે ગેઇમ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા પ્રોગ્રામિંગ એક્ઝિક્યુટિવની ઇન્ડિયામાં સેલેરી પાંચેક લાખ આસપાસ તો હોય જ છે. પૂરતા અનુભવ પછી મોટી ગેઇમીંગ કંપનીઓ અમેરિકન ડૉલરમાં છ આંકડાં સુધીનું પેકેજ પણ આપતી હોય છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય અલ્પસંખ્યક મામલાના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ તબલિગી જમાત પ્રકરણે થઈ રહેલા રોજેરોજના ઊભા થયેલા વિવાદ વિશે કહ્યું હતું કે કોઈ એક સંસ્થા અથવા વ્યક્તિનો ગુનો પૂરા સમુદાયને ગુના તરીકે ના જોઈ શકાય. તેમણે વિશ્વાસ પણ દર્શાવ્યો હતો કે રમજાનના પવિત્ર મહિનામાં સંપૂર્ણ મુસ્લિમ સમુદાય લોકડાઉન અને સામાજિક અંતરથી જોડાયેલા દિશા-નિર્દેશોનું પાલન કરતાં પોતપોતાના ઘરે જ ઇબાદત (પ્રાર્થના) અને ઇફ્તાર (પાર્ટી) કરશે.
નકવીનું આ નિવેદન તબલિગી જમાતના એક આયોજનમાં સામેલ થયેલા લોકોના કોરોના સંક્રમિતો થયા બાદ સોશિયલ મિડિયા અને કેટલીક જગ્યાએ વિવાદ થયાની પૃષ્ઠભૂમિમાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે કોરોનાની સામેની આ લડાઈમાં જે એકજૂટતા દેખાઈ રહી છે, એ કેટલાક લોકોને માફક નથી આવી રહી. તે લોકો એકજૂટતા તોડવા ઇચ્છે છે. આ લોકો દેશ અને સંપૂર્ણ માનવીયતાના દુશ્મન છે. આવું કરવાવાળા મુઠ્ઠીભર લોકો, જેમનો અલગ કરવા ખૂબ જરૂરી છે.
વડા પ્રધાન મોદીની સાથે ઊભો છે દેશઃ નકવી
કેન્દ્રીય પ્રધાન નકવીએ કહ્યું હતું કે કોરોના વાઇરસ સામેની લડાઈમાં વડા પ્રધાન મોદી સાથે સંપૂર્ણ મુસ્લિમ સમુદાય ઊભો છે. સમગ્ર દેશ આ લડાઈમાં એકજૂટ થઈને ઊભો છે. નકવી અનુસાર દેશના બધા લોકોને વિશ્વાસ છે કે વડા પ્રધાન મોદી લોકો અને દેશના ભલા માટે કામ કરી રહ્યા છે.
ભારત મુસલમાનો માટે સ્વર્ગઃ નકવી
કેન્દ્રીય પ્રધાન નકવીએ કહ્યું હતું કે તબલિગી જમાતના આયોજનમાં સામેલ થયેલા કેટલાક લોકોને કોરોના સંક્રમિત થયા પછી ઊભા થયેલા વિવાદની વચ્ચે પાછલા કેટલાક દિવસોમાં ઇસ્લામી સંસ્થા OICએ ભારતમાં અલ્પસંખ્યકોના અધિકારોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ નકવીએ કહ્યું હતું કે ભારત મુસલમાનો માટે સ્વર્ગ છે અને અલ્પસંખ્યક સમુદાયોના સામાજિક, આર્થિક અને ધાર્મિક અધિકાર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.