Home Blog Page 4840

Exclusive chat with Past Chairman CA Institute Of Ahmedabad Jainik Vakil

Exclusive chat with well known classical dancer Sonal Mansingh..

ભાજપના તેજસ્વી સૂર્યા જૂના ટ્વિટ મુદ્દે ટ્રોલ થયા

નવી દિલ્હીઃ ભારતીય જનતા પક્ષના યુવા સંસદસભ્ય તેજસ્વી સૂર્યા જૂના ટ્વીટ મુદ્દે ટ્રોલ થઈ રહ્યા છે. 2019માં લોકસભાની ચૂંટણીમાં બેંગલોર સાઉથથી જીતીને પહેલી વાર લોકસભા પહોંચેલા સૂર્યાએ 2015માં લેખક તારિક ફતેહના હવાલાથી આરબ મહિલાઓ પર આ ટિપ્પણી કરી હતી. ભાજપના સંસદસભ્યને આ ટ્વીટને લઈને ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે. જોકે તેજસ્વીએ આ ટેવીટ ડિલીટ કરી દીધું છે, પણ લોકો એને સ્ક્રીનશોટને શેર કરીને તેમને નિશાન બનાવી રહ્યા છે અને તેમને માફી માગવા કહી રહ્યા છે. વડા પ્રધાન મોદી અને ટ્વિટરથી પણ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે.

શું લખ્યું હતું ટ્વીટમાં

29 વર્ષીય તેજસ્વી સૂર્યાએ તારિક ફતેહના નિવેદનનો હવાલો આપીને લખ્યું હતું કે આરબની 95 ટકા મહિલાઓએ પાછલાં ઘણાં વર્ષોથી ઓર્ગેઝમ (કામોત્તેજનાની ચરસીમા) નથી મેળવની રહી. દરેક માતા પ્રેમને બદલે સેક્સથી બાળકો પેદા કર્યાં છે. તેજસ્વી સૂર્યા હવે આ ટ્વીટ ડિલીટ કરી ચૂક્યા છે.

 

 

તારિક ફતેહએ શું કહ્યું હતું?

પાકિસ્તાની મૂળના કેનેડાના લેખક તારિક ફતેહએ 2015માં એક ઇન્ટરવ્યુમાં આ વાત કરી હતી. તેમણે આરબ દેશોમાં લોકતંત્રને વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે આરબની 95 ટકા મહિલાઓએ પાછલાં કેટલાંય વર્ષોમાં ક્યારેય ઓર્ગેઝમ નથી મેળવ્યું. દરેક માતા પ્રેમને બદલે સેક્સથી બાળકો પેદા કર્યા છે. મહિલાઓના જનાંગોને હજ્જારો વર્ષોથી કાપવામાં આવી રહ્યાં છે. તમે એક જ પ્રકારના લોકોની સાથે કઈ રીતે સમાજ બનાવી રહ્યો છે. તેમણે આ ઇન્ટરવ્યુમાં સાઉદી અરેબિયાને વિશ્વ માટે ખતરો બનાવ્યો હતો.

 

શું કહી રહ્યા છે લોકો?

કેટલાક ટ્વિટર યુઝર્સ તેજસ્વી સૂર્યાના આ નિવેદનને અપમાનજનક જણાવતાં માફીની માગ કરી રહ્યા છે. આરીબના હજ્જારો લોકોએ પણ આ ટ્વીટને લઈને સરકારથી કાર્યવાહી કરવાની માગ કરી છે.

 

 

મકાનની છત પર ટેનિસ રમતી ઈટાલીયન છોકરીઓનો વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ

રોમઃ કોરોના વાઈરસે ઈટાલીમાં હાહાકાર મચાવી દીધો છે. આ દેશમાં આ બીમારીનાં અત્યાર સુધીમાં 1,78,972 કેસો નોંધાયા છે અને 23,660 જણના જાન ગયા છે. આખા દેશમાં ગઈ 9 માર્ચથી લોકડાઉન લાગુ કરાયું છે. તમામ પ્રકારની વ્યાપારી, ખેલકૂદ પ્રવૃત્તિઓ બંધ છે.

કોરોનાના ફેલાવાને કારણે દુનિયાભરમાં ટેનિસની સ્પર્ધાઓ પણ હાલ બંધ છે. પરંતુ રમતની બે ઉત્સાહી છોકરીએ રમત રમવા માટે ગજબનો રસ્તો શોધી કાઢ્યો.

બંને છોકરીને ટેનિસ રમતી બતાવતો વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. નવાઈની વાત એ છે કે આ બંને છોકરી લોન કોર્ટ પર ટેનિસ નથી રમતી, પણ એકબીજાનાં મકાનની છત પર રમી રહી છે.

આ બંને છોકરી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું ગજબ રીતે પાલન કરીને છત પર ટેનિસ રમી અને ‘ટેનિસ એટ હોમ’ નિયમને એક નવા જ સ્તરે લઈ ગઈ.

ટેરેસ પર ટેનિસ રમતી આ બંને છોકરી છે ઈટાલીના લિગ્વારિયા શહેરની. એકદમ રચનાત્મક રીતે ટેનિસ રમતી જોવા મળે છે. એમના વિડિયોને ATP ટૂર વેબસાઈટે શેર કર્યો છે.

આ વિડિયોએ દુનિયાભરમાં સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર કરોડો વ્યૂઝ મેળવ્યા છે. એટલું જ નહીં, ATP ટૂરના ટ્વિટર એકાઉન્ટ પર આ સૌથી વધારે વાર જોવાયેલી પોસ્ટ બની છે.

જુદી જુદી રમતોની અનેક સેલિબ્રિટી વ્યક્તિઓએ પણ આ વિડિયોને શેર કર્યો છે. અમેરિકાના ભૂતપૂર્વ બાસ્કેટબોલ ખેલાડી રેક્સ ચેપમેને ટ્વિટર પર આ વિડિયો શેર કરીને તેની કેપ્શનમાં લખ્યું છે કે, અત્યાર સુધીની સૌથી અજબની ચીજ જોવા મળી.

કોરોના વાઈરસના ફેલાવાને કારણે તમામ ટેનિસ સ્પર્ધાઓને 13 જુલાઈ સુધી સસ્પેન્ડ રાખવામાં આવી છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ પહેલી જ વાર વિમ્બલ્ડન સ્પર્ધાને રદ કરવામાં આવી છે. એવી જ રીતે, ફ્રેન્ચ ઓપનને સપ્ટેંબર સુધી મુલતવી રાખવામાં આવી છે. જ્યારે યુએસ ઓપન ક્યારે રમાશે એ હજી અનિશ્ચિત છે.

પૂર્વ ધારાસભ્ય રત્નાબાપાને મોદીએ કેમ ફોન કર્યો?

અમદાવાદ: વડાપ્રધાન મોદી આટલી વ્યસ્તતા વચ્ચે પણ પ્રેરણારુપ કામ કરનાર લોકોની પીઠ થાબડવાનું ચૂકતા નથી. આજે એમણે ગુજરાતના પૂર્વ ધારાસભ્ય રત્નાભાઈ ઠુમરને ફોન કરીને કોરોનાની બીમારી સામેની લડાઈમાં પોતાનો  સહયોગ આપવા બદલ હ્રદયપૂર્વક અભિનંદન આપ્યા હતા.

કારણ એ હતું કે આ પૂર્વ ધારસભ્યએ કોરોના સામેની લડાઈમાં પોતાના તરફથી ૫૧,૦૦૦ નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યો છે.

તેમના આ અભિગમને બિરદાવતા વડાપ્રધાને કહ્યું કે “આટ્લી જૈફ વય આપના જુસ્સાને હું બિરદાવું છું…આપના જેવા લોકોના કારણે જ આપણી સંસ્કાર પરંપરા ઉજળી બની છે, બાપા, આ ઉંમરે પણ આપ આટલું પ્રેરણારૂપ શ્રેષ્ઠ કામ કરો છો…આપને વંદન કરુ છુ… ખુબ ખુબ આભાર અને આપની તબિયતનું ધ્યાન રાખજો… હજી ઘણા વર્ષ જીવવાનું છે…

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢની કલેક્ટર કચેરીમાં પ્રવેશતા જ દરવાજે રહેલા ચોકીદારે દાદાના હાથમાં સેનેટાઇઝર આપતા પૂછયું, દાદા, કેટલા વરસ થયા? દાદાએ ધ્રુજતા અવાજે કહ્યું, ભાઈ 99મું ચાલે છે. ચોકીદારે પૂછ્યું , ‘કોઈ મદદ લેવા આવ્યા છો ?’ દાદાએ જુસ્સાભેર જવાબ આપતા કહ્યું કે…’ના ભાઈ કોઈ મદદ લેવા નથી આવ્યો. આપણો દેશ અત્યારે ઉપાધિમાંથી પસાર થઈ રહ્યો છે એટલે મારી મરણમૂડી મુખ્યમંત્રી રાહતફંડમાં આપવા આવ્યો છું. મારી પાસે અંગત બચતની થોડી રકમ પડી હતી તેમાંથી 51000નો ચેક કલેક્ટર સાહેબને આપવા આવ્યો છું…’

આ વૃધ્ધ એટલે રત્નાભાઇ ઠુમર. આજે એ 99 વર્ષના છે અને 1975થી 1980ના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા રત્નાબાપાએ ધારાસભ્ય તરીકે પોતાનો પગાર પણ નથી લીધો અને પેન્શન પણ નથી લીધું. ધારાસભ્ય હતા ત્યારે પણ સરકારી બસમાં જ સામાન્ય મુસાફર તરીકે મુસાફરી કરી છે. ભારતમાં જ્યારે અનાજની તંગી હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ ભારતના લોકોને અઠવાડિયામાં એક દિવસ એક ટંકનું ભોજન છોડવા માટે કરેલી અપીલના પગલે રત્નાબાપાએ ત્યારથી દર સોમવારે એક ટંક જમવાનું છોડી દીધું છે જે નિયમ 99 વર્ષની જૈફ વયે તૂટવા નથી દીધો.

FDI નિયમોમાં કરવામાં આવેલા ફેરફારોથી ચીન ગુસ્સામાં

નવી દિલ્હીઃ ચીને ભારતના સીધા વિદેશી મૂડીરોકાણના નિયમોની તીખી આલોચના કરી હતી. ચીને કહ્યું હતું કે આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO)ના સિદ્ધાંતોની વિરુદ્ધ અને મુક્ત અને નિષ્પક્ષ વેપારની વિરુદ્ધ છે. દિલ્હીસ્થિત ચીનના એમ્બેસેડરનાં પ્રવક્તા જી રોંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે ભારત આ ભેદભાવવાળી નીતિ બદલશે અને અલગ-અલગ દેશોમાં મૂડીરોકાણ માટે એક જેવું વલણ દાખવશે. તેમણે કહ્યું હતું કે ભારત દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધ WTOના નિયમોની વિરુદ્ધ છે અનમે G-20ના સામાન્ય સમજૂતીની વિરુદ્ધ છે. કંપનીઓ ક્યાં મૂડીરોકાણ કરે છે, એ ત્યાંના વેપારનો માહોલ અને આર્થિક સ્થિતિ પર નજર રાખે છે. કોવિડ-19થી ખરાબ આર્થિક માહોલમાં દેશોએ મળીને કામ કરવું જોઈએ.

ચીને કહ્યું, ભેદભાવપૂર્ણ નીતિમાં બદલાવ કરો

તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે ચીની મૂડીરોકાણ ભારતમાં ઉદ્યોગના વિકાસ અને રોજગારી સર્જનનું સમર્થન કરે છે. અમારી કંપનીઓએ કોરોના વાઇરસની સામે ભાકતની લડાઈમાં સક્રિયરૂપે મદદ કરી છે. અમે આશા કરીએ છીએ કે ભારત ભેદભાવપૂર્ણ નીતિમાં બદલાવ કરશે અને મુક્ત, નિષ્પક્ષ અને ન્યાયસંગત વેપારી માહોલનો રસ્તો પસંદ કરશે.

સરકારે FDI નિયમોમાં મોટા ફેરફાર કર્યા

સરકારે કોરોના રોગચાળા દરમ્યાન ચીની મૂડીરોકાણ અને ભારતીય કંપનીઓને ટેકઓવરને રોકવા માટે મોટું પગલું લેતાં પાછલા સપ્તાહે FDI નિયમોમાં મોટા ફેરફાર કર્યા હતા. આ ફેરફારો પછી કોઈ પણ વિદેશી કંપનીએ કોઈ પણ ભારતીય કંપનીનું હસ્તગત કરીને વિલય નહીં કરી શકે.

DPIITએ જણાવ્યું હતું કે ભારતની સાથે જમીની સરહદ વહેંચતા દેશોની નિકાસ હવે માત્ર સરકારની મંજૂરી પછી મૂડીરોકાણ કરી શકે છે. દેશમાં થનારા કોઈ પણ મૂડીરોકાણના લાભાર્થી પણ આ દેશોથી હશએ અથવા આ દેશોના નાગરિકો હશે આવામાં રોકાણ માટે સરકારની મંજૂરી લેવી આવશ્યક છે.

કેટલાય દેશોએ FDI નિયમોમાં ફેરફાર કર્યા છે

સરકારેને લાગે છે કે ચીની કંપનીઓ ભારતીય કંપનીઓનું હસ્તાંતરણ અથવા ખરીદવાની ફિરાકમાં છે, એટલા માટે સરકારે આ આ પગલું ભર્યું છે. ચીની કંપનીઓએ આ પ્રકારના પગલાને અટકાવવામાં માટે કેટલાય અન્ય દેશો પહેલેથી જ નિયમો કડક કરી ચૂક્યા છે. ઇટાલી, સ્પેન અને જર્મનીએ પણ પોતાના દેશોના FDI નિયમોમાં ફેરફાર કર્યા છે.

 

 

હોંગકોંગમાં ક્વોરન્ટાઈન તોડ્યાની ભારતીય બિઝનેસમેનને સજા

હોંગકોંગઃ હોંગકોંગની કોર્ટે આજે એક ભારતીય બિઝનેસમેનને કેદની સજા સંભળાવી છે. હકીકતમાં, બિઝનેસમેનને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા પરંતુ તે કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર જ બહાર નિકળી ગયા અને નિયમોનું ઉલ્લંઘન કર્યું. ઘાતક કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે દુનિયાભરના દેશોમાં જરુરી પગલા ભરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં હોંગકોંગમાં પણ બીજા દેશોથી પાછા આવનારા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.  ક્વોરન્ટાઈનના નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે 31 વર્ષીય દીપક કુમારને ચાર સપ્તાહ માટે કેદની સજા આપવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ક્વૂન તોંગ કોર્ટમાં થયેલી સુનાવણી અંતર્ગત દીપકકુમાર 21 માર્ચના રોજ ટર્કીથી આવ્યા હતા. બાદમાં 14 દિવસ મમાટે આબરદીનના મોજો નોમાડ આબરદીન હોટલમાં લેખિત ક્વોરન્ટાઈન આદેશ અંતર્ગત તેમને રાખવામાં આવ્યા. પરંતુ ઈમિગ્રેશન અધિકારીઓએ તેમને દોષિત માન્યા કારણ કે વગર મંજૂરીએ તેઓ શેનઝેન બે કન્ટ્રોલ પોઈન્ટ દ્વારા હોંગકોંગથી નિકળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

દીપકકુમારનો પ્રથમ એવો મામલો સામે આવ્યો છે કે જેમાં ક્વોરન્ટાઈનના નિયમોનુંં ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 19 માર્ચથી જ ચીનની બહારથી આવનારા લોકો માટે 14 દિવસનું ક્વોરન્ટાઈન અનિવાર્ય કરવામાં આવ્યું છે. આનું ઉલ્લંઘન કરનારા લોકોને 6 માસની કેદ સાથે દંડની ચૂકવણી કરવી પડશે.

અમદાવાદઃ કોરોનાના કેસ આવતા ભાગદોડ

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલા ગોતા નજીકના સત્યમેવ વિસ્ટામાં રહેતા પી.એચ.સી. સેન્ટરના ડોક્ટરને કોરોના પોઝિટિવ આવતા ભારે દોડ ધામ મચી ગઈ હતી.

કોરોનાની મહામારી વચ્ચે સેવા આપી રહેલા લોકો મોટી સંખ્યામાં હવે ભોગ બની રહ્યા છે. કોરોનાના ચેપથી પોલીસ કર્મચારીઓ, નર્સ અને ડોક્ટર સંક્રમણમાં આવવા લાગતા રાત દિવસ સેવા આપતા લોકોમાં ભય ફેલાઇ રહ્યો છે.

શહેરની ગરીબ વસ્તી હોય કે પોશ વિસ્તાર વાયરસના સંક્રમણથી ભયભિત થઈ ગયા છે. શહેરના ગોતા વિસ્તારમાં આવેલા સત્યમેવ વિસ્ટા એપાર્ટમેન્ટના અમુક ભાગને આરોગ્ય ખાતાના કર્મચારીઓએ સ્વચ્છ કરી, ફાયર બ્રિગેડની ગાડી તેમજ ફોગીંગ મશીન દ્વારા દવાનો છંટકાવ કર્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ)

સલમાને ‘પ્યાર કરોના’ ગીતથી યૂટ્યૂબ પર કર્યો પ્રવેશ

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને યૂટ્યૂબ ચેનલ પર પોતાના સ્વરમાં ગાયેલું પહેલું ગીત રિલીઝ કર્યું છે. આ ગીતનું સંગીત પીરસ્યું છે સાજિદ ખાન-વાજિદ ખાનની જોડીએ.

સલમાન ખાનના આ વિડિયો ગીતની એના પ્રશંસકો આતુરતાપૂર્વક રાહ જોતા હતા, આખરે આજે એણે આ ગીત રિલીઝ કરી દીધું છે.

કોરોના વાઈરસ ફેલાયો છે ત્યારથી સલમાન ખાન લોકોને આ રોગચાળાથી સુરક્ષિત રહેવા મામલે અપીલ કરવા સોશિયલ મિડિયા પર ઘણો સક્રિય રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર એ લોકોને આ મહાબીમારીથી બચવા સાવચેત કરતો રહ્યો છે.

હવે એ યૂટ્યૂબ પ્લેટફોર્મ ઉપર પણ ઉતરી આવ્યો છે.

સલમાને પોતાની આગવી સ્ટાઈલમાં ગીત ગાઈને યૂટ્યૂબ પર ડેબ્યૂ કર્યું છે.

આ ગીત દ્વારા એણે દરેક જણને સંદેશ આપ્યો છે કે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા સૌ ઘરમાં જ રહો, ઘેરથી કામ કરો, પરિવારજનો સાથે સમય વિતાવો, ડોક્ટરો, પોલીસોનો આદર કરો અને આ લડાઈમાં આખા દેશની સાથે જ રહો.

એણે ‘સલમાન ખાન’ નામે યૂટ્યૂબ ચેનલ શરૂ કરી છે. ‘પ્યાર કરોના’ ગીતની એણે આ માધ્યમ પર પ્રીમિયર રજૂઆત કરી છે.

કોરોના બીમારી પ્રતિ જનજાગૃતિ ફેલાવતા આ ગીતનાં શબ્દો સલમાન ખાન અને હુસૈન દલાલે મળીને લખ્યા છે.

રાહતના સમાચારઃ ગોવા પછી મણિપુર પણ કોરોનામુક્ત

ઇમ્ફાલઃ મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રાજ્ય નોવોલ કોરોના વાઇરસની ઝપટમાંથી મુક્ત થયું છે. તેમણે ટ્વિટર હેન્ડલ દ્વારા આ વાતની જાહેરાત કરી હતી. આ પહેલાં રવિવારે ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે પણ દાવો કર્યો હતો કે રાજ્યમાં હવે એક પણ કોરોનાનો દર્દી નથી. તેમણે રાજ્યની જનતાને અપીલ કરી હતી કે જે રીતે તમે સહયોગ કર્યો એ રીતે ત્રીજી મે સુધી વહીવટી તંત્રને પણ સહયોગ કરજો.

જનતાનો અને મેડિકલ સ્ટાફનો સંપૂર્ણ સહયોગ

તેમણે લખ્યું હતું કે મને એ વાત જણાવતાં આનંદ થાય છે કે મણિપુર કોવિડ-19થી આઝાદ થયું છે. આ વાઇરસથી સંક્રમિત બંને દર્દીઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે અને તેમનો ટેસ્ટ નકારાત્મક આવ્યો છે. રાજ્યમાં હવે કોઈ નવો કેસ નથી. રાજ્યની જનતા અને મેડિકલ સ્ટાફના સહયોગથી સંભવ થયું છે. જનતાએ લોકડાઉનના સખત નિયમોનું પાલન કર્યું અને વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.

માર્ચ મહિનાના અંતમાં બ્રિટનથી મણિપુર પરત ફરેલી 23 વર્ષીય મહિલાને કોરોના વાઇરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ઇમ્ફાલના જવાહર લાલ નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકકલ સાયન્સિસ (JNIMS)માં મહિલાની સારવાર કરવામાં આવી હતી. અને તે સ્વસ્થ થઈને ઘરે પરત ફરી હતી. તે ઇમ્ફાલના પશ્ચિમમાં થાંગમેબંદની રહેવાસી હતી. હાલ મણિપુરમાં લોકડાઉન જારી છે અને માત્ર આવશ્યક જરૂરી સેવાઓને જ છૂટ આપવામાં આવી છે. સરકારે બે હોસ્પિટલો RIMS  અને JNIMSમાં આઇસોલેશન વોર્ડની રચના કરી હતી.