રોમઃ કોરોના વાઈરસે ઈટાલીમાં હાહાકાર મચાવી દીધો છે. આ દેશમાં આ બીમારીનાં અત્યાર સુધીમાં 1,78,972 કેસો નોંધાયા છે અને 23,660 જણના જાન ગયા છે. આખા દેશમાં ગઈ 9 માર્ચથી લોકડાઉન લાગુ કરાયું છે. તમામ પ્રકારની વ્યાપારી, ખેલકૂદ પ્રવૃત્તિઓ બંધ છે.
કોરોનાના ફેલાવાને કારણે દુનિયાભરમાં ટેનિસની સ્પર્ધાઓ પણ હાલ બંધ છે. પરંતુ રમતની બે ઉત્સાહી છોકરીએ રમત રમવા માટે ગજબનો રસ્તો શોધી કાઢ્યો.
બંને છોકરીને ટેનિસ રમતી બતાવતો વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. નવાઈની વાત એ છે કે આ બંને છોકરી લોન કોર્ટ પર ટેનિસ નથી રમતી, પણ એકબીજાનાં મકાનની છત પર રમી રહી છે.
આ બંને છોકરી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું ગજબ રીતે પાલન કરીને છત પર ટેનિસ રમી અને ‘ટેનિસ એટ હોમ’ નિયમને એક નવા જ સ્તરે લઈ ગઈ.
ટેરેસ પર ટેનિસ રમતી આ બંને છોકરી છે ઈટાલીના લિગ્વારિયા શહેરની. એકદમ રચનાત્મક રીતે ટેનિસ રમતી જોવા મળે છે. એમના વિડિયોને ATP ટૂર વેબસાઈટે શેર કર્યો છે.
આ વિડિયોએ દુનિયાભરમાં સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર કરોડો વ્યૂઝ મેળવ્યા છે. એટલું જ નહીં, ATP ટૂરના ટ્વિટર એકાઉન્ટ પર આ સૌથી વધારે વાર જોવાયેલી પોસ્ટ બની છે.
જુદી જુદી રમતોની અનેક સેલિબ્રિટી વ્યક્તિઓએ પણ આ વિડિયોને શેર કર્યો છે. અમેરિકાના ભૂતપૂર્વ બાસ્કેટબોલ ખેલાડી રેક્સ ચેપમેને ટ્વિટર પર આ વિડિયો શેર કરીને તેની કેપ્શનમાં લખ્યું છે કે, અત્યાર સુધીની સૌથી અજબની ચીજ જોવા મળી.
કોરોના વાઈરસના ફેલાવાને કારણે તમામ ટેનિસ સ્પર્ધાઓને 13 જુલાઈ સુધી સસ્પેન્ડ રાખવામાં આવી છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ પહેલી જ વાર વિમ્બલ્ડન સ્પર્ધાને રદ કરવામાં આવી છે. એવી જ રીતે, ફ્રેન્ચ ઓપનને સપ્ટેંબર સુધી મુલતવી રાખવામાં આવી છે. જ્યારે યુએસ ઓપન ક્યારે રમાશે એ હજી અનિશ્ચિત છે.







ક્વોરન્ટાઈનના નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે 31 વર્ષીય દીપક કુમારને ચાર સપ્તાહ માટે કેદની સજા આપવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ક્વૂન તોંગ કોર્ટમાં થયેલી સુનાવણી અંતર્ગત દીપકકુમાર 21 માર્ચના રોજ ટર્કીથી આવ્યા હતા. બાદમાં 14 દિવસ મમાટે આબરદીનના મોજો નોમાડ આબરદીન હોટલમાં લેખિત ક્વોરન્ટાઈન આદેશ અંતર્ગત તેમને રાખવામાં આવ્યા. પરંતુ ઈમિગ્રેશન અધિકારીઓએ તેમને દોષિત માન્યા કારણ કે વગર મંજૂરીએ તેઓ શેનઝેન બે કન્ટ્રોલ પોઈન્ટ દ્વારા હોંગકોંગથી નિકળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.








લેખક અને ફિલ્મમેકર જાવેદ અખ્તરે પણ એક વીડિયો દ્વારા લોકોને આ જ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે. હકીકતમાં તેમની પત્ની શબાના આઝમીએ પોતાના ઓફિશીયલ ટ્વીટર અકાઉન્ટથી એક વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં જાવેદ લોકોને એકજૂટ રહેવાની અપીલ કરી રહ્યા છે. 
પ્રોફેસર દેવી શ્રીધરે કહ્યું કે, ઓલમ્પિકના સમય પર આયોજન માટે વેક્સિન તૈયાર થવી મહત્વપૂર્ણ છે કે જેથી ઓલમ્પિક 2021નું આયોજન થઈ શકે. જો કે તેમણે આ સાથે જ કહ્યું કે, એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે વેક્સિનની શોધ જલ્દી જ કરી લેવામાં આવશે.