અમદાવાદઃ સપ્તાહના અંતિમ દિવસે સ્થાનિક શેરબજારોમાં લાલચોળ તેજી થઈ હતી. રિઝર્વ બેન્કના રાહત પેકેજથી બેન્કિંગ અને નાણાકીય શેરોમાં ભારે લેવાલીથી આગઝરતી તેજી થઈ હતી. ઓટો શેરોમાં પણ ભારે તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 3.5 લાખ કરોડનો વધારો થયો હતો. બજારની અપેક્ષા છે કે અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે હજી વધુ મોટા એલાન થવાની શક્યતા છે વૈશ્વિક બજારોની તેજીની પણ હકારાત્મક અસર પડી હતી. જેથી બજાર આજે એક મહિનાના ઉપલા સ્તરે બંધ થયું હતું.

સેન્સેક્સ અને નિફ્ટીએ આશરે 3.5 ટકાની છલાંગ
સેન્સેક્સ અને નિફ્ટીએ આશરે 3.5 ટકાની છલાંગ લગાવી હતી. સેન્સેક્સ 986 પોઇન્ટ 31,589એ બંધ થયો હતો અને નિફ્ટી ઇન્ડેક્સ 274 પોઇન્ટ ઊછળીને 9,267ના મથાળે બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટી પણ 1,281 પોઇન્ટ વધીને 20,681ના સ્તરે બંધ થયો હતો. બેન્ક નિફ્ટીના 12 શેરોમાં તેજી થઈ હતી. જ્યારે મિડકેપ 286 પોઇન્ટ વધીને 13,047ના મથાળે બંધ રહ્યો હતો. સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ અઢી ટકા તેજી સાથે બંધ થયો હતો. રિઝર્વ બેન્કે કોવિડ-19થી દેશના અર્થતંત્રને બચાવવા માટે કેટલીક મોટી જાહેરાતો કરી હતી. જેમાં એનબીએફસી અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને રાહત આપવા સિવાય સિસ્ટમમાં લિક્વિડિટી વધારવાની નાણાકીય સ્થિતિ મજબૂત કરવાના ઉપાય પણ સામેલ છે. રિઝર્વ બેન્કે રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. જેથી બેન્કો હવે નાના-મોટા ઉદ્યોગોને વધુ સરળતાથી લોન આપી શકશે. કંપનીઓ વિસ્તરણ કરી શકશે, જેથી જોબ માર્કેટમાં તેજી આવશે.
સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 23 શેરોમાં તેજી થઈ હતી અને નિફ્ટીના 50 શેરોમાંથી 38 શેરોમાં ભારે લેવાલીથી તેજી થઈ હતી.
સપ્તાહમાં સેન્સેક્સ દોઢ ટકો અને નિફ્ટી 1.9 ટકા વધ્યા
આ સપ્તાહમાં સેન્સેક્સ દોઢ ટકો અને નિફ્ટીમાં 1.9 ટકા તેજી સાથે બંધ રહ્યા હતા, જ્યારે બેન્ક નિફ્ટી 4.4 ટકા અને મિડકેપ શેરોમાં 3.9 ટકાની તેજી થઈ હતી.
કંપની ત્રિમાસિક પરિણામોની મોસમ
આગામી સપ્તાહે કેટલીય અગ્રણી બેન્કો અને હેવી વેઇટ કંપનીઓનાં પરિણામો આવવાનાં છે. જેથી આસપ્તાહે આઇસીઆઇસીઆઇ બેન્કર 15 ટકા, એક્સિસ બેન્ક 16 ટકા અને ઇન્ડસઇન્ડ બેન્કમાં 17 ટકાની તેજી થઈ હતી. આ ઉપરાંત સિપ્લામાં 18 ટકા, શ્રી સિમેન્ટમાં 19 ટકાની તેજી થઈ હતી.



આ સમગ્ર વિસ્તારને કોરોન્ટાઇનમાં મૂકવામાં આવ્યો છે. ભગવાન ગણેશજીની મૂર્તિઓ, તહેવાર ઉત્સવોમાં પૂજન કરવામાં આવતાં તમામ દેવી દેવતાઓની મૂર્તિઓ અહીં વસવાટ કરતા લોકો દ્વારા બનાવવામાં આવે છે. આ સાથે પર્સ, પટ્ટા, ઘડિયાળ જવી અનેક ચીજવસ્તુઓ વેચી પેટિયું રળે છે. શહેરના પોશ વિસ્તારમાં આવેલી આ ગીચ ઝુંપડપટ્ટીના લોકો લોકડાઉન અને કોરોન્ટાઇનની હાલની પરિસ્થિતિથી કંટાળી ઘરની બહાર આવી ગયા હતા.
ગીચ વસતિવાળા આ ગુલબાઇ ટેકરાના લોકોએ વહેલી સવારથી જ ટોળે વળી પતરાંના બેરિકેડ તોડી નાખ્યા હતા. વિસ્તારોમાં રહેતા લોકોના કહેવા પ્રમાણે ગરીબ શ્રમજીવી હોવાના કારણે જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ મેળવી શકતા નથી. કોર્પોરેશનના કર્મચારીઓ પર હુમલો કરવા તૈયાર થઈ ગયેલા આ વિસ્તારના લોકોને પોલીસ ફોર્સે આવી નિયંત્રણમાં લીધા હતા.
બીજી તરફ કોરોના વાયરસ, મહામારી વિષયથી અજાણ આ પ્રજા કહે છે અમે કંઈ થોડા અમેરિકાથી આયા છીએ તો અમને કોરોના થાય!

રાજકોટ જિલ્લાના લોધિકામાં ચાલતા અનોખા સખી મંડળના સભ્ય મુકતાબેન રૈયાણી કહે છે કે, હુ અને મારી સાથેના ભાવનાબેન ડાંગ અમે બંનેએ મળીને ૫૦૦૦ માસ્ક બનાવવાનું કામ કામ કર્યુ છે. જે પૈકી અમે સખી મંડળના ૧૮૦૦, તાલુકા પંચાયતના ૧૫૦૦, રાશન કાર્ડની દુકાનના ૧૦૦, ગ્રામ પંચાયતના ૧૮૦૦ માસ્ક બનાવ્યા છે. અમને શરૂઆતમાં માસ્કનું કામ અપાયુ ત્યારે માસ્ક બનાવવા ફાવતા ન હતા, મુશ્કેલ લાગતું હતું. પરંતુ હવે હાથ બેસી ગયો છે. ઘરે જ કોટનના માસ્ક બનાવીએ છીએ. હજુ પણ અમારા દ્વારા માસ્ક બનાવવામાં આવી રહયા છે. આમ અમને ઘરે બેઠા રોજી રોટી મળી રહી છે અને કોરોના મહામારીમાં લડવા ઉપયોગી સાધન બનાવી રહયાનો અમને સંતોષ છે.








