Home Blog Page 4856

વિશ્વમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 19 લાખને પાર

વોશિંગ્ટનઃ વિશ્વભરમાં કોરોના વાઇરસનો પ્રસાર અટકવાનું નામ નથી લેતો. જેને પરિણામે વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની લોકોની સંખ્યા 19 કરોડને પાર થઈ છે. વોશિંગ્ટન સ્થિત જોન્સ હોપકિન્સ વિશ્વ વિદ્યાલયના ડેટા અનુસાર અત્યાર સુધી કોરોના દર્દીઓની સંખ્યા વધીને 19,24,878 થઈ ગઈ છે અને કોરોના વાઇરસથી મરવાવાળા લોકોની સંખ્યા 119,766ને પાર થઈ ગઈ છે.

ઇટાલીમાં એક દિવસમાં 566 લોકોનાં મોત

કોરોના વાઇરસે ઇટાલીમાં કાળો કેર વર્તાવ્યો છે. ઇટાલીમાં એક દિવસમાં 566 લોકોનાં મોત થયાં છે અને મૃતકોનો આંકડો 20,000ને પાર થઈ ગઈ છે. અમેરિકા પછી એ સૌથી મોટી સંખ્યા છે. બ્રિટન અને ખાસ કરીને ઇંગલેન્ડમાં ઝડપથી સ્થિતિ ખરાબ થઈ રહી છે. એક દિવસમાં 717 લોકોનાં મોતમાંથી એટલા ઇંગલેન્ડમાં 667 લોકોનાં મોત થયાં છે, પરંતુ યુરોપના દેશ સ્પેનની હાલતમાં સુધારો થયો છે, જેથી લોકડાઉનથી કેટલાક વિસ્તારોમાં રાહત આપવામાં આવી છે. જોકે ઇટાલીથી અમેરિકામાં વધુ લોકોનાં મોત થયાં છે. અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા 3,153થી વધીને 1,59,516 થઈ ગઈ છે.

રશિયામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 18,328 થઈ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું હતું કે કોરોના સામેના જંગથી લડવા માટે સેનાને પણ ઉતારી શકાય છે. પુતિને કોરોનાના વધતા કેસ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. રશિયામાં 2,558ના નવા કેસ સામે આવતાં સંક્રમિતોની સંખ્યા વધીને 18,328ની થઈ ગઈ છે. અત્યાર સુધી 148 લોકોનાં મોત થયાં છે.

બ્રિટનમાં 11,329 લોકોનાં મોત થયાં

કોરોના વાઇરસના રોગચાળાથી બ્રિટનમાં 11,329 લોકોનાં મોત થયાં છે. 4,342 લોકોના સંક્રમિતોની સંખ્યા વધીને 88,621એ પહોંચી છે. 90 ટકા કેસો માત્ર ઇંગ્લેન્ડમાં થયા હતા.

સ્પેનમાં આ વાઇરસને પગલે એક દિવસમાં થનારાં મોતમાં ઘટાડો

સ્પેનમાં સરકારે કેટલાક પ્રતિબંધોની સાથે 30 માર્ચ સુધી લોકડાઉન કડક કર્યું હતું.જોકે પાછલા સપ્તાહે સતત ત્રણ દિવસ મૃતકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જોકે સોમવારે આ વિશે એક વાર ફરી ઘટાડો આવ્યો છે. દેશમાં પાછલા 24 કલાકમાં 517 લોકોનાં મોત થયાં હતાં, કુલ કેસો 3,477 સંક્રમિત થયા છે.

જર્મનીમાં નવા સંક્રમણ અને મોતોની સંખ્યામાં ઘટાડો

જર્મનીમાં કોરોનાના નવા સંક્રમણ અને મોતોની સંખ્યામાં ઘટાડો આવ્યા પછી લોકડાઉનથી રાહત આપવાનો વિચારવિમર્શ શરૂ થયો છે. ચાન્સેલર એન્જેલા મર્કેલ બુધવારે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રાંતોના ગવર્નરથી ચર્ચા કરશે અને એ પછી લોકડાઉનનો નિર્ણય લેશે.

 

કોરોના સામેની લડાઈમાં કોંગ્રેસ જનતાની સાથે છેઃ સોનિયા

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ કોરોના વાઈરસના ફેલાવાએ દેશમાં સર્જેલી કટોકટીમાં લોકોને પોતાની પાર્ટીના ટેકાની આજે ખાતરી આપી છે. એમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે દ્રઢ મનોબળ દ્વારા આપણો દેશ ટૂંક સમયમાં જ આ કટોકટી સામે વિજેતા બનશે.

કોંગ્રેસ પાર્ટીએ રિલીઝ કરેલા વિડિયો સંદેશમાં, સોનિયા ગાંધીએ દેશવાસીઓને વિનંતી કરી છે કે તેઓ લોકડાઉનના સમયગાળા દરમિયાન ઘરમાં જ રહે અને લોકડાઉનનાં નિયમોનું પાલન કરે.

સોનિયા ગાંધીએ જનતાને એવી ખાતરી પણ આપી કે કોંગ્રેસ પાર્ટી સત્તા પર હોય કે વિપક્ષમાં હોય, આ લડાઈમાં ગમે ત્યાં અમે તમારી પડખે છીએ. દરેક વ્યક્તિના ટેકા વગર કોરોના સામેની લડાઈ જીતવાનું શક્ય બની શકે નહીં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 10 વાગ્યે દેશવ્યાપી સંબોધન કર્યું એની થોડી જ વાર પહેલાં કોંગ્રેસ પાર્ટીએ સોનિયા ગાંધીનો આ વિડિયો સંદેશ સોશિયલ મિડિયા પર રિલીઝ કર્યો હતો.

એમણે પોતાનાં સંદેશની શરૂઆતમાં કહ્યું હતું કે દેશ આજે જ્યારે મોટી લડાઈ લડી રહ્યો છે ત્યારે દરેક કોંગ્રેસી કાર્યકર્તા પોતાની જવાબદારી સમજે છે અને આ લડાઈમાં દરેક યોદ્ધાને મદદરૂપ થવા માટે હંમેશાં તૈયાર રહેશે. કોઈ પણ વ્યક્તિ રાજ્ય સ્તરે કે કેન્દ્રીય કન્ટ્રોલ રૂમને જાણ કરીને અમારો ટેકો માગી શકે છે અને દરેક કોંગ્રેસી કાર્યકર્તા તમને ટેકો પૂરો પાડશે.

ગણપત યુનિવર્સિટીએ ઓનલાઈન ઉજવ્યો સ્થાપના દિવસ

અમદાવાદઃ અત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. શાળાઓ અને યુનિવર્સીટીઓ તેમજ કોલેજો પોતાના વિદ્યાર્થીઓને ઓનલાઈન લેક્ચર્સ પ્રોવાઈડ કરીને અને ભણાવી રહી છે. ત્યારે ગણપત યુનિવર્સીટી દ્વારા પોતાનો 15 મો સ્થાપના દિવસ ઓનલાઈન ઉજવવામાં આવ્યો હતો. ગણપત યુનિવર્સીટીના પ્રેસિડન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, યુનિવર્સીટીના પ્રો.ચાન્સેલર અને ડિરેક્ટર જનરલ પ્રો. ડોક્ટર મહેન્દ્ર શર્મા સહિત તેમજ આચાર્યો, યુનિવર્સીટીના અગ્રણી અધિકારીઓ, આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સહિતના કુલ 130 જેટલા લોકો આ ઓનલાઈન ઉજવણીમાં જોડાયા હતા.

ગણપત યુનિવર્સિટીની સ્થાપના 12 એપ્રીલ 2005 ના રોજ રાજ્ય સરકારના એક ઠરાવ દ્વારા થઈ હતી. ભારતી શૈક્ષણીક પરંપરાના ગુરુકુળ સમા ઉપવન જેલા 300 એકરના વિશાળ અને હરીયાળા વાતાવરણ વચ્ચે આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ યુનિવર્સિટીમાં આજે વિવિધ શાખાની કુલ 8 જેટલી ફેકલ્ટીમાં 15,000 જેટલા વિદ્યાર્થીઓ પોતાના અલગ અલગ કોર્સીસમાં અભ્યાસ કરે છે.

લોકડાઉન 2.0ની જાહેરાત પછી મોદીએ શું બદલ્યું?

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ આજે દેશને સંબોધિત કરતા દેશમાં ચાલી રહેલા લોકડાઉનને આગામી 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે. આ દરમ્યાન વડાપ્રધાને ફરી એક વખત લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી.

આજે વડાપ્રધાને તેના સંબોધનની થોડી મિનિટ પછી તેમના ટ્વિટર પેજ તેમની પ્રોફાઈલ ફોટો બદલી નાંખી છે. પીએમ મોદીના આ નવા પ્રોફાઈલ ફોટો તેમના ચેહરાને ગમછાથી ઢાંકેલો છે. આ તસવીર પાછળ પીએમ મોદીનો ઉદેશ્ય કોરોનાવાઈસ સંકટ વચ્ચે સુરક્ષિત રહેવા માટે ઘરેલુ સમાધાનો કે ઉત્પાદનો મારફતે પોતાના ચેહરાને ઢાંકીને રાખવા અંગે લોકોને જાગ્રૃત કરવાના છે. આ પહેલા પણ વડાપ્રધાન લોકોને ગમછાનો ઉપયોગ કરવાનું કહી ચૂક્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે, આપણે શાંતિ જાળવી રાખવી પડશે, નિયમોનું પાલન કરીશું તો કોરોના જેવી મહામારીને પણ હરાવી દઈશું. હાલમાં જ વડાપ્રધાન મોદીએ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના ભાજપ જિલ્લા અધ્યક્ષ હંસરાજ વિશ્વકર્મા સાથે ફોન પર વાત કરી હતી અને કાશીના ખબર અંતર પૂછ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ તેમને ફેશનેબલ માસ્કની બદલે ગમછાનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

મહત્વનું છે કે, દેશમાં કોરોના વાઈરસના કેસ ખૂબ ઝડપે વધી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 10,363 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો અત્યાર સુધીમાં કુલ 399 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 1211 નવા કેસ સામે આવ્યા છે અને 31 લોકોના મોત થયા છે.

 

રેલવેએ બધી પેસેન્જર ટ્રેનો ત્રીજી મે સુધી રદ કરી

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના જોખમને જોતાં અને એનો ચેપ વધારે ફેલાય નહીં એના માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી મે, 2020 સુધી દેશભરમાં લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. આ લોકડાઉનને ધ્યાનમાં રાખતાં ઇન્ડિયન રેલવે દ્વારા પ્રીમિયમ ટ્રેનો, મેલ/એક્સપ્રેસ ટ્રેનો, પેસેન્જર ટ્રેનો, ઉપનગર ટ્રેનો, કોલકાતા મેટ્રો ટ્રેનો, કોંકણ રેલવે સહતિ બધી પેસેન્જર્સ ટ્રેન સેવાઓને ત્રીજી મે, 2020 સુધી 24 કલાક રદ રહેશે.

માલ અને પાર્સલ ગાડીઓ ચાલુ રહેશે

આ સિવાય ભારતીય રેલવે દ્વારા કરાયેલી જાહેરાત મુજબ દેશના વિવિધ ભાગોમાં આવશ્યક ચીજવસ્તુઓનો પરુવઠો પહોંચાડવા માટે માલ અને પાર્સલ ગાડીઓની આવ-જા ચાલુ રાખવામાં આવશે.આ સાથે પેસેન્જર ટિકિટ બુકિંગ ત્રીજી મો સુધી બંધ કરવામાં આવી છે.રેલવે સ્ટેશનો અને રેલવે સ્ટેશનના વિસ્તારમાં રિઝર્વ-અનરિઝર્વ પ્રવાસ માટે રેલવે પ્રવાસની ટિકિટોનાં બુકિંગ માટે બધાં કાઉન્ટર ત્રીજી મે, 2020 સુધી બંધ રહેશે, એમ રેલવે મંત્રાલયના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજેશ દત્ત વાજપેયીએ આપી હતી.

આ પહેલાં રાષ્ટ્રને નામ સંબોધનમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ત્રીજી મે સુધુ દરેક દેશવાસીઓએ લોકડાઉનમાં ઘરે જ રહેવું પડશે. આગામી એક સપ્તાહમાં કોરોના સામેની લડાઈમાં સખતાઈ વધારવામાં આવશે. તેમણે કહ્યું હતું કે કોઈએ બેજવાબદારી કરવી ના જોઈએ અને કોઈને બેજવાબદાર વર્તણૂક કરવા દેવાની છે. આ માટે સરકાર દ્વારા એક વિસ્તૃત ગાઇડલાઇન જારી કરવામાં આવશે.

રાજ્યમાં 45 નવા પોઝિટીવ કેસઃ અમદાવાદમાં 31

ગાંધીનગરઃ રાજ્યમાં દિવસને દિવસે કોરોના વાયરસના કેસો સતત વધતા જઈ રહ્યા છે. સતત વધી રહેલા કોરોના વાયરસના પોઝિટિવ કેસો રાજ્ય અને રાજ્ય સરકાર માટે એક ચિંતાનો વિષય બન્યા છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસને લઈને સ્થિતિ જોતા આજે વડાપ્રધાન મોદીએ આગામી 3 મે સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં અત્યાર સુધીના કુલ પોઝિટીવ દર્દીઓની સંખ્યા 617 પર પહોંચી ગઈ છે. ગુજરાતમાં આજે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 45 છે, જ્યારે એક વ્યક્તિને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. કુલ દર્દીઓમાં 9ની હાલત ગંભીર જણાતા તેઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 527 લોકો સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 55 લોકોએ કોરોના સામેની લડાઈમાં જીત મેળવી છે એટલે કે તેમને ડીસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 26નો છે.

રાજ્યમાં આજે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ વિશે જાણીએ તો અમદાવાદમાં આજે નવા 31 કેસ સામે આવ્યા છે, જેમાં 13 પુરુષો અને 18 મહિલાઓનો સમાવેશ થાય છે. સુરતમાં નવા 9 કેસમાં 4 પુરુષ અને 5 મહિલાઓ છે. ભાવનગરમાં નવો કેસ જેમાં એક પુરુષ છે. મહેસાણામાં નવા 2 કેસ જેમાં બન્ને પુરુષો સંક્રમિત છે. દાહોદમાં એક નવો કેસ, ગાંધીનગરમાં 1 એમ કુલ 45 દર્દીઓ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોને શોધવા માટે ગત 24 કલાક દરમિયાન કરેલા ટેસ્ટની વાત કરીએ તો 1996 ટેસ્ટ કરવામાં આવ્યા છે, તેમાં 79 પોઝિટીવ અને 1917 નેગેટીવ આવ્યા છે. તેવી રીતે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 14980 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, તેમાં 617 લોકો કોરોના પોઝિટીવ અને 14363 લોકોનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

લોકડાઉનમાં આ મિશને ઉપાડ્યું રાહત કાર્યોનું મિશન

ધરમપુરઃ દેશમાં કોરોના સંકટને લીધે થયેલા લોકડાઉનને પગલે અનેક ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ ઉપરાંત લોકોની સાથે અબોલ પ્રાણીઓની હાલત પણ ખરાબ થઈ છે. આવા મુશ્કેલીના સમયે વિશ્વવ્યાપી આધ્યાત્મિક સંસ્થા શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુરના સંસ્થાપક ગુરુદેવ રાકેશભાઈની પ્રેરણાથી સંસ્થાએ અનેક રાહત કાર્યો શરૂ કર્યાં છે. વિશ્વભરનાં સંસ્થાના કેન્દ્રો જેવાં કે બેંગલુરુ, ચેન્નઈ, પુણે, અમદાવાદ, વડોદરા અને યુકેના 500થી વધુ સ્વયંસેવકો કોવિડ-19ના રાહત કાર્યોમાં જોડાયા છે. મિશન આ રાહત કાર્યો સરકાર અને સ્થાનિક સત્તાવાળા સાથે મળીને કરી રહ્યું છે.

મિશનનાં અનેક રાહત કાર્યો  

શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના રાહકાર્યો મુખ્યત્વે જરૂરિયાતમંદ પરિવારો, દૈનિક કામદારો, હોસ્પિટલો અને પ્રાણીઓને લગતાં કરી રહ્યા છે, જેમાં ડોક્ટર્સ, નર્સ, પોલીસ અને અન્ય સરકારી કર્મચારીઓને ફૂડ પેકેટ્સ, માસ્ક અને સેનેટાઇઝર્સ પહોંચાડવામાં આવી રહ્યા છે.

એક મહિનામાં 15 લાખ લોકોને ફૂડ પેકેટ્સનું વિતરણ

લોકડાઉનના આ સમયમાં મિશન દ્વારા જરૂરિયાતમંદ પરિવારો તથા દૈનિક કામદારોને જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે અનાજ, તેલ, મસાલા, રાશન અને સાબુના કિટ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી બાજુ આશ્રમમાં બનાવેલી ખીચડી, શાકભાજી, છાસ ફૂડ પેકેટ્સ, બિસ્કિટ, ચણા સહિતની ખાદ્ય સામગ્રી દૈનિક ધોરણે હજ્જારો જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવી રહી છે. આ ઉપરાંત એક મહિનામાં મિશન 15 લાખ લોકોને એક ટંકનના ભોજનના ફૂડ પેકેટ્સના વિતરણની નેમ ધરાવે છે. લોકો આનો લાભ લે એ માટે હેલ્પલાઇન સુવિધા પણ શરૂ કરવામાં આવી છે.

ડોક્ટર્સ અને નર્સો આસપાસના વિસ્તારમાં કોરોના જાગૃતિ માટે સક્રિય

શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના ડોક્ટર્સ અન  અન્ય સ્ટાફ ધરમપુરની આસપાસના આદિવાસી વિસ્તારોમાં ફરીને લોકોને આ રોગચાળા સામે સાવચેતીનાં પગલાં, લક્ષણો, તપાસ અને કોનો સંપર્ક કરવો એ બાબતો વિશે લોકોને માહિતગાર કરી રહ્યા છે.

શ્રીમદ રાજચંદ્ર એનિમલ નર્સિંગ હોમ પણ કાર્યરત

શ્રીમદ રાજચંદ્ર એનિમલ નર્સિંગ હોમ ધરમપુરમા તેમ જ મોબાઇલ વેન દ્વારા રસ્તે રઝળતા પ્રાણીઓને બિસ્કિટ અને રોટલીઓનું નીરણ કરી રહ્યા છે અને એમને તબીબી સારવાર પણ આપી રહ્યા છે.

જો લોકડાઉન પછી પણ જરૂર પડશે તો મિશન હોસ્પિટલના બેડ, વેન્ટિલેટર્સ અને આવશ્યક સ્રોત પૂરા પાડવા કટિબદ્ધ છે.

દેશભરમાં લોકડાઉન હવે ત્રીજી મે સુધી

નવી દિલ્હીઃ દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના લોકડાઉનના છેલ્લા દિવસે દેશને સંબોધિત કર્યો હતો. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે નમસ્તે મારા દેશવાસીઓ, કોરોના વૈશ્વિક રોગચાળા સામેની ભારતની લડાઈ વધુ મજબૂત થશે. દેશવાસીઓની તપસ્યા, તમારા ત્યાગને કારણે કોરોનાથી થતા નુકસાનની દેશને બચાવી શકાયો છે. લોકોએ દુઃખો વેઠીને પણ દેશને બચાવ્યો છે. દેશવાસીઓ હું તમારી પાસે સપ્તપદીમાં તમારે મને સાથ આપવાનો છે. કોરોનાથી કોઈ પણ સ્થાનિક વિસ્તારમાં વ્યક્તિનું મૃત્યુ થાય છે, એ આપણા માટે દુખદ વાત છે.

વડા પ્રધાાન નરેન્દ્ર મોદીના મુખ્ય ભાષણના મુખ્ય અંશો આ પ્રમાણે છે….

 

  • હું દેશવાસીઓને નમન કરું છું
  • કોરોના વાઇરસ વૈશ્વિક રોગચાળા સામેની લડાઈ મજબૂતીથી આગળ વધી રહી છે.
  • તમે લોકોએ કષ્ટ વેઠીને પણ દેશનો બચાવ્યો છે. તમારા ત્યાગે દેશને બચાવ્યો છે.
  • હું જાણું છું કે તમને અનેક મુશ્કેલીઓ આવી છે, છતાં તમે ઘણું સહન કર્યું છે
  • લોકોએ તેમની કર્તવ્યનિષ્ઠ ફરજ બનાવી છે.
  • ડો. બાબાસાહેબ આંડેકરની આજે જન્મજયંતીએ સાચી શ્રદ્ધાંજલિ આપું છું.
  • હું ડો. બાબાસાહેબને તેમની જન્મજયંતી પર દેશવાસીઓ તરફથી નમન કરું છું.
  • કેટલાય રાજ્યોમાં નવા વર્ષનો પ્રારંભ થાય છે.
  • લોકડાઉનના સમયમાં લોકો સાદગીથી તહેવારો મનાવી રહ્યા છે.
  • હું દેશવાસીઓને આવતા તહેવારોની શુભેચ્છા આપું છું.
  • ભારતે પ્રારંભથી એરપોર્ટ પર આવતા પ્રવાસીઓની સ્ક્રીનિગ શરૂ કર્યું હતુ
  • અનેક દેશોની સ્થિતિની તુલનાએ આપણા દેશની સારી સ્થિતિ છે
  • અન્ય દેશોની તુલનાએ કોરોના સંક્રમણને રોકવાના પ્રયાસ કારગત સાબિત થયા છે
  • ભારત કરતાં અન્ય દેશોમાં કોરોનાના કેસ 25થી 30 ટકા વધ્યા છે.
  • ભારત પાસે સીમિત સંસાધનો છે, છતાં ભારતે સારી કામગીરી કરી છે.
  • સામાજિક સંસ્થાઓએ જવાબદારી સાથે કામ કર્યું છે.
  • ભારતે સમસ્યા વધે એની રાહ જોઈ નથી
  • ભારતે જે રસ્તો અપનાવ્યો છે એ યોગ્ય છે.
  • સોશિયલ ડિસ્ટન્સિંગનો લાભ ભારતને મળ્યો છે.
  • ભારતે બહુ લોકડાઉનથી મોટી કિંમત ચૂકવવી પડી છે, પણ
  • ભારત સમસ્યાને જોતાં ભારતે લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે.
  • રાજ્ય સરકારોએ બહુ જવાબદારી સાથે કામ કર્યું છે.
  • દરેક રાજ્યો તરફથી લોકડાઉન વધારાવાના સૂચન આવ્યા છે
  • દરેક નિષ્ણાતો દ્વારા પણ લોકડાઉન વધારવાનાં સૂચન આવ્યાં છે
  • દેશના લોકોએ પણ લોકડાઉન વધારવા માટે સૂચનો કર્યાં છે

વડા પ્રધાને ત્રીજી મે સુધી લોકડાઉન વધાર્યું છે…

  • બધાં સૂચનોને જોતા લોકડાઉન ત્રીજી મે સુધી વધારવું પડશે.
  • કેટલાંક રાજ્યોએ તો પહેલેથી લોકડાઉન વધારી દીધાં છે.
  • એક મહિના સુધી આપણે સખતાઈથી પાલન કરવું પડશે.
  • આપણે કોઈ પણ કિંમતે કોરોનાનો ફેલાવવો અટકાવવો છે.
  • આપણે પહેલાથી વધુ હવે સર્તક રહેવાની જરૂર છે.
  • આપણે હોટસ્પોટ સામે કડક નિગરાની રાખવી પડશે
  • આગળના એક સપ્તાહમાં સખતાઈ વધુ વધારવામાં આવશે
  • દરેક રાજ્ય, જિલ્લા, પોલીસ સ્ટેશને 20 એપ્રિલ સુધી કડક પાલન કરવું પડશે.
  • જ્યાં નવો કેસ નહીં હોય ત્યાં 20 એપ્રિલથી રાહત આપવામાં આવશે
  • રાજ્યોને 20 એપ્રિલ સુધી બહુ બારીકાઈથી જોવામાં આવશે
  • 20 એપ્રિલથી અમુક એરિયામાં રાહત આપવામાં આવશે
  • વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજનાથી ગરીબોને મદદ કરવામાં આવશે
  • હાલ રવી પાકની લણણીનું કામ ચાલુ છે
  • કેન્દ્ર અને રાજ્યો દ્વારા ખેડૂતોને મુશ્કેલી ના પડે એનું ધ્યાન રાખવામાં આવશે.
  • જોકોઈ હોટસ્પોટ બનશે તમામ રાહત પાછી ખેંચવામાં આવશે
  • માનવ કલ્યાણ માટે અને વિશ્વ કલ્યાણ માટે વૈજ્ઞાનિકોને દવા બનાવવા આહવાન કર્યું છે

વડા પ્રધાન મોદીએ આ સાત વાતોમાં લોકોનો સાથ માગ્યો હતો….

  • હું તમારી સાત વાતોમાં તમારો સાથ માગું છું.
  • આ સપ્તપદી વિજય મેળવવાની વાત છે.
  • તમારા ઘરના વરિષ્ઠ સભ્યોની વધારે સંભાળ લેવાની છે.
  • બીજી વાત લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને લક્ષ્મણરેખાનું પૂરેપૂરું પાલન કરો
  • ઘરમા બનેલા માસ્કનો ઉપયોગ કરો
  • તમારી રોગપ્રગતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલયની સલાહ માનો
  • આયુષ એપને ડાઉનલોડ કરો
  • જેટલું બને એટલું ગરીબ માણસોના ભોજનની વ્યવસ્થા કરો
  • તમારા વેપાર-ધંધામાં તમારા કર્મચારીને બરતરફી ના કરો
  • જ્યાં છો, ત્યાં રહો, સ્વસ્થ રહો. સુરક્ષિત રહો.

 

 

દેશમાં કોરોના વાઇરસના કેસ વધીને 10,000ને પાર થઈને 10,363 થયા છે અને અત્યાર સુધી આ વાઇરસ 339 લોકોનો ભોગ લઈ ચૂક્યો છે. જોકે આ રોગમાંથી 1,035 લોકો સાજાનરવા થઈ ચૂક્યા છે.

વડા પ્રધાને દેશને સંબોધતા પહેલાં ટ્વીટ કર્યું 

કોરોના વાઇરસને રોકવા  માટે દેશભરમાં કરવામાં આવેલા લોકડાઉનનો આજે છેલ્લો દિવસ છે. વડા પ્રધાન મોદીએઅ દેશનો સંબોધિત કરવાના થોડા કલાક પહેલાં ટ્વીટ કરીને કહ્યું હતું કે કોરોના વાઇરસ સામેના જંગમાં એકજૂટ મળીને લડીશું. તેમણે વિવિધ તહેવારો માટે દેશની જનતાને શુભેચ્છાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે આ તહેવારોથી ભારતમાં ભાઈચારાની ભાવના મજબૂત થાય છે. આ તહેવારો ખુશી અને સારું આરોગ્ય લાવશે. જેથી આવનારા સમયમાં કોરોના વાઇરસના જોખમથી મળીને લડવા માટે આપણને વધુ શક્તિ મળે છે.

રાશિ ભવિષ્ય 14/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.


આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે,  વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ: 14/04/2020