નવી દિલ્હીઃ રાહત પેકેજની આશાએ સ્થાનિક શેરબજારમાં લાલચોળ તેજી થઈ હતી. હેલ્થકેરને બુસ્ટર ડોઝ મળવાની અપેક્ષાએ અમેરિકા બજારોમાં ભારે તેજી થઈ હતી. ડાઉ જોન્સ 780 પોઇન્ટ તેજી સાથે બંધ થયો હતો અનમે એશિયન બજારોમાં પણ તેજીની આગેકૂચ રહી હતી. જેથી સેન્સેક્સ 1266 પોઇન્ટ ઊછળીને 31,000ની સપાટી કુદાવીને 31,160ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ પણ 363 પોઇન્ટ ઊછળીને 9,000 સપાટીને કુદાવીને 9,111.90ના મથાળે બંધ રહ્યો હતો.

પાછલા ચાર દિવસોમાં નિફ્ટી 1000 પોઇન્ટ ઊછળ્યો
વીકલી એક્સપાયરીને દિવસે બજારમાં જોરદાર તેજી જોવા મળ્યો હતો. નિફ્ટીએ ચાર ટકા વધીને 9,000ની સપાટી કુદાવી હતી. રિલાયન્સ એચડીએફસીની આગેવાની હેઠળ શેરોમાં તેજી થઈ હતી. ઓટો શેરોમાં પણ ભારે તેજી થઈ હતી. એમ એન્ડ એમ 17 ટકા અને મારુતિ 13 ટકા ઊછળ્યો હતો. લોકડાઉનમાં પણ રોકાણકારોએ ફાર્મા, મેટલ, ફાઇનાન્શિયલ, કેમિકલ, પેપર અને લિકર શેરોમાં ભારે તેજી થઈ હતી. સેન્સેક્સના 30માંથી 26 શેરો અને નિફ્ટીના 50માંથી 44 શેરોમાં તેજી થઈ હતી. બેન્ક નિફ્ટીના 12માંથી નવ શેરોમાં તેજી થઈ હતી.
રૂ. એક લાખ કરોડના રાહત પેકેજની અપેક્ષા
રોકાણકારોએ આશા છે કે સરકાર બહુ જલદી મોટા રાહત પેકેજની જાહેરાત કરશે. કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારામે પગલે રાહત પેકેજ જાહેર થવામાં વિલંબ થઈ રહ્યો છે. બજારને રૂ. એક લાખ કરોડ પેકેજની અપેક્ષા છે.
એફઆઇઆઇની લેવાલી
માર્ચ મહિનામાં બજારમાંથી રૂ. 60,000 કરોડ પરત ખેંચ્યા પછી વિદેશી રોકાણકારોએ લાંબા સમય પછી સ્થાનિક શેરબજારોમાં ચોખ્ખી લેવાલી કરી હતી. પાછલા બે સેશનમાં તેમણે રૂ. 2,600 કરોડની ચોખ્ખી લેવાલી કરી હતી. જોકે એપ્રિલમાં તેમણે રૂ. 400 કરોડની વેચવાલી કરી હતી.







ડો. હેમલ પટેલના જણાવ્યા મુજબ ફિઝિયોથેરાપીના દર્દીઓએ ક્રોનીક પેઇન-બેક પેઇન વગેરે માટે રોજેરોજ સારવાર લેવી પડતી હોય છે અને સારવાર કરાવવા માટે સેન્ટરો કે ક્લિનિકો પર જવું પડતું હોય છે. પરંતુ લોકડાઉનના કારણે સેન્ટરો કે ક્લિનિકો બંધ છે જેના કારણે સારવાર કરાવવા તેઓ જઇ શકતા નથી. ઘરે કસરત ન કરે તો દુખાવો વધારે થવાની શક્યતા છે. શારીરિક કસરતો બંધ થવાથી અને બેઠાળું જીવન થવાથી 60 વર્ષથી વધુ વયના દર્દીઓને મસલ્સ-જોઇન્ટ પેઇન થવાની શક્યતા વધે છે . આ સમસ્યા હલ કરવા નિ: શુલ્ક ઓનલાઈન વોટ્સએપ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ઘેરબેઠા સાવચેતી, રિહેબિલિટેશન, શેક કેવી રીતે લેવો, દુખાવો કંટ્રોલ કરવો, કસરતો કેટલી વાર કરવી સવાલોના જવાબો આપવામાં આવે છે. તેઓની તકલીફો વિડિઓથી સાંભળીએ છીએ અને કાઉન્સેલિંગ કરી કસરત શીખવાડાય છે. શું કરવું-શું ન કરવું તેનું બેઝિક નોલેજ આપવાનો પ્રયાસ કરીએ છીએ. છેલ્લા દસ દિવસથી આ સુવિધા શરૂ થઈ છે જેનો રોજ 5-6 લોકો લાભ લે છે અને અત્યાર સુધીમાં 35થી 40 લોકોએ લાભ લીધો છે.









ગુજરાતમાં કોવિડન 19 વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 175 પર પહોંચી ગઈ છે અને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 14 જેટલી થઈ ગઈ છે. મંગળવારના રોજ કોરોનાને લઈને સૂરતમાં બે લોકોના મોત થયા હતા. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિએ જણાવ્યું કે, અમદાવાદ, સૂરત, વડોદરા, ભાવનગર અને રાજકોટમાં કોરોના સંક્રમણ પર અંકુશ લગાવવા માટે કેટલાક વિસ્તારોને હોટ સ્પોટ ક્વોરન્ટાઈન કરીને તેમની દેખરેખ માટે મેડિકલ અને પોલીસની ટીમો તેનાત કરવામાં આવી છે. કાલુપુર, દાણીલીમડા, જમાલપુર સહિતના સંવેદનશિલ વિસ્તારોમાં એસઆરપીના જવાનોને તેનાત કરવામાં આવ્યા છે. આમાં આશરે એક લાખ 55,000 થી વધારે લોકોનો સમાવેશ થાય છે. હોટ સ્પોર કરવામાં આવ્યા બાદ આ વિસ્તારોમાં સેનેટાઈઝ, ટેસ્ટ્સ, કડક પણે લોકડાઉન, કડક ક્વોરન્ટાઈન જેવી કાર્યવાહી થશે.