નવી દિલ્હીઃ કોરોના વાઇરસના પ્રકોપ અને એને પગલે દેશવ્યાપી લોકડાઉનને કારણે ભારતીય અર્થતંત્ર પર નોંધપાત્ર પ્રતિકૂળ અસર પડી છે, જેમાં મોટા ભાગની કંપનીઓની આવકમાં ભારે ઘટાડો નોંધાયો છે. આ સિવાય માગમાં ઘટાડો આવતાં કેટલાય લોકોની નોકરીઓ જવાનું જોખમ છે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના એક સર્વેમાં 52 ટકા નોકરીઓ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ સર્વે મુજબ કંપનીઓની મુખ્ય આવકમાં 10 ટકાથી વધુનો ઘટાડો આવે એવી શક્યતા છએ, જ્યારે તેમના નફામાં પાંચ ટકાથી વધુનો ઘટાડો થાય એવી શક્યતા છે. આ સર્વેમાં આ ઘટાડો ત્રિમાસિક ગાળો (એપ્રિલ-જૂન, 2020) અને પાછલા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ 2020)માં બતાવવામાં આવ્યો હતો.
CIIએ કહ્યું છે કે સ્થાનિક ફાર્મા કંપની દ્વારા આવક અનમે નફામાં ઝડપી ઘટાડાને લીધે જીડીપીમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.
આ સર્વેમાં 407 ટકા કંપનીઓ કમસે કમ 15 ટકાથી ઓછી નોકરીઓમાં કાપની આશંકા જાહેર કરી છે,જ્યારે 32 ટકા કંપનીઓનું માનવું છે કે લોકડાઉન પૂરુ થયા પછી આશરે 15.30 ટકા નોકરીઓ જવાની આશંકા છે. 80 ટકકા કંપનીઓનું કહેવું છે કે હાલમાં સમયમાં કંપનીઓએ કાચો માલસામાન રાખ્યો છે, જોકે 40 ટકાથી વધુ કંપનીઓએ આશા વ્યક્ત કરી છે કે લોકડાઉન પૂરું થયા પછી તેમની પાસે સ્ટોક એક મહિના માટે પર્યાપ્ત છે.
આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતુ નથી તેવી મનમા ફરીયાદ રહે, વેપારના કામકાજમા જોખમ ટાળવુ, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપે તે વધુ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનુ આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમા લાભ થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારીરીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનુ આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારાપરિણામની આશા જોવા મળે, યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામા તક ઝડપવામા થોડી તકલીફ પડી શકે તેવુ બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમા રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યુ હોય તેવુ મનમા ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે અને તેમા પણ કામમા વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમા ક્યાંક અશાંતિ રહે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમા ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદ ના થાય તેનુ ધ્યાન રાખવુ, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.
આજનો દિવસ સારો છે અને તેમા ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમા તેમને સારીખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવુ, વેપારના કામકાજમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખ ના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.
આજનો દિવસ યાદગાર બની શકે છે તેમા પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સાંભળવા મળી શકે છે, વેપારીવર્ગને કામકાજમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.
આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાઇ ના જવાય તેનુ ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, વડીલવર્ગે આજે કોઈને વણમાગી સલાહ ન આપવી.
આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનુ કામ થઇ શકે જેમા તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમા લાભની તક છે.
આજનો દિવસ સામાન્ય છે તમે કામમા વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમા જલ્દીથી ઉકેલ ન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમા શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણી ના દુભાય, વેપારમા પોતાના અનુભવ મુજબ નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ સારુ રહે.
આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમા થોડા દ્વિધામા રહો તમારે થોડો કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવુ જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય માર્કેટિંગમા સમયનો વ્યય વધુ થાય, વેપારના કામકાજમા ધીરજ રાખવી.
મુંબઈઃ દક્ષિણ મુંબઈના મુંબઈ સેન્ટ્રલ ઉપનગરમાં આવેલી જાણીતી વોકાર્ટ હોસ્પિટલનાં 3 ડોક્ટર અને 23 નર્સને કથિતપણે કોરોના વાઈરસ લાગુ પડતાં હોસ્પિટલને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે અને તેને ચેપગ્રસ્ત ઘોષિત કરી દેવામાં આવ્યો છે.
આ હોસ્પિટલમાં ઈમરજન્સી સેવાઓ સહિત તમામ પ્રકારની તબીબી સુવિધાઓ હાલ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. કોઈને પણ અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી કે અંદરથી કોઈને બહાર નીકળવા દેવામાં આવતા નથી. જ્યાં સુધી અંદર રહેલી વ્યક્તિઓના કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી આ પ્રતિબંધો ચાલુ રહેશે.
કહેવાય છે કે એક 70-વર્ષીય કોરોના દર્દીનો ચેપ હોસ્પિટલના સ્ટાફને લાગ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાઈરસના સૌથી વધારે દર્દીઓ ધરાવતા શહેરોમાં મુંબઈમાં નંબર-1 છે. અહીં 458 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
વોકાર્ટ હોસ્પિટલના 3 ડોક્ટર અને 23 નર્સ સહિત કુલ 26 જણના નમૂના કોરોના વાઈરસ માટે પોઝિટીવ આવ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં હાજર તમામ 270 જણના પણ swab લેવામાં આવ્યા હતા.
હવે વોકાર્ટ હોસ્પિટલના 50 જણના અન્ય કર્મચારીઓમાં પણ કોરોના હોવાનું માલૂમ પડ્યું હોવાનું કહેવાય છે. એમનો રિપોર્ટ આવવાનો બાકી છે.
મિડ-ડે અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, કર્મચારીઓએ એવી વિનંતી કરી છે કે એમનાં નમૂનાનું ફરીથી પરીક્ષણ કરવામાં આવે અને તમામ સ્ટાફ તથા દર્દીઓને કોઈ અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવે.
દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં મહારાષ્ટ્ર પણ તમામ રાજ્યોમાં પહેલા નંબરે છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 868 કન્ફર્મ્ડ કેસ નોંધાયા છે. 45 જણના મૃત્યુ થઈ ચૂક્યા છે.
ભારતમાં કોરોનાનાં કુલ 4,757 કેસો નોંધાયા છે. ગઈ કાલે નવા 479 કેસો આવ્યા હતા. કુલ મરણાંક 114 છે.
નવી દિલ્હીઃ કોરોના વાઇરસને કારણે ઇનકમ લોસ જોતાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને EPFમાં પૈસા કાઢવા માટે મોટી રાહત આપી છે. કર્મચારી પૈસાની તંગી પડે તો EPFમાંથી ત્રણ મહિનાની સેલરીના બરાબર રકમ એડવાન્સ કાઢી શકશે. આવો, જોઈએ કર્મચારી EPFમાંથી પૈસા કઈ-કઈ શરતોએ અને કેવી રીતે ઉપાડી શકાય છે…
EPF ખાતામાંથી કોરોનાને કારણે પૈસા કઢાવવાનું વિચારી રહ્યા છો તો તમારે ખાસ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવી પડશે. જોક તમે PFમાં જમા રકમમાંથી 75 ટકાથી વધુ રકમ નહીં કાઢી શકો.
ક્વોરોન્ટાઇનમાં કેવી રીતે કાઢી શકાશે PFમાંથી ત્રણ મહિનાની સેલરી ?
ત્રણ મહિનાની એડવાન્સ્ડ સેલરી કાઢવા માટે તમારે સૌથી પહેલાં EPFOની વેબસાઇટ પર જવું પડશે. https://www.epfindia.gov.in/site_en/index.php અહીં તમારે સર્વિસિસ ટેબ પર ક્લિક કરીને Employees સબટેબ પર જવું પડશે. એ પછી એક એવું પેજ ખૂલશે. અહીં Services હેઠળ તમને કેટલાય ઓપ્શન મળશે. આમાં તમારે Member UAN/Online Service (OCS/OTCP) ક્લિક કરવાનું છે. આના પર ક્લિક કર્યા પછી જે પેજ ખૂલશે એ તમને NEW હાઇલઇટડ દેખાશે. એની ડીટેલ્સ જાણવા માટે તમારે ક્લિક કરી શકો છો.
કોરાનાને લીધે જરૂરતો પૂરી કરવા માટે તમારે આ ઇન્સ્ટ્રક્શન ફોર્મને વાંચવું જરૂરી છે. આમાં તમને બધી માહિતી મળશે. સૌતી પહેલાં તમે PF ખાતામાંથી ત્રણ મહિનાની સેલરીના બરીબર રકમ કાઢવા માટે પાત્રતા ધરાવો છે કે નહીં એ તમારે તપાસવું પડશે. ઓનલાઇન ફોર્મ માટે જરૂરી શરતો છે. જેમ કે UAN સક્રિય હોવો જોઈએ. આ ઉપરાંત IFSC કોડની સાથે બેન્ક ખાતું આધાર સાથે લિન્ક હોવું જોઈએ.
PFની રકમ ઓનલાઇન ક્લેમ માટે ફાઇલિંગ કેવી રીતે કરશો?
હવે સમજો કે કેવી રીતે ઓનલાઇન એડવાન્સ્ડ ક્લેમ માટે ફાઇલિંગ કરવાનું છે. https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface પર લોગઇન કરો. Online Services પર ક્લિક કરો એના હેઠળ Claim(Form-31,19,10C & 10D) પર જાઓ.-તમારો બેન્ક અકાઉન્ટ નંબરના છેલ્લા ચાર ડિજિટ નાખીને ચકાસો. – ‘Proceed for Online Claim’ પર ક્લિક કરો. વગેરે બધી વિગતવાર તમને આ ફોર્મમાં મળી જશે. આને વાંચો-સમજો અને પછી તમે ફોર્મ ભરવાનું શરૂ કરો.
UAN નાખીને તમારી વિગતો ચકાસો
એલિજિબિલિટી અને પ્રકાર સમજ્યા પછી તમે જમણી બાજુમાં પોતાનો UAN નાખીને કેપ્ચા કોડ નાખો. ત્યાર પછી સાઇન ઇન કરો. ત્યાર બાદ તમારો અકાઉન્ટ નંબર તમને દેખાશે. અહીં તમે તપાસો કે તમારો બેન્ક અકાઉન્ટ અને આધારકાર્ડ નંબર લિન્ક છે કે નહીં. એવું નથી કે તમે પૈસા નહીં કાઢી શકો, પણ એના માટે તમારે KYC કરવી પડશે.
અકાઉન્ટ નંબર વેરિફાઇ કર્યા પછી તમે આગળ વધો
આ બધું કર્યા પછી તમારી ઓનલાઇન સર્વિસિસ નામનો ટેબ દેખાશે. એના પર ક્લિક કરીને તમારે ઉપર નંબર 3માં દેખાયેલી વિગતો નજરે ચઢશે. અકાઉન્ટ નંબર ચકાશો અને એક પોપઅપ મેસેજ આવશે, જેના પર યસ ઓપ્શન પર ક્લિક કરો. ત્યાર બાદ ક્લેમની પ્રોસિડ કરો.
કેટલી રકમ ભરશો?
જો તમારી બેઝિક સેલરી + DA રૂ. 15,000 છે, તો તમે રૂ. 45,000થી વધુ દાવો નહીં કરી શકો. જો આ રકં તમારા કુલ PFની રકમથી 75 ટકા વધુ થાય છે તો તમારે રકમ ઓછી કરવી પડશેં. ત્યાર બાદ રાજ્ય જિલ્લા, પિનકોડ વગેરે ભરવું પડશે. તમારે તમારી પાસબુક અથવા ચેકબુકની કોપી પણ અપલોડ કરવી પડશે.
હવે સમજો કામ પૂરું
ઉપરની બધી પ્રોસેસ કર્યા પછી તમારે ‘Get Aadhaar OTP’ પર ક્લિક કરવું પડશે. આધાર લિન્ક્ડ મોબાઇલ નંબર પર જે ઓટીપી આવશે, એને ભરવો પડશે એટલે તમારો ક્લેમ સબમિટ થઈ જશે.
3-5 દિવસમાં આવશે પૈસા
જો તમારી KYC યોગ્ય છે અને એમ્પ્લોયરના ઈ-સિગ્નેચર દ્વારા ટૂંકમાં વેરિફિકેશન થઈ ગયું તો તમારા ખાતામાં ક્લેમના પૈસા ત્રણથી પાંચ દિવસમાં આવી જશે.
લંડનઃ ભયાનક જાગતિક રોગચાળા કોરોના વાઈરસના ચેપનો શિકાર બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સન પણ બન્યા છે. એમને લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં એમની તબિયત વધારે બગડતાં એમને હોસ્પિટલના આઈસીયૂમાં ખસેડવામાં આવ્યા છે.
બોરીસ જોન્સન હોસ્પિટલમાં રહેશે ત્યાં સુધી બ્રિટનમાં વડા પ્રધાનની ફરજ વિદેશ સચિવ ડોમિનિક રાબ સંભાળશે.
જોન્સનને 10 દિવસ પહેલાં કોરોના થયાનું માલૂમ પડ્યું હતું.
બ્રિટિશ વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 10, ડાઉનિંગ સ્ટ્રીટ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે જોન્સનની તબિયત વધારે બગડી છે અને એમની મેડિકલ ટીમની સલાહને પગલે એમને હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા છે.
ડોમિનિક રાબ
જોન્સને વિદેશ સચિવ ડોમિનિક રાબને જણાવ્યું છે કે પોતે હોસ્પિટલમાં છે ત્યાં સુધી જ્યારે જરૂર પડે ત્યારે તેઓ વડા પ્રધાન તરીકે ફરજ અદા કરે.
નવી દિલ્હી: અમેરિકા અને યુરોપમાં જે ઝડપે કોરોના વાઈરસ ફેલાય રહ્યો છે એમાં તમારા મનમાં સવાલો ઉઠવા સ્વભાવિક છે. એ પણ હકીકત છે કે, આ રોગની કોઈ દવા હજુ સુધી નથી શોધાય. તો બીજી તરફ એ પણ સત્ય હકીકત છે જો દવા કે રસી માર્કેમાં આવશે તો પણ તેને દોઢ વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ ઉપરાંત એક કડવી હકીકત એ પણ છે કે, યુરોપ અને અમેરિકાએ આને રોકવા માટેની કામગીરીમાં વિલંબ કર્યો. આ ઉપરાંત સરકાર દ્વારા લેવાયેલા પગલાને જનસમર્થન જોઈએ એટલું ન મળી શક્યું. તેનું ઉદાહર છે જર્મની જ્યાં 3 લાખ લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે, જેમણે ક્વોરન્ટાઈન અને લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમના અનુસાર વર્તમાનમાં જાપાનમાં સૌથી વધુ વૃદ્ધ લોકો છે, જે કુલ વસ્તીનો ત્રીજો ભાગ છે એટલે કે, 28.2 છે. અહીં લગભગ 2.3 બિલિયન લોકો 70 વર્ષની ઉંમરના છે. તમારે એ પણ જાણવું જરૂરી છે કે, 7 જી દેશોમાં સામેલ જાપાનની અર્થવ્યવસ્થા સૌથી ધીમી રહી છે. જાપાનની જનસંખ્યામાં 2012થી 2017ની વચ્ચે દસ લાખનો ઘટાડો થયો છે. વર્તમાનમાં જાપાનમાં આ વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 3654 છે તો 85 લોકોના મોત થયા છે. અહીં આ વાઈરસ વધુ ન ફેલાવાનું સૌથી મોટું કારણ છે સમય પર કરવામાં આવેલા ઉપાયો.
વૃદ્ધોની જનસંખ્યા મામલે બીજા નંબર પર ઈટલી આવે છે જેની જનસંખ્યા 22.8 ટકા છે. કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા મામલે ઈટલી ત્રીજા નંબર પર આવે છે, તો યુરોપ બીજા નંબર પર છે. અહીં અત્યાર સુધી 128948 મામલાઓ સામે આવ્યા છે અને 15887 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. અહીં પર આ વાઈરસની ઝપેટમાં આવનારા મોટાભાગના વૃદ્ધો છે. યૂરોપીય યૂનિયન હેઠળ આવતા ઈટલીમાં સૌથી વધુ પેન્શન પર ખર્ચ કરે છે. જે ઈટલીના જીડીપીના 16 ટકા છે.
આ વાઈરસની ઝપેટમાં ચોથા નંબર પર આવનારો સૌથી મોટો દેશ જર્મની છે. અહીં પર 21.1 વૃદ્ધો છે. કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા અહીં પર 100132 સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત 1584 દર્દીઓના મોત પણ થઈ ચૂક્યા છે.
અમેરિકામાં 17 ટકા જનસંખ્યા 65 વર્ષ કે તેનાથી વધારેની છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ મુજબ આ વાઈરસની ઝપેટમાં આવનારા લગભગ 31 ટકા લોકો 65 વર્ષ કે તેનાથી વધારેની ઉંમરના છે. વર્તમાનમાં કોરોનાના સૌથી વધારે દર્દીઓ માત્ર અમેરિકામાં જ છે. અહીં કોરોના વાઈરસ વાયુવેગે ફેલાઈ રહ્યો છે.
વર્તમાન આંકડાઓ અનુસાર અત્યાર સુધીમાં અહીં 336851 મામલાઓ સામે આવી ચૂક્યા છે. તો 9620 લોકોના મોત નિપજ્યા છે. અમેરિકામાં ન્યુયોર્ક સૌથી વધુ પ્રભાવિત છે. અહીં વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 123018 સુધી પહોંચી છે. આ ઉપરાંત અહીં મૃત્યુ આંક સમગ્ર દેશની તુલનામાં સૌથી વધુ છે.
નવી દિલ્હી: રિઝર્વ બેંકના પૂર્વ ગર્વનર અને અર્થશાસ્ત્રી રઘુરામ રાજને કોરોના વાયરસના કારણે સર્જાયેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કહ્યું કે દેશ આઝાદી પછીના સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. તેઓએ કહ્યું કે સરકારે આમાંથી બહાર નીકળવા માટે વિપક્ષ સહિત વિશેષજ્ઞોની મદદ લેવી જોઈએ. કેન્દ્ર અને રાજ્યોએ મળીને રણનીતિ બનાવવી પડશે અને આગામી કેટલામ મહિનાઓ સુધી આર્થિક રીતે નબળા લોકોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) મારફતે પૈસા નાખવા પડશે.
રાજને હાલના સમયમાં ભારતની સૌથી મોટી મુશ્કેલી શીર્ષકથી એક બ્લોગ પોસ્ટમાં ટિપ્પણી કરી છે. તેઓએ કહ્યું કે ગરીબો પર ખર્ચ કરવો યોગ્ય છે પણ છતાં સરકાર પાસે સંસાધનોના મોરચે કેટલીક મુશ્કેલીઓ છે. સિમિત સંસાધન આપણા માટે ચિંતાનો વિષય છે. જોકો, સામે જરૂરીયાતમંદ લોકો પર ખર્ચ વધારવો પણ જરૂરી છે. એનો અર્થ એવો નથી કે આપણે આપણી નાણાકીય મુશ્કેલીઓને નજર અંદાજ કરી દઈએ.
2008 09ના વૈશ્વિક નાણાંકીય સંકટ સમયે માગમાં ઘટાડો જોવા મળ્યો હતો, પણ તે સમયે કામદારો કામ કરી રહ્યા હતા અને સાથે કંપનીઓ પણ ઉત્પાદન કરવા સક્ષમ હતી. એ સમયે આપણી નાણકીય પ્રણાલી સારી સ્થિતિમાં હતી અને સરકારના નાણાકીય સંસાધનો પણ સારી સ્થિતિમાં હતો. અત્યારે અમે કોરોના વાઈરસની મહામારી સામે ઝઝૂમી રહ્યા છીએ. જો કે તેમણે કહ્યું કે, જો યોગ્ય તરીકે તેમજ પ્રાથમિકતા સાથે કામ કરવામાં આવે તો ભારત પાસે એટલા સ્ત્રોત છે કે, તે આ મહામારીમાંથી બહાર નીકળી શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે હજુ ઘણું કરવાની જરૂર છે. જેમની પાસે અનુભવ અને ક્ષમતા હોય તેમને સરકારે બોલાવવા જોઈએ. ભારતમાં એવા ઘણા લોકો છે જે સરકારને આમાંથી બહાર લાવવામાં મદદ કરી શકે છે. સરકાર રાજકીય વિભાજનની લાઇનને પાર કરીને વિપક્ષ પાસે પણ મદદ લઈ શકે છે. તેમની પાસે અગાઉના નાણાકીય સંકટમાંથી દેશને બહાર કાઢવાનો અનુભવ છે. 21 દિવસનું લૉકડાઉન પહેલું પગલું છે. તેનાથી આપણને તૈયારીનો સમય મળ્યો છે. સરકાર આપણા સાહસી સેવા કર્મીઓના આધારે લડી રહી છે. જનતા, ખાનગી ક્ષેત્ર, રક્ષા ક્ષેત્ર, સેવા નિવૃત્ત લોકો સહિત તમામ શક્ય સંસાધનોનો ઉપયોગ કરવાની તૈયારીમાં છે. સરકારે પોતાના પ્રયાસ સતત વધારવાની જરૂર છે.
અમદાવાદઃ ઓનલાઇન વસ્તુઓ ખરીદ અને વેચાણ કરતી વેબસાઇટ ઓએલએક્સ પર કોઇ વ્યક્તિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વેચવા કાઢ્યાની તસ્વીર વાયરલ થતા વિવાદ પેદા થયો હતો. જેના કારણે તંત્ર સફાળું જાગ્યું હતું. સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટનાં અધિકારીએ કેવડિયા કોલોની પોલીસ સ્ટેશન ખાતે અધિકારીક ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસ ફરિયાદમાં અજાણ્યા વ્યક્તિ અને વેબસાઇટ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ સાયબર એક્સપર્ટ્સની મદદ લઇને આ વ્યક્તિને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે.વેબસાઇટ પર વેચવા કાઢી હતી. નીચે વિગતમાં જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી ઉંચી મુર્તિને વેચવાની છે, દેશમાં મેડિકલના સાધનો અને ફંડની જરૂર હોવાથી તત્કાલ મુર્તિ વેચવાની છે. આ મુર્તી માટે તેણે 30 હજાર કરોડ રૂપિયાની કિંમત પણ મુકી હતી. જો કે સરદાર પટેલ દેશની એકતાનું પ્રતિક હોઇ અનેક લોકોની લાગણી દુભાઇ હતી. ટ્રસ્ટને પણ આ વાતની જાણ થતા તત્કાલ પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. હાલ આ શખ્સને ઝડપીને તેની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તે જરૂરી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના ભયને ધ્યાને રાખીને સમગ્ર દેશમાં લોકડાઉનનો માહોલ છે ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા પણ કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે.RSS દ્વારા દર વર્ષે લગાવવામાં આવતી તાલીમ શિબિર ચાલુ વર્ષે નહીં યોજવામાં આવે છે. સંઘના સહકાર્યવાહ ડો. મનમોહન વૈદ્યએ આ નિર્ણય અંગેની જાણકારી આપી હતી.
વૈદ્યે વધુમાં કહ્યું હતું કે, દેશના જુદા જુદા સ્થળોએ યોજાનારા તમામ પ્રકારના સંઘ શિક્ષા વર્ગો (સમર ટ્રેનિંગ કેમ્પ) આ વર્ષ પુરતા રદ્દ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આરએસએસ જૂન સુધી કોઈપણ પ્રકારના એકત્રીકરણના કાર્યક્રમોનું આયોજન કરશે નહીં. સંઘના ઇતિહાસમાં પહેલીવાર, આ શિબિરોની યોજના બને તે પહેલાં જ રદ કરવામાં આવી છે.
આરએસએસના એક વરિષ્ઠ પદાધિકારીએ જણાવ્યું હતું કે આરએસએસ મે-જૂનમા સંઘ પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરે છે. તેમણે કહ્યું, ‘આ વર્ગો ત્રણ પ્રકારનાં છે. આ વર્ગો પ્રથમ વર્ષ, દ્વીતીય વર્ષ અને ત્રીજા વર્ષ તરીકે યોજવામાં આવે છે. સામાન્ય રીતે, પ્રથમ વર્ષ દરેક પ્રાંતલક્ષી પ્રાંતમાં યોજવામાં આવે છે, બીજું વર્ષ સંઘની યોજના અનુસાર આયોજિત ક્ષેત્રમાં યોજવામાં આવે છે, અને ત્રીજા વર્ષે ફક્ત નાગપુરમાં તાલીમ આપવામાં આવે છે. તેમણે માહિતી આપી હતી કે આ સિવાય 7 સ્થળોનો વિશેષ પ્રાથમિક શિક્ષણ વર્ગ પણ એક જ સમયે અનેક સ્થળોએ યોજવામાં આવે છે.
આરએસએસ પર પણ અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. તે સમય દરમિયાન આ તાલીમ શિબિરોનું આયોજન કરી શકાતું નથી. સંઘના જાણકારોના મતે, 1948 માં મહાત્મા ગાંધીની હત્યા પછી સંઘ પર પ્રતિબંધ મૂકાયો હતો, ત્યારબાદ 1948 અને 1949 માં સંઘનો તૃતીય વર્ષનો વર્ગ ન થઇ શક્યો. ત્યારબાદ, 1976 માં, ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટી દરમિયાન, આરએસએસના તૃતીય વર્ગ થઈ શક્યો નહીં.
ઉલ્લેખનીય છએ કે, ઇતિહાસમાં પહેલીવાર કોરોનાના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને સંઘે સ્વયંસેવકોને જાહેર સ્થળોએ શાખા ન લગાવાની સત્તાવાર અપીલ પણ કરી છે. આને કારણે સંઘના સ્વયંસેવકો ‘ઇ-શાખા’ યોજી રહ્યા છે. આ શાખાઓ વિડિઓ કોલ્સ અથવા એપ્લિકેશનનો ઉપયોગ કરીને યોજવામાં આવી રહી છે.