Home Blog Page 4878

રાજકોટ: દવા અને દુઆના કારણે હું સ્વસ્થ થઇ

રાજકોટ: મૃત્યુના મુખમાંથી પાછા ફરેલા કોઈ વ્યક્તિની વેદના ને ક્યારેય જાણી છે ? તેની લાગણીને ક્યારેય પિછાણી છે ? આવો પ્રશ્ન આપણને કોઈ પૂછે તો આપણો જવાબ સહેજેય ‘ના’ જ હોય. કેમકે આપણી સાથે જોડાયેલા આપણા અંગત વ્યક્તિઓ સાથે આવી ઘટના ક્યારેય બની જ નથી હોતી બહુ ઓછા લોકો હોય છે કે જેણે આવી વ્યક્તિની વેદના – લાગણીઓને જાણી હોય.


કોરોનાની મહામારી સમયે ગુજરાતમાં આવી કેટલીક ઘટનાઓ બની છે, જ્યાં સરકારી હોસ્પિટલના ડોક્ટરની સાથે આરોગ્ય કર્મીઓએ કોરોનાગ્રસ્ત લોકોની વેદનાને વાંચી તેમના માટે દવા અને દુવા બંને કરીને તેમને સાજા કર્યા છે.

આવો જ એક કિસ્સો છે રાજકોટમાં છેલ્લા પચાસ વર્ષથી રહેતા ૭૦ વર્ષીય વિમળાબેન કાનાબાર અને તેમના પુત્ર કૌશલનો કે જેવો કોરોના વાયરસથી સંક્રમિત બન્યા બાદ સરકારી હોસ્પિટલના તબીબો અને આરોગ્ય કર્મીઓની આરોગ્ય સેવાઓના કારણે મૃત્યુને હાથતાળી આપી કોરોનામુક્ત બન્યા છે.

૭૫ વર્ષની વયે મૃત્યુને હડસેલી કોરોનાની બીમારીમાંથી બહાર આવી સ્વસ્થ બનેલા વિમળાબાના શબ્દોમાં જ કહીએ તો “મને જ્યારે અહીં લાવવામાં આવી ત્યારે મને હતું કે મને ન્યુમોનિયા જ છે, પરંતુ પછી મને કોરોના હોવાનું ડિટેક્ટ થયું. સતત ૧૩ દિવસ સુધી અહીંના ડોક્ટરોએ અને આરોગ્યના સ્ટાફે મારી એટલી સંભાળ લીધી છે, મને એટલી સાચવી છે, કે આજે હું સાજી થઈ ગઈ છું. અહીંના ડોક્ટરોએ ધૂણી ધખાવીને કરેલી દુઆ અને દવાના કારણે આજે હું સ્વસ્થ છું.

વિમળાબાએ ગદગદિત સ્વરે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે મારે શું કહેવું તે માટે મને શબ્દો નથી મળતા. આ બધી અંદરની સૂક્ષ્મ બાબતો છે અને એ મહેસૂસ કરો તો જ ખબર પડે. આજે હું સંપૂર્ણ સાજી થઈને અહીંથી વિદાય લઈ રહી છું ત્યારે મને આ જગ્યા છોડતાં દુઃખ થાય છે. અહીંના ડોક્ટરો – આરોગ્ય કર્મચારીઓ એ બધાએ આટલા દિવસો સુધી બા – બા કહીને મને એટલે સાચવી છે મારી એટલી સેવા કરી છે કે જાણે એ બધા મારા સંતાનો ન હોય ! હવે અહીંથી નીકળવાનું મન જ નથી થતું. પ્રભુ મને મોકો આપે તો હું પણ અહીં સેવામાં જોડાઈ જાઉ.

 

વિમળાબાના શબ્દો અક્ષરસહ સાચા પડે એવી જ સેવા રાજકોટની આ સરકારી હોસ્પિટલના તબીબો અને તેના કર્મીઓ બજાવી રહ્યા છે. જેના કારણે જ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની કાયમી તકલીફ ધરાવતા વિમળાબાનુ ૧૩ દિવસના ટૂંકાગાળામાં જ કોરોના પોઝિટિવમાંથી નેગેટિવ થયો છે. વિમળાબાએ હોસ્પિટલમાંથી તેમની વિદાય પ્રસંગે ભાવુકતા સાથે તેમના “દીદી” એ કહેલા શબ્દો વર્ણવતા કહ્યું હતું કે, ” હું છું હરિનો હરિ છે મુજ રક્ષક, હરિ કરે તે મારા હિતનું, તે નિશ્ચય બદલાયના.”

(હેતલ દવે)

 

કોવિડ-19ની રસી સૌપ્રથમ કોણ બનાવશે?

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વિશ્વભરમાં 11 લાખને પાર કરી ચૂક્યા છે. દુનિયાભરના વિજ્ઞાનીઓ કોરોનાની સારવાર અને એની એકદમ અસરકારક દવા બનાવવામાં રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. આ વાઇરસના સૌપ્રથમ શિકાર બનેલા ચીન પણ એની દવા બનાવવામાં લાગ્યું છે. બીજી બાજુ ચીનનું કટ્ટર હરીફ અમેરિકા પણ આ વાઇરસ સામેની દવા બનાવવામાં આકાશપાતાળ કરી રહ્યું છે.

બંને દેશોએ દવા બનાવીને ક્લિનિકલ ટ્રાયલ પણ શરૂ કરી

અમેરિકા અને ચીન બંને કોરોના વાઇરસની દવા બનાવી હોવાનો દાવો 17 માર્ચે કર્યો હતો અને એ દવાનો વ્યક્તિ પર પ્રયોગો શરૂ કર્યા હતા. ચીને 17 માર્ચે કોરોના વાઇરસ સામે બનાવેલી વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી હતી. ડિસેમ્બરથી અત્યાર સુધી કોરોના વાઇરસનો પ્રકોપ છે. હાલ કોઈ દેશ બાકી નથી, જ્યાં કોરોના વાઇરસનો દર્દી ના હોય. વિશ્વ આખું હાલ કોરોના સામે જંગ લડી રહ્યું છે.

WHOની સતત સુરક્ષિત સાધનો ઝડપી બનાવવાની માગ

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) કોરોના સામે સતત ચેતવણી આપી રહ્યું છે. એટલું જ નહીં, એણે કહ્યું છે કે જ્યાં સુધી એની વેક્સિન બજારમાં ના આવે ત્યાં સુધી લોકોને બચાવવા માટે સુરક્ષિત ઉપકરણો બનાવવા માટે ઝડપી બનાવવા માટે પણ માગ કરી છે. વળી, આ કામમાં દુનિયાઆખી લાગેલી છે. કેટલીક જગ્યાએ તો અન્ય કામ છોડીને માસ્ક સહિત અન્ય જરૂરી ચીજવસ્તુ બનાવવા માટે કારીગરો લગાડ્યા છે. જોકે આમાં હજી સમય લાગશે.

કોરોના વાઇરસ પર કાબૂ મેળવવામાં બે મહિના

અમેરિકા એ વાત કહી ચૂક્યું છે કે એને કોરોના વાઇરસ પર કાબૂ મેળવવામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગવાની શક્યતા છે. અમેરિકાએ કહ્યું છે કે જે પરીક્ષણ વ્યક્તિ પર શરૂ તો કર્યું છે અને એ સફળ થશએ તો પણ એ દવા કે વેક્સિનને બજારમાં લાવવામાં ઓછામાં ઓછો દોઢ વર્ષનો સમય લાગશે. જોકે અમેરિકાએ કરેલા ટેસ્ટનાં પરિણામો સામો નથી આવ્યાં.

ચીનના ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામો અસરકારક?

ચીને કોરોના વાઇરસના કિલનિકલ ટ્રાયલ માટે ઘણું બધું કહેવામાં આવી રહ્યું છે. મિડિયા અહેવાલો જો સાચા માનીએ તો ચીનમાં બનાવેલી દવાનાં બધાં પરીક્ષણ વુહાનમાં કરવામાં આવ્યાં હતાં. આ અહેવાલોમાં એટલે સુધી કહેવામાં આવ્યું હતું કે જે લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યા હતા, એ લોકોને 14 દિવસો પછી તેમને ઘર મોકલી દેવામાં આવ્યા છે. આ દવા લીધા પછી તેઓ એકદમ સ્વસ્થ જ નહીં, પણ રોગમુક્ત પણ થયા હતા. જોકે તેઓ હજી પણ ઘરે રહેવા છતાં ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.

જો પરીક્ષણ અસરકારક રહ્યું તો અન્ય દેશોમાં પણ પરીક્ષણ કરાશે

ચીનના ન્યૂઝપેપર ચાઇના ડેલીએ મિલિટરી સાયન્સ ઓફ એકેડમીના સભ્ય અને શોધકર્તા ચેન વીનો હવાલો આપીને લખ્યું હતું કે જો ચીન ક્લિનિકલ ટ્રાયલમાં સફળ રહેશે તો અન્ય દેશોમાં પણ આનાં પરીક્ષણ કરવામાં આવશે, જે આ રોગના ઝપટમાં આવેલા છે.

મિલિટરી એકેડેમી અને ચાઇનીઝ એકેડેમી ઓફ એન્જિનિયરે મળીને દવા તૈયાર કરી

ચીને જે દવા તૈયાર કરી છે એ મિલિટરી એકેડમી અને ચાઇનીઝ એકેડેમી ઓફ એન્જિનિયરે મળીને કોરોના સામેની દવા તૈયાર કરી છે. આને હાલપૂરતું Ad5-nCoV નામ આપવામાં આવ્યું છે. આ દવાને વુહાનની તોંગ્ઝી હોસ્પિટલમાં રાખવામાં આવી છે. આ દવાના ક્લિનિકલ ટ્રાયલ માટે આશરે 108 વોલિન્ટિયર્સની મદદ લેવામાં આવી હતી. ચેને જણાવ્યા મુજબ આ બધા લોકોની ઉંમર 18 વર્ષથી માંડીને 60 વર્ષ સુધીની હતી. આ લોકોને ત્રણ જૂથમાં વહેંચવામાં આવ્યા હતા અને તેમને દવાની માત્રા અલગ-અલગ આપવામાં આવી હતી.

શરૂઆતની સફળતાથી ઘણો ઉત્સાહ

આ લોકોમાંથી કેટલાક લોકોને ઘરે મોકલવામાં આવ્યા છે, જ્યારે કેટલાકને ડોક્ટરોની નિગરાનીમાં હોસ્પિટલોમાં રાખવામાં આવ્યા છે. જે 14 લોકોને ઘરે મોકલવામાં આવ્યા છે, તેમને પણ છ મહિના સુધી ડોક્ટરોની મેડિકલ નિગરાનીમાં રાખવામાં આવશે. આ દરેક જણનો મેડિકલ ટેસ્ટ થશે અને તેમના શરીરમાં આવેલા પરિવર્તનોને ધ્યાનમાં રાખવામાં આવશે. ડોક્ટરોને આશા છે કે આ દવા શરીરમાં આ વાઇરસથી લડવાની ક્ષમતાને વિકસિત કરશે અને તેમના શરીરમાં એન્ટિબોડીનું નિર્માણ કરશે. જો બધું સમુંસૂતરું રહ્યું તો આ વેક્સિનને બજારમાં ઉતારવામાં આવશે. ચેને કહ્યું હતું કે તેઓ પ્રારંભમાં મળેલી સફળતાથી ઘણા ઉત્સાહિત છે.

દીયા જલાઓ કોરોના ભગાઓ; કોરોના હારશે ભારત જીતશે…

રવિવાર, 5 એપ્રિલે રાતે 9 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને અનુરૂપ મુંબઈની પડોશના થાણે જિલ્લાના ભાયંદર ઉપનગરમાં પણ રહેવાસીઓએ પોતપોતાના ઘરોની લાઈટ્સ બંધ કરીને દીવડા, મીણબત્તી, ટોર્ચ કે મોબાઈલ ફોનની ફ્લેશલાઈટ પેટાવીને કોરોના વાઈરસે ફેલાવેલા અંધકારનો સામનો કરવાના પ્રતિકસમાન પ્રકાશપર્વમાં ભાગ લીધો હતો. (તસવીરોઃ દીપક ધુરી)




















દીપજ્યોતિ પરબ્રહ્મઃ ગુજરાતે દીપવંદના સાથે કર્યો સંકલ્પ

અમદાવાદઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રુપી અંધકારને દૂર કરવા માટે આજે ભારતની તમામ જનતાને રાત્રે 9 વાગ્યે અને 9મીનિટ સુધી દિવા પ્રગટાવવા માટે આહ્વાન કર્યું હતું.

ત્યારે ગુજરાતમાં પણ લોકોએ પોતાના આંગણામાં, અગાશી અન ધાબા પર આજે રાત્રે 9 વાગ્યે અને 9 મીનિટ સુધી દિપ પ્રજ્વલીત કરી કોરોના રુપી અંધકારને દિપ જ્યોતીથી દૂર કરવા માટે દિપ પ્રજ્વલીત કર્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને નાયબ મુખ્યમંત્રી, વડાપ્રધાન મોદીના માતા હિરા બા, અને મોરારી બાપુ સહિત ગુજરાતની તમામ જનતાએ આજે દિપ જ્યોતિ પ્રજ્વલિત કરીને દિપ જ્યોતિમાંથી નિકળતી અતી પવિત્ર ઉર્જા દ્વારા કોરોનાની આ મહામારીને નાથવાનો પ્રયત્ન કર્યો હતો.

હકીકતમાં આ એક વૈદિક પરંપરા છે, શાસ્ત્રો અનુસાર જ્યારે તમે દિવો પ્રગટાવો છો, ત્યારે તે દિવામાંથી નિકળતી ઉર્જા તમારા ઘરના વાતાવરણમાં રહેલી નકારાત્મકતાને દૂર કરે છે. અને એટલા માટે ભારતમાં જે કોરોના રુપી નકારાત્મકતા વ્યાપ્ત છે, તેને દિપ જ્યોતિમાંથી નિકળતી ઉર્જા દ્વારા નાથવાનો આ એક વૈદિક પ્રયત્ન છે કે જેને ગુજરાતીઓએ ખુબ હર્ષ પૂર્વક કર્યો હતો.

કોરોના સામે દેશવાસીઓનો દીપ પ્રગટાવી દ્રઢ સંકલ્પ

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ આજે રાત્રે નવ કલાકે નવ મિનિટ સુધી ઘરોની લાઇટ બંધ કરવાની અપીલ કરી હતી અને બાલ્કની અથવા દરવાજા પર દીવો, કેન્ડલ અથવા મોબાઇલ લાઇટ શરૂ કરવા માટે આહવાન કર્યું હતું. દેશવાસીઓએ તેમના સંકલ્પને્ વધુ મજબૂત કર્યો હતો. દેશવાસીઓએ દીપ પ્રગટાવીને વડા પ્રધાનને સંદેશ આપ્યો હતો કે કોરોના સામેની લડાઈમાં અમે તમારી સાથે છે.  વડા પ્રધાનના સંકલ્પને લોકોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો. દેશભરમાં દિવાળી જેવો માહોલ હતો.

દેશવાસીઓએ રાત્રે નવ કલાકે નવ મિનિટ સુધી ઘરની લાઇટ બંધ રાખીને મીણબત્તી અને દીપ પ્રાગટ્ય કર્યું હતું. દેશવાસીઓએ આ દીપ પ્રગટાવતાં શંખનાદ સાથે ભારત માતાની જય અને વંદે માતરમનો સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ ઉપરાંત દેશમાં લોકોએ અનેક જગ્યાએ ફટાકડા પણ ફોડ્યા હતા.

 

  કોરોના સામેના જંગમાં સૌ સાથે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંકલ્પને દ્રઢ કરવા માટે દીપ પ્રગટાવ્યો હતો. ગાંધીનગરમાં વડા પ્રધાનનાં માતા હીરા બાએ પણ ઘરની બહાર આવીને દીપ પ્રગટાવ્યો હતો. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ,  લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ િબરલા, ગૃહપ્રધાન અમિત શાહ, વિદેશપ્રધાન એસ જયશંકર, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધન, કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર  સહિત યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યરાજ, બાબા રામદેવ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસે પણ દીપ પ્રાગટ્ય કર્યું હતું.  વડા પ્રધાને અપીલ કરી હતી કે દીપ પ્રાગટ્ય સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું કહ્યું હતું, જેનું લોકોએ સંપૂર્ણ પાલન કર્યું હતું.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સહિત કેન્દ્રીય પ્રધાનો, અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનો, ડોક્ટરો, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ, નાણાપ્રધાન નીતિન પટેલ, મોરાપિ બાપુ સહિત અનેક મહાનુભાવોએ દીપ પાગટ્ય કર્યું હતું. આ ઉપરાંત અમિતાભ બચ્ચન સહિત અનેક ફિલ્મ કલાકારોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું.

કોરોના સામે દેશભરમાં દીપ પ્રાગટ્ય

દેશમાં કોરોના સામે જંગમાં ડોક્ટરો, નર્સ, પોલીસ, આર્મી અને સફાઈ કામદારોને ટેકો આપવા માટે પણ દીપ પ્રગટાવ્યો હતો. તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ આ જંગમાં એકલા નથી પણ દેશવાસીઓ પણ ઘરે રહીને તેમની સાથે જંગમાં સાથ આપી રહ્યા છે. દિલ્હી, મુંબઈ, લખનૌ, નાગપુર, કોલકાતા, સહિત અનેક નાનાં-મોટાં શહેરોમાં ઉત્સાહનો માહોલ હતો. વડા પ્રધાને દેશવાસીઓને માત્ર નવ મિનિટ દીવો પ્રગટાવ્વા આહ્વાન કર્યું હતું, પણ લોકોએ 30 મિનિટ સુધી દીપ પ્રગટાવીને તેમને જબરજસ્ત સમર્થન કર્યું હતું.

 

દીવડા પ્રગટાવી ગુજરાતીઓએ કર્યો સંકલ્પ

અમદાવાદઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રુપી અંધકારને દૂર કરવા માટે આજે ભારતની તમામ જનતાને રાત્રે 9 વાગ્યે અને 9 મીનિટ સુધી દિવા પ્રગટાવવા માટે આહ્વાન કર્યું હતું. ત્યારે અમદાવાદમાં પણ લોકોએ પોતાના આંગણામાં, અગાશી અને ધાબા પર આજે રાત્રે 9 વાગ્યે અને 9 મીનિટ સુધી દિપ પ્રજ્વલીત કરી કોરોના રુપી અંધકારને દિપ જ્યોતીથી દૂર કરવા માટે દિપ પ્રજ્વલીત કર્યા હતા.

તસવીર- પ્રજ્ઞેશ વ્યાસ

તારે જમીન પરઃ મુંબઈવાસીઓએ પણ મનાવ્યો અનોખો પ્રકાશપર્વ

મુંબઈઃ કોરોના મહામારી સામેના જંગમાં, આજે રાતે બરાબર 9 વાગ્યાના ટકોરે ભારતવાસીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને પગલે પોતપોતાના ઘરની લાઈટો બંધ કરી દીધી હતી અને પોતપોતાના ઘરની બાલ્કનીમાં, ટેરેસમાં, બારીમાં દરવાજે 9 મિનિટ સુધી ઊભીને મીણબત્તી, દીવો, ટોર્ચ અને મોબાઈલ ફોનની ફ્લેશલાઈટ વડે પ્રકાશ ફેલાવ્યો હતો. મુંબઈમાં ફિલ્મી સિતારાઓ, ઉદ્યોગપતિઓએ પણ સામાન્ય નાગરિકોની સાથે જોડાઈને પીએમની અપીલનું અનુસરણ કર્યું હતું એને કારણે સુંદર દ્રશ્યો સર્જાયા હતા.

કલાકાર દંપતી રણવીર સિંહ અને દીપિકા પદુકોણે પણ પ્રકાશ પર્વ ઉજવ્યો

અક્ષય કુમાર

અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા

બોલીવૂડ અભિનેત્રી, મોડેલ પૂજા હેગડે

હિના ખાન

આ રીતે પ્રકાશપર્વ ઉજવીને ભારતવાસીઓએ બતાવી આપ્યું કે કોરોના મહામારીને માત કરવા માટે સમગ્ર દેશ સંગઠિત છે, તમામ ભારતવાસીઓ એક છે.

એક પરિવારે ઘરના આંગણામાં ‘GO COVID GO’ની ડિઝાઈનમાં દીવડાઓ પ્રગટાવ્યા હતા.

ઘણા લોકોએ પોતાના મોબાઈલ ફોન પરથી તસવીરો પાડીને ઈન્ટરનેટ પર શેર કરી હતી.

હિન્દી ફિલ્મ ‘મોહેંજો દરો’ની અભિનેત્રી પૂજા હેગડેએ પણ તેની બારી પર દીવડા પ્રગટાવીને કોરોના સામેની લડાઈમાં પોતે પણ સામેલ છે એ દર્શાવ્યું હતું.

પ્રભાદેવીસ્થિત  સિદ્ધિવિનાયક  ગણપતિ  મંદિરમાં  પણ  દીપ  પ્રજ્વલિત  કરાયા

રતન ટાટા અને મુકેશ અંબાણી જેવા ઉદ્યોગપતિઓ પણ કોરોના સામેની આ લડાઈમાં સામેલ થયા હતા.

મુકેશ અંબાણીએ એમના પત્ની નીતા સાથે એમના નિવાસસ્થાન એન્ટિલીયા ખાતે આરતી કરી હતી. ભવ્ય નિવાસસ્થાન એન્ટિલીયાની તમામ લાઈટો બંધ કરી દેવાયા બાદ ઈમારત આવી દેખાતી હતી.

 

મુંબઈના પોલીસ જવાનોએ પણ એમની ફરજમાં 9-મિનિટનો બ્રેક લઈને મીણબત્તી પેટાવીને પ્રકાશપર્વમાં ભાગ લીધો

મોદીએ સોનિયા સહિત આ નેતાઓ સાથે કરી વાતચીત

નવી દિલ્હીઃ કોરોના વાયરસને મ્હાત આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યાં છે. હવે તેમણે આ મહામારીને નાથવા રાજકીય પક્ષો અને સમાજના દરેક વર્ગના વ્યક્તિને એક મંચ પર લાવવાનો પ્રયાસ કર્યો છે. જેના ભાગરૂપે વડાપ્રધાન મોદી આજે દેશના તમામ જીવિત પૂર્વ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે વાતચીત કરી હતી.પીએમઓ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીએ રવિવારે સૌથી પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે વાત કરી હતી. ત્યાર બાદ તેમણે પૂર્વરાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સાથે વાત કરી. આ સાથે જ તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને એસ જી દેવગોડા સાથે પણ વાતચીત કરી હતી.

આ  ઉપરાંત વડાપ્રધાન મોદીએ વિરોધ પક્ષના નેતાઓ અને અનેક રાજકીય પાર્ટીના અધ્યક્ષો સાથે પણ વાતચીત કરી હતી. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ઉપરાંત સમાજવાદી પાર્ટીના સિનિયર નેતા મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ, તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બીજુ જનતા દળના અધ્યક્ષ અને ઓડિશાના સીએમ નવીન પટનાયક અને તેલંગાણાના સીએમ કેસીઆર સાથે પણ ફોન પર વાત કરી. તેમણે અકાલી દળના સીનિયર નેતા પ્રકાશ સિંહ બાદલને પણ ફોન કર્યો હતો.

પીએમ મોદીએ દરેકને કોરોના વાયરસથી બચવા માટે અત્યાર સુધી ઉઠાવવામાં આવેલા પગલાં વિશે જણાવ્યું અને કહ્યું હતું કે, તેમની પાસે કોઈ સારો રસ્તો હોય તો જરૂરથી જણાવે. 8 એપ્રિલે તે વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વધુ એક બેઠક કરશે.

યુવરાજે પીએમ-કેર્સ ફંડમાં 50 લાખ રૂપિયા આપ્યા; હરભજન જલંધરમાં 5000 પરિવારોને જમાડશે

ચંડીગઢઃ ભારતના ભૂતપૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે આજે જાહેરાત કરી છે કે તે કોરોના વાઈરસ રોગચાળા સામે લડવામાં મદદરૂપ થવા માટે પીએમ-કેર્સ ફંડમાં રૂ. 50 લાખ દાનમાં આપશે.

યુવરાજ સિંહે લોકોને અપીલ કરી છે કે કોરોના રોગચાળો અત્યાર સુધીમાં આપણા દેશમાં 80થી વધુ લોકોના જાન લઈ ચૂક્યો છે અને 3000થી વધારે લોકોને ચેપ લગાડી ચૂક્યો છે તો એની સામે લડવામાં સૌથી સંગઠિત બનીને રહે.

યુવરાજે કહ્યું છે કે આપણે સંગઠિત રહીશું તો આપણે મજબૂત રહીશું. હું પણ આજે રાતે 9 વાગ્યે 9 મિનિટ સુધી મીણબત્તી પેટાવવાનો છું. આજના સંગઠિતતાના મહાન દિવસે હું પીએમ-કેર્સ ફંડમાં રૂ. 50 લાખનું દાન કરવાનો સંકલ્પ કરું છું. તમે પણ તમારાથી બનતું કરજો.

હરભજન સિંહ, પત્ની ગીતા જલંધરમાં 5000 પરિવારો માટે ભોજનની વ્યવસ્થા કરશે

દરમિયાન, અન્ય ભૂતપૂર્વ ક્રિકેટર અને ઓફ્ફ સ્પિનર હરભજન સિંહે તેના વતન શહેર જલંધરમાં કોરોના વાઈરસના રોગચાળાને કારણે મુશ્કેલીમાં મૂકાઈ ગયેલા 5000 વંચિત પરિવારોનાં લોકોને ભોજનની વ્યવસ્થા કરી આપશે.

હરભજને ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ‘ઈશ્વરના આશીર્વાદ સાથે હું અને ગીતા જલંધરમાં રહેતા એવા 5000 ગરીબ પરિવારોને અનાજનું વિતરણ કરીશું, જેમને હાલના કટોકટીભર્યા સમયમાં એમના પરિવારોને જમાડવામાં મુશ્કેલી પડી રહી છે.’

અમે એમના સંઘર્ષનો બોજ ઓછો કરવામાં મદદ કરીશું. મેં સહાયક પોલીસ કમિશનર (જલંધર) સાથે વાત કરી છે. મારા મિત્રોની એક ટીમ એમના આદેશોનું પાલન કરશે અને તે અનુસાર ભોજનના પેકેટોનું વિતરણ કરાશે. જ્યાં સુધી કોરોના વાઈરસથી સ્થિતિ સામાન્યવત્ નહીં થાય ત્યાં સુધી અમે ગરીબ પરિવારોને અનાજનું વિતરણ કરતા રહીશું. અમે પાંચ કિલો ચોખા, લોટ, તેલ તથા અન્ય ખાદ્યસામગ્રીનું વિતરણ કરીએ છીએ.

Exclusive Chat with known psychiatrist and poet Dr. Mukul Choksi