મુંબઈમાં ‘ઈન્ડિયા આર્ટ ફેસ્ટિવલ’; કળાકારીગરીનો કુંભમેળો…










(તસવીરોઃ દીપક ધુરી)
શિમલા, મનાલીમાં ભારે હિમવર્ષા; છવાઈ બરફની ચાદર…


16 દેશોનું પ્રતિનિધિમંડળ જમ્મૂ-કાશ્મીરની મુલાકાતે
શ્રીનગર : આર્ટિકલ 370 ખતમ થયા બાદ લેટિન અમેરિકી અને આફ્રીકન દેશોનાં 16 પ્રતિનિધિ ગુરૂવારે જમ્મુ કાશ્મીર પહોંચ્યા. આ ડેલિગેશને સિવિલ સોસાયટીનાં સભ્યો સાથે મુલાકાત યોજી હતી. રાજ્યનાં અધિકારીઓ અનુસાર રાજદ્વારીઓએ કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાત કરીને સુરક્ષા વ્યવસ્થાની સ્થિતીની માહિતી લીધી. આ સમુહમાં મુખ્ય રીતે લૈટિન અમેરિકી અને આફ્રીકી દેશોનાં સાંસદોનો સમાવેશ થાય છે. વિદેશી પ્રતિનિધિમંડળમાં વિયતનામ, દક્ષિણ કોરિયા, બ્રાઝીલ, ઉજ્બેકિસ્તાન, નાઇજર, નાઇજીરિયા, મોરક્કો, ગુઆન, અર્જેન્ટિના, ફિલીપીંસ, નોર્વે, માલદીવ, ફીઝી, ટોગો, બાંગ્લાદેશ અને પેરુના પ્રતિનિધિમંડળનો સમાવેશ થાય છે.
કાશ્મીર ખીણની માહિતી મેળવ્યા બાદ વિદેશી પ્રતિનિધિઓએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક લોકોએ પાકિસ્તાનનાં તે આરોપોને સંપુર્ણ ફગાવી દીધા છે, જેમાં પાડોશી દેશ દ્વારા કહેવાઇ રહ્યું હતું કે કાશ્મીર ખીણમાં હજી પણ રક્તપાત ચાલુ છે. લોકોએ જમ્મુ કાશ્મીરમાં હત્યાઓ માટે પાકિસ્તાનને દોષીત ઠેરવ્યા અને દૂતોનાં પાકિસ્તાન પર દબાણ બનાવવા માટે કહ્યું, જેથી પાડોશી દેશ હસ્તક્ષેપ ન કરી શકે. તેમણે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરનાં લોકો પાકિસ્તાનને એક ઇંચ પણ દખલ નહી કરવા દે.
5 ઓગષ્ટ 2018 એટલે કે 370 હટાવવાની તારીખ બાદ રાજ્યમાં કોઇ પ્રકારનાં ખુન ખરાબો થયો નથી. તે મુદ્દે કેન્દ્ર શાસિત પ્રદેશનાં સ્થાનિક નેતાઓએ પ્રતિનિધિમંડળની સામે કેન્દ્ર સરકારની ખુબ જ પ્રશંસા કરી. પ્રતિનિધિમંડળને સ્થાનિક લોકોએ કહ્યું કે, આ મુદ્દે સંમત થવામાં કેટલીક સમ્સયા હતી પરંતુ વ્યવસ્થા જાળવી રાખવી જરૂરી હતી. બીજી તરફ તેમણે આતંક ફેલાવવા માટે પાકિસ્તાનની હતાશા અને પ્રયાસોને પણ ઉઘાડા પાડ્યા હતા. કાશ્મીર મુલાકાતે ગયેલા દૂતોએ નોધ્યું કે શ્રીનગરમાં સ્થિતી સામાન્ય છે. રસ્તાઓ પર દુકાનો ખુલ્લી છે. લોકો નિર્ભય રીતે આવી જઇ રહ્યા છે અને તેઓને કોઇ જ સમસ્યા નથી. સુત્રો અનુસાર આ વિદેશી પ્રતિનિધિઓએ 9-10 જાન્યુઆરીએ ત્યાં જવાની પરવાનગી માંગી હતી. સુત્રોનું કહેવું છે કે તેમના તરપથી કાશ્મીરની સ્થિતી જાળવવા માટે ભલામણ પણ કરવામાં આવી હતી.
વડોદરામાંથી ISISનો ત્રાસવાદી ઝડપાયો
વડોદરા – ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ્સ સ્ક્વોડ (એટીએસ)ના અધિકારીઓએ અહીંના ગોરવા સર્કલ વિસ્તારમાંથી આજે એક ત્રાસવાદીને ઝડપી લીધો છે. એ દેશમાં ISIS ત્રાસવાદી નેટવર્કનો ફેલાવો કરી રહ્યો હતો. એનું નામ ઝફર અલી છે.
ઝફર અલી ઉર્ફે ઉમર તામિલનાડુમાં વોન્ટેડ યાદી પર છે.
ઝફર અલી એના 6 સાગરિતોની સાથે તામિલનાડુમાંથી છેલ્લા 10-12 દિવસથી ભાગી ગયો હતો. એ નવી દિલ્હીમાં ત્રાસવાદી નેટવર્ક સ્થાપવાના કૃત્યોમાં સંડોવાયેલો છે.
ગુજરાત એટીએસ અધિકારીઓએ એને ગોરવા વિસ્તારના મધુનગરમાંથી પકડ્યો હતો અને દિલ્હી પોલીસને હવાલે કરી દીધો છે.
આતંકવાદી અલી 10 દિવસ પહેલાં તામિલનાડુમાંથી જંબુસરમાં ઘૂસ્યો હતો અને ત્યાંથી વડોદરામાં ઘૂસ્યો હતો.
સોનિયાની બેઠકમાં નહીં હોય મમતા, વિપક્ષી એકતામાં તિરાડ?
કોલકાતા: સીએએના મુદ્દે સરકાર પર સતત હુમલો કરી રહેલા વિપક્ષી દળો વચ્ચે તિરાડ પડી હોય તેવા સંકેત મળી રહ્યા છે. સોનિયા ગાંધીના નેતૃત્વમાં 13 જાન્યુઆરીએ દિલ્હીમાં આયોજીત વિપક્ષી દળોની બેઠકમાં મમતા બેનર્જીએ ભાગ લેવાની મનાઈ કરી દીધી છે. મમતા બેનર્જીએ બંગાળ વિધાનસભામાં કહ્યું કે, કોંગ્રેસ અને વામ દળોએ બુધવારે બંધ દરમ્યાન રાજ્યમાં ઉપદ્રવ મચાવ્યો જેના વિરોધમાં અમે કોંગ્રેસ તરફથી આયોજીત બેઠકમાં ભાગ નહીં લઈએ. સાથે જ મમતાએ કહ્યું કે, સીએએ, એનસીઆર, એનપીઆર વિરુદ્ધ અમારી લડત ચાલુ રહેશે પણ બંધ અને હિંસક પ્રદર્શનોને અમે સમર્થન નહીં કરીએ.

ઉલ્લેખનીય છે કે, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે પણ ટ્રેડ યૂનિયનોની 24 કલાકની દેશવ્યાપી હડતાળના સમર્થન માટે કોંગ્રેસ અને વામ દળો પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જેનું રાજકીય સ્તર પર કોઈ અસ્તિત્વ નથી તેવા લોકો હડતાળ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે આ લોકો બંધ જેવી હલ્કી કક્ષાની રાજનીતિ કરીને અહીંની અર્થવ્યવસ્થાને બર્બાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બેનર્જીએ કહ્યું હતું કે, તે બંધના ઈરાદાનું સમર્થન કરે છે, પણ તેમની પાર્ટી અને સરકાર કોઈ પણ પ્રકારના બંધના વિરોધમાં છે.

મહત્વનું છે કે, કેન્દ્રની આર્થિક નીતિઓ, સંશોધિત નાગરિકતા કાયદો અને પ્રસ્તાવિત રાષ્ટ્રવ્યાપી એનઆરસીના વિરોધમાં અનેક સંગઠનોએ બુધવારે ભારત બંધનું એલાન કર્યું હતું. બુધવારે સવારે જ કોલકાતાની કેટલાક વિસ્તારોમાં હિંસાની ખબરો સામે આવી હતી. ઉત્તરી 24 પરગના જિલ્લામાં વામ સમર્થકોએ ટ્રેડ યૂનિયનો દ્વારા હડતાળનું આહવાનનું સમર્થન કરવા માટે સવારે ‘રેલ રોકો’ વિરોધનું આયોજન કર્યું હતું. રેલવે પોલીસે જણાવ્યું હતું કે પાટા પરથી દેશી બોમ્બ પણ મળ્યા હતા.
‘છપાક’: એસિડ હુમલાખોરના નામના વિવાદમાં થઈ ગઈ સ્પષ્ટતા
નવી દિલ્હી: અભિનેત્રી દીપિકા પાદુકોણે જેએનયુ કૅમ્પસ પર થયેલા હુમલાના વિરોધમાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી, તેને લઈને વિવાદ થઈ રહ્યો છે. ત્યારપછી સોશિયલ મીડિયા પર દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ નો બહિષ્કાર કરવાની માગ ઉઠી, તો વળી અનેક લોકોએ દીપિકાનું સમર્થન પણ કર્યું છે. #boycottchhapaak ટ્રેન્ડ થવાની સાથે જ ‘છપાક’ ફિલ્મની વાર્તામાં આરોપી મુસ્લિમ પાત્રનું નામ છુપાવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.
‘છપાક’ ફિલ્મની સ્ટોરી ઍસિડ હુમલાનો ભોગ બનનાર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. અનેક લોકોએ દીપિકા પાદુકોણ અને ફિલ્મ બનાવનારા પર વાસ્તવિક ઘટનાના આરોપી નદીમ ખાનનું નામ ફિલ્મમાં રાજેશ કરી નાખવાનો આરોપ મૂક્યો છે. જોતજોતામાં #NadeemKhan અને #Rajesh પણ ટ્રૅન્ડ થયા. ત્યારબાદ અનેક દિગ્ગજોએ ‘છપાક’ નિર્માતાઓ પર સવાલો ઉઠાવ્યા છે. તો કેન્દ્રીય પ્રધાન, ભાજપના સાંસદ અને ગાયક બાબુલ સુપ્રિયોએ પણ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી હતી.
જોકે, ‘છપાક’ ફિલ્મનું મીડિયા માટેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ ગોઠવવામાં આવ્યું હતું. તેમાં હાજરી આપનારા અનેક ફિલ્મ પત્રકારો, ફિલ્મ ક્રિટિક્સ અને અન્ય લોકોએ આ સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી કે સ્વરાજ્ય મેગેઝિને કરેલો દાવો તદ્દન ખોટો છે. ‘છપાક’ ફિલ્મમાં એસિડ હુમલાખોરનો ધર્મ બદલવામાં આવ્યો નથી. જે રીતે રિયલ લાઈફની એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મીનું નામ બદલીને ‘છપાક’ ફિલ્મમાં માલતી કરાયું છે, એ જ રીતે એસિડ અટેકરનું નામ નદીમ ખાનથી બદલીને ‘બબ્બૂ’ ઉર્ફ બશીર ખાન કરવામાં આવ્યું છે.
બાબુલે ટ્વીટ કરી સ્પષ્ટતા
બાબુલ સુપ્રિયોએ ટ્વિટમાં લખ્યું કે, એ તો સ્પષ્ટ થઈ ગયું છે કે, છપાકમાં આરોપીનું નામ બશીર ખાન ઉર્ફે બબ્બુ છે, ન કે સતીશ. મને પૂરી ઈમાનદારીથી લાગે છે કે, # #Boycott_Chhapaak જેવું કશું જ નથી.

મહત્વનું છે કે, એસિડ એટેકરના ધર્મને લઈને બાબુલ સુપ્રિયોએ નિવેદન આપ્યું હતું કે, જ્યારે તમે કહો છો કે, ફિલ્મની સ્ટોરીના તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે તો તમે સંપૂર્ણ રીતે હિપોક્રેસી દેખાડી રહ્યા છો. જ્યારે તમે નામ બદલો છો તો તેની સાથે તમે ધર્મ પણ બદલી નાખો છો. આ બધુ જાણી જોઈને કરવામાં આવ્યું છે.
દીપિકા માટે બાબુલ સુપ્રિયોએ શું કહ્યું?
હવે આરોપીના નામની સ્પષ્ટતા પછી દીપિકા માટે બાબુલે કહ્યું કે, હું મારા વોટિંગ પ્રાથમિકતાઓ કે મારા રાજકીય વિચારો કે છપાકને લીધે દીપિકા પાદુકોણ સાથે રકઝકમાં નહીં ઉતરું. દીપિકા પ્રતિભાશાળી અભિનેત્રી છે. મને ફિલ્મ ગમશે તો હું જોઈશ. પણ એવો અર્થ નથી કે એટલે. હું એ સાથે સહમત થઈ જઈશ. દીપિકાના રાજનૈતિક વિચારો અંગત છે, પણ હું બાયકોટ નહીં કરું. મને અસુવિધા થઈ છે, પણ કોઈ હેરાનગતિ નથી થઈ. પોલીસમાં હું કોઈ ફરિયાદ દાખલ નહીં કરું.

સોશિયલ મિડિયાના જમાનામાં લોકોનાં મતંવ્ય જાહેર હોય છે. લોકો તો સવાલ કરશે જ ને દીપિકાની આ મુલાકાતના ટાઈમિંગ પર લોકો સવાલ કરી રહ્યા છે. દીપિકાને નકારાત્મક પ્રચારની જરૂર નથી.
બોલીવૂડની કેટલીક વિરલ દોસ્તીઓઃ દોસ્ત દોસ્ત બના રાહ…
હરીફાઈ અને ઈર્ષ્યા માટે જાણીતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેટલીક ઓછી
જાણીતી એવી નિઃસ્વાર્થ દોસ્તીની કહાનીઓ
(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે દીપોત્સવી ૨૦૦૩ અંકનો)
ફિલ્મોમાં મૈત્રીનાં પુષ્કળ ગુણવાન ગવાયાં છે. ફિલ્મોનાં પાત્રો વચ્ચેની અતૂટ દોસ્તીઓ આપણે બહુ જોઈ છે. પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના માણસોમાં મજબૂત મૈત્રી ટકી રહે એવું બહુ ઓછું બનતું હોય છે.
ઈન્ડસ્ટ્રીમાં બધા જાણે છે કે હર હાથ મિલાનેવાલા દોસ્ત નહીં હોતા. પણ આમાં કેટલાક અપવાદ છે એ જાણવા જેવા છે.
લાંબા સમય સુધી પાંચ દોસ્તોની મૈત્રી અતૂટ ટકી રહી હોય એવો કિસ્સો છે જિતેન્દ્ર, રાકેશ રોશન, રિશી કપૂર, સુજિત કુમાર અને પ્રેમ ચોપરાનો. આજેય આ પાંચેય અગાઉ જેટલા વ્યસ્ત નહીં હોય પણ અઠવાડિયામાં એક વાર કોઈ પણ મિત્રને ઘરે અચૂક મળે છે. મોજમસ્તી કરે છે. તેથી જ જ્યારે જિતેન્દ્રએ એકતા કપૂરની બીજી ફિલ્મ ‘કુછ તો હૈ’ની પૂર્ણાહૂતિની પાર્ટી ગોઠવેલી ત્યારે રાકેશ રોશન તો હાજર હતો જ પણ હૃતિક અને સુઝાન પણ આવ્યા હતાં. જવલ્લે જ કોઈ પાર્ટીમાં જતો રિશી કપૂર પણ નીતૂ સિંહ સાથે દોસ્તની મહેફિલમાં આવ્યો હતો. જિતેન્દ્ર અને રાકેશ મિત્ર હોવા છતાં ન તો જિતેન્દ્રએ હૃતિકને કોઈ ફિલ્મમાં કામ કરવાનો આગ્રહ કર્યો કે ન રાકેશ રોશને તુષારને લઈને ફિલ્મ બનાવી. એ લોકો અંગત દોસ્તીમાં વ્યવસાયને વચ્ચે નથી આવવા દેતા.

બાળાસાહેબ ઠાકરે જ્યારે કાર્ટૂનિસ્ટ હતા ત્યારે દિલીપ કુમાર સાથે એવી આત્મીયતા બંધાયેલી કે દિલીપ કુમાર બાળ ઠાકરેના ફ્રિજમાંથી બિયરની4 બૉટલ કાઢીને નિરાંતે ગટગટાવી જતો.

મિથુન ચક્રવર્તી તો બાળાસાહેબને ડેડીનું જ સંબોધન કરતો. મિથુનની દરેક ફિલ્મના મુહૂર્તમાં એમની હાજરી અચૂક રહેતી. મિથુન બાળાસાહેબ ઠાકરેને પોતાને માટે નસીબદાર ગણે છે.
મનમોહન દેસાઈનું મૃત્યુ થયું ત્યારે કપરા સંજોગોમાં કેતન દેસાઈને બાળપણના ભેરુ અનિલ અંબાણીએ જ સાથ આપેલો. પોસ્ટમૉર્ટમથી માંડીને અગ્નિદાહ સુધી કેતનની પડખે અનિલ ઊભો રહ્યો હતો. એટલું જ નહીં અનિલે પોતાના પુત્રનું નામ કેતનની ફિલ્મ ‘અનમોલ’ પરથી અનમોલ રાખ્યું છે.
રાજ બબ્બર અને સહારા ટીવીના બિગ બૉસ સુબ્રતો રૉય મિત્રો છે. રાજ બબ્બર સહારાનો ડિરેક્ટર છે પણ રાજ સહારા માટે કોઈ ફિલ્મ બનાવતો નથી.
પીઢ નિર્માતા-નિર્દેશક અર્જુન હિંગોરાનીએ ‘કૈસે કહૂં કે પ્યાર હૈ’ એના પુત્ર અમિતને લૉન્ચ કરવા બનાવી ત્યારે ધર્મેન્દ્રએ સનીને વિનામૂલ્ય સ્પેશિયલ અપિયરન્સ આપવાનો આગ્રહ કર્યો હતો. કોઈનીયે ફિલ્મમાં ક્યારેય ગેસ્ટ રોલ ન કરનારા સનીએ સામે ચાલીને ઑફર આપી અને એકેય રૂપિયો માગ્યો નહોતો, કારણ પાપા ધર્મેન્દ્રને બ્રેક અર્જુન હિંગોરાનીએ ‘શોલા ઔર શબનમ’માં ચાર દાયકાઓ પૂર્વે આપ્યો હતો ત્યારે ધર્મેન્દ્ર ફાંફા મારતો હતો.
ધર્મેન્દ્રએ એ ફિલ્મ માટે ચાંદિવલીમાં ગોઠવેલા મુહૂર્તમાં પણ હાજરી આપેલી. ધમેન્દ્રએ જ્યારે સની સ્ટુડિયોઝ શરૂ કરેલો ત્યારે અર્જુન હિંગોરાનીએ સની દેઓલ-શ્રીદેવીની ‘સલ્તનત’નું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક ત્યાં રેકૉર્ડ કરાવેલું. ‘સલ્તનત’માં શશી કપૂરના પુત્ર કરણ કપૂરને બ્રેક આપવામાં આવ્યો હતો.

અક્ષય કુમારના અફેરમાં સંડોવાયેલી રવીના ટંડનને કલાકો સુધી આંસુ સારવા માટે ખભો સાજીદ નડિયાદવાલાની બહેન અફીફા નડિયાદવાલાનો મળેલો. અફીફા કહે છે: ‘હું જેટ ઍરવેઈઝમાં આસિસ્ટંટ મૅનેજર તરીકે કામ કરું છું. રવીનાને તો હું વર્ષોથી ઓળખું છું. સૌ પ્રથમ પરિચય બ્યૂટી પાર્લરમાં થયેલો. મારા ચોટલામાં મણકા ગૂંથવાની હું તલાશમાં હતી ત્યારે હું અજનબી હોવા છતાં એણે મને પુષ્કળ મણકા-બીડ્સ આપવાનું વચન આપ્યું હતું. ફોન નંબરોની આપ-લે થઈ. બન્ને એકમેકના સંપર્કમાં રહેવા લાગ્યાં. અક્ષય સાથેનો સંબંધ તૂટી ગયા પછી હતાશ રવીનાને હું દિલાસો આપીને શાંત કરતી. હું યે કટોકટીમાંથી પસાર થઈ છું, ત્યારે એણે મને સધિયારો આપ્યો છે. અમે બન્ને પરસ્પરનો સધિયારો બની ગયાં છીએ.’
પ્લમ્બર તરીકે ધંધો કરનાર યુસુફ નલવાલા આમ તો કૉન્ટ્રેક્ટર છે પણ સંજય દત્તનો નિકટનો મિત્ર છે. સંજુની દરેક મુશ્કેલીમાં યુસુફ પડખે ઊભો રહે છે. યુસુફ કહે છે: સંજુની સેન્સ ઑફ હ્યુમર જોરદાર છે. એણે એક વાર મને કહેલું કે ઊટીમાં રજનીકાન્ત સાથે ‘ઝમીર’ના શૂટિંગ વખતે એણે રજનીકાન્તના બૉડીગાર્ડનો સ્વાંગ સજ્યો હતો. કારણ ભીડથી બચવાનો બીજો કોઈ રસ્તો નહોતો.
યુસુફ ઉમેરે છે: ક્યારેક અમે નજીવા કારણોસર ઝઘડીએ છીએ. હું જ્યારે એને કાર ફાસ્ટ ન ચલાવવાની શીખામણ આપું છું ત્યારે એ ઠપકો આપતો કહે છે: સાલે તૂ ડ્રાઈવિંગ નહીં જાનતા તો મેરે કો સ્લો ચલાને કો કૈસે બોલ સકતા હૈ? હું સામેથી ટકોર કરું છું: ‘સાલે તુમ મેરે ડ્રાઈવર હો: ગાડી ઠીક તરહ આહિસ્તા ચલાઓ.’ મેગા સ્ટાર સંજુ મારે મન તો યાર સંજુ જ છે.
ઈંદિરા ગાંધી અને નરગિસ દત્તની મૈત્રીને પરિણામે અમિતાભને સુનિલ દત્તની ‘રેશ્મા ઔર શેરા’માં મૂગાનો રોલ મળેલો. એ દિવસોમાં રાજશ્રીવાળાએ તો એને ફૂટબૉલ ખેલાડી ગણીને ધૂત્કારી કાઢેલો.
‘મૈં ખિલાડી તૂ અનાડી’થી ડ્રેસ ડિઝાઈનર રૉકી સિંધાવી ઉર્ફે રૉકી એસ. સાથે શિલ્પા શેટ્ટી વચ્ચે ગાઢ મૈત્રી જામી હતી. રૉકી કહે છે: ‘શિલ્પા અને મારી વચ્ચે (સ્ત્રી-પુરુષના) જાતિભેદ નથી. કૉસ્ચ્યુમ બાબત તો કેટલીયે વાર અમે ઝઘડીએ છીએ. પણ એક-બે દિવસમાં સમાધાન થઈ જાય છે. શિલ્પા દેખાવે જેટલી મૉડર્ન છે એટલી જ દિલથી જુનવાણી છે. હું, શિલ્પા અને શમિતા ઘણી વાર પાર્ટી કે પ્રાઈવેટ ડિનર્સમાં જઈએ છીએ.’
મુંબઈનો કાબેલ ઉદ્યોગપતિ રવિ ગોએન્કા સુનિલ શેટ્ટીનો શ્રેષ્ઠ મિત્ર છે. એને સુનિલની પ્રામાણિકતા ગમે છે. રવિ કહે છે: ‘મેં ક્યારેય સુનિલને જુઠ્ઠું બોલતાં જોયો નથી. ક્યારેક એ પોતાની પણ મઝાક કરે છે. એક વાર એણે મને કહેલું કે એની એક ફિલ્મ જોતી વખતે એની પત્ની માના, મા અને બાળકોએ આંખો મીંચી દીધેલી. અને અફસોસ થયો કે જે ફિલ્મ હિંસાના અતિરેકને કારણે પરિવારવાળા જોઈ નથી શકતા તો એના પ્રશંસકો કેવી રીતે જોઈ શકે.’
સંજીવ કુમાર સાથેની દોસ્તી યાદ કરતા જિતેન્દ્ર કહે છે: ‘અંધેરીના મૉડર્ન સ્ટુડિયોમાં હરિભાઈ ધમેન્દ્ર સાથે શિકારનું શૂટિંગ કરતા હતા ત્યારે અમારા બંન્નેની કરિયર સાથે જ શરૂ થયેલી. કોઈએ અમારો પરિચય નહોતો કરાવ્યો. અમે શૂટિંગ જતી વખતે ભટકાઈ પડ્યા બસ, ત્યારી જ મૈત્રીનો દૌર સંઘાઈ ગયો. મને હરિભાઈની વિનોદવૃત્તિ ખૂબ ગમતી. એમની રમૂજો ખડખડાટ હસાવતી. મેં ક્યારેય એને ગુસ્સે થતા નહોતો જોયો. સેટ્સ પર ગમે તેટલું ટેન્શન હોય હરિભાઈ ક્યારે ઉત્તેજિત નહોતો થતો. પોતાના પર પણ મઝાક કરી શકતો.’
‘રાજ કપૂર મારા શ્રેષ્ઠ મિત્ર હતા.’ સંજય ખાન કહે છે, ‘મને યાદ છે કે ફિરોઝભાઈની બર્થડે પાર્ટી, જે બૉબીની રિલિઝ પહેલા‘ ગોઠવાયેલી ત્યારે મેં રાજ’સાબને પૂછેલું કે મારી ‘ચાંદી સોના’માં કામ કરશો? મેં સાઈનિંગ અમાઉન્ટ ઑફર કરી ત્યારે કૉન્ટ્રેક્ટ ફાડી નાખતાં કહેલું: ‘તારી અને શમ્મી (કપૂર) વચ્ચે શો ફરક છે? હું તારી પાસે એકેય પૈસો નહીં લઉં. જો તું મુસ્લિમ પઠાણ હોય તો હું હિંદુ પઠાણ છું. અમે પરસ્પરને સા’બનું સંબોધન કરતા. એ માત્ર એના ભાઈઓ માટે જ નહીં પણ સમગ્ર ઈન્ડસ્ટ્રી માટે પિતાને સ્થાને હતા.’
રાજેશ ખન્ના અને રણધીર (ડબ્બૂ) કપૂર બન્ને મિત્રો. ડબ્બૂ કહે છે: ‘રાજેશ અને મને ૧૯૬૫થી સારું જામતું. એ મારી ગર્લફ્રેન્ડ બબીતા સાથે રાઝનું શૂટિંગ કરતો ત્યારી એને ઓળખું છું. રાજેશને બીજાઓ સાથે અહમની ટક્કર થઈ હશે, પણ મારી સાથે ક્યારેય થઈ નથી. એની પુત્રી ટ્વિંકલ સારી અભિનેત્રી પુરવાર થઈ છે અને મારી કરિશ્મા અને કરીના પણ ઉત્તમ અભિનેત્રીઓ તરીકે પંકાઈ છે.’

























