નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે દેશનાં 17 રાજ્યોમાં કોરોના વાઇરસના 1,023 મામલા તબલિગી જમાતના નિઝામુદ્દીનના મરકઝમાં થયેલા કાર્યક્રમ સાથે જોડાયેલા છે. દેશમાં કુલ આવેલા કોરોનાના કેસોમાં 30 ટકા કેસો એક જગ્યા મરકઝ સાથે સંબંધિત છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે નવ ટકા કોરોનાના દર્દીઓ 0થી 20 વર્ષની વચ્ચેની ઉંમરના છે, જ્યારે 42 ટકા 20થી 40, 33 ટકા 40થી 60 અને 17 ટકા દર્દીઓ 60 વર્ષથી ઉપરના છે.
છેલ્લા 24 કલાકમાં 601 પોઝિટિવ કેસ
સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે અત્યાર સુધી ભારતમાં 2,902 મામલા સામે આવ્યા છે. ગઈ કાલથી અત્યાર સુધી એક દિવસમાં 601 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 12 મોત થયાં છે. આ આંકડાની સાથે અત્યાર સુધી દેશમાં કોરોનાથી 68 લોકોનાં મોત થયાં છે, જ્યારે 183 લોકો આ રોગમાંથી મુક્ત થયા છે. તેમણે કહ્યું કે જો કોઈએ આ રોગને ગંભીરતાથી ના લીધો તો સ્થિતિ વધુ વણસી શકે છે.
મરકઝે કોરોના જંગ મુશ્કેલ બનાવ્યો

તબલિગી જમાતે દેશમાં કોરોના વાઇરસ સામેનો જંગ જટિલ બનાવી દીધો છે. એનો અંદાજ એ વાત પરથી જ કાઢી શકાય છે કે પાછલા બે દિવસથી જે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે એ મોટા ભાગે જમાતથી આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ગઈ કાલે કહ્યું હતું કે 14 રાજ્યોમાં 647 કોરોના પોઝિટિવ મામલે તબલિગી જમાતથી જોડાયેલા હતા. આ મામલા આંદામાન-નિકોબારથી માંડીને આસામ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાના, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાંથી મળ્યા છે.










અમેરિકી વૈજ્ઞાનિકો અનુસાર જ્યારે આનો પ્રયોગ ઉંદર પર કરવામાં આવ્યો તો પ્રોટોટાઈપ વેક્સિને બે સપ્તાહની અંદર એન્ટી બોડીઝ તૈયાર કરી લીધી છે. આ વેક્સિનનું નામ અત્યારે પિટકોવેક રાખવામાં આવ્યું છે. યૂનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ સ્કૂલ ઓફ મેડિસીનના સંશોધક એપણ કહે છે કે જાનવરો પર લાંબા સમય સુધી નજર ન રાખી શકાઈ તો એ કહેવું ઉતાવળ હશે કે ક્યાં સુધી તેમનામાં ઈમ્યુનિટી બનેલી રહેશે. સંશોધકોની ટીમને ભરોસો છે કે આવનારા કેટલાક મહિનાઓમાં આનો પ્રયોગ માણસો પર કરી શકાશે.
ચીનથી ફેલાયેલા આ વાયરસને WHO એ આ વાયરસને મહામારી જાહેર કરી છે અને ટોક્યો ઓલમ્પિક, યૂરો કપ, આઈપીએલ, ફીફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ જેવી મોટી-મોટી સ્થિત કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાના યુવા સ્પિનર એડમ જમ્પા સહિત 8 ક્રિકેટરોને કોરોના વાયરસને લઈને પોતાના લગ્ન સ્થગિત કરવા પડ્યા છે.





