અમદાવાદઃ ગુજરાતમાં અત્યારસુધીમાં કોરોના પોઝિટિવના 73 દર્દી નોંધાયા છે. જ્યારે કુલ 6 લોકોના મૃત્યુ થયા છે. જોકે આ બધાની વચ્ચે સારા સમાચાર એ પણ છેકે, કોરોના પોઝિટિવના ચાર દર્દીઓ સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. એક તરફ કોરોના કેસોમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ હજી પણ ઘણા લોકો એવા છેકે જે આ અંગે ગંભીરતા દાખવી રહ્યા નથી અને લોકડાઉનનો ભંગ કરી રહ્યાં છે. તેમની સામે પોલીસ કઠોર બનીને કડક પગલા ભરી રહી છે. સુરતના રાંદેરમાં વૃદ્ધનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા તબીસ સહિતના 5 લોકોને ક્વોરન્ટીન કર્યા છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હાલ રાજ્યના આરોગ્ય વિભાગના સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યની પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. હાલ આરોગ્ય વિભાગના સચિવે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં આજે કોરોના પોઝિટિવના 73 દર્દીઓ નોંધાયા છે, એટલે કે ગઈકાલની સ્થિતિએ આજે રાજ્યમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ કેસોમાંથી બે દર્દી વેન્ટિલેટર પર, પાંચ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હોવાની માહિતી સામે આવી રહી છે. જ્યારે કુલ 6 લોકોના મૃત્યુ થયા છે.
જો કે આ બધાની વચ્ચે ગુજરાત માટે સારા સમાચાર એ પણ છે કે, કોરોના પોઝિટિવના ચાર દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પાછા ફર્યા છે અને તેમને રજા પણ આપી દેવામાં આવી છે. એક તરફ કોરોના કેસોમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ હજી પણ ઘણા લોકો એવા છે કે જે આ અંગે ગંભીરતા દાખવી રહ્યા નથી અને લોકડાઉનનો ભંગ કરી રહ્યાં છે. તેમની સામે પોલીસ કઠોર બનીને કડક પગલા ભરી રહી છે.
કોરોના વાયરસ વચ્ચે ગુજરાત માટે સારા સમાચાર મળ્યા છે, જેનાથી એક એવો અંદાજ રાખી શકાય કે યોગ્ય સારવાર અને તકેદારી કોરોના વાયરસના દર્દીઓને સાજા કરી શકે છે. રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા 5 પૈકી 3 લોકો 60 વર્ષથી વધુ વયના હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે એવું કહી શકાય કે રાજ્યમાં યુવાનોની સાથે વૃદ્ધ પણ કોરોના મુક્ત થયા છે.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 18078 લોકો હાલ હોમ ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 6.15 કરોડ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જે કોરોના પોઝિટીવ કેસો નોંધાયો છે તેમાં 32 વિદેશ, 4 આંતરરાજ્ય, 37 લોકલ ટ્રાન્સમિશન કેસ છે. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગોત્રી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવશે, અને રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને જોતા વધુ 10 લાખ ત્રિપલ લેયર માસ્કનો સ્ટોક હોવાનું જણાવાયું છે.
જયંતિ રવિએ જણાવ્યું છેકે બે નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. બન્ને કેસ અમદાવાદના છે. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 73 થઇ છે. જ્યારે 4 કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થયા છે. તેમાંથી 3 દર્દીઓની ઉમર 55થી 60 વર્ષની છે. જેમને રજા આપી દેવામાં આવી છે. 741 લોકોનો સરકારી ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. અલગ-અલગ જિલ્લાઓને પણ કોરોના અંગેની જવાબદારી સોંપવામાં આવી છે.
નવી દિલ્હીઃ દિલ્હીના હજરત નિઝામુદ્દીન સ્થિત મરકજમાં ધાર્મિક કાર્યક્રમમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, સાઉદી અરેબિયા અને કિર્ગિસ્તાન સહિત કુલ 15 દેશોમાંથી 2000થી વધુ પ્રતિનિધિઓએ 1-15 માર્ચ સુધી તબલિગી-એ-જમાતમાં હિસ્સો લીધો હતો. કોરોના વાઇરસને પગલે આ મરકજ (ધર્મનો પ્રચાર કરવા આવતા લોકોના રોકાવાનું સ્થળ)થી અત્યાર સુધી કુલ 860 લોકોને કાઢીને વિવિધ હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા છે. જોકે હજી પણ 300થી વધુ લોકોમાં કોવિડ-19નાં લક્ષણો જોવા મળ્યા પછી તેમને ટેસ્ટ માટે હોસ્પિટલોમાં લઈ જવાયા છે. 1-14 માર્ચના સમયગાળા પછી પણ 1,400 લોકો અહીં રોકાયા હતા. ગઈ કાલે નિઝામુદ્દીન સ્થિત મરકજમાં સામેલ થનારા નવ લોકોનાં મોત થઈ ગયાં છે. આ ઉપરાંત અત્યાર સુધી 24 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી તબલિગી જમાતના દિલ્હીના મરકજ નિઝામુદ્દીનને સીલ કરી દેવામાં આવી છે. ત્યાં રહેતા 800 લોકોને બસોમાં લઈ જઈને શહેરના અલગ-અલગ હિસ્સામાં તેમને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
બીજી બાજુ આંદામાનમાં 10 લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ 10 લોકકોમાંથી નવ લોકોએ દિલ્હીના મરકજમાં સામેલ થયા હતા. 10મી સંક્રમિત મહિલા પણ આ લોકોમાંથી એકની પત્ની છે, જે આ મરકજમાં સામેલ થઈ હતી.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ લાપરવાહી દાખવનાર મરકજ વ્યવસ્થાપનને હજ્જારો જીવ જોખમમાં મૂકવા બદલ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે અત્યાર સુધીમાં અહીં રોકાયેલાઓમાંથી 24 લોકોના કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યા છે. આ લોકોએ ગંભીર અપરાધ કર્યો છે.
અનેક જણના જીવ જોખમમાં
તેલંગાણાના જિલ્લાધિકારીઓના નેતૃત્વમાં વિશેષ ટીમોએ આ છ મૃતકોના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરી રહ્યા છે અને તેમને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આ લોકોએ કોરોના માટેની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કર્યું છે, જેને કારણે અનેક જણના જીવ જોખમમાં આવી ગયા છે.
આ એક ગંભીર અપરાધ
વ્યવસ્થાપકો દ્વારા આ કૃત્ય એક ગંભીર અપરાધ છે, તેમણે આ શરતોનું ઉલ્લંઘન કર્યું છે. તેમના વડા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. લોકકડાઉન દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સિંગ દરેક નાગરિકની જવાબદારી હતી અને આ એક ગંભીર અપરાધ છે.
કોરોના વાઇરસનો અનેક દેશોમાં ફેલાવો
ભારત સહિત વિશ્વના 200 દેશોમાં કોરોના વાઇરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. આ વાઇરસથી અત્યાર સુધી 33,000થી વધુ લોકોના જીવ લઈ ચૂક્યો છે. વિશ્વભરમાં આશરે કોરોના વાઇરસથી સાત લાખ લોકો ચેપગ્રસ્ત છે. દેશમાં આ વાઇરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1,251 થઈ ગઈ છે અને છેલ્લા 24 કલાકમાં આના 227 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી 32 લોકોનાં મોત થયાં છે. જોકે 102 દર્દીઓ સાજા પણ થયા છે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, નેપાળ, મ્યાનમાર, કિર્ગિસ્તાન અને સાઉદી અરિબિયાથી તબલિગી સભ્યો આ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં અફઘાનિસ્તાન, અલ્જિરિયા, જિબુતિ, શ્રીલંકા, બંગલાદેસ ફ્રાંસ અને કુવૈતથી પણ સભ્યો આવ્યા હતા. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી પણ લોકો આ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા
નવી દિલ્હી: વોટસએપનું સ્ટેટસ (WhatsApp status) ફીચર એ ભારતમાં ઉપયોગમાં લેવાનું સૌથી લોકપ્રિય ફીચર પૈકીનું એક છે. હવે આ ફીચરમાં મોટો ફેરફાર થયો છે. વોટ્સએપ યૂઝર્સ હવે પોતાના સ્ટેટસમાં માત્ર 15 સેકન્ડનો વીડિયો જ મૂકી શકશે. પહેલા વોટ્સએપ સ્ટેટસમાં 30 સેકન્ડનો વીડિયો મૂકી શકાતો હતો. માનવામાં આવી રહ્યું છે કે વોટ્સએપે આ પગલું ઇન્ટરનેટ સર્વર પર ભાર ઓછો કરવા માટે ઉઠાવ્યું છે.
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે, એવામાં ડેટાનો ઉપયોગ વધી ગયો છે અને સર્વર પર ભાર પડી રહ્યો છે.
WABetainfoએ એ વાતની જાણકારી આપતાં જણાવ્યું કે વોટ્સએપ સ્ટેટસમાં હવે 15 સેકન્ડથી લાંબા વીડિયો નહીં શેર કરી શકાય. તેનો ઉદ્દેશ્ય સર્વર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ટ્રાફિક ઓછો કરવાનો છે. ભારતીય યૂઝર્સ વોટ્સએફ સ્ટેટસનો ઉપયોગ અન્ય ફીચર્સથી વધુ કરે છે. જોકે, આ ફીટર સીમિત સમય માટે જ લાવવામાં આવ્યું છે. કોરોના વાઈરસની પરેશાની દૂર થતાં કંપની ફરી વખત વિડિયો ટાઈમ લિમિટ વધારી દેશે.
લોકોને સાવધ રહેવા માટે સચેત કરવાના હતા, પણ ગભરાવાના નહોતા, તેથી મોટા ભાગના નિષ્ણાતો જણાવી રહ્યા છે કે ચેપ લાગ્યા પછી મરણાંક ઓછો છે. ભારતમાં પણ હજી મરણાંક ઓછો છે, પણ તેમાં રાજ્યો વચ્ચે પ્રમાણ અને સંખ્યા જુદીજુદી છે. દાખલા તરીકે કેરળમાં સૌ પ્રથમ કેસ થયો હતો અને સૌથી વધુ કેસ કેરળમાં જ છે. છતાં ત્યાં એક જ દર્દીનું મોત થયું, જ્યારે એટલી જ મોટી સંખ્યામાં કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં મરણાંક 8 થઈ ગયો છે. ગુજરાતમાં કેરળ અને મહારાષ્ટ્ર કરતાં અડધા જેટલા કેસો છે, પણ મરણાંક 6 થયો છે, જે મહારાષ્ટ્ર પછી બીજા નંબરે આવે છે.
હાલમાં તંત્રની અગ્રતા દેખરેખ અને સારવાર છે એટલે બાદમાં અભ્યાસ થશે ત્યારે ખ્યાલ આવશે કે મરણાંક શા માટે અલગ અલગ હોય છે. પ્રદેશ પ્રમાણે ભૌગોલિક, સામાજિક, આર્થિક સ્થિતિ અલગ હોય છે, તેથી સ્થિતિમાં ફરક દેખાય. વિશ્વના કેટલાક દેશોમાં સંકટ સાથે જ અભ્યાસ પણ શરૂ થઈ જતો હોય છે અને પ્રાથમિક તારણો કાઢવામાં આવતા હોય છે. આવા પ્રાથમિક તારણો પ્રમાણે ઇટાલીમાં મરણાંક બહુ ઊંચો ગયો છે, જ્યારે જર્મનીમાં મરણાંક કાબૂમાં રહ્યો છે. કેસોની સંખ્યાની બાબતમાં પણ ચીન કરતાંય અમેરિકાની સ્થિતિ કપરી બની અને મોટા પ્રમાણમાં ત્યાં કેસો નોંધાયા છે. તેનું એક કારણ જોકે એ પણ ખરું કે ચીનના આંકડાં પર ભરોસો હોતો નથી. ચીનના સરમુખત્યાર સામ્યવાદીઓએ પહેલેથી જ આંકડાં દબાઈને રાખ્યા હોય તેવું લાગે છે.
કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કેસની વધારે સંખ્યા સમજી શકાય તેવી છે. આ ત્રણેય રાજ્યોના વિદેશ આવનજાવન સૌથી વધારે હોય છે. દિલ્હી, પંજાબ હરિયાણા પણ એ જ કેટેગરીમાં આવે છે. ફરક એટલો છે કે કેરળમાંથી વિદેશ જનારામાં બહુમતી ખાડીના દેશોમાં જાય છે, જ્યાં બાંધકામથી માંડીને વિવિધ મજૂરી કામ તેઓ કરે છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી પ્રોફેશનલ અને બિઝનેસ કરનારા વધારે વિદેશ જાય છે. શું ફરક કારણભૂત છે ખરો? આપણે ના કહી શકીએ, નિષ્ણાતોએ અભ્યાસ બાદ વિચાર કરવો જોઈએ. કેરળમાં વિદેશ સંબંધને કારણે કેસ મોટી સંખ્યામાં થયા, પણ મરણાંક હાલમાં ઓછો છે – કદાચ સરકાર પ્રો-એક્ટિવ રહી અને વધારે ટેસ્ટ કર્યા તેથી; બીજું કારણ શ્રમિક વર્ગની લાઇફ સ્ટાઇલ અને ઇમ્યુનિટી હોય શકે. મહારાષ્ટ્ર અને ગુજરાતના વેપારી વર્ગની જીવનશૈલી અલગ હોવાથી ડાયાબિટિસ, બ્લડ પ્રેશર, સુગર અને હાર્ટની સમસ્યા સહજ થોડી વધારે હોય છે, જે શ્રમિકોમાં ઓછી હોય. કોરોનામાં ચેપ કરતાં આવી જૂની ગંભીર બીમારી હોય ત્યારે વધારે જોખમ રહેતું હોય છે તે વિશ્વભરમાં સાબિત થયું છે.
ભારત બધી બાબતમાં આગળ રહેવા કોશિશ કરે છે, ત્યારે સંશોધન અને અભ્યાસમાં પણ વધારે સજ્જતાની જરૂર છે. કોરોના પછી તેના તરફ કદાચ ધ્યાન જશે. દરમિયાન વિશ્વમાં નિષ્ણાતોએ પ્રાથમિક અભ્યાસ કરીને કેટલાક તારણો કાઢ્યા છે. ઇટાલીમાં સૌથી વધુ મૃત્યુ 52 પ્લસ લોકોના થયા છે. વૃદ્ધ, થોડી બીમારી અને ચેપની તીવ્રતાને કારણે ઇટાલીમાં મરણાંક વધી ગયો, કેમ કે આમ પણ ઇટાલીના નાગરિકોની સરેરાશ ઉંમર યુરોપમાં સૌથી વધુ છે. તેની સામે જર્મીનમાં નાગરિકોની સરેરાશ ઉંમર ઓછી છે.
જર્મનીમાં ચેપ લાગ્યો તેમાં પણ 45થી 60 વર્ષના લોકો વધારે રહ્યા અને તેથી તેઓ સાજા પણ થઈ શક્યા. ઇટાલીમાં 60 પ્લસને વધારે ચેપ લાગ્યો અને તેમને સારવાર પછીય તેમના સાજા થવાની શક્યતા ઓછી રહી. તેથી ઇટાલીનો મરણાંક વધ્યો છે તેમ જાણકારો પ્રાથમિક દૃષ્ટિએ કહે છે. ગયા અઠવાડિયા સુધીમાં આંકડાં પ્રમાણે જર્મનીમાં દર્દીઓની સરેરાશ ઉંમર 45, જ્યારે ઇટાલીના દર્દીઓની સરેરાશ ઉંમર 62 નીકળી હતી.
બીજી એક ક્રૂર વાસ્તવિકતા પણ સામે આવી હતી. એક સાથે દર્દીઓ આવવા લાગ્યા ત્યારે ઇટાલીનું કહેવાતું આધુનિક આરોગ્ય તંત્ર પણ પહોંચી વળે શકે તેવી સ્થિતિમાં નહોતું. એવા અહેવાલો તમે જોયા હશે કે વૃદ્ધોને સારવાર જ ના મળી હોય. સોશ્યલ મીડિયાના માધ્યમથી આવતા આવા સમાચારોમાં થોડી અતિશયોક્તિ થઈ હશે, પણ એ વાત સાચી પણ છે કે ઇટાલીમાં એક તબક્કે 62 પ્લસ ઉંમરના વૃદ્ધ દર્દી હોય, તેમને ઑલરેડી હાર્ટ, કિડની કે ડાયાબિટિસની સમસ્યા હોય તો તેમને વેન્ટિલેટર અને આઇસીયુમાં પ્રાથમિકતા મળતી નહોતી. તેની સામે 45 વર્ષના, બીજી બીમારી ના ધરાવતા અને બચવાની શક્યતા ધરાવતા દર્દીને પ્રાથમિકતા મળતી હતી.
જર્મનીના છેલ્લા આંકડાં પ્રમાણે કુલ ચેપના કેસ આવ્યા તેમાંથી માત્ર 0.4 ટકા દર્દીઓના મોત થયા. ઇટાલીમાં તે પ્રમાણ 8 ટકા જેટલું ઊંચું ગયું છે. લગભગ 20 ગણું વધારે પ્રમાણ થયું. દર 10 લાખની વસતિએ, માર્ચના છેલ્લા અઠવાડિયા સુધીમાં, કયા દેશમાં કેટલો મૃત્યુ દર હતો તેના આંકડાં સ્થિતિને થોડી સ્પષ્ટ કરી આપશે.
10 લાખની વસતિએ મરણાંક
ઇટાલી
124.16
સ્પેન
78.05
ઈરાન
25.39
નેધરલેન્ડ
20.72
ફ્રાન્સ
19.90
યુ.કે.
07.02
અમેરિકા
03.21
દ.કોરિયા
02.54
જર્મની
02.48
ચીન
02.36
આ કોઠા પરથી એ પણ ખ્યાલ આવે છે કે ચીનનો દર સૌથી નીચે છે તે પણ ભરોસાપાત્ર ના હોઈ શકે. ચીનનાં આંકડાં પર હંમેશા શંકા રહેવાની. પરંતુ બાકીના દેશોના આંકડાંમાં ફરક દેશની સ્થિતિ, નાગરિકોની સરેરાશ ઉંમર, ચેપના ટેસ્ટ માટે અને સારવાર માટે લેવાયેલા ઝડપી પગલાં, આરોગ્યની સુવિધાઓ, હવામાન, જેનેટિક બંધારણ વગેરે વિવિધ પરિબળો જવાબદાર હોઈ શકે છે. આટલી મોટી મહામારી છે એટલે તેનો બહુ ઝીણવટભર્યો અભ્યાસ થશે ત્યારે વધુ ખ્યાલ આવશે.
આ આંકડાં પરથી અને પ્રાથમિક અંદાજ પરથી સૌથી મોટો ફરક દેખાયો છે દેશના નાગરિકોની સરેરાશ ઉંમર અને ચેપ લાગ્યો હોય તે દર્દીઓની સરરેશા ઉંમર. ઇટાલી બુઢ્ઢો દેશ થવા લાગ્યો છે, જ્યારે પશ્ચિમ અને પૂર્વ જર્મનીના એકીકરણ પછી પ્રમાણમાં યુવાન વસતિ જર્મનીમાં છે. ચીન અને ભારતમાં ગંજાવર વસતિ છે, પણ તેમાં યુવા વર્ગનું પ્રમાણ સૌથી વધુ છે, તેથી ચેપની સંખ્યા અને મૃત્યુ દર ઓછો રહ્યો છે. જાપાન સૌથી વયોવૃદ્ધ દેશ થઈ ગયો છે, પણ ત્યાં વસતિ ઓછી છે, આરોગ્યની સુવિધા સૌથી સારી છે તેની અસર દેખાઈ છે. જાપાન અને દક્ષિણ કોરિયા ચીનથી નજીક હોવા છતાં સાવચેતની કારણે બચી શક્યા છે. બંને દેશો ટેક્નોલૉજી, વિજ્ઞાન, સંશોધનમાં બહુ આગળ છે તેનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે.
દક્ષિણ કોરિયા માટે બધા જ માને છે તેણે સૌથી વધુ પ્રમાણમાં ટેસ્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું. ચીનમાંથી જોખમ ફેલાઇ રહ્યું છે તેનો ખ્યાલ આવતા જ મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ શરૂ કર્યું હતું. તેનો એક ખ્રિસ્તી કલ્ટ રહસ્યમય અને ગુપચુપ કામ કરે છે. તેના બે લાખ જેટલા સભ્યો છે. તેમાં ચેપ ફેલાયો હતો પણ અનુયાયીઓ ટેસ્ટ કરાવતા નહોતા. પ્રારંભના બધા જ કેસ આ પંથના સભ્યોમાંથી આવ્યા હતા. બાદમાં સરકારે કડક પગલાં લઈને ભક્તોને શોધી શોધીને ટેસ્ટ કરાવ્યા હતા. જો આ કલ્ટના લોકોએ મૂર્ખામી ના કરી હોત તો દક્ષિણ કોરિયાનો આંક સિંગાપોર અને તાઇવાન જેટલો નીચે આવ્યો હોત.
આરોગ્ય તંત્રની સજ્જતા મોટો ફરક પાડે છે. ઇટાલી અને જર્મની વચ્ચે પણ પ્રાથમિક અભ્યાસમાં આ ફરક દેખાઇ આવ્યો છે. ઇટાલીની વસતિ 6 કરોડ જેટલી છે અને આઇસીયુની સંખ્યા 5000 હતી. જર્મનીની વસતિ 8 કરોડની છે, પણ તેની પાસે મહામારી ફેલાઇ તે પહેલાંથી 28,000 આઇસીયુ હતા. બંને દેશોએ બાદમાં આઇસીયુની સંખ્યા વધારી, પરંતુ પ્રથમથી જ મોટો ફરક હતો તે ઇટાલીને નડ્યો. જર્મનીમાં ઇટાલી કરતાં પાંચ ગણા વધુ આઇસીયુ હતા અને તેની સંખ્યા બમણી કરવાના કામે તંત્ર લાગી ગયું છે.
ભારતમાં 135 કરોડથી વધુની વસતિ સામે અંદાજે એક લાખ આઇસીયુ જ છે. તેથી જ કામચલાઉ આઇસીયુની સંખ્યા વધારવા માટે તંત્રને દોડાવાઇ રહ્યું છે. સુઝુકી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી કંપનીઓએ વેન્ટિલેટરનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધું છે. આઇસીયુ અને વેન્ટિલેટરની સંખ્યા દેશમાં બહુ ઓછી છે. તેથી જ ઘરમાં રહીને, સંચારબંધી પાળીને ચેપ ફેલાઇ નહિ તેની કાળજી નાગરિકોએ ગંભીરતાથી લેવી જરૂરી છે. આપણે બહાર જઈએ નહિ અને ચેપ ઘરમાં લાવીએ નહિ તેવી પ્રતિજ્ઞા જરૂરી છે.
અમેરિકામાં સ્વાસ્થ્ય સુવિધા સારી છે, પણ ત્યાં બહુ મોંઘી પડે છે. અમેરિકામાં હેલ્થકેર, આરોગ્ય વીમો, સરકારી મેડીકેરનો મામલો બહુ ઉગ્ર બન્યો છે અને રાજકીય પણ બન્યો છે. એક કારણ એ અને બીજું અમેરિકાએ લૉકડાઉન કરવામાં મોડું કર્યું અને ઓછું કડક રાખ્યું તે પણ ઝડપથી ચેપ ફેલાવામાં કારણભૂત બન્યું છે. અમેરિકામાં સતત ઇમિગ્રેશનને કારણે નાગરિકોની સરેરાશ ઉંમર ઊંચી રહે છે, પણ અમેરિકાની મૂળ શ્વેત પ્રજાની સરેરાશ ઉંમર વધી છે. તેમાં સિનિયર સિટીઝન વધારે છે. વિશ્વમાં સૌથી વધુ સ્થૂળતા પણ અમેરિકામાં છે. આ લાઇફ સ્ટાઇલ પણ તેના નાગરિકોને નડી રહી છે. અમેરિકામાં ભારતીય મૂળના એક લાખથી વધુ ડૉક્ટર્સ છે અને અમેરિકાના દર 7મા નાગરિકની સારવાર ભારતીય તબીબના હાથમાં હોય છે.
આઇસીયુની સંખ્યા વસતિ પ્રમાણે કેટલી છે તેના આંક પણ સ્થિતિ દર્શાવી આપશે. દર એક લાખની વસતિએ આઇસીયુ બેડની સંખ્યા જોઈએ તોઃ
અમેરિકા
34
જર્મની
29
ઇટાલી
12
સ્પેન
10
દ.કોરિયા
10
આ આંકડાં એ પણ દર્શાવે છે કે પોતાની આરોગ્ય સુવિધાને ધ્યાનમાં રાખીને દેશોએ આગોતરી તૈયારી કરવી પડે. દક્ષિણ કોરિયા ટેક્નોલૉજીમાં આગળ, પણ આરોગ્ય તંત્રમાં અમેરિકાથી ઘણું પાછળ છે. તેથી શરૂઆતથી જ વધારે ટેસ્ટ કર્યા અને હોસ્પિટલમાં સુવિધા ના હોવાથી લોકો કારમાં આવે, કારમાં જ બેઠા રહે અને પોતાના નમૂના આપીને જતા રહે અને બાદમાં તેમને ટેસ્ટનું રિઝલ્ટ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવી હતી.
ભારતમાં એક લાખ જેટલા જ આઇસીયુ છે, ત્યારે એક લાખની વસતિએ કેટલા તેની ગણતરી કરવાનો કોઈ અર્થ નથી. લૉકડાઉનને કારણે હજી સુધી ભારતમાં દર્દીઓની સંખ્યા કાબૂમાં છે. ચાર્ટ પર ટ્રેજેક્ટરી દોરીને જોવામાં આવે, તેમાં પ્રથમ બે અઠવાડિયાની સ્થિતિ બીજા દેશો કરતાં પ્રમાણમાં સારી છે. અમેરિકામાં આગળ જતાં આંકડો ઝડપથી વધવા લાગ્યો છે. ભારત વધુ એક અઠવાડિયું કાળજી રાખશે, ભારતીયો વધુ બે અઠવાડિયા બહાર નહિ નીકળે તો દર્દીઓની સંખ્યા અને મરણાંક બંને જાળવી શકાશે. ભારતની પોતાની આગવી સ્થિતિ, યુવાન વર્ગની સંખ્યા વધારે, ઉનાળાની સ્થિતિ જેવા પરિબળો કેટલા ઉપયોગી થશે તેનો ખ્યાલ ટૂંકમાં આવી જશે.
કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે હાલ સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન છે ત્યારે ભારતીય રેલવેએ દેશના 21 મોટા સ્ટેશનો ખાતે ભોજન રાંધીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને જમાડવાનું શરૂ કર્યું છે. રેલવેની પેટાકંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા આ સુવિધા શરૂ કરવામાં આવી છે. મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો પર જ્યારે અમદાવાદ સ્ટેશન ઉપર પણ આ સુવિધા શરૂ કરાઈ છે. IRCTC કંપની માઈગ્રન્ટ કામદારો, મજૂરો, જરૂરિયાતમંદ, ગરીબોને તેમજ અમુક વૃદ્ધાશ્રમોમાં લંચ-બોક્સ સપ્લાય કરે છે. ગરીબ, નિરાશ્રિત, મજૂરો, કામદારો હિજરત કરતા અટકે એ માટે રેલવેએ સ્ટેશનો પર પોતાના કિચન ખોલી દીધા છે.
મુંબઈઃ જીવલેણ એવા કોરોના વાઈરસના રોગચાળામાં મહારાષ્ટ્રમાં 198 જણ ફસાયા છે. એમાંથી 25 સાજા થઈ ચૂક્યા છે જ્યારે 8 જણે જીવ ગુમાવ્યો છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવારે કહ્યું છે કે, વાઈરસનો ફેલાવો રોકવા માટે લોકડાઉન લાગુ કરવાથી અર્થવ્યવસ્થા ઠપ થઈ ગઈ છે. તેથી કોરોના સામે લડવા માટે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને તાત્કાલિક રીતે 25,000 કરોડનું આર્થિક પેકેજ આપે.
અજિત પવાર રાજ્યના નાણાં પ્રધાન પણ છે.
પવારે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન, કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી અને કેન્દ્રીય પર્યાવરણ, ક્લાયમેટ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરને પત્ર લખીને મહારાષ્ટ્રને તાત્કાલિક રીતે આર્થિક પેકેજ આપવાની વિનંતી કરી છે.
ભારતમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા 1,251 છે. 102 જણ સાજા થઈ ગયા છે. અત્યાર સુધીમાં 32 જણના મરણ થઈ ચૂક્યા છે.
આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે, વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.
આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.
આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.
આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે, મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.
આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.
આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.
આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
નવી દિલ્હી: કોરોના વાઈરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. આ સ્થિતિમાં ઘરે રહેતા લોકો મોબાઈલ અને હોમ બ્રોડબેન્ડ સર્વિસીસનો ઉપયોગ કરી રહ્યા છે. કંપનીઓનું કહેવું છે કે,આનાથી ઈન્ટરનેટ સ્પીડ ઘણી ઘટી ગઈ છે. એક અભ્યાસ અનુસાર લોકડાઉનમાં વિડિયો જોવામાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. આ કારણે ઈન્ટરનેટ સ્પીડમાં લગભગ 20 ટકા સુધીનો ઘટાડો નોંધોયો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, લોકડાઉન હજુ લાબું ચાલશે જેથી હજુ પણ ઈન્ટરનેટની સ્પીડમાં 25થી 30 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે.
ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (ISPAI) ના અધ્યક્ષ રાજેશ છારિયાએ કહ્યું કે, આગામી થોડાક સપ્તાહમાં ડેટાના ઉપયોગમાં હજુ વધારો થશે. બેગ્લુરુ અને હૈદરાબાદ જેવા શહેરોમાં લોકડાઉન પછીથી ઈન્ટરનેટ ડેટા કન્ઝમ્પશનમાં લગભગ 70 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. એક અનુમાન મુજબ લોકડાઉનથી અત્યાર સુધીમાં ઈન્ટરનેટ ડેટાના વપરાશમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે.
જવાબદારી સાથે ડેટાનો ઉપયોગ કરવાની અપીલ
જવાબદારી સાથે ડેટા ઉપયોગ કરવો જોઈએ જેથી ડેટા કન્ઝેશનના આ નવા પડકારનો સામનો કરી શકાય ખાસકરીને સવારે 9 વાગ્યાથી 11 વાગ્યાની વચ્ચે અને સાંજે 4 થી 9 વાગ્યા વચ્ચેના પીક અવર્સમાં. જેથી કરીને જરૂરીયાતવાળા લોકોને સ્પીડ મળી રહે.
ભારતમાં અત્યારે લગભગ 68.76 કરોડ ઈન્ટરનેટ યુઝર છે. જેમાંથી માત્ર 2.23 કરોડ યુઝર જ વાયર બ્રોડબેન્ડનો ઉપયોગ કરે છે. બાકી વધેલા લગભગ 66.5 કરોડ યુઝર મોબાઈલ અને વાયરલેસ નેટવર્ક પર નિર્ભર છે. દેશભરમાં કોરોનાને કારણે 25 માર્ચથી લોકડાઉન ચાલી રહ્યું છે. જેથી વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન શિક્ષણ, મનોરંજન જેવી તમામ એક્ટિવિટી માટે લોકો બ્રોડબેન્ડ અને મોબાઈલ ઈન્ટરનેટ પર નિર્ભર છે.
મહત્વનું છે કે, છેલ્લા બે સપ્તાહમાં રેસિડેન્શિયલ એરિયામાંથી કામ કરનારા યુઝર્સની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે, જેથી સરેરાશ ડાઉનલોડ સ્પીડમાં લગભગ 20 ટકાનો ઘટાડો થયો છે. હાલતો 9થી10 એમબીપીએસ વચ્ચે સ્પીડ રહેશે પણ જો આવી સ્થિતિ વધુ એક મહિના સુધી ચાલુ રહી તો આમા 25થી 30 ટકાનો ઘટાડો આવી શકે છે.
વોશિંગ્ટનઃ વિશ્વમાં અમેરિકા સૌથી વિકસિત દેશ છે. તમામ સુખ-સુવિધાથી સંપન્ન મનાતા દેશની હેલ્થકેર સિસ્ટમ પણ કોરોના રોગચાળા સામે ઘૂંટણિયે પડી છે. હેલ્થકેરની તમામ સુવિધા ઉપલબ્ધ હોવા છતાં અમેરિકા આ રોગચાળાને કાબૂમાં નથી લઈ શક્યો. વેન્ટિલેટર સહિત સારવારનાં તમામ સાધનોની અછતને લીધે કોરોનાના દર્દીઓમાં ઝડપથી થઈ રહેલા વધારાને લીધે હોસ્પિટલો ઓછી પડી રહી છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે ન્યુ યોર્ક, શિકાગો, લોસ એન્જલસ અને સિયેટલ જેવાં શહેરોમાં ફૂટબોલ સ્ટેડિયમ, સંમેલન કેન્દ્ર અને રેસકોર્સને હોસ્પિટલોમાં ફેરવવામાં આવ્યા છે.
ટ્રમ્પ વહીવટી તંત્રએ કોરોનાથી કફોડી થતી હાલતને કાબૂમાં કરવા માટે બધા સ્રોતોને સક્રિય કરી દીધા છે. કોરોના દર્દીની સારવાર માટે નિવૃત્ત ડોક્ટરોની મદદ માગી છે. અમેરિકી સેનાએ એન્જિનિયરિંગ કોર દેશભરમાં હંગામી હોસ્પિટલો નિર્માણમાં લાગેલી છે. ન્યુ યોર્કમાં મૂળ ભારતીય એવા ડોક્ટર પ્રકૃતિ ગાબાએ કહ્યું હતું કે અમારી પાસે પર્યાપ્ત ICU બેડ નથી. આમ છતાં અમારી આરોગ્ય પ્રણાલી લોકોને બચાવવા માટે સારવાર કરી રહી છે.
હોસ્પિટલોમાં કોરોનાના કેસમાં અધધધ વધારો
ન્યુ યોર્કના કેટલાક અધિકારીઓએ અને સ્વાસ્થ્ય કર્મચારીઓના જણાવ્યા અનુસાર હોસ્પિટલોમાં કોરોના કેસમાં ખાસ્સો વધારો થયો છે. કેટલાક રોગીગ્રસ્તોને ઘરોમાં જ છોડી દેવામાં આવ્યા છે, કેમ કે હેલ્થકેર ક્ષેત્ર બધાની દેખભાળ નથી કરી શકતી. તેમણે જણાવ્યું હતું કે સારવાર સંકટને લઈને એમ્બ્યુલન્સ માટે વારંવાર ફોન આવી રહ્યા છે, જેવી રીતે 9 સપ્ટેમ્બર, 2001ને આતંકવાદી હુમલાના સમયે આવી રહ્યા હતા.
સૌથી વધુ શ્વાસ લેવામાં લોકોને મુશ્કેલી
શહેરમાં કોરોના વાઇરસને લઈને ગુરુવારે સાત હજારથી વધુ ફોન આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ફોન કોલ 9/11 હુમલા પછી ક્યારેય નથી આવ્યા. આરોગ્યના કર્મચારીઓએ જણાવ્યું હતું કે સૌથી વધુ કોલ શ્વાસ લેવામાં તકલીફ અથવા તાવને લઈને આવી રહ્યા છે.