નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસો તેજીથી વધી રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધીને 724 થઈ ગઈ છે. આજે 30 નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર આમાં 17 લોકોના વાયરસના કારણે જીવ ગયા છે જ્યારે 67 જેટલા લોકો અત્યાર સુધીમાં સાજા થયા છે. કોરોનાના સંકટને જોતા દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વચ્ચે સરકારે 1.7 લાખ કરોડ રુપિયાના પેકેજની જાહેરાત કરી છે. 
આમાં ગરીબો, જરુરિયાતમંદ લોકો, મહિલાઓ, દિવ્યાંગો સહિત લગભગ તમામ વર્ગોને રાહત આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે સરકારના પ્રયત્નો છે કે કોઈપણ ગરીબ ભૂખ્યા ન રહેવા જોઈએ. આ સિવાય સંગઠિત ક્ષેત્રના કામદારોને ધ્યાનમાં રાખતા સરકાર કર્મચારીઓના ભવિષ્ય નિધિ ખાતામાં આવતા ત્રણ મહિના સુધી પૈસા જમા કરશે.
- નાણામંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રેશનિંગની દુકાનોમાંથી 80 કરોડ લોકોને આવતા ત્રણ મહીના સુધી પ્રતિ વ્યક્તિ પાંચ કિલો ઘઉં અથવા ચોખા તેમજ આ સિવાય પ્રત્યેક રેશન કાર્ડ પર એક કીલો દાળ મફતમાં મળશે. આ પીડીએસ અંતર્ગત મળનાનારા લાભથી અલગ હશે.
- નિર્મલા સિતારમણે પેકેજની જાહેરાત કરતા કહ્યું કે, 20.5 કરોડ મહિલા જનધન ખાતાધારકોને આવતા ત્રણ મહિના સુધી દર મહિને 500 રુપિયા આપવામાં આવશે જેથી તેમને પોતાના ઘરનો ખર્ચ ચલાવવામાં થોડી મદદ મળી શકે.
- મજૂરો માટે મનરેગા અંતર્ગત મજૂરીને વધારીને 182 રુપિયાથી 202 રુપિયા કરી દેવામાં આવ્યા છે. સાથે જ ઉજ્વલા યોજના અંતર્ગત આવતા ત્રણ મહિના સુધી મફત સિલિન્ડરની જાહેરાત કરવામાં આવી છે. આનાથી 8 કરોડથી વધારે પરિવારોને ફાયદો થશે.
- જી20 દેશોના નેતાઓએ કોરોના વાયરસથી ફેલાયેલી વૈશ્વિક મહામારી વિરુદ્ધ એકજુટતા દર્શાવતા આની સામે લડવા માટે વિશ્વની અર્થવ્યવસ્થામાં 5 હજાર અરબ ડોલર ખર્ચ કરવાની જાહેરાત કરી છે. ગુરુવારના રોજ જી20ની પ્રથમ વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર વડાપ્રધાન મોદીએ આતંકવાદની જેમ જ મહામારી સામે લડવા માટે વૈશ્વિક સહયોગ પર જોર આપ્યું હતું.
- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટેડરોસ એડાનોમ ગેબ્રિયેસસે લોકડાઉન કરનારા દેશોને ચેતવ્યા છે. તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસનો મુકાબલો કરવા માટે ઘણા દેશો દ્વારા લાગુ કરવામાં આવી રહેલા લોકડાઉન, દુનિયામાંથી વાયરસને ભગાડવા માટે પર્યાપ્ત નહી હોય. તેમણે કહ્યું કે, કોરોનાના દર્દીઓને શોધવા, આઈસોલેટ કરવા, પરિક્ષણ અને તેમની સારવાર કરવી તે સૌથી વધારે ફાયદાકારક રીત છે.
- કોરોનાના પ્રકોપ વચ્ચે સુપ્રીમ કોર્ટ જરુરી મામલાઓની સુનાવણી કરતુ રહેશે. સુપ્રીમ કોર્ટમાં પૂર્ણ રીતે લોકડાઉન નહી હોય. જાહેર કરવામાં આવેલા સર્ક્યુલર અનુસાર, સુપ્રીમ કોર્ટમાં માત્ર અત્યંજ જરુરી મામલાઓની સુનાવણી થશે. અને તેપણ માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા. વકીલને અરજીનું ઈ-ફાઈલિંક કરવાનું રહેશે. બાદમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મેંશનિંગ રજિસ્ટ્રાર સાથે વાત કરવી પડશે. જરુરી કેસોમાં વકીલ પોતાના ઘર અથવા ઓફિસથી જ જજો સામે સુનાવણી માટે દલીલ કરી શકશે.
- રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પાસેના ગાઝિયાબાદમાં ઓનલાઈન ડિલીવરી વાળાઓને સમાનના સપ્લાયની છૂટ આપવામાં આવી છે. આ સાથે જ મોટી રિટેલ સ્ટોર જેવા કે બિગ બજાર, રિલાયન્સ ફ્રેશ, મોર સહિતના લોકોને પણ છૂટ આપવામાં આવી છે. આ લોકોને અલગથી પાસ બનાવવાની જરુર નથી પરંતુ કંપનીનું આઈડી જ માન્ય ગણાશે.
- કોરોના વાયરસના સંભવિત સંક્રમણને જોતા દેશના અલગ-અલગ રાજ્યોમાં બિહારના પ્રવાસી શ્રમિકોને સહયોગ અને સહાયતા પહોંચાડવાના ઉદ્દેશ્યથી બિહાર ભવન, નવી દિલ્હીમાં તાત્કાલિક પ્રભાવથી ત્રણ 24×7 હેલ્પલાઈન નંબરની જાહેરાત કરવામાં આવી છે. 011-23792009, 011-23014326, 011-23013884 આ નંબરના માધ્યમથી પ્રાપ્ત સૂચનાઓ પર પદાધિકારીઓ દ્વારા તમામ સહયોગ પ્રદાન કરવામાં આવશે.
- તો દેશની સૌથી મોટી તેલ કંપની ઈન્ડિયન ઓઈલે લોકોને પેટ્રોલિયમનાન ઉત્પાદનોની આપૂર્તિનો ભરોસો આપ્યો છે. ઈન્ડિયન ઓઈલના ડાયરેક્ટર ગુરમિત સિંહે દેશભરમાં પેટ્રોલ, ડીઝલ, અને એલપીજી સિલિન્ડરની વ્યવસ્થાનો ભરોસો આપ્યો છે. તેમણે કહ્યું કે, કોઈપણ પ્રકારની ઘટ નથી.
- કોરોના વાયરસના વધતા પ્રકોપને જોતા, ઈસ્લામિક સંસ્થા જમીયત-ઉલેમા-એ-હિંદના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ મુસ્લીમોને નમાજને લઈને અપીલ કરી છે. મૌલાના મદનીએ મુસ્લીમોને કહ્યું કે કાલે જુમ્માના દિવસે મસ્જિદમાં ભેગા થઈને નમાજ ન પઢે. તેમણે કહ્યું કે, મસ્જિદમાં નમાજ પઢવાથી સારુ છે કે ઘરની અંદર જ રહીને નમાજ પઢે.





















હા, આજે જ્યારે દેશમાં 21 દિવસ લોકડાઉનની સ્થિતિ જાહેર કરાઇ છે ત્યારે આપણને આત્માને સેનેટાઇઝ કરવાનો ઉત્તમ સમય મળ્યો છે. આમ પણ, આ 21 દિવસ શું કરવું એ સૌથી મોટો સવાલ છે!

માણસ માત્રને જીવનથી, અડોશપડોશથી, સ્નેહીજનોથી અને ખુદથી પણ અનેક ફરિયાદો છે. માન્યું કે લોકો ખરાબ છે, દુનિયા ખરાબ છે, સમય અને સંજોગ ખરાબ છે, કિસ્મત ખરાબ છે…
વાંચશો તો એનું કારણ સમજાઈ જશે. હું ભારતીય છુ પણ ભારતમાં નથી રહેતી. હું એક ભારતીયને ત્યાં નોકરી કરું છુ. એ લોકો મને ભારત થી લઈને આવ્યા. મારા પતિ પાસે કામ ન હતું એટલે મારે અહી આવવાનું થયું. હું જેમના ઘરે આવી એમના બાળકો યુવાન હતા. દરરોજ રાત્રે મિત્રોને મળવા જવાનું, પાર્ટી કરવાની આવી આદતો. મને ન ગમે પણ મારાથી બોલાય થોડું? એક દિવસ અચાનક એમના દીકરાને બહુજ ઉધરસ આવવા લાગી. મને ચિંતા થઇ એટલે હું મારી રૂમમાંથી જરૂર પુરતી બહાર નીકળતી. આમ પણ એ છોકરો મોડેથી આવતો. એની રૂમમાં મોટા ભાગે રહેતો અને મને એની રૂમમાં સફાઈ માટે પણ જવાની છુટ ન હતી. એક દિવસ અચાનક એ ગાયબ થઇ ગયો. ઘરમાં સોપો પડી ગયો. થોડા સમય પછી મારા બેન એટલેકે માલિક પણ ગાયબ થઇ ગયા. મેં પૂછ્યું તો એમની નાની દીકરીએ જણાવ્યું કે બંને ને દવાખાને લઇ ગયા છે. કોરોના નામની કોઈ બીમારી થઇ છે. હું બહુ ભણી નથી. મેં ઘરે ફોન કરીને વાત કરી તો ઘરે પણ કોઈને બહુ ખબર ન હતી. મારા બેન ગુજરી ગયા. અમને બધાને ઘરમાં અલગ અલગ રૂમમાં પૂરી દીધા અને બેનનું મો પણ જોવા ના દીધું. બાપ, આપણે આવા દેશમાં ન રહેવાય. પણ શું થાય? થોડા દિવસમાં એમનો દીકરો ગુજરી ગયાના સમાચાર આવ્યા. ધીમે ધીમે ઘરના લોકો ખાલી થઇ રહ્યા છે. હવે એક સોળ વરસની છોકરી અને હું બંને ઘરમાં છીએ. મને હજુ આ દેશ વિષે કાંઈજ ખબર નથી.
બહેનશ્રી, તમારી વાત ખરેખર આઘાત જનક છે. અને અહી ભારતમાં ઘણાબધા લોકો માટે એ મદદગાર પણ થશે. સહુથી પહેલા તો તમે અંધશ્રદ્ધામાંથી બહાર આવી જાવ. કોરોના વાયરસ માત્ર એ એક પરિવારને અસર નથી કરી રહ્યો. એ વિશ્વના ઘણા બધા દેશમાં ફેલાયેલો છે. જ્યાં જ્યાં લોકો પોતાની જાતને અન્યથી અલગ કરી રહ્યા છે ત્યાં એ લોકો પોતાને બચાવી રહ્યા છે. આ વાયરસ વિષે સંપૂર્ણ માહિતી હજુ સુધી કોઈની પાસે નથી. તેથીજ સાવચેતી રાખવી ખુબજ જરૂરી છે. તમે અજાણતા એ સાવચેતી રાખી છે. તમારા માટે એક સારા સમાચાર એ છે કે તમારા રીપોર્ટ નોર્મલ આવ્યા છે અને તમને ચેપ નથી લાગ્યો. બીજી સારી વાત એ છે કે તમે એ દેશમાં નવા છો. તેથી તમે અન્ય કોઈના સંપર્કમાં આવ્યા નથી. તમે ઘરની બહાર ન નીકળશો. બની શકે ઘરના બાકીના લોકો સજા થઈને પાછા આવી જાય. પેલા છોકરાની એક બેદરકારી આખા પરિવારને ભારે પડી. એવું માની શકાય. સમય એનું કામ કરે જ છે. તમારા ભારતમાં રહેતા સંબંધીને પણ ઘરમાં રહેવા જણાવશો, કારણકે એ વાયરસ હવે ભારતમાં પણ આવી ગયો છે. તમે જે છોકરી સાથે ઘરમાં છો એને ત્યાંની સિસ્ટમ ખબર હશે. ચિંતા ન કરશો.

