રાજકોટ: હવે તો માસ પ્રમોશન પણ નક્કી થઈ ગયું. ધો.૧ થી ૯ અને ૧૧માં ધોરણના વિદ્યાર્થીઓએ આ વર્ષે પરીક્ષા આપવાની નથી.પણ એ જાહેર નહોતું થયું ત્યારે અને હજી પણ રાજકોટની એક જીનીયસ સ્કૂલના ૧૨૦૦ વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો – શિક્ષિકાઓ પાસે પોતાના જ ઘરે બધા વિષય ભણે છે . ના, ટીચર ઘરે નથી આવતા. સ્કૂલ જ ઘરે આવે છે.
જીનીયસ સ્કૂલના પ્રિન્સિપાલ ડિમ્પલ મહેતા ચિત્રલેખા.કોમ ને કહે છે, શાળા બંધ કરવાનો આદેશ આવ્યો ત્યારથી અમે ઓનલાઇન શિક્ષણ શરૂ કર્યું . ઝૂમ નામની એક મોબાઈલ એપ્લિકેશન દરેક માતા- પિતાના મોબાઈલમાં ડાઉનલોડ કરવાનું કહી દીધું. એ લોકો હવે દરરોજ નિયત સમયે એ એપ ખોલે, શરૂ કરે એટલે ક્લાસ ચાલુ. ટીચર પણ ઓનલાઇન જોડાઈ જાય. અમે ટાઈમ ટેબલ પણ આપી દીધું છે. ક્યા દિવસે ક્યો વિષય ભણાવવામાં આવશે એ નક્કી છે.
અહી ઓનલાઇન એટલે ફકત મટીરીયલ પહોંચે એમ નહીં, પણ ટીચર અને વિદ્યાર્થી એક બીજાને સામસામે જોઈ શકે – વિડિયો કોલની જેમ જ. પેરેન્ટ પણ એમને જોઈ શકે. બસ આ રીતે ટીચિંગ ચાલુ છે. હવે આગળના ધોરણોનું કામ શરૂ કરાયું છે. કોરીનાને લીધે બહાર તો નીકળવાનું જ નથી. લોકડાઉનનો તો અમલ કરવાનો જ છે પણ સમયનો ય ઉપયોગ થઈ શકે એટલે આ શરૂ કર્યું.
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર વિશ્વભરમાં તેજીથી પોતાનો પગ પેસારો કરી રહ્યો છે ત્યારે આવામાં સંક્રમણને રોકવા માટે કેટલાય દેશ, અલગ-અલગ પદ્ધતીઓ અપનાવી રહ્યા છે. મોટાભાગના દેશોમાં લોકડાઉન કરીને કોરોનાને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટેડરોસ અધાનોમ ગેબ્રિયેસસે લોકડાઉન કરનારા દેશોને ચેતવ્યા છે. તેમણે જણાવ્યું કે કોરોનાને ભગાડવા માટે લોકડાઉન પર્યાપ્ત ઉપાય નથી.
ગેબ્રિયેસસે જણાવ્યું કે, કોરોના વાયરસના ચેપને ફેલાતો રોકવા માટે ઘણા દેશોએ લોકડાઉનનો ઉપાય અપનાવ્યો છે. પરંતુ આ ઉપાય આ મહામારીને ખતમ નહી કરે. અમે તમામ દેશોનો આ સમયનો ઉપયોગ કરીને કોરોના વાયરસ પર હુમલો કરવાનું આહ્વાન કરીએ છીએ.
તેમણે કહ્યું કે, લોકોને ઘરમાં રહેવા માટે કહેવું અને તેમના આવન-જાવન પર પ્રતિબંધ કરી દેવાથી સમય પ્રાપ્ત નહી થાય જેનાથી હેલ્થ સિસ્ટમ પર દબાણ ઘટશે. પરંતુ આપ આનાથી આ મહામારીને ખતમ નહી કરી શકો.
ગેબ્રિયેસસે કહ્યું કે, અમે એ દેશોને કહેવા માંગીએ છીએ કે, જેમણે લોકડાઉન અપનાવ્યું છે. તેઓ આ વાયરસ પર હુમલો કરવા માટે આ સમયનો ઉપયોગ કરે. તમે આ તકની બીજી વિન્ડો બનાવી છે પરંતુ સવાલ એ છે કે તમે આનો ઉપયોગ કેવી રીતે કરશો?
અમદાવાદઃ કોરોના વાયરસના કારણે અત્યારે આખો ભારત દેશ લોકડાઉન છે. સુરત અમદાવાદ જેવા મહાનગરોમાં સ્થિતિ નાજુક છે. ત્યારે સુરતમાં કુલ 7 પોઝિટિવ કેસ છે અને વધારે 6 લોકો શંકાસ્પદ જણાતા તંત્ર દોડતું થયું હતું. જો કે બાદમાં 8 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવતા આંશિક રાહત થઈ હતી.
મહત્વનું છે કે અત્યારે કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિને જોતા ભારત દેશને લોકડાઉન કરવામાં આવ્યો છે. દરેક જગ્યાએ પોલીસનો કડક બંદોબસ્ત છે અને લોકોને ઘરની બહાર ન નિકળવા સૂચના આપવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને કોરોના વાઇરસના ફેલાવાને લીધે દેશમાં થયેલા સંપૂર્ણ લોકડાઉનને લીધે અસર પામેલા ગરીબો, મજૂરો, વસાહતી મજૂરો, ખેડૂતો, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ માટે અને નાના કર્મચારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી. નાણાપ્રધાને કુલ રૂ. 1.70 લાખના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આનું નામ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ છે.
નાણાપ્રધાને કહ્યું હતું કે સરકાર ઇચ્છે છે કે કોરોના લોકડાઉનના સમયમાં કોઈ પણ ગરીબ વ્યક્તિને મુશ્કેલની ના થાય તેમને અનાજની ખેંચ ના પડે. આ ઉપરાંત સરકારે સેનિટેશમન વર્કર્સ, સફાઈ કર્મચારી, ડોક્ટર્સ, નર્સ, આશા વર્કર્સ, પેરામેડિકલ સ્ટફ અને મેડિકલ સ્ટાફ માટે રૂ. 50 લાખના વીમા કવચની જાહેરાત કરી હતી.
તેમણે ગરીબ, મહિલા અને નીચલા વર્ગને ધ્યાનમાં રાખીને આ જાહેરાત આ મુજબ કરી હતી….
દેશમાં લોકડાઉનને લીધે હાલ ગરીબો માટે ખૂબ મુશ્કેલ પરિસ્થિતિ છે
ગરીબો માટે રોકડ તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
કોરોના યોદ્ધા માટે રૂ. 50 લાખનું વીમા કવચ
ડોક્ટરો, નર્સો અ માચે રૂ. 50 લાખનો વીમો અપાશે
PM ગરીબ કલ્યાણ યોજનામાંથી ગરીબોને મદદ કરવામાં આવશે
દેશમાં મજૂરો ગરીબો માટે આશા વર્કર, ડોક્ટર્સ, નર્સ અને સફાઈ કામદારો માટે મેડિકલ વીમો પ્રતિ વ્યક્તિ રૂ. 50 લાખનું વીમા કવચ
ગરીબો અને મજૂરો માટે ગરીબ કલ્યાણ યોજના
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
દરેક ગરીબને પ્રતિ વ્યક્તિ પાંચ કિલો જ મફત અનાજ
80 કરોડ ગરીબોને મફત અનાજ ત્રણ મહિના સુધી
ગરીબોને પાંચ કિલો ઘઉં કે ચોખા મળશે
ગરીબોને જે મળે છે એના કરતાં વધારાના પાંચ કિલો ઘઉં અને ચોખા મળશે.
ઘઉં ચોખા સાથે એક કિલો દાળ પણ મળશે
ગરીબોને અનાજ ત્રણ મહિના સુધી મફત મળશે
જન, ધન યોજના હેઠળ DBT હેઠળ કરવામાં આવશે
ગરીબોને પ્રતિ વ્યક્તિ અને એક કિલો દાળ મળશે
ગરીબોને ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થશે
મનરેગા હેઠળ પાંચ કરોડ પરિવારોની મજૂરીમાં
ગ્રામીણ વિસ્તારોમાં મજૂરી વધારીને રૂ. 182થી વધારીને રૂ. 202 કરવામાં આવી છે. તેમની આવતમાં આશરે રૂ. 2000નો વધારો
રાજકોટ : એક પછી એક કિસ્સા એવા છે કે રવિવારે સાંજે થાળી વગાડી હતી એમ સતત વગડયે રાખવાનું મન થાય. અત્યારે સ્થિતિ તો એ છે કે સામાન્ય વ્યકિતએ ઘરની બહાર જ નીકળવાનું નથી. સ્વસ્થ વ્યક્તિ પણ તકેદારી રાખે એ અનિવાર્ય છે. એ સંજોગોમાં રાજકોટ મહાનગર પાલિકાના એક કર્મચારી- વોર્ડ ઓફિસર કિંજલ ગણાત્રા પોતે સગર્ભા હોવા છતાં આ કપરી કામગીરીમાં વ્યસ્ત છે. પોતાના જ શરીરની અંદર એક જીવ ધબકી રહ્યો છે. એક ચેતના ધબકી રહી છે. પરંતુ કિંજલબહેન સતત ફરજરત છે. એમને અને એમના પરિવાર બન્નેને ધન્યવાદ આપવા જ રહ્યા.
આપણે એક કહીએ કે જીવના જોખમે કામ કરે છે…આ કિંજલ ગણાત્રા તો એક નહીં, બે જીવના જોખમે કામ કરે છે. જો કે આવી રીતે કામ કરનારને તો કુદરત પણ અઢળક આશીર્વાદ આપે જ .
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે આ વિશે કહ્યું કે આવા કર્મચારી માટે અમને પણ ગૌરવ છે. કિંજલબેન ને વોર્ડ નંબર. ૨ માં જવાબદારી સોંપાઈ છે. કઈ દુકાન ખુલ્લી રહેશે? ક્યારે ખુલ્લી રહેશે એના સ્ટીકર લગાવવા, લોકોને જાગૃત કરવાથી લઈ વેપારીઓ સાથે વાત કરવા સહિતની કામગીરી એ કરી રહ્યા છે..એમને ગર્ભાવસ્થાનાનો છઠ્ઠો મહિનો ચાલી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે પણ તેઓ પોતાની ટીમનું નેતૃત્વ કરી પોતાના વોર્ડમાં તેમની કામગીરી નિભાવી રહયા છે.
નવી દિલ્હીઃ કોરોના વાઇરસને લઈને થયેલા લોકડાઉનમાં દરેક લોકો પોતપોતાના ઘરમાં કેદ છે, ત્યારે બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ ઘેરબેઠા સોશિયલ મિડિયા પર સક્રિય છે. તેમણે હાલમાં જ કોલકાતાનો એક વિડિયો શેર કર્યો છે, જેમાં રસ્તાઓને સેનિટાઇઝ્ડ કરતા જોવા મળી રહ્યું છે. આ વિડિયો રિટ્વીટ કરતાં અમિતાભ બચ્ચને મુંબઈના અધિકારીઓને રસ્તાઓ સેનિટાઇઝ્ડ કરવાની અપીલ કરી હતી. તેમનો આ વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયો પર અનેક લોકોએ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. બિગ બી કોરોના વાઇરસ સામે સતત લોકોને જાગ્રત કરવાના પ્રયાસો કરી રહ્યા છે.
બિગ બી સોશિયલ મિડિયા પર સક્રિય
અમિતાભ બચ્ચને કોલકાતાનો વિડિયો શેર કરતાં લખ્યું છે કે Wow, આ શાનદાર છે. મુંબઈ, હેલો… શું અધિકારીઓ કૃપા કરીને અમારા માટે આવું કરી શકે છે. આ વિડિયોમાં કોલકાતાના સેરાટ બોસ રોડ અને એની આસપાસનાં બનેલં ઘરો અને દુકાનોને સેનિટાઇઝ્ડ કરવામાં આવી રહ્યાં છે. આ વિડિયોમાં બે સરકારી વાહન ઘરોને સેનિટાઇઝ કરી રહ્યાં છે. બિગ બી સોશિયલ મિડિયા કોરોના વાઇરસ પર સતત શેર કરી રહ્યા છે.
દેશમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યા વધીને 639 થઈ
કોરોનાના ચેપગ્રસ્તની વાત કરીએ તો દેશમાં આ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 639 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 16 લોકોનાં મોત થયાં છે. સૌથી વધુ કોરોનાના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 128ની થઈ ગઈ છે.
આજે આખો દેશ જ્યારે ‘corona’ મહામારી સામે લડત આપી રહ્યો છે ત્યારે આ એકવીસ દિવસના લોકડાઉન સમયમાં આપણને સૌને સૌથી વધારે ચિંતા છે, આપણી રોગ પ્રતિકારક શક્તિ ટકાવી રાખવાની કે પછી એને વધારવાની.
હા, આ માટે આપણે ક્યાંય બહાર જવાની જરૂર નથી. બલ્કે, આપણા કિચનમાં જ એનો ઉપા છે. આપણા કિચનમાં રહેલી સાધન સામગ્રીનો જ ઉપયોગ કરીને આપણે આપણા બોડી અને આપણી હેલ્થને કેવી રીતે સ્વસ્થ રાખી શકીએ એ જાણીએ.
વિટામીન સી એ શરીર માં રોગ પ્રતીકારક શકિતનો વધારો કરતો સોર્સ છે. લીંબુ એ વિટામીન સી નું પાવર હાઉસ છે. તો આપણે દિવસમાં 2-3 વખત લીંબુ પાણી પીવું જોઈએ. હવે આ લીંબુ પાણીમાં શેકેલા જીરાનો પાવડર નાખી એને હજી વધુ લાભકારી બનાવી શકાય છે. જીરુ એ પાચનક્રિયા સારી કરે છે. બેઠા બેઠા જે શરીરમાં ગેસ બને કે અપચો થાય તો આવું ચપટી શેકેલું જીરા પાવડરવાળુ લીંબુ પાણી ખૂબ ઉપયોગી નીવડે.
2. એક ગ્લાસ પાણીને ગરમ કરી તેમાં ચપટી હળદર, બે પત્તા ફુદીનો અને એક લીંબુ નો રસ, એક ચમચી મધ નાખીને આ ગરમ પાણી પીવાથી ફાયદો થાય. એ શરીરને અંદરથી સાફ રાખે છે અને બેકટેરીયા મુક્ત રાખે છે.
3. મરી કે જે દાહક છે અને એમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડન્ટ છે. તેમજ મરી એ બ્લડ સુગરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. તમે ઘેર બેઠા બેઠા કોઈ ફ્રુટ કાપીને ખાઓ જેમ કે તડબૂચ, સફરજન, જામફળ તો તેના પર ચપટી મરી પાવડર છાંટવાથી ટેસ્ટ તો આવશે જ, પણ હેલ્થ માટે ય ખૂબ સારો પ્રયોગ રહેશે.
4. આપણે ફુલ ટાઈમ ઘેર બહુ શારિરીક પ્રવૃત્તિ ના કરતા હોઈએ એટલે સ્વભાવિક રીતે જ કંટાળો આવવો, ઊંઘ ના આવવી વગેરે જેવું થાય. આવા સમયે એક વાટકો દહીં અને નાના નાના કટકામાં કાપેલી એક ડુંગળી લેવી. ડુંગળી એ એન્ટી ડિપ્રેશન કવોલીટી ધરાવે છે તેમજ ગળું સાફ રાખવામાં મોટો ભાગ ભજવે છે. ડુંગળીના કટકાને દહીંમાં મિક્સ કરી તેમાં થોડું મીઠું અને થોડો જીરુ પાવડર નાખી આ બાઉલ ને તમારા લન્ચમાં રેગ્યુલર ઉમેરો. આરામથી ત્રણ-ચાર કલાકની શાંતિપૂર્ણ ઊંઘ આવશે.
5. પાકી કેરી એ વિટામીન ‘સી’ અને વિટામીન એ નો સોર્સ છે ત્યારે કેરી પણ ખાવી જોઈએ.
6. ફજેતો- ગુજરાતી ઘરોની આઈકોનીક ડીશ છે. ગુણોનો ભંડાર છે. કેરીના ગોટલાને ધોઈને નીકળતા ગળ્યા પાણીમાંથી બનતો તજ, લવીંગ અને મરી, મીઠાં લીમડાના વઘારવાળો ગરમ ફજેતો પણ ઈમ્યુનીટી & એનર્જી બુસ્ટર છે.
7. કાચી કેરીનો બાફલો એ પણ વિટામીન સી આપે છે. કાચી કેરીને બાફી નાખો. પછી એમાંથી નીકળતો પલ્પને એક ગ્લાસ ગરમ પાણીમાં શેકેલું જીરું અને ગોળ ઉમેરીને મિક્સ કરી દઇએ. આ પીણું ભરપૂર એન્ટી ઓકસીડન્ટ અને ઈન્સટન્ટ એનર્જીનો સોર્સ છે. આ ત્રણ વસ્તુના મિક્ષચરથી બનતો બાફલો રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે.
સુકી દ્રાક્ષ, દહીં અને ગાજરનું રાયતું
વિટામીન સી અને વિટામીન એ આપણાં શરીર માટે ખૂબ જ મહત્વના છે.
એક ગાજર, એક બાઉલ દહીં
બે મોટી ચમચી દ્રાક્ષ (સૂકી)
એક ચમચી દળેલી ખાંડ
રીત:- દ્રાક્ષને સહેજ ઘી લઈ તેમાં બે મિનિટ શેકી લઈ સાઈડમાં મૂકી દો. હવે ગાજરને છીણી લો. એક બાઉલમાં દહીં લઈ તેમાં ખાંડ, ગાજરનું છીણ અને શેકેલી દ્રાક્ષ નાખી હલાવી લો. હેલ્ધી કર્ડ રાયતું રેડી છે.
નવી દિલ્હીઃદેશભરમાં કોરોના વાઇરસનો ચેપ ફેલાતાં દિન-પ્રતિદિન કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેથી કેન્દ્ર અને રાજ્ય સરકારો એને વધુ ફેલાતો અટકાવવા માટે કડક પગલાં લઈ રહી છે, પણ દૈનિક મજૂરી રળતા મજૂરો અને બેરોજગારોને કોઈ પણ પ્રકારની મદદ હનહીં મળવાને કારણે કફોડી હાલતમાં છે. દિલ્હીમાં એક જગ્યાએ ભૂખથી બેહાલ આશરે 150 મજૂર પરિવાર અને તેમનાં બાળકો હેરાન-પરેશાન છે, જેમની સામે કોઈ જોવાવાળું નથી
મજૂરો પાસે ખાવાનું પણ નથી અને પૈસા પણ નથી
સાઉથ દિલ્હીના છત્તરપુર સ્થિત ફતેહપુર બેરીના ચંદન હોલા વિસ્તારમાં મજૂરોનાં ઘર છે. ઘરની પાસે હાથ જોડીને ઊભેલી આ મહિલા મજૂર, પુરષ અને તેમનાં બાળકો છે. આ લોકોએ છેલ્લા ચાર દિવસથી કંઈ પણ ખાધું નથી. તેમનું કહેવું છે કે તેઓ બધા દૈનિક મજૂરી કરીને તેમના પરિવારનુ પાલનપોષણ કરે છે. બંધ દરમ્યાન જે પૈસા બચ્યા હતા એનાથી એક-બે દિવસ તો ગુજરાન ચાલી જાય છે, પણ હવે ઘરમાં કંઈ પણ ખાવાનું બચ્યું નથી અને ના તેમની પાસે પૈસા છે.
આ મજૂરો પાસે રેશનકાર્ડ પણ નથી
આ લોકો પાસે રેશનકાર્ડ પણ નથી. આ તો યુપી અને બિહારથી આવીને દિલ્હીમાં દૈનિક મજૂરી કરીને પોતાનું અને પોતાનાં બાળકોનું ભરણપોષણ કરી રહ્યા છે. દિલ્હીમાં તો જનતા કરફ્યુ પછી લોકડાઉનથી હવે તેઓ પોતાના વતનમાં પણ નથી જઈ શકતા અને કોઈ કામ પણ તેમની પાસે નથી. આ લોકો પાસે પૈસા પણ નથી કે તેઓ અનાજ ખરીદી શકે.
મજૂરના બાળકની વેદના
એક બાળકે રડતાં-રડતાં કહ્યું હતું કે હું ચાર દિવસથી ભૂખ્યો છું. મને ખાવા માટે કંઈ પણ મળતું નથી. પિતાજી માર્કેટમાં જાય છે તો પોલીસવાળા તેમને મારીને ભગાડી દે છે.
કોઈ સરકારી મદદ મળી નથી
દિલ્હીના સ્થાનિક કોર્પોરેટર, વિધાનસભ્ય કે સંસદસભ્ય દ્વારા અત્યાર સુધી કોઈ તેમની પાસે મદદે નથી આવ્યું આ લોકો કોરોના ચેપ દ્વારા પછી મરશે, એ પહેલાં ભૂખથી મરી જશે. દિલ્હીમાં આજે તેમનો સાતમો દિવસ છે, અત્યાર સુધી તેમની પાસે કોઈ સરકારી કર્મચારી કે NGOએ સંપર્ક કર્યો. આ બધા લોકોએ મિડિયાને હાથ જોડીને મદદ કરવા વિનંતી કરી હતી અને પત્રકારને કહ્યું હતું કે સર તમે કંઈક કરો.
અમદાવાદઃ કોરોના વાયરસના કારણે આખું વિશ્વ અત્યારે ઠપ્પ છે. ભારતમાં કોરોના વાયરસે પોતાનો કહેર વરસાવ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો અત્યારે 43 પહોંચી ગયો છે જે પૈકી કુલ 3 લોકોના મોત થયા છે.
અમદાવાદમાં 15 કેસ, સુરતમાં 7 કેસ, રાજકોટમાં 8 કેસ, ગાંધીનગરમાં 7 કેસ, ભાવનગરમાં 1 કેસ, અને કચ્છમાં 1 કેસ મળી રાજ્યમાં કુલ 43 કેસો નોંધાયા છે.
ક્વોરન્ટાઈન કરવામાં આવેલા લોકો પોતાની ઓળખ છુપાવે નહી તે માટે આવા વ્યક્તિઓના ડાબા હાથ પર સ્ટેમ્પ કરવામાં આવે છે અને આ સ્ટેમ્પ માટે ઈલેક્શન કમિશન દ્વારા ઈન્ડેલીબલ ઈંક વાપરવાની પણ મંજૂરી મળી ગઈ છે.
પોઝિટિવ જણાયેલા વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવે છે.
તાજેતરના આંકડાઓ અનુસાર, અત્યારે રાજ્યમાં કુલ 20,304 જેટલા લોકો 14 દિવસના ક્વોરન્ટાઈન ઓબ્ઝર્વેશન હેઠળ છે. આ પૈકી 613 લોકો સરકારી ફેસિલીટીમાં અને 19,567 જેટલા લોકો હોમ ક્વોરન્ટાઈન તેમજ 124 વ્યક્તો પ્રાઈવેટ ફેસેલીટીમાં કોરોન્ટાઈન ઓબ્ઝર્વેશન હેઠળ છે.
ક્વોરન્ટાઈન માટે અનિચ્છા દર્શાવતા 147 વ્યક્તિઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરાઈ.
કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખતા વિકટ સ્થિતિમાં જરુરી દવાઓ, સાધન સામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઈપણ જરુરી વસ્તુઓ અને સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપ્લબ્ધ કરી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ ખરીદ સમિતિ બનાવવામાં આવી.
રાજ્યમાં માનવબળ સંસાધનની ઉણપ ન સર્જાય માટે નિવૃત્ત થયેલા અધિકારી અને કર્મચારીઓની સેવા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો.
મુંબઈઃ કોરોના વાઈરસે સમગ્ર ભારતમાં લોકોને ઘરમાં પૂરી દીધા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મંગળવારથી 21-દિવસ માટે ‘લોકડાઉન ભારત’ની ઘોષણા કરી છે. વાઈરસનો ફેલાવો રોકવા માટે લોકોને કામ-ધંધો છોડીને માત્ર ઘરમાં જ રહ્યા સિવાય કોઈ છૂટકો નથી.
આને કારણે ઘણા લોકો કંટાળી ગયા છે. સેલિબ્રિટી વ્યક્તિઓ પણ આ સમયગાળો પસાર કરવા માટે જુદી જુદી રીત અપનાવી રહ્યાં છે. કોઈક સંગીત વગાડીને, તો કોઈક યોગા કરીને.
બોલીવૂડ અભિનેત્રી કેટરીના કૈફ પણ ‘હોમ ક્વોરન્ટાઈન’થી કંટાળી ગઈ છે. એ ઘરમાં જુદા જુદા કામ કરતી હોવાની તસવીરો અને વિડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી હોય છે.
થોડાક દિવસો પહેલાં એણે વાસણ ધોઈ રહી હોવાનો પોતાનો વિડિયો શેર કર્યો હતો.
એક નવા વિડિયોમાં એ ઘરમાં ઝાડુ કાઢી રહી છે અને એની બહેન ઈઝાબેલ સાથે વાતચીત કરતી સંભળાય છે. આખરે તે એટલી બધી કંટાળી ગઈ કે ઝાડુનો બેટ તરીકે ઉપયોગ કરીને વર્ચુઅલ ક્રિકેટ રમવા માંડી અને કાલ્પનિક બોલને ફટકારતી હોય એવો પોઝ આપ્યો હતો.
કેટરીના છેલ્લે સલમાન ખાન સાથે ‘ભારત’ ફિલ્મમાં જોવા મળી હતી. ઈઝાબેલ કૈફ પણ બોલીવૂડમાં એન્ટ્રી કરવા માટે આતુર છે. એ આયુશ શર્મા સાથે ‘ટાઈમ ટૂ ડાન્સ’ ફિલ્મનું શૂટિંગ કરી હતી, ત્યાં 21-દિવસનું ‘ભારત લોકડાઉન’ લાગુ કરી દેવાતાં બધી ફિલ્મી પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ છે અને કલાકારોને પણ ઘરમાં બેસવાનો વખત આવ્યો છે.