Home Blog Page 4911

આલ્ફા હીલિંગ સેન્ટરઃ વ્યસનમુક્તિ માટે સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ ઉપચારનું કેન્દ્ર

આલ્કોહોલ અને કેફી પદાર્થનું વ્યસન સમાજને પજવતા ગંભીર પ્રશ્નોમાંનો એક છે. દર વર્ષે આવા વ્યસનીઓની સંખ્યા વધે છે અને વધુ ને વધુ લોકો એમનું જીવન ગુમાવે છે. વ્યસનનો શિકાર બનતા લોકો એમના પોતાના જ મન પરનો તેમજ સાથોસાથ શરીર પરનો અંકુશ ખોઈ બેસે છે. આવા વ્યસનીઓને એમની સમસ્યામાંથી છૂટકારો મેળવવામાં મદદરૂપ થાય છે આલ્ફા હીલિંગ સેન્ટર જે ગુજરાતના વડોદરા શહેરમાં આવેલું છે અને ભારતમાં અગ્રગણ્ય હોલિસ્ટિક હીલિંગ સેન્ટરોમાંનું એક છે.

AHC માં  9136783804 નંબર પર સેન્ટર ખાતેના કોઓર્ડિનેટર્સ તથા કાઉન્સેલર્સનો પણ સીધો સંપર્ક કરી શકાય છે.

આલ્ફા હિલીંગ સેન્ટરનો નયનરમ્ય નજારો

વ્યસનની માઠી અસર માત્ર એ વ્યક્તિ પર થાય છે એવું નથી, એનાં પરિવારજનોનું જીવન પણ તાણભર્યું બની જાય છે.

આલ્ફા હિલીંગ સેન્ટરનો નયનરમ્ય નજારો

યોગ્ય અને સમયસર સારવાર-ઉપચાર મળે તો ઘણા વ્યસનીઓનાં જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. વ્યસન નિયંત્રણ અને સારવાર પદ્ધતિઓ લાંબા ગાળે ઉપયોગી થાય છે, વળી એમની ઘણી મર્યાદાઓ પણ રહેલી છે. તેથી કોઈ અલગ પ્રકારનો અભિગમ અપનાવવાની જરૂર છે.

આલ્ફા હિલીંગ સેન્ટરનો નયનરમ્ય નજારો

અને અહીંયા જ આવશ્યક્તા છે સંપૂર્ણ (હોલિસ્ટિક) સ્વાસ્થ્યપ્રદ ઉપચારની. હોલિસ્ટિક ઉપચારમાં વ્યક્તિનો માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય ઉપચાર કરીને એને વ્યસનની ચુંગાલમાંથી છૂટવામાં મદદરૂપ થવામાં આવે છે.

આલ્ફા હિલીંગ સેન્ટરનો નયનરમ્ય નજારો

એ માટે પ્રમાણ-આધારિત થેરાપીઝ અને વેલનેસ કાર્યક્રમો દ્વારા વ્યક્તિની જીવનશૈલીને સુધારવામાં આવે છે. એને તાણ કરાવતી બાબતોને ઓળખીને એને તેમાંથી રચનાત્મક રીતે છૂટકારો અપાવવામાં આવે છે.

કેફી પદાર્થો અને આલ્કોહોલનું વ્યસન છોડાવવા માટે આલ્ફા હીલિંગ સેન્ટરમાં અત્યંત અસરકારક સર્વગ્રાહી ઉપચારપદ્ધતિઓ દ્વારા સકારાત્મક અસર લાવવામાં આવે છે અને ઘણાયની જિંદગીમાં આમુલ પરિવર્તન લાવવામાં આવે છે.

જ્યાં વિવિધ પ્રકારના વ્યસન અને બીમારીઓની શિસ્તબદ્ધ રીતે અને પ્રમાણ-આધારિત થેરાપીઝ વડે સારવાર કરવામાં આવે છે. આલ્કોહોલ વ્યસન , કેફી પદાર્થનું વ્યસન , ડીપ્રેશન , માનસિક આઘાત અને PTSD  સારવારમાં સફળતાનો દર ઘણો ઊંચો છે. આ સેન્ટરમાં 14-દિવસનો ધૂમ્રપાન અને તમાકુનું વ્યસન છોડાવવા માટેનો પરિણામલક્ષી કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે , જેમાં સંપૂર્ણ સારવાર ઉપરાંત કાઉન્સેલિંગ, સંતુલિત આહાર, મનને પ્રફુલ્લિત કરે એવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેથી દર્દીઓ ઝડપથી સાજા થઈ શકે.

આલ્ફા હીલિંગ સેન્ટરની વિશેષતા જુઓ આ વિડિયોમાંઃ

આ કેન્દ્રમાં ISO માન્યતાપ્રાપ્ત રીહેબિલિટેશન સુવિધા ઉપલબ્ધ છે, જે વ્યસન-મુક્તિ અને પુનર્વસન કાર્યક્રમોમાં વિશિષ્ટતા ધરાવે છે. આ કેન્દ્ર ઓર્ગેનિક ફાર્મિંગ, ઈન્ડોર તથા આઉટડોર રમતગમતો, સ્પા અને મસાજ, યોગા રૂમ ફિટનેસ સેન્ટર, સ્વિમિંગ પૂલ જેવી અત્યાધુનિક આનંદપ્રદ સુવિધાઓથી સંપન્ન છે. વળી, મહિલાઓ માટે અલગ ઝોન છે જ્યાં ચોવીસે કલાક મહિલા સુરક્ષાકર્મીઓ તહેનાત હોય છે.

AHCમાં વ્યક્તિગત રીતે ઉપચાર કરવામાં આવે છે અને કાળજી લેવામાં આવે છે. અહીં દર્દીઓની માત્ર બીમારી દૂર કરાય છે એટલું જ નહીં, પણ તેઓ અત્યાધુનિક પ્રમાણ-આધારિત થેરાપીઝ દ્વારા વ્યસનથી છુટકારો મેળવે એ રીતે એમની સારવાર કરવામાં આવે છે. નિષ્ણાતો દ્વારા કસ્ટમાઈઝ સારવાર અને સુખાકારી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે જેમાં દર્દીઓની જરૂરિયાતોનું ધ્યાન રખાય છે. આમાં આંશિક કાળજી કાર્યક્રમ, ઈન્ટેન્શિવ અને ટ્રેડિશનલ રેસિડેન્શલ પ્રોગ્રામનો સમાવેશ થાય છે. રેસિડેન્શલ પ્રોગ્રામ્સ 8-12 અઠવાડિયા જેટલા લાંબા હોય છે.

AHCમાં ક્વાલિફાઈડ અને અનુભવી સાઈકિયાટ્રિસ્ટ્સ, ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ્સ, ઓક્યૂપેશનલ થેરપિસ્ટ્સ, હિપ્નોથેરપિસ્ટ્સ, ડાયટિશન્સ, આર્ટ અને મ્યુઝિક થેરપિસ્ટ્સ, યોગ શિક્ષકો અને કાઉન્સેલર્સની સેવા ઉપલબ્ધ છે.

AHC માં 1800-102-0489 ટોલ-ફ્રી નંબર પર ફૂલ-ફ્લેજ્ડ 24X7 કસ્ટમર કેર ઉપલબ્ધ છે. તે ઉપરાંત, 9136783804 / 7490023387 નંબરો પર સેન્ટર ખાતેના કોઓર્ડિનેટર્સ તથા કાઉન્સેલર્સનો પણ સીધો સંપર્ક કરી શકાય છે.

તો નોંધી લો આલ્ફા હીલિંગ સેન્ટરનું ઈમેલ એડ્રેસ અને સરનામું…

અમને આ એડ્રેસ પર ઈમેલ કરી શકો છોઃ info@alphahealingcenter.in

આલ્ફા હીલિંગ સેન્ટર ઈન્ડિયા (વ્યસન-મુક્તિ, પુનર્વસન કેન્દ્ર)
ગામ નારુકોટ, પાવાગઢ-જાંબુઘોડા રોડ, ડોન બોસ્કો શાળા નજીક, તાલુકોઃ જાંબુઘોડા, જિલ્લોઃ વડોદરા, ગુજરાત – 389390


આલ્ફા હીલિંગ સેન્ટરમાં રીક્રિએશનલ સુવિધાઓની તસવીરી ઝલક…

સ્વિમિંગ પૂલ

આલ્ફા હિલીંગ સેન્ટર ખાતે રહેઠાણની સગવડ

વ્યાયામશાળા

આલ્ફા હિલીંગ સેન્ટર ખાતે રહેઠાણની સગવડ

લાઈબ્રેરી

યોગા રૂમ

 

મુંબઈમાં શાકભાજીની હોલસેલ માર્કેટ 31 માર્ચ સુધી બંધ

મુંબઈઃ પડોશના નવી મુંબઈમાં આવેલી શાકભાજી અને ફળોની હોલસેલ માર્કેટ – APMC (એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી) 25 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રહેવાની છે. આને કારણે મુંબઈ, નવી મુંબઈ અને પડોશના થાણે શહેર-જિલ્લામાં શાકભાજીના પૂરવઠાને અસર થવાનો સંભવ છે.

કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે અત્યાવશ્યક સેવાઓને બાદ કરતાં મુંબઈમાં લોકડાઉન કરવામાં આવ્યું છે.

હવે મુંબઈ-થાણા જિલ્લાઓને શાકભાજી પૂરવઠો પૂરો પાડવાનું સ્થળ એપીએમસી માર્કેટ 25 માર્ચથી 31 માર્ચ સુધી બંધ થવાની છે. આ નિર્ણયની જાણકારી માર્કેટના સંચાલક શંકર પિંગળેએ આપી છે.

પરંતુ, 25-31 માર્ચના સમયગાળા દરમિયાન શાકભાજીની તંગી ઊભી ન થાય એટલા માટે 24 માર્ચ સુધી માર્કેટને ખુલ્લી રાખવામાં આવનાર છે.

નવી મુંબઈના વાશીસ્થિત એપીએમસી માર્કેટમાં દરરોજ 2000 જેટલી ગાડીઓમાં શાકભાજી-ફળોનો માલ આવે છે. તેમજ દરરોજ અહીંયા 6000 લોકો વેપાર કરે છે. જોકે લોકડાઉનને કારણે આમાંના મોટા ભાગના લોકો પોતપોતાના ઘરમાં છે. અનેક જણ પોતપોતાના ગામ-વતન ખાતે જતા રહ્યા છે. બજારમાં ભીડ ઓછી થઈ ગઈ છે. પરિણામે નાછૂટકે માર્કેટ બંધ કરવી પડશે, એમ પિંગળેએ કહ્યું.

25-31 માર્ચ દરમિયાન એપીએમસી માર્કેટમાં શાકભાજી, ફળ, કાંદા-બટાટા બજારો બંધ રહેશે. પરિણામે આ ચીજવસ્તુઓના ભાવ વધી શકે છે.

માર્કેટમાં ગીરદી ન થાય એટલા માટે આ પહેલાં જ સાવચેતીના અનેક પગલાં લેવામાં આવ્યા હતા. હોલસેલ વેપારીઓએ એમના ગ્રાહકોને માર્કેટમાં આવવાને બદલે ફોન કરીને જ ઓર્ડર આપવાનું જણાવ્યું હતું.

દર ગુરુવાર અને રવિવાર, એમ બે દિવસ માર્કેટ બંધ રાખી સ્વચ્છતા કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ હવે કોરોના વાઈરસના ફેલાવાનું જોખમ વધી જતાં 25-31 માર્ચ સુધી માર્કેટ સદંતર બંધ રાખવાનું નક્કી કરાયું છે.

કોરોનાના ટેસ્ટ માટેનું સૌપ્રથમ લાઇસન્સ અમદાવાદની કંપનીને મળ્યું

અમદાવાદઃ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ કોરોના વાઇરસની ટેસ્ટ કિટ બનાવવા માટે અમદાવાદ સ્થિત કંપનીને લાઇસન્સ આપ્યું છે, આ લાઇસન્સ મેળવનારી આ કંપની અત્યાર સુધી દેશમાં સૌપ્રથમ કંપની છે. આ કંપનીએ દાવો કર્યો છે કે એની આ રિજન્ટ કિટ્સ કોરોના વાઇરસનું પરીક્ષણનું પરિણામ માત્ર અઢી કલાકમાં આપી દેશે. કોસારા ડાયગ્નોસ્ટિક પ્રાઇવેટ લિ. અમદાવાદમાં નોંધાયેલી કંપની છે અને આ કંપનીના ઉત્પાદન એકમો રણોલી અને વડોદરામાં આવેલા છે.  કોરોના વાઇરસના ટેસ્ટ માટેના લાઇસન્સની અરજી કંપનીએ એક મહિના પહેલાં કરી હતી. કંપનીને આ કોવિડ-19ના ટેસ્ટ કરવા માટેના લાઇસન્સ માટેની મંજૂરી મંગળવારે જ મળી હતી. કંપની કો-ડાયગ્નોસ્ટિકગ ઇન્ક ઓફ ઉટા, યુએસ અને અંબાલાલ સારાભાઈ એન્ટપ્રાઇઝિસ સાથે સંયુક્ત સાહસ ધરાવે છે.

અમેરિકાની કંપનીએ ટેસ્ટ કિટ વિકસાવી

અમેરિકાની કંપની કો-ડાયગ્નોસ્ટિકે કોરોના વાઇરસની ટેસ્ટ કિટ વિકસાવી છે અને કંપની ભારતમાં આ કિટનું ઉત્પાદન શરૂ કરવાના પ્રયાસો કરી રહી છે અને કંપની એને માટેના રિજન્ટ ટેસ્ટ કિટની અન્ય દેશોમાંથી આયાત કરવાના પ્રયાસો કરી રહી છે.

કોસારાના CEOએ કહ્યું લાઇસન્સ અમને મળ્યું

કોસારા ડાયગ્નોસ્ટિક્સના CEO મોહલ કાર્તિકેય સારાભાઈએ કહ્યું હતું કે અમને CDSCO પાસેથી કોરોના વાઇરસને ટેસ્ટ કરવાનું લાઇસન્સ મળ્યું છે અને અમે ટૂંક સમયમાં આ ટેસ્ટ કિટનું ઉત્પાદન શરૂ કરીશું. અને આ અમારી અમેરિકાસ્થિત ભાગીદાર કંપનીને આ માટેના જરૂરી કાચા માલસામાનનો ઓર્ડર આપ્યો છે અને એ અમને બહુ જલદી અમને મોકલી આપશે.

કંપનીએ દાવો કર્યો હતો કે હાલમાં કોરોના વાઇરસનો ટેસ્ટ કરતી ICMR અને તેની લેબોરેટરી પાંચ કલાકમાં પરિણામ જણાવે છે એની સરખામણીએ કંપનીની રિજન્ટ કિટ્સ કોરોના વાઇરસના પરીક્ષણનું પરિણામ બેથી અઢી કલાકમાં આપી દેશે.

 

 

 

 

 

 

 

 

 

 

મુંબઈમાં કોરોનાનો ગભરાટ; ચારેકોર લોકડાઉન…

કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે પાટનગર મુંબઈમાં આવતી 31 માર્ચ સુધી લોકડાઉન ઘોષિત કર્યું છે. એને કારણે શહેરમાં મેડિકલ સ્ટોર્સ, દૂધની ડેરીઓ, કરિયાણા સ્ટોર્સને બાદ કરતાં તમામ દુકાનો, ઓફિસો બંધ છે. લોકલ ટ્રેનોમાં સામાન્ય જનતાને પ્રવાસ કરવાની મનાઈ છે. પરિણામે સ્ટેશનો અને ટ્રેનો ખાલીખમ હોય છે. વાહનવ્યવહાર સ્થગિત હોવાથી રસ્તાઓ સુમસામ ભાસે છે. સ્ટેશનો પર પોલીસ તથા આરોગ્ય કર્મચારીઓ ઈન્ફ્રારેડ ટેમ્પરેચર ગન વડે અંતર જાળવીને દૂરથી પ્રવાસીઓનું ટેમ્પરેચર માપતા જોવા મળ્યા હતા. 23 માર્ચ, સોમવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકડાઉનના દ્રશ્યો. (તસવીરોઃ દીપક ધુરી)
































રાજ્યો લોકડાઉનને ના માનનારા સામે કાર્યવાહી કરે : PM

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રાજ્યોને આદેશ કર્યો છે કે કોરોના વાઇરસ બંધનો સખતાઈપૂર્વક અમલ કરવામાં આવે અને એનું ઉલ્લંઘન કરવાવાળાઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. દેશમાં 80 જિલ્લાઓમાં સંપૂર્ણ રીતે લોકકડાઉન  અને પેસેન્જર રેલવે સર્વિસ, બસ સર્વિસને બંધ કર્યા એક દિવસ બાદ આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. કોરોના વાઇરસના જોખમ વચ્ચે લોકોની લાપરવાહી સામે વડા પ્રધાન મોદીએ ફરી એક વાર અપીલ કરી હતી કે લોકો સર્તક રહે.

 વડા પ્રધાન મોદીએ નારાજગી વ્યક્ત કરી

તેમણે ટ્વિટર પર કહ્યું હતું કે લોકડાઉનને હજી પણ કેટલાય લોકો ગંભીરતાથી નથી લઈ રહ્યા. તેમણે કહ્યું હતું કે તમે પોતાનો બચાવ કરો, પોતાના પરિવારને બચાવો, નિર્દેશોનું ગંભીરતાથી પાલન કરો. તેમણે રાજ્ય સરકારોને આદેશ કર્યો હતો કે નિયમો અને કાયદાનું પાલન કરાવો. વડા પ્રધાનના નિવેદન પછી કેન્દ્ર દ્વારા કડક આદેશ આપવામાં આવ્યો હતો. લોકકડાઉન દરમ્યાન બધા પ્રકારનાં સિનેમા, મોલ અને બજાર બંધ કરવામાં આવ્યાં છે. જોકે જરૂરી સેવાઓ જેવી કે દૂધનો પુરવઠો, કરિયાણું અને દવાઓની દુકાનો ખુળ્લી રહેશે.

કોરોનાની ત્રીજા તબક્કા પહેલાં સાવધાની રાખવા લોકડાઉન

સરકાર દ્વારા જે સખતાઈ કરવામાં આવી રહી છે, એ યોગ્ય છે. આ રોગને વધુ પ્રસરતાં અટકાવવા માટે એક જગ્યાએ ભીડ એકઠી ના થવી જોઈએ. દેશમાં હજી કોરોના વાઇરસનો ત્રીજો તબક્કો નથી આવ્યો. એના માટે સરકાર પગલાં લઈ રહી છે. હજી પણ સ્થિતિ સરકાર નિયંત્રણમાં છે, પણ હજી આ વાઇરસનો ચેપ સામૂહિક રીતે લાગવા માંડશે તો સ્થિતિ કફોડી બની જશે. દેશમાં દર્દીઓની સંખ્યા 400ની ઉપર છે અને અત્યાર સુધી સાત લોકોનાં મત થઈ ચૂક્યાં છે.

 

સેન્સેક્સ 3600 પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટી 7,700ની નજીક

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રારંભે ભારે વેચવાલી થઈ હતી. જેને પગલે શેરબજારમાં 10 ટકાનો ઘટાડો થયો હતો. જેને પગલે બજારમાં સરકિટ લાગી હતી. ત્યાર બાદ 45 મિનિટ સુધી ટ્રેડિંગ રોકવામાં આવ્યાં હતા. જોકે સરકિટ લાગ્યા બાદ ફરી માર્કેટ ખૂલ્યાં ત્યારે એમાં વધુ ઘટાડો નોંધાયો હતો. જેથી સેન્સેક્સ 3600 પોઇન્ટ કરતાં વધુ અને નિફ્ટી ઇન્ડેક્સ 1,057 પોઇન્ટ તૂટી ગયા હતા. આમ સેન્સેક્સ અને નિફ્ટી 12 ટકા કરતાં વધુ તૂટ્યાં હતાં. આજે રોકાણકારોના આશરે રૂ. 10 લાખ કરોડ સ્વાહા થઈ ગયા હતા. બેન્કિંગ શેરોમાં ભારે ધોવાણ થયું હતું. સેબીએ શુક્રવારે શોર્ટ સેલિંગ પર પ્રતિબંધ મૂકવા છતાં એની કોઈ અસર બજાર પર દેખાતી નહોતી. વળી, કોઈ રાહત પેકેજ જાહેર નહીં થતાં શેરબજારોમાં વેચવાલી ચાલુ રહી હતી.


ડોલર સામે રૂપિયો 76ને પાર

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સોમવારે 76ને પાર થયો હતો. કોરોના વાઇરસનો ચેપ જે ઝડપે વધી રહ્યો છે એને લીધે આર્થિક અનિશ્ચિતતાઓમાં વધારો થતાં ડોલર સામે રૂપિયો વધુ ગગડ્યો હતો. ડોલર સામે રૂપિયીએ 76.15નું મથાળું બનાવ્યું હતું. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ સ્થાનિક મૂડીબજારોમાંથી રૂ. એક લાખ કરોડ પાછા ખેંચ્યા હતા.

કોમોડિટી બજારો, કૂડ અને મેટલ્સમાં પણ ઘટાડો

કોરોના વાઇરસના ડરને કારણે માગ ઘટવાની આશંકાએ ક્રૂડ ઓઇલ અને મેટલ્સમાં ભારે ઘટાડો નોંધાયો હતો. વિશ્વના અનેક દેશોએ લોકડાઉન કર્યા છે, જેનાથી ક્રૂડની માગ અને વૈશ્વિક ગ્રોથમાં ઘટાડાની અસર છે. ક્રૂડની કિંમતો વર્ષના પ્રારંભથી 60 ટકા ઘટી ચૂકી છે. એસ એન્ડ પીએ ક્રૂડનું અનુમાન 10 ડોલર ઘટાડ્યું છે. બેસ મેટલ્સ પણ દબાણ છે. મેટલ્સમાં બેથી ચાર ટકાનો ઘટાડો નોંધાયો હતો.

સરકારે 75 જિલ્લાઓમાં લોકડાઉન કર્યું

સરકારે કોરોના વાઇરસના ચેપને વધતો અટકાવવા માટે દેશના 75 જિલ્લાઓમાં લોકડાઉન કર્યું હતું. જેથી કેટલાય ઉદ્યોગો અને આર્થિક કામકાજ પર પ્રતિકૂળ અસર પડી છે. શુક્રવારે ડાઉ જોન્સ અને નેસ્ડેટ પણ ચાર ટકા ઘટીને બંધ રહ્યાં હતાં. ડાઉ જોન્સમાં તો સાપ્તાહિક ઘટાડો ઓક્ટોબર, 2008 પછી સૌથી ખરાબ રહ્યો હતો.

 

 

હરિદ્વારમાં ભીષણ આગમાં બાબા રામદેવનું મેડિકલ સેન્ટર ખાખ

હરિદ્વારઃ યોગગુરુ બાબા રામદેવના અત્રેના નિસર્ગોપચાર કેન્દ્રમાં ગઈ કાલે ભીષણ આગ લાગતાં કેન્દ્રનો નાશ થઈ ગયો છે.

બાજુના જંગલમાં લાગેલી આગનો એક ઉડતો તણખો પડવાને કારણે અત્યાધુનિક નેચરલ હેલ્થ સેન્ટરમાં ભીષણ આગ લાગી હોવાનું મનાય છે.

આ સેન્ટર યોગ ગ્રામ આશ્રમમાં રૂ. 70 કરોડના ખર્ચે 2009માં બનાવવામાં આવ્યું હતું.

બાબા રામદેવના પ્રવક્તા એસ. તિજારાવાલાએ કહ્યું કે આગને કારણે ઘણું નુકસાન થયું છે.

રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણએ આગની જાણકારી ટ્વિટર પર આપી છે અને આગની જ્વાળાઓવાળો વિડિયો પણ શેર કર્યો છે.

બનાવ નજરે જોનારાઓએ કહ્યું કે જંગલમાં લાગેલી આગને કારણે સેન્ટરમાં આગ લાગી હોવાની શક્યતાને નકારી શકાય નહીં, કારણ કે જંગલ વિસ્તાર અને યોગ ગ્રામ વચ્ચે બહુ અંતર નથી.

કોરોનાનો ફેલાવો રોકવા પંજાબ રાજ્યમાં કર્ફ્યૂ લાગુ

ચંડીગઢઃ કોરોના વાઈરસ, જેને COVID-19 નામ આપવામાં આવ્યું છે, એના પોઝિટીવ કેસો પંજાબ રાજ્યમાં વધવાનું ચાલુ રહેતાં અને આ રોગનો ફેલાવો રોકવા માટે પંજાબ સરકારે સમગ્ર રાજ્યમાં કર્ફ્યૂ લાગુ કરી દીધો છે.

હાલ પંજાબમાં કોરોનાનાં 21 કન્ફર્મ્ડ કેસો છે. એક વ્યક્તિનું આ રોગને કારણે મૃત્યુ થયું છે.

રાજ્યના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી, પરંતુ રવિવારે જનતા કર્ફ્યૂ બાદ લોકો મોટી સંખ્યામાં એમના ઘરની બહાર પડતાં અને લોકડાઉનના નિયમોનું પાલન ન કરતાં સરકારે કર્ફ્યૂ લાગુ કરી દીધો છે.

આજે પંજાબમાં 21 વર્ષીય એક યુવક કોરોના વાઈરસથી પીડિત હોવાનું માલૂમ પડતાં ચંડીગઢમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા 7 પર પહોંચી છે. દર્દી ચંડીગઢનો જ રહેવાસી છે અને જેને કોરોના થયો હતો એ બીજી વ્યક્તિ સાથે સંપર્કમાં આવતા એને પણ કોરોના થયો છે.

અમરિન્દર સિંહે કહ્યું કે રાજ્યમાં લોકડાઉનના નિયમોનું લોકોએ ઉલ્લંઘન કરતાં સમગ્ર રાજ્યમાં કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ વડા સાથે બેઠક કરીને મુખ્ય પ્રધાને આ નિર્ણય લીધો હતો. કર્ફ્યૂ સંપૂર્ણ પ્રકારનો રહેશે અને એમાં કોઈ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે. માત્ર આવશ્યક સેવાઓને જ બાકાત રાખવામાં આવી છે.

ગુજરાતનાં ચાર શહેરોમાં લોકડાઉનઃ લોકો પાલન નહીં કરે તો કાર્યવાહી  

અમદાવાદઃ ગુજરાતનાં ચાર મોટાં શહેરો- અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આગામી ત્રણ દિવસ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધીને 29 થતાં સાવચેતીરૂપે આ શહેરોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે.  અમવાદમાં 25 માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. નરોડા-જીઆઇડીસી, ટેક્સટાઇલ પ્રોસેસ હાઉસ, નારોલ ગારમેન્ટ ઉત્પાદકો અને ડાયસ્ટફ ઉત્પાદકોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. નરોડા જીઆઇડીસીના 1,300 યુનિટ પણ 25 માર્ચ સુધી બંધ રાખવા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે આ યુનિટોમાં કામ કકરતા કામદારોના પગાર નહીં કાપવાની પણ સૂચના આપવામાં આવી છે.

અમવાદમાં કોરોના કેસ વધીને 13 થયા

અમદાવાદમાં કોરોનાના કુલ 13 કેસ નોંધાયા છે. અમદાવાદમાં જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્વાયહી કરવામાં આવશે. વડોદરામાં છ કેસ નોંધાયા છે. આ સાથે સુરત અને ગાંધીનગરમાં ચાર-ચાર કેસ નોંધાયા છે. રાજકોટ અને કચ્છમાં એક- એક કેસ નોંધીયો છે.

અમદાવાદમાં ખાડિયાના 40 લોકો સામે એફઆઇઆર નોંધાયો

અમદાવાદમાં જનતા કરફ્યુ દરમ્યાન સાંજે પાંચ વાગ્યે ખાડિયા વિસ્તારમાં લોકોએ એક સરઘસ કાઢીને થાળી વગાડી હતી. આ દરમ્યાન લોકોએ ગરબા પણ રમ્યા હતા. આ લોકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે પાંચ જણની ધરપકડ કરી હતી.  આ સરઘસની મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ નોંધ લીધી હતી અને તેમના થાળી સરઘસને વખોડી કાઢી હતી.

પોલીસ ફોર્સ ઉતારાશે

અમદાવાદના રસ્તા પર ફરતા લોકો મામલે મ્યુનિશિપલ કમિશનર વિજય નહેરાએ પોલીસ કમિશન આશિષ ભાટિયા સાથે વાત કરી છે. લોકોને માર્ગ પરથી દૂર કરવા માટે પોલીસ ફોર્સ ઉતારવા જણાવ્યું છે. લોકોને સમજાવવામાં આવશે અને નહીં સમજે તો તેમની સામે કડક કાર્યવાહી કરવા પણ પોલીસ ફોર્સને જણાવવામાં આવ્યું છે.

દફનાળા સર્કલ પાસે પોલીસ દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું 

દફનાળા સર્કલ પાસે પોલીદ દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે. એરપોર્ટથી શહેરમાં પ્રવેશતા અને અમદાવાદથી ગાંધીનગર તરફ જતા લોકોને રોકવામાં આવી રહ્યાં છે. સમગ્ર દિવસ દરમિયાન પોલીસ દ્વારા લોકડાઉન કરવામાં આવશે.

 

ટોકિયો ઓલિમ્પિક્સ મુલતવી રાખવાનું કદાચ અનિવાર્ય બનશેઃ શિન્ઝો એબે

ટોકિયોઃ આગામી ઉનાળુ ઓલિમ્પિક રમતોત્સવ અને દિવ્યાંગજનો માટેના પેરાલિમ્પિક રમતોત્સવને કોરોના વાઈરસના ફેલાવાને કારણે મુલતવી રાખવાનું કદાચ અનિવાર્ય બનશે એવું જાપાનના વડા પ્રધાન શિન્ઝો એબેએ જણાવ્યું છે.

એબેએ જાપાનની સંસદમાં જણાવ્યું કે ખતરનાક રોગચાળા COVID-19ના ફેલાવાને કારણે ટોકિયો ઓલિમ્પિક્સ-2020ને મુલતવી રાખવા અનિવાર્ય બની શકે છે.

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી આગામી અઠવાડિયાઓમાં કોરોનાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની ટોકિયોગેમ્સના આયોજન પર થયેલી અસરોનો અભ્યાસ કરવાની છે અને ત્યારબાદ પોતાનો નિર્ણય જાહેર કરશે. તેઓ પણ ગેમ્સને મુલતવી રાખવાના મુદ્દે ચર્ચા કરવાના છે.

એબેએ સંસદમાં કહ્યું કે એથ્લીટ્સની સુરક્ષા આપણે મન સૌથી મહત્ત્વની છે એટલે ઓલિમ્પિક્સ-2020ને મુલતવી રાખવાનું કદાચ અનિવવાર્ય બનશે.

ટોકિયો શહેરમાં આવતી 24 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી ઓલિમ્પિક ગેમ્સ યોજવાનું નિર્ધારિત કરાયું છે.

પવિત્ર ઓલિમ્પિક જ્યોત ગ્રીસના એથેન્સ શહેરમાંથી ગયા શુક્રવારે ટોકિયો આવી પહોંચી હતી. ટોર્ચ રીલે (જ્યોતની રીલે સફર) 26 માર્ચથી યોજવાનું પણ નક્કી કરાયું છે, પરંતુ કોરોનાનાં ફેલાવાએ ચિંતા ઊભી કરી દીધી છે.

દરમિયાન, કેનેડા ટોકિયો ઓલિમ્પિક્સમાંથી ખસી ગયું છે. કેનેડિયન ઓલિમ્પિક કમિટીએ જાહેરાત કરી દીધી છે કે કોરોના વાઈરસના ફેલાવાને કારણે ગેમ્સને એક વર્ષ સુધી મુલતવી રાખો તો જ અમે ભાગ લઈશું. જો આ વર્ષના જુલાઈમાં જ યોજવાના હો તો અમે અમારા એથ્લીટ્સને નહીં મોકલીએ.

કોરોના રોગચાળાને કારણે ઓલિમ્પિક્સનો બહિષ્કાર કરવાની ધમકી આપનાર કેનેડા દુનિયાનો પહેલો જ દેશ છે.