મુંબઈઃ કોરોના વાઈરસના ફેલાવાને કારણે તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને પગલે બેન્ક કર્મચારીઓએ આવતી 27 માર્ચે નિર્ધારિત એમની દેશવ્યાપી હડતાળને પડતી મૂકી દીધી છે.
દેશના બેન્કિંગ સેક્ટરમાં બે મોટા કર્મચારી યુનિયનો છે – ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોઈઝ એસોસિએશન અને ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશન.
આ બંને યુનિયને 27 માર્ચની હડતાળને પડતી મૂકી દીધી હોવાની આજે જાહેરાત કરી છે.
મેગા બેન્ક મર્જર્સ વિશે કેન્દ્ર સરકારના નિર્ણય તેમજ આઈડીબીઆઈ બેન્કનું ખાનગીકરણ કરવાની હિલચાલ સામેના વિરોધમાં બંને બેન્ક કર્મચારી સંગઠનોએ દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું હતું.
વડા પ્રધાન મોદીએ ગઈ કાલે ટીવી પર કરેલા દેશવ્યાપી સંબોધનમાં કરેલી અપીલને ધ્યાનમાં લઈને તેમજ કોરોના વાઈરસને કારણે દેશભરમાં ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ સંકટના સમયમાં લોકોની સાથે રહેવા માટે બેન્ક યુનિયનોએ હડતાળ પર ન જવાનું નક્કી કર્યું છે.
યુનિયનોએ એમના તમામ આંદોલનકારી કાર્યક્રમો પણ રદ કર્યા છે.
નવી દિલ્હીઃ સિંગર કનિકા કપૂર કોરોનાથી પીડિત છે. જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. તે હાલમાં કેટલીય પાર્ટીમાં હાજરી આપી ચૂકી હતી. આને લીધે સંસદસભ્ય દુષ્યંત ગૌતમ અને ભૂતપૂર્વ વસુંધરા રાજેએ ખુદને આઇસોલેટ કરી લીધા છે. હવે નેટિજન્સ કનિકા કપૂરને પ્રવાસની વિગતો છુપાવવા માટે બહુ જ ટ્રોલ કરી રહ્યા છે અને સોશિયલ મિડિયા પર તેમની ધરપકડની માગ ઊઠી છે.
કનિકા કપૂરે કોરોના હોવાનું કબૂલ્યું
કનિકા કપૂરે આજે તેને કોરોના વાઇરસ થયો હોવાનું કબૂલ્યું હતું. તેમનો COVID-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ અહેવાલોથી માલૂમ પડ્યું છે કે ‘બેબી ડોલ’ની સિંગરે લંડનથી પરત ફર્યા પછી તેના પ્રવાસની વિગતો છૂપાવી હતી અને આશરે 100 લોકોની સાથે એક હોટેલમાં આયોજિત પાર્ટીમાં ભાગ લીધો હતો. આમાં સમાજથી જોડાયેલી કેટલીય પ્રતિષ્ઠિત વ્યક્તિ ઉપસ્થિત હતી. હવે સોશિયલ મિડિયામાં અન્ય લોકોનાં જીવન જોખમમાં મૂકવા બદલ કનિકાને ટ્રોલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બેજવાબદારભર્યું વર્તન કરવા બદલ તેની ધરપકડ કરવાની માગ કરવામાં આવી રહી છે.
સોશિયલ મિડિયા પર ખૂબ ટ્રોલ થઈ કનિકા
એક યુઝરે લખ્યું હતું કે મને @TheKanikakapoor માટે શરમ આવે છે.ભારતની આવી બેજવાબદાર નાગરિક તને શરમ આવવી જોઈએ, જ્યારે રાહુલ મહાજને લખ્યું હતું કે ગૃહ મંત્રાલય અને વડા પ્રધાન ઓફિસે તેની સામે કડક પગલાં લેવાં જોઈએ, જેથી એક દાખલો બેસે.
જોકે કનિકાએ એક નિવેદનમાં ખુલાસો કર્યો હતો કે પાછલા ચાર દિવસથી મને ફ્લુ છે, મેં ટેસ્ટ કરાવ્યો હતો અને એ COVID-19 પોઝિટિવ આવ્યો છે. મારો પરિવાર અને હું આઇસોલેશનમાં છું. અને ડોક્ટરની સલાહનું પાલન કરી રહ્યા છે.
કોરોના વાઈરસના ત્રાસ અને ગભરાટના વાતાવરણ વચ્ચે ‘બાહુબલી’ ફિલ્મની અને દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી તમન્ના ભાટિયા યોગા કરી રહી છે. કોરોના વાઈરસના ચેપ-ફેલાવાથી બચવા માટે સહુએ પોતપોતાના ઘરમાં જ રહેવું એવી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓ અને સેલિબ્રિટી વ્યક્તિઓએ લોકોને અપીલ કરી છે ત્યારે તમન્નાએ સેલ્ફ-ક્વોરન્ટીનનો સમય યોગ્ય રીતે વિતાવવાનું નક્કી કર્યું છે. પોતાના ઘરના બગીચામાં યોગા કરતો પોતાનો વિડિયો એણે સોશિયલ મિડિયા પર શેર કર્યો છે. આ રીતે એણે કોરોના સામે જનજાગૃતિ ફેલાવવાનું પસંદ કર્યું છે, જેની સોશિયલ મિડિયા પર પ્રશંસા થઈ રહી છે.
નવી દિલ્હીઃ કોરોના વાઇરસના પ્રકોપથી બચવા માટે ભારતમાં ચાલી રહેલા જાગરુકતા અભિયાનની વચ્ચે ગૂગલે શુક્રવારે એક ડૂડલ બનાવ્યું હતું. આ ડૂડલમાં હાથ ધોવાની સાચી રીત શીખવાડવામાં આવી હતી. ડૂડલે વૈજ્ઞાનિક ઇગ્નાઝ સેમ્મેલ્વેઇસ (Ignaz Semmelweis)ને સમર્પિત કરી હતી.
તેઓ ‘ફાધર ઓફ ઇન્ફેક્શન કન્ટ્રોલ’ના નામથી ઓળખાય છે
ઇગ્નાઝ સેમ્મેલ્વેઇસને વ્યાપક રીતે હેન્ડવોશિંગના લાભ શોધનાર પહેલી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. 1847માં આજના દિવસે જ ઇગ્નાઝ સેમ્મેલ્વેઇસે વિયાના જનરલ હોસ્પિટલના ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે ડોક્ટરોને પોતાના હાથ કીટાણુરહિત કરવા માટે આવશ્યક હોય છે, એનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમને ‘ફાધર ઓફ ઇન્ફેક્શન કન્ટ્રોલ’ના નામથી પણ ઓળખવામાં આવે છે.
કોરોના વાઇરસથી બચવા લોકોને હાથ ધોવાની અપીલ
દેશભરમાં કોરોના વાઇરસના વધતા પ્રકોપ પછી બધા લોકોને હાથ ધોવા માટે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. આ સંદર્ભે મોદી સરકાર તરફથી પણ તકેદારી રાખવા કહેવામાં આવી રહ્યું છે. કોરોના વાઇરસથી દેશમાં અત્યાર સુધી પાંચ લોકોનાં મોત થયાં છે અને આ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 200ને પાર થઈ ગઈ છે. જ્યારે વિશ્વભરમાં આ રોગના બે લાખથી વધુ દર્દીઓ થઈ ગયા છે અને આ રોગથી 10,000થી વધુનાં મોત થયાં છે.
આ રોગનું મૂળ ચીનનું વુહાન
ચીનના વુહાનથી ફેલાયેલા આ વાઇરસે વિશ્વમાં 10,000થી વધુનાં મોત થઈ ચૂક્યાં છે. આ રોગની હજી સુધી એક પણ દવા કે રસી અસરકારક નથી. જેથી આ રોગ કૂદકે ને ભૂસકે પ્રસરી રહ્યો છે.
અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં ચાર દિવસના ઘટાડાને બ્રેક લાગી હતી. વૈશ્વિક માર્કેટની તેજી અને એશિયન માર્કેટમાં પણ તેજીને પગલે સ્થાનિક શેરબજારમાં બેતરફી વધઘટે શાનદાર રિકવરી જોવા મળી હતી. હેવી વેઇટ શેરો રિલાયન્સ, એચડીએફસીની તેજીને પગલે શેરોમાં લેવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ચાર ટકા સુધીની તેજી થઈ હતી. જેથી ટ્રેડિંગ સેશનને અંતે 1,628 પોઇન્ટ ઊછળીને 29,915.96 બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 482 પોઇન્ટ વધીને 8,745.45ના મથાળે બંધ રહ્યો હતો.
ઇન્ડેક્સ બેઝ્ડ શેરો જોઈએ તો સેન્સેક્સના 30માંથી 27 શેરો અને નિફ્ટીના 50માંથી 45 શેરોમાં તેજી થઈ હતી. બેન્ક નિફ્ટીના 12માંથી આઠ શેરો તેજીમાં હતી.
આઇટી અને એફએમસીજી શેરોમાં તેજી
ડોલર સામે રૂપિયો આજે મજબૂત થતાં આઇટી શેરોમાં લેવાલી રહી હતી. સપ્તાહના અંતિમ દિવસે આઇટી અને એફએમસીજી શેરોમાં ભારે તેજી થઈ હતી. નિફ્ટીનો આઇટી ઇન્ડેક્સ 8.52 ટકા વધ્યો હતો, જ્યારે એફએમસીજી ઇન્ડેક્સ 8.77 ટકા વધ્યો હતો. આ સાથે ફાર્મા ઇન્ડેક્સ 7.68 ટકા, મેટલ ઇન્ડેક્સ 7.68 ટકા ઓટો ઇન્ડેક્સ 3.71 ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સ 2.33 ટકા વધ્યા હતા.
સાપ્તાહિક રીતે સેન્સેક્સ 12 ટકા અને નિફ્ટી 11.8 ટકા ઘટ્યા
સાપ્તાહિક રીતે જોઈએ તો સેન્સેક્સ 12 ટકા અને નિફ્ટી ઇન્ડેક્સ 11.8 ટકા ઘટ્યા હતા, જ્યારે બેન્ક નિફ્ટી 19 ટકા, મેટલ ઇન્ડેક્સ 10.5 ટકા, આઇટી ઇન્ડેક્સ 8.3 ટકા અને ફાર્મા ઇન્ડેક્સ 4.3 ટકા ઘટ્યા હતા. મિડકેપ ઇન્ડેક્સ 13 ટકા ઘટ્યો હતો.
અમદાવાદઃ વધતી જતી વસ્તી, શહેરીકરણ, આધુનિકરણને કારણે ચકલી જેવા ધર સુધી પહોંચતા, મનુષ્યના ઘરમાં જ પોતાનો માળો બનાવતા પક્ષીઓ પર માઠી અસર પડી છે. થોડા સમય પહેલાં એક તબક્કો એવો પણ આવ્યો કે જાણે ઘર સુધી પહોંચી ચીં..ચીં કરતી ઉડાઉડ કરતી ચકલીઓ ઓછી થઈ ગઈ છે. પશુ પંખીઓના પ્રેમી માણસો અને સજાગતાને કારણે ફરી એકવાર ઘર ચકલીની સાથે અન્ય રંગબેરંગી ચકલી ઓની સંખ્યામાં વધારો થયો છે. જે લોકોના કારણે પશુ પંખીઓ પાણી, ચણ અને સારવારની સુવિધાઓ મળે છે, એવા જીવદયા પ્રેમીઓ અસંખ્ય છે. એમાંના એક છે. હાથીજણ વિસ્તારના કિન્નરી ભટ્ટ.
20 માર્ચ એટલે વર્લ્ડ સ્પેરો ડે. અમદાવાદના હાથીજણમાં રહેતા સ્પેરો કેર ટેકર કિન્નરીબેન ભટ્ટ. મુંગા જીવ અને ખાસ ચકલી સાથે અતૂટ સંબંધ ધરાવે છે. અબોલ પક્ષી સાથેનો સંબંધ વધારે ત્યારે મજબૂત થયો જ્યારે એક ચકલીનું અગમ્ય કારણસર મોત થયું, તેના બચ્ચા રઝળી પડ્યા. કિન્નરીબહેને ચકલીના બચ્ચાંને જીવાડવાનું બીડું ઝડપ્યું. મોઢામાં પાણી પી અને સીધું જ મોઢામાંથી બચ્ચા ની ચાંચમાં પીવડાવવાનુ શરૂ કરવામાં આવ્યું. આ સાથે ભાતનો દાણો પણ પોતે ચાવી અને સિધુ બચ્ચાને ખવડાતા. આ રીતે પણ જ્યાં સુધી ચકલીનું બચ્ચું ઊડતું થયું ત્યાં સુધી સેવા આપી. ત્યારબાદ એમની પાસેથી બચ્ચુ માયા થઇ જતાં ખસતું નહોતું.
તેમના આ મકાનમાં લગભગ ૨૦ જેટલા ચકલીઓના માળા છે. નિયમિત ચકલીના બાજરી અને ઝીણી કણકી ભેગા કરી અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવે છે. આ સાથે ચણાની બાજુમાં જ પાણી ભરીને રાખવામાં આવે છે. ચોમાસુ તેમજ ઠંડીની સિઝનમાં માળાની ઉપર રહેલાને પ્લાસ્ટિકથી ઢાંકી દેવામાં આવે છે, જેથી ઠંડી ના લાગે ચોમાસાના પાણીથી ભીંજાય નહીં. ઉનાળાની બળબળતી બપોરે પણ તેમના ઘરમાં પંખો ચાલુ કરવામાં નથી આવતો. કારણકે ચકલીઓ એક દરવાજાથી બીજા દરવાજા સુધી ઊડાઊડ કરતી હોય, ત્યારે તેમને ઇજા ના થાય, સાવચેતીના ભાગરૂપે તેઓ પંખા પણ બંધ રાખી દિવસ પસાર કરતા હોય છે. આમ.. કિન્નરીબેન નો ચકલી પ્રેમ અનેરો છે..!
ઘરમાં રહેવું બાળકોને જરાય ગમતું નથી. પણ, એમને ભાવતી વાનગી એમને સાથે લઈને બનાવો. એટલે કે, વાનગી બનાવવામાં નાનકડી મદદ એમની પણ લો, તો નવી વાનગી બનાવતાં જોવાની એમને મઝા આવશે, તમારો પણ કંટાળો દૂર થશે અને સમય પસાર થઈ જશે!
રીતઃ સમારેલાં ટમેટાં, સિમલા મરચું, મકાઈના બાફેલાં દાણા તેમજ કાંદો એક મોટા બાઉલમાં મિક્સ કરો. તેમાં સ્વાદ મુજબ મીઠું, ચિલી ફ્લેક્સ, પિઝા સોસ તથા પીઝા મસાલો પણ મિક્સ કરી દો.
હવે ગોળાકાર બ્રેડ સ્લાઈસ લો. તેને વેલણ વડે પાતળી વળી લો અને માખણ ચોપડી દો.
ગેસની ધીમી આંચ પર અપ્પમને ગરમ કરવા મૂકો. માખણ ચોપડેલી બ્રેડની સ્લાઈસને અપ્પમમાં નીચે તરફ ગોઠવો અને ઉપર પીઝા સ્ટફિંગ મૂકો. તેમજ ચીઝ ખમણીને ઉપર નાખો.
અપ્પમના દરેક ખાનામાં બ્રેડ ગોઠવાઈ જાય એટલે અપ્પમને ઢાંકી દો. જ્યાં સુધી ચીઝ ઓગળે તેમજ બ્રેડ ક્રિસ્પી થાય એટલે ગેસ બંધ કરીને અપ્પમ પેન નીચે ઉતારી લો. 5 મિનિટ બાદ પીઝા કપ થોડા ઠંડા થયા બાદ પીરસો.
નવી દિલ્હીઃ નિર્ભયા રેપ કેસમાં ફાંસી બાદ જેટલી ખુશી નિર્ભયાના પરિવારને થઈ છે તેટલા જ રાહતના શ્વાસ તેના મિત્ર અવનીન્દ્ર પાંડેએ લીધા હશે. અવનીન્દ્ર પાંડે આ કેસના એકમાત્ર પ્રત્યક્ષદર્શી હતા, તેમની જ સાથે તે રાત્રે નિર્ભયા ફિલ્મ જોઈને પાછી ફરી રહી હતી. આ સાત વર્ષોમાં અવનીન્દ્રએ ઘણું સહન કર્યું છે. કેસ દરમિયાન તેના પર પણ કેટલાક આરોપો લાગ્યા છે. પરંતુ અત્યારે અવનીન્દ્ર આ બધાથી દૂર વિદેશમાં છે.
અવનીન્દ્રએ ત્રણ વર્ષ પહેલા લગ્ન કરી લીધા છે. અત્યારે તેઓ પોતાની પત્ની સાથે વિદેશમાં સેટલ થઈ ગયા છે અને ત્યાં જ નોકરી કરી રહ્યા છે. તેમને એક દીકરો પણ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ફાંસીની સજાની જાહેરાત બાદ તેઓ ખૂબ ખૂશ હતા.
અવનીન્દ્ર ગોરખપુરના તુર્કમાનપુરના નિવાસી છે. અવનીન્દ્રના પિતા ગોરખપુરના જાણિતા વકીલ છે. તેમણે વર્ષ 2017 માં જણાવ્યું હતું કે મારા દિકરાએ લગ્ન કરી લીધા છે. પ્રોફેશનલી એન્જિનિયર અવનીન્દ્ર અત્યારે ક્યાં છે તે મામલે જણાવવાનો તેમના પિતાએ ઈનકાર કરી દીધો.
સાત વર્ષ પહેલા 16 ડિસેમ્બરની એ રાત્રે નિર્ભયાની સાથે તેનો આ મિત્ર પણ હતો. અવનીન્દ્રએ નિર્ભયાને બચાવવાના ભરપૂર પ્રયત્નો કર્યા પરંતુ આ દુષ્કર્મીઓએ તેને અડધી તો તે જ સમયે મારી નાંખી હતી. આ ઘટનાના એટલા ઘેરા પ્રત્યાઘાત પડ્યા કે પાંડેનું જીવન એવું કહી શકાય કે સુમસાન અને દર્દથી ભરપૂર બની ગયું.
મુંબઈઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાઈરસનો રોગચાળો વધુ ફેલાતા મહારાષ્ટ્ર સરકારે 31 માર્ચ સુધી મુંબઈ મહાનગર પ્રદેશ (મુંબઈ મેટ્રોપોલિટન રીજન) સહિત રાજ્યના ચાર શહેરોમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી દીધી છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે પત્રકારો સમક્ષ જાહેરાત કરી છે કે કોરોના વાઈરસના ફેલાવાએ વધારે ચિંતા ઊભી કરતાં મુંબઈ અને પુણે શહેરો સહિત રાજ્યના મોટા શહેરોમાં 31મી માર્ચ સુધી તમામ કામકાજના સ્થળોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
મુંબઈ અને પુણે ઉપરાંત પિંપરી ચિંચવડ અને નાગપુરમાં પણ સંપૂર્ણ લોકડાઉન અમલમાં મૂકાશે.
ઠાકરેએ જોકે સ્પષ્ટતા કરી છે કે આ બંધ દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રાખવામાં આવશે જેમ કે પીવાના પાણીની સેવા, ખાદ્યપદાર્થો અને શાકભાજી, કરિયાણાની ચીજવસ્તુઓ, દૂધ વિતરણ, દવા-ઔષધો, બેન્કિંગ, ટેલિફોન, રેલવે, પરિવહનના અન્ય માધ્યમો, હોસ્પિટલો, તબીબી કેન્દ્રો, મેડિકલ સ્ટોર્સ, વીજપૂરવઠા વિતરણ સેવાનો સમાવેશ થાય છે.
ઠાકરેએ કહ્યું કે, મુંબઈ મહાનગરમાં આવશ્યક સેવાઓ અને જાહેર પરિવહન સેવાને બાદ કરતાં સંપૂર્ણપણે બંધ પાળવામાં આવશે. આ રજા નથી, પરંતુ રસ્તાઓ પર અને જાહેર સ્થળોએ લોકોની ભીડ જમા ન થાય એટલા માટે આ નિર્ણય લેવાયો છે. રાજ્યભરમાં બેન્કો ચાલુ રહેશે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 52 કેસ નોંધાયા છે. એક દર્દીનું મુંબઈમાં ગયા અઠવાડિયે નિધન થયું હતું.
ટીવી પર જીવંત પ્રસારિત સંબોધનમાં ઠાકરેએ કહ્યું કે સરકારી ઓફિસોમાં કર્મચારીઓની હાજરી 50 ટકાથી વધુ ઘટાડીને 25 ટકા કરી દેવામાં આવી છે. અગાઉ 50 ટકા કર્મચારીઓને રોટેશન-મુજબ બોલાવવાનું નક્કી કરાયું હતું, પણ હવે માત્ર 25 ટકા કર્મચારીઓને જ બોલાવવાના રહેશે.
ઠાકરેએ કહ્યું કે, લોકલ ટ્રેનો અને બસ સેવા શહેરની જીવાદોરી સમાન છે તેથી એમને બંધ કરી શકાય એમ નથી. આ પગલું ભરવાની મને સલાહ મળી છે. હાલને તબક્કે તો જાહેર પરિવહન સેવાને બંધ ન કરવાનું નક્કી કરાયું છે. લોકોએ અમારી અપીલનું માન જાળવ્યું છે તેઓ ઘરમાં જ રહે છે. ટ્રેનો અને બસોમાં રોજની જેવી ભીડ જોવા મળતી નથી.
ઠાકરેએ કહ્યું કે કોરોના રોગચાળાએ દુનિયાભરમાં ગભરાટ ફેલાવી દીધો છે અને અસંખ્ય દેશોમાં લોકોને એમના ઘરમાં જ રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે.
મારી માલિકોને અપીલ છે કે તેઓ શટડાઉનના સમયગાળા દરમિયાન એમના કર્મચારીઓને લઘુત્તમ વેતન આપે. આવા વિપરીત સંજોગોમાં માત્ર માનવતા જ જીતાડી શકે એમ છે.
CM Uddhav Thackeray announces that from this Midnight, all workplaces will remain closed till 31st March. This is applicable in Mumbai, MMR Region, Pune, Pimpri Chinchwad and Nagpur. Govt offices to operate at 25% attendance. (1/2)
મુંબઈમાં ટિફિનસેવાવાળાઓ પણ જોડાયા છે કોરોના સામેની લડાઈમાં
કોરોના વાઈરસનો રોગચાળો વધુ ફેલાતા મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર તેમજ મહાનગરપાલિકાઓએ જનસુરક્ષાનાં અનેક મોટા-મહત્ત્વના નિર્ણયો લીધા છે. મુંબઈમાં કામધંધે જતા લોકોને બપોરના જમવા માટેના ટિફિન પહોંચાડવાની સેવા બજાવતા ડબ્બાવાળાઓ પણ કોરોના રોગચાળા સામેની લડાઈમાં જોડાઈ ગયા છે. એમણે પણ સેવા તાત્પૂરતી – એટલે કે આજે 20 માર્ચથી લઈને 31 માર્ચ સુધી બંધ રાખી દીધી છે.
મુંબઈ તથા આસપાસના થાણે, પાલઘરમાં લોકોને એમની ઓફિસે, દુકાને કે ઘેર જઈને ટિફિન પહોંચાડવા માટે 5000 જેટલા ડબ્બાવાળાઓ કાર્યરત છે. આ તમામનું એક સંઘ છે જે ટિફિનસેવાનું સંચાલન કરે છે. આ સેવાનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 45 કરોડ છે.